આસક્તિ

(124)
  • 8.3k
  • 20
  • 3.3k

આસક્તિ ભાગ -1 ફરી નીલે ઘડિયાળ જોઈ આજે ખુબ મોડું થયું ધારીણીને, નીલ ક્યારનો તેની રાહ જોઈ રહ્યો હતો અને વારંવાર ઘડિયાળ જોતો હતો. તેણે ફરી મોબાઈલ હાથમાં લઇ ધારીણીને ફોન લગાડ્યો. સતત રીંગ વાગી રહી છેલ્લે બેન બોલ્યા તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી તે પણ તેણે આખું સાંભળી લીધું. “ઓહ ભગવાન આજે કેમ આવું થયું, ધારીણી ક્યારેય મોડું નથી કરતી ક્યાં હશે ! આજે આવે એટલે જો તેને બરાબર હેરાન કરું દર વખતે હું પાંચ મિનીટ મોડું કરું તેમાં સમય પાલનનું લાંબુ ભાષણ આપી દેશે આજે હવે તેનો વારો” નીલ વિચારી રહ્યો. ધારીણી અને નીલ બંનેએ

Full Novel

1

આસક્તિ

આસક્તિ ભાગ -1 ફરી નીલે ઘડિયાળ જોઈ આજે ખુબ મોડું થયું ધારીણીને, નીલ ક્યારનો તેની રાહ જોઈ હતો અને વારંવાર ઘડિયાળ જોતો હતો. તેણે ફરી મોબાઈલ હાથમાં લઇ ધારીણીને ફોન લગાડ્યો. સતત રીંગ વાગી રહી છેલ્લે બેન બોલ્યા તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી તે પણ તેણે આખું સાંભળી લીધું. “ઓહ ભગવાન આજે કેમ આવું થયું, ધારીણી ક્યારેય મોડું નથી કરતી ક્યાં હશે ! આજે આવે એટલે જો તેને બરાબર હેરાન કરું દર વખતે હું પાંચ મિનીટ મોડું કરું તેમાં સમય પાલનનું લાંબુ ભાષણ આપી દેશે આજે હવે તેનો વારો” નીલ વિચારી રહ્યો. ધારીણી અને નીલ બંનેએ ...Read More

2

આસક્તિ ભાગ – 2

આસક્તિ ભાગ – 2 “તમે એક મિનીટ મારી સાથે આવો જરા” ત્યાં જ ડોકટર નીરજે આવીને બંને કહ્યું “ તમારી દીકરી હજી 24 કલાક ઓબ્સર્વેશન નીચે છે તેને મગજના ભાગમાં ઈજા થઇ હોય તેમ લાગે છે, સાથે સાથે તેને પગમાં પણ અમે ઓપરેશન કર્યું છે તે ભાનમાં તો આવી જશે હમણાં પણ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ખબર નહિ પડે કે તેને મગજના ક્યાં ભાગમાં વાગ્યું છે કદાચ તે સાવ નોર્મલ પણ હોય તે ભાનમાં આવે પછી જ બધી ખબર પડશે” ડોકટરે બધું સમજાવ્યું. “પણ તે હવે બરાબર તો છે ને” સુરેશભાઈ બોલ્યા. ધારીણી તેમને લાડકી દીકરી હતી. ...Read More

3

આસક્તિ ભાગ -3

આસક્તિ ભાગ -3 “તમને ડોક્ટર બોલાવે છે, પેશન્ટનો રિપોર્ટ આવી ગયો છે“ નર્સે આવીને સુરેશભાઈ ને કહ્યું ભારે મૂંઝવણમાં ઉભા થયા. તેમને ધારીણીની ચિંતા હતી “બેસો” ડોક્ટર નીરજ રીપોર્ટ જોઈ રહ્યા હતા. “કઈ ચિંતા જનક નથી ને ડોક્ટર ?” સુરેશભાઈ એ પૂછ્યું “ના અંદરથી કોઈ ઈજા નથી થઇ તમારી દીકરીને પણ મને લાગે છે મારે થોડું તેનું કાઉન્સેલિંગ કરવું પડશે. તે થોડી ડીપ્રેશનમાં લાગે છે “ ડોક્ટર બોલ્યા. “જી અમને કોઈ વાંધો નથી “ સુરેશભાઈ એટલું જ બોલી શક્યા. ************** ધારીણીને હજી પણ ખબર નહતી કે આ પ્રેમ હતો, આકર્ષણ હતું કે બીજું કઈક . તેને નીલ ...Read More