કોઝી કોર્નર

(980)
  • 86.4k
  • 122
  • 45.4k

કોઝી કોર્નર પ્રકરણ 1કોઝી કોર્નર ! આંબાવાડી વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અને પાછળ બહુ મોટું કમ્પાઉન્ડ. મુખ્ય રોડ પર એનો દરવાજો જે હંમેશા બંધ રહેતો અને કાટખૂણે એક નાની ઝાપલી જે હમેશા ખુલ્લી રહેતી. ગુજરાતના બહુ મોટા ઉધોગપતિ ક્યારેક આ બંગલામાં સપરિવાર રહેતા હશે, પણ પછીથી એમણે આ બંગલો પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ તરીકે આપી દીધેલો. અમદાવાદ જેવા શહેરમાં ગામડેથી ભણવા આવતા કોલેજીયન અને બારમા ધોરણના વિધાર્થીઓને આ હોસ્ટેલમાં નજીવા ભાડામાં એડમિશન મળી જતું. હોસ્ટેલનો વહીવટ અને દેખરેખ રાખવા માટે

Full Novel

1

કોઝી કોર્નર ભાગ 1

કોઝી કોર્નર પ્રકરણ 1કોઝી કોર્નર ! વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અને પાછળ બહુ મોટું કમ્પાઉન્ડ. મુખ્ય રોડ પર એનો દરવાજો જે હંમેશા બંધ રહેતો અને કાટખૂણે એક નાની ઝાપલી જે હમેશા ખુલ્લી રહેતી. ગુજરાતના બહુ મોટા ઉધોગપતિ ક્યારેક આ બંગલામાં સપરિવાર રહેતા હશે, પણ પછીથી એમણે આ બંગલો પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ તરીકે આપી દીધેલો. અમદાવાદ જેવા શહેરમાં ગામડેથી ભણવા આવતા કોલેજીયન અને બારમા ધોરણના વિધાર્થીઓને આ હોસ્ટેલમાં નજીવા ભાડામાં એડમિશન મળી જતું. હોસ્ટેલનો વહીવટ અને દેખરેખ રાખવા માટે ...Read More

2

કોઝી કોર્નર ભાગ 2

કોઝી કોર્નર પ્રકરણ 2ગામથી હું બેગ બિસ્તરા લઈને કોઝી કોર્નરના રૂમ નં 17 આવ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. રવિવાર હોવાથી મારા રૂમ પાર્ટનર્સ પોત પોતાના પલંગમાં પોઢેલા હતા. આઠમા પાર્ટનર તરીકે કોઈ મારુ સ્વાગત કરવા ઉત્સુક નહોતું અને મારી ધારણા પ્રમાણે મારો કોટ સાવ ખૂણામાં ગોઠવી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં રૂમ ના દરવાજા બંદ કરવાનો રિવાજ નહિ હોવાથી હું આરામથી રૂમમાં પ્રવેશીને ખૂણામાં મને ફાળવેલા કોટ પર ગાદલું નાખીને બેઠો. જે જાગતા હતા એમાંથી કોઈ કાંઇ બોલ્યું નહિ. મને ખુબ તરસ લાગી હતી , મેં ...Read More

3

કોઝી કોર્નર ભાગ 3

કોઝી કોર્નર પ્રકરણ 4. હું અને પરેશ લોબીના છેડે કટાયેલા એ દરવાજાના કાણામાંથીબહારનું દ્રશ્ય જોઈને ધ્રુજી ઉઠ્યા. નહાવાના નળ હતા એની પાછળના અવાવરું ભાગમાં ચાર પાંચ જણ હતા એ અમે જોઈ શક્યા કારણ કે એક બે જણના હાથમાં ટોર્ચ હતી.જેના અજવાળે બે જણ ખાડો ખોદી રહ્યા હતા. પેલો કદાવર જણ છત્રી નીચે ઉભેલા એક વ્યક્તિ જોડે વાત કરતો હતો અને એ વ્યક્તિ ઘ.મુ. સર હતા ! એ લોકો શુ વાત કરે છે એ અમને વરસાદને કારણે સ્પષ્ટ સમજાતું નહોતું. પણ ઘમુ સર એ કદાવર માણસને ખખડાવી રહ્યા હતા એ અમે સમજ્યા હતા. મેં પરેશનો ...Read More

4

કોઝી કોર્નર - 4

કલાકોની મહેનતને અંતે પણ પોલીસના હાથમાં કંઈ જ આવ્યું નહિ. ઘટના બની તે સમયે ધોધમાર વરસાદ ચાલુ હોવાથી કુતરાઓ જ ગંધ પારખી શકવાના નહોતા. એક માત્ર નામ ઠામ વગરના પત્રને આધારે કરવામાં આવેલી તપાસને કારણે ઉલટાની પોલીસ ફસાઈ હતી.ઘમુ સરે પોતાને બદનામ કરવા બદલ પોલીસ કમિશનર ઉપર બદનક્ષી નો દાવો ઠોકવાની ધમકી આપી.પરંતુ કોઝીના માલિકની મધ્યસ્થીને કારણે તેઓ માની ગયા. પરેશ ખૂબ જ ગુસ્સામાં હતો.એની ચોખ્ખી ના હોવા છતાં મેં પોલીસને પત્ર લખ્યો હોવાથી એ ખૂબ જ ડરી ગયો હતો. @ ના મેં તને કીધુ હતું તો પણ તું માન્યો નહિ.તારો ડોહો આ ટકલું હવે ગમે તેમ ...Read More

5

કોઝી કોર્નર - 5

રમલીની મમ્મી શાંતા એના નામ પ્રમાણે શાંત નહોતી. પહેલેથી જ ખૂબ ચંચળ અને નટખટ હતી.એના બાપની ઈચ્છા વિરુદ્ધ એણે સાથે ભાગીને લગ્ન કરેલા. વાલમસિંહના વડવાઓ જુના રજવાડાઓમાં સિપાહી હતા. એટલે મારવા મરવાનો ગુણ એના લોહીમાં જ હતો.શાંતાના ઘરવાળામાટે તો શિયાળીયાઓએ સિંહ પાસેથી શિકાર છોડાવવવા જેવું કામ હતું, વાલમસિંહ પાસેથી શાંતાને પાછી લાવવાનું.એટલે ના છૂટકે એ લોકોએ શાંતાના નામનું નાહી નાખેલું. વાલમસિંહ એને ભગાડીને ધરમપુર લઈ ગયેલો.ધરમપુરમાં એનો કોઈ ભાઈબંધ કેરીના બગીચા રાખતો હતો એણે આ લોકોને રહેવાની વ્યવસ્થા વાડીની એક ઓરડીમાં કરી આપેલી.ખેતરમાં કામ કરતા ખેતમજૂરોને રહેવા માટે ચાર ઓરડીઓ હતી.એમાંથી એક ઓરડીમાં વલમસિંહનો દોસ્ત ભીખો ...Read More

6

કોઝી કોર્નર - 6

ઘમુસરનો જૂનો ડ્રાઈવર નોકરી છોડીને ચાલ્યો ગયો હોવાથી ઘમુસરને નવા ડ્રાઇવરની જરૂર હતી. વાલમસિંહને ભીખાએ એ જગ્યા પર ગોઠવ્યો શાંતાને ફાર્મહાઉસમાં સાફસફાઈનું કામ મળ્યું હતું.વાલમસિંહે જોયું હતું કે સાહેબ પાસે કામ કઢાવવા માટે લોકો પૈસા આપવા તૈયાર હોય છે, જમીનના દસ્તાવેજ,ખેડૂતના દાખલા વગેરે અનેક પ્રકારના સાચા અને ખોટા કામકાજ અંગે લોકોને સાહેબની મહેરબાનીની જરૂર પડતી. વાલમસિંહ સાહેબનો ડ્રાઇવર હોવાથી સારા નરસા કામકાજ અંગે લોકો વાલમસિંહને મળવા લાગ્યા. શરૂઆતમાં પોતે નવો હોવાથી આ બધી બાબતો વિશે કંઈ જ જાણતો ન હોવાનું કહેતો.પણ ધીરે ધીરે ઘમુસરે જ એને પલોટવા માંડ્યો હતો. વલમસિંહનું વર્તન અને વ્યવહાર જોઈ ઘમુસરને એ ...Read More

7

કોઝી કોર્નર - 7

કોઝી કોર્નર 12 ઘમુસરે જેલમાંથી છૂટીને ઘેર જવાનું માંડી વાળ્યું હતું. એમની પત્ની અને બાળકોએ એમને હડધૂત કર્યા હતા.એક અને લંપટ માણસને પતી તરીકે ઘમુસરની પત્ની સંગીતા સ્વીકારી શકે તેમ નહોતી.ઘમુસરના બાળકો પણ સમજી શકે એવડા તો હતા જ. જ્યારે વાલમસિંહે ઘમુસર વિરુદ્ધ છટકું ગોઠવાવીને એમને પકડાવી દીધા ત્યારે સંગીતાને એ નમક હરામ અને અહેસાન ફરામોશલાગ્યો હતો. પણ જ્યારે ભીખાએ શાંતા સાથેના આડા સબંધોનું આ પરિણામ હોવાનું જણાવ્યું ત્યારે સંગીતાને વાલમસિંહની દયા આવી હતી.અને ઘમુસર પ્રત્યે નફરતનો ધોધ એના હૈયામાંથી પ્રગટ્યો હતો.ઘમુસરની કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવા કાળા નાણાંથી જ ઉભી થઇ હોવાનો ...Read More

8

કોઝી કોર્નર - 8

બપોરે બે વાગ્યે અમારી બસ એક ધાબા જેવી હોટલ પર ચા નાસ્તા માટે રોકાઈ.હું અને બી.ટી નીચે ઉતર્યા.અમને ભૂખ લાગી હતી.લગભગ આખી બસના પેસેન્જર નીચે ઉતર્યા હતા,મેં ઉતરતી વખતે જ પેલા પીળા શર્ટવાળા શખ્સને જોયો,એણે મારી સામે આંખ મારી. મને ગુસ્સો આવ્યો અને ડર પણ લાગ્યો. હોટલની બહાર પાછળના ભાગે મુતરડી હતી. પેશાબની બદબુ અને ગંદકી વચ્ચે જ તમામ પેસેન્જરો ત્યાં હળવા થતા હતા. હું અને બીટી પણ ત્યાં ગયા. અમારી પાછળ પેલો પીળો શર્ટ પણ આવ્યો. એ મારી બાજુમાં જ પેશાબ કરવા ઉભો રહ્યો."કેમ, અલ્યા ચીકણા.. ગામ જાવ સો ?....ચિયું ગામ તારું..?" એણે એના પીળા ...Read More

9

કોઝી કોર્નર - 9

જંગલનો એ ઉબડખાબડ રસ્તો આગળ જતાં નેવું અંશના ખૂણે વળી જતો હોવાથી એ રસ્તેથી જીવ બચાવવા પોતાની તમામ શક્તિ દોડી આવતા હરણના ટોળાને અને એની પાછળ પોતાનું પેટ ભરવા ફૂલ સ્પીડથી ત્રાટકવા દોડી રહેલા કાળઝાળ દીપડાઓને અમે જોઈ શકતા નહોતા.બીટીને મેં ઉભો કર્યો અને ફરી ભેખડ ચડવાનો પ્રયત્ન કરતા જ હતા ત્યાં જ એ હરણનું ટોળું ધસમસતું આવ્યું હતું. હજુ અમે કંઈ સમજીએ એ પહેલાં તો સૌથી આગળ દોડતું સાબર અમને જોઈને કુદયું હતું."બિટીયા...ભા..ગ...." મેં જોરથી રાડ પાડી, અને અમે ભેખડ પરથી કૂદીને રસ્તા પર દોડવા લાગ્યાં.હરણનું ટોળું ભેખડ ચડીને નાસી શકે તેમ નહીં હોવાથી અમારી ...Read More

10

કોઝી કોર્નર - 10

કોઝી કોર્નર 15.હમીરસંગે જુલાઈ માસની અંધારી રાત્રે કોઝી કોર્નર હોસ્ટેલમાં કોઈને મારીને દાટ્યો હતો ત્યારે એને અચાનક ખ્યાલ આવ્યો કે હોસ્ટેલના કોઈ છોકરાઓ આ ઘટના જોઈ રહ્યા હોય તો ? એને મન માત્ર આ શંકા જ હતી, એટલે છત્રી લઈને ઉભેલા ઘમુસરને એણે આ બાબતમાં પૂછ્યું હતું. એ આપણે જાણીએ છીએ. ઘમુસરે ચોખ્ખી ના પાડવા છતાં એને વિશ્વાસ બેઠો નહોતો.અને હું તથા પરેશ રૂમ નં 17 પાસેના બાથરૂમ બાજુ આવેલા જુના અને ખખડી ગયેલા બારણાની તિરાડમાંથી એ ઘટના જોઈને છળી મર્યા હતા. હમીરસંગ જ્યારે એ બારણાં પાસે આવ્યો ત્યારે અમે જલ્દી જલ્દી ભાગીને અમારા રૂમમાં ભરાઈને સુઈ ગયા હતા. ...Read More

11

કોઝી કોર્નર - 11

કોઝી કોર્નર 16વાલમસિંહે જ્યારે ઘમુસરને ઓફિસની બહાર શેઠના સ્વાગત માટે ઉભેલા જોયા ત્યારે એનું લોહી ઉકળી ઉઠ્યું. એક વખત એને ઘમુસરનો જીવ લઈ લેવાનું જ મન થયું હતું. પણ ઘમુસરને બરબાદ કરીને એણે સંતોષ માન્યો હતો.ઘમુસરનું ખુન કરવું એના માટે કોઈ અઘરી વાત નહોતી.અને એના માટેની હિંમત પણ એ ધરાવતો હતો.કારણ કે આખરે એ રાજપૂત હતો. પણ શાંતા પ્રત્યેના અનહદ પ્રેમને કારણે એણે શાંતાને માફ કરી હતી.અને ઘમુસરને બરબાદ કરી દીધો હતો.અને એનાથી ખૂબ દૂર છેક અમદાવાદ આવીને વસ્યો હતો.કે જેથી ઘમુસર જેલમાંથી છૂટે તો પણ એને શોધી ન શકે.પણ આજ પોતાના માલિકના આ બંગલામાં બનેલી હોસ્ટેલના રેક્ટર તરીકે ...Read More

12

કોઝી કોર્નર - 12

વાલમસિંહે પોતાને અંગત કામ હોવાનું કહીને પંદર દિવસની રજા લીધી હતી.ગાડી બીજા કામચલાઉ ડ્રાઇવરને સોંપીને એ ફેકટરીના પાછળના દરવાજેથી નીકળ્યો હતો.વિરસિંહ તેની રેડ ફિયાટ લઈને ત્યાં આવ્યો હતો. અબ્દુલ અને જેસો મેઇનગેટ પર નજર રાખીને બેઠા હતા.કલાકો વીતવા છતાં વાલમસિંહ બહાર આવ્યો નહોતો.છેક સાંજે જ્યારે શેઠની ગાડી, બીજો ડ્રાઇવર લઈને નીકળ્યો ત્યારે આ લોકોને ખ્યાલ આવ્યો હતો કે વાલમસિંહ તેમની નજરમાંથી છટકી ગયો છે.વાલમસિંહ, વિરસિંહ અને તેમના બીજા બે મિત્રોએ ગાડી ઘમુસરના બંગલે લીધી ત્યારે પરેશ અને રમલી, લો ગાર્ડનમાં પ્રેમલાપ કરતા હતા.અને ગટોર તથા ભીમો આ લોકોની પાછળ જ હતા. બે અપહરણ સમાંતર ચાલી રહ્યા હતા. ...Read More

13

કોઝી કોર્નર - 13

પરેશ અને રમલી બેભાન અવસ્થામાં જ પાછલી સીટમાં પડ્યા હતા.ગટોર અને ભીમો પીછો કરી રહેલી કારની તપાસ કરવા હાઇવે ચાલીને જઈ રહ્યા હતા.અને ઘમુસરને બરાબરનો ધોયા પછી રણ ગોલીન્ડો કરીને ફિયાટની ડીકીમાં પોટલું નાખે એમ નાખીને વાલમસિંહ અને તેના દોસ્તોએ ફિયાટ ભગાવી હતી.અનાયાસે અબ્દુલની બ્લેક એમ્બેસેડરે ફિયાટની ઓવરટેક કરી એટલે વિરસિંહે એમ્બેસેડર સાથે હરીફાઈ કરી હતી. અચાનક એમ્બેસેડર રોડની એક સાઈડ પર ઉભી રહી ગઈ તેથી વાલમસિંહને આશ્ચર્ય થયું હતું.એ બ્લેક એમ્બેસેડરનો માલીક પોતાના હાથે માર ખાઈ ચુક્યો છે એ વાત પણ વાલમસિંહને યાદ આવી હતી.પણ એ ખુદ હમીરસંગ હતો એ વાલમસિંહને ખબર નહોતી."વિરસિંહ, આ એમ્બેસેડરનો માલિક ...Read More

14

કોઝી કોર્નર - 14

હું અને બીટી જૂનાગઢ ડેપો પરથી બસમાં ચડ્યા ત્યારે રાતના નવ વાગ્યા હતા. મારી ખૂબ જ ઈચ્છા હતી કે સાથે વિભા રબારીના નેસડા પર જઈને પરેશ અને રમલીને છોડાવવામાં ભાગ ભજવવો.મને ખરેખર પરેશની ખૂબ જ ચિંતા થતી હતી, એક સમયે જેને ખૂબ જ નફરત કરી હતી એ પરેશ માટે શું કામ આટલો બધો પ્રેમ મારા દિલમાં ઉભરાઈ રહ્યો હતો એ મને સમજાતું નહોતું. પણ માધવસિંહે મારી આ ઈચ્છા પૂરી થવા દીધી નહી. અમને પરાણે જૂનાગઢ મોકલી દેવામાં આવ્યા અને બીજે દિવસે સવારે માધવસિંહે પોલીસ પલટનને સાથે લઈને વિભા રબારીના નેસડા પર છાપો માર્યો હતો. એ ...Read More

15

કોઝી કોર્નર - 15

કોઝી કોર્નર 20ગટોર અને ભીમાના મોંમાં ડૂચો નાખીને અમે કપડું બાંધ્યું હતું. એ બન્નેના હાથપગ બાંધીને સ્ટોરરૂમ જેવડા બાથરૂમમાં હતા.કોઝી કોર્નરના દરેક રૂમમાં મેં આગળ જણાવ્યા મુજબ એટેચ બાથરૂમ હતા.જેમાં અમેરીકન સ્ટાઇલના ટોયલેટ હતા.પરંતુ હોસ્ટેલ બનાવ્યા પછી આ દરેક બાથરૂમોને તાળું મારવામાં આવ્યું હતું.અને વિદ્યાર્થીઓને જનરલ ટોયલેટ અને બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેતો હતો. જે વિદ્યાર્થીઓ મહેસાણા સાઈડના હતા એ લોકોને " સમાજવાળા"નું બિરુદ પ્રાપ્ત હતું.કારણ કે આ બંગલાના માલિક કદાચ મહેસાણા સાઈડના મોટા ઉદ્યોગપતી હતા. પહેલા તો આ હોસ્ટેલ માત્ર મહેસાણાના પટેલ છોકરાઓ માટે જ ખોલવામાં આવી હતી પરંતુ એ વિસ્તારના છોકરાઓ પૂરતા પ્રમાણમાં મળતા નહીં હોવાથી સૌરાષ્ટ્રના પટેલના ...Read More

16

કોઝી કોર્નર - 16

બીજા દિવસે ગમે ત્યાંથી એક જીપની વ્યવસ્થા કરવાની હતી.થોડીવારે બીજા છોકરાઓ પણ આવ્યા અને એમને પણ પરેશ ને છોડાવવાના જાણ થઈ. હોસ્ટેલમાં અજીબોગરીબ શૂરવીરતાનું જાણે કે મોજું ફરી વળ્યું.અનેક વિદ્યાર્થીઓ અમારી સાથે આવવા તૈયાર થયા. એમાંથી જે લોકો ગીર વિસ્તારમાંથી આવ્યા હતા એ બધાએ તો કહ્યું કે આતો અમારા આંગણે અવસર કહેવાય.અમે કનકાઈ જોયું છે અને કાળો ડુંગર પણ જોયો છે એટલે અમે તો ચોક્કસ આવશું.બીટીએ કહ્યું કે લશ્કર મોટું થતું હોય તો આપણા બાપાનું શુ જાય છે...ભલેને આવતા.. આખરે ગીરના જંગલમાં તુલસીશ્યામ અને કનકાઈ વગેરે સ્થળોની ટુરનું આયોજન હોવાનું જણાવીને બીજા દિવસે બસ બાંધવાનું અને જે ખર્ચ થાય ...Read More

17

કોઝી કોર્નર - 17

કોઝી કોર્નર 22 હમીરસંગ ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો. રંભા અને અરજણ નું ખુન કરીને કોઝી કોર્નરના હિસ્સામાં દાટતી વખતે જે બે વિધાર્થીઓ આ ઘટના જોઈ ગયા હોવાનો એને શક હતો એમાંથી એક ઘમુસરની છોકરી સાથે હરતો ફરતો હતો એટલે એક કાંકરે બે પંખી મારવા જેવો એણે ઘાટ ઘડ્યો હતો.પરેશ અને રમલીને ઉઠાવી લાવવાનું કામ ગટોરની ટોળીએ આબાદ રીતે પાર પાડ્યું હતું.અને એ દરમ્યાન થયેલી ઝપાઝપીમાં જેસો અને અબ્દુલ ઘવાયા એ જાણીને એ બન્ને ઉપર હમીરસંગને દાઝ ચડી હતી.એક છોકરી બચકાં ભરી જાય અને માંસ ના લોચા કાઢી નાખે એ વાત પોતાના આદમીઓ માટે એને વધુ પડતી ...Read More

18

કોઝી કોર્નર - 18

વહેલી સવારે છ વાગ્યે પક્ષીઓનો કલબલાટ થવા લાગ્યો. ચોમાસુ હોવાથી,મંદિરમાં ખાસ શ્રદ્ધાળુઓ નહોતા.વહેલા જે આરતી થતી એમાં અમે કોઈ થયા નહોતા. કારણ કે આગલી રાત્રે જે ધમાલ થઈ હતી એને કારણે અમે લોકો મોડે સુધી જાગ્યા હતા.અમારા હાથમાં આવી ચડેલા ગટોર અને ભીમો, વાલમસિંહને કારણે છટકી ગયા હતા.રાતના અંધારામાં ખૂબ શોધવા છતાં એ લોકો અમારા હાથમાં આવ્યા નહોતા.અચાનક ઉતારાનું જે મકાન હતું એના બાથરૂમમાં ગયેલા અમારા બે કોઝીવાળા છોકરાઓએ રાડ પાડી." અલ્યા...દોડજો....જલ્દી બધા નીચે આવો.....""એ...સમીરિયા....એ..બિટીયા....અલ્યા જલ્દી નીચે આવો....એ.....ઇ..તારી જાતના...@#$...મારતો નહીં હો....અલ્યા..દોડો... બધા..." અમારા એ દોસ્તોના બુમ બરાડા સાંભળીને અમે સૌ સફાળા જાગ્યા.અમારી સિવાય બીજા જે લોકો તુલસીશ્યામ દર્શન કરવા ...Read More