દિલાસો

(294)
  • 52.2k
  • 27
  • 20.7k

હવે દન ધીમે-ધીમે આથમી રહ્યો હતો. ક્યાંક હળવું અજવાળું આંખોમાં ઝળહળી રહ્યું હતુ ! ત્યાંજ રાજુ ચિંકાર દારૂ ઢીંચીને પગ વાટે આવી રહ્યો હતો, જાણે તે આખી વાટ માપતો હોય તેમ આમતેમ લથડીયા ખાઈ રહ્યો હતો.સોમો ટૂંકું ફાટેલું ખમીજ અને મેલી ધોતી પહેરીને ખાટલે નિરાંતે બેસીને બીડીના ઠૂંઠા જોર જોરથી ફુંકી રહ્યો હતો, જે બાકી રહ્યો હોય તે કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢતો !ત્યાંજ રાજુને આવતો જોઈને સોમો બોલ્યો " અલ્યા રાજુ ક્યાં દારૂ પીધો ?  " લખમણની ભઠ્ઠીએ ઘણો ચોખ્ખો મળે એ પણ દેશી મહુડી નો "" શું વાત કરે છે એ પણ ચોખ્ખો દારૂ ? "તું હાલ

1

દિલાસો

હવે દન ધીમે-ધીમે આથમી રહ્યો હતો. ક્યાંક હળવું અજવાળું આંખોમાં ઝળહળી રહ્યું હતુ ! ત્યાંજ રાજુ ચિંકાર દારૂ ઢીંચીને વાટે આવી રહ્યો હતો, જાણે તે આખી વાટ માપતો હોય તેમ આમતેમ લથડીયા ખાઈ રહ્યો હતો.સોમો ટૂંકું ફાટેલું ખમીજ અને મેલી ધોતી પહેરીને ખાટલે નિરાંતે બેસીને બીડીના ઠૂંઠા જોર જોરથી ફુંકી રહ્યો હતો, જે બાકી રહ્યો હોય તે કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢતો !ત્યાંજ રાજુને આવતો જોઈને સોમો બોલ્યો " અલ્યા રાજુ ક્યાં દારૂ પીધો ? " લખમણની ભઠ્ઠીએ ઘણો ચોખ્ખો મળે એ પણ દેશી મહુડી નો "" શું વાત કરે છે એ પણ ચોખ્ખો દારૂ ? "તું હાલ ...Read More

2

દિલાસો - 2

હવે સાંજના ટેમે રાજુ રોટલો ખાધા વગર ઉંઘી ગયો એટલે પત્ની થોડી વધારે ચિંતાતુર થાય તે સ્વાભાવિક હોય, કારણ રોજ દારૂ પીવો એ રાજુ નો નિત્યક્રમ થઈ ગયો હતોતેમને કંઈકવાર હમજાવ્યા પછી પણ એ દારૂ છોડવાનું નામ નહીં લેતા , જાણે દારૂ જોઇને તેનું મન પીવા માટે લલચાઇ જતું હોય, તેમ તેની પાછળ રગવાયો બની રખડતો હોય, એમ મને લાગે ને...વહુ ને એટલી દુઃખી જોઇને સાસુ એ કહ્યું " તું.. રોટલો ખાઈ લે નહીંતર, તારા છોરાને દૂધનું હારું પોષણ ન મળે ? તો કાળુ એકદમ માંદો પડી જશે ? "" તેમની આવી દશા જોઇને માં.. મારું મન સાવ ભાંગી ...Read More

3

દિલાસો - 3

નદીના કિનારે થોડા પાણીના ખાબોચીયામાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી, તે જોઈએ રાજુ મનમાં હસવા લાગ્યો કારણ કે દારૂ બનતો એટલે પીવા તો અવશ્ય મળશે ? પછી નજીક જઈને રાજુ એ કહ્યુ " જીવા ભંઈ કેટલી માટલી દારૂ બનાવ્યો, અલ્યા રાજુ તું.. હાલ તો ત્રણ બનવાની સે ' આ સાંભળીને રાજુ એ કહ્યુ ' કેમ આટલી જ ? તને નથી ખબર કે ગરમીના દન છે એટલે દારૂ ખાટો થઈ જાય એટલે પીવા માટે ભાવે નહિ એટલે શહેરના અડ્ડાવાળા કડક દારૂ ઓછો લઈ જાય પણ તેનો ડબલ બનાવે છે ક્યારેક ઝહેર જેવો પણ બની જાય, તે પીવાથી શરીરને ઘણું બધુ નુકસાન ...Read More

4

દિલાસો - 4

અગાઉ આપણે જોઈએ ગયા કે રાજુ અને જીવો ઢળતી સંધ્યા વેળાએ દારૂની ભઠ્ઠી પર દારૂ પીવા બેસી ગયા, તેમાં સમય વીતી ગયો હતો. કારણ કે આંખોમાં ધીમું અંધારું છવાઈ ગયું હતું.બીજી બાજુ એટલો ટેમ થઈ જવા છતાં પણ રાજુ ઘેર ન આવવાથી તેની પત્ની વધારે ચિંતા કરવા લાગી. એટલે સાસુ ને પૂછયું ' માં.. તમારો છોરો હજી સુધી ઘેર આવ્યો નથી ? '' વહુ આ રાજુ તો હવારે કહેતો કે હું ફલાણાનો પાયો ખોદવા જવું છું ? પણ હજી સુધી તેના વાવડ ( સમાચાર ) મળ્યા નહિ 'માં.. લાગે છે કે આખી રાત સુધી આજે પાયો ખોદવા નો ને....એટલે ...Read More

5

દિલાસો - 5

અગાઉ આપણે દિલાસો 4 માં જોઈ ગયા કે દન ડુબી જવા છતા પણ રાજુ ઘરે ન આવવાથી ચિંતાતુર સાસુ વહુ તેની શોધખોળ કરવા અડધું ગામ ખૂંદી વળે છે તેમ છતા રાજુનો ભાળ મળતો નથી ? એટલે છેવટે થાકીને સાસુ અને વહુ વાતો કરતી ફરીથી પોતાના ઘર તરફ જવા માંડી, જાણે નિરાશનું અંધારું હાથમાં ઝાલીને જતી હોય તેમ લાગતું ?થોડીવારમાં ઘરે પહોંચીને જોયું તો રાજુ રોટલો ખાદા વગર જ ખાટલામાં ઊંઘી ગયો હતો, હવે આગળન સ્ટોરી નીચે પ્રમાણે..સવારનો દન જાણે આળસ મરડીનો ઉઠ્યો હોય તેમ રાજુ થોડાક મોડો ઉઠ્યો એટલે તેની પત્ની કહ્યુ ' જોયુને માં આ દારૂડિયાને હજુ સુધી ...Read More

6

દિલાસો - 6

અગાઉ આપણે દિલાસો 5 ના પ્રકાશમાં જોઈ ગયા કે રાજુને માતાજીના સોગંદ લેવડાવા માટે જોગણી માંના મંદિરે લઈને તેની અને તેની બા સાથે જાય છે, પણ જેવું માતાજી નું મંદિર નજીક જોઈને રાજુ બાનું કાઢે છે. કે તેને લઘુશંકા કરવી છે. એટલે તે ઝાડીની પાછળ જવા લાગ્યો, જાણે તે પોતાને આ આફતમાંથી બચાવી હોય, તેમ થોડી રાહત અનુભવે છે ,બીજી બાજુ વહુ એ કહ્યું " માં આ મારો ધણી લઘુશંકાનું બાનું કાઢીને ચટકી ગયો. અર્થાત્ નાસી ગયો ? "" વહુ તું ખોટી ચિંતા ન કર.. એ હાલ આવશે . "" માં હવે તમે ખાલી ' દિલાસો ' આપવાનું રહેવા ...Read More

7

દિલાસો - 7

જે રીતે આપણે અગાઉ દિલાસો 6ના પ્રકરણમાં જોઇ ગયા કે રાજુ લઘુશંકાનું બાનું કાઢીને સીધો જીવાના અડ્ડે પહોંચી જાય જ્યાં ડિલર ધનજી દારૂ બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક રાજુને જોઈને ધનજી નવાઈ પામે છે. પછી બંને વચ્ચે દારૂ પીતાં પીતાં વાતચીત કરવાનો દોર ચાલુ થઈ જાય છે. અને બીજી બાજુ રાજુની પત્ની અને તેની માં જોગણીના મંદિરે ઘણી રાહ જોયા પછી પણ રાજુ ન આવ્યો એટલે નિરાશ થઈને ઘર તરફ જવાની પગવાટ પકડી લે છે.જ્યારે રાજુ અને ધનજી દારૂને લગતી વાતો કરવામાં તલ્લીન હતા. ત્યાં જ અડ્ડાનો સેઠ જીવો એકદમ દબાયલે પગે આવીને કહેવા લાગ્યો " અલ્યા ધનજી કેટલા ...Read More

8

દિલાસો - 8

જેવી રીતે આપણે દિલાસો ૭ના પ્રકરણમાં જોઈ ગયા કે રાજુ અને ધનજી જીવાની ભઠ્ઠી પર દારૂ વિશે વાતચીત કરવામાં હતા. અને સાથે અલગ માટલીમાંથી બનાવેલો દેશી દારૂનો સ્વાદ માણી રહ્યા હતા.હવે સંધ્યા ઢળવાની થોડીક વાર હતી. અેટલે ધનજી એ દારૂના નશો ચઢવા હોવાથી અટકતા અટકતા કહ્યુ " અલા રાજુ હાજનો ટેમ થઈ ગયો ને.. તારે ઘેર જવાનું છે કે કેમ? નહીંતર તારી બૈરી આમતેમ ખોતશે ( શોધશે )જાણે દારૂ રાજુને પઈ ગયો હોય તેવી ભૂંડી દશા રાજુની થઈ ગઈ હતી. કારણ કે રાજુ ધનજી કરતા વધારે દારૂ પી ગયો હતો. એટલે તે ભાન ભૂલી બેઠો. તે અડધા અધુરા શબ્દો બોલ્યા ...Read More

9

દિલાસો - 9

જે રીતે આપણે દિલાસો 8 ના પ્રકરણમાં જોઈ ગયા કે ઘણું અંધારું થઈ જવા છતાં પણ રાજુ ઘેર આવ્યો હતો. તેથી તેની પત્ની અને માં રાજુને શોધવા માટે આસપાસના ઘરોમાં જાય છે પણ રાજુનો ક્યાં એ જરા પણ ભાળ મળતો નથી. તેથી વધારે ચિંતાતુર બનીને ઘેર આવીને વહુ કોઈ અણસાર બનાવ તો ન બની ગયો હોય એવું વારંવાર વિચારી રહી હતી. કારણ કે રાજુ આખો દિવસ અને અડધી રાત થઈ જવા છતાં પણ ઘેર આવ્યો ન હતો. તેની યાદમાં તેની પત્ની પાગલ બનીને રડાવા લાગી હતી. એટલામાં સાસુ એ કહ્યું " વહુ હવે રાજુની યાદમાં આમ ગાંડી બને ક્યાં સુધી ...Read More

10

દિલાસો - 10

રાજુ ચાયના ઘૂટડા પીવામાં બરાબર વ્યસ્ત હતો. એટલામાં જ તેની પત્ની હેન્ડપંપ પરથી પાણી લઈને આવી છે તેને જોઈને ઘબરાયેલો જણાતો હતો. તેના મનમાં ક્યાંક ડર છૂપાઈને બેઠો હતો. કે તેની પત્ની તેના પર આજ બરાબર ગુસ્સે થઈ જશે તો તેનું ચોક્કસ આવી બન્યું .એટલામાં તેની પત્ની એ બોલી " જરા આ ગઢો માટલામાં રેડી દો...! "રાજુ કાંઈ બોલ્યાં વગર ચૂપચાપ ગઢો લઈને પેલા માટલામાં પાણી રેડવા લાગ્યો. કારણ કે તે બરાબર ગૂનામાં હતો તેથી તે જે કામ બતાવ્યું છે તે કરવામાં જ ભલાઈ મારી રહેલી છે એમ માનતો. કારણ કે એ કાંઈ બોલે તો એનું આવી બન્યું.એટલામાં ...Read More

11

દિલાસો - 11

હવે રાજુ તેની બહેન કાન્તા અને માં.. ની મધુર ખાટી મીઠી વાતો કાન ધરીને સાંભળતો હતો. એટલામાં કાન્તા એ સ્વરમાં કહ્યું " અલ્યા રાજુ કેમ કંઈ બોલતો નથી. ? ""આ શું બોલે કાન્તા...! " " કેમ માં...? "" તને ખબર નથી કે શું ? આ રાજુ એક નંબરનો દારૂડીયો બની ગયો છે. એ પણ તારા લગન કર્યા પછી તો વધારે દારૂ પીવાનું ચાલુ રાખ્યું છે. એ પણ પોતાના પત્ની અને છોરાની જરા પણ પરવા કર્યા વગર..."કાન્તા એ આ વાત સાંભળીને ઉંચા અવાજે કહ્યુંઃ" માં.. એની તમને બરાબર રોક ટોક કરીને ખબર અંતર લીધી છે કે નહીં. ?"" કાન્તા ... એને ...Read More

12

દિલાસો - 12

રાજુ તેની બૂન કાન્તા અને મા..ને અચાનક નજરને થાપ આપી ને ઘરથી ચટકી ગયો, એ પણ એકદમ દબાયેલા પગે દારૂના અડ્ડા વાળા તરફ જવા લાગ્યો. ત્યારે તેનું મન આકળ વિકળ બની દારૂ પીવા માટે તડફવા લાગ્યું કારણ કે કંઈ દન પછી તેને દારૂ પીવા માટે આટલો મોટો મોકો મળી ગયો હતો. એટલે તેની પત્ની અને મા ની બધી વાતો તરત જ ભૂલીને રાજુ ફરીથી આજે દારૂના રવાડે ચડવા તત્પર હતો.અચાનક રાજુ ઘરે ન જોવા મળ્યો એટલે તેની પત્ની એ લાગ્યું કે રાજુ ફરીથી આજે દારૂ પીવા માટે નાસી ગયો હશે એ પણ કાન્તા બુન અને મા ને વાતમાં બરાબર ...Read More

13

દિલાસો - 13

જેવી રિતે આપણે અગાઉ જોઈ ગયા કે રાજુ દારૂ પીવા માટે પરિવારને અચાનક થાપ આપીને હુરિયાના અડ્ડેં પહોંચી ગયો તે પણ પોતાની બૂન અને પત્ની ને છેતરીને દારૂ પીવામાં બરાબર વ્યસ્ત હતો. જાણે ઘણા દન પછી દારૂ પીવા મળ્યો હોય તેમ પોતાને માની રહ્યો હતો. પણ તેને જરા ખબર નહોતી કે પરિવાર ને આંખોમાં અદૃશ્યની ધૂળ વધારે સમય સુધી ટકી શકતી નથી. તે ખંખેરાઈ જાય ત્યારે સત્યનું સચોટ પ્રતિબિંબ કાચમાં દેખાડે છે. એટલે જ્યારે કાન્તા અને તેની પત્ની રાજુ અને હૂરિયાને ખરી ખોટી જબરદસ્ત વાક્ય યુદ્ધ છંછેડી દે છે. જાણે કંઈ વરસોનો બદલો લેતી હોય તેવું લાગી રહ્યું હતું. ...Read More