ધ ડાર્ક સિક્રેટ

(2.7k)
  • 84.3k
  • 210
  • 43.4k

  આસ્થા આજે વહેલી સવારે ઉઠી ગઈ. આજ નો દિવસ તેના માટે ખુબ મહત્વ નો હતો. તે આજે પોતાના જુના ઘરે જવાની હતી. ૨૩ વર્ષ ની આસ્થા સુંદર , શાંત અને સમજદાર હતી. તે ૮ વર્ષ ની હતી ત્યાર થી પોતાની ફઈ પાસે રહેતી હતી. તેના ફઈ સરલાબહેન ને કોઈ સંતાન ન હતું. તે આસ્થા ને પોતાની દીકરી જ સમજતા હતા.         આસ્થા પીળા રંગ નો ટોપ અને જીન્સ પહેરીને બાથરૂમ માંથી બહાર આવી તેના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું. તે અરીસા સામે ઉભી રહી. તેના રૂપાળા ચહેરા પર કપાળ પર જમણી બાજુ એક નાનકડો નિશાન દેખાય રહ્યો હતો.

Full Novel

1

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૧

આસ્થા આજે વહેલી સવારે ઉઠી ગઈ. આજ નો દિવસ તેના માટે ખુબ મહત્વ નો હતો. તે આજે પોતાના જુના જવાની હતી. ૨૩ વર્ષ ની આસ્થા સુંદર , શાંત અને સમજદાર હતી. તે ૮ વર્ષ ની હતી ત્યાર થી પોતાની ફઈ પાસે રહેતી હતી. તેના ફઈ સરલાબહેન ને કોઈ સંતાન ન હતું. તે આસ્થા ને પોતાની દીકરી જ સમજતા હતા. આસ્થા પીળા રંગ નો ટોપ અને જીન્સ પહેરીને બાથરૂમ માંથી બહાર આવી તેના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું. તે અરીસા સામે ઉભી રહી. તેના રૂપાળા ચહેરા પર કપાળ પર જમણી બાજુ એક નાનકડો નિશાન દેખાય રહ્યો હતો. ...Read More

2

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૨

આસ્થા ને શૈલા ઘરમાં દાખલ થયા. મિસિસ ડીસોઝા એ ઘર ની ખુબ સારી રીતે દેખરેખ કરી હતી. ઘર માં જ હોલ આવતો હતો. હોલ ની દીવાલ પર એક સુંદર ધોધ ની પેઇન્ટિંગ હતી. એક તરફ સોફાસેટ અને બીજી તરફ પાયનો હતો. " વાઉ, આસ્થુ, તારું ઘર તો બહુ જ સરસ છે. પિયાનો પણ છે. તારા મમ્મી પિયાનો વગાડતા હતા ?" શૈલા એ આશ્વર્ય થી પુછ્યું. " હા, મમ્મી ને પપ્પા બંને ને પિયાનો નો શોખ હતો. પપ્પા જોડે તો મારી ખાસ યાદો નથી પણ મને હજી યાદ છે કે મમ્મી અહીં પાયનો વગાડતી ને હું ત્યાં ...Read More

3

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૩

તે જોકર આસ્થા સામે હસી રહૃાો. આસ્થા ચીસ પાડીને ફર્શ પર થી ઉભી થઈ ગઈ. તે દોડવા જતી હતી પલંગ ની નીચે થી એક હાથ બહાર આવ્યો. તેણે આસ્થા ના પગ પકડી લીધા . તેના તીક્ષ્ણ નખ આસ્થા ના પગ માં ખુંચી ગયા. આસ્થા નીચે ફર્શ પર પડી ગઈ. આસ્થા જોર થી બુમો પાડી રહી હતી." હેલ્પ.. હેલ્પ.." ને પહેલો જોકર ખડખડાટ હસી રહૃાો હતો. આસ્થા પલંગ ની નીચે ખેંચાઈ રહી હતી. ત્યાં અચાનક આસ્થા ની આંખો ખુલી ગઈ. તે એક સપનું હતું. આસ્થા બેડ પર બેસી ગઈ. તેના ધબકારા વધી ગયા હતા ને તેનું આખું ...Read More

4

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૪

રૂમ માં જઈને આસ્થા ૧૦ મિનિટ સુધી રડતી રહી ને તેનું ધ્યાન દિવાલ પર લાગેલા તેના ફેમિલી ફોટા પર તે ફોટો હાથ માં લીધો. તેના મમ્મી ને પપ્પા ના ચહેરા પર હાથ ફેરવ્યો ને તે બોલી," મમ્મી, બધા તને ગલત સમજે છે પણ હું સત્ય જાણીને રહીશ." થોડી વાર રડ્યા પછી તેનું મન શાંત થતાં તે નાહવા માટે જતી રહી. નાહીને તે બાથરોબ પહેરીને બહાર આવી. તેણે કબાટ ખોલ્યો તો તેની નજર તેના મમ્મી ના ફ્રોક અને ગાઉન પર પડી. ત્યાં થોડી સાડીઓ પણ પડી હતી. રોઝી વધારે ફ્રોક જ પહેરતી હતી. આસ્થા ની નજર સ્કાય બ્લ્યુ રંગ ...Read More

5

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૫

આસ્થા એક પળ માટે ચોંકી ગઈ પણ પછી બોલી," ફઈ, તમે આ બધા માં માનો છો ?" " તે રૂમ તારી મમ્મી ના મૃત્યુ પછી બંધ જ રાખવામાં આવ્યો હતો. ગામ ના લોકો માનતા હતા કે.." સરલાબેન બોલતાં અટકી ગયા. " શું ફઈ ?" આસ્થા એ અધીરાઈ થી પુછ્યું. " કે તારી મમ્મી નો જીવ કોઈ બુરી શક્તિ એ લીધો હતા. તારા મમ્મી નુ વર્તન તેના મૃત્યુ ની પહેલા ખુબ જ વિચિત્ર થઈ ગયું હતું." સરલાબેન એ કહ્યું. " ફઈ, હું આ બધા માં નથી માનતી. જ્યાં સુધી મને સત્ય નહીં ખબર પડે ત્યાં સુધી હું ...Read More

6

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૬

આસ્થા એ રૂમ નો દરવાજો ખોલ્યો ને તે સાથે જાણે જુની યાદો ને જુના રહસ્યો ખોલી ગયા હતા. એક વાસ આસ્થા ને આવવા લાગી. તેણે ટોચૅ ચાલુ કરીને ઉંડો શ્વાસ ભર્યો ને રૂમ‌ માં દાખલ થઈ. તે હજી રૂમ ની અંદર દાખલ થઈ હતી ત્યાં જ અચાનક રૂમ નો દરવાજો જોર થી બંધ થઈ ગયો. આસ્થા એ ચોંકીને પાછળ જોયું પણ પછી મન મક્કમ કરીને તે આગળ વધી. તે ચારે તરફ જોઈ રહી હતી ત્યાં તેને અચાનક બુક સ્ટેન્ડ તરફ એક પરછાઈ જોઈ. આસ્થા એ ટોચૅ ના પ્રકાશ માં તે તરફ જોયું તો ત્યાં કોઈ ન હતું. આસ્થા ...Read More

7

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૭

આસ્થા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેને સમજાતું ન હતું કે અચાનક મિસિસ ડીસોઝા ને શું થઈ ગયું. થોડી વાર અમર ત્યાં પહોંચી આવ્યો. તે આ દશ્ય જોઈને અવાચક જ થઈ ગયો. આસ્થા દોડતી દોડતી તેની પાસે ગઈને તુટક અવાજે બોલી," અમર.. ગ્રેની હવે આ દુનિયામાં નથી રહૃાા " અમર એ તો જાણે આસ્થા ની વાત જ ન સાંભળી . તે સીધો મિસિસ ડીસોઝા પાસે પહોંચી ગયો. તેણે મિસિસ ડીસોઝા ના ચહેરા પર હાથ ફેરવતા કહ્યું," ઉઠો ગ્રેની." તે તેમને ઉઠાડવાના પ્રયત્ન કરવા લાગ્યો. આસ્થા એ અમર ના ખભા પર હાથ મુકયો ને તેની સામે જોયું. અમર ની ...Read More

8

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૮

બધા ના ચહેરા પર સ્તબ્ધતા છવાયેલી હતી. તે હાડકાઓ ની વરચે એક ચીજ ચાંદ ની રોશની માં ચમકી રહી સરલાબેન નું ધ્યાન તે ચીજ પર જતા તે બોલ્યા," તે શું ?" અમર એ તે વસ્તુ હાથ માં લઈ લીધી. તે સોના ની ચેન હતી. તેણે તે ચેન સરલાબેન ના હાથ માં આપી. સરલાબેન તે ચેન ધ્યાન થી જોઈ રહૃાા પછી નવાઈ થી બોલ્યા," આ તો મહેશભાઈ ની ચેન છે." આસ્થા બોલી," પણ પપ્પા ની ચેન અહીં કેવી રીતે હોય ?" " હું ખાતરીપૂર્વક કહું છું કે આ મહેશભાઈ ની ચેન જ છે. તારા પપ્પા ...Read More

9

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૯

આસ્થા નવાઈ થી મિસિસ સ્મિથ સામે જોઈ રહી. તે બોલી," પણ શું થયું તેમને ? મારા મમ્મી ને જોસેફ કેવી રીતે ઓળખે છે ?" મિસિસ સ્મિથ એ કહ્યું," તું બેસ શાંતિ થી. હું તને બધી વાત કરું છું" આસ્થા ને મિસિસ સ્મિથ સોફા પર બેઠા. મિસિસ સ્મિથ એ જુની યાદો તાજી કરતા કહ્યું," તારી મમ્મી રોઝી અમારા પાડોશમાં જ રહેતી હતી. તે અને તેની મમ્મી બસ બંને જણા જ હતા. રોઝી અને જોસેફ નાનપણ થી સારા મિત્રો હતા. બંને સાથે રમતા, ને લડતા ને ઝધડતા પણ સાથે. રોઝી તો ઢીંગલી જેવી લાગતી હતી . તેની ભોળી ...Read More

10

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૦

" તે રાત્રે થયું શું હતું ?" આસ્થા એ આવેશ થી પુછ્યું. મિસિસ સ્મિથ એ કહ્યું," આસ્થા , મને ખબર કે તે રાત્રે શું થયું હતું. જે પણ થયું હશે. બહુ ભયંકર ને ખરાબ થયું હશે. જોસેફ બગીચા ની પાછળ ના ભાગ માં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર કોઈ ઈજા ન હતી. તે બે દિવસ સુધી બેભાન જ રહૃાો હતો. આ બે દિવસ માં પણ તે બેભાન હાલતમાં " રોઝી.." નું નામ જ લેતો હતો. જ્યારે તે ભાન માં આવ્યો ત્યારે તે બસ ગુમસુમ બેસી રહેતો. તેને ઘણા સવાલો પુછવામાં આવ્યા પણ તેણે કોઈ જવાબ ...Read More

11

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૧

બીજા દિવસ ની સવાર આસ્થા ના માટે ખુબ જ મહત્વ ની હતી. આખી રાત આસ્થા ના મન માં જાત ના વિચારો આવતા રહ્યા પણ સવાર ના જ્યારે તે ઉઠી ત્યારે તેના ચહેરા પર મક્કમતા હતી ને ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે ની હિંમત હતી. આસ્થા નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. તેણે તેના મમ્મી નો જ એક ફોકૅ પહેર્યો હતો. ગુલાબી રંગ ના ઘુંટણ સુધી ના સિલ્વલેસ ફોકૅ માં આસ્થા સુંદર દેખાય રહી હતી. તેણે ખભા સુધી ના વાળ ખુલ્લા રાખ્યા હતા. તે તૈયાર થઈને મિસિસ સ્મિથ પાસે ગઈ તો તે એક પળ તો તેની સામે જોઈ જ ...Read More

12

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૨

" હું જલ્દી ત્યાં આવું છું. તું ફઈ નું ધ્યાન રાખજે" આમ કહીને આસ્થા એ ફોન કટ કર્યો. તેના ચહેરા પર ચિંતા જોઈને મિસિસ સ્મિથ બોલ્યા," શું થયું , આસ્થા ?" " ફઈ ની તબિયત ખરાબ છે . મને જલ્દી પાછા જવું પડશે." આસ્થા એ ચિંતા થી કહ્યું. " ઓકે આસ્થા. પણ તું જ્યારે ફ્રી થાય ત્યારે ફરી જોસેફ ને મળવા જરૂર આવજે. મને લાગે છે કે જોસેફ તારી મદદ થી ફરી થી નોર્મલ થઈ શકશે." ડોક્ટર એ કહ્યું. " હા ડોક્ટર, પણ અત્યારે તો મારે જવું જ પડશે." આસ્થા એ કહ્યું. તે અને મિસિસ સ્મિથ મેન્ટલ હોસ્પિટલ ...Read More

13

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૩

આસ્થા ડાયરી સામે જોઈ રહી. તે મોટી દળદાર ડાયરી હતી. સમય ની સાથે તેના પાનાં પીળા પડી ગયા હતા. આસ્થા ને નહોતી ખબર કે તેના મમ્મી ને ડાયરી લખવાનો શોખ હતો. આસ્થા એ વિચાર્યું કે આ ડાયરી ના દ્વારા મને મમ્મી ના જીવન વિશે જણાવવા મળશે. પણ આસ્થા જાણતી ન હતી કે આ ડાયરી તેના જીવનમાં નવો તુફાન લાવવાની હતી. આસ્થા એ ડાયરી વાંચવાની શરૂઆત કરી. ******************* માય ડિયર ડાયરી, આમ તો નાનપણ થી મારી દરેક વાત ને દરેક લાગણી હું મારી મમ્મી સાથે શેર કરતી આવી છું. થોડી મોટી થયા પછી જોસેફ ની ...Read More

14

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૪

આસ્થા પાણી પી ને સ્વસ્થ થઈને આવી. સાંજ ઢળવા આવી હતી ને અંધકાર ના ઓળા ધીમે ધીમે ઉતરી રહ્યા આસ્થા એ લાઈટ ચાલુ કરી. તેને આગળ વાંચવાની ઉત્સુકતા પણ હતી ને ડર પણ લાગી રહૃાો હતો. મન ને મક્કમ કરીને તેણે આગળ વાંચવાની શરૂઆત કરી. હવે નું લખાણ લાંબા સમય પછી નું હતું. ******************* માય ડિયર ડાયરી, આજે હું બહુ ખુશ છું. અંતે જિસસ એ મારા જીવન નો અંધકાર દુર કર્યો. આઈ એમ પ્રેગનન્ટ. જેની રાહ હું આટલા વર્ષો થી જોતી હતી તે ખુશી મારા દરવાજે પહોંચી આવી. મહેશ તો આ ખબર સાંભળીને ...Read More

15

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૫

અમર જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની ગાડી એક ઝાડ સાથે અથડાયેલી પડેલી હતી. તેના કપાળ માંથી લોહી નીકળી રહ્યું તેના માથા માં સખત દુખાવો થઈ રહ્યો હતો. તેણે પોતાનો ફોન શોધ્યો. મોબાઈલ મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશન એ ફોન કર્યો. તેની ગાડી માં ફસ્ટૅ એડ કીટ હતી . તેણે પોતાનો કપાળ પર જખ્મ સાફ કરીને ટેપ લગાડી. અમર ને નાની મોટી ખરોચ લાગી હતી. બહુ નહોતું લાગ્યું. તે ગાડી ની બહાર નીકળ્યો. તે હાઈવે રોડ પર આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ટ્રક ને કાર નો અકસ્માત થઈ ગયો હતો. તે અકસ્માત ની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને ...Read More

16

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૬

આસ્થા આધાત થી જોઈ રહી. ટોચૅ ના આછા પ્રકાશ માં આસ્થા ને શૈલા સામે ઉભેલી દેખાય. પણ આ શૈલા અલગ જ રૂપ માં હતી. તેણે જોકર નું કોસ્ચયુમ પહેર્યું હતું. તેના ચહેરા પર જોકર નો મેકઅપ કરેલો હતો. બંને ગાલ ગુલાબી રંગ થી રંગાયેલા હતા. હોઠ એકદમ લાલ રંગ ના હતા. આંખો માં એક વિચિત્ર ચમક હતી. તે એકદમ વિચિત્ર રીતે આસ્થા સામે હસી રહી હતી.‌ શૈલા નું આ રૂપ જોઈને આસ્થા ડરી ગઈ . તે અચકાતા બોલી," શૈલા.." " ના, આસ્થુ. તું તારા પપ્પા ને ન ઓળખી શકી ?" શૈલા એ જોર થી હસતા કહ્યું. ...Read More

17

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૭ ( અંતિમ પ્રકરણ )

આસ્થા જોસેફ તરફ જોતા બોલી," પ્લીઝ, મને સાચું કહો. શું તમે મારી મમ્મી ની જાન લીધી હતી." " હા " જોસેફ એ ધીમા અવાજે કહ્યું. " પણ શું કામ ? તમે તો તેને કેટલું ચાહતા હતા !!" આસ્થા એ રડતાં રડતાં કહ્યું. " તને બચાવવા માટે મારે રોઝી ની હત્યા કરવી પડી." જોસેફ એ કહ્યું. " એટલે મમ્મી મને મારવા માંગતી હતી ?" આસ્થા એ આધાત થી પુછ્યું. " હા આસ્થા.. તું જ અપશુકનિયાળ છો. તારા આવ્યા પછી જ બધા ની જિંદગી ખરાબ થઈ ગઈ." શૈલા એ ગુસ્સામાં કહ્યું. " આસ્થા, એની વાત પર ધ્યાન ન આપ. ...Read More