શાશ્વત પ્રેમ - ચા....

(81)
  • 18.5k
  • 23
  • 5.6k

વહેલી સવારે, "થોડું વધારે ઉંઘવાની ઇચ્છા" અને "ઉઠવું પડશે" એ બંને વચ્ચેની મગજમારીમાં આંખો ખૂલતાં જ એ યાદ આવે અને એક વિચાર માત્ર હોઠો પર એક સ્મિત લઈ આવે ..... બગડેલા દિવસથી, ખરાબ મૂડથી અને ખુશીના સેલીબ્રેશનમાં બસ સૌથી પહેલો વિચાર તેનો જ આવે..... પાક્કો ટાઇમ ગોઠવાયેલો હોય તેની સાથે....રોજ આટલાં વાગે અને આટલી વખતે મળવાનું જ એવો વાયદો કરેલો છે.... કોઇની પણ માટે હું એને મળવાનું ભુલી જવ એવું ક્યારેય ના થાય.... મારી દરેક મુશ્કેલીઓની દવા એટલે 'એ'...મારા દરેક કામની હિંમત એટલે 'એ'.... વાતોમાં જો તેનો ઉલ્લેખ ના થાયને તો વાત અધુરી જ રહી જાય. અને જો કોઇ તેનું

Full Novel

1

શાશ્વત પ્રેમ- ચા....

વહેલી સવારે, "થોડું વધારે ઉંઘવાની ઇચ્છા" અને "ઉઠવું પડશે" એ બંને વચ્ચેની મગજમારીમાં આંખો ખૂલતાં જ એ યાદ આવે એક વિચાર માત્ર હોઠો પર એક સ્મિત લઈ આવે ..... બગડેલા દિવસથી, ખરાબ મૂડથી અને ખુશીના સેલીબ્રેશનમાં બસ સૌથી પહેલો વિચાર તેનો જ આવે..... પાક્કો ટાઇમ ગોઠવાયેલો હોય તેની સાથે....રોજ આટલાં વાગે અને આટલી વખતે મળવાનું જ એવો વાયદો કરેલો છે.... કોઇની પણ માટે હું એને મળવાનું ભુલી જવ એવું ક્યારેય ના થાય.... મારી દરેક મુશ્કેલીઓની દવા એટલે 'એ'...મારા દરેક કામની હિંમત એટલે 'એ'.... વાતોમાં જો તેનો ઉલ્લેખ ના થાયને તો વાત અધુરી જ રહી જાય. અને જો કોઇ તેનું ...Read More

2

શાશ્વત પ્રેમ- ચા (2)

મહામહેનતે મને એક યુક્તિ સૂઝી. પણ તમને ખબર છે એ સાંભળીને સામે વાળાનાં હાવભાવ જ બીક લાગે તેવા થઇ હતાં. મેં એને બાલ્કની માંથી જોતા કહ્યું કે જો આ ઉંચાઈ વધારે નથી, થોડી હીંમત કરીશું તો કૂદી જવાશે. અને એમ પણ ચોંકીદાર તો સૂવે છે તો આરામની બહાર જવા મળશે. મને આજે પણ વિચાર આવે છે કે આવો વિચાર આવ્યો ક્યાંથી હશે!....પણ એ તો હું હતી, કાંઈ કોઇનાથી સમજે થોડી! .. પછી શું!...અમે રૂમમાંથી નીચે તો આવી ગયા પણ એક કૂતરું અમારો અવાજ સાંભળી ગયું અને ભસવા લાગ્યું. ચોકીદાર ઉઠી ગયા એટલે અમે એમનાથી સંતાતા સંતાતા ગેટની બીજી બાજુથી ...Read More

3

શાશ્વત પ્રેમ - ચા (3)

તમને થતું હશે ને કે એવું શું લખેલું હતું! તો હું જણાવું ...એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે.... "My dear કદાચ આજ પછી મારો હક નહીં હોય તને આટલી પ્યારથી સાદ આપવાનો.. પણ આજે એક છેલ્લી વાર તને કંઈક કહેવા માંગુ છું. હા, એ વાત સાચી છે કે આપણી વચ્ચે ઘણાં દિવસથી તણાવ છે પણ એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો કે તારી ચિંતા નથી મને. તારી ચિંતા અને તારી ખુશીઓની ફિકર મને મારી છેલ્લાં શ્વાસ સુધી રહેશે. બસ ફર્ક એટલો છે કે તારી પર મારો હક હશે નહીં. મારી ભૂલોથી કદાચ તું ઘણીવાર દુખી થઇ ...Read More

4

શાશ્વત પ્રેમ- ચા (4)

એક દિવસ હું ટ્યુશનથી ઘેર આવતી હતી . મારી સાથે બીજી ત્રણ છોકરીઓ કે જે અમે સાથે ટ્યુશન જતા અમારાં ઘરો પણ એકબીજા ના રસ્તામાં આવતાં એટલે છેક સુધીનો સંગાથ રહે. થોડાં સમયમાં તો પોતાનાં ઘેરથી નિકળવાનાં ટાઇમ એવાં ગોઠવાયેલાં કે રસ્તામાં સંગાથ થઇ જાય અને કોઈને માટે ઉભા પણ ના રહેવુ પડે. મારું ઘર બધાંથી દૂર. અને ચાલતાં ચાલતાં ટ્યુશન નીકળીએ તો 10 મીનીટમાં પહોચી જવાય. મારાં પછી નજીકનું ઘર મયુરીનું. તેનાં પછી બંસરી અને છેલ્લે સૌથી નજીક રીયાનું ઘર. અમારાં બધાનાં સ્વભાવ ઘણાંખરાં મળતાં આવે. એટલે મસ્તી અને મજાકનું લેવલ હંમેશા high હોય. પણ કોઈકવાર ગુસ્સો અને ...Read More