ટાઈમપાસ

(1.1k)
  • 68.6k
  • 81
  • 28.5k

તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, મારી વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ હતી. હું તને ગંભીરતાથી સાંભળતો નથી, તને સમજતો નથી. આજકલ હું બધાને સાંભળું છું. બસ બોલતો નથી, બાલકીનીમાં તારો પ્રિય કામ, ફુલ, છોડને પાણી પીવડાવતા પીવડાવતા જુના ગીતો સાંભળતો રહું છું.આમ જ મારો રવિવાર નીકળી જાય છે. બસ હું સતત તે કુંડાઓમાં ફૂલોને નિહાળું છું. આપણી વચ્ચે પ્રેમનું પણ આ ફૂલો જેવું જ હતું, તે પણ બી માંથી, છોડ થયા, ધીરેધીરે મોટા થયા, ફૂલો આવ્યા, પણ ફોરમ ન આપી શક્યા! આપણા સબંધમાં એ

Full Novel

1

ટાઈમપાસ.

તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ હતી. હું તને ગંભીરતાથી સાંભળતો નથી, તને સમજતો નથી. આજકલ હું બધાને સાંભળું છું. બસ બોલતો નથી, બાલકીનીમાં તારો પ્રિય કામ, ફુલ, છોડને પાણી પીવડાવતા પીવડાવતા જુના ગીતો સાંભળતો રહું છું.આમ જ મારો રવિવાર નીકળી જાય છે. બસ હું સતત તે કુંડાઓમાં ફૂલોને નિહાળું છું. આપણી વચ્ચે પ્રેમનું પણ આ ફૂલો જેવું જ હતું, તે પણ બી માંથી, છોડ થયા, ધીરેધીરે મોટા થયા, ફૂલો આવ્યા, પણ ફોરમ ન આપી શક્યા! આપણા સબંધમાં એ ...Read More

2

ટાઈમપાસ - 2

કાલે રવિવાર હતો, એટલે આજે ઊઠવામાં થોડું મોડું થયું.રવિવાર પછી સોમવાર ખૂબ ભારે હોય છે. સવાર બેચેન હોય છે. પૂરી ન થવાની ફરિયાદ બધાને હેમશા રહેતી હોય છે. પણ કોઈ રસ્તો છે ખરો? બસ રોબોટની જેમ ફરી આગલા ૬ દિવસ સુધી રવિવારની રાહ જોવાની! ક્યારેક થાય છે, આ બધું છોડી ક્યાંક દૂર જતો રહું, ભમ્યા કરું, રખડયા કરું, શુ જરૂર છે આ બધાની? પણ તે બધું ફક્ત કહેવાની વાતો, ફટાફટ તૈયાર થઈને હું નીચે પાર્કિંગમાં ગયો તો જોયું કારનો ટાયર બેસેલો હતો. રવિએ જોરથી લાત મારી, ત્યા જ હોર્નના અવાજ સાથે એક પરિચિત મઘુર ટહુંકો સંભળાયો.." હૈ ગુડ મોર્નિંગ..." ...Read More

3

ટાઈમપાસ - 3

ગુજરાતીનો લેક્ચર હતો. મરીઝ સાહેબની ગઝલનો આસ્વાદ થઈ રહ્યો હતો. તો બીજી તરફ, રવિબાબુ તે અવન્તિકા જે હજુ તેના અનામિકા હતી. તેના રૂપનું આસ્વાદ કરી રહ્યો હતો. તે છુપાઈને તેને હળવકેથી જોઈ લેતો હતો. તે દરમિયાન આસપાસ તે એવી રીતે જોતો જાણે કોઈ ચોરી કરતો હોય!આજના દીનનો પહેલો લેક્ચર, તેને જીવનમાં પહેલી વખત કોઈ ગમ્યું હતું. જાણે તે જોયા જ કરે જોયા જ કરે! તે કેટિંગમાં આવી બેઠો હતો. તેની પર્સનાલિટી એવી નોહતી કે અવન્તિકા જેવી છોકરી તેને જોઈને આકર્ષિત થઈ જાય, તે તેની ફ્રેન્ટ્સ સાથે બાજુની ટેબલ પર ગોઠવાઈ ગઈ, તેણે તો જોવા તો શું પણ પાસે કોઈ ...Read More

4

ટાઈમપાસ - 4

" હૈ ક્યાં ખોવાઈ ગયો..." ઊંઘતા રવિને પાસે જઈને બેસતા જાગુએ કહ્યું."ઓફિસમાં ઉંઘે છે. બોસ જોઈ ગયા તો આજે ખેરે નથી..." તેણે રવિને છંછેડીને જગાડતા કહ્યું. "ઓહ રવિબાબુ જાગ જાઈએ શુબહ હો ગઈ...""ઊંઘતો નથી..." તેણે તેજ સ્થિતિમાં રહેતા કહ્યું."તો શું કરે છે નિંદ્રાશન?" તે જોરજોરથી હસી."સપનું જોતો હતો."" ઊંઘયા વગર જ સપનાઓ આવે છે ? શુ કહેતી હતી અવન્તિકા....""એ નહીં, તું હતી..."" હું ક્યારથી તારા સ્વપનમાં આવતી થઈ ગઈ?" રવિ ચૂપ રહ્યો, તેણે રવિ તરફ ચાનો કપ મુક્તા કહ્યું."લે ચા ઠરે છે.""હું શું કહું છું?" રવિએ જાગુ સામે જોતા કહ્યું."શુ?""આપણે કોલેજની કેંટિંગ જઈએ..""કેમ આટલા વર્ષો પછી તને કોલેજ કેટિંગ ...Read More

5

ટાઈમપાસ - 5

ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણોનો જાગવાનો સમય થઇ ગયો હતો. ઘડિયાળમાં ત્રણના ટાકોર પડયા, રવિ લેપટોપ પર કઈ ટાઈપ કરી હતો. નવી નવલકથા, કે વાર્તા? કલાકો ટાઈપિંગ પછી, આંગળીના વેઢાઓ જવાબ દઈ ચુક્યા હતા. તેણે ક્ષણેક આરામ લેવા તકિયા પર બેઠા-બેઠા જ ટેકો આપી આંખ બંધ કરી.."હૈ રવિ...""હેલ્લો અવન્તિકા..."આખું કલાસ ખાલી હતું. અવન્તિકા રવિની બેનચીસ પાસે આવી બેઠી."શુ કરે છે?""કઈ ખાસ નહિ....""હું શું કહું છું, હવે કોલેજમાં વેકેશન હશે, તું અમદાવાદમાં જ હોઈશ કે પછી?""હું અમદાવાદમાં જ હોઈશ.."તે જાણે શબ્દો ગોઠવી રહી હોય, તેવું લાગતું હતું."તારા કોન્ટેક્ટ નંબર આપીશ...કઈ કામ હોય તો...""ફક્ત કામ હોય તો નહીં આપું, વગર કામે પણ ...Read More

6

ટાઈમપાસ - 6

અવન્તિકાનું નામ દિલો દિમાગમાં વસ્યું હતું. બે વર્ષથી તેને જોઈ નથી. તે કેમ અચાનક મને આમ છોડીને જતી રહી! વખત કહેવું તો જોઈતું હતું. તેણે મારથી શુ સમસ્યા છે? આ રીતે કોઈ કોઈને છોડીને જતું હશે? મેં કેટલા દિવસો સુધી તેને શોધી, મને તો વિશ્વાસ જ નથી આવતો, અવન્તિકા આવું કરી શકે, મારી અવન્તિકા આવું કરી શકે.હજુ તો કેટલું જીવવું તું, કેટલુએ ફરવું તું, ખાવું તું,પીવું તું, વાતો કરવી હતી. પણ તે મને અધુરો છોડી હંમેશા હેમશા માટે જતી રહી, તેણે તો પ્રોમિસ પણ તોડયું.. ...Read More

7

ટાઈમપાસ - 7

વર્ષો પછી એજ જગ્યાએ, એજ સ્થળે એજ સમયે પોહચી જાવ તો લાગે, ફરીથી ભૂતકાળમાં સમય યાત્રા કરીને પોહચી ગયા ભલે સમય યાત્રાને વૈજ્ઞાનિક રીતે સંભવ ન હોય,પણ આ તમામ પ્રકારમાં સિદ્ધાંતોની ધજીયા ઉડાડી દે તેવો જ અનુભવ હતો. મગજ બહેર મારી ગયું હતું. જે રીતે મલ્ટી પર્સનાલિટી ડિસઓર્ડરના દર્દીઓને કાલ્પનિક દ્રશ્યો મગજમાં ઘડતા હોય છે. દેખાતા હોય છે. રવિને કાલ્પનિક નહિ પણ ભૂતકાળના દ્રશ્યો સામે રમી આવ્યા, તે ભુજીયા કિલ્લાની દિવારો પર અવન્તિકાને મેહશુસ કરી રહ્યો હતો. અવન્તિકા દિવારને ટેકો દઈને ઉભી હતી. પોતે દશ એક ફિટ દૂરથી અવન્તિકા તરફ વધી રહ્યો હતો. વચ્ચે મોટી ખાઇ હતી.જે રવિ જોઈ ...Read More

8

ટાઈમપાસ - 8

પૂનમનો ગોળ ચંદ્રની ચાંદનીના અંજવાળામાં સમુદ્રનો લીલો પાણી ઘાટો આસમાની લાગતો હતો. થોડીથોડી વારે દૂરથી નીકળ્યા માલવાહક બોટોના અવાજ કોઈ ખાસ કૃત્રિમ અવાજ આ તરફ આવી નોહતો રહ્યો, સમુદ્રના મોજ કિનારે આવી એક ધડાકા સાથે ફેલાઈ જતા હતા. સમુદ્રનું ઘાટું આશમાની રંગના મોજા, કિનારે દૂધ જેવા સફેદ રંગના થઇ જતાં હતાં.ભીંની રેતીમાં ખુલ્લા પગે અમે બને એક પ્રેમી યુગલની જેમ વાતો કરતા-કરતા દૂર સુધી આવી ગયા હતા."જાગુ, તું સાચું કહેતી હતી. અવન્તિકા મુવ ઓન થઈ ગઈ છે. મારે પણ હવે મુવ ઓન થઈ જવું જોઈએ..જાગુ તને યાદ છે, તું તો અવન્તિકાથી પહેલાથી મને ઓળખે છે. આ અમદાવાદ શહેરમાં મારો ...Read More

9

ટાઈમપાસ - 9

જાગુની હાલત, સેન્ડવીચ જેવી હતી. તે વચ્ચે પીસાઈ રહી હતી. તે રવિને દુઃખી જોવા નોહતી માંગતી, છેલ્લા બે વર્ષ તેને તકલીફો,પીડાઓ, વેદનાઓ, વ્યથાઓ, મુંજવણોમાં રવિને જોયો હતો. તે રવિની સુઉથી મોટી શુભચિંતક, ચાહક હતી. ભાગ્યે જ રવિ જેવા પુરુષને કોઈ આ રીતે, દુભાવી શકે, મહેનતુ, લાગણીસભર ,સંવેદનશીલ, સુશીલ, ધૈર્યવાન, દેખાવડો, સાલીન પુરુષ હતો. પોતાના કામ પ્રત્ય લાગવા, બીજાની લાગણીઓને સમજનાર, માન આપનાર તે સવગુણસંપન હતો.તેણે પોતાની નિષ્ઠાથી અવન્તિકાને ચાહી હતી. પણ અવન્તિકાએ ક્યાંકને ક્યાંક રવિને દુભાવયો હતો. અવન્તિકા છેલ્લા બે વર્ષ દરમિયાન ક્યાં હતી, તે હું જાણતી હતી. તે જ્યારે રવિને છોડીને જવાની હતી. એ પણ હું જાણતી હતી. ...Read More

10

ટાઈમપાસ - ૧૦

અમે કેટલીયે વખત જગાડ્યા હતા. બ્રેકઅપ, પેચઅપ અમારી વચ્ચે જાણે ઢીંગલા-ઢીંગલા રમત હોય! તું મારા લાયક નથી, તું આમ તેમ, એવું તો અમે એકબીજાને અનેક વખત કહ્યું હતું. પણ આ વખતે, ન કોઈ બોલ ચાલ થઈ, ન કોઈ ઝગડો, અમે મળ્યા ત્યારે ભવિષ્યનો વચન આપ્યો હતો. ટુંક જ સમયમાં અમે સગાઇ કરવાની વાત પણ કરી હતી. ખેર જવા દયો, એ ઘડી આવી ગઈ, જ્યારે બે વર્ષથી મેં જેની મેં રાહ જોઈ હતી.જાગુ અને હું બને કાફેમાં મૌન બેઠા હતા. અમારી વચ્ચે ઔપચારિક સંવાદ પણ નોહતો."તું કોફી લઈશ?" જાગુએ કહ્યું."ના હાલ મને કંઈ ના જોઈએ.""રવિ, ગુસ્સો નહિ કરતો, ગુસ્સો કરવો ...Read More

11

ટાઈમપાસ - ૧૧

રવિ, ગાયબ હતો. તેનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. બે દિવસથી તેના ઘરની બહાર તાળું માર્યું હતું. પણ રજા લીધી નોહતી, આમ અચાનક રવિ કઈ રીતે ગાયબ થઈ શકે? જે વ્યક્તિ છેલ્લા બે વર્ષથી ઓફીસ માંથી એક દિવસની રજા નોહતી લીધી તે વ્યક્તિ, આમ અચાનક બે બે દિવસ સુધી જાણ કર્યા વગર ગાયબ થઈ જાય! વાત હજમ નોહતી થઈ રહી, તેના મિત્રો, સંબંધીઓ બધેજ પૂછી લીધું હતું. રવિનો કોઈ પતો નોહતો.શુ થયું હશે, રવિની સાથે? તેનું અકાસ્માત થયું હશે? કોઈએ તેનું અપહરણ કરી બંધી બનાવ્યો હશે? તેનો વ્યક્તિત્વ જ એવો નોહતો, કે તેના દુશ્મન હોય, જ્યાં જતો ...Read More

12

ટાઈમપાસ - ૧૨

શોધ, કોઈ વસ્તુની કોઈ આવિષ્કારની પણ કોઈ જીવતા માણસની શોધ? કેવી રીતે સંભવ છે? મને તો લાગ્યા જ કરે જીવે છે, મારો ટાઈમપાસ ભારે પડી ગયો. કઈ વાતનો તેને દુઃખ હશે? બે વર્ષ સુધી તે મારા વિના રહ્યો, ભલે તેના માટે આ બે વર્ષ કાઢવા અત્યંત કઠિન હશે! પણ હું જાણતી હતી, જાગુ તેને ક્યાંકને ક્યાંક ચાહે છે. અમારા પ્રેમ વચ્ચે જાગુની મિત્રતા વચ્ચે આવતી હતી, એટલે જ મેં હટી જવાનું પસંદ કર્યું, પણ હું પણ હારી ગઈ, રહી ન શકી, રવિ વિના, રવિથી દૂર રહેવું મારા માટે પણ એટલું જ અઘરું હતું. પ્રેમ કર્યો છે, એ માણસને કરતી ...Read More

13

ટાઈમપાસ - ૧૩

ચાર વર્ષ પહેલા.મને હજુ પણ યાદ છે. હું મારો સમાન પેક કરતા ખૂબ જ રડી હતી. મને જવું પડે હતું. હું રવિને બધું જ કહેવા માંગતી હતી, પણ રવિબાબુના તો મારાથી ત્રણ-ત્રણ દિવસના અબોલા હતા. મારા ફોન મેસેજ નો કોઈ જ જવાબ નોહતો આપ્યો! તેમ છતાં હું રવિને મળવા તેના રૂમ સુધી આવી હતી. પણ મારી હિંમત ન થઈ કે હું તેને મળી શકું! તે દિવસે ધોધમાર વરસાદ હતો. શહેરને પણ મારા જવા સાથે અણગમો હતો. મને તે બધું જ યાદ આવી રહ્યું હતું. તે આંખો ...Read More

14

ટાઇમપાસ - ૧૪

ઉદયપુરજે વ્યક્તિ ચોમાસામાં ઉદયપુરમાં આવી ગઈ હોય, તેને ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછો કે તને મોન્સૂનમાં ક્યાં જવું છે, તો ઉદયપુરનું જ નામ લેશે, ઐતિહાસિક શહેર ઉદયપુર પોતાની રજવાડી ઠાઠ, તેના મહેલો, ઝરણાઓ, તળાવ અને પર્વતો માટે જાણીતો છે. ચોમાસામાં અહીં કઈ અલગ જ મજા છે. ખાસ કરીને સજ્જન ગઢ કિલ્લો, સજ્જનગઢ મહેલના નામથી ફેમસ આ મહેલની ઉપર તમે જીલનો સુંદર નજારો જોઇ શકો છો. 844 મીટર ઉંચાઇ વાળો આ મહેલ ઉદ્દયપુરની સૌથી ઉંચી ઇમારત છે. મહારાજા રાજવંશે આ મહેલને ખાસ કરીને ચોમાસાના વાદળોને જોવા માટે બનાવવામાં ...Read More

15

ટાઇમપાસ - ૧૫

પીચોલા પાસે હોટેલ બહુ મોંઘી મળતી! ઉદયપુરમાં દરેકનું સપનું હતું, આવી રજવાડી હોટેલમાં રહેવાનું, પણ તેનું એક દિવસનું ભાડું અહીં ના સાત દિવસ ના તમામ ખર્ચાઓ બરાબર હતું! તે દિવસો બેરોજગારીના હતા. કોલેજમાંથી હું અને રવિ છુપાઈ-છુપાઈને ફરવા આવતા! હા બ્લોગ શુરું કર્યા પછી કેટલાક સ્પોન્સર પણ મળ્યા હતા. બીજી વખત હું એકલી આવી હતી! અહીં પીચોલા પાસે જ એક રજવાડી હોટેલના લેક વ્યૂ દેખાય એવો રૂમ મેં લીધો હતો, સામે બાગોર કી હવેલી દેખાતી હતી. હું બાલ્કનીમાં પગ પસાળી ઉદયપુરને જોઈ રહેતી! હા આરામ સિવાય મારે અહીં ઘણા કામો હતા. બેઠા-બેઠા હું શહેર અને બ્લોગ વિશે વિચારતી! મેં ...Read More

16

ટાઇમપાસ - ૧૬

મારી ડાયરી.શું કરું? વિચારું નોહતું જિંદગી આટકી બોરિંગ અને ભારે ભારે લાગવા માંડશે! હા મેં જાગુને કહ્યું હતું. હું રવિથી ટાઇમપાસ કરી રહી છું. પણ મને પ્રેમ થઇ ગયો! મેં જે કહ્યું હતું, જે વિચાર્યું હતું. તેના પર મારી લાંગણીઓ મક્કમ ન રહી શકી! હું તેને ખૂબ ચાહતી હતી, હું રવિને ક્યારે છોડીને જવા નોહતી માંગતી પણ મારા પપ્પા! ખેર જવા દયો! તે વાતોનો હવે કોઈ જ મતલબ નથી! જાગુ, રવિ બધા જ મને દોશી સમજી રહ્યા છે. રવિ મારા કારણે ઘર છોડીને જતો રહ્યો હંમેશા હમેશાં માટે, મારા કારણે તે શહેર બદલી રહ્યો છે. હું શું કરું ક્યાં ...Read More