આરોહી

(573)
  • 27.7k
  • 15
  • 13.8k

સૂચના આ વાર્તા કાલ્પનિક છે. અહીં દર્શાવવામાં આવેલા વ્યક્તિ,વસ્તુ કે સ્થાન સાથે મારો દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી. આ વાર્તામાં દર્શાવવામાં આવેલી દરેક ઘટના કાલ્પનિક છે. અહીં કોઈ સમાજ,જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી. આશા છે કે આપ સૌ આ વાર્તાને એક મનોરંજન તરીકે વાંચીને અભિપ્રાય આપશો. આરોહી - ૧ એક સુંદર અને સુખી પરિવાર ભુજ નામના ગુજરાતના એક શહેરમાં વસી રહ્યો હતો. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે આ દંપતી ખુબ જ ખુશ હતું. સૌથી મોટી દીકરી આરોહી અને દીકરો મલ્હાર બંને ટ્વીન્સ હતા. ચારેય ભાઈ-બહેન વચ્ચે ખુબ જ પ્રેમ હતો. દંપતીમાં પત્ની ઘરે બાળકોના ટ્યુશન

Full Novel

1

આરોહી - ૧

સૂચના આ વાર્તા કાલ્પનિક છે. અહીં દર્શાવવામાં આવેલા વ્યક્તિ,વસ્તુ કે સ્થાન સાથે મારો દૂર દૂર સુધી કોઈ જ સંબંધ આ વાર્તામાં દર્શાવવામાં આવેલી દરેક ઘટના કાલ્પનિક છે. અહીં કોઈ સમાજ,જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી. આશા છે કે આપ સૌ આ વાર્તાને એક મનોરંજન તરીકે વાંચીને અભિપ્રાય આપશો. આરોહી - ૧ એક સુંદર અને સુખી પરિવાર ભુજ નામના ગુજરાતના એક શહેરમાં વસી રહ્યો હતો. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે આ દંપતી ખુબ જ ખુશ હતું. સૌથી મોટી દીકરી આરોહી અને દીકરો મલ્હાર બંને ટ્વીન્સ હતા. ચારેય ભાઈ-બહેન વચ્ચે ખુબ જ પ્રેમ હતો. દંપતીમાં પત્ની ઘરે બાળકોના ટ્યુશન ...Read More

2

આરોહી - ૨

સવારે મલ્હાર વહેલો જાગી ગયો. આજે સ્કોલરશીપનું પરિણામ આવવાનું હોય છે. જો મલ્હારને સ્કોલરશીપ મળી જાય તો એ ભણવા માટે જવાનો હોય છે. મલ્હાર તૈયાર થઈને નીકળે છે. વર્ષાબેન મલ્હાર પાસે એક થાળી લઈને આવે છે. થાળીમાં એક દીવો, દહીં-સાકાર અને કંકુ હોય છે. વર્ષાબેન મલ્હારની આરતી ઉતારી એને કંકુનો ચાંદલો કરે છે અને દહીં-સાકાર ખવડાવે છે. "મમ્મી તને ખબર તો છે મને દહીં નથી ભાવતું.." "બેટા આ તો શુકનનું કામ કહેવાય એમાં ના ન પડાય હો..." "ચાલ મમ્મી મારે મોડું થઇ ગયું છે.. હું નીકળું છું.." "હા બેટા સાચવીને જજે અને પરિણામની જાણ થતાની સાથે જ પેહલા ...Read More

3

આરોહી - 3

આરોહીના ઘરમાં શોકનું વાતાવરણ યથવાત છે. વૈભવભાઈના મનમાં નેતા અને એના દીકરા માટે પૂરો જોશમાં ગુસ્સો છે. અહીં નેતા ટેન્શનમાં છે. પોલીસ નેતાના ઘરે વોરન્ટ લઈને આવી ચડી છે. "નેતાજી અમારી પાસે વિરાટની ગિરફ્તારીનો ઓર્ડર છે.." "ઓહ.. અચ્છા, તો તમે મારા દીકરાને લઇ જશો એમ?" "નેતાજી અમારા હાથમાં નથી. મીડિયા અને ઉપરથી ઘણું પ્રેશર છે. અમારે વિરાટને આજે લઇ જ જવો પડશે.." વિરાટ અને શર્મિલા પણ ત્યાં આવી જાય છે. શર્મિલા વિરાટની ગિરફ્તારી વિશે સાંભળીને ચિંતિત બને છે. "મારા દીકરાને કોઈ ક્યાંય નહીં લઇ જાય.. તમે અહીંથી ચાલ્યા જાઓ.." શર્મિલા પોલીસ કર્મચારીને કહે છે. "મેડમ સમજવાની કોશિસ ...Read More

4

આરોહી - ૪

આરોહીએ માફીપત્ર લઈને જોરથી દરવાજો બંધ કર્યો. ઘરે કોઈને આ વિષે જાણ ન થાય એ માટે ફાઇલ છુપાવીને મૂકી કારણ કે આરોહી જાણતી હતી કે જો એના મમ્મી પપ્પા સામે વકીલ આવશે ને કઈ ઊંધું સીધું બોલશે તો એ લોકો પાછા ટેન્શનમાં આવી જશે અને સહી કરી દેશે. આરોહી ભાઈના મૃત્યુના દુઃખમાં ઓરડામાં બેઠી હોય છે. એની બંને નાની બહેનો મમતા અને અસ્મિતા ત્યાં આવે છે. આજે આરોહી અને મલ્હારનો બર્થડે હોય છે. બંને ટ્વીન્સ હતા એટલે હંમેશા સાથે જ બર્થડે ઉજવતા આવ્યા હતા પણ આજે મલ્હાર ત્યાં હાજર ન હતો. આરોહી પોતાના આ જીવનના પળોને યાદ કરીને આંખોથી અશ્રુધારા વહાવી રહી હતી. ...Read More

5

આરોહી - ૫

આરોહી સવારે તૈયાર થઈને મમ્મી પપ્પા પાસે આવે છે. મમતા અને અસ્મિતા પણ ત્યાં જ હોય છે. "તમે બંને કેમ નથી ગઈ?" "દીદી ડર લાગે છે. વિરાટ અમને પાછો..." "એ કઈ નહીં કરે તમે ડરો નહીં અને કોલેજ જાઓ ચાલો.." "દીદી એની શું ગેરેન્ટી કે એ કઈ જ નહીં કરે.." "એને જે જોઈતું હતું એ મળી ગયું. હવે એ આઝાદ થઇ ગયો છે. તમે ચાલો જાઓ હવે કોલેજ.." આરોહી બંને બહેનોને કોલેજ મોકલીને મમ્મી પપ્પા પાસે બેસે છે. "મારે તમને બંનેને એક વાત કરવી છે.." "હા બોલ બેટા શું વાત છે...?" "હું મારુ ભણવાનું છોડું છુ.." "હે? પણ ...Read More

6

આરોહી - ૬

વિરાટની જીદ દિવસેને દિવસે વધતી જાય છે. એની માતા શર્મિલા બેન પણ હવે દીકરાની જીદ પુરી કરવા એની સાથે જાય છે. વિરાટ આરોહી માટે રિંગ લઈને આવે છે. અને એની માતા સાથે આરોહીના ઘરે જવા નીકળે છે. આરોહીના ઘરે અસ્મિતાના બર્થડે ના કારણે એક ખુશીનો માહોલ હોય છે. ઘરના ગાર્ડનમાં ડેકોરેશન કરેલું હોય છે. વર્ષાબેન કેક બનાવીને લઈને આવે છે. અસ્મિતા કેક કટ કરે છે. એટલામાં ઘરની ડોરબેલ વાગે છે. આરોહી દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતા જ સામે અજય, વિરાટ અને શર્મિલા હોય છે. આરોહી એ લોકોને જોઈ ટેન્શનમાં આવી જાય છે. વિરાટને અજય અને શર્મિલા અંદર ઘુસી આવે છે. સાથે શેરા અને સિક્યોરિટી પણ આવી જાય છે. અસ્મિતા અને બધા લોકો વિરાટને જોઈને ટેન્શનમાં આવી જાય છે. ...Read More

7

આરોહી - ૭ [છેલ્લો ભાગ]

આરોહી જયપુરમાં નોકરીના ઇન્ટરીયું માટે જાય છે. એક મોટી ટેક્સટાઇલ કંપની જે બાંધણીનું કામ કરતી હોય છે ત્યાં આરોહીનું થાય છે. આરોહીને ત્યાં જોબ મળે છે અને સેલેરી પણ સારી ઓફર કરે છે. આરોહી ઘરે જઈને બધાને ખુશ ખબર આપે છે. આરોહીના મમ્મી પપ્પા ખુબ ખુશ થાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશભાઈ ઘરે પરિવાર સાથે બેઠા હોય છે. ઉમેશભાઈના પરિવારમાં એમના દીકરાની વહુ લક્ષ્મીજી, પોત્રો અવિનાશ અને અવિનાશની દીકરી નિકિતા હોય છે. "બેટા લક્ષ્મી અવિનાશ માટે કોઈ છોકરી જોઈ?" "હા પપ્પા મારી એક ફ્રેન્ડની છોકરી છે. મારી જોયેલી પણ છે. અવિનાશ ને કહું છું કે પૂજાના ગયે હવે બે ...Read More