અમે બેંક વાળા

(183)
  • 120k
  • 16
  • 54.7k

1 ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને બીજી બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ 38 વર્ષ 11 મહિના અમુક દિવસ. પગાર કોઈને પુછાય

1

અમે બેંક વાળા -1

1 .. ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને બીજી બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ 38 વર્ષ 11 મહિના અમુક દિવસ. પગાર કોઈને પુછાય નહીં કે કહેવાય નહીં પણ 175 બેઝિક પર 450 જેવો પહેલો અને 6 આંકડામાં છેલ્લો. અનેક સારી,નરસી લાગણીઓ ઉમટી આવે છે બેંક પર લખતાં. કુલીનચંદ્ર યાજ્ઞિકની વહીવટની વાતો અને ડો. શરદ ઠાકરની સુવિખ્યાત કોલમ ડોકટરની ડાયરી તો આપ સહુએ વાંચી હશે. એ જ રીતે ...Read More

2

અમે બેંકવાળા -2

2. અને પડદો પડયો .. શાળામાં પણ મારો અમુક જગ્યાએ પહેલો દિવસ એવો નિબંધ આવતો. અમારા 14 સપ્ટેમ્બરના હિન્દી માટે તો વહાલો વિષય. મારો પહેલો દિવસ ક્લાર્ક તરીકે ઇમરજન્સી ઉઠ્યાના તુરતના દિવસોમાં અને ઓફિસર તરીકે રોજના બે કલાકની સ્ટ્રાઈક પુરી થઈ બધું મેસ કરવામાં આવ્યું હોય કે તુરત શરૂઆત. પણ હું અથ ને બદલે ઇતિ થી શરૂ કરીશ. આ થોડું આત્મકથા જેવું લાગશે. તે પછી સામાન્ય વાતો. અંતિમ દિવસ. મારૂં રિટાયરમેન્ટ કાર્ડ આવી ગયેલું. કશું આપવા લેવાનું બાકી રહેતું ન હતું. સવારની ફરજીયાત ગાવાની પ્રાર્થના 'ઇતની શક્તિ હમેં દેના દાતા..' ચાલુ. સામે ઉભેલ સ્ટાફ સામે દ્રષ્ટિ. પ્રાર્થના પુરી થાતાં ...Read More

3

અમે બેંકવાળા-3

3 એ વખતે એવું હતું.. હું બેંકમાં ગભરાતો દાખલ થયો. કાચની કેબિનની બહાર ‘એજન્ટ’ લખેલું. એ વખતે બ્રાન્ચ હેડને કહેવાતા. એપોઇન્ટમેન્ટ લેટર લઈ તેમણે બહાર જ બેઠેલા બીજા સાહેબ ‘એકાઉન્ટન્ટ’ પાસે મોકલ્યો. એકાઉન્ટન્ટ એટલે એજન્ટ પછીની મહત્વની વ્યક્તિ. એ બન્ને એ ટાઈ પહેરેલી. મને સ્ક્રોલ લખવા બેસાડ્યો. સ્ક્રોલ એટલે? તમે પૈસા ભરો એટલે પહેલાં એ ભાઈ ચોપડામાં તમારું નામ, ખાતા નં, રકમ લખે. પછી જ કેશિયર તમારો સિકકો જોઈ લે. હેતુ એ કે કેશિયર કોઈના પૈસા બારોબાર લઈ જમા ન કરે એવું ન બને. સ્ક્રોલ વાળો અને કેશિયર બ્રાન્ચના એક બીજાથી અલગ ખૂણે બેઠા હોય. બપોરે 3 વાગે કહયું ...Read More

4

અમે બેંકવાળા - 4

૪.એવા પણ માનવીઓ એક funny વાત સાંભળેલી એ કહું. બિઝનેસ એરિયામાં અડી અડીને બેંક બ્રાંચો. એક એજન્ટ સાહેબની ટ્રાન્સફર નવી શાખામાં શરૂ થતાં પહેલાં પહોંચી ગયા અને એજન્ટની ચેર સામે બેસી ગયા. એજન્ટ આવતાં હાથ મિલાવી કહે ‘મારી અહીં તમારી જગ્યાએ ટ્રાન્સફર થઈ છે. ચાર્જ લેવા આવ્યો છું.’ પેલા એજન્ટને પણ ટ્રાન્સફર ડ્યુ તો હતી. ‘ચાલો અગિયાર વાગે રિજિયનને ફોન કરું’ કહી ચેર ખાલી કરી પોતે કેશ ખોલવા વ. ગયા. પિયુને પાણી આપ્યું. સ્ટાફ, ખાસ તો યુનિયન લીડર આવી મળી ગયા, તલમાં કેટલું તેલ છે તે ક્યાસ કાઢવા. સાહેબને આજની ટપાલ આપી. ચાર્જ ટેકીગ રજીસ્ટર આવ્યું, તેમણે ખોલ્યું. આ ...Read More

5

અમે બેંકવાળા - 5

5. ‘નાનકડા સાહેબ’ હડતાળ એટલે કામ બંધ. વિવિધ કારણોએ ત્યારે અને આજે હડતાળ પડે છે, રાષ્ટ્રીય લેવલે કોઈ માંગ સ્વીકારવી, કોઈ સ્તરે મનસ્વી વર્તન, ક્યાંક ‘બહેરા કાને વાત નાખવી’ એની સામે વિરોધ કરતી હડતાળ પડે છે. આપણે ‘નમક હરામ’ કે ‘હાથી મેરે સાથી’ ફિલ્મ માં જોઈએ એવી નહીં. કોઈ જગ્યાએ દેખાવો, નેતાઓ દ્વારા શા માટે હડતાળ છે અને શું પગલાં લેવાઈ રહ્યાં છે તેની સમજ.અને હાજર રહીને પણ કામ નહીં. કામ બંધ પણ પગાર ત્યારે નહોતો કપાતો. હાજરી પુરી બહાર ક્લાર્ક, સબસ્ટાફ (પટાવાળા કહેવું અપમાન ગણાતું. એ બેંકમાં તેને મેસેન્જર કહેવો પડતો, ક્યાંક બીજું. પણ સબસ્ટાફ એટલે પીયૂન.) બહાર ...Read More

6

અમે બેંકવાળા - 6

6. બેંકને બના દી જોડી તે બેંકનાં પગથિયાં ચડી અને આમ તેમ ડાફોડીયા મારવા લાગી. બહાર જોરદાર વરસાદ હતો. તે પલળતી પલળતી આવી હતી. ભીના વાળની લટો પરથી પાણી નીતરતું હતું. દેહ પરથી પણ. કપડાં શરીરે ચોંટી ગયાં હતાં એટલે સુડોળ દેહ્યષ્ટિ સહુનું ધ્યાન ખેંચતી હતી. ચોકીદાર કમ પીયુને તેને નીતરતી છત્રી રાઇટિંગ ડેસ્ક નજીક રાખવા કહ્યું. તેણીએ કહ્યું ‘પૈસા ભરવા છે. ક્યાં જવું?” ચોકીદારે તેને ડેસ્ક પર બાંધેલી પેન અને સ્લીપ બતાવી. તેણીએ બાજુમાં બીજું કઈંક ભરતા યુવકને, લાચારી ભર્યું મુખ કરી આ કેમ ભરવી તે પૂછ્યું. તે યુવક તો ખુશખુશાલ! સ્લીપ ભરી આપી અને તેણી કેશ ભરવાની ...Read More

7

અમે બેંકવાળા - 7 લંપટ

. લંપટ હું હજુ બેંકની નોકરી કરીશ એ વિચાર પણ મને નહોતો આવ્યો એ વખતની, આશરે 1972 આસપાસની મને વાત છે. મેં અગાઉ કહ્યું છે તેમ શાખા સ્તરે અને છેક રાષ્ટ્રીય સ્તરે યુનિયનોનું ખાસ યોગદાન રહ્યું છે. પણ મેં આગળ કહેલું તેમ કેટલાંક તત્વો ધરાર પોતાનો કક્કો ખરો કરવા કે બીજાઓ પર ધાક બેસાડવા, દાદાગીરી કરવા જ યુનિયન ચલાવતા. બિચારો જુનિયર ઓફિસર ઢીલો હોય તો ‘મેનેઝમેન્ટ નો માણહ’ કહેવાઈ જાય, એની આગળ પાછળ હેરાનગતિ થયે જ રાખે. હવે મારી નોકરી નાં અંતિમ વર્ષોમાં એ હેરાનગતિ ઉપરના લેવલે લઈ લીધેલી. ઠીક. જવાદો. આપણે આ પ્રસંગ જોઈએ. શાખામાં દેખાવો થયા. કોઈ ...Read More

8

અમે બેંક વાળા - જીવ્યા મર્યા ના જુહાર

8. જીવ્યા મર્યા ના જુહાર1980 ના લગભગ જાન્યુઆરીની વાત છે.એક સમાચાર આવ્યા કે મોટી સાઇઝનો સ્કાયલેબ અવકાશમાંથી પૃથ્વીપર તૂટી છે. એ પણ સૌરાષ્ટ્ર બાજુ. એ સાથે જ એ દિવસોમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું હતું. એટલું સંપૂર્ણ કે દિવસે પણ અંધારું ઘોર થઈ જાય.વા વાત લઈ ગયો કે એ પૃથ્વી પર મનુષ્યજીવનનો છેલ્લો દિવસ હશે. સ્કાયલેબ પડવાથી મોટે પાયે નુકસાન થાય એટકે ચેતવણી આપી સાવધાનીનાં પગલાં કહેતી સરકારી જાહેરાતની ઘોડાગાડી એ નાના શહેરમાં ફરવા લાગી. એની સાથે પેલી ગ્રહણની વાતે લોકો એમ સમજવા લાગ્યા કે પૃથ્વીપર અંધકાર છવાતાં જ કોઈ આકાશી પદાર્થ અથડાઈ જીવન ખતમ કરી દેશે.હું જે નાનાં પણ જિલ્લા ...Read More

9

અમે બેંકવાળા - 9 - દારૂડિયો

9. દારૂડિયો હજુ થોડાં વર્ષો પહેલાં ઘણાખરા લોકોને માટે બેંક એટલે પૈસા મુકો અને ઉપાડો એ જગ્યા એટલો જ હતો. એટીએમ 2005 પછી જ બ્યાપક બન્યાં. અને એમની સમજ મુજબ ઓફિસરનું કામ એટલે એ વખત મુજબ ઊંચી, આજના કોઈ સર્વર જેવી દેખાતી કેબિનેટમાં સ્લાઈડ થતી ટ્રે બહાર કાઢી સહી જોઈ પાસ કરવાનું. મેં બેંકની ડીગ્રી CAIIB શરૂ કરી ત્યારે પાઠ્યપુસ્તકનું પહેલું જ વાક્ય બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ આવતું.. prime function of a bank is accepting deposit for the purpose of lending. એ સિવાય બેંકનાં અનેક મુખ્ય અને આનુષંગિક કાર્યો હોય છે. એમાં નવાં ઉમેરાતાં જાય અને જુનાં ઇતિહાસની વાત બનતાં ...Read More

10

અમે બેંક વાળા - 10 - પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?

10. પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?ઓક્ટોબર 1999. અગાઉ મેં વાત કરી તેમ હાથે બેંકોના ખાનામાં ફેંકી ચેકો સૉર્ટ કરવાની મશીન જે તે ચેક કઈ બેંકના ગ્રાહકે લખ્યો છે તે વાંચી સૉર્ટ કરે તેવી માઇકર એટલે કે MICR ક્લિયરિંગ મારી બેંક દ્વારા શરૂ થવાનું હતું અને હું તેની ઓપનિંગ ટીમમાં હતો.એ સૉર્ટિંગ મશીનો એટલે? 20 ફૂટના રૂમના એકથી બીજા છેડે જાય એટલાં લાંબાં, આપણી કમર જેટલા ઊંચે સ્ટેન્ડ પર ગોઠવી આપણા માથા જેટલી હાઈટ થાય એટલાં ઊંચાં. એ કમરથી માથા જેટલી લગભગ હાઈટ ચેકોની થપ્પીથી ભરાઈ જાય એટલે એ ખાનામાં લાલ લાઈટ થઈ મશીન થોભે એટલે ચેકો ઉતારી ટ્રે માં ...Read More

11

અમે બેંક વાળા - 11 - અમૃતસિધ્ધિ યોગ

11. અમૃતસિધ્ધિ યોગ1982-83. હું દ્વારકા ખાતે કાર્યરત હતો. એ વખતે શહેર ખૂબ નાનું. વીસેક હજારની જ વસ્તી. શહેરી વસ્તી ધરાવતું મોટું ગામડું કહો તો ચાલે.મેં અગાઉ કહ્યું તેમ એ વખતે બેંકના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મિત્રતા ગાઢ રહેતી. ક્યારેક ઉગ્ર બોલાચાલી અને નહીં જેવી વાતમાં કંમ્પ્લેઇન પણ થઈ જતી. રાજકોટ હતો ત્યારે એક મહાશય વારંવાર બેંકમાં આવી ચિડાય. એમાં પણ નાની શી ભૂલ હોય તો પણ 'માફી માંગો' વગેરે કહે. મેનેજરની કેબિનમાં કેસ ચાલે અને અર્ધો કલાક એ સ્ટાફ અને મેનેજરનો બગડે. એમાં તેઓ વારંવાર કહેવા લાગેલા કે 'મોઢામોઢ સોરી નહીં ચાલે. લખીને આપી દો.' જે તે ક્લાર્ક કે ઓફિસર ...Read More

12

અમે બેંક વાળા - 12. જોડલું

12. જોડલુંઆ વાત તો મારી કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોની, 40 વર્ષ પહેલાંની છે. એ વખતે આજની જેમ પેઇંગ ગેસ્ટ પ્રથા એટલીસ્ટ સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો ન હતી. મને બેંક પ્રોબેશનરી ઓફિસરની નોકરી મળી અને સૌરાષ્ટ્રનાં તે વખતે ખૂબ નાનાં પણ જિલ્લાનાં વડાં મથક અમરેલીમાં પોસ્ટિંગ મળ્યું. હવે કોઈ પેઇંગ ગેસ્ટ ન રાખે, હોસ્ટેલની જેમ ગેસ્ટહાઉસમાં રહેવું ન હોય અને એકલીયા એટલે કે અપરિણિતને કોઈ માંડ ભાડે આપે તો કરવું શું? મારી ઉંમર 22 વર્ષની હતી. લગ્ન માટે ઘણી નાની. પિતાશ્રીના એક કલીગને ઘેર પાંચેક દિવસ રહ્યો પછી જિલ્લા પંચાયતનાં ગામમાં એક માત્ર ગેસ્ટહાઉસમાં જવા વિચાર્યું ત્યાં ઇંડક્શન ટ્રેનિંગ આવી. પાછા આવીને વળી ...Read More

13

અમે બેંક વાળા - 13 - ચોથા વર્ગનો માણસ

13. ચોથા વર્ગનો માણસઆ વાત મેં સાંભળેલી છે. પાત્રોનાં નામ તો ન જ જણાવાય પણ સાચી છે અને અગાઉનાં જેમ જલ્દી માનીએ નહીં તેવી છે. અગાઉની વાત 'જોડલું'નાં સાચાં પાત્રોને ઓળખી બતાવનાર વાચક પણ મળી આવેલા.તો એ પ્રસંગ. સરકારમાં પટાવાળા કલાસ 4 કહેવાય, કલાસ 3 નોન ગેઝેટેડ અને ગેઝેટેડ અધિકારીઓ કલાસ 2, એ થી ઉપર કલાસ1, સુપર કલાસ1.જ્યારે બેંકમાં? હું નોકરીમાં રહ્યો તે જ વર્ષે પિલ્લાઈ કમિટીની ભલામણ મુજબ ઓફિસરોનાં પગાર ધોરણ અને કામગીરી મુજબ ગ્રેડ આવ્યા. તાજો ડાયરેકટ ઓફિસર કે ક્લાર્કમાંથી પ્રમોટ સ્કેલ 1, મિડલ મેનેજમેન્ટ સ્કેલ 2, સિનિયર મેનેજર સ્કેલ 3. હું નિવૃત્ત થયો સ્કેલ 4 ચીફ મેનેજરમાં. ...Read More

14

અમે બેંક વાળા - 14 - ખાતું મારું ભરું ભરું તોય ખાલી

14. 'ભરું ભરું ને તોય ખાલી…'(આ પંક્તિ એક ગરબા ગીત ની છે.'આજ અમે પાણીડાં ગયાં તાં સૈયર મોરી, કોની નજરું લાગીકે બેડાં મારાં ભરું ભરું ને તોય ખાલી')બેંકની ટેક્નિકલ બાબતો સિવાય બેંકને સ્પર્શીને જતી ઘણી વાતો આપણે સાથે માણીએ છીએ તે બદલ સહુનો આભાર.આ વાત જે લાંબો કાળક્રમ આ સિરીઝમાં આવરી લેવા ધાર્યો છે તેના પ્રમાણમાં ઘણી નજીકના ભૂતકાળમાં બની કહેવાય.અહીં સ્થળ, કાળ અને પાત્રો સાચાં કહું છું કેમ કે ઘટના અકલ્પ્ય પણ સાચી છે.જૂન 2015 નું પ્રથમ અઠવાડિયું. મારી આણંદ રિજિયનથી અમદાવાદ 'પેરન્ટ ઝોન' માં ફરી ટ્રાન્સફર થઈ. અમારે અધિકારીઓને પાંચ કે સાત વર્ષે અન્ય ઝોન કે રિજિયનમાં ...Read More

15

અમે બેંક વાળા - 15 - લાજવંતી

લાજવંતી(અત્રેનાં પાત્રો વાચકો ઓળખી જાય તો મૌન રહે. પાત્રોની ક્ષમાયાચના. જો ચાલીસ વર્ષ પહેલાંની ઘટનાનાં પાત્રો ઓળખી જનારા પડ્યા તો આ તો નજીકની ઘટના કહેવાય. ઉદ્દેશ એ વખતનાં બેંકનાં વાતાવરણનું દર્શન અને હળવાશ ભર્યો પ્રસંગ કહેવાનો છે. અન્ય પ્રસંગોની જેમ પ્રસંગ કથા માણીને આનંદ કરાવવાનો જ ઉદ્દેશ છે.)1994 થી 1997 ચાર વર્ષ હું મસ્કતી માર્કેટ શાખામાં હતો. ગોલ્ડન પિરિયડ ગણી લો. બ્રાન્ચ પણ સારી, કામમાં પણ ખોટું વૈતરું નહીં. સ્ટાફ સભ્યો બધા મારા મિત્રો બની ગયેલા. એમ કહો કે એક જાતની ધીંગામસ્તી કામ સાથે થયા કરતી. હું સ્કેલ 2 કેડરમાં થોડો સિનિયર હતો. એક થી બીજે છેડે ઘરર.. કરી સરકતાં ...Read More

16

અમે બેંક વાળા - 16. જુના ભગવાન નવા વાઘા

16. "જુના ભગવાન નવા વાઘા" "અલારસામાં, 2014માં જ્યાં હું ગયા વર્ષે મેનેજર હતો, દૈનિક વેતન પટાવાળા મદદથી ગ્રામજનો માટે નવા રૂપે કાર્ડ્સ સક્રિય કરવામાં આવ્યાં હતાં. ગામલોકોને કાર્ડ ઇન્સર્ટ કરતાં ભય લાગતો હતો. એવી પણ શંકા હતી કે કેટલાક લોકો આ રેકોર્ડ જોઈ લેશે અને તેમની બચત સાફ કરી નાખશે. તેઓ એટીએમ મશીનનો ઉપયોગ કરવામાં ડરતા હતા. અજિતે તેમને કાર્ડ સ્લોટમાં દાખલ કરવા, પીન દાખલ કરવા અને પૈસા ઉપાડવાની રીત બતાવવામાં મદદ કરી. ઇલેક્ટ્રોનિક મશીનનો ડર દૂર કરવા બદલ તેઓએ તેમનો આભાર માન્યો. હવે, મણિનગર ખાતે, 2015 જૂન. હું સિનિયર મેનેજર. હું નિયમિતપણે મારી શાખા સાથે જોડાયેલા નવી ઉદ્ઘાટન કરેલ ...Read More

17

અમે બેંક વાળા - 17. એક કરોડનો ધક્કો

એક કરોડનો ધક્કો2011નો જૂન મહિનો હશે. હું બેંકનાં માઈકર સેન્ટરનો ઇન્ચાર્જ હતો. અમે તે વખતે 2010 ફેબ્રુઆરીમાં શીવરંજની પાસેથી કોમ્પ્લેક્સ ઓફિસ ટ્રાન્સફર કરેલી. ઓફિસ એટલે જાયન્ટ યંત્રો જેને રીડર પ્રોસેસર કહેવાતાં, આશરે 50 ઉપરાંત કોમ્પ્યુટર્સ, ડેટ ડ્રાઈવથી બેકઅપ લેતું જૂનું સર્વર ને એવું બધું ઉપરાંત ગણી ગણાય નહીં એટલી ખુરશીઓ, ટેબલ, બેકઅપની ટેપ અને ફ્લોપીઓ સાચવવા મોટી ડબલ ડોર તિજોરી વગેરે.અમે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વિરમગામ અને એમ આસપાસના શહેરોના ચેક એક જગ્યાએ રાત્રે એકઠા કરી પ્રોસેસ કરતા.એ સીસ્ટીમ અટકે તો શું? લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર અટકી પડે. અમારી અંડર આવતી 1300 જેવી બેંક બ્રાન્ચનું ક્લિયરિંગ ઠપ્પ થઈ જાય. એટલે ...Read More

18

અમે બેંક વાળા - 18. હમસફર

બેંકવાળા 18. હમસફરશ્રી. અ ખૂબ ખુશ હતા. આખરે તેમની રજા બાળકોનાં વેકેશન દરમ્યાન આવે તેમ મંજુર થયેલી. તેમને તો ફર્સ્ટક્લાસ ફેર પોતાનું અને કુટુંબનું મળે પણ ઉપરના પોતાના ખર્ચી તેઓએ પ્લેનની ટિકિટ બુક કરાવી હતી. અમુક જગ્યાએ બેંકનાં હોલીડે હોમ જે તે વખતે અધિકારીઓને 10 રૂ. રોજ અને તે સિવાય 5 રૂ. રોજ ના દરે મળતું. (હોલીડે હોમ મળવું તે લોટરી લાગવા બરાબર છે. બે ત્રણ વર્ષથી, હું નિવૃત્ત થવા આવ્યો ત્યારે ઓનલાઈન બુકીંગ શરૂ થયું તે પહેલાં કંટ્રોલિંગ બ્રાન્ચને લખો, મળવું હોય તો મળે, લગભગ ન જ મળે. કોઈ ઓળખાણ કે લાગવગ હોય તો ફોનથી, દબાણ લાવી મળે. મારે ...Read More

19

અમે બેંક વાળા - 19. એક પગ સ્મશાનમાં

'એક પગ સ્મશાનમાં..'બેંક માટે ગ્રાહક સર્વોપરી છે. દરેક બ્રાન્ચમાં તમે ગાંધીજીની એ ઉક્તિ જોશો કે ગ્રાહક એની સેવા કરવાની આપી આપણને આભારી કરે છે..'એમાંયે ડિપોઝીટ આપતો ગ્રાહક તો દેવતા. પહેલાં માત્ર ડિપોઝીટ લાવો એમ જ અમને કહેવાતું. પછી 'કાસા' (એટલે કરંટ એકા, સેવિંગ એકા.. આવીઆવી ફેશનેબલ ટર્મ '95 પછી વપરાવા માંડી.) લાવો, કેમ કે ફિક્સ હોય તો વ્યાજ આપવું પડે વગેરે.એને લગતો એક મઝાનો પ્રસંગ યાદ છે. બેંકમાં મેનેજર કયા ગ્રેડનો મુકવો એ શાખાના ડિપોઝીટ, એડવાન્સના ફિગર્સ પરથી નક્કી થાય. હું દ્વારકા હતો ત્યારે બેંકે ભાણવડ બ્રાન્ચ ખોલી. શરૂમાં જુનિયર, સ્કેલ 1 (મારું ચેપ્ટર 'ચોથા વર્ગનો કર્મચારી' આ સિરીઝમાં ...Read More

20

અમે બેંક વાળા - 20. કયામત દિન કોમ્પ્યુટરનો

કયામત દિન કોમ્પ્યુટરનોવર્ષ 1999 અને 31 ડિસેમ્બર. હું બેંકનાં આઇટી ડિપાર્ટમેન્ટમાં હતો. મેઈન ફ્રેમ કોમ્પ્યુટર સેન્ટર જ્યાં ડ્રાફ્ટ વગેરેના ડેટા પ્રોસેસ થાય અને પ્રોગ્રામ્સ પણ ઇનહાઉસ લખાય. એનું ટેસ્ટિંગ એ પણ જટિલ પ્રક્રિયા છે. હું એક એમસીએ એમબીએ યુવાન વિજયકુમાર વલ્લીયાની રાહબરી હેઠળ બેંકની ભારતભરની ડિપોઝીટની મેચ્યોરિટી બકેટ ને એવું પ્રોસેસ કરી અને એની ઉપરથી અમુક ચોક્કસ રિપોર્ટ જનરેટ કરવાનાં alman પેકેજ પર કામ કરી રહ્યો હતો.અમારાં કોમ્પ્યુટર 2 જીબીની હાર્ડ ડીસ્ક ધરાવતાં હતાં. અમને 4 જીબી નું આપ્યું જે અમારે માટે ઉપલબ્ધી હતી. આજે તો તમારા મોબાઇલની સ્ટોરેજ કેપેસિટી 32 જીબી હોય છે! મોટી, હથેળીથી પણ મોટી ફ્લોપી ...Read More

21

અમે બેંક વાળા - 21. વા વાયો ને નળીયું ખસ્યું..

વા વાયા ને નળીયું ખસ્યું..2000 ના જાન્યુઆરીની વાત છે. આજે કોઈ માને નહીં. પણ આ વાંચતી ઘણી ખરી પેઢીએ જોયું હશે.લોકો પબ્લિક સેક્ટર બેંકને ભરપેટ ગાળો આપતા. સર્વિસનાં ઠેકાણાં નથી, ખૂબ ગિરદી રહે છે ને એવું. પ્રાઇવેટ બેંકો 1998 - 99 પછી ઓચિંતી વિકાસ પામવા માંડી અને એ વખતે નવી નવી કમાતી થયેલી પેઢીને ચકાચક બ્રાન્ચ પ્રીમાઇસીસ જોઈએ, સ્મિત કરતો સ્ટાફ (અમે બધા જ કોઈ તોછડા નહોતા. પણ કાઉન્ટર પર બેઠેલા ગ્રે હેર કાકાની જગ્યાએ મિત્ર ગણપત પટેલના શબ્દોમાં 'બાફેલી બટાકી' બેઠી હોય અને ખાસ રિહર્સલ કરાવેલું સ્મિત આપી 'વ્હોટ કેન આઈ ડુ સર' લળીને પૂછતી હોય (પછી તો ...Read More

22

અમે બેંક વાળા - 22. હનુમાન ભક્ત

22. હનુમાન ભક્તફરી આપણે 1997 આસપાસના સમયમાં જઈએ. એ વખતે અમદાવાદમાં છાશવારે તોફાન, હુલ્લડો અને ખૂનામરકી સામાન્ય હતાં. સાવ વાતમાં કોમી છમકલાં થયે રાખતાં હતાં. છતાં લોકો એનાથી ટેવાઈ જઈને વધુને વધુ આર્થિક ઉપાર્જન માટે પ્રયત્નશીલ રહેતા.હું કાળુપુર નજીક મસ્કતી માર્કેટ શાખામાં પોસ્ટ થયો. બ્રાન્ચ સાંકડી એવી ગલીમાં કાપડની દુકાનો વચ્ચે. બેંકનું પોતાનું મકાન અને નીચે દુકાનોને ભાડે આપેલું. મૂળ માલિકો બીજા, ત્રીજા અને ચોથાને ભાડે આપી ચાલ્યા ગયેલા. ભાડું ન આવે ને તપાસ કરવા જઈએ તો ખબર પડે. નીચે મોટાં ભોંયરામાં પાર્કીંગ. એ ભોંયરામાં એક ખૂણે કોઈ દેવીનું સ્થાપન. કોઈ કહેતું કે એક ખાલી માળ પર, કોઈના કહેવા ...Read More

23

અમે બેંક વાળા - 23. પરીક્ષા

23. પરીક્ષાઆપણે હું નોકરીમાં રહ્યો તે પહેલાંના પાંચ વર્ષ અગાઉ 1975નો પ્રસંગ જોશું. એ પહેલાં પરીક્ષાની વાત નીકળી છે બેંકની CAIIB પરીક્ષાઓની એ જમાનાની વાત કરૂં.આજે પાર્ટ 1 JAIIB અને પાર્ટ 2 CAIIB કહેવાય છે. ત્યારે એ CAIIB I અને CAIIB II કહેવાતા. રજિસ્ટ્રેશન ની ફી 125 રૂ. જેવી અને પરીક્ષા ફી 75 થી 100 બધાં પેપરની. જ્યારે ક્લાર્કનો પગાર ગ્રોસ 525 રૂ. હતો. પરીક્ષાઓ પહેલાં સવારે 7.30 થી10.30 લેવાતી. મે અને નવેમ્બરમાં. પછી દર રવિવારે થઈ.આજે પણ વિચાર આવે છે કે પાર્ટ 1 માં ઇકોનોમિક જોગ્રોફી શું કામ હતું. હું મઝાક કરતો કે ઓફિસર થઈને ગુજરાત થી યુપી ...Read More

24

અમે બેંક વાળા - 24. કામના માણસ

24. કામના માણસઆ ઘટના પણ બેન્કિંગ જિંદગીના એક પ્રસંગ તરીકે જ લેવામાં આવે. કોઈનું મન દુભાવવા કે તેમની વાતો કરવાનો આશય નથી.બેંક કર્મચારી અમે નોકરીમાં રહ્યા ત્યારે તો ખૂબ માનનીય વ્યક્તિ ગણાતો. આજે એનું મહત્વ તો છે પણ યુવાન મિત્રો કહે છે તેમ સરકારી કર્મચારીઓ જેટલું નહીં. મૂળ તો મહત્વ એટલે જ કે તેમના સંબંધીનું કોઈક કામ થઈ જાય. લોકો ઈશ્વરને પણ એટલે જ ભજે છે! 'ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ… થાય અમારાં કામ'. કામ તો મિત્રોનાં કરીએ જ. ન જાણતા હોઈએ તેનાં પણ. ક્યારેક તેમાં બેંકવાળા પ્રત્યે અપેક્ષા વધી જાય અને એ શક્ય ન હોય તો ...Read More

25

અમે બેંક વાળા - 25. અભી ના જાઓ છોડ કર..

25. 'અભી ના જાઓ છોડ કર..'હવે પછીનાં ત્રણ ચાર પ્રકરણ બેંક ઓફ બરોડા ન્યુકલોથની મારી જિંદગીનાં આવશે. એ સમય જાન્યુ. થી 2009 ડિસેમ્બર એ ચાર વર્ષનો હતો. સોળ વર્ષે પણ યાદ એવું છે કે જાણે આજે જ બન્યું હોય. હજી હમણાં જ કોઈ કામે એ બ્રાન્ચમાં ગયો ત્યારે સ્ટાફ તો એમાંથી કોઈ ક્યાંથી હોય, પણ અમુક ગ્રાહકો આટલાં વર્ષે ઓળખી ગયેલા. પોસ્ટ કોરોના દિવસો હોઈ બ્રાન્ચમાં જવા લાંબી લાઈનમાં ઉભી ચાર વ્યક્તિઓએ અંદર જવાનું હતું. પોલીસચોકી સુધી લાઈન હતી. હું પાછળ ઉભો. કોઈ મને ગ્રીટ કરી પીયૂનને કહી આગળ લઈ આવ્યું અને સીધી એન્ટ્રી અપાવી. અહીંના સિનિયર મેનેજર સાહેબ ...Read More

26

અમે બેંક વાળા - 26. ડો. કાર્તિકેય

26. ડો. કાર્તિકેયઆ પણ મારી ન્યુકલોથ માર્કેટ બ્રાન્ચની વાત છે.આશરે 2006 મે ની. હું બ્રાન્ચની મધ્યમાં રિવોલ્વિંગ ચેરમાં બેસી અવર્સમાં મારી આસપાસ ઊભેલાં ટોળાંનાં કામો પતાવતો હતો. હું સિનિયર મેનેજર એટલે મેનેજર પછીની વ્યક્તિ. બ્રાન્ચ ચીફ મેનેજરની હતી.એ વખતે શાળા કોલેજોના એકાઉન્ટ ખોલી તેમાં સ્કોલરશીપ અને શિક્ષકોના પગાર સીધા નાખવાનું શરૂ જ થયેલું એટલે એ એકાઉન્ટ્સ ખોલવા ટ્રેઇન્ડ પીયૂન મૂળજી સ્ફુલની બાલિકાઓને સહી કરવા ને આઈકાર્ડ બતાવવા કહેતો હતો. પાસબુક અને એફડીના કાઉન્ટર પર ભીડ જ ભીડ હતી. ચેક ભરવા લાઈનો હતી. દેકારો મચતો હતો.એવામાં એક અદ્યતન કપડાંમાં સજ્જ, શાઇનિંગ બ્લ્યુ ટીન્ટ વાળાં ફ્રેમલેસ ચશ્માં પહેરેલા 'સજ્જન' આવ્યા અને મારી ...Read More

27

અમે બેંક વાળા - 27. સંદેશે જાતે હૈ..

સંદેશે જાતે હૈ.1999 થી 2004 હું આઇટી ડિપાર્ટમેન્ટમાં હેડઓફિસમાં હતો. એ વખતે બ્રાન્ચોમાં ખાલી લેજર પોસ્ટિંગ માટે મશીનો એટલે ડેસ્કટોપ 2 જીબી હાર્ડડિસ્કનાં હતાં. ક્યાંક ક્યાંક પાસબુક પ્રિન્ટર પણ હતાં. હેડઓફિસ આઇટીમાં અમારે કોઈ કોઈ પ્રોગ્રામ રાઇટર કે ટેસ્ટિંગ કરનારને 4 જીબી હાર્ડડીસ્ક મળે એટલે તો રાજી રાજી.ઇમેઇલ નવી વસ્તુ હતી. આઉટલુક એક્સપ્રેસમાં જઈ ડાયરેકટ મેઈલ ન થાય એનું ધ્યાન રાખવું પડતું. આપણે આજે વોટ્સએપ મેસેજો કરીએ છીએ, ફક્ત એટલા જ લાંબા ઇમેઇલ કરતા.મેલ સાથે એટેચમેન્ટ મોકલવું મોટી વાત હતી પણ ડિપાર્ટમેન્ટ માટે અત્યંત જરૂરી હતી.હવે આખી બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રોસેસ કરી આ બ્રાન્ચે મોકલ્યા ને આ બ્રાન્ચે ચૂકવ્યા ...Read More

28

અમે બેંક વાળા - 28. જનરલ મેનેજર બોલ રહા હું

28. જનરલ મેનેજર બોલ રહા હું..બેંકમાં ઘણાં ઘણાં કામ હોય છે. ઘણા ગ્રાહકો હોય છે અને દરેક ગ્રાહકને ઘણા કર્મચારીઓ ખાસ વ્યક્તિ જેવી ટ્રીટમેન્ટ આપતા હોય છે. હવે તો જેને ફૂટફોલ્સ કહે છે એ ગ્રાહકોની રૂબરૂ વિઝીટ્સ ઘટી ગઈ પણ મેં અગાઉનાં પ્રકરણોમાં લખેલું તેમ ગ્રાહકો સાથે મૈત્રીભર્યા સંબંધો રહેતા અને અમુક ગ્રાહકો કે તેના કર્મચારીઓ બેંકવાળા સાથે ટોળ ટપ્પા પણ મારી શકતા.બેંકનાં કામ સરળ રીતે સીધે પાટે ગાડી ચાલે ત્યાં સુધી બેય પક્ષે ખબર પણ પડતી નથી કે કોનું કેટલું મુશ્કેલ કામ પણ ચપટી વગાડતાં થઈ ગયું. પણ ગાડી પાટેથી ખડે ત્યારે જ પરસ્પર ધીરજ અને સમજવાની જરૂર, ...Read More

29

અમે બેંક વાળા - 29

બેંકવાળા 29 'બાપનો નોકર'હમણાં હમણાં મારૂં નિરીક્ષણ છે કે વરિષ્ઠ નાગરિકોને કોઈ પ્રેમથી બોલાવે તો ઓળઘોળ થઈ જાય, ખૂબ થઈ જાય. પરંતું ઉંમર વધવા સાથે ઘણા લોકો ટચી થઈ જાય છે. સહેજ અમથી વાતમાં ખૂબ ખોટું તો લાગી જાય પણ ગુસ્સે પણ જરૂર કરતાં વધુ થઈ જાય. મૂળ અનેક લાગણીઓ ઘૂંટીઘૂંટીને હૃદયમાં ભરી રાખી હોય એ મન મુક્ત થતાં નીકળે, પોતાનો માર્ગ કરીને જ રહે. એટલે જ વયસ્કો સાથે ધીરજથી વર્તવું પડે અને ક્યારેક સહન પણ કરવું પડે. ક્યારેક એમની સાથેના લોકો પ્રત્યેનો એમનો વ્યવહાર પણ ક્યારેક એક માણસ બીજા સાથે ન કરે એવો હોય છે.એક વાત યાદ આવી. ...Read More

30

અમે બેંક વાળા - 30. હરિ ના હાથની વાત..

હરિના હાથની વાત..1972 ની સાલ. શ્રી એ. વી. માત્ર છ વર્ષની ક્લાર્ક તરીકેની સર્વિસ બાદ પ્રમોટ થયા. સામાન્ય રીતે દસ બાર વર્ષ તો લાગતાં જ. તેમને આનંદ થયો કે ગ્રાહકોને સારી સેવાઓ આપી અને ખંતથી કામ કર્યું એનો સમયસર બદલો મળ્યો.તેમને કચ્છમાં એક સારી બ્રાન્ચમાં પોસ્ટીંગ મળ્યું. ડાયરેક્ટ ઓફિસરો આવે તેની નજીકની ઉંમરે પ્રમોટ થઈને આવતા આ અધિકારીને અગત્યનાં કામોમાં પલટવા મેનેજર પણ રસ લેવા લાગ્યા.શ્રી એ.વી. સોમ થી શુક્ર મોડી સાંજ સુધી કામ કરે. શનિવારે અર્ધો દિવસ હોય. અમુક મિત્રો બન્યા તેઓ ભુજ ફિલ્મ જોવા જાય સાથે તેઓ પણ જાય. એ સાથે અમુક મિત્રો તે શહેરની એલ.આઇ.સી. અને ...Read More

31

અમે બેંક વાળા - 31

*ધ સિનિયર મેનેજર* આશરે 2006 થી 2008 વચ્ચેનો સમય હતો. અમુક સમય એવો ગયો કે જ્યારે પ્રોફેશનલ ટેક્સ મ્યુનિસિપલ દ્વારા લેવામાં આવતો. દર મહિને તેમને પગાર થાય એટલે કર્મચારીઓની વિગત અને ટેકસ કાપ્યાનું ચલણ મોકલી આપવાનું. ત્યાર પછી ફરી પાછો પ્રોફેશનલ ટેક્સ, સેલટેક્સ ડિપાર્ટમેન્ટ જે સાથે સંકળાયેલો હતો તેમાં ફરીથી જતો રહ્યો. અમુક સમયનો ટેકસ મ્યુનિસિપાલિટી કહે હું માંગુ અને એ જ સમયનો પેલું સરકારી ખાતું માગે. અમારે ચલણ બતાવી ખાતરી કરાવવાની કે કોઈને તો ટેકસ ગયો છે અને તેણે જ લેવાનો હતો.હવે બે ડિપાર્ટમેન્ટ એક જ ટેક્સ લે અને તેમાં પહેલાનો ટેક્સ આવ્યો અને બીજામાં ભરાયો તેનું reconcilliation ...Read More

32

અમે બેંક વાળા - 32. ભૂત હૈ યહાં કોઈ

32. ભૂત હૈ યહાં કોઈએ વખતે હું MICR સેન્ટર નો ઇન્ચાર્જ હતો. અમે આખા અમદાવાદ, ગાંધીનગર, કલોલ જેવાં નજીકનાં તે શાખાઓએ દિવસ દરમ્યાન કલેકટ કરેલ ચેક તેમની બેંકની સર્વિસ બ્રાન્ચ રકમ એન્કોડ કરી મોકલે તે એક ટેકનિકલ પ્રોસેસ રાત્રે પ્રોસેસ કરતા. કઈ બેંકે કોની પાસેથી કેટલા લેવા કે આપવાના એનું સેટલમેન્ટ, દરેક શાખાનું તેમણે આપણા ખાતામાં ઉધારવાના ચેકોનું લીસ્ટ અને માસ્ટર સમરી સાથે ચેકો બેંક, બ્રાન્ચ, તેમાં ખાતાના પ્રકાર, તેમાં પણ ખાતાં નંબર મુજબ સોર્ટ થતા. સ્વાભાવિક છે, બ્રાન્ચ બપોરે ત્રણ આસપાસ સર્વિસ બ્રાન્ચને અને તેઓ અમને, બેંક દીઠ વીસેક હજાર ચેક મોકલે એટલે અમારું કામ રાત્રે રહેતું. ડ્યુટી ...Read More

33

અમે બેંક વાળા - 33. ઝડપી સેવા

33. ઝડપી સેવા!1985 ની સાલ હશે. એ વખતે ટપાલ સેવા આજના પ્રમાણમાં ધીમી હતી, કોમ્પ્યુટર જેવી વસ્તુની કોઈને કલોનાં આંગડિયા તો એના પણ પચાસ વર્ષ અગાઉથી હતા જે સોની લોકોનાં ઘરેણાં કે શરાફ લોકોની નોટોનાં બંડલો એક થી બીજે ગામ લઈ જતા. કુરિયર કદાચ શરૂ થવામાં હતા.હવે બેંકમાંથી કોઈ વેપારી કે સામાન્ય માણસ અન્ય શહેરમાં પૈસા મોકલવા ડ્રાફ્ટ કઢાવે તો એની જે તે બ્રાન્ચ સામેની બ્રાન્ચ ને એડવાઇસ મોકલે કે અમે આજે આટલી રકમના અને આ નંબરના ડ્રાફ્ટ તમારી ઉપર ડ્રો કર્યા છે જે ચૂકવશો. એ બેંક ની એક બ્રાંચ નો બીજી બ્રાન્ચ ને આદેશ છે અને કુલ ડ્રાફ્ટની ...Read More

34

અમે બેંક વાળા - 34. તમારું નામ લખી દો ને

34. "તમારું જ નામ લખી દો ને?" હું એ રાષ્ટ્રીયકૃત બેંકમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે જોડાયો 1982માં. મને કેન્ટોનમેન્ટ બ્રાન્ચ, ખાતે પોસ્ટિગ મળ્યું. અમે ત્રણ ઓફિસરો એક સાથે ત્યાં જોડાયા. હું ચેન્નાઇથી, એક બેંગ્લોરથી અને એક આંધ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી. અમારા મેનેજર એક છ ફૂટ ચાર ઇંચ ઊંચા પડછંદ પંજાબી હતા. તેમણે અમારી છોકરડાઓની સામે પહેલાં તુચ્છકાર થી જોયું અને પછી અમને અમારાં ડિપાર્ટમેન્ટ સોંપ્યાં. મને સેવિંગ્સ, બેંગલોરવાળાને ફિક્સ અને આંધ્રવાળાને કરંટ ખાતું.બપોર બાદ અમને તેમની કેબિનમાં બોલાવી કહ્યું કે જો અમારે નોકરીમાં કંફર્મ થવું હશે તો અમારાં ડિપાર્ટમેન્ટની ડિપોઝિટ બમણી કરવી પડશે. વરના… અમને એસી કેબિનમાંથી બહાર નીકળતાં જ પરસેવો ...Read More

35

અમે બેંક વાળા - 35. બે આંગળીઓ નો ખેલ

35. બે આંગળીઓનો ખેલ ડિસેમ્બર 2010 ની એ ઠંડી રાત. નવ વાગ્યા પછી તો ચકલું યે ન ફરકે. એ દરમ્યાન એક બેંકનાં એટીએમમાં રહસ્યમય રીતે કેશ ઓછી થઈ ગઈ.એટીએમ માં એ કેવી રીતે બને જ?એટીએમ કેબિનમાં બે ભાગ હોય છે. એકમાં તમારું એટીએમ મશીન અને એરકંડીશનર, બીજા એકદમ નાના ભાગમાં યુપીએસ, જો પાવર જાય તો સેવા ચાલુ રહે એટલે. આ બે ભાગ વચ્ચે નાનું પાર્ટીશન હોય છે જેને તાળું મારી બે ભાગને અલગ રાખવામાં આવ્યા હોય છે. એટીએમ માં પૈસા રાખ્યા હોય તે ભાગને 8 અક્ષરના પાસવર્ડથી સુરક્ષિત રાખવામાં આવે છે. બે અલગ અધિકારીઓ સાથે 4 લેટરના અલગ પાસવર્ડ, ...Read More

36

અમે બેંક વાળા - 36. લે, મને શૂટ કર

એ દિવસોની વાત જ અલગ હતી. કંઈક ભયનો માહોલ બેંક ઓફ બરોડા ના અધિકારીઓમાં છવાઈ ગયો હતો. એમ કહેવાતું નાની વાતમાં મોટી સજા કે કીડીને કોશનો ડામ એ સામાન્ય થવા પર હતું પણ એટલું બધું ન હતું. નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ખૂબ કડક હતા પણ એ કરતા એ એમના કેટલાક નિર્ણયો એ વખત મુજબ મનસ્વી લાગતા. ખાસ તો સ્ટાફ વિરોધી હતા. સ્ટાફનો એમની કાર્યશૈલી સામે પ્રચંડ વિરોધ ઉઠ્યો. અહીં, ત્યાં, બધે દેખાવ થવા લાગ્યા. એક સાથે અમુક જગ્યાએ ડેમોસ્ટ્રેશન વગેરે શરૂ થઈ ગયાં. પણ સાહેબની કડકાઈ એવી અને સૂચના પણ એવી કે દેખાવોને શરૂ થતાં જ ડામી દો. કોઈ યુનિયન ...Read More

37

અમે બેંક વાળા - 37. રાજા, વાજા ને ..

રાજા વાજા ને … શ્રી એસ ખૂબ કાર્યદક્ષ અધિકારી હતા. અનેક ટેન્શન, અવ્યવહારિક ટાર્ગેટ પુરા કરવા, સ્ટાફને સાચવવો, એમાં યુનિયનો તો સૌ જાણે છે. એ બધા વચ્ચે 35 - 36 વર્ષ નોકરી કરી આખરે નિવૃત્તિને આરે તેમની નાવ પહોંચી ગઈ. કિનારો સામે જ દેખાતો હતો. બસ હવે તો બે અઠવાડિયા જ! ચાલો ઉચ્ચ પદ પર પણ હેમખેમ નોકરી પૂરી કરી. ઘણાને ઘણી રીતે છેલ્લેછેલ્લે પણ તકલીફ થતી હોય છે. આ બે અઠવાડિયાં પૂરાં થાય એટલે બસ. તેઓ સવારે વહેલા તેમની 40 45 માણસોના સ્ટાફ વાળી ઓફિસ, જેના તેઓ ઇન્ચાર્જ હતા, તેમાં જઈ પહોંચ્યા. એમની બેંક માટે ફરજિયાત, દિવસ શરૂ ...Read More

38

અમે બેંક વાળા - 38. મારકણા સાહેબ

મારકણા સાહેબએ ગામનું નામ નથી કહેતો. આ વાતમાં છે એ મેનેજર પછી ક્યારેક હું પણ ત્યાં ગયેલો. કોંગ્રેસ રાજ તપતું હતું ત્યારે. સંપૂર્ણ દોષ એ સરકારને દેવો ખોટો, ગામની મથરાવટી જ લોન પૂરતી અત્યંત મેલી. પાકધિરાણ જે દર વર્ષે એક વાર ભરી ફરીથી ઉપાડવાનું જ હોય એ રીન્યુ કરવા પણ કોઈ ન આવે. ઘેર જાઓ તો ખાટલે બેઠો રહે, ભૂલથી પણ એકાદ લોન રીન્યુના કાગળમાં સહી કે અંગૂઠો ન પાડે. મોટા ભાગના લોકો ગામમાં ને નજીકની ઠીકઠાક હાઈસ્કૂલ હોઈ ભણેલા એટલે અક્ષરજ્ઞાન હતું પણ જરા વધુ પડતા ગણેલા.ઠીક, આટલા વર્ષે મારે એમને માટે ઓકવા હ્રદયમાંથી ઝેર કાઢવું નથી. એ ...Read More

39

અમે બેંક વાળા - 39. કોઈ એકાઉન્ટ ખોલો રે..

કોઈ એકાઉન્ટ ખોલો રે..બેંક જે પૈસા ડિપોઝિટ પેટે લે છે તેમાંથી ધંધાઓ માટે અને છેલ્લાં પંદરેક વર્ષથી લોકોની આધુનિક માટે લોન આપે છે. લોન પર વ્યાજ લે અને પોતાના ખર્ચનો અને થોડા નફાનો ગાળો રાખી ડિપોઝિટ પર વ્યાજ આપે. ફિક્સ પર વ્યાજ વધુ હોય કેમ કે એની ઉપર ભરોસો રખાય કે બેંક પાસે જ અમુક સમય રહેવાની છે પણ કરંટ કે સેવિગ ગ્રાહક ગમે ત્યારે ઉપાડી શકે એટલે એની ઉપર વ્યાજ ઓછું.એક આડ વાત. લખવાની લાલચ રોકી શકતો નથી કે આ maturity buckets નો અંદાજ સેન્ટ્રલ લેવલે લગાવી શકાય એ માટે બ્રાન્ચ તે વખતે ફ્લોપીમાં રીજિયનને, તે ઝોનને અને ...Read More