શિવાલી

(1.4k)
  • 94.8k
  • 84
  • 49.5k

આ એ સમય ની વાત છે જ્યારે સત્ય હજુ જીવીત હતું. લોકો ચમત્કાર, શ્રાપ, આશીર્વાદ, આત્મા વગેરે માં વિશ્વાસ કરતા હતા. જ્યાં અઘોરી અને પંડિતો પાસે સારું અને ખોટું કરવાની શક્તિ હતી. જ્ઞાની લોકો લોકકલ્યાણ માટે પોતાનો જીવ પણ આપતા ખચકાતા નહોતા.શંકારગઢ ની એક હવેલીમાં આજે બહુ ચહલપહલ હતી.અચાનક જ રમાબેન ચક્કર ખાઈ ને નીચે પડી ગયા.હવેલીમાં દોડા દોડ થઈ ગઈ. રમાબેન ના સાસુ ગૌરીબા એ બૂમ પાડી, અરે કોઈ પસા ને   ફોન કરો. ને કાના તારા શેઠ ને ફોન કર કે જલ્દી ઘેર આવે. નહીંતો પાછો મારોજ વાંધો પાડશે. એટલામાં પસાભાઈ એટલે કે પરષોત્તમભાઈ ડોકટર આવી ગયા. એ ઘરના સભ્ય જેવા

Full Novel

1

શિવાલી ભાગ 1

આ એ સમય ની વાત છે જ્યારે સત્ય હજુ જીવીત હતું. લોકો ચમત્કાર, શ્રાપ, આશીર્વાદ, આત્મા વગેરે માં વિશ્વાસ હતા. જ્યાં અઘોરી અને પંડિતો પાસે સારું અને ખોટું કરવાની શક્તિ હતી. જ્ઞાની લોકો લોકકલ્યાણ માટે પોતાનો જીવ પણ આપતા ખચકાતા નહોતા.શંકારગઢ ની એક હવેલીમાં આજે બહુ ચહલપહલ હતી.અચાનક જ રમાબેન ચક્કર ખાઈ ને નીચે પડી ગયા.હવેલીમાં દોડા દોડ થઈ ગઈ.રમાબેન ના સાસુ ગૌરીબા એ બૂમ પાડી, અરે કોઈ પસા ને ફોન કરો. ને કાના તારા શેઠ ને ફોન કર કે જલ્દી ઘેર આવે. નહીંતો પાછો મારોજ વાંધો પાડશે.એટલામાં પસાભાઈ એટલે કે પરષોત્તમભાઈ ડોકટર આવી ગયા. એ ઘરના સભ્ય જેવા ...Read More

2

શિવાલી ભાગ 2

ચારેતરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. પણ હવેલી ના એક રૂમમાં અત્યારે માતમ છવાયેલો હતો. રાઘવભાઈ પછી નો ભાઈ જનક તેની પત્ની શારદાબેન અને નાના ભાઈભાભી ભરતભાઇ રેવતીબેન ને બરાબર ગુસ્સામાં બોલતો હતો.શું ધ્યાન રાખ્યું તમે લોકોએ?આવું બન્યું જ કેવી રીતે?અમે બન્ને તો બહાર કામ માટે જઈએ છીએ પણ તમે બન્ને ઘરમાં રહી ને શું કરો છો?કેવી રીતે, કેવી રીતે રમાભાભી નો પગ ભારે થઈ ગયો?એક કામ તમને બન્ને ને સોંપ્યું હતું એ પણ તમારા થી ના થયું?શારદાબેન બોલ્યા, મને પણ એ જ નથી સમજાતું કે આવું કેવી રીતે બન્યું?તો સમજ પાડો ભાભી આ સમાચાર આપણા માટે સારા ...Read More

3

શિવાલી ભાગ 3

ગુરુમાં એક આધ્યાત્મિક શકિત ધરાવતા વ્યક્તિ છે. એમના વડવાઓ વર્ષો થી ભગવાન શિવના ભક્ત હતા. તેમના કુટુંબ પર ભગવાન આશીર્વાદ હતો કે તેઓ ભૂત ભવિષ્ય ને જોઈ શકતા હતા. રમાબેન નો પરિવાર વર્ષો થી ગુરુમાં ના પરિવાર નો સેવક છે. તેમની પેઢી દર પેઢી ગુરુમાં ના પરિવાર ના સત્યો ને માનતી આવી હતી. ગુરુમાં હંમેશા રમાબેન ના પરિવાર ની પડખે રહ્યા હતા ને આજે પણ એ રમાબેન ની મદદ માટે જ આવ્યા હતા.રાઘવભાઈ એ તરતજ મંદિરે જવાની ગોઠવણ કરી દીધી. દર્શન માટે ગુરુમાં, રમાબેનના ભાઈભાભી, ગૌરીબા અને રમાબેન રાઘવભાઈ પણ તેમની સાથે ગયા.મંદિર ની ખૂબ આસ્થા હતી. આ મંદિર ...Read More

4

શિવાલી ભાગ 4

રમાવહુ ચાલો મોડું થાય છે. રાઘવ ક્યાં છે તું?બા રાઘવશેઠ બહાર ગાડી એ છે તમારા બધા ની રાહ જોતા પુની જલ્દી ચાલ, શુ કરો છો? આરતી પુરી થઈ જશે.અરે રમાબેન ધીરે ક્યાંક પડી જશો.હા પુની મને ધ્યાન છે. તને ખબર છે કેટલા દિવસે હું ભોળનાથ ના મંદિરે જાવ છું?હા બેન ખબર છે. પણ હવે ચાલો નહીંતો બા બોલશે.આજે આરતી મારો રાઘવ અને રમાવહુ કરશે. કેટલો સમય થઈ ગયો એમની સાથે મંદિર આયે.હા બા ચાલો હવે. નહીંતો આરતી રહી જશે, રાઘવભાઈ બોલ્યા.મંદિર ના આંગણે ગાડી ઉભી રહી. રાઘવભાઈ રમાબેન સાથે મંદિરમાં પ્રવેશ્યા.પંડિતજી એ આરતી ની થાળી રાઘવભાઈ ને આપી ને ...Read More

5

શિવાલી ભાગ 5

ગૌરીબા તાવીજ લઈ ને પોતાના રૂમમાં આવી જાય છે. એ ફકીર શુ કહી ગયો? એને કેવી રીતે ખબર પડી કોઈ નથી ઇચ્છતું કે બાળક જન્મ લે? મને ખબર છે કે બાળકનું દુશ્મન કોણ છે? પણ આ ફકીર ની વાત કઈ અલગ છે.રાઘવભાઈ સવારમાં સવારમાં મંદિરમાં પંડિતજી પાસે પહોંચી જાય છે.ૐ નમઃ શિવાય પંડિતજી.ૐ નમઃ શિવાય રાઘવભાઈ. કેમ છો?પંડિતજી કઈ સારું નથી મને તમારી મદદ ની જરૂર છે.રાઘવભાઈ પંડિતજી ને રાતની આખી ઘટના કહી સંભળાવે છે. પંડિતજી એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ અને જ્ઞાની પુરુષ છે. એમના વડવાઓ જ્યાર થી આ મંદિર ની સ્થાપના થઈ ત્યાર થી તેની સેવાપૂજા કરતા હતા. ...Read More

6

શિવાલી ભાગ 6

જનકભાઈ ગૌરીબા અને ફકીર ની વાતો સાંભળી ત્યાં થી સીધા ઓફિસે આવી ગયા. ત્યાં જઇ એમણે ભરતભાઇ ને પોતાની બોલાવ્યા.ભરત મોટાભાઈ આવી ગયા?ના હજુ નથી આવ્યા.આજે કોઈ ફકીર બા ને મળવા આવ્યો હતો. એણે બા ને જે કહ્યું એ પર થી લાગે છે કે બા ને શંકા ચોક્કસ થઈ હશે.શા ની શંકા ભાઈ? ને કોણ ફકીર?આજે સવારે એક ફકીર બા ને રમાભાભી પર સંકટ છે એમ કહેતો હતો. એણે બા ને એક તાવીજ પણ આપ્યું છે રમાભાભી ને પહેરાવવા.ભાઈ પણ એ કેવી રીતે બને આ વાત તો આપણા બે વગર કોઈ જાણતું નથી તો પછી..........એતો મને નથી ખબર પણ ...Read More

7

શિવાલી ભાગ 7

ચારુબેન એ ગૌરીબા ની માસિયાય બહેન થાય. એ દેવગઢ માં પોતાના પરિવાર સાથે રહે છે. નાનપણ થી બન્ને સાથે થયેલા. બન્ને વચ્ચે નો સબંધ એટલો મજબૂત અને સુલેહભર્યો હતો કે તે બન્ને બહેનો નહિ પણ બહેનપણી લાગતા હતા. બન્ને હંમેશા એકબીજા ની પૂરક બની રહેતી. ગૌરીબા થોડા નરમ અને શલુકાઈ વાળા હતા. જયારે ચારુબેન નાનપણ થી જ બહાદુર અને હોશિયાર હતા. એમનો સ્વભાવ થોડો કડક હતો. કોઈ ની હિંમત ના થાય કે ચારુબેન ને કઈ કહે.ગૌરીબા ના લગ્ન એમના કરતા વહેલા થયેલા. ગૌરીબા ના લગ્ન ના થાય એટલે ચારુબેન એમને અનાજ ના ગોદામમાં બંધ કરી દીધા હતા. ને પોતે ...Read More

8

શિવાલી ભાગ 8

બા બા જલ્દી ચાલો રમાબેન ની તબિયત બગડી છે, પુની દોડા દોડ ગૌરીબા ને બોલવા આવી.શુ થયું પુની? કેમ પાડે છે? ચારુબેને પૂછ્યું.માસી મને લાગે છે કે સમય આવી ગયો છે બાળક ના જન્મ નો.તો ઉભી શુ છે જલ્દી ચાલ. ગૌરી જલ્દી ચાલ રમાવહુ ને વેણ ઊપડ્યું છે.ગૌરીબા વહેલા વહેલા ઉભા થઈ ચાલવા લાગ્યા. ચારુ તું રમા પાસે જા હું પસાને બોલવું.હા ગૌરી જલ્દી કરજે.કાના ઓ કાના પસાને ફોન કર ને કે જલ્દી આવે. રમાવહુ નો સમય થઈ ગયો છે. ને રાઘવ ને પણ ફોન કર.હા બા હમણાં જ કરી દઉં, કહેતો કાનો ફોન કરવા દોડ્યો.પુની શારદાવહુ ને પાણી ...Read More

9

શિવાલી ભાગ 9

ઘંટળી ના મધુર રણકાર જેવો અવાજ પાછળ થી આવ્યો, તમે લોકો એને હેરાન ના કરો. એને વાગ્યું છે એટલે ઉદ્યમ મચાવે છે.રાજકુમાર સમરસેને અવાજ ની દિશા માં જોયું તો એક અતિ સુંદર નાજુક નમણી નવ્યોવના ઘોડા પર સ્ફૂર્તિ થી આવી રહી હતી.તમે લોકો એને હેરાન ના કરો. એ તકલીફ માં છે. તમે છોડો એને, બોલતા બોલતા એ યૌવના ઘોડા ની નજીક આવી ગઈ.સમરસેને ઘોડા તરફ જોયું તો ઘોડાના પગ માં થી લોહી નીકળતું હતું.બધા સૈનિકો ચારે બાજુ થી ઘોડાને ઘેરી વળ્યાં હતા. તે યૌવના ઘોડા પર થી ઉતરી ને પેલા ઘાયલ ઘોડા તરફ ગઈ. તેણે પોતાનો હાથ ઘોડાની પીઠ ...Read More

10

શિવાલી ભાગ 10

પંડિતજી હાર તૈયાર છે તમે શિવજી ને ચડાવી દો.હા, લાવો દીકરા. ને આ ફૂલ તારા માટે જન્મદિવસ ની શુભકામનાઓ. ભોળાનાથ તને ખૂબ સુખી રાખે.ધન્યવાદ પંડિતજી. બધા શિવરાત્રી ની ઉજવણી ખૂબ ધૂમધામ થી કરી રહ્યા છે. ધર્મશાળામાં બધાજ ભક્તો માટે જમવાનું ચાલે છે. દૂર દૂર થી લોકો ભગવાન ભોળાનાથ ના દર્શને આવ્યા છે. ચારેતરફ બમ બમ ભોલે નો ગર્જનાદ છે.ત્યાં એક અજીબ ઘટના ઘટી. શિવાલી ભગવાન ભોળાનાથ ને ચડાવવા થાળ લઈ ને જતી હતી એ થાળ પર અચાનક એક ઘાયલ કબૂતર આકાશમાં થી થાળ માં પડ્યું. ને એના લોહી નીતરતા શરીર ના લોહી થી થાળ ખરડાઈ ગયો. ને અચાનક બનેલી ઘટના ...Read More

11

શિવાલી ભાગ 11

બીજા દિવસે શિવ શિવાલી ને લઈ દેવગઢ ફરવા નીકળ્યો. સૌથી પહેલા તેઓ શિવ મંદિર ગયા. દેવગઢ નું શિવ મંદિર મોટું હતું. તેમજ તે જુના રાજાઓ ના સમય નું હતું જેનું બાંધકામ ખૂબ જ મજબૂત અને નકક્ષીકામ વાળું હતું. શિવાલી તો ખૂબ ખુશ થઈ ગઈ. તેણે ત્યાં ભગવાન શિવ ની પૂજા કરી.ખૂબ સુંદર છે મંદિર. ને કોતરણી તો ખુબજ સરસ છે.હા આ મંદિર રાજાઓ ના સમય થી છે ને સમયે સમયે તેનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવે છે એટલે હજુ એવું ને એવું છે. દૂર દૂર થી લોકો અહીં દર્શન કરવા આવે છે. ચાલો હું તમને બીજું બધું બતાવું.બન્ને મંદિરમાં થી ...Read More

12

શિવાલી ભાગ 12

શિવાલી રાતની વાત થી હજુ ડરેલી હતી. તેને આજે એકલા સુવામાં ડર લાગતો હતો. એટલે તે પુની પાસે ગઈ.પુનીમાસી તમે મારી સાથે સુઈ જજો.કેમ શિવાલી? ડર લાગે છે?હા માસી. કાલે રાત્રે મને રડવાનો અને ચીસો નો અવાજ સંભળાતો હતો. મને જોવું છે કે એ મારૂ સપનું હતું કે હકીકત?સારું હું તારી સાથે સુઈ જઈશ. એ દિવસે કોઈ અવાજ શિવાલી ને સંભળાયો નહિ. તે શાંતિ થી સુઈ ગઈ.સવારે એણે ગૌરીબા ને કહ્યું, દાદી કદાચ એ મારો વહેમ કે સપનું હશે. આજે મને કઈ સંભળાયું નહિ.ગૌરીબા એ એને ચૂમી લીધી મારી દીકરી.કેમ સવાર સવાર માં આટલો બધો પ્રેમ ઉભરાય છે ગૌરી?કઈ ...Read More

13

શિવાલી ભાગ 13

શિવાલી એક અદ્રશ્ય ખેંચાણ થી મહેલ તરફ ચાલવા લાગે છે. મહેલમાં પહોંચી એ ચારેતરફ જોવા લાગે છે પણ એને કોઈ દેખાતું નથી. એ મહેલ ના ઉપર જવાના પગથિયાં તરફ આવે છે. શુ હશે ઉપર? શુ સાચે જ કોઈ આત્મા છે ત્યાં? શિવે જે કહ્યું તે ખરેખર સાચું છે? શિવાલી નું મન એક સાથે અનેક પ્રશ્નો થી ઘેરાય ગયું. એ પગથિયાં પર ના બંધ રસ્તાને ખોલી નાંખી ને મહેલના ઉપરના ભાગમાં જવા લાગે છે. મહેલની ઉપરનો ભાગ ખૂબ જ સુંદર અને અદ્ધતિય કોતરણી થી બનેલો હોય છે. શિવાલી આ જોઈ ને આનંદિત થઈ જાય છે. એ ચાલતી ચાલતી એ રૂમ પાસે આવી ...Read More

14

શિવાલી ભાગ 14

શિવાલી ફરી ભાનમાં આવી જાય છે. હવે તે થોડી સ્વસ્થ છે પણ હજુ અસમંજસ માં છે. તેની સામે ચન્દ્રપ્રભા આત્મા ઉભી છે. એ પહેલા પણ ચન્દ્રપ્રભા થી ડરતી હતી. ને સામે એને જોઈ ને એ બોલી પડે છે, રાજકુમારી ચન્દ્રપ્રભા? હા રાજકુમારી ચન્દ્રપ્રભા. તો તને તારો પાછલો જન્મ યાદ છે કનકસુંદરી.હવે શિવાલી ને બધું યાદ આવી ગયું હતું. પણ એ ચન્દ્રપ્રભાને જોઈ ને ડરી ગઈ હતી.તારા લીધે હું અહીં કેદ થઈ ગઈ. તે મારુ બધુજ છીનવી લીધું. મારુ જીવન નર્ક બની ગયું અને હું આ અંધારા ઓરડામાં મૃત્યુ પામી. તારા લીધે સમરસેન મને ના મળી શક્યો. હું તને નહિ છોડું. ...Read More

15

શિવાલી ભાગ 15

શિવાલી મહેલમાં આકુળવ્યાકુળ છે. તે ખૂબ થાકી ગઈ છે. તેને બહાર જવાનો કોઈ રસ્તો હવે દેખાતો નથી. તેને ખૂબ લાગી છે. તે ખાવાનું શોધવા લાગે છે. ત્યાં મહેલમાં તેને કોઈ ખોરાક મળતો નથી. કેમકે બધું જ રાજકુમારી ની શક્તિઓ થી ઉતપન્ન થયેલું છે. એટલે તે કઈ ખાઈ શકાય તેવું નથી. તે મહેલમાં ખાવાનું શોધતા શોધતા મહેલના બગીચામાં આવી જાય છે જ્યાં ઘણા બધા વૃક્ષો છે. જેમાં ફળના પણ વૃક્ષ છે. એ જલ્દી જલ્દી ત્યાં જવા માટે ચાલવા લાગે છે. પણ એ વૃક્ષ પાસે પહોંચે તો છે પણ ફળ તોડી ખાઈ શક્તિ નથી. કેમકે એ બધું મિથ્યા છે. ભૂખના કારણે તેનું ...Read More

16

શિવાલી ભાગ 16

આ બાજુ રાજકુમારી ચન્દ્રપ્રભાની આત્મા શિવાલી ને મારવા ના રસ્તા શોધી રહી છે. તે પોતાની શક્તિઓ ને જાગ્રત કરી નો પ્રયત્ન કરે છે. તો એને ખબર પડે છે કે માત્ર કનકસુંદરી જ નહિ પણ સમરસેન નો પણ પુનઃજન્મ થયો છે. ને સમરસેન અને કનકસુંદરીનું મિલન એ એના અંત નું કારણ બનશે. તે પોતાની શક્તિઓ થી સમરસેનને શોધવાનો પ્રયત્ન ચાલુ કરી દે છે.બીજા દિવસે ફકીરબાબા અને પંડિતજી બધા ને ભેગા કરે છે.જુઓ રાઘવભાઈ અમે શિવાલી ને મહેલમાં થી બહાર લઈ આવવાનો રસ્તો શોધ્યો છે.તો પંડિતજી જલ્દી ચાલો આપણે શિવાલીને લઈ આવીએ.જુઓ રાઘવભાઈ આમ અધીરા ના બનો. પહેલા તમે પુરી વાત ...Read More

17

શિવાલી ભાગ 17

શિવ ક્યાં જાય છે. ચારુબેને પૂછ્યું.બા મંદિરે જાવ છું.ચારુબેન તેનો હાથ પકડી તું અહીં આવ. બેસ મારી પાસે. દીકરા દિવસ થી જોવ છું. તું ઉદાસ ઉદાસ રહે છે. ખાવા નું પણ બરાબર ખાતો નથી. તારી તબિયત તો સારી છે ને?હા બા મારી તબિયત સારી છે. આ સમસ્યાઓ ને લીધે થોડો ઉદાસ છું. જો દીકરા સમસ્યાઓ નું સમાધાન પણ મળી જશે. તું ચિંતા ના કર. સૌ સારાવાના થઈ જશે.જી બા. તમે ચિંતા ના કરો. એટલું બોલતા એ પોતાનો ચહેરો છુપાવતો મંદિર જવા નીકળી જાય છે. જો બા એની આંખના આંસુ જોઈ જતા તો તેમને શુ કહેતો?ચારુબેન ની અનુભવી નજર શિવ ની ...Read More

18

શિવાલી ભાગ 18

પંડિતજી બોલ્યા, જેવી તમારી ઈચ્છા. બધા હવેલી આવી જાય છે.આ બધી વાતો માં શિવ એક મુખ્ય વ્યક્તિ થઈ ઉપસ્યો બધા એ વાત થી પરેશાન હતા કે શિવ શુ કરી શકશે? ને શુ ખરેખર અઘોરી ની વાત સાચી હતી? ઘણા બધા પ્રશ્નો હતા બધા ના મનમાં, પણ જવાબો હજુ સુધી મળ્યા નહોતા કે મળવા મુશ્કેલ હતા.શિવ ની હાલત બધા કરતા અલગ હતી. એ તો હજુ એજ વિચારમાં હતો કે શિવાલી શુ કરતી હશે? જો પોતે સમરસેન હોય તો તે કેવી રીતે શિવાલી ની મદદ કરશે? એનું મન એક અજાણ આંનદ થી ખુશ થયું હતું કે તે સમરસેન નો બીજો જન્મ ...Read More

19

શિવાલી ભાગ 19

ચાલતા ચાલતા એ લોકો જંગલ માં ઘણા અંદર આવી ગયા હતા. એ થાકી ગયા હતા. ભૂખ પણ લાગી હતી. ઝાડ નીચે બેસી ને પોતાની પાસે જે ખાવાનું છે તે ખાય છે ને થોડો આરામ કરે છે. થાકના કારણે બન્ને ની આંખ મળી જાય છે. ત્યાં અચાનક કોઈ જોર જોર થી બુમો પાડતું હોય એવા અવાજો સંભળાય છે. શિવ ની આંખ તરત જ ખુલી જાય છે તે આજુબાજુ જોવા લાગે છે. અવાજ સતત આવ્યા કરે છે. હવે ગોની પણ જાગી જાય છે.શુ થયું? આ કેવો અવાજ છે? ગોની એ પૂછ્યું.ખબર નહિ પણ કોઈ તકલીફમાં લાગે છે. ચાલ જોઈએ. બન્ને અવાજ ની ...Read More

20

શિવાલી ભાગ 20

ફરી થી શિવ, ગોની અને ઝુકીલા એ પોતાની મુસાફરી ચાલુ કરી દીધી હતી. એ લોકો જંગલની ખૂબ અંદર આવી હતા.શિવ, ઉભો રહે.શુ થયું ઝુકીલા?શાંત શિવ શાંત. મને સાંભળવા દો. ઝુકીલા શાંત થી કઈ સાંભળવાનો પ્રયત્ન કરે છે. શિવ આ બાજુ ચાલો.પણ કેમ? શુ થયું ઝુકીલા?શિવ આ બાજુ બધા પંખીઓ બહુ કોલાહલ કરે છે. મને લાગે છે કે કઈ થયું છે. આપણે એ દિશામાં ચાલીએ. બધા ઝુકીલા ની સાથે ચાલે છે. થોડા આગળ જાય છે ત્યાં તેમને પંખીઓ નો કોલાહલ સંભળાય છે.અરે આ લોકો કેમ આટલો અવાજ કરે છે? ગોની એ કાન બંધ કરતા પૂછ્યું.ઝુકીલા શુ થયું છે? આ પંખીઓ ...Read More

21

શિવાલી - ભાગ 21

શિવ શિવ આંખ ખોલ, ગોની શિવ ને હલાવી ને બોલે છે. સુતેલી ઝુકીલા જાગી જાય છે.શુ થયું? શિવ શિવ. ધીરે ધીરે આંખ ખોલે છે. એ ઝુકીલા અને ગોની ની સામે જોવે છે. ગોની હાથ નો ટેકો આપી એને બેસાડે છે. શિવ ને હજુ નબળાઈ લાગે છે.શિવ હવે કેવું લાગે છે? ઝુકીલા એ પૂછ્યું.સારું લાગે છે પણ શરીરમાં કળતર થાય છે. માથું ગોળ ગોળ ફરે છે.તું ચિંતા ના કર સારું થઈ જશે. ઝુકીલા તું શિવ ને સંભાળ હું થોડા ફળ લઈ આવું. ગોની ફળ લેવા જાય છે.ઝુકીલા બધું બરાબર છે ને? તમને લોકો ને વાગ્યું તો નથી ને?ના શિવ તું ચિંતા ...Read More

22

શિવાલી ભાગ 22

શુ છે ગોની કહેતો શિવ જુવે છે. તેની આંખો ફાટી જાય છે. ઝુકીલા ઝુકીલા જો આ શુ છે તે પણ એ બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. શિવ આ તો ગુફા છે.હા ઝુકીલા આ એજ ગુફા છે જે આપણે શોધી રહ્યાં છીએ શાઉલ ની ગુફા. ત્રણેય જણ ખુશ થઈ જાય છે અને ગુફા તરફ દોડવા લાગે છે. એટલા જલ્દી એ લોકો ત્યાં પહોંચી જાય છે માનો ઉડી ને પહોંચી ગયા. ત્યાં જઈને ત્રણેય હાંફી જાય છે ને ગુફાના દરવાજે બેસી જાય છે. ત્રણેય ની ખુશી નું કોઈ માપ નથી.ચાલો હવે અંદર જઈએ. ત્રણેય ગુફા ની અંદર જાય છે.શિવ આ ગુફા ...Read More

23

શિવાલી ભાગ 23

ઝુકીલા ના કબીલા પર બધા આવી જાય છે. ઝુકીલાના દાદા બધા ને જોઈ ને ખુશ થઈ જાય છે. આવો, રહી મુસાફરી? દાદાજી એ પૂછ્યું.એકદમ સરસ દાદાજી. ખૂબ મજા આવી, ઝુકીલા બોલી.દાદાજી એ શિવ ને પૂછ્યું, તમે જે કામ માટે આવ્યા હતા તે થઈ ગયું? શાઉલ ની આત્મા સાથે મુલાકાત થઈ?હા દાદાજી શાઉલ ની આત્મા સાથે મુલાકાત થઈ. એમણે મદદ કરવા ની હા કહી છે. ખૂબ સરસ. તમે થાકી ગયા હશો થોડો આરામ કરો હું ભોજનની વ્યવસ્થા કરવું.હા દાદાજી ઘણો સમય થઈ ગયો સારું ભોજન કર્યાનો. ચાલો હું મદદ કરું. મારે તમને બહુ બધું કહેવાનું છે.ના ઝુકીલા તું આરામ કર થાકી ગઈ ...Read More

24

શિવાલી ભાગ 24

શિવ, ગોની અને ઝુકીલા દેવગઢ આવી જાય છે.ગોની, ઝુકીલા આ મારુ ઘર છે, શિવે કહ્યું.ત્યાં હવેલીના પ્રાંગણમાં બેસેલા રાઘવભાઈ મોટાભાઈ શિવ ને આવેલો જુવે છે. તેઓ ખુશ થઈ જાય છે. રાઘવભાઈ તો દોડતા જઈને શિવ ને વળગી પડે છે. શિવ તું આવી ગયો? તું કેમ છે દીકરા?હું સારો છું કાકા. તમે કેમ છો?અમે બધા સારા છીએ. આ શિવાલીના મામા છે રાઘવભાઈ એ રમાબેનના મોટાભાઈ ની ઓળખ આપી.શિવે તેમના ચરણ સ્પર્શ કર્યા.અરે તું ઉભો કેમ છે ચાલ અંદર રાઘવભાઈ જોર થી બુમો પાડવા લાગ્યા, બા, રમા, માસી જુઓ આ કોણ આવ્યું છે? જલ્દી આવો બધા. આપણો શિવ આવી ગયો.રાઘવભાઈ ની ...Read More

25

શિવાલી ભાગ 25 - છેલ્લો ભાગ

મહેલ ની બહાર ખુલ્લા મેદાનમાં બધા અઘોરી યજ્ઞ માટે ભેગા થઈ ગયા છે. પંડિતજી એ રાજકુમારીના શરીર ના અંતિમસંસ્કાર બધી તૈયારી કરી દીધી હતી. ગુરુમાં પોતાના આસન પર બિરાજમાન થઈ ગયા હતા. ફકીરબાબા પણ પોતાની તૈયારીમાં હતાં. શિવ હવે મહેલની અંદર જવાનો સમય થઈ ગયો છે ચાલ, અઘોરીબાબા એ કહ્યું. ને ધ્યાન રાખજે તારે રાજકુમારી ની આત્મા થી બચવાનું છે. ને પહેલા શિવાલી પાસે જવાનું છે. ને પછી શિવાલી ને લઈ ને તારે એ રૂમમાં જવાનું છે જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભા નું શરીર છે. કેમકે શિવાલી ને એ રૂમ ક્યાં છે તે ખબર હશે. એટલે એ તને ત્યાં ઝડપ થી લઈ ...Read More