ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ

(511)
  • 64.8k
  • 84
  • 33.8k

abjsiijshbhhsjnsjisjsjjsjiisjhehowosijebno9sbwbnsish abc

New Episodes : : Every Tuesday & Thursday

1

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧

ટ્વીન્કલ આજે ફરી થી અડધી રાત્રે જાગી ગઈ. પાછલાં એક અઠવાડિયા થી તેને એક જ સપનું આવતું હતું. સપના તે એક કવચ પહેરી ને બીજી એક કવચ પહેરેલી છોકરી સાથે લડાઈ કરતી હતી.પણ તે છોકરી ના ચહેરા પર એક કપડું બાંધેલું હોય છે. ટ્વીન્કલ જ્યારે લડવા નું બંદ કરી ને તે છોકરી ની નજીક જાય છે ત્યારે તેનું સપનું તૂટી જાય છે અને તે જાગી જાય છે.આજે ટ્વીન્કલ ની ઉંઘ પુરી થઈ ન હતી એટલે આજે થોડી મોડી જાગી હતી. આમ તો અત્યારે મેં મહિનો ચાલી રહ્યો હતો એટલે વેકેશન નો સમય હોવાથી તેને કોઈ ચિંતા ન હતી.આઠ વાગ્યા ...Read More

2

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૨

ટ્વીન્કલ અને મીરાં એકસાથે લેક ના કિનારા પર બેસી ને વાતો કરતાં હતા. અડધો કલાક પછી તેઓ બેસી ને થઈ ગયા હતા એટલે લેક ની પાસે બનાવેલી ગોળ રેંલીગ ની પાસે રહી ચાલવા લાગ્યા.આ લેક ગોળ હોવાથી તેની આસપાસ બનાવેલી રેંલીગ પણ ગોળ હતી. અને આ રેંલીગ ની પાસે જ ચાલવા માટે રસ્તો બનાવેલો હતો. ટ્વીન્કલ અને મીરાં એ જ રસ્તા પર લેક ના ચાર જેટલા ચક્કર માર્યા પછી થાકી ગયા એટલે એક બેન્ચ પર બેઠા.એ બેન્ચ ની થોડું અંતર છોડી ને અમુલ ની આઈસ્ક્રીમ પાર્લર હતી. એટલે મીરાં ત્યાં એનાં અને ટ્વીન્કલ માટે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ. ત્યારે ...Read More

3

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૩

ટ્વીન્કલ ને તે છોકરી ને જોઈ હવે થોડો ડર લાગી રહ્યો હતો. એટલે તે ઝડપ થી દોડી ને પાછી ઘર માં જતી રહી. ઘર માં આવી ને તરત જ ટ્વીન્કલે ઘર નો દરવાજો બંધ કરી દીધો.ટ્વીન્કલ દોડી ને આવી એટલે તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા અને તે હાંફી રહી હતી. ટ્વીન્કલે દરવાજો બંધ કર્યો ત્યારે તેનો અવાજ સાંભળી ને તેની મમ્મી રસોડા માં થી બહાર આવ્યા.ટ્વીન્કલ ને આમ દરવાજા પાસે ઊભી જોઈ ને તેમણે પૂછયું કે શું થયું છે ? ત્યારે ટ્વીન્કલે બહાનું આપી દીધું કે એક કૂતરું જોરજોરથી ભાસતું હતું એટલે તે દોડી ને ઘર માં આવી ...Read More

4

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૪

ટ્વીન્કલ ને સમજાયું નહીં કે ઝોયા શું કહેવા માંગે છે. પણ ઝોયા એ તેના રુમ નો દરવાજો બંધ કરી હતો. એટલે ઝોયા તેની સાથે કઈક કરશે એ વિચારી ને ટ્વીન્કલ ને ડર પણ લાગી રહ્યો હતો. આ ડર ટ્વીન્કલ ના ચહેરા પર જોઈ શકાતો હતો.એટલે ઝોયા ટ્વીન્કલ ની પાસે આવી અને ટ્વીન્કલ ને ખૂબ જ પ્રેમ થી કહ્યું કે તારે મારા થી ડરવા ની જરૂર નથી. હું તારી સાથે જે વાત કરવા માટે આવી હતી એ વાત સમજવા માટે તું અત્યારે તૈયાર નથી. એટલે ફરી ક્યારેક આવીશ.આમ કહી ને ઝોયા એ ટ્વીન્કલ ને આંખો બંધ કરવા માટે કહ્યું. ટ્વીન્કલે ...Read More

5

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૫

ટ્વીન્કલ ની સામે માહી અને ઝોયા એક સાથે ઉભા હતા. ટ્વીન્કલ ઝોયા ને ઓળખતી હોવા છતાં તેણે અજાણ્યા બનવાનું કરતાં તેણે માહી ને પૂછ્યું કે દીદી આ કોણ છે?ત્યારે માહી એ ટ્વીન્કલ ને જવાબ આપતાં કહ્યું કે આ જ સરપ્રાઈઝ છે તારા માટે. આ મારી બહેન ઝોયા છે. જે તને ગઈ કાલે સવારે મળી હતી.ટ્વીન્કલે ફરી થી સવાલ કર્યો કે દીદી હું તમને નાનપણમાં થી ઓળખું છું પણ મેં તમને ક્યારેય ઝોયા ની સાથે જોયા નથી અને તમે કહ્યું હતું કે તમારો પરિવાર અહીં થી ખૂબ દૂર રહે છે.ટ્વીન્કલ ને આગળ બોલતાં અટકાવી ને માહી એ કહ્યું કે મેં ...Read More

6

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૬

ટ્વીન્કલ ને શું બોલવું કે શું કરવું તેની સમજ પડતી હતી. તેણે થોડી વાર વિચાર કરી ને ઝોયા ને કે આ મૂર્તિ તારી બહેન સેરાહ ની છે તો સેરાહ ક્યાં છે ?ઝોયા પાસે ટ્વીન્કલ ના પ્રશ્ન ના જવાબ માં આપવા માટે આંસુ સિવાય બીજું કંઈ નહોતું. એટલે માહી એ તેના સવાલ નો જવાબ આપતાં કહ્યું કે તે વીરગતિ ને પ્રાપ્ત થઈ ચૂકી હતી અને હવે એ તારા રૂપ માં પરત આવી ગઈ છે.માહી દુઃખ ઘણું ઓછું થઈ ગયું હોય એ રીતે જણાવ્યું. પણ વારંવાર પોતાને સેરાહ ના નામ થી બોલવા માં આવતી જોઈને ટ્વીન્કલ ને ગુસ્સો આવ્યો પણ ઝોયા ...Read More

7

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૭

ટ્વીન્કલ ને હવે શું કહેવું તેની ખબર પડતી ન હતી. માહી ટ્વીન્કલ ને જોઇને તેની મુંઝવણ સમજી ગઈ. એટલે વાર પછી તેણે ટ્વીન્કલ ને કહ્યું કે આ નિર્ણય તારે અત્યારે લેવાની જરૂર નથી. જો તું ચાહે તો થોડા સમય પછી પણ તારો નિર્ણય જણાવી શકે છે. પણ એ પહેલાં હું અને ઝોયા તને કઈક આપવા માગીએ છીએ. આમ કહીને માહી અને ઝોયા ટ્વીન્કલ ની સાથે મહેલ ના બીજા માળ પર ના એક ઓરડા માં આવ્યા.આ ઓરડા માં ચારે બાજુ અલગ અલગ પ્રકારના ડ્રેસ હતા, જેમ કે ફ્રોક, ગાઉન વગેરે. આ તમામ ડ્રેસ સેરાહ પહેરતી હતી જ્યારે તે આ મહેલ માં ...Read More

8

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૮

ટ્વીન્કલ તેના ઘરમાં દાખલ થઈ ત્યારે તેની મમ્મી હોલ માં બેસી ને ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. જેવી નજર ટ્વીન્કલ પર પડી તો તરત જ તેમની જગ્યા પર થી ઉભા થઇ ગયા.અને ટ્વીન્કલ ની પાસે ગયા ત્યારે તેમને ખબર પડી કે આટ્વીન્કલ છે કેમકેટ્વીન્કલ નવો ડ્રેસ માં હોવાથી તરતઓળખી શક્યાનહીં. ટ્વીન્કલ માહી એ આપેલા ડ્રેસ માં સુંદર દેખાય રહી હતી એ જોઈ એક ક્ષણ માટે દક્ષાબેન ખુશ થયા.પણ બીજી જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે ટ્વીન્કલે જે ડ્રેસ પહેર્યો છે તે ખૂબ જ મોંઘો છે. તો ટ્વીન્કલ ને આ ડ્રેસ કોણે આપ્યો હશે. અને જો એ ડ્રેસ જાતે ...Read More

9

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૯

ટ્વીન્કલ માહી ના ગયા પછી વિચારતી હતી કે માહી એ તેને ક્યાં જવા માટે ની તૈયારી કરવા માટે કહ્યું આમ વિચારતા વિચારતા તે સુઈ જાય છે. સાંજે ટ્વીન્કલ ની મમ્મી તેને જગાડી ને તૈયાર થઇ માટે કહે છે.ટ્વીન્કલ ફ્રેશ થઈ ગયા બાદ તેના પપ્પા એ ગિફ્ટ આપેલ ડાર્ક બ્લુ ડ્રેસ પહેર્યો પછી હોલ માં આવી ત્યાં માહી તૈયાર થઈ ને તેની રાહ જોતી હતી. માહી એ પણ આજે બ્લેક વન પીસ ડ્રેસ પહેર્યો હતો.માહી આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્વીન્કલ માહી ની પાસે આવી ને બેઠી. તે માહી ને કઈ પૂછવા જાય તે પહેલાં ટ્વીન્કલ ના પપ્પા ...Read More

10

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૦

ટ્વીન્કલે ઝોયા ની વાત સાંભળી ને ફરી થી દેવિકા તરફ જોયું તો તે સ્થાને હવે નાની બાળકી નહીં પણ જવાન યુવતી હતી. એટલે ટ્વીન્કલે તેને પૂછ્યું કે તું કોણ છે અને દેવિકા ક્યાં છે?તે યુવતી હસી પડી અને બોલી કે રાજકુમારીજી હું જ દેવિકા છું. તમે જે બાળકી ની વાત કરો છો તે હું જ હતી. જે રીતે તમે અત્યારે છો.દેવિકા ની વાત સાંભળી ને ટ્વીન્કલે પોતાના શરીર તરફ જોયું તો તેની ઉંમર પણ સાત -આઠ વર્ષ જેટલી વધી ગઈ હોય એમ એને લાગ્યું. હવે તેની ઉંમર અને ઝોયા ની ઉંમર એકસરખી લાગતી હતી.આ જોઇને ટ્વીન્કલ થોડી ગૂંચવાઈ ગઈ ...Read More

11

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૧

ટ્વીન્કલ ને એક સુંદર અને મધુર સંગીત સાંભળ્યું એટલે તેણે આંખો ખોલી. સામે દેખાતું દ્રશ્ય જોઈને ટ્વીન્કલ હેબતાઈ થઈ તેને સામે તેની પોતાની પ્રતિકૃતિ દેખાઈ રહી હતી તે પણ અસંખ્ય પ્રતિકૃતિ ઓ હતી.ટ્વીન્કલ ને આ બધું એક સપનું લાગી રહ્યું હતું એટલે તેણે ફરી થી આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખો સામે ના દ્રશ્યો ઝડપથી બદલાઈ રહ્યા હતા. ટ્વીન્કલ માટે આ દ્રશ્યો કોઈ ફિલ્મ જેવા લાગ્યા.ટ્વીન્કલ એક વાર તે દ્રશ્યો પર નજર હટાવીને આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો પણ તેને ગાઢ અંધકાર સિવાય બીજું કંઈ જોવા મળ્યું નહીં. એટલે તેણે પોતાના હાથ પર નજર કરી પણ તેને પોતાના હાથ ...Read More

12

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 12

ટ્વિંકલ આ દ્રશ્ય તેની સામે બની રહ્યું હોય તેમ જોઈ રહી હતી. તેણે ધ્યાન કેન્દ્રિત કરીને આગળની ઘટના જોવાનો કર્યો. રાજા વિશ્વરનો રથ સમુદ્રના તળિયા તરફ આગળ વધી રહ્યો હતો. એક પ્રહર જેટલો સમય પસાર થઈ ગયાં પછી રથ અટકી ગયોસામે એક સુવર્ણથી બનેલો વિશાળ દ્વાર હતો. સૌપ્રથમ ચંદ્રકેતુ રથમાંથી નીચે ઉતર્યો અને તેણે રાજા વિશ્વર અને રાણી વૃંદાને રથમાંથી નીચે આવવા માટે કહ્યું. તે બંને રથમાંથી નીચે આવ્યા એટલે તે રથ અદ્રશ્ય થઈ ગયો. આ જોયા પછી રાજા વિશ્વરે ચંદ્રકેતુ સામે જોયું. ચંદ્રકેતુએ કહ્યું, “મહારાજ ચિંતા ના કરો, આ દ્વારની બીજી તરફ આપનું રાજ્ય છે. આપ મારી સાથે ...Read More

13

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 14

માહીએ સેરાહને પોતાની પાસે આવવા માટે ઈશારો કર્યો. સેરાહ તેની પાસે આવી એટલે તેણે સેરાહ તરફ પોતાનો ડાબો હાથ સેરાહએ માહીનો હાથ પકડ્યો. ત્યારબાદ માહીએ ટ્વિંકલને સેરાહની જેમ પોતાનો જમણો હાથ પકડવા માટે ઈશારો કર્યો. ટ્વિંકલ માહી પાસે આવી અને તેનો હાથ પકડ્યો. એ સમયે ટ્વિંકલે સેરાહ સામે જોયું પણ તેને સેરાહની આંખો કોઈ પણ પ્રકારના ભાવ જોવા મળ્યા નહીં. માહી પોતાની આંખો બંધ કરી એક મંત્ર બોલી. ત્યાર પછી ટ્વિંકલ અને સેરાહ નું શરીર એક તેજસ્વી પ્રકાશપૂંજમાં ફેરવાઇ ગયું. થોડી ક્ષણો પછી તે બંને પ્રકાશપૂંજ ઉપર તરફ ઉઠયા અને એકબીજામાં ભળી ગયાં. હવે માહી સામે એક પ્રકાશપૂંજ હતો. તેણે પોતાનો ...Read More

14

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 13

“રાજા વિશ્વર હું તારા સમર્પણની ભાવનાથી અતિ પ્રસન્ન થયો છું. મે તારા રાજ્યને મારું રક્ષણ પ્રદાન કર્યું છે. સાગરના તારા રાજ્યને કોઈ આક્રમણનો ભય નહીં રહે. તું જ્યારે ઈચ્છા કરીશ ત્યારે તારા રાજ્યને સાગરસપાટી પર લઈ જઇ શકીશ અને પુન: સગારતળીયે લાવી શકીશ.” સમુદ્રદેવે કહ્યું.વૃંદા, રાજા વિશ્વર અને ચંદ્રકેતુ સમુદ્રદેવ સામે પ્રણામ સ્થિતિમાં ઊભા હતાં. સમુદ્રદેવ રાણી વૃંદા સામે જોઈને બોલ્યા, “વૃંદા તું એક પતિવ્રતા સ્ત્રી છે. તે હંમેશાં તારા પતિ ને તારો ઈશ્વર માન્યો છે. તું હંમેશા તારા ધર્મને વળગી રહી. માટે હું તને આશીર્વાદ આપું છું. તું અત્યંત તેજસ્વી ત્રણ કન્યાઓને જન્મ આપીશ. જે સરસ્વતી, મહાલક્ષ્મી અને ...Read More

15

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 15

આગળના ભાગમાં આપણે જોયું કે ટ્વિંકલે પોતાની યાદશક્તિ ભૂલીને હવે સેરાહનું જીવન શરૂઆત કરી છે. તે હવે સેરાહ બની છે. હવે આગળ...સેરાહએ ઝોયાની આંખો જોયું એટલે ઝોયા તેનો ઈશારો સમજી ગઈ. ઝોયા પોતાના અશ્વ પરથી નીચે ઉતરી ગઈ અને તે અશ્વની લગામ સેરાહના હાથમાં આપી. સેરાહ તે અશ્વ પર સવાર થઈ અને લગામ ખેંચી એટલે અશ્વએ તીણી ચીસ પાડી. પછી તે અશ્વ દોડવા લાગ્યો. આ દરમિયાન સેરાહએ પોતાની આંખો થોડી વાર માટે બંધ કરીને તે અશ્વની પીઠ પર હાથ ફેરવ્યો. એટલે તે અશ્વએ પોતાની ગતિ વધારી દીધી. સેરાહ તે મેદાનની બહાર નીકળ્યા પછી નગરના મધ્ય ભાગમાં આવી ગઈ. સેરાહનો અશ્વ ...Read More

16

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 16

તક્ષક અને અસ્તિકાનું નામ સાંભળીને રાજા વિશ્વર અને સેનાપતિ ચંદ્રકેતુના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાઈ ગઈ. તક્ષકએ દેવરાજ ઇન્દ્રનો મિત્ર હતો અને માણસો પ્રત્યે અત્યંત નફરત કરતો હતો. જ્યારે અસ્તિકા એ શેષનાગની બહેન મનસાનો દિકરો હતો. આ બંને નાગ એકલા એક અક્ષોહિણી સેના બરાબર હતાં. માહીએ સેરાહ સામે જોયું એટલે સેરાહએ કહેવાનું શરૂ કર્યું.,”આપણે નાગ વિષે ચિંતા કરવાની જરૂર નથી. રાજપ્રસ્થ પાસે પૂરતું સૈન્યબળ છે અને વિશાળ નૌકાકાફલો પણ છે. આપણે જો આ ક્ષણે યવદ્વીપ પર આક્રમણ કરીએ તો પણ આખું રાજ્ય જીતી શકીએ તેમ છીએ. પરંતુ તેમ કરવાથી બંને રાજ્ય વચ્ચે શત્રુતા વધી જશે. માટે આપણે ફક્ત પ્રતિકાર કરી ...Read More