કળયુગના ઓછાયા

(3.9k)
  • 199k
  • 127
  • 103.3k

ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતર નો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિ થી છલકાતી અને શિક્ષણ નગરી કહી શકાય એવો આણંદ વિધાનગર નો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો, કોલેજો, હોસ્ટેલો....રેસ્ટોરન્ટ... લગભગ કોઈ એવું ખાસ ફીલ્ડ નહી હોય કે ત્યાં તેની કોલેજ કે સ્કુલ ન હોય...દર વર્ષે જેમ જુન જુલાઈ મહિનો આવે એટલે એડમિશન ની સિઝન આવે...જુદા જુદા એરિયામાંથી જુદા જુદા છોકરા છોકરીઓ એડમિશન લે અને પોતાનું કેરિયર બનાવવા તરફનુ નવુ પ્રયાણ શરૂ કરે.. બસ એવો જ આ વર્ષે પણ જુલાઈ મહિનો શરૂ થવાની સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ...વેકેશન સાથે જાણે ભેકાર થઈ ગયેલી એ નગરી ફરી ધમધમવા લાગી છે... અનેરો કોલાહલ શરુ થઈ ગયો છે. એક દિવસ ત્યાં જ એક સુંદર છોકરી તેના પિતા સાથે એ વિધાનગરમા પ્રવેશે છે...એ છે રૂહી...તે બારમુ ધોરણ પાસ કરીને તેણે ત્યાં નજીકમાં જ આવેલા કરમસદ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.મા તેણે એડમિશન મળી ગયું છે. તે બહુ અમીર નહી પણ થોડા આર્થિક રીતે સધ્ધર પરિવારમાથી આવે છે... પણ બારમા ધોરણમાં થોડાક ઓછા ટકાવારી ને કારણે તેણે એ સેલ્ફફાયનાન્સ કોલેજમાં એડમિશન લેવુ પડ્યું હતુ. રૂહી નુ રહેવાનું ત્યાં વિધાનગરની તેમની જ્ઞાતિની હોસ્પિટલમાં એડમિશન થયું છે એટલે કોલેજની બધી પ્રોસિજર પતાવીને તે તેના પપ્પા સાથે તેની નવી હોસ્ટેલ પર જાય છે.

Full Novel

1

કળયુગના ઓછાયા - 1

ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતર નો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિ થી છલકાતી અને શિક્ષણ કહી શકાય એવો આણંદ વિધાનગર નો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો, કોલેજો, હોસ્ટેલો....રેસ્ટોરન્ટ... લગભગ કોઈ એવું ખાસ ફીલ્ડ નહી હોય કે ત્યાં તેની કોલેજ કે સ્કુલ ન હોય...દર વર્ષે જેમ જુન જુલાઈ મહિનો આવે એટલે એડમિશન ની સિઝન આવે...જુદા જુદા એરિયામાંથી જુદા જુદા છોકરા છોકરીઓ એડમિશન લે અને પોતાનું કેરિયર બનાવવા તરફનુ નવુ પ્રયાણ શરૂ કરે.. બસ એવો જ આ વર્ષે પણ જુલાઈ મહિનો શરૂ થવાની સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ...વેકેશન સાથે જાણે ભેકાર થઈ ગયેલી ...Read More

2

કળયુગના ઓછાયા - 2

રૂહી તેના ઓળખીતા એ ઈવાદીદીના રૂમમાં બેઠી છે એટલે તેને બીક નથી લાગતી. પણ ખબર નહી થોડી થોડી વારે એમ થાય છે કે હુ મારા રૂમમાં જતી રહુ. કોઈ અજ્ઞાત શક્તિ તેને એ તરફ ખેંચી રહી છે. પણ એક બાજુ તેને આખો દિવસ થયેલી ઘટનાઓ યાદ આવતા તે પોતાની જાતને ત્યાં જ રોકી રાખે છે. હોસ્ટેલ એટલે તો જેમ રાત વધે એમ પબ્લિક ને જાણે દિવસ ઉગે. એટલે તે ઈવાદીદી તો પહેલાથી ત્યાં હોવાથી રાતના અગિયાર વાગતા બીજા રૂમમાથી પણ બધા ત્યાં આવે છે. બધા વાતો , મસ્તી કરે છે. બધાને ભુખ લાગતા બધા નાસ્તા શરૂ કરે છે. રૂહી ...Read More

3

કળયુગના ઓછાયા - 3

રૂહી એ મેડિકલ કોલેજના એ કેમ્પસમાં જ એક વ્યક્તિ ને જોઈને પાગલની જેમ તેને ભેટી જાય છે. એ વ્યક્તિ એકદમ જાહેરમા કોઈ છોકરી તેને આવુ કરે એ જોઈને હેબતાઈ જાય છે....તે બીજુ કોઈ નહી પણ સેકન્ડ યર એમ.બી.બી.એસ.નો સ્ટુડન્ટ અક્ષત છે. તેની પાસે એકદમ આવીને ભેટી પડેલી રૂહીનો ચહેરો પણ તેને સરખો જોયો નહોતો. એટલે તે પહેલાં રૂહીને તેનાથી દુર કરે છે અને તેનો ચહેરો જોઈને કહે છે, રૂહી તુ ?? આ શું કરે છે ?? રૂહી એકદમ થોડી શરમાઈ જાય છે અને કહે છે , સોરી અક્ષત...મે આમ બધાની સામે આવુ કર્યું... આઈ એમ રિઅલી સોરી... પણ મે ...Read More

4

કળયુગના ઓછાયા - 4

રૂહીને એ પળ યાદ આવે છે જ્યારે તે અક્ષતને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેને કંઈ યાદ ન ને તેણે બધાની વચ્ચે હગ કરી દીધી એને. કોણ જાણે તેના મનમાં બહુ ખુશી થઈ રહી છે. અને જાણે તેના ચહેરા પર શરમના શેડા પડી ગયા. તેને હસવું આવી જાય છે. હા એને એમ હતુ કે ગઈકાલે જે કંઈ થયું એના માટે તેની મદદ મળશે પણ એના માટે તો એ વાત કરત તો પણ કદાચ તે ચોક્કસ મદદ કરત. પણ આવી હરકત ?? તેના મનમાં અક્ષત માટે જ્યારે તેઓ સાથે ભણતા હતા ત્યારથી એક કુણી સંવેદના હતી દિલના એક ખુણામાં... ...Read More

5

કળયુગના ઓછાયા - 5

રૂહી તો આખી રાત મસ્ત સુઈ ગઈ. આજે તેને મસ્ત સપનાભરી નિદર આવી ગઈ. આજે તે ઉઠી તો એકદમ છે....આજે તો ના કોઈ અવાજ, ના કોઈ બીક લાગી કે ના કોઈ ગુગળામણ..... રૂહીના ચહેરા પર એક મસ્તીભર્યું નાદાન હાસ્ય છલકાઈ રહ્યું છે. રાત્રે તેને વાળ ખુલ્લા રાખીને સુવાની આદત હતી એટલે ઊઠીને તેને પોતાના એ સિલ્કી લાબા વાળને સરખા કર્યા... તે અત્યારે સિમ્પલ નાઈટવેરમા પણ સુદર ,નાજુક અને ક્યુટ લાગી રહી છે.... ત્યાં જ અચાનક તેને યાદ આવ્યું કે સ્વરા પણ અહી જ તેની સાથે રૂમમાં સુતી હતી રાતે...અને તેને યાદ આવ્યું કે તે તો બાજુના બેડ પર જ ...Read More

6

કળયુગના ઓછાયા - 6

રૂહી મોડું થયું હોવાથી બહારથી કોલેજની રિક્ષા કરી લે છે અને જલ્દીથી કોલેજ પહોંચી જાય છે...કોલેજ કેમ્પસ અને હોસ્પિટલ જ કંમ્પાઉન્ડમા હોવાથી ત્યાં લોકોની અવરજવર તો ચાલુ જ હોય... કેટકેટલાય દરદીઓ તેમના સગાવહાલા...અને ઈન્ટરશિપ વાળા મેડિકલ સ્ટુડન્ટસ તો રેસિડેન્ટ ડોક્ટર... આ ચહલપહલ તો ચાલુ જ હોય... રૂહીને આજે તો કોઈને કોઈ જગ્યા માટે પુછવાનુ નહોતું એટલે તે આ બધુ નીહાળતી, મનમાં થોડા વિચારો સાથે કે હુ પણ જલ્દીથી મોટી ડોક્ટર બની જાઉ અને બધાની સારવાર કરૂં...વિચારોમા ગરકાવ એ ક્યારે પોતાના ક્લાસ પાસે પહોંચી ગઈ એ પણ એને ખબર ના રહી. ક્લાસમાં જોયું તો લગભગ ક્લાસ ભરાઈ ગયો હતો કારણ ...Read More

7

કળયુગના ઓછાયા -7

રૂહી તેની મમ્મી સાથે ટુકાણમા વાત કરીને ફોન મુકવા માગતી હતી એવુ નહોતું કે તેને તેની મમ્મી સાથે વાત મજા નહોતી આવતી પણ અત્યારે તેને સ્વરા પાસેથી વાત જાણવાની વધારે ઉત્સુકતા હતી. એટલે મમ્મી મારે થોડું કામ છે નીચે મેડમ બોલાવે છે મારે કોલેજના થોડા કાગળ આપવાના છે હુ જઈને આવુ છું કહીને ફોન મુકી દે છે. તેને એ પેપર્સ ખરેખર આપવાના તો છે પણ હજુ એ તેને કાલે કોલેજમાંથી મળવાના છે...રૂહી ત્યાં જઈને ફરી સ્વરાને કહે છે, હવે બોલ ફટાફટ બધુ મારી ધીરજ ખુટી ગઈ છે... સ્વરા : તારા ગયા પછી હુ થોડી વાર મને થોડી વાર વિકનેસ ...Read More

8

કળયુગના ઓછાયા - 8

રૂહી અને સ્વરા મેશમા જમવા જાય છે... આટલા બધા ટેન્શનમાં હોવા છતાં આજે પાણીપુરી બનાવી હતી એટલે બંનેને જમવાની આવી ગઈ...અત્યારે મેશમા પબ્લિક હવે અત્યારે તો ફ્રી હોય એટલે બધા શાતિથી મસ્તી કરતાં કરતાં ખાઈ રહ્યા છે... રૂહી અને સ્વરા પણ બધા સાથે મજાક મસ્તી કરી રહ્યા છે...ઈવાદીદી ના રૂમ સિવાય બધા સાથે તેમના હજુ પર્સનલ કોન્ટેક્ટ્સ નથી થયા બધા સાથે આવતા જતા એકબીજાને મળતા હોય અને સ્માઈલ આપે એવા સંબંધો ચોક્કસ બની ગયા છે... લગભગ એ લોકો ઉભા થવાની તૈયારીમા જ છે ત્યાં મેડમ પણ મેશમા જમવા આવે છે...કેટલાક જુના તો કેટલાક બટરપોલિશીગવાળા લોકો મેડમને કહે છે, મેડમ ...Read More

9

કળયુગના ઓછાયા - 9

રૂહી વિચારોમાં ખોવાયેલી ચાલી રહી છે જે એટલે એકદમ તેના ખભા પર કોઈએ હાથ મુકતા તે ઝબકે છે...અને વિચારોમાંથી આવે છે અને પાછળ જુએ છે તો એ બીજું કોઈ નહી પણ અક્ષત છે.. રૂહી : અક્ષત તુ?? અક્ષત : હા તુ ત્યાંથી નીકળી પણ એ વખતે મારૂ ધ્યાન તો નહોતું પણ મારો ફ્રેન્ડ અને રૂમમેટ દેવમે તને જોઈ એટલે એને મને કહ્યું એટલે હુ ફટાફટ અહીં આવ્યો. રૂહી : એ મને ઓળખે છે ?? અક્ષત : એને ફર્સ્ટ ડે તમને જોયા હતા મેડમ...અને પછી કાલે તને મળ્યો હતો...એટલે એ તને ઓળખી ગયો.. રૂહીને થોડું હસવું આવી ગયું... અને કહે ...Read More

10

કળયુગના ઓછાયા - 10

અક્ષત: સાચે આવુ કંઈ થાય છે રૂહી ?? રૂહી : તને તો આ મજાક લાગતી હશે ને ?? કે એક મેડિકલ સ્ટુડન્ટ થઈને આવી પાગલ જેવી વાત કરૂ છું એમ લાગતું હશે ને ?? મને એમ થાય છે કે એવું શું હશે ?? સ્વરા તો કહે છે એ ભુત છે...કોઈની આત્મા ત્યાં છે , એવું થોડું હોય યાર ?? અક્ષત : હુ તારી વાત બરાબર સમજુ છું. તારી કોઈ મજાક નથી ઉડાવતો...પણ આ વાત બીજા કોઈને ન કહીશ અત્યારે. રૂહી : પણ તુ કોઈ હોસ્ટેલ ની ખબર હોય તો કહે ને ?? અક્ષત : (મજાકમાં )મારી હોસ્ટેલ છે ને ...Read More

11

કળયુગના ઓછાયા - 11

અક્ષત આટલા બધા ફોન કરવા છતાં રૂહી ફોન ન ઉપાડતા બહુ ચિતામાં આવી જાય છે... તેની પાસે રૂહી સિવાય કોઈ નંબર પણ નહોતો...તેને તેની હોસ્ટેલ પણ જોઈ નથી અને હોય તો પણ આટલા વાગે તે કોઈ ગર્લ્સ હોસ્ટેલ પર પણ કેમ જઈ શકે??...હવે રૂહીના ફોનની રાહ જોવા સિવાય હાલ તો કોઈ ઉપાય નથી દેખાતો.તેને વાચવા બેસવુ છે પણ રૂહીની ચિતામાં એને પણ મુડ નથી આવતો... આ બાજુ રૂહી અને સ્વરા જમીને ઉપર આવતા હોય છે ત્યાં જ એક બે છોકરીઓ આવીને કહે છે મેડમે અત્યારે જ હોલમાં મિટિંગ રાખેલી છે..બધાએ જવાનું છે...રૂહી અને સ્વરા બંને ડાયરેક્ટ ત્યાંથી હોલમાં જાય ...Read More

12

કળયુગના ઓછાયા - 12

લેક્ચર પતતા જ રૂહી અક્ષત ને મળીને કાલે તે વાત કરી લેશે હોસ્ટેલમાં અને સાજે શિફ્ટ કરી દઈશ એવું છે. અક્ષત : સારૂ જેમ તને યોગ્ય લાગે એમ. રૂહી : તને મારો નિર્ણય બરાબર લાગે છે ને ?? કોણ જાણે મને આજે પહેલી વાર હુ નિર્ણય કરી રહી છું પણ હુ બહુ નર્વસ છું... મને કંઈ જ સમજાતુ નથી. અક્ષત : સાચુ કહુ તો મને પણ કંઈ ખબર નથી પડતી. આટલી ફીસ આપીને ત્યાં રહેવા જવાનુ... રૂહી : સાચી વાત છે આટલી ફીસ ના પ્રમાણે તો અમારી ફી હોવા છતાં બહુ સારી વ્યવસ્થા છે...સાથે જમવાનું પણ એટલું જ સરસ ...Read More

13

કળયુગના ઓછાયા - ૧૩

રૂહીને તેના ભાઈનો ફોન મુકીને તેને કંઈક વિચાર આવે છે...તે અક્ષતને ફોન કરીને તેને બધુ કહેવાનું વિચારે છે...પછી તેને થાય છે એને કેવું લાગશે....હુ આખો દિવસ તેને હેરાન કરૂ તો આવી વાતો માટે ફોન કરીને ?? ફરી પાછું તે વિચારે છે કે કંઈની એક વાર વાત કરી લઉ ...એ સારો છે અને મારો ફ્રેન્ડ પણ છે સારો...અને અક્ષત ને ફોન કરે છે‌.... અક્ષત અત્યારે રૂહી સાથે થઈ રહેલા બધા વિશે જ વિચારી રહ્યો છે..તે એમ વિચારતો હતો કે તેનો એક ફ્રેન્ડ છે જે આ પ્રકારે બધુ જ જાણે છે...અને તેની પાસે એના સોલ્યુશન કરવાના આત્માને મુક્ત કરવાના ઉપાય પણ ...Read More

14

કળયુગના ઓછાયા - ૧૪

રૂહી શાંતિથી ઉઘી રહી છે....એક વાર તેની ઉઘ ઉડી જાય છે...પણ હજુ સાડા બાર થયા છે...અને એકદમ શાંત વાતાવરણ તે સુઈ જાય છે....પણ જેવો દોઢ વાગ્યાનો સમય થાય છે....એ સાથે જ એકદમ રૂહીને ગભરાહટ થવા લાગે છે...તેનો શ્વાસ જાણે અટકી જાય છે....કોઈ તેના ગળાને હાથથી દબાવવાની કોશિશ કરી રહ્યુ છે... આગલી વખતે તો રૂહી આખો ખોલવામાં પણ બહુ ગભરાતી હતી... જ્યારે આજે રૂહી જરા પણ ગભરાયા વિના આંખ ખોલી દે છે.‌....અને સામે એ જ પેલી બિહામણી લાગતી છોકરી પંખા પર ઉંધી લટકી રહી છે.....તે એકદમ મરકમરક હસી રહી છે....બસ પહેલાની જેમ જ લાલ નાઈટી ને બધુ જ... રૂહી એ ...Read More

15

કળયુગના ઓછાયા -૧૫

અક્ષતને પહોચીને ઉતરીને શ્યામના ઘરે જવા માટે કોઈને પુછવુ પડશે એ ચિંતા જતી રહી કારણ ને તેની બધી પુછપરછ કાકાએ સામેથી જ કહી દીધું કે શ્યામભાઈ મારી બાજુમાં રહે છે હુ તમને ત્યાં લઈ જઈશ....થોડો સાકડો રસ્તો, અમુક જગ્યાએ થોડા ખાડા ખડિયાવાળો રસ્તો....ને એ ખીચોખીચ ભરેલી જીપ કે એક બ્રેક લાગતા જ બધા એક બીજા પર પડે.... શ્વાસ પણ માંડ માંડ લેવાય.... આ બધાથી અક્ષત ને થોડી મુઝવણ થાય છે પણ રૂહી માટે કંઈ ઉપાય મળશે એ વિચારીને બધુ ચલાવે છે અને આખરે તેનો મુકામ આવી જાય છે..... થોડીવારમાં પહોચે છે તો શ્યામનો એ નાનકડા ગામમાં બહુ સારો એવો ...Read More

16

કળયુગના ઓછાયા -૧૬

રૂહી : આન્ટી હુ તમારા ઘરમાં અંદર આવી શકું ?? બેન : હા આવને...પણ અચાનક... કંઈ થયું છે ?? અંદર જઈને બેસે છે...પેલા બેન તેને પાણી આપે છે‌.. રૂહી : ના તમારો આભાર.... એ બેન થોડા ધીમા અવાજે વાત કરી રહ્યા છે એટલે રૂહી કહે છે, આન્ટી શું થયું કેમ આમ ધીમે વાત કરો છો ?? બેન : અંદર મારા સસરા આરામ કરે છે..એમને ખલેલ ન પડે માટે ધીમે વાત કરૂ છું.. રૂહી : આન્ટી સોરી પણ હુ એમ જ આવી ગઈ....પણ મારે દાદાને જ મળવુ હતુ...જો એ જાગતા હોય તો.... આન્ટી : કેમ દાદાને મળવુ છે ?? રૂહી ...Read More

17

કળયુગના ઓછાયા - ૧૭

અક્ષત ફોન કરીને રૂહીની બાજુમાં આવીને બેસી જાય છે... થોડીવારમાં રૂહી આંખો ખોલે છે.અત્યારે તે નોર્મલ લાગી રહી છે.... અક્ષતને પુછે છે, હુ કેમ અહીયા સુતી હતી ?? અક્ષત : તને ચક્કર આવી ગયા હતા એટલે.‌... દસેક મિનિટ મા જ આસ્થા ત્યાં આવી પહોચે છે...તે અક્ષત પાસે આવે છે...રૂહી અત્યારે નોર્મલ બેઠી હોય છે. પણ તે થોડી ચિંતિત હોય છે... રૂહી : મને કેમ આટલી વીકનેસ લાગી રહી છે ?? જાણે મારામાં કોઈ શક્તિ જ નથી... અક્ષતે કદાચ આસ્થા સાથે જ ફોન પર વાત કરીને બધુ ટુંકાણમાં સમજાવી દીધું હોવાથી તેને કોઈ બહુ નવાઈ ના લાગી.... આસ્થા : સ્વરા ...Read More

18

કળયુગના ઓછાયા - ૧૮

(આગળ આપણે જોયું કે દાદાજી રૂહીને બધી વાત કરી રહ્યા છે....અને કહે છે કે ત્યાં એક હત્યા કે આત્મહત્યા હતી...) હવે આગળ, રૂહી : એવુ કેમ કહો છો કે હત્યા કે આત્મહત્યા....કેમ તમને ખબર નથી કે એ શું હતું ?? દાદાજી : બેટા મને બધી જ ખબર છે છતાં નથી ખબર એટલે શું કહુ...?? આ કળયુગના છાયા... ઓછાયા....જ એવા છે કે માણસ જાત પોતાના સ્વાર્થ માટે થઈ ને કંઈ પણ કરતા અચકાતી નથી.‌.... રૂહી : તમે મને બધી વાત જણાવી શકશો....જો તમને વાધો ન હોય તો ?? દાદાજી કંઈ બોલે એ પહેલાં રૂહીના ફોનમાં રીગ વાગે છે....જુએ છે તો ...Read More

19

કળયુગના ઓછાયા -19

(આપણે આગળ જોયું કે એક સરસ દેખાવડો છોકરો લાવણ્યાને મળવા આવ્યો છે અને તે લાવણ્યાને્ બોલાવવા વોચમેનને હેલ્પ માટે છે‌...) હવે આગળ...... એ છોકરાની વાત કરવામાં પણ શિષ્ટતા અને વિનંતી હતી... ચોક્કસ તે કોઈ સારા સંસ્કારી ઘરનો હશે.... એવું મે અનુમાન લગાવ્યું... મને થયું કંઈ કામ હશે એટલે મે તેમના દરેકના રૂમમાં એક ઇન્ટરકોમ નંબર હતો તેના પર ફોન લગાવ્યો.... તો તેની એક રૂમમેટ હતી એશા એને ફોન ઉપાડ્યો.....એને કહ્યું કે લાવણ્યાને બહુ તાવ છે તો સુતી છે..... મે કહ્યુ તે છોકરાને તો એને કહ્યુ કે ફ્ક્ત એમ કહે કે સમ્રાટ આવ્યો છે બહુ જરૂરી કામ છે..... એશા એ ...Read More

20

કળયુગના ઓછાયા - ૨૦

( વોચમેન અને મીનાબેન અંદર લાવણ્યાના રૂમમાં પેસતા જ અવાક થઈ જાય છે.......) હવે આગળ, વોચમેન કાન્તિભાઈ એ જોયું ડાબી બાજુમાં એક બેડ હતો ત્યાં ઉપર એક પંખો હતો એના ઉપર એક રેડ કલરના ગાઉનમાં લાવણ્યાના ગળા ફરતે એક દોરડું વીંટળાયેલુ હતુ....પહેલી નજરે તે તેણે આત્મહત્યા કરી હોય એવુ જ લાગે..... દાદાજી : પણ આ તો એક પોલીસ બાબત કહેવાય એટલે અમે ત્યાંથી ફક્ત જોયું..... પહેલાં તો આવુ જોતા મારૂ મગજ એકદમ ચકરાવે ચઢી ગયુ હતુ.... પણ થોડી વાર પછી મે સ્ટેબલ થઈને જોયું તો એકાએક મારી નજર પડી....લાવણ્યાના એક હાથ પર લાલ કલરનુ કપડુ ઢાકેલુ હતુ.....પણ અમે નજીક ...Read More

21

કળયુગના ઓછાયા - ૨૧

મીનાબેનના બુમ પાડતા જ હુ ઉભો રહી ગયો....તેમની તરફ ફર્યો, અને બોલ્યો, શું કામ છે ?? મીનાબેન : તમને લાગતું આ બધુ સરાસર ખોટું થઈ રહ્યું છે.....મને બહુ એ છોકરી વિશે ખબર નથી પણ ત્યાનુ બધુ જોઈને એને આત્મહત્યા તો નથી કરી એ ચોક્કસ છે...પણ મને તો એ બે છોકરીઓ પર પાકી શંકા થઈ ગઈ છે તથા મે એ પેલી રૂપાળી ને છુટા વાળવાળી છોકરી હતી એને કહેતા સાભળી કે સારૂ થયું મે વેળાસર પપ્પાને ફોન કરીને બોલાવી દીધા.... બીજી છોકરી (ચાર્મી ): નહી તો એ કાન્તિભાઈ એ તો પેલા હોસ્ટેલ ના માલિકને બોલાવી લીધા હતા....અને પોલીસ આવી ગઈ ...Read More

22

કળયુગના ઓછાયા - ૨૨

રૂહી : દાદાજી મીનાબેન ફરી ક્યારેય પાછા આવ્યા નહી ?? દાદાજી : એ પોતે એક વિધવા હતા...અને નિઃસંતાન હતા‌... ગુજરાતી નહોતા.... ભણેલા હતા પણ સાસરીયા કે પિયરમાં બહુ સપોર્ટ નહોતો એટલે જરૂરિયાતવાળા તો હતા જ.... આ કારણે જ કદાચ એ હોસ્ટેલ માલિકે એમને રૂપિયાથી તેમની બોલતી બંધ કરાવીને ગાયબ કરી દીધા હતા...... એ ફરી આવ્યા છે....અને એમને તુ ઓળખે પણ છે.... રૂહી : હુ કેવી રીતે ઓળખુ ?? હુ કોઈ એવા મીનાબેન ને નથી ઓળખતી.... દાદાજી: એ ફરી આવ્યા છે અહીં પણ એક નવી ઓળખ લઈને....એમને હવે દુનિયા નવા નામથી જ ઓળખે છે....પણ અહીયા ફક્ત હુ જ છું જે ...Read More

23

કળયુગના ઓછાયા - ૨૩

આસ્થાનુ ધ્યાન સંપુર્ણપણે રૂહી પર જ હોય છે.... અચાનક દોઢેક વાગ્યાનો સમય થતા એકાએક રૂહી બુમો પાડવા લાગે છે.....નહી કોઈને નહી છોડુ......!! આસ્થા જુએ છે કે રૂહી કંઈ બોલી રહી છે મતલબ કંઈક તો થવાનું છે એટલે એ કંઈ પણ કરતા પહેલાં સ્વરાને મિસકોલ કરી દે છે. થોડીવારમાં રૂહી એકદમ ખડખડાટ હસવા લાગે છે......અને આ શું એકદમ જ તેનો ચહેરો બદલાઈ જાય છે........તેની આંખો સફેદ થઈ જાય છે....અને એકદમ ઉભી થાય છે..... આસ્થા તો જોતી જ હોય છે એટલામાં તો રૂહી ત્યાં હોતી નથી....... એકદમ જ તેની નજર પડે છે તો એ આસ્થા ના બેડ નજીકની દિવાલ પર ઉધી ...Read More

24

કળયુગના ઓછાયા - ૨૪

અક્ષત જેવુ એક ગિફ્ટ પેકિંગ રૂહીને આપે છે તે ફટાફટ ખોલવા જાય છે... અક્ષત તેને ઇમેજિન કરવાનું કહે છે રૂહી ના હવે મારામાં ધીરજ નથી ખોલી દઉં છું કહીને તે રેપર કાઢી નાખે છે અને કંઈક ઉપર દેખાતા જ તે એકદમ ખુશ થઈ ને ઉછળે છે‌. રૂહી : અક્ષત આ તો આપણા સ્કુલના ફોટોસ છે‌.આપણે સાથે હતા ત્યારના. આપણે એક કપલ ડાન્સમાં રહ્યા હતા‌. યાર એ વખતે તો કેટલા નાના હતા. તુ કેવો મસ્ત ક્યુટ લાગે છે.... અક્ષત : હમમમ....અને હવે નથી લાગતો ?? રૂહી : બબુચક હવે તો હેન્ડસમ લાગે છે.....હીરો જેવો... અક્ષત : હવે બહુ બટર પોલિસ ...Read More

25

કળયુગના ઓછાયા - ૨૫

રૂહી પહેલાં હોસ્ટેલ પહોચીને સ્વરાના રૂમમાં જાય છે‌‌...તો સ્વરા હોતી નથી...તે ફોન કરે છે તો એ ઈવાદીદીના રૂમમાં હોય એ ત્યાં જાય છે... ઈવાદીદી : હવે તો નવા ફ્રેન્ડ મળી ગયા એટલે અમને ભુલી ગઈ નહી ?? રૂહી : ના હવે દીદી... હમણાં થોડો ટાઈમ ઓછો મળે છે... ઈવાદીદી : હમમ.. કંઈ નહી ફ્રી હોય એટલે આવવાનું.‌..તુ મને પેલા દિવસે અહી હોસ્ટેલ પહેલાં શું હતુ આ જગ્યા પર અને સૌથી જુનુ કોણ છે એનુ મે તને કહ્યુ હતુ જે ખબર હતી એ પણ શું કામ હતુ એનુ તારે ?? કંઈ પ્રોબ્લેમ છે... સ્વરા : ના હવે દીદી મને ખબર ...Read More

26

કળયુગના ઓછાયા - ૨૬

આસ્થા એકદમ બેભાન થઈને ઢળી પડતા જ રૂહી અને સ્વરા ગભરાઈ જાય છે...થોડુ તેના પર પાણી ને છાટે છે...પછી તે ભાનમાં આવે છે. રૂહી : આસ્થા કેવુ છે હવે તને ?? આસ્થા : સારૂ છે...પણ કેયા....લાવણ્યા.... સ્વરા : એ બધુ કંઈ ન વિચાર તુ... એમાં તારો કોઈ વાંક નથી...તને ક્યા કંઈ ખબર છે....તને તો એ પણ ક્યાં ખબર હતી કે એ તારી બહેન છે.... રૂહી : હા આસ્થા આમ પણ કેયા હવે ફોરેન છે એટલે આપણે કંઈ કરી શકીએ એમ નથી...હવે આપણે બસ આ આત્માને મુક્તિ અપાવવા માટે વિચારવાનુ છે.... આસ્થા : હા...પણ કાલે પેલી નવી છોકરીનુ શું કરીશું ...Read More

27

કળયુગના ઓછાયા - ૨૭

આસ્થા અને રૂહી એકબીજા સામે જોઈ રહ્યા છે...કે આ કોણ છે ?? એકબીજાને આખોથી પુછી રહ્યા છે.... સામે આવેલી વ્યક્તિ એટલે અનેરી....તેનુ નામ જ અનેરી નહોતી, હતી પણ અનેરી જ.... પહેલાં તો ધડામ કરતા આવી રૂમમાં કંઈ પણ વિચાર્યા વિના કે રૂમમાં કોઈ હશે....બીજુ તેનો સામાન જોતા લાગી રહ્યું છે કે જાણે મોટી ટુર પર જવાની હોય...મોટી મોટી બે બેગ...બીજા ત્રણ થેલા... હોસ્ટેલ મા એક વ્યક્તિ માટે આટલો સામાન ?? અને દેખાવ ??....અનેરી થોડી નીચી.‌.આમ ચહેરો રૂપાળોને ક્યુટ...પણ માથામાં બે ચોટલા વાળેલા...સાથે ગળામાં એક રૂદ્રાક્ષ ની માળા, હાથમાં છ છ વીટીઓ નંગવાળી...એવુ જ હાથમાં પણ મણકા અને નંગવાળુ બ્રેસ્લેટ..... ...Read More

28

કળયુગના ઓછાયા - ૨૮

અક્ષત તે પુસ્તકનુ નામ ગુગલ પર સર્ચ કરે છે‌... ક્યાંય આવુ કોઈ નામ હોતુ નથી..." એક આવી પણ દુનિયા " રૂહી : પણ એ છે તો પ્રિન્ટેડ પેજવાળી બુક.... અક્ષત શ્યામને ફોન કરે છે...ઘણી રીગ વાગે છે પણ કોઈ ફોન ઉપાડતુ નથી..‌એટલે અક્ષત થોડી વાર પછી વાત કરીએ એમ કહે છે. રૂહી : એક વાત કહું અક્ષત ?? અક્ષત : હા બોલને ?? રૂહી : હજુ તો સાડા બાર થયા છે. જો તને વાધો ન હોય તો ક્યાંક બહાર જઈએ.. યાર રોજ આવી ત્યારથી આ જ આત્માની વાતો છે...હુ સ્કૂલમાં થી કોલેજમાં આવી ગઈ છું એવુ પણ માણવાનો આ ...Read More

29

કળયુગના ઓછાયા - ૨૯

એકદમ શાંત વાતાવરણ છે...રાતના અગિયાર વાગી ગયા છે....રૂહી હજુ સુધી સુતેલી જ હોય છે.... એકદમ જ આસ્થા નુ ધ્યાન છે કે રૂહીના ગળામાં માળા તો નથી... આજુબાજુ જુએ છે તો ક્યાંય દેખાતી નથી...એટલે એ ચિંતામાં મુકાઇ જાય છે..... માળા દેખાતી નથી...પછી એ વિચારે છે રૂહી ઉઠે પછી વાત...એમ વિચારીને નાઈટશુટ પહેરવા જાય છે... ત્યાં એકદમ તેને ખબર પડે છે કે એ માળા તેના ગળામાં હતી...તેને સમજાયુ નહી કે આ કેવી રીતે થયું??...તેને પોતે તો ગળામાં પહેરી નથી.... પછી તે બહાર આવે છે...તો રૂહી પડખુ ફરીને ઉઠે છે. અને કહે છે , આસ્થા ક્યાં ગઈ?? આસ્થા : હા બોલ શું ...Read More

30

કળયુગના ઓછાયા - ૩૦

રૂહીને અનેરીની વાતમાં કંઈ તો લાગે છે...તે હજુ સુધી તો રૂહીને મદદ કરવા ઈચ્છતી હતી અને અચાનક શ્યામનુ નામ જ તેને આ બધા માટે ના પાડી દીધી. રૂહી અત્યારે આ બધી વાત પુછવાનુ ટાળે છે...પછી સ્વરા ઉઠે છે... અત્યારે તો એ નોર્મલ હોય છે....એ લોકો એને હાલ બધી વાત નથી કરતા. રૂહી બપોરનુ લન્ચ લઈને અક્ષતને મળવા જાય છે... રૂહી અક્ષતને બધી વાત કરે છે....અને સાથે અનેરીની શ્યામ માટેની વાત કરે છે‌... અક્ષત : હા મને પણ એવું લાગ્યું શ્યામે મને કહ્યું કે અનેરી પાસે વિધિ ના કરાવીશ આજે...પણ બાકીનુ એ આજે કહેશે એમ કહ્યું હતુ... પણ હુ પછી ...Read More

31

કળયુગના ઓછાયા - ૩૧

રૂહી હોસ્ટેલ પર આવે છે...આસ્થા સુઈ ગઈ હતી...સ્વરા પણ તેના રૂમમાં નથી....એ રૂમમાં જુએ છે કે અનેરી બેડ પર પડેલી હતી...પણ તે સુતેલી હોય એવું ન લાગ્યું.... તેને અત્યારે અનેરી માટે બહુ દુઃખ થાય છે. અને એમાં પણ એનો કંઈ જ વાંક નથી એટલે...એના મનમાં તો કદાચ શ્યામ માટે અત્યારે કેટલી નફરત થઈ ગઈ હશે‌....એની જગ્યાએ કોઈ પણ હોય તો એવું જ થાય. તેને એક ક્ષણ માટે વિચાર આવી જાય છે કે અક્ષત માટે તેને કેટલી લાગણી છે....અને જો એ એને એવું કરે તો તેને કેટલું દુઃખ થાય એ વાત તે વિચારી પણ નથી શકતી.... તે અનેરીની પાસે પાછળથી ...Read More

32

કળયુગના ઓછાયા - ૩૨

રૂહી તેનો પ્લાન બધાને કહે છે. બધાને એમ તો થાય છે કે કદાચ આ આઈડિયા કામ કરશે.... અનેરીને પણ વાતની ખબર છે સિવાય કે શ્યામ જ આ વિધિ માટે આવી રહ્યો છે.... એટલે તે પણ રૂહીના પ્લાનમાં સાથ આપે છે.રૂહીએ અનેરી ને લાવણ્યા માટેની બધી વાતો કહી હતી પણ એટલું બધુ વિગતે નહોતુ કહ્યું... તેને તો આ મેડમને વિધિ માટે અહીં એ વિધિ કરનાર વ્યક્તિ ને અંદર‌ આવવા દે એ માટે તૈયાર કરવા માટે આ પ્લાન છે એ જ ખબર હતી...પણ આ વસ્તુમાં મીનાબેન આડકતરી રીતે જોડાયેલા છે એ વાતની ખબર નથી. રાતના દસ વાગે છે...આજનો‌ રવિવાર તો પતી ...Read More

33

કળયુગના ઓછાયા - ૩૩

રાતના ત્રણ વાગ્યા છે. આમ બધાને ઉઘવાનો સમય હોવા છતાં જાણે બધાની ઉંઘ હરામ થઈ ગઈ છે. સ્વરા હજુ છે. આસ્થા : તને લાગે છે કે મીનાબેન હા પાડશે ?? રૂહી : હા...હા પાડશે. અનેરી : તમને એક વાત કહેવાની તો રહી જ ગઈ કે હુ એમને રૂમમાં બોલાવવા ગઈ એ વખતે ત્યાં અંદર બારણા પાસે કોઈ જ જેન્ટ્સ ના શુઝ પડેલા હતા. આમ તો સામાન્ય રીતે કોઈ અંદર શુઝ કે ચંપલ પહેરીને આવતુ નથી. અંદર પહેરીએ તો એ અલગ હોય છે. પણ એ કોના શુઝ હશે ?? કોઈ જેન્ટસ ખરેખર હશે એમના રૂમમાં ?? અને હુ ત્યાં ગઈ ...Read More

34

કળયુગના ઓછાયા - ૩૪

મીનાબેન પોતાની વાત આગળ વધારતા કહે છે...એ દિવસે હુ આણંદ આવી...મારા આશ્ચર્ય વચ્ચે પંકજરાય રેલવે સ્ટેશને મને લેવા આવી હતા ગાડી લઈને. મે તો ફક્ત આ ટ્રેનમાં આવીશ એવુ કહ્યું હતું...પણ એ તો ત્યાં હાજર જ હતા. મને કોઈ અજાણ્યા પુરૂષ સાથે આમ અજુગતું લાગતું હતું. તેમણે મને પરાણે તેમની ગાડીમાં બેસીને તેમના ઘરે આવવા કહ્યું. મે ન પાડી.મે કહ્યું મારા એક ઓળખીતા છે એમના ઘરે જતી રહીશ એવું કહ્યું પણ એ માન્યા જ નહીં....અને આખરે હુ એમની સાથે ગઈ.... હુ એમની સાથે ઘરે ગયા પછી મે સામે જ દિવાલ પર ટીગાળેલા એક ફોટા પર ગઈ....એક જાજરમાન સ્ત્રી.... જોતાંવેંત ...Read More

35

કળયુગના ઓછાયા - ૩૫

આસ્થા વાત પુરી કરીને પાછળ ફરે છે તો બધા તેની સામે જોઈ રહ્યા હોય છે..... તે પહેલાં પંકજરાય પાસે છે....અને ફોન આપીને કહે છે, અંકલ હુ કેયા નથી તેની નાની બહેન આસ્થા છું.... પંકજરાય : તુ તો પણ એના જેવી જ દેખાવ અને હાઈટબોડીમા છે..બસ એક ફેર છે કે તે બહુ ફેશનેબલ લાગતી હતી... જ્યારે તુ બધી જ રીતે સિમ્પલ..... આસ્થા: હા... અંકલ પણ હવે અમે લોકો સાથે નથી.ઈન્ફેક્ટ હુ એને ક્યારેય મળી જ નથી.... પંકજરાય : એવું કેમ ?? આસ્થા તેની બધી વાત કરે છે અને કહે છે, આજે મે મારા પપ્પા સાથે પહેલીવાર વાત કરી....પણ મને હવે ...Read More

36

કળયુગના ઓછાયા ૩૬

રૂહી તો કોઈ પણ કપડામાં સરસ જ લાગે એવી છે....અને પાછી એની ડ્રેસિંગ સ્ટાઈલ એટલી જોરદાર છે કે કોઈને ગમી જાય....એ તૈયાર થઈ ગઈ છે આજે સમયસર... આ બાજુ અનેરી તૈયાર તો થઈ ગઈ પણ રૂહીએ તેને પ્રેમથી કહ્યું, તુ બીજા કોઈ કપડાં પહેરને મસ્ત... અનેરી : કેમ ?? આ સારા નથી ?? રૂહી : સારા જ છે...પણ આજે કંઈ મસ્ત પહેરીને ચાલ ને. અનેરી : મને તો કંઈ ખબર નથી પડતી શું પહેરૂ તુ કહે... અનેરી તેને તેના બધા કપડાં બતાવે છે અને તે એક રેડ કલરનુ એક ટોપ લઈને કહે છે, આ પહેર મસ્ત છે... આ જોતાં ...Read More

37

કળયુગના ઓછાયા - ૩૭

અનેરી જેની આંખોમાં આંખો નાંખીને જોઈ રહી છે એ બીજું કોઈ નહીં પણ શ્યામ છે...બંને એકબીજામાં ખોવાઈ ગયા છે...આ રૂહી અને અક્ષત જોઈ રહ્યા છે !! થોડી જ મિનિટોમાં અનેરી વર્તમાનમાં આવી જાય છે..અને જલ્દીથી દુર જતી રહે છે. પણ શ્યામ તો એકીટશે હજુ એને જ જોઈ રહ્યો છે.... આ બધુ જોવામાં અક્ષતે રૂહીનો હાથ પકડી દીધો હતો એ પણ એને ખબર ન રહી.પણ કદાચ રૂહીને આ પસંદ આવી રહ્યુ હોવાથી તેણે પણ આ વાતનો વિરોધ ન કર્યો.... પણ જ્યારે અનેરી ત્યાંથી નીકળવા જાય છે કે રૂહી અક્ષતનો હાથ ધીમેથી છોડાવીને અનેરીને ઉભી રાખે છે‌... રૂહી : ક્યાં જાય ...Read More

38

કળયુગના ઓછાયા - ૩૮

(આ ભાગ માટે મારા વાચકોએ રાહ જોવી પડી......એ માટે સોરી....તમે સૌએ રાહ જોઈ માટે આભાર...) આસ્થા : પપ્પા પછી દીદીએ શું કર્યું ?? મિહીરભાઈ : કેયા તો ભાનમાં જ નહોતી...અને સમ્રાટ ગુસ્સામાં જતો રહ્યો...અમને તો આવી કોઈ ખબર જ નહોતી. પણ બહુ મોડા સુધી તે ઘરે ન આવતા ચાર્મીએ તેના પર ફોન કર્યો... ઘણીવાર સુધી રીંગ વાગતી રહી...બહુ રીંગ વાગ્યા પછી કોઈ છોકરાએ ફોન ઉપાડ્યો...તેને કહ્યું, હું તેનો ફ્રેન્ડ બોલું છું...અને તમારૂ એડ્રેસ કહો મારી ગાડીમાં તેને ત્યાં મુકી જાઉં... આ સાંભળીને ચાર્મીએ ક્હ્યું તેની સાથે સમ્રાટ નથી ?? તો સામેવાળા છોકરા એ કહ્યું, ના એતો નથી...પણ આજે એના ...Read More

39

કળયુગના ઓછાયા - ૩૯

રૂહી અને અનેરી સાથે અક્ષત ને શ્યામ પણ હોસ્ટેલમાં પ્રવેશે છે. પણ મીનાબહેને પહેલેથી જ વોચમેન ને આપેલી સુચના તે સામેથી આવીને બધાને અંદર લઈ જાય છે...તેઓ ત્યાં જઈને મેડમના રૂમમાં જાય છે ‌ મેડમ બધાને બેસાડે છે. મીનાબેન : તમે લોકો સાભળો..મે અત્યારે બધા હોસ્ટેલવાળા માટે એક મીટીંગ રાખી છે કારણ કે આ બધી વસ્તુ કરતા પહેલાં બધાને જાણ હોવી જરૂરી છે. રૂહી તમે લોકો મારા રૂમમાં અવારનવાર આવો છો સાથે આજે રાત્રે પણ અમુક વસ્તુઓ માટે ઘણા લોકોને શંકા થઈ હોય એવું લાગે છે.માટે હુ એ લોકોને સત્ય વાત છે જે આત્મા વિશે એ જણાવી દઉં જેથી ...Read More

40

કળયુગના ઓછાયા - ૪૦

બધાના મગજ ચકરાવે ચઢી જાય છે બધી જ બાજુ આત્મા દેખાય છે એક સરખી.... શ્યામ પણ હવે આગળ શું વિચારી રહ્યો છે. જ્યારે એ આત્મા તો વધારે શક્તિશાળી બનતી હોય એમ તે અટહાસ્ય કરી વાતાવરણ ને વધારે ભયાનક બનાવી રહી છે.... શ્યામ અત્યારે એક જભ્ભો અને લેગો પહેરીને આવેલો છે...તે ઝબ્ભાના ખિસ્સામાંથી એક નાનકડો અરીસો કાઢે છે....અને સાથે એક ચમકતો પથ્થર..... અનેરીને તે ઈશારો કરીને એ પવિત્ર જળ છાંટવાનું કહે છે....તે પાણી છાંટવા જાય છે....એ પહેલાં જ એ આત્મા આવીને પાછળથી અનેરીને પકડે છે.... શ્યામ અનેરીનો હાથ પકડીને મંત્રો બોલવાનુ શરૂ કરે છે.અને એના હાથમાં રહેલો અરીસો જે ચમત્કારી ...Read More

41

કળયુગના ઓછાયા - ૪૧

શ્યામ એ ઘેરો અને જાડો અવાજ સાંભળીને જ સમજી જાય છે કે આ તેના ગુરૂજી જ છે...અને વળી એ ને ઠોસ મજબુતી આપતો હોય એવો ભોલે ભોલે.... નો અવાજ આવ્યો... શ્યામ : ગુરૂજી...ભોલે ભોલે...!! ગુરૂજી : હા દીકરા શ્યામ...બોલ ?? શું તફલીક પડી તને ?? શ્યામ : તમને કેમ ખબર પડી કે હું જ છું ?? ઘરેથી ફોન આવી ગયો કે શું ?? ગુરૂજી : ના દીકરા...પણ તું તો મારો દીકરો છે...એક બાપ પોતાના સંતાનનો અવાજ ન ઓળખે...તે ભલે અમારા ખોળે જન્મ નથી લીધો પણ ખબર નહી ગયા જન્મનું રૂણાનુબંધ હોય કે જે પણ હોય હું અને તારા ગુરૂમા ...Read More

42

કળયુગના ઓછાયા - ૪૨

શ્યામ બધી તૈયારી શરૂ કરવા લાગે છે.અક્ષત તેને મદદ કરે છે અને બધી વાત રૂહી એ લોકોને પણ કરી છે.... એટલામાં ફરી ગુરૂજી નો ફોન આવે છે અને કહે છે તુ કોઈ તારી સાથે બીજું હોય તેમનો નંબર આપ. કદાચ વિધિ દરમિયાન કંઈ જરૂર હોય તો હું એ નંબર પર પણ વાત કરી શકું...આથી તે અક્ષતનો નંબર આપે છે. બંને જણા તૈયાર થઈને બધી વસ્તુ લેવા જવાનું નક્કી કરે છે.... અનેરીને શ્યામ કેયાને અહીં બોલાવવાની વાત કરે છે.... એટલે એ પહેલાં રૂહી અને આસ્થા ને કહે છે. આસ્થા : હું પપ્પાને ઘરે ફોન કરી જોઉં...કે કેયાદીદીને અહીં લાવી શકશે ...Read More

43

કળયુગના ઓછાયા -૪૩ (સંપૂર્ણ)

શ્યામ આમતેમ જોઈ રહ્યો છે...કેયાને શોધવા માટે... એકદમ સરસ રીતે ચાલી રહેલી વિધિમાં કંઈ પણ ખલેલ વિના કેયા નું થવું.... તેને થોડો આમતેમ જોતો જોઈને અનેરી તેને ઈશારામાં શું થયું એવું પુછે છે ‌.... શ્યામ ફક્ત કેયાની ખાલી જગ્યા બતાવે છે... અનેરી એકદમ ગભરાઈને કંઈ બોલવા જાય છે ત્યાં જ તે તેને રોકે છે...અને વિધિમાં ખલેલ ન પહોંચાડવા માટે કહે છે....પણ શું કરવું એ માટે વિચારી રહ્યો છે... ગુરૂજી અને બીજા એ વ્યક્તિ બંનેની આંખો તો બંધ છે.‌..અને સાથે જ બાકી બેઠેલા દરેક વ્યક્તિ પણ આંખો બંધ કરીને મંત્રો બોલી રહ્યા છે.... શ્યામ વિચારે છે કંઈ પણ બોલ્યા વિના ...Read More