રાતના સાડા અગિયાર વાગ્યા હતા. સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા. વેઈટરો સાફસૂફી કરતા હતા. દસેક મિનિટ પછી એક યુવાનને બાદ કરતાં બીજા ગ્રાહકો પણ ચાલ્યા ગયા. પરંતુ એ યુવાન જાણે કે ત્યાંથી ઊઠવા જ ન માંગતો હોય તે રીતે બેઠો હતો. તેના ચહેરા પર નશાની સાથે સાથે ઉદાસી, નિરાશા અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. રહી રહીને તે જાણે કોઈકના પર હુમલો કરતો હોય એમ દાંત કચકચાવીને હવામાં મુક્કો ઉછાળતો હતો.
Full Novel
બેવફા - 1
રાતના સાડા અગિયાર વાગ્યા હતા. સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા. વેઈટરો કરતા હતા. દસેક મિનિટ પછી એક યુવાનને બાદ કરતાં બીજા ગ્રાહકો પણ ચાલ્યા ગયા. પરંતુ એ યુવાન જાણે કે ત્યાંથી ઊઠવા જ ન માંગતો હોય તે રીતે બેઠો હતો. તેના ચહેરા પર નશાની સાથે સાથે ઉદાસી, નિરાશા અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. રહી રહીને તે જાણે કોઈકના પર હુમલો કરતો હોય એમ દાંત કચકચાવીને હવામાં મુક્કો ઉછાળતો હતો. ...Read More
બેવફા - 2
કાશીનાથના આલિશાન બંગલામાં એક રૂમમાં અત્યારે કાશીનાથ અને આનંદ બેઠા હતા. રૂમમાં દૂધિયા બલ્બનો હળવો પ્રકાશ છવાયેલો હતો. આ ઉપયોગ બાર રૂમ તરીકે થતો હતો. દુનિયાની નજરતી રૂમ તદ્દન ખાનગી હતો. રૂમમાં ખૂબસૂરત કાઉન્ટર બનેલું હતું. કાઉન્ટરની પાછળના શો કૈસમાં અનેક જાતની શરાબની બોટલો ગોઠવેલી હતી. અત્યારે કાઉન્ટર પર જોની વોકર બ્લેક લેબલની એક બોટલ તથા બે બલ્જીયમની બનાવટના કટ ગ્લાસ પડ્યા હતા. બંને ગ્લાસ ભરેલા હતા. કાઉન્ટર પાસે જ આઠ સ્કૂલ પડ્યાં હતાં. જેમાંથી છ સ્ટૂલ ખાલી હતા. ...Read More
બેવફા - 3
આનંદ એ થ્રી સ્ટાર હોલના બાર રૂમમાં બેઠો હતો. તેની સામે વ્હીસ્કીનો ગ્લાસ પડ્યો હતો. તે ખૂબ જ વ્યાકુળ દેખાતો આશાનું અભૂતપૂર્વ સૌંદર્ય જોયા પછી જ તેની આવી હાલત થઈ હતી. રહી રહીને તે પોતાના ભાવિ સસરા લખપતિદાસને ભાંડતો હતો... તેના નસીબની ઈર્ષ્યા કરતો હતો. એના કલ્પનાચક્ષુઓ સમક્ષ આશાનો નિર્વસ્ત્ર દેહ તરવરતો હતો. આ વિચાર કેમેય કરીને તેના દિમાગમાંથી નહોતો નીકળતો. ...Read More
બેવફા - 4
દરિયાનાં મોજાંની ગરજ્ના દૂર દૂર સુધી સંભળાતી. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. રાતનાં બાર વાગ્યા હતા. લખપતિદાસનો ચહેરો લાલઘુમ હતો. એની નજર બારણા પર જ સ્થિર થયેલી હતી, કે જે ઉઘાડીને થોડી પળો પહેલાં જ આશા બહાર ગઈ હતી. એના જડબાં ભીંસાયેલા હતા. ક્રોધનાં અતિરેકથી બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. પોતાની સાથે દગો થતો હોય એવું છેલ્લા બે દિવસથી તેને લાગતું હતું. એવો દગો કે જે તેનાં સુખ-ચેન હણી લે તેમ હતી. એની આબરૂ ધૂળ-ણી કરી નાંખે તેમ હતો. યુવાન છોકરી સાથે લગ્ન કરીને એણે જે ભૂલ કરી નાખી હતી, તે આવો દગો કરશે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી. ...Read More
બેવફા - 5
કિશોર અને અનવર એકદમ ભીંજાઇ ગયા હતા. પણ તેમ છતાંય તેઓ સ્ફૂર્તિમાં હતા. અત્યારે બંને લખપતિદાસનાં રૂમની બારી નીચે ઊભા હાથમાં છૂરી તથા કિશોરના હાથમાં જૂની કટાર જકડાયેલી હતી. વરસાદનો વેગ વધતો જ હતો. બંને બારીની નીચે દીવાલ સરસા ઊભા હતા. બારી તેમના માથાથી ત્રણેક ફૂટ જેટલી ઊંચી હતી. થોડી વાર પહેલાં જ તેમને બંગલાના આગળના ભાગમાંથી કૂતરાના કાન ફફડાવાનો અવાજ સંભળાયો હતો. રૂમમાં સળગતી લાઇટનો પ્રકાશ બારીમાંથી બહાર રેલાતો હતો. ...Read More
બેવફા - 6
ટોર્ચર રૂમમાંથી બહાર નીકળીને અમરજી સીધો વામનરાવની ઓફિસમાં પહોંચ્યો. વામનરાવ તેની જ રાહ જોતો હતો. એ પોતાનાથી જુનિયર ઓફિસર સાથે રીતે જ ચર્ચા કરતો હતો. કોઇ પણ ગુંચવાયેલા કેસ વિશે તર્ક કરતો રહેતો હતો. કેસમાં આગળ વધવાની તેની આ પદ્ધતિ અમરજીને ખૂબ જ ગમતી હતી. કિશોર પર તેમણે છેલ્લો દાવ અજમાવ્યો હતો. અને આ દાવમાં અમરજીને ગુનેગાર સામે પણ પોતાના સિનિયર ઓફિસરને ખરાબ ચીતરવો પડતો હતો. આને પ્રેમની ભાષા કહેવામાં આવતી હતી. અને તેમાં ભલભલા ગુનેગારો ફસાઇ જતા હતા. પરંતુ આ છેલ્લા દાવ અજમાવ્યા પછી કિશોર સાચું બોલે છે, એની અમરજીને પૂરેપૂરી ખાતરી થઇ ગઇ હતી. ...Read More
બેવફા - 7
કાશીનાથ તથા આનંદ સામસામે બેઠા હતા. કાશીનાથના ચહેરા પર વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા. ‘આ તો ઘણું ખોટું થયું દિકરા...!’કાશીનાથના પારાવાર બેચેની હતી, ‘ધાર્યું હતું, તેનાથી બધું જ ઊલટું થયું ! કાશ...! એ હરામખોર કિશોર, લખપતિદાસને બદલે આશાને મારી નાંખતા તો આપણી બધી જ મુશ્કેલી દૂર થઇ જાત. પરંતુ હવે લખપતિદાસના ખૂનથી આપણી મુશ્કેલી ઘટવાને બદલે ઊલટી વધી ગઇ છે.’ ...Read More
બેવફા - 8
કોર્ટના હુકમથી લખપતિદાસનો કેસ સી.આઈ.ડી. વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. સી.આઈ.ડી. વિભાગનો ચીફ ઈન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ઈન્સ્પેક્ટર વામનરાવ સાથે સુબોધ જોશી સામે બેઠો હતો. સુબોધ અને વામનરાવ બંને ગાઢ મિત્રો હતા. વામનરાવને કહેવાથી જ એ કિશોરનો કેસ લડ્યો હતો. એક તરફ એણે કિશોરને કોર્ટમાં ગુનેગાર તરીકે રજૂ કર્યો અને બીજી સુબોધ દ્વારા તેને કોર્ટમાંથી છોડાવી લીધો હતો. ...Read More
બેવફા - 9
કાશીનાથ તૈયાર થઈને બહાર નીકળવા જતો હતો ત્યાં જ સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. આ ફોનનું એકસ્ટેન્શન આનંદની રૂમમાં હતું. બે-ત્રણ બાદ ઘંટડી વાગતી બંધ થઈ ગઈ. આનંદે પોતાની રૂમમાં રિસિવર ઊંચકી લીધું છે, એ વાત તરત જ તેને સમજાઈ ગઈ. એણે ઝડપભેર આગળ વધી, ડ્રોંઈગરૂમમાં રહેલા એકસ્ટેન્શન ફોનનું રિસિવર ઊંચકીને કાને મૂકયું. ‘આનંદ...!’સામે છેડેથી કોઈકનો સ્ત્રીસ્વર તેને સંભળાયો, ‘હું ઓપેરા ગાર્ડનના ઉપરના રૂમમાં સવા સાત વાગ્યે તારી રાહ જોઈશ. હું બરાબર સવા સાત વાગ્યે ત્યાં પહોંચી જઈશ.’ ...Read More
બેવફા - 10
સાધના વર્તમાનમાં પાછી ફરી. એની આંખો સામેથી ચલચિત્રની માફક ભૂતકાળનો એક બનાવ પસાર થઈ ગયો હતો. પોતાના વૃદ્ધ પિતાએ એ કેટલી ગૂઢ વાત જણાવી હતી એને આજે રહી રહીને સમજાયું હતું. પરંતુ એ વખતે તે એના વાતને યોગ્ય રીતે નહોતી સમજી શકી. આ વાત તેમણે આશા સાથે લગ્ન કરતાં પહેલાં કેટલાય દિવસો અગાઉ કહી હતી. એ વખતે તો આશા સાથે તેમની મુલાકાત પણ નહોતી થઈ. એના પિતાની એક એક વાતો સાચી પડતી જતી હતી. તેમની દરેક આગાહીઓ સાચી પડી હતી. ...Read More
બેવફા - 11
બેલેસ્ટિક એક્સ્પ્ટનો રિપોર્ટ આવી ગયો હતો. નાગપાલની તપાસ સાચી હતી. આનંદ તથા આશાના મૃતદેહોમાંથી મળી આવેલી ગોળીઓ બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી છોડવામાં હતી. જે રિર્વોલ્વરથી અનવરનું ખૂન થયું હતું. એ જ રિર્વોલ્વર વડે આનંદ તથા આશાનું ખૂન કરવામાં આવ્યાં હતા. ત્રણેયાનાં ખૂન બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી જ થયાં હતા. નાગપાલે અત્યારે પોતાની ઓફિસમાં દિલીપ અને ઈન્સ્પેક્ટર વામનરાવ સાથે ચર્ચા કરતો બેઠો હતો. ...Read More
બેવફા - 12
ધારણા મુજબ નાગપાલની ચાલ સફળ થઈ હતી. એણે જાણી જોઈને જ સાધનાને, બહાદુરની ધરપકડ થયાની વાત જણાવી હતી.સાધના સાથે વાત વખતે એના ચહેરા પર છવાયેલા હાવભાવ જોઈને જ એણે બહાદુરના પકડાઈ ગયાને ગપગોળો ગબડાવ્યો હતો. એણે અંધકારમાં જ છોડેલું. તીર બરાબર રીતે નિશાન પર ચોંટી ગયું હતુ. બહાદુરની ધરપકડની વાત સાંભળ્યા પછી સાધનાએ તરત જ ફોન પર તેનો સંપર્ક સાધીને જે વાતચીત કરી હતી, એ ટેપ થઈ ગઈ હતી. ...Read More
બેવફા - 13
કોર્ટરૂમ ચિક્કાર હતો. લોબીમાં પણ લોકોની ભીડ એકઠી થયેલી હતી. ન્યાયાધીશ શાહ સાહેબ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને ખુરશી પર બેસી હતા. લોકો માટે આ કેસ ખૂબ જ રસદાયક બની ગયો હતો કારણ કે એક માસૂમ અને સુંદર યુવતી એટલે કે સાધનાની ખૂનના આરોપસર ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. લોકો આશ્ચર્યથી સાધના વિશે વાતો કરતા હતા. કોર્ટરૂમમાં આગલી બેન્ચ પર સવિતાદેવી, સેવકરામ તથા અન્ય નોકરો બેઠા હતા. સાધના અત્યારે આરોપીના પાંજરામાં ઊભી હતી. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. જાણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોય એમ તે નીચું જોઈ ગઈ હતી. ...Read More
બેવફા - 14
જેલના મુલાકાતી ખંડમાં અત્યારે સવિતાદેવી, અને એડવોકેટ સુબોધ જોશી, સાધના સામે બેઠા હતા. સવિતાદેવીની આંખમાં આંસુ તરવરતાં હતાં. ચહેરા પર પીડાના હાવભાવ છવાયેલા હતા. સેવકરામ પણ ખૂબ જ નિરાશ થઈ ગયેલો દેખાતો હતો. સાધનાનો ચહેરો હજુ પણ કમાનની જેમ ખેંચાયેલો હતો. ...Read More
બેવફા - 15
કાશીનાથ ખૂબ જ ઉદાસ હતો. મોટી મોટી મુશ્કેલીઓ અને આઘાતોથી હાર ન માનનારા કશીનાથ, પોતાના પુત્ર આનંદના મૃત્યુના આઘાતથી પડ્યો હતો. આનંદ વગરનું જીવન તેને સૂનકાર ભાસતું હતું. બંગલાની દીવાલો જાણે કે તેને કરડવા દોડતી હતી. સાધનાના લગ્ન પછી બધું વ્યવસ્થિત થઈ જશે એવી આશામાં જ તે જીવતો હતો. પરંતુ બધું તેની આશાથી ઊલટું જ થયું હતું. લગ્નની વાતો તો એક તરફ રહી, ઊલટું આનંદ જ હંમેશને માટે તેનો સાથ છોડીને ઈશ્વરના દરબારમાં ચાલ્યો ગયો હતો. ...Read More