સેકેન્ડ ચાન્સ

(1.9k)
  • 69.1k
  • 166
  • 46.6k

તો અર્ચના આ વખતે ક્રિસમસ પર ક્યા જવાની છુ ?હું તો દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ જ જવાની છું. અર્ચના રિચા એ પૂછાયેલા સવાલનો જવાબ આપે છે.                                                                                                                       શું યાર દર વખતે બોમ્બે જ જાય છે. તને કંટાળો નથી આવતો !  

Full Novel

1

સેકેન્ડ ચાન્સ - ભાગ 1

તો અર્ચના આ વખતે ક્રિસમસ પર ક્યા જવાની છુ ?હું તો દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ જ છું. અર્ચના રિચા એ પૂછાયેલા સવાલનો જવાબ આપે છે. શું યાર દર વખતે બોમ્બે જ જાય છે. તને કંટાળો નથી આવતો ! ...Read More

2

સેકેન્ડ ચાન્સ - ભાગ 2

(આપણે પહેલા ભાગમા જોયુ કે અર્ચના સાસરિયાના ત્રાસથી ડિવોર્સ લઈને ભાઈ - ભાભી સાથે રેહતી , સ્વતંત્ર જીવન જીવતી પ્રેમાળ, સમજુ અને સ્વાભિમાની યુવતી છે. જે ક્રિસમસની રજાઓમાં તેની બહેન અને જીજાજીના ધરે બોમ્બે જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.) હા જીજાજી હુ ટ્રેનમાં બેસી ગઈ છું. લગભગ સાડા છ સાત વાગ્યે આવી જઈશ અને please સ્ટેશન ...Read More

3

સેકેન્ડ ચાન્સ ભાગ 3

( આગળના ભાગમાં આપણે જોયુ કે અર્ચના ક્રિસમસના વેકેશનમાં બોમ્બે જાય છે. અને તેની દીદી અને જીજાજી ક્રીશ સાથે ગુફા જોવા જાય છે. જ્યાં તેને એના બોસ મળે છે. હવે આગળ જોઈશું શું થાય છે. ) સુભાષ : મારી ફોઈની છોકરી ના લગ્ન ...Read More

4

સેકેન્ડ ચાન્સ ભાગ 4

( આગળ ના ભાગમા આપણે જોયુ કે એલીફન્ટાની ગુફાજોવા જતા અર્ચનાની મુલાકાત એના બોસ સાથે થાય છે. પછી બન્ને સાથે જ ફરે છે અને ઘણા હળીમળી જાય છે. રાત્રે હોટલમાં જમવા જતા સમયે વિહાન અર્ચનાને મમ્મી કહીને વળગી જાય છે. જેનાથી બધાં સ્તબ્ધ થઈ જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )આશુતોષ : બેટા એ તારી મમ્મી નથી એ તો ક્રીશની ફોઈ છે.વિહાન : ના પ્રાચીફોઈ કેહતા હતા કે મારી મમ્મીનુ નામ અર્ચના છે ને ક્રીશુએ પણ કીધુ તુ કે આ આન્ટીનુ નામ અર્ચના છે.સુભાષ : હા બેટા એ આન્ટીનુ નામ અર્ચના છે. પણ એ તારી મમ્મી નથી.વિહાન ...Read More

5

સેકેન્ડ ચાન્સ ભાગ 5

આગળના ભાગમાં આપણે જોયું કે આશુતોષની પત્નીનુ નામ પણ અર્ચના હોવાથી વિહાન અર્ચનાને પોતાની મમ્મી સમજે છે અને તેને કહેવાની જીદ કરે છે. છેલ્લે બધાએ એની વાત માનવી પડે છે બીજા દિવસે અર્ચના પણ તે લોકો સાથે દમણ ફરતા જઈ સુરત જશે. હવે આગળ જોઈશું શું થાય છે. )સવારે પ્રાચી અર્ચના ને ફોન કરીને મેઇનરોડ પર આવવાનું કહે છે. મયંક તપ સવારે વહેલા ઓફિસ ચાલ્યા ગયા હોય છે. ક્રીશ અને મયુરી એને મૂકવા આવે છે. આશુતોષ અર્ચનાનો સામાન ડીકીમાં મૂકે છે.વિહાન : મમ્મી આપણે આગળ બેસીશુ.આશુતોષ : ના વિહાન તારે અને આન્ટી દાદીની બાજુ માં બેસવાનું છે.વિહાન : ના ...Read More

6

સેકેન્ડ ચાન્સ ભાગ 6

બપોરે સાડા બાર વાગ્યે તો તેઓ દેવકા પહોંચી જાય છે. વિહાન અને રેયાંશને ગાર્ડનમાં ખૂબ મજા આવે છે. એક કલાક ગાર્ડનમાં રમીને બાળકો ભૂખ્યા થાય છે. મોટાઓને પણ ભૂખ લાગી હોવાથી બધાં જમવા માટે હોટલમાં જાય છે. ત્યાં પણ વિહાન અર્ચનાની બાજુમાં જ બેસે છે. અર્ચના પણ એને ખૂબ પ્રેમથી ખવડાવે છે. આ સીન જોઈને કમળાબેનના મનમાં એક વિચાર આવે છે. અને તેઓ આ બાબતમાં સુભાષ સાથે વાત કરવાનું નકકી કરે છે. પ્રાચીને પણ સેમ એ જ વિચાર આવે છે.શું તમે પણ મારી જેમ જ વિચારો છો કાકી ? તે કમળાબેનના કાનમાં કહે છે. તેના અવાજથી પહેલા તો તેઓ ...Read More

7

સેકેન્ડ ચાન્સ ભાગ 7

પ્રાચી : આશુભાઈ હુ તમારી સાથે તમારી ગાડીમાં આવુ ? પેલી ગાડીમાં તો કંઈ મજા નથી આવતી.કમળાબેન : હા નહી આમ પણ હું પાછળ એકલી જ બેસેલી છું તો મને પણ કંપની મળી જશે. પ્રાચી આશુતોષ સામે જુએ છે. આશુતોષ આખના ઈશારાથી હા પાડે છે. અને બધા ગાડીમાં ગોઠવાઈ છે. અર્ચના, પ્રાચી અને કમળાબેન વાતોએ વળગ્યા. બધાં જ પોતપોતાની પસંદ - નાપસંદ, શોખ વિશે કહે છે. વાતવાતમાં અર્ચના કહે છે કે, એને જૂના ગીતો સાંભળવા અને ગાવા ખૂબ ગમે છે. આ સાંભળી પ્રાચીને એક આઈડીયા આવે છે, અને તે ટાઈમપાસ માટે અંતાક્ષરી રમવાનું કહે છે તે આશુતોષ અર્ચનાની ટીમ તેમજ કમળાબેન ...Read More

8

સેકેન્ડ ચાન્સ - ભાગ 8

રસ્તામાં પ્રાચી અર્ચના અને કમળાબેનની વાતો ચાલ્યા કરે છે. વાતો વાતોમાં એમની વાત ભૂત - પ્રેત તરફ વળે છે. ઘણી બધી ભૂતોની ઘટનાઓ કહે છે. અર્ચનાને ભૂતની બહુ બીક લાગતી હોય છે. પણ તે બતાવતી નથી. પણ થોડી થોડી વારે પોતાની બંને હથેળી મસળતી હોય છે. જે આશુતોષના ધ્યાનમાં આવે છે. અને એને ખ્યાલ આવે છે કે અર્ચનાને બીક લાગે છે.અચાનક આશુતોષ જોરથી ગાડીને બ્રેક મારે છે. આમ અચાનક જોરથી બ્રેક લાગવાથી ગાડી ઝટકા સાથે ઊભી રહી જાય છે. અને અર્ચના ગભરાઈને ચિલ્લાતી આશુતોષને વળગી પડે છે અને મમ્મી મમ્મી મમ્મી બોલે છે. અર્ચનાના આવા વર્તનથી બધાં દઘાઈ જાય ...Read More

9

સેકેન્ડ ચાન્સ - ભાગ 9

આશુતોષ ગાડી રસ્તા પર લે છે.કમળાબેન : અર્ચના કેટલી સારી છોકરી છે એકદમ પ્યારી. મારા વિહાનને તો જાણે એનો છોકરો હોય તેમ પ્યાર કરે છે.પ્રાચી : હા અને કેર પણ કેટલી કરે છે એની. વિહાન પણ એની સાથે કેટલો એટેચ્ડ થઈ ગયો છે. અને એ છે પણ કેટલી નિખાલસ. પણ ભાઈ તમે એને બહુ સતાવી.આશુતોષ : અરે પણ શું કરુ એનો ચેહરો જોઈને મારી હસી રુકતી જ ન હતી. અને મે કંઈ એકલો થોડો હતો તમે પણ તો એની મજાક કરતા હતા.કમળાબેન : બસ હવે તમે બંને એની મજાક ઉડાવવનુ બંધ કરો. અને થોડા અચકાયને કહે છે " બેટા ...Read More

10

સેકેન્ડ ચાન્સ - ભાગ 10

આ બાજુ આશુતોષની આંખોમાંથી પણ નીંદ ગાયબ છે તેની આંખો આગળથી અર્ચનાનો ચેહરો ખસતો જ નથી તેના રૂ જેવા હાથોનો સ્પર્શ, તેની શરીરમાંથી આવતી ખુશ્બુથી તરબોળ એ તેના સાનિધ્યને માણે છે. તેના હોઠો પર હલ્કી મુસ્કાન છવાઈ જાય છે. પછી તે વિચારમાં પડી જાય છે. તે પોતાની જાતને જ સવાલ કરે છે કેમ હુ અર્ચના તરફ ખેંચાતો જાવ છુ, કેમ હુ હંમેશા એનો સાથ ઝંખુ છુ, શું હુ એને પ્રેમ કરવા લાગ્યો છું ? ના ના એ તો એ વિહાનની આટલી કેર કરે છે એટલે અને મમ્મી પણ અત્યારે એની વધુ વાત કરે છે માટે મને એના વિચાર આવે ...Read More

11

સેકેન્ડ ચાન્સ - ભાગ 11

આજે આશુતોષને ત્યાં પૂજા છે. અર્ચના વિચારે છે કે પૂજામાં શું પહેરુ તે કબાટમાથી એક પછી એક કપડા કાઢે જૂએ છે.તે દરેક કપડા ટ્રાય કરતી વખતે એ જ વિચારે છે કે આ આશુને ગમશે કે નહી. પછી પોતાની જાતને જ પૂછે છે કે મે આશુતોષને આશુ કેમ કહુ છુ અને મે એની પસંદ નાપસંદ વિશે શા માટે વિચારું છું હું તેના માટે કેમ આટલું વિચારુ છું. પછી પોતાના વિચારોને ખંખેરીને તૈયાર થવા લાગે છે તૈયાર થતી વખતે પણ તેની નજર સમક્ષ આશુતોષનો જ ચેહરો ઘુમ્યા કરે છે. તેણે આછા ગુલાબી રંગની શિફોનની સાડી તેની ઉપર બૉટ નેક વાળો લાંબી ...Read More

12

સેકેન્ડ ચાન્સ - ભાગ 12

આજે પ્રાચીને જોવા છોકરાવાળા આવવાનાં હોય છે પ્રાચીના આગ્રહ કરવાથી અર્ચના પણ એમના ઘરે આવે છે. મહેમાન આવી ગયા છે. થોડી ઔપચારિક વાતો કર્યા પછી અર્ચના પ્રાચીને લઈને હોલમાં આવે છે. ચા - નાસ્તાને ન્યાય આપી બધા છોકરા છોકરીને એકલામા વાત કરવા મોકલે છે. અર્ચના અને રુચી બંનેને પ્રાચીના રૂમમાં લઈ જાય છે. અર્ચના પ્રાચીના કાનમાં ધીરેથી કહે છે, " જે પૂછવું હોય તે પૂછી લેજે. " અને હસીને રુચી સાથે બહાર નીકળે છેપ્રાચી અને વિક્રમ એકબીજાની પસંદ નાપસંદ અભ્યાસ શોખ વગેરે વિશે પૂછે છે. પછી વિક્રમ કહે છે, સાચુ કહુ તો તારો ફોટો અને બાયોડેટા જોઈને જ મે ...Read More

13

સેકેન્ડ ચાન્સ - ભાગ 13

આશુતોષ ગાડી લઈ સીધો અર્ચનાના ઘર પાસે આવે છે અને અર્ચના ને ફોન કરી નીચે બોલાવે છે. અર્ચના વિચારે કે અત્યારે આશુને મારુ શુ કામ પડ્યું !!! વિહુને તો કંઈ ના થયું હોય!! અને તે વિચારતી વિચારતી નીચે આવે છે. તેની નજર હાથની હથેળી આપસમાં ઘસતા આશુતોષ પર જાય છે. તે તેની નજીક જાય છે. આશુતોષના ચેહરા પર તે નર્વસનેસ જૂએ છે. તે કહે છે, શું થયું આશુ any problems !! અર્ચના એટલા પ્રેમથી પૂછે છે કે આશુતોષનો નિર્ણય પાક્કોથઈ જાય છે. આશુતોષ કેવી રીતે વાત કરવી એની ગડમથલમા હોય છે અર્ચના તેના ખભા પર હાથ મૂકે છે અને ...Read More

14

સેકેન્ડ ચાન્સ - ભાગ 14 (પૂર્ણ)

અર્ચના અને આશુતોષ બંને જણા એકબીજાના પ્રેમનો એકરાર કર્યા પછી એકબીજાને મળવા માટે ખૂબ ઉતાવળા હોય છે. એટલામાં અર્ચના પ્રાચીનો ફોન આવે છે તે ફોન રીસીવ કરે છે અને કહે છે,અર્ચના : hiii પ્રાચી શું કરે છે બકાપ્રાચી : કંઈ નહી દીદી બસ હમણા ઊઠી જ છું. અને તમને ફોન કર્યો. દીદી તમે પ્લીઝ વહેલાં આવશો હું ઘણું નર્વસ ફીલ કરુ છું. તમે આવશો તો મને મોરલ સપોર્ટ રેહશે.અર્ચના : હા ડિયર હું વહેલી જ આવી જઈશ. પણ તુ ફોન મૂકે તો તૈયાર થાઉં ને.... ચલ by મળીએ.પ્રાચી : by didi see you soon.ફોન મૂકીને અર્ચના નાહવા જાય છે. ...Read More