હું રાહી તું રાહ મારી..

(2.8k)
  • 208.5k
  • 120
  • 104.6k

હું રાહી તું રાહ મારી “હું તારી રાહ માં “ ના સારા પ્રતીભાવ પછી આજ ફરીથી હું ફરીથી આજ વાતને કઇંક નવા અંદાજથી વાંચકમિત્રો સમક્ષ રજુ કરવા જઈ રહી છું. મને આશા છે કે હું રાહી તું રાહ મારી થી ફરી એક વખત વાંચકમિત્રોને આપવા જઈ રહેલી નવી કહાની ને હું રોચક બનાવી શકું અને સમાજને કોઈ પ્રેરણાદાયક વિચાર આપી શકું. “હું તારી રાહ માં “ ના બધા વાંચકમિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેમને મારી વાતને વાર્તાના સ્વરૂપમાં વાંચી અને અપનાવી. હું આશા રાખું છું કે

Full Novel

1

હું રાહી તું રાહ મારી - 1

હું રાહી તું રાહ મારી “હું તારી રાહ માં “ ના સારા પ્રતીભાવ આજ ફરીથી હું ફરીથી આજ વાતને કઇંક નવા અંદાજથી વાંચકમિત્રો સમક્ષ રજુ કરવા જઈ રહી છું. મને આશા છે કે હું રાહી તું રાહ મારી થી ફરી એક વખત વાંચકમિત્રોને આપવા જઈ રહેલી નવી કહાની ને હું રોચક બનાવી શકું અને સમાજને કોઈ પ્રેરણાદાયક વિચાર આપી શકું. “હું તારી રાહ માં “ ના બધા વાંચકમિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેમને મારી વાતને વાર્તાના સ્વરૂપમાં વાંચી અને અપનાવી. હું આશા રાખું છું કે ...Read More

2

હું રાહી તું રાહ મારી.. - 2

રાહી જુહુ બીચના કિનારે શાંતીથી બેસીને ત્યાંની નીરવ શાંતીમાં પોતાના નવા મળેલા પ્રોજેકટ વિષે વિચારી રહી હતી. એટલામાં જ નજીકમાંથી કોઈનો જોર જોરથી ચીસો પાડતો અવાજ કાને સંભળાયો. રાહીએ તે તરફ ખાસ ધ્યાન ન આપ્યું પણ અવાજની તીવ્રતા વધી જતાં રાહીએ અવાજની દિશામાં નજર ફેરવી. કિનારાની તે બાજુએ ખૂબ જ અંધકાર હતો જ્યાથી અવાજ આવતો હતો. આ અવાજ કોઈ છોકરાનો હોય તેવું રાહીને જણાયું. રાહી અવાજની દિશામાં ચાલવા લાગી. એક ૨૪-૨૫ વર્ષનો જણાતો કોઈ યુવાન ફોનમાં વાત કરી રહ્યો હતો. કદાચ તે કોઈ જોડે જગડો કરી રહ્યો હોય તેવું રાહીને તેની વાત ...Read More

3

હું રાહી તું રાહ મારી - 3

રાહી ટ્રેનમાં સફર કરી રહી હતી. તે ઊંઘવાની કોશિશ કરી રહી હતી પણ તેની સામે વારંવાર થોડીવાર પહેલા મળેલા ચહેરો સામે આવી રહ્યો હતો. રાહી તે યુવકની સ્થિતિ જોઈ પોતાના ભૂતકાળમાં જે બન્યું હતું તેના વિષે વિચારી રહી હતી. વિચારમાં ને વિચારમાં તેને ઊંઘ ક્યારે આવી ગઈ તેની તેને પણ ખબર ન રહી. ત્યાં જ અચાનક કોઈએ તેને બોલાવતા તે સફાળી બેઠી થઈ ગઈ. રાહીએ જોયું તો ટિકિટ ચેક કરવા માટે ટિકિટ ચેકર આવ્યા હતા. “ મેડમ તમારી ટિકિટ બતાવજો .” ટિકિટ ચેકરે રાહીને નમ્રતાપૂર્વક કહ્યું. રાહીએ તેમની સામે જોયા વગર ...Read More

4

હું રાહી તું રાહ મારી.. - 4

તે રાત્રે શિવમ અને રાહી વચ્ચે ઘણી વાતો થઈ. સવાર પડતાં જ શિવમને ફરીથી નવા આવેલા પેસેંજરની ટિકિટો ચેક માટે જવાનું થયું. રાહી ફરી પોતાની સીટ પર આવીને બેસી ગઈ. વહેલી સવાર હતી આથી કોઈ મુસાફર ઉઠ્યા નહોતા. આથી રાહીએ પણ થોડીવાર સૂઈ જવા માટે સીટ પર લંબાવ્યું. કાલના દિવસનો થાક હવે જઈને રાહીને લાગી રહ્યો હતો. આથી સૂતા જ તરત રાહીને ઊંઘ આવી ગઈ. ટ્રેનની વિહસલ રાહીના કાનમાં જોરથી સંભળાઈ. તે ઉઠી અને જોયું તો રાજકોટ પહેલાનું એક સ્ટેશન આવ્યું હતું. હવે રાજકોટ આવવાને બસ થોડો જ સમય હતો. સવારના 10:00 વાગી રહ્યા હતા. ...Read More

5

હું રાહી તું રાહ મારી..- 5

રાહી મુંબઈથી આવ્યા પછી પોતાના પ્રોજેકટ પર કામ કરી રહી હતી. ત્યાં તેના સૌથી ખાસ મિત્ર ખંજનનો ફોન આવ્યો. રાહી સાથે થોડી કામની વાતો કરી બાદમાં રાહી તેને પોતાની મુંબઈની ટ્રિપમાં બનેલી ઘટના વિષે અને શિવમ વિષે વાત કરે છે. ત્યાં જ રાહીના મમ્મી તેને જમવા માટે બોલાવે છે. આથી રાહી ખંજન સાથે વાત પૂર્ણ કરી જમવા માટે જાય છે. રાહીના મમ્મી જમવાની તૈયારી કરતાં હોય છે ત્યાં તેના પપ્પા ઓફિસેથી આવી જાય છે. રાહીના પપ્પા જયેશભાઇ એક વકીલ હોય છે અને તેના મમ્મી વીણાબહેન એક ટીચર હોય છે. ...Read More

6

હું રાહી તું રાહ મારી.. - 6

શિવમ હવે રાજકોટ રહેવાનો હતો. તેને પોતાની રેલ્વેમાં મળેલી નવી માટે રાજકોટ રહેવાનું હતું. તે પોતાના જ રાજકોટમાં આવેલા ફ્લેટ પર રહેવાનો હતો. રહેવાની વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ન હતો પણ શિવમ ઘરનું જ જમવાનું પસંદ કરતો અને તેને રસોઈ પણ બનાવતા આવડતું હોવાથી તેને મોલમાં જઈ ઘર માટે થોડી ખરીદી કરવાનો વિચાર કર્યો. ત્યારે જ બરાબર રાહીનો ફોન આવતા શિવમે રાહીને પોતાની સાથે ખરીદી કરવા આવવા માટે કહ્યું. રાહી શિવમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. આમ પણ રાહીને શિવમનો સાથ ગમતો હતો પણ તે આ વાત હજુ સુધી જાણી શકી નહોતી. ...Read More

7

હું રાહી તું રાહ મારી..- 7

રાહી અને શિવમ બંને કોફીશોપ પર જાય છે. ત્યાં બંને વાતો કરતાં હોય છે ત્યાં શિવમે રાહીને તેના જૂના બોયફ્રેંડ વિષે પૂછ્યું. “ તેનું નામ વંશ છે.” રાહી. “ તો તમારું બ્રેક –અપ થવાનું કારણ શું ? તારો તો સ્વભાવ પણ કેટલો સારો છે તો પણ એવું શું થયું કે તે તારા જોડે આ રીતે વ્યવહાર કરતો હતો.” શિવમ. “ અમારી કોઈ કહાની નથી. બસ એક સીધી વાત છે. હું એક મુક્ત વિચાર ધરાવતી છોકરી અને તે એક સંકુચિત વિચારધરણાં રાખતો જુનુની મગજનો છોકરો છે. બસ ...Read More

8

હું રાહી તું રાહ મારી..- 8

રાહી અને શિવમ ઘણો વખત સુધી કોફીશોપમાં બેઠા પછી રાહી ઘરે જવા માટેની તૈયારી કરે છે ત્યારે “ હું આજ તારી પાસે કઈંક માંગુ.?” કહેતા શિવમ રાહીને રોકે છે. આ સાંભળતા જ રાહી ફરીને શિવમની સામે જોવે છે અને શિવમને હકારમાં જવાબ આપે છે અને મનમાં જ વિચારે છે કે , “ શિવમ વળી તેની પાસે શું માંગવાનો હશે?” “ તું પણ મને તે પરીવારની ખુશી આપી શકે?” શિવમે રાહી સામે જોતાં કહ્યું. “ મતલબ?” રાહીએ ચોંકતા કહ્યું. “ મતલબ એ કે તું આજ મારી સાથે ...Read More

9

હું રાહી તું રાહ મારી.. - 9

જમવાનું પૂરું કરી રાહી અને શિવમ બંને પોતપોતાના ઘર તરફ વળે છે. રાહી ઘરે આવે છે તો તેના મમ્મી પપ્પા રોજની માફક સાથે બેસીને વાતો કરી રહ્યા છે. રાહી પણ તેઓની સાથે જોડાય છે. “ આજ અચાનક બહાર જમવાનો પ્રોગ્રામ કેમ બની ગયો બેટા?” વીણાબહેન. “ મારો એક મિત્ર બહારથી રહેવા માટે આવ્યો છે. તેને ઘરે જ રસોઈ બનાવતા ફાવે છે. તો તેને જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મને મદદ માટે આવવા કહ્યું. પછી થોડું મોડુ થઈ ગયું હતું તો બહાર જ જમી લીધું.” રાહી. “ ઓહહ.. સારી વાત છે કોઈ છોકરો જાતે ...Read More

10

હું રાહી તું રાહ મારી ..- 10

રાતના ૧:૦૦ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. રાહીએ હવે સૂઈ વિચાર કર્યો. તે રૂમમાં આવી બેડ પર લંબાવ્યું. ત્યાં જ રાહીના ફોનની રિંગ વાગી. રાહીએ જોયું તો ફોન શિવમનો હતો. રાહીની આંખમાં ચમક આવી ગઈ..તેને ૨-૩ રિંગ પછી ફોન ઉપડયો. “ હેય..સૂઈ ગઈ હતી?” શિવમ. “ ના, હજુ સુધી જાગતી જ હતી પણ હવે સુવાની તૈયારી જ કરી રાહી હતી.” રાહી. “ માફ કરજે આટલી રાત્રે ફોન કર્યો. મને તારો સૂવાનો સમય જ ખબર નથી. માટે આટલી રાત્રે વાત કરવાના બહાને ફોન કર્યો. નોકરી પર છું. થોડો ...Read More

11

હું રાહી તું રાહ મારી... - 11

સાંજના સમયે શિવમ તૈયાર થઈને રાહીની ઓફિસ પર જાય છે. “ હું આવી શકું મેડમ?” શિવમ. “ ઓહ .. શિવમ તું? આવ ...આવ.” રાહી. “ તો તારી પોતાની ઓફિસ છે એમ ને?” શિવમ. “ હા મારી પોતાની જ...” રાહી. “ ખૂબ સરસ..બિસનેસવુમન...ગમ્યું મને.” શિવમ. “ મારુ સપનું છે આ..” રાહી. “ સારી વાત છે..દરેક છોકરીએ પગભર બનવું જોઇયે...ચોક્કસ જ..જેથી જ્યારે તે એક સ્ત્રી બને ત્યારે તે તેના પરિવારને આર્થિક ...Read More

12

હું રાહી તું રાહ મારી.. - 12

શિવમ રાહીને પોતાના પિતાની ડાયરીમાં લખેલું સત્ય કહી રહ્યો હતો. “ તે રાત્રે જે મે તે ડાયરીમાં લખ્યું હતું તે વાંચ્યું તો મારા આંખે અંધારા આવવા લાગ્યા. શું કરું શું નહીં તેની કઈ જ ખબર નહોતી પડતી. થોડી જ વારમાં જાણે પૂરો પરિવાર હોવા છતાં હું એકલો થઈ ગયો તેવું મને લાગવા લાગ્યું. મારી આંખોમાથી અશ્રુધારા વહી રહી હતી. ત્યાં મમ્મી – પપ્પાના આવવાનો અવાજ સંભળાયો. હું ફટાફટ આંખ સાફ કરી મારી જાતને સંભાળી પહેલા ડાયરીને કબાટમાં મૂકી. ત્યાં જ મમ્મી-પપ્પા આવી ગયા. “ શિવમ તું અત્યારે અહી?” ચેતનભાઈ.( શિવમના ...Read More

13

હું રાહી તું રાહ મારી.. - 13

રાહી સાથે વાત કરી શિવમ પોતાના ઘર તરફ આવે છે. આવી તે સુવાની કોશિશ કરે છે. પોતાના જીવનની વાત રાહીને કરીને તેનું મન ઘણું હળવું બની ગયું હોય છે પણ સાથે સાથે જે હકીકતથી તે છેલ્લા ઘણા સમયથી ભાગતો હોય છે તે ફરીથી તેને આજ તે યાદ તાજી થઈ જાય છે.શિવમ ફરીથી તે જ યાદમાં ખોવાય જાય છે. તે રાત પણ આવી જ કઈક હતી. તેને તેના કોઈ પ્રશ્નોનાં જવાબ મળતા નહોતા અને તે પૂછે પણ તો કોને? સવારે મુંબઈ જવાનું હતું અને રાત્રે તેની સામે આટલી મોટી વાત જાણવામાં આવી. તે ખૂબ ...Read More

14

હું રાહી તું રાહ મારી.. - 14

મમ્મી-પપ્પાની સાથે ફોનમાં વાત કરી શિવમ ખૂબ જ અસમંજસમાં પડી ગયો કે ઘરે જવું કે નહીં? હજુ સુધી પોતાનો ભૂતકાળ વાગોળતો શિવમ સુવાની તૈયારી જ કરતો હતો ત્યાં ઘરેથી ફોન આવવાથી જાણે તેને આંખમાથી ઊંઘ જ જતી રહી હોય.તેને બહુ સમય સુધી નીંદર જ ન આવી.તે ઘરે જવું કે નહીં તે વિચાર કરતાં ફરી પોતાના ભૂતકાળમાં સરી પડ્યો. ********************** આજ કોલેજનો બીજો દિવસ હતો. કોલેજ જઈ પહેલા નોટિસ બોર્ડ પર કાલ લેવાયેલી પ્રવેશ પરીક્ષાની યાદી જોવાની હતી. શિવમ અને વિધિ કોલેજે ગયા. કોલેજમાં કાલની ...Read More

15

હું રાહી તું રાહ મારી.. - 15

શિવમ વિધિને ખૂબ જ ચાહતો હતો અને તેનો આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો. પણ હવે વિધિના મનમાં ધીરે ધીરે વેદ પ્રત્યે કોમળ લાગણીઓ જન્મવા લાગી હતી. પણ તે માત્ર પૈસાને ખાતર હવે શિવમને પ્રેમ કરવાનું નાટક કરતી હતી. પણ હવે તે વેદ સાથે રોજને રોજ ઘણો સમય વિતાવ્યા પછી આ નાટક કરી શક્તી ન હતી. વિધિ વેદના લીધે મજબૂર હતી કે ક્યાક તે શિવમને બધુ જણાવી ન દે. આથી તે ચૂપચાપ બધુ ચલાવતી હતી.સામે વેદને પણ આ વાતનો ડર હતો કે ક્યાક વિધિ શિવમને તેના મનમાં રહેલી વિધિ માટેની લાગણીઑ જણાવશે તો શિવમ તો ...Read More

16

હું રાહી તું રાહ મારી.. - 16

શિવમ પોતાની આખા દિવસની નોકરી પૂરી કરી તે જ રાત્રે રજા લઈ ઘરે જવા માટે નીકળે છે. તે ખૂબ જ અસમંજસમાં હોય છે કે તે તેના માતા-પિતાને વિધિની હકીકત કઈ રીતે જણાવે? મમ્મી-પપ્પા હવે તેના અને વિધિના લગ્ન કરાવી લેવા માંગતા હતા પણ મમ્મી-પપ્પાને ક્યાં ખબર હતી કે વિધિએ તો પહેલાથી જ..... શિવમ તેના મમ્મી-પપ્પાને કેવી રીતે આખી વાત સમજાવવી તે વિચારી રહ્યો હોય ત્યાં જ એક અજાણ્યા નંબરમાથી તેને ફોન આવે છે. શિવમને આશ્ચર્ય થાય છે કે આટલી મોડી રાત્રે ફોન અને તે પણ અજાણ્યા નંબરમાથી..? કદાચ કોઈ ...Read More

17

હું રાહી તું રાહ મારી.. - 17

શિવમ પોતાના રૂમમાં હોય છે ત્યારે તેને કોઈનો ફોન આવે છે. શિવમને ડર લાગ્યો કે ફરી પાછો ક્યાક વિધિનો ફોન ન હોય. એક તો તે વિધિના લીધે પહેલેથી જ પરેશાન હતો. તેમાં પપ્પા – મમ્મી ક્યારે લગ્નની વાત છેડે તે ડરના લીધે શિવમને ઘરે આવીને પણ ક્યાય મન લાગતું હતું. શિવમે ફોનમાં જોયું તો ફોન રાહીનો હતો. શિવમને મનમાં જ હાશકારો થયો. તેને તરત જ રાહીનો ફોન ઉપાડયો. “ ગૂડ મોર્નિંગ.” રાહી. “ હાઇ. ગૂડ મોર્નિંગ.” શિવમ. “ નોકરી પર ...Read More

18

હું રાહી તું રાહ મારી.. - 18

“બેટા કઈ થયું છે?”અચાનક જ દિવ્યાબહેન દ્વારા પૂછતાં પ્રશ્નથી ગભરાય ગયો અને તે બગીચામાથી જવા લાગ્યો. “આમ પ્રશ્નોથી મોઢું ફેરવી લઇશ તો પરેશાનીઓ કઈ ખતમ નહીં થઈ જાય. પરેશાનીઓ ખતમ કરવી જ હોય તો તેને કોઈ પોતાનાઑ હોય તેની સાથે તેના વિષે વાત કરી તેનો ઉપાય વિચારવો ખૂબ જરૂરી છે બેટા.” દિવ્યાબહેન. શિવમ આ સાંભળતા જ થંભી જાય છે. તે ફરીને તેના મમ્મી સામે જોવે છે. તેને થાય છે કે કોઈ નહીં તો મમ્મી સાથે તો આ વાત કરવી જ જોઈએ. ...Read More

19

હું રાહી તું રાહ મારી.. - 19

રાહીનો મેસેજ આવેલો હતો. “ મમ્મી સાથે બેઠો છું. પછી વાત કરું.” શિવમે રાહીને જણાવ્યુ. “ઠીક છે. તું તારા મનમાં જે પ્રશ્નો છે અને જે પણ કોઈ વાત છે જે તારે તારા મમ્મીને જણાવવી જોઈએ તે જણાવી દેજે. ઘણી વખત માણસ ફોનમાં ન કહી શકતો હોય તે સામે બેસીને સરળતાથી કહી શકે છે. મને વિશ્વાસ છે તું કરી શકીશ. તું વાત કર. આપણે પછી વાત કરીએ.” રાહી. ********************** “રાહીના મેસેજ આવી રહ્યા હતા. તે મને ઘરે ...Read More

20

હું રાહી તું રાહ મારી.. - 20

શિવમ પોતાના પપ્પાની ઓફિસે જઈ રહ્યો હોય છે. રસ્તામાં તેને વ્યક્તિ મળે છે. તે બીજું કોઈ નહીં પણ વિધિ હોય છે. વિધિએ હજુ લગ્ન ન કરવાની વાત ઘરમાં જણાવી ન હોવાની વાતથી ખૂબ ગુસ્સે હોય છે.તેને લાગ્યું વિધિ સાથે વાત કરવાનો આ જ સાચો સમય છે. તે વિધિ પાસે વાત કરવા માટે જાય છે. “વાત કરવી છે તારી સાથે ૫ મિનિટ.” શિવમ. શિવમને આવેલો જોઈ વિધિ ખુશ થઈ જાય છે અને તે આલિંગન આપવા જાય છે પણ શિવમ ખસી જાય છે. “ મે ...Read More

21

હું રાહી તું રાહ મારી.. - 21

શિવમ ઓફિસે પહોચીને પોતાના પપ્પાની ઓફિસમાં ગયો ત્યારે ત્યાં તેના પપ્પા હાજર નહોતા. શિવમને ખબર મળી કે પપ્પા મિટિંગ રૂમમાં છે અને ત્યાં ઓફિસની મિટિંગ ચાલી રહી છે.આથી શિવમે પપ્પાની ત્યાં ઓફિસમાં બેસીને જ રાહ જોવાનું નક્કી કર્યું.તે થોડીવાર ત્યાં બેસી મેગેસીન વાંચી રહ્યો હતો.તેના પપ્પા બિસનેસ પર્સન હતા. આથી તેમની ઓફિસમાં આ પ્રકારની જ મેગેસીન અને બુક્સ રહેતા હતા.શિવમને પણ બિસનેસમાં ખૂબ રસ હતો આથી તેને આ મેગેસીનમાં ખાસ્સો રસ પડ્યો. થોડીવાર પછી ચેતનભાઈ તેની ઓફિસમાં આવ્યા તો તેને જોયું શિવમ ત્યાં હાજર હતો. શિવમને ત્યાં આવેલો જોઈ તેમને ખૂબ ખુશી થઈ.તેને આમ પણ શિવમ ...Read More

22

હું રાહી તું રાહ મારી.. - 22

શિવમ ચેતનભાઈની ઓફિસમાં બેઠો હતો. તેની સામે તેના પપ્પા ચેતનભાઈ હતા.ચેતનભાઈ હવે શિવમને કોઈ વાત કહેવા જઈ રહ્યા હતા જે માટે તેણે તેની નોકરી છોડવી જોશે આવું તેના પપ્પા દ્વારા કહેવામા આવ્યું હતું. કઈ વાત હશે જેથી આમ પપ્પા અચાનક નોકરી હમેશા માટે છોડી દેવા માટે પપ્પા આટલું દબાણ કરતાં હતા? શિવમ મનોમન વિચારી રહ્યો. બંને પક્ષે થોડીવાર મૌન છવાય ગયું.થોડીવાર પછી ચેતનભાઈએ ચુપકીદી તોડતા કહ્યું. “જો શિવમ સીધી વાત કરીશ તને દબાણ નથી કરતો.હું પિતા તરીકે તારા માટે અત્યારે વિચાર કરી રહ્યો છું.મને સમજવાની કોશિશ કરજે. ...Read More

23

હું રાહી તું રાહ મારી.. - 23

“એક માહિતી મળી છે.” શિવમના ફોનમાં મેસેજ આવ્યો. આ મેસેજ જોઈ શિવમના હાવભાવ બદલાઈ ગયા.આ વાત દિવ્યાબહેને નોંધી. દિવ્યાબહેને શિવમને આ વિષે પૂછ્યું ત્યારે ‘ઓફિસનો મેસેજ છે’ આમ કહી વાત વાળી લીધી પણ દિવ્યાબહેનને સમજાય ગયું કે નક્કી કઈક તો વાત છે.અત્યારે તેમને શિવમને વધારે કઈ ન પૂછવાનું રાખ્યું.પણ ઊંડે ઊંડે મનમાં જે શંકા હતી તે માટે તપાસ કરવાની ઈચ્છા થઈ.જોકે અત્યારે તો કઈ થઈ શકે તેમ ન હતું. રાત્રે શિવમને વહેલી ટ્રેન હતી માટે ચેતનભાઈ ઓફિસેથી વહેલા આવી ગયા.બધા સાથે બેસીને જમ્યા પછી શિવમને છોડવા માટે સ્ટેશન તરફ ગયા.થોડીવારમા ...Read More

24

હું રાહી તું રાહ મારી.. - 24

“ઓહ....નહીં..” ફોન પર આવેલા નોટિફિકેશનથી શિવમ ગભરાય ગયો. “આજ રાહીનો જન્મદિવસ છે અને હજુ સુધી મે તેને શુભેચ્છા પણ નથી આપી!! હું તેને ચાહું છું અને મે જ તેને હજુ સુધી જન્મદિવસની શુભેચ્છા આપી નથી!! કેવો પાગલ છું હું સાવ??”શિવમ પોતની સાથે જ વાત કરવા લાગ્યો. શિવમ રાહીનું ફેસબૂક એકાઉન્ટ જોવા લાગ્યો. રાહીના ઘણા જ મિત્રો તેને બર્થડે વિશ કરી ચૂક્યા હતા.ઓફિસે પણ જવાનું હતું અને હવે તો રાહીને પણ મળવાની ઈચ્છા થતી હતી. ઓફિસ જવું ખાસ જરૂરી હતું અત્યારે.શીવમે રાહીને ફોન કરવાનું વિચાર્યું પછી કઈક વિચાર આવતા ...Read More

25

હું રાહી તું રાહ મારી.. - 25

અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ શિવમ જાણે પોતાને જ પૂછી રહ્યો હતો.. “સારો તો લાગુ છું ને?” વ્હાઇટ શર્ટ અને નેવી બ્લૂ પેન્ટની ફોર્મલ પેરમાં શિવમ એકદમ હેનસમ લાગી રહ્યો હતો જે તેને ખુદને ખબર હોવા છતાં પણ કઈ કમી નથી રહી જતી ને? આવું પોતાને પૂછતો હતો.પણ પોતાના દિલ અને દિમાગ બંનેએ સરખો જ જવાબ આપ્યો.. “ઓલ ધ બેસ્ટ.” જ્યારથી શિવમને ખબર થઈ હતી કે તે રાહીના પ્રેમમાં છે ત્યારથી તે રાહી અને તેને જોડતી દરેક બાબતમાં એકદમ ચોકસાયથી વર્તતો હતો.તે હવે સાચે જ કોઈ એવિ છોકરીના પ્રેમમાં હતો જે તેને, તેના પરિવારને અને તેના બિજનેસને ...Read More

26

હું રાહી તું રાહ મારી.. - 26

શિવમ સવારે ૧૦:૦૦ વાગ્યે રાહીની ઓફિસ પાસે આવી ગયો અને તેને ફોન કરી પોતે આવી ગયો છે તો નીચે આવી જવા કહ્યું. રાહી તરત જ નીચે રોડ સાઇડ પર આવી ગઈ અને શિવમની રોડની બાજુમાં પાર્ક કરેલી કારમાં બેસી ગઈ. “ગૂડ મોર્નિંગ.” રાહી. “મોર્નિંગ”. શિવમ. “ જોબ પરથી આટલું વહેલું આવી ગયો?” રાહી. “૮:૩૦ એ જ આવી ગયો.ફ્રેશ થઈ નાહીને સીધો આવ્યો.”શિવમ. “મતલબ તે નાસ્તો પણ નથી કર્યો?”રાહી. “ સમય ...Read More

27

હું રાહી તું રાહ મારી.. - 27

શિવમ લેખક બનીને હરેશભાઈને મળવા તેમના ઘરે જાય છે.શિવમે થોડીવાર પહેલા યશે આપેલા હરેશભાઈના ફોન નંબર પરથી મળવા માટે વાત કરી લીધી હોય છે.શિવમ હરેશભાઈના ઘરે પહોચે છે.ઘરની બહાર નેમ પ્લેટ પર હરેશભાઈનું નામ વાંચે છે. મોરબીના પોશ એરિયામાં તેમનું ઘર હોય છે.ખૂબ મોટો બંગલો પણ નહીં અને નાનું ઘર પણ નહીં એવા એકદમ આકર્ષક બાંધકામ તે ઘરનું હતું.શિવમ પોતાની કાર થોડે દૂર પાર્ક કરીને જ આવ્યો હતો આથી કોઈને શક ન જાય કે એક સામાન્ય વ્યક્તિ આટલી મોંઘી કાર લઈને કેમ આવી શકે? શિવમે ઘરની અંદર પ્રવેશ કર્યો.ઘરનો મુખ્ય દરવાજો ...Read More

28

હું રાહી તું રાહ મારી.. - 28

હરેશભાઈ તેમના પત્ની જોડે ચર્ચા શિવમ અને ચેતનભાઈ વિષે ચર્ચા કરી ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. “ વંદના,મને હવે ખૂબ જ ચિંતા થાય છે.પેલો કોઈ શુભમ નામનો લેખક છે તે મને વારે વારે મળવા માટે ફોન કરે છે.તેને વર્ષો પહેલા ચેતન અને શિવરાજ સાથે થયેલી ઘટના વિષે જાણવું છે.પરેશાન કરીને રાખી દીધો છે મને તો. તેનો ફોન ફરીથી મને આવેલો.મને કહે છે કે છેલ્લી વખત મને મળવા માંગે છે.હું તેને વારે વારે એક જ વાત કહું છું તો પણ.. મને કહે છે કે, “વાત ગુપ્ત જ રહેશે અને તેને તેની વાર્તા ...Read More

29

હું રાહી તું રાહ મારી.. - 29

“તેણે મને કેટલુ સીધી રીતે કહી દીધું કે તેના જીવનમાં કોઈ છે !!! અમારી વચ્ચે બધી વાતો થતી પણ આ નવી છોકરી વિષે તેણે મને ખબર પણ ન પડવા દીધી!! કે પછી હું જ તેના પ્રેમમાં એટલી ખોવાય ગયેલી કે મને તેના સિવાય કોઈ દેખાતું જ નહીં!! હું તેને ઓળખવામાં આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકું?તેણે જ તો મને કીધું હતું કે ‘ તું મને આટલું જલ્દી સમજનારી પહેલી વ્યક્તિ છો રાહી.’ અને આમ અચાનક કેમ કોઈ મારી જગ્યા લઈ શકે?” રાહીના અવાજમાં ચીડ,ચિંતા,આઘાત જેવા મિશ્ર ભાવો હતા. “પહેલી વાત ...Read More

30

હું રાહી તું રાહ મારી.. - 30

રાહી દુખી થઈને શિવમથી દૂર રહેવા મુંબઈ તો આવી ગઈ પણ તેનું મન ત્યાં પણ નહોતું લાગતું.તે હોટલના મોટા બેડ પર સૂતી સૂતી શિવમના ફોટા જોઈને રડ્યા કરતી હતી.છેલ્લા થોડા દિવસમાં બધી વાતો કરીને ખંજનને પણ તેણે પરેશાન કરી દીધો હતો . હવે તેની પાસે ખંજનને કરવા માટે પણ કોઈ ફરિયાદ નહોતી.આમ પણ માણસનું મન પણ ફરિયાદ કરતાં થાકી જાય ત્યારે તે પરિસ્થિતી સ્વીકારી જ લે છે.રાહીએ પણ પરિસ્થિતી સ્વીકારી લીધી કે શિવમના જીવનમાં તે તેની એક સારી મિત્ર જ હતી તે વાત અત્યારે તેણે સ્વીકારી જ લીધી.તેણે પોતાના આંશું લૂછયા અને પોતાની જાતને ...Read More

31

હું રાહી તું રાહ મારી.. - 31

મોડી રાત થઈ ચૂકી હતી પણ શિવમને નીંદર આવતી નહોતી.તેણે જાણ-જોઈને રાહીના થોડીવાર પહેલા આવેલા ફોનમાં તેમ કીધું કે પોતે નાઇટ ડ્યુટીમાં છે.જ્યારે પોતે તો ઘરે જ હતો. “નાઇટ ડ્યૂટીનું કહેવું જ યોગ્ય હતું.નહીં તો રાહી અત્યારે હું મારી પ્રેમિકા સાથે સમય પસાર કરી રહ્યો હોઈશ તેવું વિચારી પોતે તકલીફમાં પૂરી રાત વિતાવશે.આમ પણ રાહી છેલ્લા ઘણા સમયથી તકલીફમાં હતી અને તે પણ તેના પોતાના લીધે,માટે શિવમ નાઇટ ડ્યુટીમાં હોય તો કામમાં હોય તો એકલો જ હોય આમ વિચારી તે શાંતિથી સૂઈ શકે.”શિવમ વિચારી રહ્યો હતો. ત્યાં જ બહારથી ડોરબેલ ...Read More

32

હું રાહી તું રાહ મારી.. - 32

“બેટા મારે તને હવે એક ખાસ વાત કરવાની છે.” ચેતનભાઈ રાતના ૨ વાગ્યે બાલ્કનીમાં ઊભા રહી કહી રહ્યા હતા. ઠંડી હવા ચાલુ હતી.શિવમ લગભગ ચેતનભાઈની નજીક ઊભો હતો.ચેતનભાઈએ શિવમનો હાથ પોતાના હાથમાં લીધો. “બેટા કાલ અમે રાહીનો હાથ તારા માટે માંગવા તેના ઘરે જશું.તું નોકરી કરે છે. એક સારો અને સંસ્કારી છોકરો છે.આપની નાત પણ સરખી છે.જો કે અત્યારે નાત-જાતના પ્રશ્નો તો લગ્ન જેવી બાબતોમાં ગૌણ થઈ ગયા છે. તો પણ કોઈ અજાણી નાતમાં એક એકલી છોકરી લગ્ન કરીને આવે ત્યારે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.સદભાગ્યે રાહીને ...Read More

33

હું રાહી તું રાહ મારી.. - 33

“મને નથી ખબર કે અત્યારે શું કહેવું કે કઈ રીતે વાત કરવી.આ પહેલા પણ મે પ્રેમ કરેલો પણ ત્યારે પ્રેમનો મે એકરાર નહીં કરેલો.પણ અત્યારે થોડો ‘ડર’ લાગે છે કે તારો જવાબ શું હશે?”શિવમ. “શિવમ તું મારી સાથે મજાક કરે છે?”રાહી. શિવમે પોતાના પેન્ટના પોકેટમથી એક નાનું બોક્સ કાઢી ખોલ્યું.તેમાં તે હીરાની અંગૂઠી હતી જે તે રાહી માટે લાવ્યો હતો.શિવમે પોતાના ગોઠણભર બેસી રાહી આગળ અંગૂઠી મુક્તા પૂછ્યું , “શું હજુ પણ તને મજાક લાગે છે?” “પણ તું તો કોઈ બીજી છોકરીની વાત કરતો હતો!”રાહી રડતાં ...Read More

34

હું રાહી તું રાહ મારી.. - 34

શિવમ હરેશભાઈના રાજકોટ જવાથી અને હેમમાં ને ન મળી શકવાના ખૂબ પરેશાન હતો.શિવમ વિચારી રહ્યો હતો કે હરેશકાકા જ્યાં સુધી રાજકોટ રહેશે ત્યાં સુધી તે ઘરે નહીં જઈ શકે.ઘરે તેના અને રાહીના લગ્નની વાત ચાલી રહી છે.તેના જીવનની મહત્વની ક્ષણ તે ચૂકી જવા નહોતો માંગતો પણ તેની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. શિવમ હેમમાંને મળ્યા પહેલા કોઈપણ કાળે શિવમ બની હરેશકાકા સામે જવા માંગતો ન હતો.આ માટે તેની હેમ માં સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી. “રાહી તું ખંજનને વાત કર કે જલ્દીથી જલ્દી મને હેમ માં સાથે વાત કરાવે.હું જાણું છું કે કોઈ ...Read More

35

હું રાહી તું રાહ મારી.. - 35

હરેશભાઈને ફોન આવતા તેઓ મોરબી પાછા ફરવાની વાત કરી રહ્યા હતા.તેમણે જણાવ્યુ કે, “ તેમની બહેનની દીકરી માનસીને પણ કાલ જ ‘જલ’ આપવા માટે અમદાવાદથી મહેમાનો આવવાના છે.માટે તેમના પરિવારને ત્યાં હાજરી આપવા માટે જવું જોશે. “ચેતન, મને શિવમ અને રાહીને મળવાની તથા તેની ‘જલવિધિ’માં સામેલ થવાની ઘણી ઈચ્છા હતી.પણ આમ અચાનક મારે ઘરે પણ પ્રસંગ આવી જશે તેની મને ખબર નહોતી.આજ મારે જવું પડશે પણ હું ચોક્કસ શિવમ અને રાહીને મળવા માટે આવીશ.હવે જલ્દીથી લગ્નની તારીખ નક્કી કરજે.”હરેશભાઈ. “તારા ઘરનો પ્રસંગ છે માટે હું પણ કઈ કહી શકું તેમ નથી.બાકી ...Read More

36

હું રાહી તું રાહ મારી.. - 36

“ના એવું કઈ જ નહીં થાય.તું આવું બોલીશ પણ નહીં ફરી વખત અને વિચારીશ પણ નહીં.તે ઘટના વિષે મારે હવે ફરી ક્યારેય વાત જ નથી કરવી.મને ખબર છે કે મોરબીનું નામ આવતા જ તને તે વિચાર આવ્યો.મને પણ આવ્યો હતો જ્યારે મે મોરબીનું નામ સાંભળ્યુ...પણ હવે જ્યારે બધુ સારું જ થવા જઈ રહ્યું છે ત્યારે તે વાત ને યાદ કરી મારે...ખંજન મહેરબાની કરી મને ઘરે લઈ જા..અત્યારે જ.”રાહી. “રાહી આમ ગભરાઈ ન જા.એવી પણ કોઈ મોટી વાત નથી.હું સમજુ છું કે તને મોરબી નામથી પણ નફરત છે પણ તેમાં શિવમનો ભૂતકાળ સમાયેલો છે ...Read More

37

હું રાહી તું રાહ મારી.. - 37

તે રાત્રે બે ગાડીઓ સામે-સામે ઊભી હતી. એક ગાડીની લાઇટ ગાડી પર પડી રહી હતી.તેમાં રાહી હતી. બીજી ગાડી આવી તે પહેલા થોડીવારે... “..અત્યારે તને શું સુજયું શિવમ?આમ આ રીતે મને અહિયાં મળવા માટે બોલાવી!! અને મને એક વાત સમજાવ કે આમ કોઈને ન કહીને ચૂપચાપ આવવાનું શા માટે કહ્યું?આપણે બધાને કહીને પણ મળી શકીએ છીએ.” રાહી. “અરે બધાને કહીએ તો તે લોકોને ખબર ન પડી જાય કે આપણે અહી મળવા અવિયા છીએ.”શિવમ. “તો ખબર પડી જાય તો શું કઈ ચોરી છે?”રાહી. ...Read More

38

હું રાહી તું રાહ મારી.. - 38

ચેતનભાઈના ચહેરા પર અજીબ ઉદ્વેગ હતો.છેવટે તે શિવમને પોતાના ભૂતકાળ વિષે કહેવા જઈ રહ્યા હતા.શિવમને શું ખબર છે? કેટલું ખબર છે?તેને આ બધી વાતની જાણ ક્યાથી થઈ?તેને આ વાત વિષે શંકા ક્યાથી ગઈ તે વાતને લઈને પરેશાનીમાં હતા.પણ હવે શિવમને બધી જ વાત કહ્યે છૂટકો જ નહોતો અને ઇતિહાસ ગવાહ છે આ વાતનો કે ખરાબ ભૂતકાળને ગમે તેમ છુપાવવાની કોશિશ કરો તે એક દિવસ સામે આવીને જ રહે છે. “શિવમ બેટા હું તને માંડીને બધી જ વાત કહીશ પણ તે પહેલા મારે તને કઈક પૂછવું છે.સત્ય જાણીને તું શું નિર્ણય લઇશ તે મને નથી ખબર પણ મે ...Read More

39

હું રાહી તું રાહ મારી.. - 39

સમય જાણે થંભી ગયો હતો.શિવમ હકીકત જાણવા પણ માંગતો હતો છતાં કઈક તેને રોકી રહ્યું હતું.પણ હવે આ જ સમય હતો જેનો તેને ખૂબ ચીવટપૂર્વક સામનો કરવાનો હતો. શિવમે રાહી સામે જોયું.રાહીએ શિવમ સામે જોઈ આંખથી જ મંજૂરી આપી વાત આગળ ચલાવવા કહ્યું.દિવ્યાબહેનની આંખોમાં આંશું હતા.ચેતનભાઈનું માથું ફર્શ પર નમેલું હતું.કદાચ તે ફરી આ વાતનો સામનો કરવાની હિંમત જ ન હોય તેમ જતાવી રહ્યા હતા.આખા વાતાવરણમાં મૌન હતું. શિવમે હેમ માં ને વાત આગળ વધારવા કહ્યું.ત્યારે ચેતનભાઈ શિવમ પાસે આવ્યા. “શિવમ બેટા હવે આગળની વાત હું અને તારા મમ્મી તને કહીશું.કારણ કે ...Read More

40

હું રાહી તું રાહ મારી.. - 40

તે દિવસે શિવમના ઘરે સન્નાટો છવાય ગયો હતો.શિવમની સાથે સાથે સૌ કોઈ શિવમના જીવનથી જોડાયેલી આટલી મોટી હકીકતથી વાકેફ થઈ ગયું હતું.ચેતનભાઈએ હવે આશા ખોઈ દીધી હતી કે શિવમ હવે તેમની સાથે જોડાઈને રહેશે.તેમને પહેલેથી જ પોતાની જન્મ દેનારી માતાના હત્યારા ગણી શિવમ તેમને તરછોડી જતો રહેશે તે ડરથી શિવમથી હકીકત છુપાવી હતી.પણ આજ તે જ હકીકત ચેતનભાઈએ તેમના જ શબ્દોમાં શિવમને જણાવવી પડી.હકીકત જાણ્યા પછી શિવમના મનમાં ચોક્કસ સવાલો ઉઠશે, અને શિવમના મનમાં તે જ સવાલોએ જન્મ લઈ લીધો હતો.શિવમ અત્યારે તેના પપ્પાને કોઈ સવાલ પૂછતો હતો.. “પપ્પા –મમ્મી મે ...Read More

41

હું રાહી તું રાહ મારી.. - 41

રાહી અને શિવમના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો આખરે અંત આવી ગયો આ આશાથી શિવમ અને રાહીના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલવા લાગે છે.શિવમ અને રાહી પણ પોતે હવે જીવનમાં બીજી કોઈ મુશ્કેલીઓ નહીં આવે તે આશાએ પોતાના લગ્ન થવાની ખુશી માણી રહ્યા હોય છે. ક્યાયને ક્યાય રાહી વંશના લીધે થોડો ડર અનુભવે છે પણ શિવમના વારંવારના સહકારથી ફરીથી પોતાનો ડર ભૂલી જાય છે.શિવમ અને રાહીના લગ્નને ત્રણ દિવસની જ વાર હોય છે.બધા મહેમાનોને આમંત્રણ અપાય ગયા હોય છે. રાહીના હાથમાં મહેંદી મૂકાતા તે ફોટો ખેંચી શિવમને મોકલે છે.શિવમને ફોટો મળતા તે તરત જ ...Read More

42

હું રાહી તું રાહ મારી.. - 42

લગ્નમંડપમાં ફેરાની વિધિ શરૂ જ થવાની હતી ત્યાં હોલમાં મોટા અવાજમાં કોઈએ કહ્યું.... “મારા વગર લગ્ન?”અવાજ સાંભળી બધાના ચહેરા તે માણસની દિશામાં ગયા.ત્યારબાદ એક પછી એક બધાના ચહેરાના હાવભાવ બદલી ગયા. શિવમ ચેતનભાઈ સામે જોવા લાગ્યો.ચેતનભાઈએ શિવમની સામે જોઈ કહ્યું, “શિવરાજ.” હવે શિવમ સામે તેના અસલી પિતા હતા.શિવરાજભાઈ પોતાની સાથે તેના વસૂલીના કામ કરતાં ગુંડા જેવા દેખાતા માણસોને પણ લઈ આવ્યા હતા.તે માણસોને ત્યાં જ ઊભા રહેવાનુ કહી શિવરાજભાઈ મંડપ તરફ આગળ વધી રહ્યા હતા.ચેતનભાઈને થયું કે શિવરાજ નક્કી કોઈ નાટક શરૂ કરી દેશે.શિવમ માટે આ ખૂબ ખાસ દિવસ હતો અને આ દિવસ બગડે નહીં તે ...Read More

43

હું રાહી તું રાહ મારી.. - 43 - છેલ્લો ભાગ

વંશ શિવરાજભાઈનો દીકરો છે તે જાણી શિવમ અને રાહી બંને અવાચક થઈ ગયા હતા.જ્યારે વંશ રાહીને શિવમ સાથે પોતાના ઘરે જોઈ તે પણ બંને જેવી સ્થિતિમાં હતો.જો રાહી એકલી હોત તો કોઈ પ્રશ્ન નહોતો પણ રાહી સાથે શિવમ અને બીજા બે-ત્રણ લોકોને જોઈ વંશ પણ આશ્ચર્યમાં હતો. “રાહી અને શિવમ બંને વંશને ઓળખે છે.”શિવરાજભાઈ.“પણ કઈ રીતે?”ચેતનભાઈ.“કેમ? કઈ રીતે ? આ બધુ દરવાજે જ પૂછી લેશો કે પછી અંદર પણ આવશો? બેટા રાહી જલ્દીથી કંકુના થાળમાં પગ મૂકી અંદર આવ.”શિવરાજભાઈ.રાહી સાથે બધા ઘરમાં પ્રવેશે છે.વસુધાબહેન શિવમ અને રાહીની આરતી ઉતારે છે.આ બધુ જોઈ વંશ વધારે ગુસ્સે થઈ જાય છે. ...Read More