પ્રેમ અગન

(7k)
  • 133.8k
  • 373
  • 96.4k

પ્રેમ અગન પ્રસ્તાવના અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ સતત કંઈક નવાં જ વિષયો પર લખતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લખતો રહીશ. સ્ટોરી નું ટાઈટલ જોઈ તમે સમજી ગયાં હશો કે આ એક રોમાન્ટિક લવસ્ટોરી હશે.પ્રેમ માં મળવું અને અલગ પડવું એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે..જો અલગ જ ના થઈએ તો મિલનનું મહત્વ જ ના સમજાય.તમે આ નોવેલનાં દરેક પ્રકરણ ની સાથે નિઃસ્વાર્થ પ્રેમ,ત્યાગ,નફરત,દોસ્તી..વગેરે લાગણીઓ પણ

Full Novel

1

પ્રેમ અગન 1

પ્રેમ અગન પ્રસ્તાવના અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ સતત કંઈક નવાં જ વિષયો પર લખતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લખતો રહીશ. સ્ટોરી નું ટાઈટલ જોઈ તમે સમજી ગયાં હશો કે આ એક રોમાન્ટિક લવસ્ટોરી હશે.પ્રેમ માં મળવું અને અલગ પડવું એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે..જો અલગ જ ના થઈએ તો મિલનનું મહત્વ જ ના સમજાય.તમે આ નોવેલનાં દરેક પ્રકરણ ની સાથે નિઃસ્વાર્થ પ્રેમ,ત્યાગ,નફરત,દોસ્તી..વગેરે લાગણીઓ પણ ...Read More

2

પ્રેમ અગન 2

પ્રેમ અગન:-પ્રકરણ 2 સવારે શિવ ની જેવી આંખ ખુલી એ સાથે જ એને પ્રથમ કામ પોતાની જોડે એ તસ્વીર ને પુનઃ પોતાની મૂળ જગ્યાએ રાખવાનું કર્યું.શિવ શાયદ એ યુવતીને બધાથી છુપાવીને રાખવાં માંગતો હતો એવું એનાં વર્તન ઉપરથી સમજવું સરળ હતું. હમીરે બનાવેલો નાસ્તો કર્યાં બાદ શિવ નવ વાગે પોતાનાં એક ક્લાયન્ટ ને મળવાં માટે વડોદરા જવાં માટે નીકળી પડ્યો. અમદાવાદથી વડોદરા સુધીની શિવની આ સફરમાં એનાં સાથીરૂપે હતી ગુલામ અલી સાહેબની હૃદયની આરપાર નીકળતી મ્યુઝિક પ્લેયરમાં વાગતી કર્ણપ્રિય ગઝલો.આ ગઝલો ભલે દર્દની હતી,ભલે વિરહની હતી,ભલે જુદાઇની હતી પણ આમાં કંઈક તો જાદુ હતો જે શિવ ની ...Read More

3

પ્રેમ અગન 3

પ્રેમ અગન:-પ્રકરણ 3 એક તરફ શિવ તો ઈશિતા નાં પ્રેમમાં પ્રથમ નજરે જ પાગલ બન્યો હતો..તો બીજી શિવ નો નવોસવો બનેલો મિત્ર સાગર એને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..આ બધાં ની વચ્ચે બસમાં શિવની જોડે ખાલી પડેલી સીટ જોઈ ઈશિતા શિવ જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધી. શિવે તો એ વિચારી નજર જ ફેરવી લીધી કે પોતાનાં દિલ ને એક જ નજરમાં લૂંટનાર યુવતી પોતાની બાજુમાં આવીને બેસશે..ઈશિતા શિવ જોડે ખાલી પડેલી સીટમાં બેસવા છેક નજીક પહોંચી ત્યાં એને વટાવીને એક ચાલીસેક વર્ષનાં ભાઈ આવીને શિવની બાજુમાં ગોઠવાઈ ગયાં..એ વ્યક્તિનાં ત્યાં બેસતાં જ ઈશિતા ...Read More

4

પ્રેમ અગન 4

પ્રેમ-અગન:-4 એ પ્રેમ ની ઈમારત ઊંચી અને મજબૂત હોય જેનાં પાયામાં મિત્રતા હોય..અને આવી જ નિર્દોષ મિત્રતા અને ઈશિતા વચ્ચે બંધાઈ ચુકી હતી..ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર ની એસટી બસ ની સફરમાં ઈશિતા જોડે થયેલી મુલાકાત અને વાતોનાં લીધે શિવ માટે હવે આ સફર ઈશિતા જેવી હમસફર નાં લીધે હસીન બની ચુકી હતી. હવે તો શિવ રોજ ઈશિતા ની જગ્યા પોતાની જોડે રાખતો અને ઈશિતા પણ એની બાજુમાં આવીને બેસી જતી..કોલેજમાં પણ શિવ અને ઈશિતા એકબીજા જોડે વાતચીત કરી લેતાં હતાં.શિવ અને ઈશિતા ની દોસ્તીને એક મહિનો વીતી ચુક્યો હતો..અને આ સમય દરમિયાન સાગર પણ શિવ ...Read More

5

પ્રેમ અગન 5

પ્રેમ-અગન:-5 વડોદરાથી પોતાનું બિઝનેસ વર્ક પતાવીને પુનઃ અમદાવાદ તરફ રવાના થતાં શિવનું મગજ ભૂતકાળની એ ગલીઓમાં દોડી છે..જ્યાં પોતાની જવાની શિવ ને થોડી પણ ઈચ્છા નહોતી..છતાં કોણ જાણે કેમ દર વખતે એવું જ બનતું હોય છે કે તમે જે વિશે વિચારવા ના ઇચ્છતાં હોય એનો જ વિચાર વારંવાર આવે..પોતાની ઈશિતા સાથે ની મિત્રતા ની શરૂઆત તથા નિધિ તરફ નાં સાગર નાં ખેંચાણ વિશે વિચારતાં વિચારતાં શિવ ને દેવ દ્વારા નિધિ જોડે કરવામાં આવેલાં ઉદ્ધત વર્તનની યાદ આવી. એ દિવસે નિધિ,ઈશિતા,શિવ અને સાગર જેવાં કેન્ટીનની નજીક પહોંચ્યાં એ સાથે જ દેવ પોતાની બાઈક એમની આગળ આવીને રોકે છે..બાઇકમાં ...Read More

6

પ્રેમ અગન 6

પ્રેમ-અગન:-6 "ભગવાનનો આ વ્યવહાર પણ કેવો વિચિત્ર છે.. હવા આપી મફતમાં પણ શ્વાસની કિંમત વસુલે છે." ખરેખર ઈશિતા ની સાથે વાત કર્યાં વિનાનાં આ પંદર દિવસ શિવ જોડેથી એનાં દરેક શ્વાસની કિંમત વસૂલી રહ્યાં હતાં.આખરે જેમ-તેમ કરી આ પંદર દિવસ પસાર થઈ ગયાં અને બીજાં સેમેસ્ટરની શરૂવાત પણ થઈ ગઈ..શિવ આજે તો બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરી હીરોની માફક તૈયાર થયો હતો..સાગરે પણ બસમાં બેસતાં જ શિવને મેસેજ કરી દીધો હતો. પોતાનાં સ્ટેન્ડ પર બસ આવીને ઉભી રહેતાં શિવ બસમાં સાગરની આગળની સીટમાં આવીને ગોઠવાઈ ગયો..પોતાનું સ્ટેન્ડ આવતાં ઈશિતા પણ બસમાં ચડી..સાગરનાં આશ્ચર્ય વચ્ચે નિધિ ...Read More

7

પ્રેમ અગન 7

પ્રેમ-અગન:-7 "એની ધારણામાં,એની ગણતરીમાં એનાં હિસાબમાં સદાયને માટે કોઈક તો ભૂલ હોય છે. એ આશિક છે સાહેબ, બંદગીમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે.." શિવ સફળતાની બધી જ સીડીઓ ચડીને મંજીલને આંબી ગયો હતો..બધું જ હતું એની જીંદગીમાં પણ આ બધું પણ કોઈકની કમી આગળ ફિક્કું હતું..પોતાની ઈશિતા તરફની મિત્રતા ને કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થવાનું કારણ મળ્યું એ વિશેની મીઠી યાદોને વાગોળતાં શિવ પોતાની કોલેજનાં ફંક્શનનાં ડાન્સ પફૉર્મન્સ સુધી પહોંચી ગયો હતો. ઈશિતા એ ઘણી મહેનત પછી શિવને ડાન્સ શીખવાડી તૈયાર કર્યો હતો આ પરફોર્મન્સ માટે..જેવી ઉદગોષક મિત્ર એ જાહેરાત કરી કે હવે સ્ટેજ ઉપર ...Read More

8

પ્રેમ અગન 8

પ્રેમ અગન:-8 "મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે જશે કાંધેકાંધે, જીવન પણ ગયું છે સહારેસહારે. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે." શ્રી ઈન્ફ્રાટેક જેવી સફળત્તમ કંપનીનો માલિક શિવ પટેલ આજે પણ પોતાની ભૂતકાળની મીઠી યાદોનું સ્મરણ કરતાં થાકતો નહોતો.પોતાનાં પ્રથમ અને આખરી પ્રેમ ઈશિતા જોડે ની મુલાકાત,ઓળખાણ,મિત્રતા અને પછી પ્રેમ ની દાસ્તાન વાગોળ્યા બાદ શિવ સુઈ ગયો. સવારે જ્યારે શિવની આંખ ખુલી ત્યારે એ થોડી નાદુરસ્તી અનુભવી રહ્યો હતો..શિવ નું માથું ભારે ભારે થઈ ગયું હતું..આજે શિવ ને ...Read More

9

પ્રેમ અગન 9

પ્રેમ-અગન:-9 "તારી જુદાઈનો અવસર જ્યારથી મને સાંપડ્યો છે.. તારાં વગર જીવું છું એ જોઈ ખુદ નો ખભો છે." હયાત હોટલમાં યોજયેલાં CNBC નાં બિઝનેસ એવોર્ડ ફંક્શનમાં શિવ ચક્કર ખાઈને ફર્શ પડ્યો..શિવનાં નીચે પડતાં ની સાથે એનો મિત્ર કમ બિઝનેસ પાર્ટનર જય દોડીને શિવ ની તરફ ગયો. "શિવ..શું થયું તને..?"શિવ નું માથું પોતાનાં ખોળામાં મૂકી ચિંતિત સ્વરે જયે પૂછ્યું. જય નાં સવાલનાં જવાબમાં શિવ ફક્ત કણસતો રહ્યો..આ જોઈ જયે શિવને ઉઠાવીને કાર સુધી લઈ જવામાં પોતાની મદદ કરવાની ગુહાર લગાવી..જય ની મદદ માટે ની અરજ સાંભળી ત્રણ-ચાર લોકો એની પાસે પહોંચી ગયાં..એમની મદદ વડે જયે શિવ ને ...Read More

10

પ્રેમ અગન 10

પ્રેમ-અગન:-10 "જાગું છું આખી રાત બસ એટલે જ કેમ કે સુઈ ગયા પછી તારા સપનાઓ સુવા નથી પોતાની નાદુરસ્ત તબિયત નાં લીધે કામથી થોડાં દિવસ ફુરસત લઈને મીની વેકેશન ઉપર જવાં શિવ અમદાવાદ થી શિમલા જતી ફ્લાઈટમાં બેસી રવાના થઈ ચૂક્યો હતો..હમીર પણ શિવ ની સાથે જ મોજુદ હતો..ફ્લાઈટ જેવી ટેક-ઓફ થઈ એ સાથે જ શિવ પુનઃ પોતાનાં એ ભૂતકાળમાં જઈ પહોંચ્યો જેનાં કારણે એ અત્યારે જે હતો એ બની શક્યો. ડાન્સ કોમ્પીટેશન બાદ નિધિ અને સાગરની માફક શિવ અને ઈશિતા ની જોડી બની ગઈ હતી..શિવ માટે ઈશિતા એનું સર્વસ્વ બની ચુકી હતી.ઈશિતા ને શોધવી હોય ...Read More

11

પ્રેમ અગન 11

પ્રેમ-અગન:-11 "તરી રહ્યા છે સમંદરમાં ફૂલ વાસી જે, હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર..." શિવની મેન્ટલ અને નાદુરસ્ત તબિયતનાં લીધે ડૉકટરે એને કોઈ કુદરતી સ્થળે જઈ થોડો દિવસ આરામ કરવાની સલાહ આપી..જે મુજબ શિવે શિમલા જવાનું નક્કી કર્યું..શિમલા જતી ફ્લાઈટમાં બેસવાની સાથે શિવની અત્યારે જે હાલત થઈ હતી એ માટે જવાબદાર ભૂતકાળની યાદો પુનઃ આતંકવાદી બનીને શિવનાં હૃદયનાં કાશ્મીર ને રંઝાડવા આવી પહોંચી. ઈશિતા દ્વારા પોતાને શ્રી નું નામ આપવું..શિવનાં અને શ્રી નાં પ્રથમ ચુંબનની પળ, એમને વિતાવેલી દરેક સુંદર ક્ષણને યાદ કરતાં કરતાં હવે શિવ એ કારણ ને યાદ કરી રહ્યો હતો જેનાં લીધે એની શ્રી ...Read More

12

પ્રેમ અગન 12

પ્રેમ-અગન:-12 "તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે… તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી છે…!!" શિવ જ્યારથી અમદાવાદથી નીકળ્યો હતો ત્યારથી એનું મન બેચેન હતું પોતાની શ્રી ને મળવાં માટે..એને શ્રી ને મળવું હતું..એને મનભરીને જોવી હતી..એને ગળે લગાવવી હતી..આજ ઈચ્છા સાથે શિવ જૂનાગઢ આવી પહોંચ્યો. બસમાંથી ઉતરતાંની સાથે શિવે ચોતરફ નજર ઘુમાવીને પોતાની શ્રી ને શોધવાનો પ્રયત્ન કર્યો.. પણ શિવને એ ક્યાંય નજરે ના પડી..એટલામાં શિવનાં મોબાઈલની રિંગ વાગી..શિવે બેતાબીપૂર્વક ફોન ખિસ્સામાંથી નીકાળી સ્ક્રીન તરફ નજર કરી.. શિવનો ફિક્કો પડેલો ચહેરો એ જોઈ હરખાઈ ગયો કે એની ઉપર કોલ કરનાર શ્રી ...Read More

13

પ્રેમ અગન 13

પ્રેમ-અગન:-13 "મજબૂત રાખું મનને... મારુ હૈયું રહે નય હાથમાં... જે દી એ હતી સગડું હતું... સુ:ખ એની સાથમાં... મજબુર થઈ મારે જીવવું રહ્યું... અને મારા નેણે નીંદના આવતી.... પાદર ઘુમાવે અલ્યા પદમણી, મને યાદ તારી એ આવતી, મને યાદ તારી આવતી.." શિવ અને શ્રી ની પ્રેમકહાની નો જે રીતે અણધાર્યો અંત આવ્યો હતો એમાં શિવ શારીરિક અને માનસિક બંને રીતે ઘવાયો હતો..પોતાનાં જીવથી પણ પ્યારી પોતાની શ્રીનાં લગ્ન બીજે થઈ ગયાં બાદ શિવ સંપૂર્ણ રીતે ભાંગી ચુક્યો હતો..કોલેજનું લાસ્ટ સેમિસ્ટર પણ એ સાથે પૂર્ણ થઈ ગયું..શિવ જોડે એન્જીનીયરીંગની ડિગ્રીનું સર્ટિફિકેટ તો હતું પણ એની જોડે ...Read More

14

પ્રેમ અગન 14

પ્રેમ-અગન:-14 "કોઈ " સાથે છે .. પણ " પાસે કેમ નથી ? કોઈ " યાદો માં છે પણ " વાતો માં કેમ નથી ? કોઈ હૈયે " દસ્તક આપે છે પણ હૈયા માં " કેમ નથી ? એ અજનબી " ક્યાંક તો છે પણ આંખો સામે " કેમ નથી ?" શિવે જ્યારે આંખ ખોલી ત્યારે સાંજનાં છ વાગી ગયાં હતાં.. શિમલામાં પોતાનાં આગમન નો પ્રથમ દિવસ તો અડધો મુસાફરી અને બાકીનો સુવામાં નીકળી ગયો..હવે બાકીનો સમય જે વધ્યો હતો એ વેડફવાની શિવને કોઈ ઈચ્છા નહોતી એટલે એને હમીરને ફટાફટ તૈયાર થવાનું કહ્યું અને નીકળી પડ્યો શિમલા ...Read More

15

પ્રેમ અગન 15

પ્રેમ-અગન:-15 "આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી; રૂપાળું એક નામ, હવે બોલવું નથી. યૌવનમાં એક સાહસ કર્યું હતું, કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી. પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો, ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી. લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ, શબ્દો હવે હરામ, હવે બોલવું નથી. " સૈફ પાલનપુરી સાહેબની આ રચનાની માફક શિવ જોડે પણ પ્રેમમાં પોતે શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે એની ઉપર એક ગ્રંથ લખવાં જેટલી વાતો હતી..શિવને શિમલામાં પગ મુકતાં જ તાજગી ની દિવ્ય અનુભૂતિ તો થઈ રહી હતી..પણ ...Read More

16

પ્રેમ અગન 16

પ્રેમ-અગન:-16 "મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે. આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે." જ્યારે માણસ જેને પોતાનું સઘળું માનતો હોય એને ઘુમાવી બેઠો હોય છે ત્યારે દુનિયાની નજરમાં જે કંઈ સઘળું સુખ હોય એ પોતાની પાસે હોવાં છતાં પણ એને ચેન નથી મળતું..એનું સઘળું સુખ તો એની હારે હાલી ગયું હોય છે જેને એ પોતાની જીંદગી માની બેઠો હોય..પણ જ્યારે વર્ષોથી પાણી ની બુંદ માટે તરસતી ...Read More

17

પ્રેમ અગન 17

પ્રેમ-અગન:-17 "જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં, પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં… રહે છે આ દર્પણના આવરણ નીચે, હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં… નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની, ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં… યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને, હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં… નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે, અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…" શિવ અત્યારે પોતાની શ્રી ને શોધતો શોધતો એવી પરિસ્થિતિ નાં બારણે પહોંચી ચુક્યો હતો જ્યાં પહોંચી હસવું કે રડવું એની સમજણ એને નહોતી પડી રહી..એની શ્રી ...Read More

18

પ્રેમ અગન 18

પ્રેમ-અગન:-18 "સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી, ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’! નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ, કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી. એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા, શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી. કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો, મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!" શૂન્ય પાલનપુરી સાહેબની આ ગઝલનાં શેર ની જેમ શિવ પણ પોતાની કિસ્મત ની નાવ પર સવાર થઈને પોતાની શ્રી ને એક અજાણ્યાં શહેરમાં પાગલની જેમ શોધી રહ્યો ...Read More

19

પ્રેમ અગન 19

પ્રેમ-અગન:-19 "આમ તો છું એક પરપોટો સમયના હાથમાં તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં.." રમેશ પારેખની આ સુંદર કવિતા મુજબ શિવની શ્રી જોડેની મુલાકાત અણધારી ભલે હતી પણ એની પાછળ વર્ષોની પ્રાર્થનાઓ નો પણ સિંહ ફાળો હતો..ભલે ...Read More

20

પ્રેમ અગન 20

પ્રેમ-અગન:-20 "મોત ને મેં માત આપી,દર્દ કેરી કદી ના વાત રાખી.. હૈયું તને મેં આપી દીધું જાન તુજ હાથ રાખી.. જેવી હતી મેં ચાહી,એની કુદરતે પણ લાજ રાખી.. શ્રી ને આજ પામી લીધી શિવે ઉધાર શ્વાસ રાખી.." શ્રી જે શિવની જીંદગી નું અભિન્ન અંગ હતી પણ કલ્પનાની દુનિયામાં,સપનાની દુનિયામાં..પણ શિમલા નાં પ્રવાસમાં સંજોગો એ શ્રી નો ભેટો શિવ જોડે કરાવી દીધો.. શ્રી ની માનસિક હાલત ખૂબ જ ખરાબ હોવાં છતાં શિવે હસતાં મોંઢે એનો સ્વીકાર કર્યો..શ્રી ની દરેક નાની-મોટી જરૂરિયાત નું ધ્યાન રાખી શિવે શ્રી ની માનસિક સ્થિતિ સુધારવાનું મુશ્કેલ કામ પૂરું પાડ્યું.શ્રી ની સહમતી થી ...Read More

21

પ્રેમ અગન 21 છેલ્લો ભાગ

પ્રેમ-અગન:-21 છેલ્લો ભાગ સમય ક્યારેક એવાં સંજોગો ની શૈયા તૈયાર કરે છે જે ભીષ્મ ની જેમ ઈચ્છા નું વરદાન ધરાવતાં હોય તો પણ તમારી માટે બાણશૈયા બની જતી હોય છે..તમે કોઈ ઘટાટોપ વૃક્ષ ભલેને હોય અમુક વાર સમયનું ચક્રવાત તમને જડમૂડથી ઉખેડી નાંખતું હોય છે..કુદરત પણ ઘણીવાર કાતીલ બને છે અને તમારાં સપનાંઓની હત્યા કરી નાંખે છે. શિવ પોતાની શ્રી ને પામી તો ચુક્યો હતો પણ હજુ શ્રી ને એનો ભૂતકાળ યાદ નહોતો એ વાતનો શિવને ખેદ જરૂર હતો..પોતાની સહાનુભૂતિ અને લાગણીનાં લીધે શ્રી એની તરફ આકર્ષાય અને એનાં પ્રેમમાં પડી..શ્રી ની સહમતીથી બંનેનાં લગ્ન પણ થઈ ...Read More