યક્ષીની પ્રતીક્ષા

(972)
  • 44k
  • 101
  • 21.5k

ઓમ નાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ફેક્ટરી ચાલુ કરી છે એટલે બંને પરિવાર સાથે તેમના ગામમાં રહેવા આવ્યા છે. "આવ..કિશન....આવ, ઘણું મોડું થઈ ગયું ?" માધવભાઈ બોલ્યા. "તને તો ખબર છે ને આ ઓમ નું ડ્રાઈવિંગ કેવું છે?" કિશનભાઇ એ કહ્યું. હા..હા..હા માધવભાઈ અને કિશનભાઇ હસ્યાં. "ડ્રાઈવિંગ રૂલ્સ તો ફોલો કરવાનાં જ ને અંકલ!" ઓમ ગાડીમાંથી ઉતરીને બોલ્યો. રાતે બધાં જમીને આરામ કરવા પોતાના રુમમાં જતાં રહયાં. ઓમ ને ઊંઘ આવતી ન હતી એટલ

Full Novel

1

યક્ષીની પ્રતીક્ષા - ભાગ - ૧

ઓમનાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ચાલુ કરી છે એટલે બંને પરિવાર સાથે તેમના ગામમાં રહેવા આવ્યા છે. "આવ..કિશન....આવ, ઘણું મોડું થઈ ગયું ?" માધવભાઈ બોલ્યા. "તને તો ખબર છે ને આ ઓમનું ડ્રાઈવિંગ કેવું છે?" કિશનભાઇ એ કહ્યું. હા..હા..હા માધવભાઈ અને કિશનભાઇ હસ્યાં. "ડ્રાઈવિંગ રૂલ્સ તો ફોલો કરવાનાં જ ને અંકલ!" ઓમ ગાડીમાંથી ઉતરીને બોલ્યો. રાતે બધાં જમીને આરામ કરવા પોતાના રુમમાં જતાં રહયાં. ઓમ ને ઊંઘ આવતી ન હતી એટલ ...Read More

2

યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૨

આગળ જોયું કે ઓમ અને શિવાની અજાણી સ્ત્રીનો જંગલમાં પીછો કરે છે અને તેને પાણી પર ચાલતા જોઈ છે. પેલી સ્ત્રીની પાછળ જાય છે. "ચાલને જોઈએ તો ખરી એ કોણ છે?"ઓમ એ કહ્યું. "હા,ઠીક છે, જોવું તો મારે પણ છે." શિવાનીએ કહયું. બંને ઝીલ ઓળંગીને ગયાં. ઝીલ ની પેલે પારનું જંગલ કંઈક અલગ દેખાતું હતું. પેલી સ્ત્રી પણ દેખાતી ન હતી. તેવામાં શિવાનીની નજર એક ઝાડ પર પડી , જે બીજા ઝાડથી ઘણું જુદુ અને સુંદર જણાતું હતું. "ઓમ અહીં આવ..." શિવાનીએ બુમ મારી. ઓમ શિવાની પાસે ગયો. ઓમ એ ઝાડ જોયું. "આ વનમાં માત્ર આ જ ઝાડ આટલું ...Read More

3

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૩

આગળ જોયું કે અજાણી સ્ત્રી એ વિવાહ નો પ્રસ્તાવ મૂક્યો જે ઓમ એ ઠુકરાવી દીધો. પેલી સ્ત્રી એ ઓમને , "મારી પ્રતિક્ષાનો અંત આવ્યો." ઓમ પાછળ ફર્યો અને પેલી સ્ત્રી સામે જોયું. "હા, હું મનુષ્ય નથી. હું મારી વાસ્તવિકતા તમને જણાવી શકતી નથી. હા, એટલું કહી શકું કે તમારા અંતરમન એ જે કહ્યું મારી મદદ કરવાનું તો એ સત્ય છે. તમારે મારાથી ડરવાની જરૂર નથી." પેલી સ્ત્રી એ કહ્યું. "હું તારી મદદ કેવી રીતે કરું અને તારી પર વિશ્વાસ કેમ કરું અત્યારે તો તું પ્રેમની વાત કરતી હતી?" ઓમ એ કહ્યું. "હા, એ તો હું તમારી પરીક્ષા લેતી હતી ...Read More

4

યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૪

આગળ જોયું કે રઘુવીર ગુરુમાં ને મળે છે અને બીજી બાજુ ઓમ ને એનાં સવાલોનો જવાબ મળે છે કે એ યક્ષીણી છે એક દૈવીય સ્ત્રી.તેથી શિવાની અને ઓમ રાતે જંગલમાં જવાનું વિચારે છે. રાતે જમી ને બધાં સૂઈ ગયાં પછી ઓમ અને શિવાની બહાર જવા નીકળ્યા. બંને એ ઘરની બહાર રઘુવીર ને જતાં જોયો. "આ અત્યારે કયાં જાય છે?" ઓમ બોલ્યો. "ચાલ , આપણે એની પાછળ જઈએ." શિવાનીએ કહ્યું બંને રઘુવીરનો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચ્યા.રઘુવીર ને દરવાજો ખોલતાં જોઈ ઓમ એ શિવાની ને કહ્યું, "આ ગુપ્ત ગુફામાં શું કરવા જાય છે?" બંને દોડીને ગુફાનો દરવાજો બંધ થવા ...Read More

5

યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૫

આગળ જોયું કે ઓમ ને કમંડલ વિશે જાણ થાય છે અને તે ગુરુમાં ના કહ્યા મુજબ રાતે પુસ્તક લઈને જાય છે અને પુસ્તકમાં લખેલી પહેલી મુજબ ફુલ શોધે છે. ચારેબાજુ વૃક્ષનાં સ્થાને ફુલોનાં છોડ દેખાતા હતા. ઓમ એ તેમાં નાં કેટલાંક ફુલ તોડ્યા.ઓમ એ ફુલ વૃક્ષ પાસે ચઢાવે છે.રાહ જોયા બાદ પણ યક્ષી દેખાતી નથી. ફરીથી ઓમ પુસ્તકમાં જોઈ છે. "છતાંય આકર્ષાય છે એક પુષ્પથી...., એક ફુલ......પણ અહીં તો કેટલાં બધાં ફુલ છે એમાંથી એક કયું હશે...?"ઓમ વિચાર કરે છે. તે પુસ્તકમાં ચિત્ર જોઈ છે પણ એમાં ઓમ ને કંઈ નવું નથી દેખાતું. ઘણું વિચાર કર્યા પછી પણ ઓમ ...Read More

6

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૬

આગળ જોયું કે ઓમ એ પહેલો પડાવ પાર કરી લીધો છે. યક્ષીણી ઓમ ને ભુતકાળમાં બનેલી ઘટના જણાવે છે યક્ષીણી એ અહંકારને વશ થઈ તપસ્વીને જીવતો સળગાવી દીધો છે. તપસ્વી મરતાં મરતાં બોલે છે, "મહાદેવ...." અને એનું દેહ ભસ્મ બની જાય છે. "તે જ ક્ષણે જોરથી પવન ફૂંકાય છે અને મારી સામે એક આકૃતિ બનવા લાગે છે અને ધીરે ધીરે તે આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગે છે. મેં તેમને હાથ જોડીને પ્રણામ કર્યું.તે બીજું કોઈ નહીં સ્વયં મહાકાલ સદાશિવ મહાદેવ હતાં. તે હંમેશા તેમના ભક્ત ની પુકાર પર હાજર થઈ જાય છે." યક્ષીણી એ કહ્યું. "તો એ તપસ્વી શિવ ભક્ત ...Read More

7

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૭

આગળ જોયું કે યક્ષીણી ઓમ ને તેની શકિતઓ વિશે અને ગુરુમાં નાં પુનર્જન્મ વિશે જણાવે છે.યક્ષીણી અને ઓમ કમંડલ માટેનાં બીજા પડાવ તરફ જઈ રહ્યા છે અને સૂર્યોદય થતાં જ યક્ષીણી અદશ્ય થઈ જાય છે. યક્ષીણીનાં અદશ્ય થયાં પછી ઓમ માર્ગમાં આગળ વધે છે અને થોડે દૂર પહોંચતા અચાનક ઊભો રહી જાય છે. "આ શું આગળ તો પર્વત છે , આ પર્વત ચઢીને નહીં જવાનું હોય તો સારૂં....." ઓમ પર્વતની ઊંચાઈ જોઈને મનમાં વિચારે છે. ઓમ એ પર્વત પાસે પહોંચે છે. એ ત્યાં ઝાડ પાસે નીચે બેસી જાય છે અને બૅગ માંથી પાણીની બોટલ અને પુસ્તક કાઢે છે.ઓમ પાણી ...Read More

8

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૮

આગળ જોયું કે ઓમ તેની મનની શકિતથી પર્વત માં માર્ગ બનાવે છે અને આગળ ગુફા તરફ જાય છે.ગુફા ચારે બંધ હતી તેથી ઓમ બહાર નીકળ્વાનો રસ્તો શોધે છે. ઓમ નીચે પુસ્તક શોધે છે અને ટોર્ચનાં પ્રકાશમાં તે પુસ્તક માં જોઈ છે. "પથ્થરોમાં જ માર્ગ છે , કર એટલે અહીં હાથ ની વાત કરી લાગે છે...હાથ ઉઠાવી વાર કરું તો રસ્તો ખુલશે..પણ હું હાથ ઉઠાવીને વાર કરીશ તો મારો હાથ તુટી જશે પથ્થર ને કશું નહીં થાય....પણ ચામાચીડિયુંને લીધે આ પથ્થર ન ખસ્યો હોય અને મારા હાથ થી ખસ્યો હોય તો.....!! ઓમ વિચાર કરે છે. નાનો પથ્થર ખસ્યો હતો તે ...Read More

9

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૯

આગળ જોયું કે ઓમ ગુપ્ત ગુફામાં પડી જાય છે અને તેને ગુફામાંથી વિશાળકાય નાગ બહાર કાઢે છે.તે તળાવનું પાણી ઘાવ પર રેડે છે અને તેનાં બધાં ઘાવ ચમત્કારિક રીતે સારાં થઈ જાય છે. ઘાવ સારાં થવાથી ઓમ તેનાં પગ પાણીમાં મૂકે છે અને મોઢું ધોવા વાંકો વળે છે ત્યારે જ તેની નજર પાણી માં પડે છે. તે આમ તેમ જુએ છે પણ ત્યાં કોઈ દેખાતું નથી.ઓમ ફરી પાણીમાં જોઈ છે. "આ કોણ છે.....?જેની સૂરત તો મારા જેવી જ છે પણ માથે મહાદેવ જેવી જટા અને કપાળ પર ભસ્મ લગાવેલી છે. ઓમ હાથથી પાણી હલાવે છે પણ એ પ્રતિબિંબ હલતું ...Read More

10

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૦

આગળ જોયું કે ઓમ તળાવના પાણીમાં પોતાનું વિચિત્ર પ્રતિબિંબ જોઈ છે. તે આગળ વધે છે અને કમંડલ પાસે પહોંચે મેળવવા માટે ભસ્મની જરુર હોવાથી તે અગ્નિમાં પ્રવેશે છે. ઓમ મહાદેવનું નામ લઈને તેનું શરીર અગ્નિને સોંપી દે છે. અગ્નિની જ્વાલા ઓમના શરીર ને તાપ આપે છે પણ ઓમને કંઈ હાનિ થતી નથી તેથી ઓમ આંખો ખોલે છે. "અગ્નિની વચ્ચે ઊભો છું તો પણ મને કંઈ થતું કેમ નથી...?" ઓમ વિચારે છે. અચાનક બધાં કમંડલ ભેગા થઈને એક બની જાય છે અને એક અવાજ સંભળાય છે : " નિ:સ્વાર્થ ભાવના એ યક્ષીણી ની મદદ કરવા તમે તમારા દેહને અગ્નિ ને ...Read More

11

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૧

આગળ જોયું કે અઘોરી યક્ષીણીનું રુપ લઈને ઓમ પાસેથી કમંડલ લઈ જાય છે.ત્યાર બાદ ગુરુમાં અને યક્ષીણી ઓમને અઘોરી જણાવે છે. અઘોરીએ મહાદેવ ને કહયું કે " મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ એવા મનુષ્યનાં હાથે જ થાય કે જેણે....કોઈ પણ લોભ વિના એક એવી દેવીની મદદ કરી હોય તે પણ એવી દેવી જેણે વર્ષોથી પોતાની દૈવીય શકિતઓનો ઉપયોગ કર્યો ન હોય....., મહાદેવ એ તેને આ વરદાન આપ્યું. જે લગભગ અસંભવ જ હતું કારણ કે એક દેવી તેની શકિતઓનો ઉપયોગ ન કરે... અને તે દેવી થઈને એક મનુષ્યની મદદ લે.. એવું બને જ નહીં અને કલિયુગમાં કોઈપણ લોભ ...Read More

12

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૨

આગળ જોયું કે મહાદેવએ અઘોરીને જે વરદાન આપ્યું તેનાં વિશે ઓમ વાતચીત થઈ અને ઓમને પોતાની વાસ્તવિકતાની જાણ થઈ. અઘોરીનાં આહવાન પર તેની પાસે ગઈ. ઓમ એ આંખો બંધ કરી યક્ષીણીને જોઈ અને તે પણ અદશ્ય થઈ ગયો. "ઓમ અઘોરીને મારી શકશે...ગુરુમાં?" રઘુવીર એ પુછયું. "હા, ઓમનું વાસ્તવિક રૂપ એટલું પ્રચંડ છે કે આજ સુધી તેમની સામે કોઈ જીતી શકયું નથી." ગુરુમાં એ કહ્યું. બીજી બાજુ ઓમ એક તુટેલા કિલ્લામાં પહોંચે છે. ત્યાં મંત્રોચ્ચારનો અવાજ આવતો હતો.ઓમ તે અવાજ જ્યાંથી આવતો હતો તે તરફ ગયો. અઘોરી યજ્ઞવેદી સામે બેઠેલો હતો અને મંત્રોનાં જાપ કરતો હતો. ઓમ એ બીજી તરફ ...Read More