રત્નાગિરી હાફૂસ

(124)
  • 16.7k
  • 25
  • 5.7k

૧.કદાચ બે વરસ પહેલાની વાત છે. "પ્લેટફોર્મ ફોર આર્ટીસ્ટસ" નામના એક કલાસ્નેહી ગૃપ દ્વારા  દેશના વિધ-વિવિધ પ્રદેશોમાંથી ત્રીસેક જુવાન અને આધેડ કલાકારો ને ગોવામાં એકઠા કરવામાં આવ્યા હતા. હું પણ એ ઈવેન્ટમાં મારા મિત્રો ઋષિ અને ઝિનલ સાથે હાજર હતો. "જંગલ" કરીને એક હોસ્ટેલમાં સઘળાને ઉતારો આપવામાં આવ્યો હતો. હોસ્ટેલ થી પાંચેક કિલોમીટર જ દૂર "વેગેટોર" બીચ અને "છાપોરા" નો ઐતિહાસિક કિલ્લો આવેલા છે.ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલા દિવસે એકબીજાને પરિચય આપ્યા પછી કાર્યક્રમ ની પૂરી રૂપરેખા અને એનો કલાકારો ને ભેગા કરવાનો ઉમદા હેતુ જણાવવામાં આવ્યો. બાકીના પર્ફોમન્સ બીજા દિવસે હોવાથી સાંજે બધાએ વેગેટોર બીચ અને છાપોરાના કિલ્લા ની મુલાકાત

Full Novel

1

રત્નાગિરી હાફૂસ - ભાગ ૧

૧.કદાચ બે વરસ પહેલાની વાત છે. "પ્લેટફોર્મ ફોર આર્ટીસ્ટસ" નામના એક કલાસ્નેહી ગૃપ દ્વારા દેશના વિધ-વિવિધ પ્રદેશોમાંથી ત્રીસેક જુવાન આધેડ કલાકારો ને ગોવામાં એકઠા કરવામાં આવ્યા હતા. હું પણ એ ઈવેન્ટમાં મારા મિત્રો ઋષિ અને ઝિનલ સાથે હાજર હતો. "જંગલ" કરીને એક હોસ્ટેલમાં સઘળાને ઉતારો આપવામાં આવ્યો હતો. હોસ્ટેલ થી પાંચેક કિલોમીટર જ દૂર "વેગેટોર" બીચ અને "છાપોરા" નો ઐતિહાસિક કિલ્લો આવેલા છે.ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલા દિવસે એકબીજાને પરિચય આપ્યા પછી કાર્યક્રમ ની પૂરી રૂપરેખા અને એનો કલાકારો ને ભેગા કરવાનો ઉમદા હેતુ જણાવવામાં આવ્યો. બાકીના પર્ફોમન્સ બીજા દિવસે હોવાથી સાંજે બધાએ વેગેટોર બીચ અને છાપોરાના કિલ્લા ની મુલાકાત ...Read More

2

રત્નાગિરી હાફૂસ - ભાગ ૨

૨."હાફૂસ!!!"જરાક અણગમા અને થોડીક અસમંજસ સાથે હું બોલ્યો."હા, રત્નાગિરી ની હાફૂસ, બહુ લાંબી સ્ટોરી છે""સંભળાવો, આઈ એમ ગુડ લિસનર.""પાક્કું?""હા.""તો હું તમને મારા વતન રત્નાગિરીની સફર પર લઈ જાઉ."અને પછી એની વાત શરૂ થઈ."પપ્પાને સરકારી નોકરી અને પહેલુ જ પોસ્ટીંગ રત્નાગિરી માં મળ્યુ. મારા જન્મ પહેલાથી જ એ લોકો અંહી રહેતા, તેથી મારા માટે રત્નાગિરી જ મારૂ વતન બની ગયું. રત્નાગિરી ની ટેકરીઓ, હરિયાળી, સાગરકિનારો, આંબાવાડીઓ, વૃક્ષોમાં ફરી-ફરીને એ બધા જાણે મારામાં એકરૂપ થઈ ગયા છે."રત્નાગિરીના દરિયાકિનારા વિશે સાંભળી મારો રખડુ જીવ રત્નાગિરીની લટાર મારવાનુ વિચારતો હતો.જરાક ખુશ થઈને એણે પૂછયુ, "તમે ખાધી છે કદી રત્નાગિરીની હાફૂસ કેરી?""હા, એનો સ્વાદ ...Read More

3

રત્નાગિરી હાફૂસ - ભાગ ૩

૩.કોફી પૂરી કરી અમે હોસ્ટેલ તરફ આગળ વધી રહયા હતા. એણે મારી સામે જોયા વગર સ્વગત કંઈ કહેતી હોય વાત શરૂ કરી."કદાચ, એ વખતે હું નવમામાં ભણતી હતી. એક દિવસ હું લીમડા નીચે દોરીથી બાંધેલા પાટિયા પર હિંચકા ખાતી હતી અને એ મને હિંચોળતો હતો. એની નજીક પહોંચુ એટલે હું એને "હાફૂસ હાફૂસ" કરીને ચીડવતી હતી અને એ ચિડાઈને હિંચકાને દૂર ધક્કો મારતો. આમ રમતા રમતા ચાલુ હિંચકે અચાનક મને ચકકર આવવા લાગ્યા અને કંઈક વિચારી શકુ એ પહેલા હું બેભાન થઈ ગઈ અને "હાફૂસ" સુધી પંહોચતા પહોંચતા હું જમીન પર બેશુદ્ધ પડી ગઈ.એ મને ઉઠાવી ને ઘરમાં મમ્મી ...Read More

4

રત્નાગિરી હાફૂસ -ભાગ ૪

સ્કૂલ સુધી બધુ સારૂ ચાલ્યું, કોલેજમાં આવતા જ એણે પૂણેમાં આર્કિટેક્ટ માટેના કોર્સમાં એડમિશન લીધુ. મને આર્ટમાં રસ હોવાથી આગળ ભણવામાં લાગી. ધીમે-ધીમે બંને વચ્ચે અંતર વધતુ ચાલ્યુ. પહેલા એ પંદર દિવસે મળતો, પછી એ મહિનાઓ સુધી ન આવતો.આખરે અમારા બંને નુ શિક્ષણ પૂરૂ થયુ. હું પણ આર્ટ ક્યુરેટર તરીકે પોતાની કંપની બનાવી કામ કરી રહી હતી અને અનંત પણ સારી મલ્ટીનેશનલ કંપનીમાં આર્કિટેક્ટ તરીકે જોડાયો હતો.એ દિવસે પાંચ મહિના પછી સઘળું બાજુમાં મૂકી અમે આંબાવાડીએ મળવાના હતા. એ નક્કી કરેલા સમયે જ આવી ગયો હતો. હૂં પાંચેક મિનિટ મોડા પંહોચી. આજે હું એને બધી ફરિયાદો કરવાનુ અને હ્ર્દયની ...Read More

5

રત્નાગિરી હાફૂસ - અંતિમ ભાગ

૫.અમદાવાદ શહેર ની નામચીન કેન્સર હોસ્પિટલમાં આજે અન્વેષાનુ ઓપરેશન છે.અન્વેષાના પપ્પા, મમ્મી, એની ખાસ મિત્ર શ્રુતિ, એના કાકા-કાકી સઘળા રીતે અંહી જ હાજર છે, પણ મનથી ગેરહાજર છે. અમદાવાદ થી નજીક રહેતો હોવાથી હું પણ અંહી આવી શકયો છુ. કતાર ના એક સ્નેહી મિત્ર દ્વારા અનંતનો સંપર્ક કરી શકયાની મારા ચહેરા પર ખુશી ઝળકી રહી છે. બધા જ પોતપોતાને શ્રદ્ધા હોય એ ભગવાનને અનગા માટે પ્રાર્થના કરી રહયા છે.જયારે અન્વેષા...આઈસીયુના રૂમની દિવાલો ચોતરફથી જાણે એને ભીંસે છે. રૂમમાં આવતા દરેક ચહેરામાં એ હાફૂસ ને શોધે છે કાં તો દરેકમાં એને હાફૂસ જ દેખાય છે. ઓપરેશન પહેલા હાફૂસ ને મળી ...Read More