“છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,”“સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું, તમે સમજતા કેમ નથી?”“ના તુ સમજવા લાયક છે ના તારી પાયા વગરની વાતો, તુ સાડા છ વાગે પોલીશ સ્ટેશનમાં આવે છે આવીને સીધું તુ એમ જ કહે છે કે મેં ખૂન કર્યું છે અને એ પણ માણેકલાલનું, સોરી ઉદ્યોગપતી માણેકલાલ શાહનું, એ બકવાસ નથી તો બીજુ શું છે, જો છોકરા, અત્યારે આ મજાક કરવાનો સમય નથી, ચુપચાપ ઘરે જા અને કોઈ સારા ડોક્ટર પાસે જઈ તારો ઈલાજ કરાવ” “પાયા વગરની વાતો તો તમે કરી રહ્યા છો

1

રમત

“છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ,”“સર હું બકવાસ નથી કરી રહ્યો સાચું બોલી રહ્યો છું, તમે સમજતા કેમ નથી?”“ના તુ સમજવા લાયક છે ના તારી પાયા વગરની વાતો, તુ સાડા છ વાગે પોલીશ સ્ટેશનમાં આવે છે આવીને સીધું તુ એમ જ કહે છે કે મેં ખૂન કર્યું છે અને એ પણ માણેકલાલનું, સોરી ઉદ્યોગપતી માણેકલાલ શાહનું, એ બકવાસ નથી તો બીજુ શું છે, જો છોકરા, અત્યારે આ મજાક કરવાનો સમય નથી, ચુપચાપ ઘરે જા અને કોઈ સારા ડોક્ટર પાસે જઈ તારો ઈલાજ કરાવ” “પાયા વગરની વાતો તો તમે કરી રહ્યા છો ...Read More

2

રમત - ૨

ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, માણેકલાલ શાહ એક એવું અને ઉદ્યોગજગતનો એક એવો સિતારો, જે પોતાની ચમકથી સમગ્ર વિશ્વને આંજી નાખવા તત્પર હતો અને આજ અચાનક જ એ સિતારો ખરી પડ્યો. પ્રાપ્ત માહિતી અને પ્રાથમિક તપાસ પરથી માણેકલાલ શાહે આત્મહત્યા કરી હોય એમ ચર્ચાઇ રહ્યુ છે. આ આઘાતજનક ખબરે સમગ્ર ઉદ્યોગજગતને હચમચાવી મુક્યુ છે. માણેકલાલ શાહ અને આત્મહત્યા ? આ વાત કોઇના ગળે ઉતરે એવી નથી. ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ. તેઓ મનોમન વિચારવા લાગ્યા “દુનિયાની મોટી મોટી કંપનીઓને ...Read More

3

રમત - 3

“અનિકેતનો એક એક શબ્દ કે. ડી. મહેતા માટે ચોંકાવનારો હતો. એની વાતમાં વિશ્વાસ મુકવો કે નહી એ પણ એક ઉભો કરતું હતું. સપનામાં જે દેખાય એ સાચું થાય એ સાંભળ્યું છે. પણ એ સપનાનો વિડીયો બને, એ પહેલી વાર સાંભળ્ય઼ું. કાં તો આ છોકરો અમને મુરખ બનાવી રહ્યો છે કાં તો પછી એની સાથે કોઇ ગંદી રમત રમી રહ્યુ છે. જે પણ હોય, પણ હવે, જ્યાં સુધી આ બધી ગુંચવણમાંથી અસલીયતને બહાર નહી લાવું ત્યાં સુધી મનેય ચેન નહી પડે” મહેતા સાહેબ મનોમન વિચારવા લાગ્યા. મહેતા સાહેબે પેન ડ્રાઈવ લઇને કોન્સ્ટેબલ દેસાઇને ઇશારો કર્યો “આ પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં લગાવો, ...Read More

4

રમત - ૪

“સર આપણે એસ.પી. સાહેબના બંગલે પહોંચી ગયા છીએ” વિચારે ચડેલા મહેતા સાહેબને વચ્ચે અટકાવતા ડ્રાઇવર બોલ્યો.“વિચારોમાં ને વિચારોમાં એસ.પી. બંગલો ક્યારે આવી ગયો ખબર જ ના પડી” મહેતા સાહેબ મનોમન બબડ્યાકંઇ કહ્યુ સાહેબ તમે ?મહેતા સાહેબ રોફ જમાવતા ડ્રાઇવર સામે જોઇ રહ્યા, એની વાતને અવગણીને જીપની બહાર નીકળ્યા અને બહાર આવીને બોલ્યા “તમે હવે જઈ શકો છો”“જી સાહેબ” મહેતા સાહેબના હુકમને માથે ચડાવીને ડ્રાઇવર ત્યાંથી નિકળી ગયોરાઠોડ સાહેબનો બંગલો આલીશાન હતો. પહેલી જ વાર આવવાનું થયુ હતુ અને ઘણું બધુ સાંભળ્યુ હતુ બંગલા વિષે અને આજે જોઇ પણ લીધો. ગર્ભશ્રીમંત છે રાઠોડ સાહેબ. આ શાનદાર જાહોજલાલી વારસામાં મળી છે. ...Read More