ડેસ્ક નંબર-૨....

(100)
  • 8.4k
  • 10
  • 3.8k

મનાલીના માઉન્ટેન્સ વાદળોને ચૂમી રહ્યા હતા અને એ પહાડોને સર કરવાનો અલગ જ જોષ હંમેશા મને રહેતો. ત્યાંની હવા જ્યારે મારા શ્વાસમાં ભળે છે, સાચું કહું તો ત્યારે જ મને આ લાઈફ નો અહેસાસ થાય છે.  ધીમી ધીમી હિમ વર્ષા થઈ રહી છે, અચાનક કાનમાં એક અવાજ સંભળાયો, "બેટા, આજે ઓફિસ નો ફર્સ્ટ ડે છે,જલ્દી કર." કાન અવાજની દિશામાં ગયા, આંખો ખોલીને જોયું તો હિમવર્ષા ની જગ્યાએ શાવરમાંથી પાણીની બૂંદો વરસતી હતી અને હું મનાલીના પહાડોમાં નહીં પણ મારા બાથરૂમમાં ઉભો હતો. પહાડો ચડવાનું હંમેશા મારુ ડ્રીમ રહ્યું છે અને મારું પેશન પણ .દિવસમાં એકાદ વાર જ્યારે આંખો બંધ કરું તો એ પહાડો

Full Novel

1

ડેસ્ક નંબર-૨.. - પ્રકરણ - ૧

મનાલીના માઉન્ટેન્સ વાદળોને ચૂમી રહ્યા હતા અને એ પહાડોને સર કરવાનો અલગ જ જોષ હંમેશા મને રહેતો. ત્યાંની હવા મારા શ્વાસમાં ભળે છે, સાચું કહું તો ત્યારે જ મને આ લાઈફ નો અહેસાસ થાય છે. ધીમી ધીમી હિમ વર્ષા થઈ રહી છે, અચાનક કાનમાં એક અવાજ સંભળાયો,"બેટા, આજે ઓફિસ નો ફર્સ્ટ ડે છે,જલ્દી કર."કાન અવાજની દિશામાં ગયા, આંખો ખોલીને જોયું તો હિમવર્ષા ની જગ્યાએ શાવરમાંથી પાણીની બૂંદો વરસતી હતી અને હું મનાલીના પહાડોમાં નહીં પણ મારા બાથરૂમમાં ઉભો હતો.પહાડો ચડવાનું હંમેશા મારુ ડ્રીમ રહ્યું છે અને મારું પેશન પણ .દિવસમાં એકાદ વાર જ્યારે આંખો બંધ કરું તો એ પહાડો ...Read More

2

ડેસ્ક નંબર-૨.. - પ્રકરણ - ૨

રાતના અંધારામાં એ પહાડો પર આટલી ઠંડીમાં પરસેવા થી રેબઝેબ હું ક્યાંય સુધી એમ જ હું ઊભો રહ્યો. એક લાગી હતી જાણે આખા શરીરમાં, ગુસ્સો હતો, દુઃખ હતું , કંઈ જ સાનભાન મને નહતું. જ્યારે ઘરે મેં અને કિંજલે અમારા પ્રેમ વિશે કીધું ત્યારે કિંજલ ના પેરેન્ટ્સ પહેલા થોડા ખચકાયા, પણ તેઓ મને ઓળખતા હતા કે વિશ્વેશ અને કિંજલ જોડે એક જ ગ્રુપમાં છે અને તે ઘણો સારો છોકરો છે. પણ મારા ઘરે મારા મમ્મી-પપ્પા બન્ને નો વિરોધ હતો કેમકે કિંજલની કાસ્ટ અમારાથી અલગ હતી. બહુ દલીલના અંતે મારા પપ્પા એ કીધું કે, "તું ચિંતા ના કરીશ, આખી કાસ્ટને ...Read More

3

ડેસ્ક નંબર-૨... પ્રકરણ - 3

કિંજલની આંખોમાંથી આંસુનો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, બધા ઘરવાળા ટેન્શનમાં આવી ગયા કે કિંજલ ને શું થઈ ગયું. ના સાસુ સસરા તરત દોડીને આવ્યા, "બેટા, તું ચિંતા ના કરીશ, તને દુઃખ નહીં પડે અમારી જોડે..!" પણ હવે એમને કેમનું સમજવું કે દુઃખ નું કારણ કંઈક અલગ હતું. કિંજલ તરત ઊભી થઈને બધાથી દૂર થોડીક ચાલી ગઈ, તેની પાછળ-પાછળ મારા પગલા ક્યારે ઉપડી ગયા એનો મને ખ્યાલ જ ના રહ્યો. કિંજલની એકદમ પાછળ હું ઊભો હતો, પૂનમની રાત હતી, બરાબર અજવાળું એના પર ફેંકાતુ હતું. ચાંદના એ પ્રકાશમાં તેના વાળ જાણે સોનેરી રંગથી ચમકતા હતા. મારા હોઠ ફફડ્યા, "કિંજલ......!" ...Read More