જાણે-અજાણે

(4.9k)
  • 374.3k
  • 340
  • 201.4k

ધક-ધક...ધક-ધક...ધક-ધક........ હ્રદય જોર જોરથી ફલાંગો મારતું હતું. રાહ જોતાં અધીરી બનેલી મોટી મોટી આંખો ઘડિયાળ તરફ તાકી રહી હતી. માસૂમ દેખાતાં ચહેરાં પર હલચલ સાફ ઝલકી રહી હતી. છતાં પણ એ ચહેરો જોતાં જ મન આકર્ષાય તેટલું નુર ટપકી રહ્યું હતું. કોઇકની ઝંખતી હાજરીથી હવે તો હોઠ બીડાય રહ્યા હતાં. પવન પણ જાણે રમત કરતો હોય તેમ ધીમી ઝડપે તેનાં લાંબા ખુલ્લા વાળમાંથી પસાર થઈ જતો. હવામાં ઉડતી લટ ને સંભાળવા ઉઠતો કોમળ હાથ એ પળને શોભી રહ્યો હતો. ટીક-ટીક...ટીક-ટીક...ટીક-ટીક..... સમય જાણે ત્યાં જ થંભી ચૂક્યો હોય તેમ રાહ જોવાતી ઘડી વીતી જ નથી રહી.          

Full Novel

1

જાણે-અજાણે

ધક-ધક...ધક-ધક...ધક-ધક........ હ્રદય જોર જોરથી ફલાંગો મારતું હતું. રાહ જોતાં અધીરી બનેલી મોટી મોટી આંખો ઘડિયાળ તરફ તાકી રહી હતી. દેખાતાં ચહેરાં પર હલચલ સાફ ઝલકી રહી હતી. છતાં પણ એ ચહેરો જોતાં જ મન આકર્ષાય તેટલું નુર ટપકી રહ્યું હતું. કોઇકની ઝંખતી હાજરીથી હવે તો હોઠ બીડાય રહ્યા હતાં. પવન પણ જાણે રમત કરતો હોય તેમ ધીમી ઝડપે તેનાં લાંબા ખુલ્લા વાળમાંથી પસાર થઈ જતો. હવામાં ઉડતી લટ ને સંભાળવા ઉઠતો કોમળ હાથ એ પળને શોભી રહ્યો હતો. ટીક-ટીક...ટીક-ટીક...ટીક-ટીક..... સમય જાણે ત્યાં જ થંભી ચૂક્યો હોય તેમ રાહ જોવાતી ઘડી વીતી જ નથી રહી. ...Read More

2

જાણે-અજાણે (2)

તેણે જોયું કે એ છોકરો જે તદ્દન અજાણ્યો હતો તેણે પોતાનું બાઈક પાર્ક કર્યું અને એ બાઈક પર બેસી જે પણ વિદ્યાર્થી નિયતિની જગ્યાએ પોતાનું વાહન પાર્ક કરવા આવતું તેને રોકી રહ્યો હતો. કોઈકને શાંતિથી તો કોઈકને ગુસ્સામાં દૂર ખસેડી રહ્યો હતો. નજર રસ્તામાં રાખી કોઈકની રાહ જોતો હતો. પણ કેમ અને કોની બસ એ સમજાતું નહતું. આટલામાં ત્યાંથી નીકળતાં તેનાં ભાઇબંધ એ બુમ પાડી.... એ આજે નહીં આવે... ચાલ ક્લાસમાં મોડું થયું છે... અને વળતાં જવાબમાં તે બોલ્યો ભલે ના આવે પણ પાર્કિંગની જગ્યા તેની છે અને કોઈને અહીં પોતાનું સાધન મુકવા ...Read More

3

જાણે-અજાણે (3)

બીજે દિવસે સવારે નિયતિ કૉલેજ પહોચી અને બાઈક પર ફરી એક ચિઠ્ઠી લટકાવી. નિયતિનાં ચહેરાં પર આત્મવિશ્વાસ દેખાય રહ્યો જણાય રહ્યું હતું કે તેનો રસ્તો સાચ્ચો છે. નિયતિનાં જવા પછી રોહન ત્યાં આવ્યો અને ચિઠ્ઠી જોઈ આતુરતાથી વાંચવા લાગ્યો. " માની લીધું કે તને મારાં પર respect છે. અને હું તેની કદર કરું છું. પણ રોજનું રોજ મારાં માટે જગ્યા રોકવાનો શું મતલબ! એક દિવસ હોય તો સમજ્યા પણ પછી રોજનું શું!... ના તું મારો ફ્રેન્ડ છે કે ના મારો ભાઈ. તો કયાં હકથી કરે છે આ બધું? " ...Read More

4

જાણે-અજાણે (4)

રોહનનો છેલ્લો મેસેજ નિયતિને દિલમાં ઘા કરી ગયો. રોહન પ્રત્યેનો દરેક રોષ તેનાં મનમાંથી નીકળી ગયો. અને એક સુંદર તેનાં ચહેરાને ચમકાવા લાગી. એટલી હદ સુધી પોતાની ભૂલ દેખાયી કે નિયતિનાં આંખમાંથી આંસુ નિકળી આવ્યાં. હવે માફી માંગવી જરૂરી હતી એટલે નિયતિ પહેલી વાર હસતાં મુખે એક છેલ્લો મેસેજ લખવાનું શરૂ કર્યું " રોહન, તારી દરેક વાત પર મને ભરોસો છે. તું તો કદાચ તારાં સ્વભાવ પ્રમાણે વર્તતો હતો પણ મને જ સમજવામાં ભૂલ થઈ ગઈ. જે વ્યક્તિ છોકરીની અને મહીલાની સમાજમાં કોઇ ઈજ્જત સમજતો હોય તે કોઇ વખત કોઇને હાની ના પહોચાડી શકે. ...Read More

5

જાણે-અજાણે (5)

નિરાશ બનેલી નિયતિ સાંજે તેનાં ઘેર જતી રહી. સવારે પણ જાણે ઓછાં મને તે કોલેજ પહોચી. આજે તે બાઈક નહતું. કોઈક તેની પર પીઠ કરીને બેઠું હતું. તે જોઈ નિયતિને ગુસ્સો આવ્યો કે રોહનનાં બાઈક પર કોઇ બેસી રહ્યું છે. એ વાત સહન ના થઈ. જાણે પોતાનો હક હોય તે બાઈક પર તેવી રીતે વર્તન કરવાં લાગી અને એક અવાજ આપ્યો "Excuse me!".. અવાજ સાંભળી થોડી ડોક પાછળ કરી તે પાછળ તરફ ફર્યો. લાંબું મોટું કદ, સ્વર્ણરંગી રૂપ. સવારનો કુણી કીરણો ઝાડમાંથી સંતાઇને તેનાં ચહેરા પર અસ્તિત્વ ઘુમાવી રહી હતી . શરીરના દરેક ચાલ ...Read More

6

જાણે-અજાણે (6)

નિયતિનાં મનમાં જોરથી ઘા થયો આ દરેક વાતોનો. પણ કોઈ જાતની હલચલ મોંઢે લાવ્યાં વગર તેણે રોહનને શાંત કર્યો બોલી " હા તો એમાં શું દુઃખ કરવાનું!.... તારું ભવિષ્ય સુધરી જશે ત્યાં જઈને. અને એક ના એક દિવસ તો તારે જવાનું જ હતું ને... મને મળ્યાં પહેલાથી નક્કી હતું તો હવે આંખમાં આંસુ કેમ?!... અને તારાં દાદાજીએ મહેનત કરી તારાં પપ્પા અને કાકાને ભણાવ્યા, દરેક જરુરીયાત પુરી કરી. હવે તેમની દરેક ઈચ્છા પૂરી થવી જોઈએ. " નિયતિ પોતાની શ્રેષ્ઠ કોશિશ દર્શાવી. "પણ નિયતિ.... તું સમજતી નથી મારી દ્વિધા. મારો અહીં થી ચાલ્યું જવું એટલે આપણી મુલાકાત ...Read More

7

જાણે-અજાણે (7)

નિયતિ તરફ રોહનની નજરમાં ચોખ્ખું દેખાતું હતું કે નિયતિ રૂપી ખજાનાની વાત કરે છે. નિયતિ શરમાઇ અને નજર નીચી રોહને તરત ટેબલ પર ટેકવેલો નિયતિનો હાથ પોતાનાં હાથમાં એ રીતે ઉપાડ્યો જેમ એક પિતા પોતાનાં નવજાત શિશુને ઉપાડે. વાતાવરણ બદલાય રહ્યું અને એક પ્રેમની સુવાસથી મહેંકી ઉઠ્યું. નિયતિનું મન જોર જોરથી ધડકવા લાગ્યું. અને હોઠો પર નાની મુસ્કાન આવવા લાગી. ગાલનો રંગ ગુલાબી થયો અને રોહન તેની તરફ એકીટશે જોતો રહ્યો. મૌન વાતો કરવા લાગ્યું. રોહન અને નિયતિ માટે સમય અને શ્વાસ થંભી ગયા. થોડી ક્ષણો માણ્યા પછી ભાન આવ્યું. "અ..આપણે હવે નિકળવું જોઈએ. ...Read More

8

જાણે-અજાણે (8)

ત્રણ વર્ષ પછી..... જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં, પણ નિયતિ માટે આ ત્રણ વર્ષ કાઢવા ખૂબ કપરાં હતાં. દરરોજ યાદ અને યાદો માં તેની પાછી આવવાની આશ. પણ દરરોજ નિરાશા હાથમાં આવે અને નિયતિનું મન દુખાડે. પણ જ્યાં મન કોઈકને સોંપી દીધું હોય તો કોઈ મુશ્કેલી હરાવી ના શકે. અને આ જ હિંમત અને મક્કમતાથી નિયતિએ ત્રણ વર્ષનો લાંબો ગાળો પૂરો કર્યો. આવવાની કોઈ આશ હતી નહીં પણ છતાં આજે મન બેચેન વધારે હતું. કશુંક સંકેત આપતું હતું. વાતાવરણ પણ બદલાય રહ્યું હતું અને વગર ઋતુનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક નિયતિનાં ફોનની રીંગ વાગી. કોઈક અજાણ નંબરથી રીંગ ...Read More

9

જાણે-અજાણે (9)

હ્રદયનો ધબકાર ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. નિરાશ અને ચિંતાતુર બનેલી નિયતિએ આંખો ઉચકી એક નજર બહાર તરફ ફેરવી. એક યુવક નિયતિ તરફ આવી રહ્યો હતો. દૂરથી દેખાતો એ માણસની ચાલ જાણીતી હતી. નિયતિ એકીટશે તેને જોતી રહી. જોતજોતામાં એકદમ નજીક આવેલો તે યુવાન રોહન હતો. એ જ સ્ટાઈલ એ જ ઢબ અને એક સુંદર સ્મિત. બધું જ પહેલાંની માફક હતું. "રોહન તું તો બિલકુલ નથી બદલાયો " નિયતિ આશ્ચર્યથી બોલી. "હા એ વાત મારે તારાં માટે પણ કહેવી જોઈએ. જેવી મુકીને ગયો હતો તેવી જ છું " રોહન બોલ્યો. "હા, કેમ ના હોવ! ...Read More

10

જાણે-અજાણે (10)

નિયતિનાં મનમાં હજું એ જ બધી વાત ફરતી હતી. પોતાને આવો અનુભવ પહેલાં ક્યારેય નહતો થયો એટલે કેવી રીતે સંભાળે એ ખબર જ નહતી. પેટમાં જાણે હજારો પતંગીયા એકસાથે ઉડતાં હોય તેમ લાગી રહ્યું હતું. હોઠો પર સ્મિત ખૂટતું નહીં , ચહેરાં પર નવજાત શિશુ માફક તેજ હતું. જમીનથી જાણે એક ફૂટ ઉંચી ચાલી રહી હતી અને આજે નાની નાની દરેક વાત તેને ખુશીઓની સોગાદ આપી રહી હોય તેમ અનુભવી રહી હતી. "કાલે ફરી રોહનને મળવાનું છે.. શું વિચારતો હશે તે!... આજે જે બન્યુ એનાંથી મારી રોહન પર ખોટી છાપ તો નહીં પડે ને?... શું ...Read More

11

જાણે-અજાણે (11)

નિયતિ આશ્ચર્યથી તેની તરફ પાછળ વળી અને પાછળ જોતાં જ તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.....નિયતિની આંખો પોહળી થઇ અને પોતાનાં પગ પરથી ધારણ ગુમાવી જમીન પર પટકાતા બચી ગઈ. આખરે નિયતિએ એવું તે શું જોયું કે તેનાં રૂંવાડા ઉભા થઈ ગયા?!.... રોહન તો તેને મળવા આવ્યો હતો ને તો પછી નિયતિ ને અવગણવાનો શું મતલબ?.... આ બધાં પ્રશ્નો ઉદ્દભવે તે વ્યાજબી છે. જેવું નિયતિ એ પાછળ વળીને જોયું તો રોહન નિયતિને અવગણી એક છોકરી તરફ ચાલી રહ્યો હતો. રોહનની પીઠનાં લીધે તે છોકરીનું મોં પહેલાં દેખાયું નહીં. જેવો રોહન રસ્તામાંથી ...Read More

12

જાણે-અજાણે (12)

નિયતિ પોતાની સાથે જ વાતોમાં ફસાઈ ગઈ. કદાચ એટલી હદ સુધી તુટી ગઈ હતી કે દુનિયા નું ભાન નહતું. એક ખૂણો શોધી છુપાયી રહી હતી. જાણે કોઈનાં નજરમાં આવવાં નહતી માંગતી. એક ખુણામાં માત્ર બેસી રહી- ચેતનાહીન બનીને. વિચારોમાં વાતો અને વાતોમાં રોહન ના ચાહતે પણ આવી રહ્યો હતો. ઊંડા વિચારોમાં ખોવાયેલી નિયતિ ઘણાં લાંબા સમય સુધી ત્યાં બેસી રહી. સવારથી સાંજ પડી ગઈ હતી પણ નિયતિને તેનું ભાન જ નહતું. રસ્તામાંથી નિકળતા એક વૃદ્ધ માણસે નિયતિને જગાડી અને ધીમેથી, બહું જ સહજતાથી તેને બહાર કાઢી. નિયતિની હાલત બીલકુલ સારી જણાતી નહી ...Read More

13

જાણે-અજાણે (13)

તારે જાણવું જ હોય તો સાંભળ..." રોહન ગુસ્સામાં લાલ થઈ ને બોલ્યો. " એક ભાઈ હતો. જે તારી બહેનનાં ક્લાસમાં હતો. સ્કુલ સમયથી જ તે બંન્ને એક જ સાથો ભણતાં આવ્યાં છે. જ્યારે સ્કુલ પુરી થવાં આવી તો તેને લાગ્યું હવે કદાચ તે અને સાક્ષી જુદા પડી જશે. પણ કોને ખબર હતી કે જે કૉલેજમાં મારાં ભાઈએ એડમિશન લીધું ત્યાં જ સાક્ષી પણ આવવાની હતી ભણવા. બંન્ને એકસાથે ફરી ત્રણ વર્ષ માટે સાથે રહેવાનાં હતાં. સ્કુલમાં તો નહીં પણ કૉલેજમાં બંને સારાં મિત્રો થવાં લાગ્યાં હતાં. મારાં ભાઈને મેં કોઈ દિવસ ચોપડીની બહારની વાતો ...Read More

14

જાણે-અજાણે (14)

સમય પણ તેનો સાથ આપે જેની કોશિશ માં દમ હોય.. પણ જ્યારે બંને વિરોધીઓની કોશિશ એકસરખી રીતે લાગતી હોય શું?... કોણ જીતે કોણ હારે?.... પણ પ્રશ્ન અહીંયા હાર-જીતનો નહતો. પ્રશ્ન અહીંયા કોઈકની જિંદગી અને કોઈકની જીદ્દનો હતો. નિયતિની નિયતમાં કોઈ ખોટ નહતી. તેની આંખો સામે માત્ર તેની બહેનની ખુશીઓ દેખાતી હતી. દોડતા દોડતા નિયતિ હવે થાકવાં લાગી હતી. હાંફતા હાંફતા છતાં પણ તેણે એકપણ ક્ષણ રોકાયા વગર બસ દોડતી જ ચાલી ગઈ. રોહન પણ એકંદરે ઘણો થાકેલો જણાતો હતો. પણ તેની પણ જિંદગી નો પ્રશ્ન હતો એટલે તે પણ પોતાની પુરેપુરી તાકાત ...Read More

15

જાણે-અજાણે (15)

નદીમાં જોરથી ચાલતાં વહેણ સાથે જોતજોતામાં નિયતિનું દેહ ગાયબ થઈ ગયું... શું આ નિયતિનો અંત હતો?... દરેક જન્મતા બાળક સાથે તેનું નિર્ધારિત કર્મ જોડાયેલું હોય છે અને દરેક કર્મો સાથે જોડાયેલાં માણસો સાથે જ તેનો સંબંધ જોડાય છે. નિયતિની સાથે જોડાયેલાં વ્યક્તિઓ એટલે તેનાં પિતા અને તેની મોટી બહેન સાક્ષી. ઘણાખરા અંશે રોહન પણ. એટલે જ્યાં સુધી એ દરેકના જીવનમાં આવવાનો ઉદ્દેશ પુર્ણ ના થાય તે પહેલાં નિયતિને દુનિયા છોડવાનો હક નહતો. પરંતુ તેનું જીવન મૃત્યુ તેનાં ભાગ્ય પર નિર્ધારિત હતું. બીજી તરફ નિયતિનાં પિતા જયેશભાઈ તેની દિકરીને શોધવાનો પૂરે પુરો પ્રયત્ન ...Read More

16

જાણે-અજાણે (16)

સાત દિવસ વીતી ગયાં હતાં. અને વરસાદ -વાવાઝોડા રુપી આફત પૂર્ણ રીતે થંભી ગઈ હતી. બેભાન અવસ્થામાંથી ભાનમાં આવતી ધીમે ધીમે પણ પૂર્ણ કોશિશ સાથે ઉચકાયી. ધીમેથી મંદ અવાજો કાન પર પડ્યાં. મંદિરમાં વાગતાં ઘંટારવ પણ સંભળાય રહ્યાં હતાં. અને એક બુલંદ નાદ 'નમામિ નર્મદે ' નો જયઘોષ થતો હતો. આંખો ખુલે એ પહેલાં આ દરેક વાત ધ્યાન પર આવી. લગભગ પાંચેક મિનિટ પ્રયત્ન પછી ખરેખર આંખો ઉચકાયી. આંખો આગળ કેટલાક તદ્દન અજાણ્યા માણસો ઉભાં હતાં. જેમને જોતાં પહેલાં તો ગભરામણ પછી આશ્ચર્યનો ભાવ તેનાં મુખ પર ચોખ્ખો દેખાતો હતો. એ ...Read More

17

જાણે-અજાણે (17)

ગામનાં સરપંચ અને કહેવામા મોટું માથું એવા વ્યક્તિ રઘુવીર. પાક્કી દિવાલો વાળું ઘર . સ્વભાવે તે કડક અને સીધી વાત કરવા વાળા માણસ. પણ નાના છોકરાઓ અને જુવાનીયાઓ સાથે તેમનાં ઉંમર હીસાબે વર્તે. એટલે લોકપ્રિય ઘણાં. દૂરનું વિચારીને નિર્ણય કરતાં એટલે કશું કહી ના શકાય તેમનાં કોઈપણ નિર્ણય વિશે. અનંત, માંજી અને બાકી બધાં રઘુવીર કાકા જોડે પહોચ્યા. "રઘુવીર.... ઓ રઘુવીર...." માંજીએ બુમ પાડી. ઘરમાંથી એક પ્રભાવશાળી પુરુષ જાણે બહાર નીકળતા હોય તેમ જણાય રહ્યું હતું. શું થયું?.. તમે બધા એકસાથે અહીં? " રઘુવીરે આતુરતાથી પુછ્યું. ...Read More

18

જાણે-અજાણે (18)

રચના અને કૌશલ થોડાં ગરમ મિજાજનાં હતાં એટલે તે કશું બોલ્યા નહીં. અને છેવટે બધાં ઘર તરફ પાછા ફર્યા. પાછા ફરતાં, રચના એ યાદ કરાવ્યું " સાંજે સંધ્યા આરતી છે. હું જઉં છું મને થોડું કામ છે. સાંજે મળું તમને. એમ પણ ઘણો સમયનો બગાડ થઈ ગયો છે ( રચનાની બધી વાતો કટાક્ષમાં બોલાતી) " રચના ચાલી ગઈ અને વંદિતા બોલી " હા પ્રકૃતિ દીદી. આજે તો વિશેષ બનશે આ આરતી. રેવાદીદી ની પહેલીવાર છે ને એટલે. પણ..." " પણ શું વંદિતા? " પ્રકૃતિ એ પુછ્યું. " પણ રેવાદીદીની હાલત તો જોવો. ના કપડાંના ઠેકાણાં, ના ...Read More

19

જાણે-અજાણે (19)

વંદિતા એ બોલવાનું શરૂ કર્યું " રચનાદીદી પહેલાં આવી નહતી. તેમનો સ્વભાવ સરળ અને ઉમદા હતો. દરેક સાથે હસીને કરતાં. ગુસ્સો કરવો, કોઈને સાથે ખરાબ કે ઉંચા અવાજે વાત કરવું એ તો જાણે આવડતું જ નહતું. તમે કોઈ દિવસ પૂછ્યું નથી કે અમને અંગ્રેજી કેવી રીતે ખબર પડે છે?.. કે અમે ગામમાં રહેવા છતાં આટલી શુધ્ધ વાતો કેવી રીતે કરી શકીયે છે! ... પણ હું કહીં દઉં કે અમારાં ગામમાં 10 ધોરણ સુધીની જ શાળા છે. અને આગળ ભણવા બહારનાં શહેરોમાં જવું પડે. અને એટલે અહીંયા 10 સુધી તો છોકરીઓને ભણાવવામાં આવે પણ કોઈ ...Read More

20

જાણે-અજાણે (20)

બીજા દિવસે સૂરજ ઉગવાની સાથે જ રેવા તેનાં ઘેરથી નિકળી ગઈ. વંદિતાને તેમે રસ્તામાં બોલાવી હતી કેટલોક સામાન સાથે વંદિતા રેવાની રાહ જોઈને રસ્તે ઉભી હતી. વહેલી સવાર હતી એટલે વધારે માણસોની અવરજવર નહતી. રેવાએ તેનો સામાન માંગ્યો અને વંદિતા પાસેથી વિનય સુધી પહોંચવાનો માર્ગ પણ જાણી લીધો. વંદિતા તેની સાથે આવવા માંગતી હતી પણ રેવાએ તેને આમ કરવા ના દીધું. " હું જ્યાં જઉં છું ત્યાં વધારે આફતનો ભય છે. મને ખબર છે તે ગામમાં આપણું જવાં પર રોક છે. એટલે તું ના આવે તે જ સારું. અહીંયા કોઈ ને કશું કહીશ નહીં. ...Read More

21

જાણે-અજાણે (21)

રેવાનાં કાને અથડાયેલાં આ શબ્દો તેને એક નવી ઉર્જા આપી રહ્યાં અને ફટાફટ તેણે પાછળ જોયું. વિનયની આંખોમાં આંસુ અને આંખો કાગળ પર... કૌશલને પણ આ સાંભળી આશ્ચર્ય થયો. રેવા જલદીથી વિનયની નજીક આવી અને કાન માંડીને સાંભળવા લાગી. કૌશલની આંખોમાં શક ચોખ્ખો દેખાતો હતો. તેને વિનય પર એક ટકાનો પણ વિશ્વાસ નહતો. બીજી તરફ વિનયની આંખોમાં પાણી હતું અને મોં પર નિરાશાના ભાવ. રેવાએ કહ્યું " બોલ.. હું સાંભળું છું... પણ જે બોલે તે સાચું બોલજે.." વિનયે પોતાની વાત રજૂ કરતાં કહ્યું " આ એ જ દિવસની વાત છે જ્યારે અમે પરીક્ષા પુરી ...Read More

22

જાણે-અજાણે (22)

કૌશલે પણ વિનયની વાતથી સહમત થતાં ના પાડી. પણ રેવા ચુપ બેસે તેમ હતી નહીં. "રેવા.. થોડું તો વિચારીને બોલ.. તને ભાન પણ છે કે આનું પરિણામ શું આવી શકે?.." કૌશલે રેવાને સમજાવતાં કહ્યું. "હા ખબર છે.. પણ તું જ વિચારને ... જો પગલું જ નહીં ભરીએ તો સફળતા કેવી રીતે મળશે? અને તું તો મને અહીં આવવાનું પણ ના કહેતો હતો પણ છતાં હું આવી અને સારું થયું ને .. નહીં તો સાચી વાતની જાણ કેવી રીતે થતી?..." રેવાનો કૌશલ અને વિનયને સમજાવવાનો દરેક પ્રયત્ન વ્યર્થ હતો. તેની વાત સાંભળવા કોઈ ...Read More

23

જાણે-અજાણે (23)

રેવાને પોતાનો અંત દેખાતો હતો. ડર તો અપાર હતો પણ છતાં તેણે બોલવાની કોશિશ કરી અને જ્યારે તેણે કહ્યું તે વિનયને મળવા આવી હતી. પોતાનાં કાકા સમાન રચનાનાં પિતાની મોતનો જવાબ લેવા આવી હતી તો શેરસિંહ ગુસ્સામાં લાલ થઈ ગયાં. પોતાની સામે કોઈ આટલી હીંમતથી જવાબ માંગવા ઉભું હોય અને તેમાં પણ એક છોકરો જે તેમનાથી અડધાથી ઓછી ઉંમરની હશે તે પહેલાં બન્યું નહતું. પોતાનું અપમાન સમજતાં શેરસિંહને રેવાની વાતો સહન નહતી થતી એટલે ગુસ્સામાં તેમણે રેવાને વાળ પકડી ઘસાતી રીતે ઘરની બહારનાં ચોકમાં લઈ જવાં લાગ્યાં. રેવાને ખેંચાતાં વાળથી તેં ચીસો પાડતી, ...Read More

24

જાણે-અજાણે (24)

આંખો બંધ કરી રચનાનો વિચાર કર્યો એક ઊંડો શ્વાસ લીધો અને બોલી " મને મારાં જીવની કદર નથી. મારાં બચાવવાની જવાબદારી ભગવાનની છે... મને તમારી શર્ત મંજુર છે..." શેરસિંહ હસ્યો અને બોલ્યો " છોકરી તું જાતે જ પોતાની મોતનું આમંત્રણ લખી રહી છે..." રેવાએ વિશ્વાસ સાથેનાં સ્મિતથી કહ્યું " તેની તમેં ચિંતા ના કરો. બસ મારી વાત સાંભળો " રેવાની હીંમત જોઈ શેરસિંહ બોલ્યા " હા... બોલ તારે શું કહેવું છે?.." રેવાએ બોલવાનું શરૂ કર્યું " હું માનું છું કે તમેં તમારાં દિકરાને બહું પ્રેમ કરો છો અને હંમેશા તેને ખુશ અને કામિયાબ માણસ ...Read More

25

જાણે-અજાણે (25)

સમી સાંજ થઈ ગઈ હતી અને આખો દિવસ દોડધામમાં વીત્યું એટલે ધીમે ધીમે ત્રણેય જણાં બસસ્ટેન્ડે પહોચ્યા. બસ આવી રેવા ફટાફટ બારી વાળી સીટ લઈને બેસી ગઈ. તેની પાછળ કૌશલ ચડ્યો અને રેવાની બાજુમાં બેઠો. વિનયને તે બંનેની પાછળની સીટ મળી. વિનય તો પોતાનાં વિચારો માં જ ખોવાયેલો હતો. રચના સાથે જોયેલા તેનાં દરેક સપનાં તેની આંખો આગળથી ખસતા જ નહતાં. રેવા થોડી વધારે જ થાકેલી હોવાથી તે પોતાનું માથું બારીએ ટેકવીને બસ એકીટશે બહાર જોવાં લાગી. પોતાને વિચારોમાં ને વિચારોમાં આખો દિવસઅને દિવસની બધી ઘટનાઓ યાદ આવી રહી હતી. ધીમેથી તેની આંખો મીંચાઈ ...Read More

26

જાણે-અજાણે (26)

વિનયે દરેકએદરેક વાત પાછળનું કારણ સમજાવ્યું. જેમ જેમ વિનયે દરેક પળનો હિસાબ આપતો ગયો રચના તેની દરેક વાત સમજતી ધીમે ધીમે રચનાનાં ભાવ ગુસ્સામાંથી સંવેદના તરફ પલટાવાં લાગ્યાં. પોતાનાં પિતાની મોત પાછળનાં સત્યથી લઈને વિનયનાં રચના પ્રત્યેનાં કડવાં બોલ સુધીની દરેક વાત જાણી રચના વિનય પ્રત્યેનાં વિચારો પર જ શરમ અનુભવી રહી હતી. પોતાનાં જીવનની સૌથી મોટી ભૂલ પર પસ્તાઇ રહી હતી અને એકદમ તે જમીન પર ઢળી પડી. બે હાથ જોડી વિનય પાસે માફી માંગવા જતાં વિનયે તેને અટકાવી. અને જોતજોતામાં પરિસ્થિતિ પલટાઈ ગઈ. આ જોઈ બાકી ...Read More

27

જાણે-અજાણે (27)

દરેક વ્યક્તિ રચના સાથે ચાલવા લાગ્યાં. પણ રચનાનું મન હજું ગભરાઈ રહ્યું હતું કે શું વાત કરશે અને કેવી પોતાની પહેલી જીદ્દ ને કારણે તેણે પોતાનાં પિતાને અને રચનાની માં એ પોતાનાં પતિનો સાથ છોડવો પડ્યો હતો અને આજે એ જ વ્યક્તિ માટે ફરી વાત કરવી થોડી અઘરી છે... ભલે વિનયનાં કારણે નહતું થયું કશું પણ રચના પોતાને કસુરવાર માનતી હતી. નીચી નજરો એ રચના પોતાની માં સામે જઈને ઉભી રહી. જીવનમાં જ્યારે પણ રચના તેની માં ને જોતી તે હંમેશા પોતાની ભૂલનો અહેસાસ કરતી એટલે આજે તો વિનયની સાથે પોતાની જ માં સામે ...Read More

28

જાણે-અજાણે (28)

દરેકનાં મન આજે વિપરિત દિશામાં જ ફરતાં હતાં. અને રચનાની ઈચ્છા મુજબ કામ કરવાં જતાં કોનાં કામમાં કેવો ભલીવાર અને કોનાં મન કોની તરફ ભાગશે તેં માત્ર સમય આધારિત હતું. બધાં છૂટાં પડ્યાં પણ દરેકનાં મનમાં પ્રશ્નો નો વંટોળ ફેલાતો હતો. કામ કોઈ બીજાં સાથે કરવું હતું ને કરવું કોઈ બીજાં સાથે પડશે અથવા રચના દીદીએ આ કેમ કર્યું. અથવા તો કોની સાથે કામ નથી કરવું વગેરે વગેરે.. વંદિતાથી રહેવાયું નહીં એટલે તે રચનાનાં ઘેર પહોંચી. વંદિતા: દીદી મને તમારી વાત બરાબર નથી લાગતી. તમને કદાચ ખબર નથી પણ મેં કેટલીય વાર જોયું ...Read More

29

જાણે-અજાણે (29)

સવારના નવાં કિરણો સાથે એક નવાં દિવસની શરૂઆત થઈ. અને નવાં દિવસ સાથે નવાં કામની શરૂઆત થઈ. ગામનાં મુખ્ય ગામની વચ્ચોવચ રચનાનાં લગ્નનો મંડપ બંધાવા માટે બધો સામાન આવી ગયો. કૌશલ પણ ત્યાં હતો પણ રેવાને આજે ફરી મોડું થઈ ગયું. રેવા દોડતા-ભાગતા વિચારતી આવતી હતી " આજે તો પેલો કૌશલ મને મારી જ નાખશે. કાલે પણ મોડી પડી હતી અને આજે પણ. હું શું કરું કાલે ઉંઘવામાં વાર થઈ એટલે સવારે ઉઠાયું જ નહીં. હવે સવાર સવારમાં તેની વાતો સાંભળવી પડશે.." રેવા ચોકમાં પહોચી. ત્યાં કૌશલ ની સાથે વંદિતા, અનંત અને પ્રકૃતિ પણ ...Read More

30

જાણે-અજાણે (30)

નાચ ગાન અને ઢગલાબંધ વાતોથી રાત પછી આખરે લગ્નનો દિવસ દરવાજો ખટખટાવી રહ્યો હતો. દરેકનાં મનમાં જ્યારે એ વાત હતી કે કાલે આમ કરીશું તેમ કરીશું ત્યારે કોઈ એકનાં મન ઉદાસ બેઠું હતું. બીજું કોઈ નહીં પણ રેવા. " કાલે દીદી ના લગ્ન છે. જાહોજલાલી અને મહેમાનો થી ચોક ઉભરાઈ પડશે. બધાં નવાં કપડાં પહેરી ફરતાં હશે પણ મારું શું? વંદિતાનાં પુછવા પર મેં બોલી દીધું હતું કે મારી પાસે છે કપડાં પણ ખરેખર તો એકપણ કપડાં એવાં નથી કે કાલે શોભે. હવે ભગવાન તમેં જ કશું ચમત્કાર કરો. શું એવું ના થઈ શકે ...Read More

31

જાણે-અજાણે (31)

રેવાની વાતને કૌશલ સારી રીતે સમજતો હતો. એટલે વધારે ભાર આપ્યો નહીં. માત્ર બોલ્યો " રેવા.. એકવાત યાદ રાખજે. આગળ કોઈપણ વાર એવું લાગે કે તારે કોઈ વાત કહેવી છે. તો હું છું. તું મને કહી શકે છે. હું સમજું છું. " આજે પહેલીવાર કૌશલ અને રેવા ઝઘડો કર્યાં વગર શાંતિથી વાત કરી રહ્યા હતાં. (થોડાં દિવસો પછી) રચનાનાં લગ્નની ભાગદોડ પછી હવે ધીમે ધીમે બધાં પોતાનાં મુળ જીવનમાં પાછાં વળી રહ્યા હતાં. પોતપોતાના કામે પાછાં ફરી રહ્યા હતાં. દિવસો વીતતા ગયાં અને રચનાની ઉણપ ઘટવા લાગી . એક દિવસ રેવા અને વંદિતા સાથે ...Read More

32

જાણે-અજાણે (32)

કૌશલની આંખો ભીની થઈ ગઈ. કૌશલ ગભરાવા લાગ્યો . કપાળે પરસેવો છૂટી ગયો અને શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. રચનાનાં ઘેર પાછાં આવવાનાં સમાચાર મળતાં કૌશલનું મન બીજી તરફ વળ્યું અને આ વાત અહીંયા જ છૂટી ગઈ. લગ્ન પછી રચના પહેલીવાર પોતાનાં ઘેર આવતી હતી એટલે તેનાં સ્વાગતની તૈયારીઓ પુરેપુરી હતી. રેવા, કૌશલ, અનંત, પ્રકૃતિ અને વંદિતા દરેકને રચનાની રાહમાં અધીરાં બની રહ્યા હતાં. રચનાને જોતાં તેને મળતાં જ એ ખુશી ઝલકી રહી જેમ વર્ષો બાદ પરિવારનાં સદસ્યને મળતાં હોય. પોતાની એક એક ક્ષણની વાતો કહેવાય રહી હતી અને રચનાની દરેક ક્ષણનો હીસાબ લેવાઈ રહ્યો હતો. ...Read More

33

જાણે-અજાણે (33)

આજે કૌશલનાં કહેવાં પર રેવા બધાથી છુપાઈને મળવાં આવતી હતી એટલે તેની પુરેપુરી જવાબદારી કૌશલની હતી. દિવસ વિતતો ગયો અને રાત્રીનો સમય નજીક આવવાં લાગ્યો. સમી સાંજ થઈ ચુકી હતી. સુરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. જેમ જેમ સૂરજ આથમતો હતો તેમ વાતાવરણ લાલીત્યમાન બનતું જતું હતું. રોજનાં હિસાબે આજે થોડું વધારે જ લાલાશ ફેલાય રહી હતી. જાણે સમસ્ત પ્રકૃતિ રેવા અને કૌશલનાં મિલનની વાતથી શરમાય રહી હતી. ખુશનુમા વાતાવરણમાં બે વ્યક્તિ એવાં હતાં જેમનાં મન આજે કોઈ કામમાં ચોંટી નહતાં રહ્યાં. ગભરાટ સાથે એક વિચિત્ર અનુભવ અનુભવાય રહ્યો. પણ એ ...Read More

34

જાણે-અજાણે (34)

સવાર પડી અને સૂર્યનાં કિરણો કૌશલનાં મોંઢે પડવાથી તેની ઉંઘ તુટી અને પહેલો વિચાર તેને રેવાનો જ આવ્યો. રાત્રીનાં તો જાણે વધું હિંમત આવી ગઈ હતી અને અસ્પષ્ટ વાતાવરણને કારણે કોઈ જાતની ચિંતા નહતી. પણ હવે દિવસ ઉગી આવ્યો છે. ભલે ગમે તેટલાં વાદ વિવાદો હોય પણ દુનિયાનો સામનો કરવો જ રહ્યો. કૌશલને ધીમે ધીમે નિદ્રામાંથી બહાર આવતાં વિતેલી રાતની એક એક વાત યાદ આવવાં લાગી. અને હવે માત્ર એક પ્રશ્ન કે રેવાનો જવાબ શું હશે ? જ્યારે રેવા સાથે સામનો થશે તો તેની પ્રતિક્રિયા શું હશે?... વધારેમાં એ અફસોસ કે રાત્રે રેવાનાં ખોળામાં ...Read More

35

જાણે-અજાણે (35)

રેવા પર બંધાયેલો ભરપૂર વિશ્વાસ તેમનાં જીવનને શું વળાંક આપી શકે તે પોતે રેવા અને કૌશલને પણ નહતી ખબર. બીજી તરફ રેવાને દાદીમાં તરફથી મળેલું કામ હતું. અનંતનાં ઘેરથી દવાઓ લાવવાનું. રેવા કૌશલ સાથે વાત કરી તરત પોતાનાં કામે લાગી ગઈ. અનંતનાં ઘર તરફ જતાં વિચારતી હતી કે" ખબર નહીં દાદીમાં એ મને અનંતનાં ઘેર કેમ મોકલી છે!... એ પણ દવાઓ માટે? મારી તો તબિયત સારી છે. તો શેની દવાઓ?... દાદીએ મને કહ્યું પણ નહીં કે કઈ વાતની દવાઓ માટે કહેલું છે અનંતને!... ફક્ત મોકલી દીધી કે જા મારું નામ ...Read More

36

જાણે-અજાણે (36)

પાણીનું વહેણ ઝડપી હતું. જાણે એક માં ને પહેલેથી જ અનહોની નો આભાસ થઈ ચુક્યો હોય અને પોતાની બધી વાપરી પોતાનાં સંતાનની રક્ષા કરવાની કોશિશ કરતાં મદદ માટે કોઈકને બોલાવી રહી હોય. એક માં પોતાનાં સંતાનને નાની અમથી મુશ્કેલી સુધી બચાવી શકે છે પણ જ્યારે પોતાની મમતાની પરીક્ષા આપવાની હોય ત્યારે!... અને અહીં તો વાત એક નદી જે એક ભગવાન, જીવનદોરી અને એક માંની ભૂમિકા ભજવી રહેલી તેવી માં નર્મદાની છે. રેવાએ પોતાનાં કહેવાં પ્રમાણે પોતાનાં શરીરને નદીનાં પ્રવાહમાં સોંપી દીધું. બંને હાથ ખુલ્લા કરી, સીધાં કરી કોઈપણ બચાવની ...Read More

37

જાણે-અજાણે (37)

દાદીમાંનું અળવીતરૂં વ્યવહાર જોઈ અનંત પણ વિચારમાં મુકાઈ ગયો. અને રાત હોવાથી ત્યાથી ચાલ્યો ગયો. દાદીમાંનો આ વ્યવહાર ક્યાંય અચાનક નહતો. થોડીવાર પહેલાં બનેલી ઘટનાંનો પરિણામ હતું. થોડીવાર પહેલાં.... જેવી જ રેવા ઘરમાં પ્રવેશી એટલે દાદીમાંની નજર પાણીમાં તરબતર થયેલી, થોડી કાદવથી લતપત અને વેરવિખેરાયેલી રેવાને તરફ પડી. ના તેનાં મોં પર તેજ હતું કે ના તેની આંખોમાં આત્મવિશ્વાસની ચમક. રેવાની આવી હાલત જોઈ દાદીમાં ગભરાઈ ગયાં અને એકાએક રેવા પાસે આવી તેને ઉંમરનાં બાંધમાં ધ્રૂજતા અવાજે પુછ્યું " આ શું છે બેટાં?... તારી આવી હાલત? હું ક્યારની રાહ ...Read More

38

જાણે-અજાણે (38)

કૌશલ જાણતો હતો કે જો રેવાની દરેક વાતની જાણ હોય તો તે દાદીમાં જ છે. અને તેનાં દરેક પ્રશ્નોના પણ તેમની પાસેથી જ મળી શકે છે. એટલે તે ફટાફટ દાદીમાં પાસે પહોંચ્યો. કૌશલને જોઈ તેમને ભાન થઈ ચુક્યું હતું કે તે શું વાત કરવાં આવ્યો છે. " આવ કૌશલ.... હું તારી જ રાહ જોતી હતી. " હાથમાંથી સિલાઇ કરતાં કાપડને નીચે મુકી દાદીમાં બોલ્યાં. કૌશલે આસપાસ નજર ફેરવી. કોઈ હતું નહીં ફક્ત દાદીમાં પોતાનું કામ કરતાં હતાં. એટલે તેમની નજીક જઈ બોલ્યો " દાદીમાં... આ ડાયરી.... આમાં તો...." શું બોલે અને કેમનો પૂછે ...Read More

39

જાણે-અજાણે (39)

તેની બાજુમાં એક કાકા બેઠાં હતાં. દેખાવમાં તેમની ઉંમર પચાસની આસપાસની હતી. તેમનો ચહેરો નિરાશામાં અને ચિંતામાં ઢીલો પડી હતો. એકલાં બેઠાં કંઈક વિચારી રહ્યાં હતાં. કૌશલનું ધ્યાન તેમની તરફ વળતાં તેમનું નામ અને ઉદાસીનું કારણ પુછ્યું . તે કાકાએ પોતાનું નામ જયેશભાઈ ( નિયતિના પિતા) જણાવ્યું. અને કારણમાં કહ્યું " હું મારી જીવનની સૌથી મોટી હારને કારણે ઉદાસ છું. મેં મારાં જીવનની એવું કંઈક ગુમાવ્યું છે જેનાં વગર મારું જીવન અટકી જ ગયું છે. " " એવું તો શું ગુમાવ્યું છે? ... હું તમારી કોઈ મદદ કરી શકું? " કૌશલે ...Read More

40

જાણે-અજાણે (40)

નવાં સૂરજની રાહમાં કૌશલ અને રેવા બંને માત્ર આકાશ તરફ જોતાં રહ્યાં. ઘણાં સમય પછી એક સકારાત્મક પહેલ પ્રસરી . અને જોતજોતામાં સવાર થઈ ગઈ. આ સવાર કેટલી નવી શરૂઆત લઈ આવશે તે સમય આધારીત હતું. ઘણાં દિવસો પછી એક જોઈતી સવાર પડી. સૂર્યની કિરણોમાં એક અનુભવાય તેવી ગરમાહટ હતી. રેવા એકંદરે ખુશ હતી. મનોબળથી એટલી સક્ષમ હતી કે ઘરની બહાર પગ મુકી શકે. અને પ્રકૃતિ કે અન્ય કોઈપણની સામે આંખથી આંખ પરોવી વાત કરી શકે. બીજી તરફ કૌશલ માટે પણ મહત્વની સવાર બની ચુકી હતી. પોતાની વાતોથી કંઈક તો અસર થયો હશે ...Read More

41

જાણે-અજાણે (41)

હાલત બગડવા લાગી એટલે રેવાને થયું કે જો હું આવી હાલતે દાદીમાં સામે જઈશ તો તે ચિંતામાં મુકાશે એટલે ત્યાંથી ચાલી ઘરની બહાર થોડે દુર આવેલાં ઝાડની પાછળ જઈ બેસી ગઈ. એટલામાં રોહન બહાર નિકળ્યો. આસપાસ નજર ફેરવવા લાગ્યો. ખબર નહીં શું શોધતો હતો!... શું તેણે રેવાને જોઈ લીધી હતી? ખબર નહીં... પણ રોહનનું ધ્યાન કોઈકને શોધવામાં હતું. તેનાં ચહેરાં પર એક અસમંજસનો ભાવ દેખાતો હતો. તે બાઈકને એમ અડકી રહ્યો હતો જેમ કોઈકનો અહેસાસ તેને થયો હોય. બીજી તરફ રેવા પોતાની જ જાતથી લડતી હતી અને અસ્પષ્ટ દ્રશ્યો ...Read More

42

જાણે-અજાણે (42)

થોડાં સમય પછી જેમતેમ કરી દાદીમાં રેવાને ઘરની અંદર લાવ્યાં. બેભાન રેવાને જોતાં તેમણે ગભરાતાં ગભરાતાં અનંતને પોતાને ઘેર ઘણાં દિવસો પછી અનંત રેવાને ત્યાં આવ્યો હતો. રેવાને આટલાં લાંબા સમયે જોતાં તેની મનની ખુશીનો પાર જ ના રહ્યો. અનંતનાં મનની લાગણીઓ આજે તેની આંખોમાં ચોખ્ખી દેખાતી હતી. દાદીમાં પણ તે લાગણીઓ જોઈ શક્તાં હતાં. જે ચમક અને ચિંતા દાદીમાં એ કૌશલની આંખોમાં જોઈ હતી તેવી જ ચમક અને ચિંતા આજે અનંતની આંખોમાં જોતાં દાદીમાંને કોઈ અસામાન્ય સ્થિતિનો અનુભવ થઈ રહ્યો હતો. પણ સમય અને સ્થાનની મર્યાદા સમજતાં તે કશું બોલ્યાં નહીં. ...Read More

43

જાણે-અજાણે (43)

રોહન, નિયતિ, અનંત, કૌશલ અને કૌશલની રેવા બધાની જીંદગી ગૂંચવાઈ ગઈ હતી.. હવે તો રોહનને નિયતિને મળવું વધું બની ગયું હતું. તે અનંત સાથે થોડીવાર વાતો કરી નિયતિને મળવાં નિકળી ગયો. પણ તેને નહતી ખબર કે જે નિયતિને મળવાં તે જાય છે તે રેવા છે. એ રેવા જેને પોતાની પાછલી જીંદગી યાદ નથી. રોહન દાદીમાંને ઘેર તો પહોંચ્યો પણ તેનાં પગ હજું અચકાતાં હતાં. નિયતિનો સામનો તેનાં માટે કઠણ હતો. તેણે થોડીવાર બહાર ઉભો રહી નિયતિની રાહ જોઈ. પણ તે દેખાય નહીં. એટલે તેણે બૂમ પાડવાનું વિચાર્યું. જેવું જ તેનાં મોં માથી નિયતિ નીકળવા લાગ્યું ...Read More

44

જાણે-અજાણે (44)

કૌશલ રેવાને હિંમત આપવામાં સફળ થયો પણ હવે પોતાની લડાઈ લડવાનો સમય હતો. રેવાએ સાક્ષીને મળવાનો સમય હતો. બીજા સવાર સાક્ષીને લઈને આવી હતી. પણ સાક્ષી નહતી જાણતી કે જે રેવાને મળવા તે જાય છે તે પોતાની બહેન નિયતિ છે. અને રેવાને રોહનનાં કહેવાં પ્રમાણે તેની શર્ત પણ પુરી કરવાની હતી. રેવા નિર્ધારિત સમય અને સ્થળે પહોંચી. પાછળનું મોં કરી ઉભેલી એક છોકરી દેખાયી. તેનાં ધબકારા વધવા લાગ્યાં હતાં. પોતાની હાથની હથેળીમાં પોતાની ઓઢણીનો લોચો પકડી હિંમત બાંધી રાખેલી રેવા તેની તરફ ડગલાં ભરવાં લાગી. અને નજીકથી સાક્ષીનું નામ પોકાર્યું. સાક્ષીએ પાછળ વળી નજર કરી ...Read More

45

જાણે-અજાણે (45)

બીજી તરફ ભોળી રેવા આ વાતથી અને રોહનનાં મગજથી - વિચારોથી અજાણ હતી. તે તો પોતાનાં જીવનમાં માત્ર કૌશલને માંગતી હતી. જાણે- અજાણે ઘણાબધા જીવન એકબીજામાં ગૂંચવાઈ ગયાં હતાં. રોહનનાં વિચારો શરું થઈ ચુક્યાં હતાં. પણ તેને કોઈ ઉપાય જળ્યો નહીં. બીજી તરફ રેવા કૌશલ પાસે પહોંચી. કૌશલ કંઈક કામમાં વ્યસ્ત હતો એટલે તેણે રેવાને રાહ જોવાં કહ્યું. એક શાંત જગ્યાએ બેઠેલી રેવા, કૌશલની રાહમાં અધીરી બની રહી હતી. "ક્યારે કૌશલ આવે ને હું આ બધું કહું !... તેની પાસે મારી બધી મુશ્કેલીઓનું સમાધાન હોય છે તો આ વાતનું પણ ...Read More

46

જાણે-અજાણે (46)

ઘણાં પ્રશ્નોથી ઘેરાયેલી રેવા નિયતિ બની પોતાનાં પિતાનાં હાથના સહારે બહાર આવી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. થોડીક ક્ષણો માટે નિયતિ બનેલી રેવાને જાણે અજાણે જે હૂંફ જોઈતી હતી તે મળી ગઈ. પણ સાથે સાથે એક લાગણી અને કરુણાની ભાવના પણ આવી ગઈ. પોતાનાં પિતા માટે અને ખાસ તો સાક્ષી માટે. જે થોડો ઘણો શક પોતાની બહેન પર હતો તે પણ હવે હવા બની ગયો હતો. ધીમે ધીમે રેવા નિયતિ તરફ પ્રયાણ કરી રહી હતી. આ વાતથી અજાણ રોહન પ્રકૃતિ સાથે પોતાનાં ગંદા વિચારોને અમલમાં મુકી રહ્યો હતો. રેવાને રોહન પહેલેથી જ થોડો ...Read More

47

જાણે-અજાણે (47)

પોતે જ પોતાનાં વાત-વિવાદમાં ફસાયેલી રેવા સામે કોઈ માર્ગ દેખાતો નહતો. પોતાનાં જ માણસો ધ્વારા મળેલાં ધક્કાઓથી હવે એટલો જાગી રહ્યો હતો કે કૌશલ પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. રેવાને કૌશલ પર પણ ભરોસો બેઠો નહીં અને તેની તરફનો માર્ગ પણ બંધ થઈ ગયો. હવે તો પોતાની પાસે કોઈ એવાં સંબંધ પણ નહતાં બચ્યાં કે તેની સામે પોતાની બધી વાત મુકી શકે. " શા માટે ભગવાન... શા માટે મારાં જ જીવનમાં આટલી ઉપાધિઓ આપો છો?.. મેં ક્યારેય કોઈનું ખોટું નથી વિચાર્યું કે ના કોઈનું ખોટું કર્યું છે. છતાં બધાં સંબંધો મારી ...Read More

48

જાણે-અજાણે (48)

આખો દિવસ પસાર થયો અને રેવા એકપણ વાર નજરે ના ચડી તો કૌશલને ચિંતા થવાં લાગી. અને રેવાને શોધતો રેવાનાં ઘર તરફ નિકળી પડ્યો. પણ ઘેર પહોંચી દાદીમાં ને પૂછે એ પહેલાં જ રચના રસ્તામાં જડી અને તેની સાથે વાત કરવાં ઉભો રહ્યો " અરે રચનાદીદી!... તમેં અત્યારે અહીં?.. રેવાનાં ઘેરથી આવતાં લાગો છો!..." કૌશલે અળવીતરી રીતે પુછ્યું. " હા... દાદીમાં ને મળીને આવી છું. આજે રેવા છે નહીં તો તેમને જમવાનું મારાં ઘેરથી આપવાં આવી હતી. અને..." " રેવા છે નહીં મતલબ??.. ક્યાં ગઈ એ?.. આજે સવારથી જ નજરે નથી પડી?.. એમ તો ...Read More

49

જાણે-અજાણે (49)

રેવાનાં મનમાં કંઈક ચાલી રહ્યું હતું. પણ તેનો ચહેરો અને મોં બંને ચુપ હતાં. શું રેવાએ પોતાનો નિર્ણય કરી શું પગલું ભરશે રેવા?.. શું તે નિયતિ બની વિચારશે કે રેવા બની લડશે?... બસમાં વંદિતાએ કેટલું પુછવાની કોશિશ કરી પણ રેવાએ મૌન સેવ્યું. અને આખરે પોતાનાં ગામ પહોંચી ગયાં. વંદિતા પોતાને ઘેર ચાલતાં બોલી "દીદી હું તમને પછી મળું છું. ઘેર જઈ આવું. " રેવાએ હા કહ્યું અને બંને છૂટા પડ્યાં. રેવાને પણ કોઈકને મળવાનું હતું. બીજું કોઈ નહિ પણ કૌશલ. અને રેવા કૌશલ પાસે પહોંચી. પણ દરેક વખતની જેમ આજે ...Read More

50

જાણે- અજાણે (50)

રેવાએ ઉંડો શ્વાસ ભરતાં કહ્યું " કે હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. હું તારી સાથે આખું જીવન તૈયાર છું. " અનંતને પોતાનાં કાન પર વિશ્વાસ નહતો થતો પણ એ સાચું હતું. અને રોહને રેવાને ઈશારો કર્યો " સરસ ". અને રેવા ત્યાંથી ચાલી ગઈ. આ વાતથી ખુશ બનેલાં બે વ્યકિત અનંત અને રોહન હતાં. પણ આ જ વાતથી બીજાં બે વ્યકિતનાં જીવન ઉજ્જડ બનવાનાં હતાં એટલે કે કૌશલ અને પ્રકૃતિ!... રેવાની વાત સાંભળી અનંત આખા ગામમાં ગજવણી કરવાં નીકળી પડ્યો. ગામનાં દરેક લોકોને કહેવાં લાગ્યો. અને જાણે- ...Read More

51

જાણે-અજાણે (51)

ઘરમાં બધાં રેવાની રાહ જોઈ બેઠાં હતાં. રચના જાણતી હતી કે કંઈક તો ગુસ્સો નિકળવાનો છે. પણ હજું રેવા પહોંચી નહતી. થોડીવારમાં રેવા અનંત સાથે ઘેર પહોંચી. ઘરમાં પહેલેથી જ દાદીમાં, તેનાં પિતા, સાક્ષી, કૌશલ અને પ્રકૃતિ સાથે રચના અને વંદિતા પણ હાજર હતાં. જેવી જ રેવા અંદર પ્રવેશી બધાંનાં પ્રશ્નો શરુ થઈ ગયાં. રેવા કોઈનાં જવાબ આપવાં ઈચ્છતી નહતી. એણે માત્ર એટલું કહ્યું કે તમેં મારી ખુશીમાં ખુશ થશો તો સારું લાગશે નહીં તો હું જાતે જ ખુશ થઈ લઈશ. પણ આ લગ્ન નહિ રોકાય. કૌશલ અને પ્રકૃતિને થોડો વિશ્વાસ અને આશ પણ કાચની જેમ ...Read More

52

જાણે-અજાણે (52)

એક અવાજ ઘોંઘાટ ભરેલાં મંડપમાં ગૂંજી ઉઠ્યો. " રેવા..... રોકાય જા..." એ અવાજ રેવાનાં મનમાંથી એક તરંગ ઉત્પન્ન કરી તે બીજું કોઈ નહી પણ કૌશલ હતો. જોતજોતામાં તે મંડપમાં રેવા સમીપ પહોચી ગયો અને રેવાનો હાથ પકડી કહ્યું " રેવા.. થંભી જા. આ લગ્ન ના કરીશ." કૌશલનો સ્પર્શ રેવાની રોમેરોમ ને જગાડી રહ્યો . પણ શું થશે આ હરકતનું પરિણામ? રેવાનો હાથ તેનાં જ લગ્નમંડપમાં કોઈ બીજાં છોકરાંએ પકડેલો જોઈ દરેક વ્યકિત કૌશલ પર ખિજાય ઉઠ્યાં અને તેની પર હમલો કરવાં આગળ વધ્યાં પણ રેવાએ અવાજ મોટો કરતાં કહ્યું" ...Read More

53

જાણે-અજાણે (53)

નિયતિનાં પિતા પોતે સદમા માં હતાં પણ બીજી તરફ તે જાણતાં હતાં કે તેમની દિકરી પર શું વીતી રહી અને તેને થોડો એકલો સમયની જરૂર છે. એટલે તેમણે નિયતિને એકલી મુકી દીધી. નિયતિ એક ખુણાંમાં પોતાની જાતને સમેટીને બેઠી હતી. એટલે તેનાં પિતા થોડે દૂર જઈ ને બેસી ગયાં. તેમની અશ્રુભીની આંખો ચારે તરફ ફરવા લાગી. થોડાં સમય પહેલાં તેમણે આ મંડપમાં પોતાની દિકરીને આવતાં જોઈ હતી. મહેમાનોની ગપશપ, બાળકોની રમત અને નિયતિની સખીઓનાં હસતાં ચહેરાં બધું તેમની સામે આવવાં લાગ્યાં હતાં. અને અત્યારે ચારે તરફ માતમનો માહોલ સર્જાય ગયો હતો. અને સૌથી ...Read More

54

જાણે- અજાણે (54)

જાણે- અજાણે લાખ મુશ્કેલી અને આંસુઓ વચ્ચે એક પ્રેમનો ફણગો ફુટી નિકળ્યો. અને રેવા કૌશલને વળગી પડી. રેવા અને કૌશલ પોતાની સમજશક્તિ ખોઈ બેઠાં હતાં. તેમની આસપાસ કોણ છે, કોણ નહિ, કોણ શું વિચારે છે કે કોનાં મનમાં શું ચાલતું હશે તે કશાંની ચિંતા તેમને નહતી નડી રહી. પણ રોહન અને અનંતનાં મન કચવાય રહ્યાં હતાં. રોહન પોતાની જગ્યાથી ઉભો થઈ રેવા પાસે આવ્યો. કૌશલને વિટળાયેલાં રેવાનાં હાથ કૌશલથી છુટાં કરતાં અને રેવાને થોડી કૌશલથી દુર કરતાં તે ઉભો રહ્યો. તેનાં ચહેરાં પર થોડો ગુસ્સો અને થોડું દુઃખ દેખાય રહ્યું હતું. ...Read More

55

જાણે-અજાણે (55)

વાતો અને તેનાં બહાનાં શોધતાં રેવા અને કૌશલની એક નાનકડી શરૂઆત થવાં લાગી. રેવાના જ લગ્નમંડપમાં કૌશલ અને રેવા એકલા બચ્યા હતાં. એકબીજાની આંખોમાં આંખો પરોવી ના જાણે મૌનની ભાષામાં અઢળક વાતો થવાં લાગી હોય તેમ ભાસવા લાગ્યું . કૌશલનાં પગલાં થોડી દુર ઉભેલી રેવા તરફ વધવા લાગ્યાં. અને કૌશલના દરેક વધતાં પગલાં રેવાનું મન ઉત્સાહી બનાવી રહ્યું. કૌશલ રેવાની એકદમ પાસે આવી તેને નિહાળવા લાગ્યો એટલે રેવાએ પુછ્યું " આમ શું જોવે છે?.. " કૌશલે થોડું સ્મિત સાથે કહ્યું " હું મારાં દરવાજે આવેલી ખુશી જોઉં છું. જે રેવાનાં નામથી આવી ...Read More

56

જાણે-અજાણે (56)

લગ્નની શરૂઆત પહેલાં જ શંકાના વાદળો છવાય ગયાં હતાં. અને હવે કૌશલ સાથે વાત કરવી વધારે જરૂરી બની ચુકી તે કૌશલને શોધતી શોધતી મંદિર સુધી પહોંચી ગઈ. કૌશલ ત્યાં જ હતો. તેનાં ચહેરાં પર આજે એક અલગ જ શાંતિ દેખાય રહી હતી. પણ જેટલી શાંતિ કૌશલનાં ચહેરાં પર હતી તેટલી જ અશાંતિ અને અજંપો રેવાને હતો. જાણે-અજાણે રોહને રેવાનાં મનમાં ગુંચવણનાં બીજ રોપી દીધાં હતાં. તેણે પાછળથી કહ્યું " કૌશલ.... " અને કૌશલની બંધ આંખો ધીમેથી ખુલતાં હોઠ પર એક મોટી મુસ્કાન સાથે તેણે પાછળ જોયું. " મને ...Read More

57

જાણે-અજાણે (57)

વંદિતા અને અમી નિરાશાંથી નીચી ઝૂકાવેલી નજરે બેઠેલી રેવાને તાકી રહી. આ વાતની ચોખવટ માંગવા વંદિતા અને અમી અવસરની હતાં. વિધી વિધાન પુરાં થતાં જ બધાં પોત પોતાનાં ઘર તરફ જતાં રહ્યાં. એટલે વંદિતા અને અમી પણ રેવા સાથે વાત કરવાં તેનાં ઘેર પહોંચી ગયાં. આજે પહેવીવાર બંને એક વાત પર સહમત હતાં. અને રેલાને પુછવાં પર પહેલાં તો રેવાએ મૌન સેવ્યું. પણ પછી જ્યારે વંદિતા અને અમી રેવાને પોતાની પર વિશ્વાસ કરાવવા સફળ રહ્યા એટલે રેવાએ પોતાની બધી ઘટનાઓ કહેવાની શરૂ કરી. રોહનનાં એક એક શબ્દો ચીવટતાથી ...Read More

58

જાણે- અજાણે (58)

શું કરશે હવે વંદિતા અને અમી તે તેમને પણ નહતી ખબર. પણ ભલે ગમેં તે થાય પણ તેમણે રોહનને હતો. એટલે તેમણે હિંમત કરી રોહન તરફ કદમ વધાર્યા. અને તેને તે શરબત પીવા કહ્યું. પણ પહેલાની માફક તેણે ચોખ્ખી ના પાડી દીધી. વંદિતા અને અમી નિરાશ બની પાછા આવી ગયા. " હવે શું કરીશું?.. આજની જ રાત હતી આપણી જોડે..." અમીએ કહ્યું. " અરે હા... હવે ચુપ થા.. કંઈક વિચારવા દે.." વંદિતા થોડી અકળાય ગયી હતી. " હા.. તુ બેઠી બસ વિચારતી જ રહેજે... અને રોહન કશું જાણ્યા વગર આપણાં ...Read More

59

જાણે-અજાણે (59)

સૌરાષ્ટ્ર નું ધગધગતું શહેર રાજકોટ... અમદાવાદ, સુરત અને વડોદરા પછી આવતું ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર - રાજકોટ. એ રંગીલું રાજકોટ કે જે જાણે- અજાણે કેટલાય સાંસ્કૃતિક વસ્તુઓથી લોકોને જોડી રાખે છે. કાઠિયાવાડની બોલી, રહેણી કરણી અને વ્યવહારનું સાપેક્ષ નિરુપણ. જીવન જીવવાની કળા દેખાડી રહેતું શહેર... જ્યાં લોકો મોજ અને આનંદને ખરાં અર્થમાં માણી રહે છે... જ્યાં પરંપરાઓ પણ છે અને એ જ પરંપરા સાથે અપનાવી રહેલી નવી રીત અને મોર્ડન રહેઠાણની રીત પણ... હા... એ જ રંગીલા રાજકોટ માં એક રંગ એ વ્યકિત જે ક્યારેક નિયતિ તો ક્યારેક રેવા બની જીવનમાં રંગ પુરતી ...Read More

60

જાણે-અજાણે (60)

આટલાં વર્ષોનાં ઘણાં પ્રશ્નો અતિતની ચાદર ઓઢી બેઠાં છે. આ બદલાયેલાં જીવનમાં તે કેટકેટલાં વમળોને મનમાં જ શાંત પાડી છે તે હવે ધીમી ગતિ એ બહાર આવવા જ રહ્યા. આખો દિવસ પસાર થઈ ચુક્યો હતો અને રાત દરવાજે ઉભી હતી. અને વધતી રાતની સાથે નિયતિની ચિંતા વધી રહી . ઘરમાં એકદમ સન્નાટો છવાયેલો હતો. બધાં કોઈકની જાણે રાહ જોઈ બેઠાં હોય એમ લાગી રહ્યું. એટલામાં નિયતિનાં પિતાએ પોતાની બાળપણ જેવી હરકત સાથે ધીમેથી શેરસિંહ નાં કાન નજીક જઈ પુછ્યું " કોની રાહ જોવાય છે?.." અને શેરસિંહે તેમને મોં પર ...Read More

61

જાણે - અજાણે (61)

વર્ષોથી જે બાઈકનાં સપનાં પાછળ તે ભાગતી રહેતી આજે તેની જ નિયતિ પલટાઈ ને હવે નિયતિ જાતે એ બાઈક પોતાનાં સપનાઓ પાછળ ભાગી રહી છે.... બીજી તરફ શબ્દ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. અને તેનું નાનું પણ એક્ટિવ મગજ બધી વાતમાં પ્રશ્ન પુછતાં શીખી ગયું હતું. અને ધીમે ધીમે વાતો પણ સમજતાં શીખી ગયું . તે બધી વાતમાં પ્રશ્નો પુછતો, તેને નવી નવી વાતો જાણવાની તાલાવેલી વધી રહેતી. સાથે સાથે એ પણ ના અવગણી શકાય કે અમી અને વંદિતાની પણ ઉંમર થવાં લાગી હતી. એક- બે વર્ષમાં ...Read More

62

જાણે- અજાણે (62)

હજું તો સહેજ મન શાંત પડ્યું જ હતું કે ત્યાં સુધી શબ્દે બીજો પ્રશ્ન નિયતિ સામે કરી દીધો. તેણે " મમ્માં શું તમારી સ્ટોરીબૂક વાળી નિયતિ અને રેવા તમેં જ છો?...." અને ફરીથી... નિયતિને બીજો ધ્રસ્કો પડી ગયો. પણ આ દરેક પ્રશ્નોનાં જવાબ કે શબ્દની જીદ્દ તેને ક્યાં સુધી લઈ જશે તે સમય જ બતાવી શકતો હતો. ગોળ ફરીને સમયનું ચક્કર રેવા પર આવશે કે કૌશલ પર તે કોઈ નહતું જાણતું. મહા પરાણે રોકી રાખેલા નિયતિનાં આસુ પાછા આંખમાંથી છલકવા તૈયાર થઈ ગયાં હતાં. પણ એક ઉંડો શ્વાસ અને જોરથી વાળેલી મુઠ્ઠી એ પોતાનાં ...Read More

63

જાણે-અજાણે (63)

થોડી વાતચીત થતાં જ શબ્દ તેની સાથે સારી રીતે ભળી ગયો. અને તે બંને સારાં મિત્રો માફક બની ગયાં. નાના છોકરાં સાથે કેવી રીતે વાત કરવી તે ખુબ સારી રીતે આવડતું હતું. જોતજોતામાં તેણે શબ્દનું મન જીતી લીધું હતું. પણ નિયતિ સાથેનો થોડો કડવો અનુભવ નિયતિને વેધ વિશે કંઈ પણ સારું વિચારવા પ્રેરણા નહતો આપી રહ્યો. અમી શબ્દને લઈ ને ઘેર ચાલી ગઈ. ઘરમાં પણ એક અલગ જ ધમાલ ચાલતી હતી. શેરસિંહ અને જયંતિભાઈ ફોન લઈ કશુંક કરતાં હતા. અને સાથે સાથે વાતો સંભળાતી હતી " આ બટન દબાવો તો ...Read More

64

જાણે- અજાણે (64)

હા... એ જ છોકરો જે રોજ તેનાં કૅફેમાં આવીને બેસતો હતો.... વેધ. પણ નિયતિ કશું બોલી નહીં. બીજી તરફ અને શબ્દ પણ રૂમમાંથી બહાર આવતાં જ હતાં ત્યાં દરવાજે જ ઉભાં રહી ગયાં. અમીને વેધને જોઈને ધ્રાસ્કો પડી ગયો. અને એક ક્ષણમાં જ તે સમજી ગઈ કે વેધની જ લગ્નની વાત વંદિતા જોડે આવી છે. અમીનાં મનમાં વિકસી રહેલાં નવાં સપનાઓ તે દરવાજે જ તૂટી રહ્યાં અને સાથે સાથે અમી પણ. શબ્દે અમીનો હાથ હલાવતા કહ્યું " માસી આ તો વેધભૈયા છે ને... વંદુનું લગ્ન આમની સાથે થવાનું છે?" અમીએ પહેલાં તેની વાત ...Read More

65

જાણે-અજાણે (65)

નિયતિ દરેક વસ્તુ જોઈ રહી હતી. અને છેવટે તેણે અમીને પોતાની પાસે બોલાવી. અને કહ્યું " અમી.... સાચુ કહે!.. શું થયું છે?.. તું આજકાલ કૅફે નથી આવતી, મુર્જાયેલી રહે છે અને કોઈ સાથે વધારે વાત પણ નથી કરતી!... એટલી વ્યસ્ત રહે છે કે તું પોતાને પણ સમય નથી આપતી!... શું વાત છે?.. કંઈક હોય તો મને જણાવ... હું તારી મદદ કરી શકું છું." આ સાંભળી અમી વિચારમાં પડી ગઈ કે શું તે નિયતિને બધું જણાવી દે?.. કે ચુપ રહે?.. અમી કંઈક બોલવાં જતી હતી એટલામાં તેણે વંદિતાને આવતાં ...Read More

66

જાણે-અજાણે (66)

"જ્યાં સુધી મારાં પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી મને સંતોષ નહી મળે. અને કઈ વાતનો ભરોસો કરું?.. વેધને સમય જ કેટલો થયો છે!... અને બિચારી વંદિતા તો અમેં વેધને ઓળખીએ છીએ એમ વિચારીને જ મળવાં તૈયાર થઈ હતી. તેણે અમારી પર વિશ્વાસ કર્યો હતો તો અમારી જ જવાબદારી આવે કે હું તેને કોઈ મુસીબતમાં ના ફસાવવા દઉં. એકવાર મને મન થાય છે કે હું વેધ પર ભરોસો કરું પણ જેમણે પોતાનાં જીવનમાં એટલાં વિશ્વાસઘાત જોયાં હોય તે કેવી રીતે બીજાં પર ભરોસો કરી શકે!... અને હવે મને મનમાં આવ્યું છે તો હું એકવાર તો ...Read More

67

જાણે -અજાણે (67)

રાત ઘણી થઈ ગઈ હતી અને આજથી પહેલાં અમી આટલી રાત સુધી ક્યારેય બહાર નહતી રહી એટલે ઘરે પણ ચિંતા થવાં લાગી. જેવી જ અમી ઘેર પહોંચી ત્યાં બધાનાં જીવમાં જીવ આવ્યો. પણ દરેકનાં પુછવાં પર પણ અમીએ કોઈ વાત જણાવી નહીં અને જાણે બધું સામાન્ય હોય તેમ જમી પોતાનાં રૂમમાં ચાલી ગઈ. અમીને થાકેલી જોઈ નિયતિએ તેને આરામ કરવાં કહ્યું અને પોતે પણ બધાં પોતપોતાની રીતે રોજની માફક ચાલ્યા ગયાં. અડધી રાત થવાં આવી અને ઘરમાં પણ બધાં સૂઈ ગયા હતાં. આ વાતનો ફાયદો ઉઠાવી અમીએ દબે પગલે , જરાક પણ અવાજ ...Read More

68

જાણે-અજાણે (68)

અમી ગુસ્સામાં હોવાં છતાં તેને દેખાય રહ્યું હતું કે શું ખોટું છે ને શું સાચુ. પણ એ વાત ધિરજને દેખાય રહી. બદલાની ભાવનાથી ભરેલી પટ્ટી આંખોએ બાંધી ધિરજ કેટલાય સમયથી ખોટાં કામો કરે જતો હતો. અને હવે તો જાણે એ તેની આદત બની ચુકી હોય તેમ ભાસી રહ્યું. પોતાનાં મનનું કરવાવાળા અનેક મળી જાય પણ પોતાનો ગુસ્સો ધિરજ બીજાને મુશ્કેલીમાં મુકીને અને તેમને દુઃખમાં , રડતાં જોઈ સંતોષવાં લાગ્યો. મનમાં લાગેલી આ આગની લપેટામાં વંદિતા અને નિયતિ પણ ઝડપાય ગયાં હતાં. વાતની ગંભીરતા અમી સારી રીતે જાણતી હતી. તેણે પોતાની આંખોમાં આવેલાં આંસુ લૂછી ...Read More

69

જાણે-અજાણે (69)

હજું તો નિયતિના પ્રશ્નો પુછાય જ રહ્યા હતાં ત્યાં તો અમીનાં પિતાએ પણ પોતાનો ગુસ્સો ઉતારવાનું શરું કરી દીધું. વ્યકિત અત્યારે અમીની વિરૂદ્ધમાં બોલવાં લાગ્યા હતાં. આ જોઈ અમી પોતાને એકલી અનુભવવાં લાગી. હા તેને ખબર હતી કે જે પગલું તે ઉઠાવવાની છે તેનો અસર કેવો થશે પણ છતાં અત્યારે જ્યારે અમીની વિરુદ્ધ પોતાનાં જ વ્યકિત બોલવાં લાગ્યા એટલે તેની હિંમત ડગમગવાં લાગી. તેનાં અવાજમાં કંપન લઈ તેણે બોલવાનું શરૂ કર્યું. " દીદી.. મને માફ કરી દો. મને ખબર છે પપ્પા કે મેં તમને ઘણું દુઃખ આપ્યું છે . પણ એ કરવું ...Read More

70

જાણે-અજાણે (70)

સામેં ઉભેલો વ્યકિત અમીને ગભરાતા જોઈ તેને શાંત કરવાં અને પોતાની વાત સમજાવવાની કોશિશ કરતાં તેની નજીક આવ્યો. પણ એક એક પગલાં સાથે અમી વધારે જ ગભરાય રહી અને અચાનક તેની આંખોમાંથી આંસુઓ વહેવાં લાગ્યા. આ જોઈ આંસુઓને લૂછવાં તેનો હાથ આગળ વધ્યો. " please રડીશ નહી... મારી વાત તો સાંભળ!.. હું માત્ર તારી મદદ માટે જ આવ્યો છું." તેણે કહ્યું. અમીએ ગુસ્સામાં તેને જવાબ આપતાં કહ્યું " મદદ?.. આ શબ્દનો અર્થ પણ ખબર છે તમને?... અરે જો ખબર હોત તો ઘણાં સમય પહેલાં જ આ મદદનો હાથ લંબાવાય ગયો હોત. પણ એ સમયે ...Read More

71

જાણે-અજાણે (71)

આ તરફ નિયતિ પોતાની ભૂલ સમજી ધિરજનાં ઘેર જવાં નિકળી પડી. બીજી તરફ ધિરજ પોતાની જવાબદારી સમજી અમીને શોધવા પડ્યો. અમી પાસે ના ફોન હતો કે ના કોઈ રહેવાનું ઠેંકાણુ. એટલે ધિરજ પાસે કોઈ રસ્તો હતો નહીં તેની સુધી પહોંચવાનો. પણ અમીને જ્યાં છોડીને ચાલ્યો હતો તે જગ્યા હજું તેને બરાબર યાદ હતી. અને ધિરજ વિચારી રહ્યો હતો કે ત્યાં જ આસપાસ ક્યાંક તેનું ઠેંકાણું પણ મળી જશે. આ તરફ નિયતિ ધિરજનાં ઘેર પહોંચી પણ તે અથવાં અમી તેને મળ્યા નહીં એટલે નિયતિએ ધિરજને ફોન કર્યો . નિયતિનો પ્રશ્ન કે તે ક્યાં છે તેનો ...Read More

72

જાણે- અજાણે (72)

અમી અને નિયતિ એકબીજાને એવી રીતે મળી રહ્યા હતાં જાણે વર્ષો પછી કોઈ પોતાનું વ્યકિત મળી જાય અને એક મનને ઠંડક પહોંચાડી જાય. અમીની આંખોમાંથી આંસુઓ વહે જતા હતાં કેમકે તેને અફસોસ હતો બધાના મન એક ઝટકામાં તોડવાનો. અને નિયતિ તો પોતાની ભૂલો ને લીધે અફસોસ કરી રહી હતી કે તેણે અમીને ખોટી સમજી. નિયતિને પોતાનાં કરેલાં ગુસ્સા પર ગુસ્સો આવતો હતો. અને નિયતિએ ધ્રુજતા અવાજે કહ્યું " મને માફ કરી દે...મેં વગર કોઈ વાત જાણી તારી પર ગુસ્સો કરી તને ઘરની બહાર ચાલી જવાં કહ્યું. તારું શું થશે , તારી પર શું વિતશે , ...Read More

73

જાણે-અજાણે (73)

લાચાર બનેલી નિયતિ કશું કહી ના શકી. તેની બધી કોશિશ નાકામ થઈ ગઈ. બીજી તરફ કૌશલનો ચહેરો ઉતરી ગયો તે દાદીમાં સુધી જાતે જ પહોંચી ગયો. દાદીમાં તેની નજર સામેં હતાં. ઘરડાં અને થોડાં મુર્જાયેલાં ચહેરે પણ દાદીમાં આજે કૌશલને સૌથી વધારે સારાં લાગી રહ્યા હતાં. એ વ્યકિત જેણે આપણી સમજણ આવવાં પહેલાથી આપણી પડખે રહ્યા હોય , લાડ- પ્યાર આપ્યા હોય તેવાં વ્યકિત ગમેં તેટલા ઘરડાં થાય છતાં તેમની માટે મનમાં ઈજ્જત ઓછી નથી થઈ શકતી. આ જ વાત કૌશલને પણ આજે સારી રીતે સમજાય રહી હતી. તે દાદીમાંને જોઈ ...Read More

74

જાણે-અજાણે (74)

બસની બારીમાંથી આવતો પવન રેવાનાં બધાં સપનાં , તેનો વિશ્વાસ અને તેનો કૌશલ પ્રતિ પ્રેમ બધું ઉડાવી ગયો બસ રાખ્યું તો તેનાં આંખોનાં આંસું અને આટલાં લોકોની જવાબદારીનો બોજ. જે બન્યો તેનો લોહીનાં સંબંધ કરતાં પણ વધારે ગાઢ પરિવાર. જાણે - અજાણે ,ભટકતાં રસ્તે, વગર કોઈ પૂર્વ તૈયારી સાથે આખરે રાજકોટ તેમનું સ્વાગત કરવાં તૈયાર હતું. ઘણી મુશ્કેલી , પૈસા તથા અન્નની તકલીફ અને અનેક સંઘર્ષ પછી આખરે નિયતિએ પોતાનો પરિવાર વસાવી લીધો. એ સંઘર્ષમાં તેની સાથે કૌશલ નહતો પણ તેની યાદોનો સહારો પણ નિયતિ માટે ઘણો હતો. તદ્દન ...Read More

75

જાણે-અજાણે (75)

એક સમય એવો હતો કે રેવા કૌશલને હેરાન કરી તેની મજા લેતી હતી અને આજે એક સમય એ પણ જ્યારે કૌશલ રેવાની આદતો અપનાવી તેની જ મજા લેવાં લાગ્યો. પણ નિયતિ તેની બધી વાતો થી માત્ર ગુસ્સે જ થઈ રહી હતી. જેટલું તે કૌશલથી દૂર રહેવા માંગતી હતી એટલો જ કૌશલ તેનાં જીવનમાં આવી રહ્યો હતો. આ વાતથી નિયતિ કોઈકને કોઈક ખૂણે ડરી રહી હતી. તેને ડર હતો કે જો કૌશલ તેની નજરો સામેં આમ ને આમ જ રહેશે તો કદાચ તે પોતાની જીવાબદારીઓને મહત્વ નહીં આપે અને કૌશલ તરફ પગલાં ભરવાં લાગશે. અને ...Read More

76

જાણે-અજાણે (76)

છેલ્લાં ભાગમાં હતું... કૌશલ અને નિયતિ તોફાની વાતાવરણને કારણે રાતના સમયે નિયતિના કૅફેમાં ફસાય જાય છે. શેરસિંહજીનાં કહેવાં તેઓ રાત ત્યાં જ રોકાવાની વાતને માની ગયાં. પણ જ્યારે એકાંત સમય નિયતિ અને કૌશલને મળ્યો તો તેમનાં મનની વાતો, ફરિયાદો અને ઘણો બધો ગુસ્સો નિકળવા લાગ્યો. આ ગુસ્સામાં ક્યારે તે એકબીજાને દુઃખી કરવાં લાગ્યાં તે તેમને ભાન નહતું પણ જ્યારે એકબીજાને દુઃખમાં તડપતા, રડતાં જોયાં તો પોતાનો બધો ગુસ્સો છોડી તેમને સાચવવામા લાગી ગયાં . ........હવે... કૌશલની નારાજગી અને ગુસ્સો નિયતિનાં પાસે આવવાં પર પીગળવા લાગ્યો અને તેનાં હાથ ...Read More

77

જાણે -અજાણે (77) - છેલ્લો ભાગ

રેવા ઘેર પહોંચી બધાને, પોતાનાં પિતાને બધું જણાવવાં માંગતી હતી કે કૌશલ સાથેની બધી વાત સુધરી ગઈ છે. પણ ચાહતી હતી કે જ્યારે તે બધાને જણાવે, પોતાનાં જીવનની નવી શરૂઆત માટે પરવાનગી માંગે તો કૌશલ તેની સાથે હોય. પણ હમણાં કૌશલ તેની સાથે નહતો. એટલે રેવાએ પણ કશુ જણાવવું વ્યાજબી ના સમજ્યું અને તેણે કોઈ વાત વધારે ના વધારી. પણ તેની સૌથી મોટી ચિંતા શબ્દ માટે હતી. રેવા એકલી નહતી જેનો સંબંધ કૌશલ સાથે બંધાય રહેવાનો હતો, શબ્દ પણ તેની સાથે હતો. અને જ્યાં સુધી તે કૌશલને ના અપનાવે ત્યાં સુધી રેવા કૌશલ ...Read More