ચિંતનની પળે - સીઝન - 2

(2.1k)
  • 192.9k
  • 107
  • 42.8k

માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. સંબંધ અને સમાજ એ વાતનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે કે માણસ એકબીજા સાથે જોડાયેલા છે. માણસ થોડા દિવસો એકલો રહી શકે પણ કાયમ એકલો રહી શકતો નથી. માણસને સતત કોઈક જોઈતું હોય છે. કોઈ સાથે વાત કરવી હોય છે. કોઈ પાસે વ્યક્ત થવું હોય છે. ક્યારેક રડવા માટે કોઈના ખભાની જરૂર પડે છે.

Full Novel

1

દુઃખની આ ઘડીમાં હું તારી સાથે છું!

માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. સંબંધ અને સમાજ એ વાતનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે કે માણસ સાથે જોડાયેલા છે. માણસ થોડા દિવસો એકલો રહી શકે પણ કાયમ એકલો રહી શકતો નથી. માણસને સતત કોઈક જોઈતું હોય છે. કોઈ સાથે વાત કરવી હોય છે. કોઈ પાસે વ્યક્ત થવું હોય છે. ક્યારેક રડવા માટે કોઈના ખભાની જરૂર પડે છે. ...Read More

2

હું મારી રીતે જિંદગી જીવી જ નથી શકતો!

જિંદગી પાસેથી દરેક માણસને શું અપેક્ષા હોય છે દરેક માણસને મોટાભાગે એવી ઇચ્છા હોય છે કે હું મારી મારી જિંદગી જીવું! ક્યારેક કોઈના વિશે અથવા તો કોઈની પાસેથી જિંદગી વિશે વાત સાંભળીએ ત્યારે આપણું મન એવું કહે છે કે, આને કહેવાય લાઇફ! લાઇફ હોય તો આવી! ક્યારેક કંઈક સારું વાંચીએ ત્યારે મન એવું કહે છે કે મારે પણ આવી જિંદગી જીવવી છે! આપણે જેવું વિચારીએ કે જેવું ઇચ્છીએ એવી રીતે જિંદગી જિવાતી નથી. ...Read More

3

હવે તું પહેલાં જેવો નથી રહ્યો!

દુનિયામાં ક્યારેય કશું જ એકસરખું રહેતું નથી. ઘડિયાળનો ફરતો કાંટો અને તારીખિયાનાં ખરતાં પાનાં એ વાતનો અહેસાસ કરાવે છે બધું સતત બદલાઈ રહ્યું છે. જિંદગી આગળ ધપતી રહે છે. શ્વાસમાં ઉમેરો થતો રહે છે. હૃદયના ધબકારામાં વધારો થતો રહે છે. માણસમાં સતત કંઈક ઉમેરાતું રહે છે. એની સાથે જ ઘણું બધું ઘટતું રહે છે, વિસરાતું રહે છે. બધું જ બદલાતું હોય ત્યારે આપણે એવી આશા કેમ રાખી શકીએ કે માણસ ક્યારેય ન બદલાય ...Read More

4

તને તો માત્ર સારા વિચારો જ આવે છે!

વિચારો લગામ વગરના ઘોડા જેવા હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો વિચાર આવતો જ રહે છે. વિરામ આપતાં બધાને ફાવતું નથી. આપણે તો વિચારોનું મૂલ્યાંકન પણ કરતાં નથી. વિચારોને બસ આવવા દઈએ છીએ. માણસ પાસે બે વિકલ્પ હોય છે. એક તો વિચાર મુજબ દોરવાતા રહીએ અને બીજો વિચારને આપણે દોરવતાં રહીએ. ...Read More

5

તને સરખી રીતે વાત કરતાં આવડે છે

સારી રીતે વાત કરવી એ એક આર્ટ છે. શું બોલવું ક્યારે બોલવું ક્યાં બોલવું કેટલું બોલવું આ બધા કરતાં પણ મહત્ત્વનો સવાલ એ હોય છે કે શા માટે બોલવું બોલતાં બધાને આવડે છે. સરખી રીતે વાત કરવાની કળા બધાને હસ્તગત હોતી નથી. વાતો, ગપ્પાં, ગોષ્ઠિ, ચર્ચા અને સંવાદમાં ઘણો મોટો ફર્ક છે. ...Read More

6

...તો મારી જિંદગી કંઇક જુદી જ હોત!

આપણી જિંદગી આપણી પોતાની હોવા છતાં ક્યારેક એ આપણા કંટ્રોલમાં રહેતી નથી. જિંદગી ક્યારેક એવા ખેલ બતાવે છે કે માત્ર એ રમત જોતાં જ રહેવું પડે છે. જિંદગી એક તરફી ગઇમ પ્લે કરતી રહે છે અને આપણે મૂક પ્રેક્ષક બની રહેવું પડે છે. આમ જુઓ તો જિંદગીની એ જ તો મજા છે કે એ આપણને ઝાટકા આપ્યા રાખે છે. જિંદગી સાવ સીધી અને સરળ હોત તો કદાચ લાઇફમાં કોઈ રોમાંચ જ ન હોત. અનિશ્ચિતતા અને અણબનાવો જ લાઇફને દિશા આપતાં હોય છે. ...Read More

7

એ તો મને મારા સંસ્કાર આડે આવે છે!

દરેક માણસની એક ફિતરત હોય છે. દરેકે પોતાના મનમાં મર્યાદાની એક રેખા આંકેલી હોય છે. આ હદ, આ લાઇન આ બોર્ડર દેખાતી નથી પણ માણસના વર્તનમાં વર્તાતી હોય છે. માણસ અમુક હદથી સારો થઈ શકતો નથી. માણસ અમુક હદથી ખરાબ પણ બની શકતો નથી. દરેક માણસમાં કંઈક ઇનબિલ્ટ હોય છે. તે માણસને અમુક વર્તન કરવા પ્રેરે છે. એ જ અમુક વર્તન કરતાં રોકે છે. ...Read More

8

તારી એ વાત સાથે હું સંમત નથી!

સુખ, શાંતિ, સંબંધ અને સાનિધ્ય માટે સૌથી વધુ મહત્ત્વનું એ હોય છે કે આપણે કોઈની સાથે કેટલા અનુકૂળ થઈ છીએ. બે વ્યક્તિ ક્યારેય એકસરખી નહીં હોવાની. દરેકનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ હોય છે. પોતાના ગમા અને અણગમા હોય છે. પોતાની માન્યતાઓ હોય છે. આદતો હોય છે. પોતાની સમજ પણ હોય છે અને ગેરસમજ પણ હોય જ છે. ...Read More

9

ચાલ, આ વાતને હવે અહીં જ ખતમ કર!

જે ગાંઠ છૂટી શકે તેમ હોય તો એને તોડવી નહીં એવું એક મહાન માણસે કહ્યું છે. એક ઘા અને કટકા કરી દેવાનું બહુ સહેલું હોય છે. અખંડ રાખવું જ અઘરું હોય છે. ઝઘડા થવા બહુ જ સ્વાભાવિક છે. ગમે એવો સમજુ માણસ પણ ક્યારેક ઉશ્કેરાય જતો હોય છે. રિએક્શન એ એક્શનનો પ્રત્યુત્તર છે. આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ તેના ઉપરથી આપણી સમજદારીનું માપ નીકળે છે. ...Read More

10

તું તારી વેદનાને કેમ ખંખેરી નાખતો નથી

વેદના, વ્યથા, પીડા અને દર્દ જિંદગીને ઘણી વખત ચારે તરફથી ઘેરી લે છે. દિલને ઠેસ વાગે પછી કળ વળતાં વાર લાગે છે. અમુક ઘા રૂઝાતા નથી, એ વકરતાં રહે છે. આપણે હર્ટ થઈએ છીએ. દુઃખી થઈએ છીએ. દિલ પર પડેલા ઉઝરડા દેખાતા નથી. એ મહેસૂસ થાય છે. ક્યાંય ગમતું નથી. જીવ ઠેકાણે રહેતો નથી. રડવાનું મન થાય છે પણ રડી શકાતું નથી. લડવાનું મન થાય છે પણ લડી શકાતું નથી. ...Read More

11

મને થયેલો અન્યાય હું કેવી રીતે ભૂલું

દરેક માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. દરેકના મોઢે ક્યારેક તો એવું સાંભળવા મળે જ છે કે મજા નથી કંઈક સારું થાય ત્યારે થોડોક સમય એવું લાગે કે હવે બધું બરાબર છે. થોડા જ સમયમાં વળી એ ફરિયાદો કરવા માંડે છે. બધાને બધું જ પોતાને અનુકૂળ હોય એવું જોઈએ છે. મારી લાયકાત મુજબનું મને મળતું નથી. હું વધુ ડિઝર્વ કરું છું. મારો ખરો ઉપયોગ જ થતો નથી. જે લાયક નથી એવા લોકોને બધું મળી જાય છે. મારી સાથે અન્યાય થાય છે. મારી કદર થવી જોઈએ એટલી થતી નથી. ...Read More

12

પ્લીઝ, તું કંઇક આપણી વાત કરને!

બાત નિકલેગી તો બહોત દૂર તલક જાયેગી... કોઈ વાત શરૂ થાય એટલે એ ઊડવા લાગે છે. વાત ક્યાંથી ક્યાં જાય છે. આવું થાય ત્યારે ઘણી વખત જે વાત ખરેખર કરવાની હોય છે એ રહી જાય છે. વાત કરવી એ એક કળા છે. ક્યારે કઈ વાત કરવી અને ક્યારે કઈ વાત ટાળવી એ એક આવડત છે. કેટલી બધી વાત આપણાં મનમાં જ રહી જતી હોય છે ...Read More

13

હું સમજુ છું એ જ મારો વાંક

દરેક માણસ પોતાને સમજુ સમજે છે. માણસ કેવો હોય છે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. આ વાત સાચી છે ના. કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો. દરેક પાસે પોતાની એક સમજ હોય છે. આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે. ...Read More

14

હું આવી જિંદગીથી કંટાળી ગયો છું!

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે જે હોય છે એને સ્વીકારી જ શકતા નથી. જિંદગી ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ નથી. ન સુખ સો ટકા છે, ન દુઃખ સેન્ટ પર્સન્ટ. જિંદગી એ એક એવું પેકેજ છે જેમાં તમને બધું એકસાથે મળે છે. ...Read More

15

સુખના સમયને તું ઓળખે છે ખરો

સમય એવા ટેગ સાથે નથી આવતો કે આ સમય સુખનો છે અથવા તો આ સમય દુઃખનો છે. ટેગ આપણે લગાડતાં હોઈએ છીએ. સમયનું સ્ટેટસ તમારે અપલોડ કરવાનું હોય તો તમે શું કરો માત્ર ઘડિયાળના સિમ્બોલને ચિપકાવી દેવાથી સમય જીવંત થઈ જતો નથી. સમયને જીવતો રાખવો પડે છે. ...Read More

16

અધૂરાં રહેલાં સપનાંને થોડાં થોડાં જીવી લઉં છું

જિંદગીમાં જોયેલાં તમામ સપનાં પૂરાં થાય એવું જરૂરી તો નથી. કેટલાંક સપનાંઓ અધૂરાં રહેવા માટે જ સર્જાતાં હોય છે. અચાનક જ એ સપનાં બેઠાં થઈ જાય છે. વિસરાઈ ગયેલાં અમુક દૃશ્યો નજર સામે તરવરી જાય છે અને દિલ થોડુંક તરફડી જાય છે. આપણે દિલને આશ્વાસન આપીએ છીએ. દિલ! તું શાંત થા. એ સપનાને લઈને તડપ મા. એ સપનું પૂરું ન થયું તો ન થયું. એમાં વાંક તારો પણ નથી અને મારો પણ નથી. ...Read More

17

સત્યની કિંમત તો ચૂકવવી જ પડે છે!

તમે સાચું બોલો છો આવો સવાલ તમને કોઈ પૂછે તો શું જવાબ આપો મોટાભાગે બધા આ પ્રશ્નનો હા માં જ આપશે. હા હું સાચું બોલું છું. હવે બીજો સવાલ. કોઈ તમને એમ પૂછે કે તમે ખોટું બોલો છો દિલ પર હાથ મૂકીને કહેજો કે તમે આ પ્રશ્નનો જવાબ શું આપો કોઈ માણસ ફટ દઈને એમ નહીં કહે કે હું ખોટું બોલું છું. ...Read More

18

પરિસ્થિતિથી ભાગશો તો ક્યાંય નહીં પહોંચો!

દરેક માણસમાં એક ભાગેડું જીવતો હોય છે. દરેક વખતે એ ભાગી જવા, છોડી દેવા અને બળવો કરવા રહે છે. આપણી અંદરનો એ ભાગેડું આપણને ફરિયાદ કરતો રહે છે. શું મતલબ છે આ બધાનો ...Read More

19

દરેક માણસની એક કહાની હોય છે!

દરેક માણસની લાઇફ એ સતત જિવાતી એક નવલકથા છે. દરેક દિવસ એ આ નવલકથાનું પાનું છે. દરેક કલાક એક છે. દરેક ક્ષણ એક શબ્દ છે. દરેક વર્ષે જિંદગીની આ નવલકથામાં એક પ્રકરણ ઉમેરાય છે. જિંદગીની આ નવલકથામાં ક્યાંક આંસુનો દરિયો છે. ક્યાંક દુઃખનો પહાડ છે. ક્યાંક એકલતાનું રણ છે. આગળનું કંઈ નજરે ન પડે એવું થોડુંક ધુમ્મસ છે. તાપણાં જેવી થોડીક હૂંફ છે. ક્યારેય છોડવાનું મન ન થાય એનો થોડોક સાથ છે. ...Read More

20

પ્લીઝ, તું મને મારી ભૂલો યાદ ન અપાવ!

માણસ સતત બદલતો રહે છે. આપણે જે ગઈ કાલે હતા તે આજે નથી. આપણે આજે જેવા છીએ એવા કાલે હોઈએ. દરેક ક્ષણે માણસમાં કંઈક ઉમેરાતું રહે છે. સમયની સાથે માત્ર નખ અને વાળ જ નથી વધતા, આપણી સમજમાં પણ પરિવર્તન આવતું હોય છે. ...Read More

21

તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર!

સફળતા દરેક માણસનું સપનું હોય છે. દરેક માણસ મોટા ભાગની પ્રવૃત્તિ બે હેતુ માટે કરતો હોય છે. એક તો થવા માટે અને બીજું સફળ થવા માટે. સફળ થવું એટલે શું સફળતાની સામાન્ય વ્યાખ્યા એવી કહી શકાય કે આપણી ઇચ્છા હોય એ મુકામ હાંસલ કરવાનું નામ સફળતા. સામાન્ય સફળતા પણ સંઘર્ષ વગર નથી મળતી. દરેક માણસના નસીબમાં પોતાના પૂરતો સંઘર્ષ લખેલો જ હોય છે. ...Read More

22

ક્યાં સુધી તું કોઇની સલાહ પર જીવતો રહીશ

સલાહ, એડવાઇઝ, માર્ગદર્શન અથવા તો ગાઇડન્સની દરેક માણસને કયારેક તો જરુર પડતી જ હોય છે.જિંદગી ઘણી વખત એવા સવાલો આવતી હોય છે જેના જવાબો સીધા ને સટ હોતા નથી. એક સવાલના જ્યારે એક કરતાં વધુ હોય ત્યારે માણસ કન્ફયૂઝ થઈ જાય છે કે આ જવાબોમાંથી કયો જવાબ સાચો છે ...Read More

23

મને લાગે છે કે મારામાં જ કંઈક પ્રોબ્લેમ છે!

ઘણી વખત માણસ નિષ્ફળતા માટે પોતાને જવાબદાર ગણવા માંડે છે. નિષ્ફળતાના પોસ્ટમોર્ટમમાંથી જ સફળતાનાં કારણ મળતાં હોય છે. ધ્યાન એટલું રાખવાનું હોય છે કે નિષ્ફળતા આપણને નકામા ન કરી નાખે. ...Read More