દોસ્તી.

(177)
  • 26.7k
  • 42
  • 8.8k

               સાંજ નો સમય હતો, સૂરજ ઘીરે ઘીરે આથમવા  ની તૈયારી માં  હતો .મેહુલ   રાહ જોઈ  થાકી ને ગયો હતો મનમાં ને મનમાં મેઘા પર ગુસ્સો કરી રહ્યો હતો. આ છોકરી કયારેય નહિ સુધરે.કોણ જાણે ક્યારે મોડા પડવાની આદત જાશે. બાઇકની કિક મારવા  જોતો હતો ,પાછળ થી બરડા પર જોરદાર હાથ પડયો.મેહુલ હડબડી ગયો. પાછળ જોયું  તો મેઘા હસી રહી હતી.                                                                   

New Episodes : : Every Thursday

1

દોસ્તી - 1

સાંજ નો સમય હતો, સૂરજ ઘીરે ઘીરે આથમવા ની તૈયારી માં હતો .મેહુલ રાહ જોઈ થાકી ને ગયો હતો ને મનમાં મેઘા પર ગુસ્સો કરી રહ્યો હતો. આ છોકરી કયારેય નહિ સુધરે.કોણ જાણે ક્યારે મોડા પડવાની આદત જાશે. બાઇકની કિક મારવા જોતો હતો ,પાછળ થી બરડા પર જોરદાર હાથ પડયો.મેહુલ હડબડી ગયો. પાછળ જોયું તો મેઘા હસી રહી હતી. ...Read More

2

દોસ્તી - 2

મેહુલ મેઘા ને જતી જોઈ રહ્યો. પહેલાં તો મેઘા આવી રીતે કયારેય ચાલી ગઈ ન હતી.મેહુલ ગુસ્સો આવ્યો. વેઇટરને બિલ ચૂકવી બહાર નીકળ્યો. મેઘા ની બિલ શેર કરવા ની આદત ગઇ ન હતી,તે હમેશા કહેતી છોકરા- છોકરી મા કોઈ ફર્ક ન હોય તો છોકરીઓ એ ખોટો લાભ શું કામ લેવો.વિચાર માં ને વિચાર માં ઘર તરફ નીકળી ગયો. મેઘા ને રેસ્ટોરન્ટ માં મમ્મી નો ફોન આવ્યો હતો. ઘરમાં જરા ચઠભડ થઈ ગઈ હતી. મેઘા ના ફૈબા રમાબેન તેમની સાથે રહેેેેતા હતા,ઘર મેેઘા ની મમ્મી આરતી બેન નુું કશું ચાલતું ...Read More

3

દોસ્તી -3

મેહુલ હજી સપના માં મસ્ત હતો,સપના ના સુંવાળા લીસા વાળ મેહુલ ના કપાળ ને સ્પશઁ થતા હતા ,બદામી આંખો હતી. પણ આ શું ગાલ હલકી ભીનાસ ફરી રહી.મેહુલ ની આંખો ખુલી ગઈ. મેઘા ભીના પેંઇન્ટ બ્રશ થી ગાલ પર ચિત્રકામ કરી રહી હતી. મેહુલ એકદમ ઊભો થઈ ગયો. મેઘા નો હાથ પકડી બ્રશ ખેંચી લીધો. "આ બ્રશ તારા હાથમાં સારું નથી લાગતું ". મેહુલે ગુસ્સા માં કહયું. " હં હં એ તો તારી સ્વપ્ન સુંદરી માટે છે, બરાબર ને " મેઘા એ હસતાં કહ્યું.મેઘા જાણતી ...Read More

4

દોસ્તી - 4

"શું , સપના પાટિલ એટલે કે મરાઠી?ભાઈ ......તારી તબિયત તો બરાબર છે. એક મીનીટ ......તે તો કહયું હતું કે આ વખતે સિરીયસ છે." મેઘા એ પોતાનું આશ્ચર્ય વક્ત કર્યું. "જો , મારી વાત સમજ, જો તારા ઘરે આ વાત ની ખબર પડી ને તો તારું ભણવાનું છોડી દેવા નો વારો આવશે, સમજાય છે તને."મેઘા એ પોતાની સલાહ આપી. તે સારી રીતે સમજતી હતી કે મેહુલ તેની સલાહ કયારેય નહિ ઊથાપે. મેહુલે સ્પષ્ટતા આપતાં કહ્યું. "બધું સેટ થઈ ગયું છે, હું અને સપના એકબીજાને ...Read More

5

દોસ્તી - 5

13 માર્ચ મંગળવાર, મેઘા તેની મમ્મી આરતી બેન સાથે તેમના ચેક અપ માટે ફાઇન હેલ્થ હોસ્પિટલ આવી હતી.લગભગ સાડા થવા આવ્યા હતા, આરતી બેન ને છેલ્લા બોન ટેન્સિટી ચેકઅપ માટે અંદર લઇ ગયા હતા. તેના ફૈબા રમાબેન કોફી લેવા અને પગ છૂટો કરવા ગયાં.ત્યા જ મેઘા ની ફોન ની રીંગ વાગી. મેહુલ નું નામ જોઈ તેના મો પર હાસ્ય આવી ગયું. મેઘા એ ફોન ઉપાડ્યો સામેથી મેહુલ નો અવાજ સંભળાયો,"હેલ્લો, મેઘૂ ." હેલ્લો,બોલ,જરા જલદી જલદી વાત કરજે હું મમ્મી ને લઇને હોસ્પિટલ માં આવી છું" . મેઘા એ કહ્યું. ," ...Read More

6

દોસ્તી - 6

સાડા આઠ વાગવા આવ્યા હતા . મેઘા એ પોતાના ઘર ની ડોર બેલ વગાડી. તેને ઘર ની અંદર ના નો જરા પણ અંદાજ ન હતો. રમાબેને દરવાજા ખોલતાં જ સવાલ કર્યો ," ક્યાંકથી આવી રહી છો?" મેઘા એ કંટાળો વ્યક્ત કરતાં કહ્યું," ઈન્ડસ્ટ્રીયલ વિઝટ ." મેઘા રમાબેન ને થોડા આધા કરી ઘર માં પ્રવેશી. અંદર નું દ્રશ્ય જોતા મેઘા સ્તબ્ધ થઈ ગઈ.ઘર માં મેઘા ના મમ્મી આરતી બેન, પપ્પા જગદીશ ભાઇ, મેહુલ ના ...Read More