સૌરાષ્ટ્રની રસધાર - ભાગ 3

(3k)
  • 276.8k
  • 630
  • 86.2k

વાર્તાસંગ્રહ : સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક : રા નવઘણ... આલિદર ગામનો આહિર દેવાયત બોદડ - રા નવઘણને રસાલા સાથે જમવા બોલાવ્યો - દેવાયાતની ઘરવાળીએ ભૂખ્યા રાજબાળને પોતાનું થાન મોંમાં દીધું અને ધાવણ ઉભરાયું - જૂનાગઢને સીમાડે અસવારોની ફોજ ... ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવ

Full Novel

1

રા નવઘણ...

વાર્તાસંગ્રહ : સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક : રા નવઘણ... આલિદર ગામનો આહિર દેવાયત બોદડ - રા નવઘણને રસાલા સાથે જમવા - દેવાયાતની ઘરવાળીએ ભૂખ્યા રાજબાળને પોતાનું થાન મોંમાં દીધું અને ધાવણ ઉભરાયું - જૂનાગઢને સીમાડે અસવારોની ફોજ ... ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમનાં પુત્રને આપી દીધો હતો. અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો. અને સમય જતાં રા’નવઘણને લઇ જુનાગઢ જીતી લીધું હતું. આ એ કથા છે. ...Read More

2

એક તેતરને કારણે

વાર્તાસંગ્રહ : સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક : એક તેતરને કારણે સિંધના રણવગડામાં પરમાર વંશનો વેલો ચલાવનાર મૂળ પુરુષ એટલે સોઢાજી - થરપારકરનું - તેતરની વાત - લખધીરજીએ પરમારની રાજધાની બનાવી તેના વિષે કથા... વાંચો, મેઘાણી સાહેબની વીરરસથી ભરપૂર શૌર્યકથા - એક તેતરને કારણે. ...Read More

3

એક અબળા ને કારણે

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - એક અબળાને કારણે સિંધમાં રાજ કરતો રાજા સૂમરો - હેબતખાન નામક જતની નોકરી - મનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી જેવી સુંદર કન્યા છે - હેબતખાન રસાલો લઈને ભાગવા માંડ્યો - દરેક જતો જામનગરમાં આશરો માંગવા આવ્યા ... વાંચો, એક અબળાને કારણે વાર્તા... ...Read More

4

સિંહનું દાન

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - સિંહનું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઇ ગયા - તેમના ઘેર ત્રણ આવ્યા - હળવદના દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા - પરમારનું નીમ છૂટે તો માંગે તે મળે તેવું વચન મળ્યું - અંતે ચારણે હાથી કે ઘોડાને બદલે જીવતો સાવજ માંગ્યો... વાંચો, આગળની વાર્તા સિંહનું દાન. ...Read More

5

વર્ણવો પરમાર

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - વર્ણવો પરમાર સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું છસ્સો વર્ષ જૂનું ગામ - એક વટેમાર્ગુ સવારને રણને કાંઠે વિસામો લે છે જે વર્ણવા પીરની જગ્યા તરીકે ઓળખાય છે - પચ્ચીસ વર્ષનો પરમાર હજુ તો દસૈયા નહાતો હતો... વાંચો, આગળની વાર્તા વર્ણવો પરમાર. ...Read More

6

આલમભાઈ પરમાર

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે બસો વર્ષ પહેલા સાહેબજી નામે હાલાજીના વંશજ હતાં - સાહેબજીને દિવસ વાવડ મળ્યા કે ભલા રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે - ઉત્સુકતાથી સાહેબજીએ રહીમજીને સાથે જમવા વિનંતી કરી જયારે રહીમજીએ ઘોડા પરથી જ બંદૂક તાકીને સાહેબનીની છાતી વીંધી નાખી... વાંચો, આગળની વાર્તા આલમભાઈ પરમાર. ...Read More

7

સૌરાષ્ટ્રની રસધાર-આંચળ તાંણનારા

આંચળ તાંણનારા - ઝવેરચંદ મેઘાણી હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે. એવા રીડિયા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્રાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘેાળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાંનાં જળ જામતાં આવે છે. ભેંસો સીધે માર્ગે ચાલતી નથી. પાછી વળવા મથે છે. ઘેરથી પાડરુના સાદ પડતો હોય એવી જાણે બૂમો આવે છે. મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે : “ બાપ ભગર ! મોળી જીવ સાટાની, ભગર !” એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસાના કાન મંડાય છે, ચારેનાં પૂછ ઊંચાં થાય છે, ચારેના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે, ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાછટમાંથી પણ મેાં ઊંચાં કરીને નગરા ગામને માર્ગે મીટ માંડે છે. “આ વાંસે ચસકા કોના પડે છે ” જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા. “અા વાર નથી, સીમાડે કોઈક બાઈ માણસ ધા દેતું દોડ્યું આવે છે. એકલવાયું લાગે છે.” ...Read More

8

સૌરાષ્ટ્રની રસધાર-કામળીનો કોલ

કામળીનો કોલ - ઝવેરચંદ મેઘાણી આ ગામનું નામ શું ભાઈ ” “નાગડચાળું. કયાં રે વાં ” “રે વું તો હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ” “ હાં, અાંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે અાંહી ” “હા, હા. દરબાર સાંગાજી ગેાડની ધીંગી ડેલી છે ને, ગઢવા ! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી, ગઢવા ! હાંકો પાધરા. ” એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો એને ભેટી જાય. તો એની ખરેખરી ફજેતી થવાની. ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર ફાડશે ને સાંગોજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે ગઢવો નખ્ખેદપાનિયાનો લાગે છે. એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે. આજ મારું વેર વળશે. ...Read More

9

સૌરાષ્ટ્રની રસધાર-મોત સાથે પ્રીતડી

મોત સાથે પ્રીતડી - ઝવેરચંદ મેઘાણી અા શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, મને મરવા દે મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : અરે મામા, ગધપણમાંય માનસને જીવવું શે ગમતું હશે આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે ” મામા બોલ્યા : “ભાઈ, શું કરવું માત આવે ત્યારે જ છુટકારો થાય ને ” “મોત તેા આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા ! ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે ” “એ તો વાતો થાય, બાપ ! પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે ” “ના, મામા ! વાત નહિ, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.” ...Read More

10

કાળો મરમલ

કાળો મરમલ - ઝવેરચંદ મેઘાણી હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે, દેનારની બલિહારી છે, બાપ કાળા! પોતાના નાનકડા ગામટીંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે, એણેય જીવી જાણ્યું, નાનાં કે મોટાં – પરાક્રમ તો જેટલાં પરમાર્થે, એટલાં સહુ સરખાં જ વદે.” અાવી અાવી કંઈકંઈ શૂરકથાઓ રામ ગઢવી સંભળાવતા અને જુવાન કાળો મરમલ ભાંગતી રાતના એ કવિમુખના પડતા બોલ ઝીલ્યા કરતો. ગીરકાંઠાનું પીપરિયું ગામ જ્યારે ભરનિદ્રામાં જંપી જતું, ત્યારે આ ચારણને અને કાઠીને જાણે કે દિવસ ઊગતો. કસૂંબાની કટોરી ભરીને પાતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી, ગઢવી ઉપર રંગ દેતા કે : રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા, ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા ! ...Read More

11

સૌરાષ્ટ્રની રસધાર - કાંધલજી મેર

કાંધલજી મેર - ઝવેરચંદ મેઘાણી ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું, તેથી પોતે જૂનાગઢના રા ના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા. રા ના ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી. એ રાણીને એક કુંવર અવતર્યો. રા એ તે હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું.જેઠવો વિચારમાં પડ્યો. પેાતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સાનાની ગાર કરાવેલી, એ દેવતાઈનગરી ઢાંક કેમ દેવાય જયાં પૂર્વજદેવે ભાટને માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડયું, મૂંગીપુરના ધણી શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય પાંચસો વરસની બંધાયેલી માયામમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઈના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુ:ખની ચિંતા જાગી. રા ના હુમલાની ફાળ પેઠી. ...Read More

12

કાળુજી મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

કાળુજી મેર - ઝવેરચંદ મેઘાણી કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી. જોરાવર તેાયે કોમળ જણાતી કાયા ઉઘાડી તોયે ધરતી પર ઢળી રહેતી કાળીભમ્મર બે અાંખો અને ભર્યું ભર્યું તોયે જરી કરુણાની છાંટવાળું મુખ : અને એવી કાયાને ઢાંકવાના ઢોંગ કરતો, પહાડપુત્રીઓના નીરોગી મસ્ત લાવણ્યને બહેલાવતો છૂટો પહેરવેશ અર્ધે માથે ટીંગાઈને પાની સુધી ચારે છેડે છૂટું ઝૂલતું એાઢણું : ઢીલું કાપડું : અને સહુથી જુદી ભાત પાડતું સફેદ પેરણું : ઘડીક જાણે મેર-કન્યા સાધ્વી લાગે, ઘડીક લાગે જોગમાયા, તો ઘડીકમાં વળી જોબનિયું હેલે ચડ્યું હોય એવી નવયૌવના લાગે, ઘરની એાસરીની ભીંત ઉપર મેરાણી આછા, ઘેરા, ગૂઢા, એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે, માટી લઈને ઓરડામાં નકશીદાર કમાનો કંડારે, જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે, અને ઘરની ઘેાડી, ગાય કે ભેંસ એારડાની અંદર જ આખી રાત બાંધી રાખે. અળગી કરે નહિ. ...Read More

13

મૂળુ મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

મૂળુ મેર - ઝવેરચંદ મેઘાણી ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧] પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચેાથો અદશ્ય રહે : એવી તેની રચના કરી હતી. એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણુંદના)એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયેા. જામ જસાજીએ પૂછયું : “કવિરાજ, આમ કેમ ” ગઢવી બોલ્યો : “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના ” ગઢવીએ દુહો કહ્યો : ઉઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો, રાણો વસાવશે ઘૂમલી, (તેા) જામ માગશે ટુકો. ...Read More

14

ચારણની ખોળાધરી - સૌરાષ્ટ્રની રસધારમાંથી

ચારણની ખોળાધરી - ઝવેરચંદ મેઘાણી રાણો ક્યાં ની બૂમો સંભળાતી હતી. ગામ દરબારગઢ-કાંવીદાસ નામનો ચારણ ખૂબ રડ્યો- એની ખોળાધરી વિધાતાનો લેખ - ચાળીસ ગામના તોરણ બંધાયા... વાંચો, ચારણની ખોળાધરી...ઝવેરચંદ મેઘાણીની કલમે... ...Read More

15

પરણેતર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

પરણેતર - ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાંથી સોરઠને કાંઠે રાણાવાવ નામનું ગામ-ખેતો પટેલ નામે કણબી-એની દીકરીનું નામ અંજુ-એક જુવાન ખેત પટેલના રહેવા આવ્યો-મેપો અને અંજુ એકબીજાને પસંદ કરવા લાગ્યા - વરસાદ અને ઉભો મોલ- અંજુની મેપાની પાછળ પ્રાણત્યાગ... વાંચો, રાણાવાવની વાત મેઘાણીની કલમે. ...Read More