નસીબ ના ખેલ...

(2.4k)
  • 146.6k
  • 201
  • 70.8k

પ્રસ્તાવના----નાની નાની શાયરીઓ અને ટૂંકી વાર્તા તેમજ મારા બાળકો ના જન્મદિવસે એમને શુભેચ્છા આપવા નાનકડી સ્પીચ આપતા આપતાં એક ધારાવાહિક લખવાનો વિચાર આવ્યો... અને આજે એની શરૂઆત પણ કરી. આશા છે આપ સર્વ ને ખૂબ જ ગમશે અને આપનો સહકાર મળશે... શબ્દો નો સાથ તો મળ્યો જ છે મને ... હવે આપનો સાથ પણ મળી રહે એની જ રાહ જોઉં છું... મારુ નામ તો પારુલ ઠક્કર છે... પણ શાયરી માં હું "Yaade" લખું છું, instagram માં આ નામ થી એક page પણ છે... આતો થઈ મારી વાત.... તો ચાલો હવે શરૂ કરીયે..... વાત છે આ ખૂબ જૂની.

Full Novel

1

નસીબ ના ખેલ... 1

પ્રસ્તાવના----નાની નાની શાયરીઓ અને ટૂંકી વાર્તા તેમજ મારા બાળકો ના જન્મદિવસે એમને શુભેચ્છા આપવા નાનકડી સ્પીચ આપતા આપતાં એક લખવાનો વિચાર આવ્યો... અને આજે એની શરૂઆત પણ કરી. આશા છે આપ સર્વ ને ખૂબ જ ગમશે અને આપનો સહકાર મળશે... શબ્દો નો સાથ તો મળ્યો જ છે મને ... હવે આપનો સાથ પણ મળી રહે એની જ રાહ જોઉં છું... મારુ નામ તો પારુલ ઠક્કર છે... પણ શાયરી માં હું "યાદ" લખું છું, instagram માં આ નામ થી એક page પણ છે... આતો થઈ મારી વાત.... તો ચાલો હવે શરૂ કરીયે..... વાત છે આ ખૂબ જૂની. ...Read More

2

નસીબ ના ખેલ - 2

મોટાભાઈ એ ઘર માંથી ચાલ્યા જવાનું કહી દેતા ધીરુભાઈ બિચાર બેઘટ થઈ ગયા...... પણ હિમ્મત ન હાર્યા... ભાઈ પાસે ઘર ખાલી કરવાનો સમય માંગ્યો .... અને મકાન શોધવા લાગ્યા... અને ફકત 5 જ દિવસ માં મકાન મળી પણ ગયું... 150 રૂપિયા ભાડા માં એક લાંબો રૂમ મળ્યો.. રસોડું પણ એમાં જ આવી જાય... સંડાસ બાથરૂમ બહાર ઓસરી પડે એમાં હતા.. બે જણા માટે ઘણું કહેવાય આ તો...તરત મોટાભાઈ ના ઘરે થી નીકળવાનું નક્કી કરી પોતાનો સામાન ભરવા લાગ્યા, નાનકડી ધરા પણ પોતાના રમકડાં લેવા લાગી... એક રેડિયો હતો નાનકડો જે ધરા ને ખૂબ ગમતો હતો... એમા એ ગીત પણ ...Read More

3

નસીબ ના ખેલ - 3

ધીરુભાઈ ખૂબ મુંજાતા હતા , મોટાભાઈ સાથે રહેતા હતા ત્યારે એક બે મિત્ર બન્યા હતા ધીરુભાઈ ના, અને જૂનાગઢ કરતા હતા ત્યારે હંસાગૌરી એ 100/150 જેટલા રૂપિયા બચાવ્યા હતા , એ પૈસા માંથી ધીરુભાઈ ધરા ની દવા લાવ્યા અને બાકી ના પૈસા ધરા માટે દૂધ લાવવા રાખ્યા, સમય એ હતો કે ધરા ને દવા અને એને દૂધ સાથે થોડું ખવડાવી દેતા પણ બન્ને પતિ-પત્ની સાવ ભુખ્યા સુઈ જતા, અને બહુ ભૂખ લાગે તો થોડી સિંગ ખાઈ લેતા... પણ ધરા આ બધી વાત થી અજાણ હતી, પોતાની બાળ-સહજ મસ્તી મા જ રમતી હતી... આ બાજુ ધીરુભાઈ કામ મેળવવા સંઘર્ષ કરતા ...Read More

4

નસીબ ના ખેલ... 4

ધીરુભાઈ નાનકડી ધરા ને ખૂબ જ પ્રેમ કરતા હતા. એની દરેક ઈચ્છા પુરી કરતા હતા... નાટક માં ધરા હતી એના વાળ સરસ લાંબા હતા પણ ધરા ને નાટક ના પાત્ર માં સાવ ટૂંકા વાળ માટે નકલી વાળ પહેરાવ્યા હતા... ત્યારથી ધરા ને ટૂંકા વાળ નું મન થયું હતું.... એણે એના પપ્પા (ધીરુભાઈ) ને કીધું પણ ખરું... પણ એના મમ્મી (હંસાગૌરી) એ ના પાડી હતી.... પણ એક દિવસ ધીરુભાઈ એને ઘરે કાઈ કીધા વગર બહાર લઈ ગયા અને... ઘરે આવ્યા બાપ દીકરી તો હંસાબેન તો જોતા જ રહી ગયા.... ધરા ના વાળ કાપેલા હતા, જાણે એ વખત ના ...Read More

5

નસીબ ના ખેલ...5

ધરા પોતાની પસંદગી પ્રમાણે પોતાની નાની નાની વસ્તુ પણ ન લઈ શકતી.... જેમ કે હાથ માં પહેરવા માટે બંગડી પાટલા, નેઇલપોલીસ, ચપ્પલ, કે પછી પોતાના કપડાં..... બધું જ એની મમ્મી જે લઈ આવે અથવા એની મમ્મી જે પાસ કરે એ જ ધરા પહેરી શકતી... પણ ધરા ના પપ્પા આ વાત થી અજાણ હતા... એ ધરા ને ભણવા માટે જરૂર ખિજાતા હતા પણ પ્રેમ પણ એટલો જ કરતા હતા..... સ્કૂલ માં કેન્ટીન મા એ વખતે 50 પૈસા માં સમોસા મળતા હતા, ધરા ને ખૂબ મન થતું હતું એ સમોસા ખાવાનું.... એકવાર એણે એના પપ્પા ને કીધું કે ...Read More

6

નસીબ ના ખેલ... 6

મસ્તી કરતી હસતી રહેતી ધરા ઉદાસ રહેવા લાગી હતી.... પપ્પા સામે નોર્મલ રહેતી પણ બાકી ...... અને ધરા જ્યાં રહેતી હતી ત્યાં શેરી માં એક છોકરો પણ આ નોટિસ કરતો હતો ..... ધરા માં આવેલું આ પરિવર્તન એની નજર માં આવી ગયું હતું,.... એણે ધરા ને પૂછ્યું કે શુ થયું ???? કેમ આમ રહે છે મને કહી શકે છે તું.... કાઈ પ્રૉબ્લેમ હોય તો કહે એનો રસ્તો કાઢશું આપણે...... અને ભોળી ધરા ઘર ની વાત એને લખી ને કહી બેઠી..... એ પણ ન વિચાર્યું કે એ કેમ પૂછે છે ?? એને શુ લેવાદેવા મારી ...Read More

7

નસીબ ના ખેલ ....- 7

સવારે પાછું વહેલું ઉઠવાનું... 6:30વાગે તો પહોંચી જવાનું હોય ટ્યૂશન માં.... સ્કૂલ માં એ વખતે બે ચોટલા ફરજિયાત હતા ધરા ને એ આવડતા ન હતા.... એના માસી એને રાતે જમી લીધા પછી માથું ઓળી આપતા... બે ચોટલા લઈ આપતા.... પછી સવારે તો એના માસીને પણ એમની શિક્ષક ની નોકરી માં જવાનું હોય.... ભલે એ 7 વાગે નીકળતા ઘરે થી... પણ સવારે ધરા જાય ત્યારે તો એ રાત ના લીધેલા બે ચોટલા ને ઉપર ઉપર થી થોડા સરખા કરી ને જ જતી હતી... આખા દિવસની આ દોડાદોડી માં ધરા ખૂબ થાકી જતી.... ઉપર થી આ ...Read More

8

નસીબ ના ખેલ... 8

વાત ધીરજલાલ ને કહેવામાં આવી... પણ ધીરજલાલ ધરા ને 10 તો પાસ કરાવવા માંગતા જ હતા એટલે ધરા નો બંધ કરવાની ધરા ના મામા ની વાત ધીરુભાઈ એ નકારી કાઢી... પણ હવે ધરા ને બહાર ક્યાંય એકલી ન જાવા દેવી એ નક્કી થયું, અને ધરા ની સ્કૂલ બંધ કરાવવામાં આવી... ફકત ટ્યૂશન કલાસ અને ટાઈપકલાસ શરૂ રાખવામાં આવ્યા... અને ત્યાં પણ હવે ધરા ના મામા એને તેડવા અને મુકવા જતા હતા... આમ તો આ પરાણે માથે આવી પડેલી ડ્યુટી ધરા ના મામા ને જરાય પસંદ ન હતી પણ ધીરજલાલ જમાઈ થાય ... બનેવી થાય.. અને ધરા ના નાનાજી ના ...Read More

9

નસીબ ના ખેલ...9

બેય ભાઈઓ ને રમાંડવાના, એમના કપડાં બદલવાના, છી કરે તો સાફ કરવાના, ઘોડિયામાં સુવડાવવાના, હીંચકા નાખવાના,વગેરે વગેરે... બધું ધરા કરવાનું..... માસી એમની સ્કૂલ ની નોકરી માં હોય અને નોકરીએથી આવે પછી એ કાંઈ કામ ન કરતા, ધરા ના મામી બિચારા બધું કરતા હતાં, ધરા ના નાનીમા હતા પણ એ ઘરડા બિચારા કાઈ કરી શકે ? એટલે ધરા વાંચતી જાય અને ભાઈ ને ઘોડિયા માં હીંચકાવતી જાય.... મોટો ભાઈ બહુ મસ્તીખોર હતો ધરા ના બે ચોટલા ખેંચતો અને કહેતો "હિકા... હિકા.." જાણે હીંચકા ખાતો ધરા ના ચોટલા જાલી ને... પણ ધરા ખુશ થતી... આ ...Read More

10

નસીબ ના ખેલ... 10

ધરાને લઈને ધીરુભાઈ વડોદરા આવ્યા... હંસાબેન પણ લાંબા સમય બાદ ધરાને જોઈ ને ખૂબ ખુશ થયા... ફરી પહેલાની જેમ રાજીખુશી થી રહેવા લાગ્યા.. પણ.... ક્યારેક ક્યારેક હંસાબેન જૂની વાત યાદ કરીને ધરા ને મહેણાં મારી દેતા... જો કે ધરાના પપ્પા બધું ભૂલી ને પહેલા ની જેમ જ ધરા ને પ્રેમથી રાખતા હતા... ત્યાં થોડા સમય માં ધરા નું 10th નું રિઝલ્ટ પણ આવી ગયું... ધરા પાસ થઈ ગઈ હતી... 56 % આવ્યા ધરા ના.... ધીરુભાઈ ને કાઈ વાંધો ન હતો ધરા ના આ પરિણામ થી , એ ખુશ હતા કે ધરા બોર્ડ ની ...Read More

11

નસીબ ના ખેલ... 11

રાતે ધીરજલાલ ઘરે આવતાં જ સીધો તેમણે ધરા નો ઉધડો લીધો... "તારા પર ભરોસો રાખી ને તને અહીં પાછો આવ્યો એ મારી ભૂલ... તે ફરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો... છોકરાઓ સાથે ભણવા બેસાડી એનો તે આવો ગેરલાભ ઉઠાવ્યો ?? છોકરાઓ સાથે શરત લગાડવા લાગી ??? " આવા અનેક વ્યંગબાણ ધરા પર વરસી રહ્યા હતાં.. હંસાગૌરી એમાં સુર પુરાવતા હતા કે મેં તો પહેલા જ કહ્યું હતું.. આના પર ભરોસો મૂકી ને તમે ખોટું કરી રહ્યા છો... એક વાર ભટકી ગયા પછી હવે આ ન સુધરે.... વગેરે વગેરે.... પણ ધરા ના મન માં આ ...Read More

12

નસીબ ના ખેલ... 12

10માં ધોરણ સુધી ધરા ની કોઈ ખાસ બહેનપણી ન હતી.. અહીં 11 માં ધોરણ માં એની 2 ફ્રેન્ડ બની... સથે ધરા ને ખૂબ ભળતું હતું, એક હતી નિપા અને બીજી હતી અલકા... બન્ને ધરા ના ઘરે આવતી હતી સાથે સ્કૂલ નું હોમવર્ક કરતા હતા, સાથે નાસ્તો કરતા અને ક્યારેક ક્યારેક એ લોકો ધરા ના ઘરે જમતા પણ હતા... પણ ધરા એમના ઘરે ક્યારેય નોહતી ગઈ... તેણે જોયું જ ન હતું તેમનું ઘર... કારણ... ધીરુભાઈ ની ના હતી... ધરા ને કોઈ ના પણ ઘરે જવાની... ધરા ફ્રેન્ડ રાખી શકતી પણ તેની દરેક ફ્રેન્ડ ઘરે આવી શકે... ધરા ...Read More

13

નસીબ ના ખેલ... - 13

રોજિંદી રસોઈ શીખી લીધા બાદ હવે હંસાબેન ધરા ને થોડું ફરસાણ શીખવવા માંગતા હતા... ધરા ને ગાંઠિયા શીખવાડવા માટે ગાંઠિયા પાડવા નો સંચો અને ગાંઠિયા નો લોટ તૈયાર કર્યો.... એમાં એમણે કાળા મરી પણ નાખ્યા હતા વાટી ને..... સંચા માં લોટ ભરી ને ધરા ને આપ્યો અને કડાઈ માં તેલ ગરમ કર્યું... તેલ ગરમ થઈ જતા સીધા એમાં જ સંચા થી કઈ રીતે ગાંઠિયા બનાવવા એ શીખવી રહ્યા હતા હંસાબેન.... શરૂઆત માં એક વાર ખૂબ સરસ ગાંઠિયા બન્યા... કાઈ જ વાંધો ન આવ્યો... પણ બીજી વાર તેલ માં સંચા થી ગાંઠિયા પાડવા જતા સંચા માંથી ...Read More

14

નસીબ ના ખેલ... 14

ધીરજલાલ પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો ન હતો... એટલે એમણે અત્યારે આ સારવાર ચાલુ રાખવાનું જ સારું સમજ્યું.... ધરા ને લઈ ને ઘરે આવ્યા... ઇન્જેક્શન ને લીધે ધીમે ધીમે હાથ ના સોજા ઓછા થયા... દુખાવાની દવા ને કારણે ધરા ને થોડી રાહત પણ થઈ.... પણ આ ક્ષણિક રાહત હતી એ ધરા નોહતી જાણતી... સાંજે ફરી દવાખાને લઈ ગયા ધરા ને... ત્યાં ડૉક્ટરએ કીધું કે જે મજબૂત મન ન હોય એ ધરા સાથે રહે.... બીજા બહાર બેસો... ત્યારે તો ધીરાજલાલે ધરા પાસે રહેવાનું નક્કી કર્યું... ધરા ના હાથ નો સોજો થોડો ઓછો થયો હતો ...Read More

15

નસીબ ના ખેલ... 15

હાથ માં સારું થઈ જતા ધરા એના ડિપ્લોમાના અભ્યાસ માં મન પરોવવા લાગી... . ધીમે ધીમે બધું સરખું થઈ હતું... હજી તો ધરા એ તેના ડિપ્લોમા નો અભ્યાસ શરૂ જ કર્યો હતો. . માંડ એક મહિનો થયો ત્યાં દિવાળી નું વેકેશન આવી ગયું... પણ આગળ જે છૂટી ગયું એ બધું ધરા એ આ વેકેશન મા શીખી લેવાનો નિર્ણય કર્યો... એક મહિના ના ટૂંકા ગાળામાં એણે એક ફ્રેન્ડ બનાવી લીધી... એનું નામ રેખા હતું... આમ તો વડોદરા ની પાસે ના ગામડામાંથી આવતી હતી એ... પણ ઘણી વાર વડોદરા માં એના મામા ના ઘરે પણ રહેતી ...Read More

16

નસીબ ના ખેલ....16

બીજી તરફ ધીરજલાલ ધરા માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા... રાજકોટ ધરા ના માસી એ એક સારો યુવક વકીલ હતો.. રાજકોટ ના પ્રખ્યાત વકીલ ના હાથ નીચે... એની પેનલ માં કામ કરતો હતો... કુટુંબ માં બે ભાઈ જ હતા. આ યુવક અને એનો મોટો ભાઇ જે પરણેલો હતો... બહેન ન હતી એમને...અને માતાપિતા... ઘર એકંદરે ઘણું સારું હતું... ધરા ને પણ બતાવવામાં આવ્યું... ઘર પણ અને યુવક પણ... ધરા એ ફકત એટલું કહ્યું પપ્પા કહે એમ... ધીરજલાલ ને પણ ઘર અને છોકરો ગમ્યા હતા... લગભગ બધું ...Read More

17

નસીબ ના ખેલ..17

ધીરજલાલ ને પણ શુ સુજ્યું તો એ નિશા ના ઘરે જાવા તૈયાર થઈ ગયા... ધરા ને રાજકોટ રાખી ધીરજલાલ અને હંસાબેન નિશાના ઘરે ભાવનગર પહોંચ્યા.. નિશાનું ઘર જોયું.. કેવલને અને નિશા ના પતિ ને મળ્યા.. એ લોકો ને કરિયાણાની દુકાન હતી એ પણ જોઈ... બધું ઠીકઠાક લાગ્યું... ખબર નહિ કેમ ? જે અત્યાર સુધી એક ઘર માં બે બહેનો આપવાની ના પાડતા હતા એ જ ધીરજલાલ ધરા ને આ ઘર માં આપવા તૈયાર થઈ ગયા... (જેનું સાચું કારણ અત્યારે કોઈ નોહતું જાણતું.. ). ધીરજલાલ હવે એમ માનવા લાગ્યા કે આપણા જીવન નો ...Read More

18

નસીબ ના ખેલ... 18

ધરા ના માસી અને મમ્મી જ્યારે કેવલ ને જોવા ગયા હતા ત્યારે ત્યાં એ લોકો ને રાજકોટ આવી ધરા જોવા આવવાનું આમંત્રણ આપી આવ્યા હતા... પણ નિશા એ તો સીધું એમ જ કહી દ8ધુ કે અમે તો નક્કી કરવા જ આવીએ છીએ.. કારણ અમારા તરફ થી તો હા જ છે... તમે એ રીત ની તૈયારી માં જ રહેજો.. અમે આવશું એટલે મીઠીજીભ આપી ને જ જશું.. (મતલબ સગાઈ કહી શકીયે... પેહલા કહેતા હતા ને રૂપિયો નાળિયેર આપ્યા, ગોળધાણા ખાધા, વગેરે જેવું , રિંગ પહેરાવવાનું તો હવે ચલણ માં આવ્યુ છે..) ...Read More

19

નસીબ ના ખેલ ... - 19

જમવાનું પતાવી ને ધીરજલાલ હંસાબેન અને ધરાના માસી સગાઈ ની વિધિ માટે ની થોડી તૈયારીમાં લાગી ગયા... ધરાના મામા મહારાજ ને તેડવા ગયા, અને ધરા એકલી પડી... મન માં ખૂબ દુઃખી હતી ધરા.. પણ કોઈને કાઈ કહી શકતી ન હતી. તેને સમજાતું ન હતું કે કેમ એના પપ્પા અત્યારે એની મરજી પણ જાણવા નોહતા માંગતા.. કેમ એના પપ્પા ને એના જ મોટાભાઈ શાંતિલાલ કે જેણે એમને ખૂબ દગો આપ્યો હતો એની જ દીકરી ની વાત માં આવી ગયા હતા ? અને બીજી બાજુ નિશા અને આવેલા બધા મહેમાન ખુશ હતા.. નિશા ...Read More

20

નસીબ ના ખેલ... - 20

ધરા ને આમ તો કોઈ ખુશી ન હતી આ સગાઈ થી.. એક કુંવારી છોકરી ના મન માં પોતાના ભાવિ માટે ને જે જે સપના હોય એ સ્વાભાવિકપણે ધરા માં પણ હોય જ.. પણ અહીં તો ધરા ની પસંદ નું જ કોઈ મહત્વ ન હતું એટલે ધરા યંત્રવત્ત પોતાની ફરજ જાણે પુરી કરી રહી હોય એમ રહેતી હતી. કેવલ સાથે વીરપુર ની બજાર માં ગયેલી ધરા કાઈ જ બોલ્યા વગર કેવલ ની પાછળ ચાલી રહી હતી, ધરા એ મનોમન નક્કી કર્યું હતું કે જો કેવલ એને કાઈ વસ્તુ ...Read More

21

નસીબ ના ખેલ... - 21

ધરા ને રાજકોટ ઘરે ઉતારી, ચા નાસ્તો કરી સહુ ભાવનગર જવા નીકળી ગયા... અને અહીં હંસાબેન અને ધરા ના ધરા ને વીરપુર શુ થયું શુ વાત થઈ વગેરે પૂછવા લાગ્યા, તો બીજી તરફ ધીરજલાલ હવે ધરા ના લગ્ન ક્યારે કરવા અને ક્યાં કરવા (મતલબ વડોદરા કરવા કે રાજકોટ કરવા) એ બધું વિચારી રહ્યા હતા.... જો કે આ જ ચર્ચા કે લગ્ન ક્યારે કરવા એ નિશા પણ ગાડી માં કરી રહી હતી... એને પણ લગ્ન જેમ.બને એમ વહેલા થઈ જાય એવી ઈચ્છા હતી, કારણ નિશા નો ઝગડાલું સ્વભાવ તેના કુટુંબ માં બધે પંકાયેલો ...Read More

22

નસીબ ના ખેલ .. - 22

નાની હતી ધરા ત્યારે એના મન માં જે જે સપના હતા એ બધા અત્યારે સાવ વ્યર્થ હતા ધરા દરેક છોકરી કુંવારી હોય ત્યારે એના સપના ના રાજકુમાર નું એક સ્વપ્ન જોતી જ હોય છે, એના કાઈ ક અરમાન હોય જ છે અને આવું જ કાઈ ક સ્વપન ધરા એ પણ જોયું હતું... કેટલાક અરમાન ધરા ના મન માં પણ હોય એ સ્વાભાવિક હતું... પણ હવે ધરા એ એ બધું ભુલાવી દીધું હતું... યંત્રવત્ત એ લગ્ન ના કામ માં સાથ આપી રહી હતી...કોઈ ઉમંગ ન હતો એને કોઈ ખુશી ન હતી... એને એ જ નોહતું ...Read More

23

નસીબ ના ખેલ... - 23

વિદાય વેળાએ ધરા ના મન માં કાંઈક આવી જ વાતો ચાલી રહી હતી જે અત્યાર ના કવિ શ્રી મનોજ સનમ એ પોતાની એક રચના માં રજૂ કરી છે સાસરે જતી દીકરી ના મનોભાવોહું તો તમારા આંગણાં ની લીલીછમ્મ વેલીચાલી હું તો પિયર ઘરને આમ છૂટું મેલીઘડ્યો છે ઈશ્વરે એવો રૂડો ઘાટમારે જાવું પડશે હવે સાસર ની વાટમારા પિયરના સાથી રોતા ચારે પાસમને સાસરે વળાવવા આવજો ખાસમારે આપ વડીલો ના આશિષ નો સાથઆપના આશિષને હું લઈ જઈશ સાથમને મળ્યા છે આપના હિંમત ને સુ સંસ્કારહું ખુશી ખુશી મહેકાવિશ જીવન સંસાર(મનોજ પંડયા સનમ જોરાવરનગર સુરેન્દ્રનગર) ...Read More

24

નસીબ ના ખેલ... - 24

સવાર માં 7 વાગ્યા માં જ ધરા ના રૂમ નું બારણું ખખડાવવા માં આવ્યું.. આંખ ખુલવાનું નામ.નોહતી લેતી પણ ય ઉઠવું ફરજિયાત હતું.. એટલે ધરા પરાણે જાગી ને બહાર આવી. જો કે ખાલી બ્રશ કર્યું એણે અને પછી બસ એમ જ બેસી રહી. સાસરી નો નિયમ હતો નાહયા પછી જ ચા પીવાય... પિયર માં તો એ સવારે ચા પી લેતી હતી સાથે નાસ્તો પણ. પણ આ પિયર નોહતું.... 7 વાગ્યા ની જગાડી હતી ધરા ને.. પણ છેક 9.30 વાગ્યે ધરા ના ...Read More

25

નસીબ ના ખેલ... - 25

કેવલ એ ખૂબ સિફતથી ધરા ને ગળે વાત ઉતારી દીધી... અને ધરા વાત માની પણ ગઈ, જો કે ધરા અહીંયા ભૂલ હતી.. પણ પિયર માં આવું કાઈ જોયું સાંભળ્યું નોહતું એટલે આવા પ્રપંચ ની તેને જાણ નોહતી... સાવ ભોળી હતી ધરા, જ્યારે બીજી તરફ નિશા ખૂબ જ ચાલાક હતી, ધરા અને કેવલ રાત્રે સુવા માટે રૂમ માં જાય ત્યારે જ એકલા રહેતા... બાકી નિશા ધરા અને કેવલ ને એકલા રહેવા જ નોહતી દેતી, કોઈ સગા સંબંધી એ બંને વરઘોડિયા ને જમવાનું કીધું ...Read More

26

નસીબ ના ખેલ... - 26

હેલ્લો ફ્રેન્ડ્સ, ઘણા લાંબા સમય બાદ આવી છું ધરાના નસીબ ના ખેલ લઈને.... પાછળના પ્રકરણમાં આપણે જોયું કે... ધરા ના લગ્ન થાય છે કેવલ સાથે, પણ કેવલ ને લઇ ને નિશા નું વર્તન થોડું રાહસ્યભર્યું લાગે છે ધરા ને, ધરા આ બારામાં કેવલ ને વાત પણ કરે છે પણ કેવલ એની મીઠી વાતોથી ધરાને સમજાવી લ્યે છે, પણ લગ્ન ને એક મહિનો થઈ જવા છતાં ધરા અને કેવલ ક્યાંય બહાર ફરવા ગયા નથી હોતા, આ વાત ની જાણ ધરા ના ભત્રીજા ને થાય છે અને નવદંપતિ ને પોતાના ઘરે જવા બોલાવે છે અને સાથે સાથે બંને ...Read More

27

નસીબ ના ખેલ... - 27

ધરા ત્યારથી જ નિશા ને ભાભી કહેવા લાગી અને મનોજ જે એના બનેવી થતાં હતાં એને ભાઈ કહીને એનું પણ ઓઢવા લાગી, આશ્ચર્ય ની વાત એ હતી કે નિશા આ બાબત માં મનોજ ને કાંઈ કીધુ નહિ અને કેવલે પણ કોઈને કાંઈ પણ ન કીધુ , પણ મનોજ આ વાત નોટિસ કરતો હતો કે ધરા હવે એની હાજરીમાં માથે ઓઢીને જ ફરે છે , પહેલા કરતા વાત પણ ઓછી કરે છે , એણે નિશા ને ધરા ના આ બદલાવ વિશે પૂછ્યું પણ ખરું તો નિશા સાવ અજાણી બની ને કહી દીધું કે એને આ બારામાં કાઈ ખબર ...Read More

28

નસીબ ના ખેલ... - 28

ધરા ને સવારે જ દાખલ કરી હતી હજી તો અને બપોર સુધીમાં હંસાબેન ધરા પાસે પહોંચી પણ આ વખતે ઘર માં બધા ને ખબર પડી ગઈ કે ધરા ની આ માંદગી નું કારણ શું છે, અને ધરા ના આ વખત ના સારા દિવસો ની પણ બધા ને ખબર પડી , એક નિશા સિવાય બધા આ સમાચાર જાણી ને ખુશ થયાં, અને આ અગાઉ નિશા એ કરેલી ભૂલ બદલ બધાએ ઠપકો પણ ખુબ આપ્યો નિશા ને, હંસાબેન પણ ખુબ ગુસ્સે થયાં નિશા પર અને કેવલ પર..... એમાં ય હંસાબેને જયારે ડોક્ટર પાસે થી ધરા ...Read More

29

નસીબ ના ખેલ... - 29

ધરા આશ લગાવીને તો બેઠી હતી કે કેવલ એબાજુ તરફ ઢળી જશે પણ ધરા નું નસીબ એટલું ક્યાં હતું??? ધરા દિલ થી જોડાવવા માંગતી હતી પણ કેવલ ફકત દુનિયાદારી નિભાવી રહ્યો હતો, લોકો વસ્તુ વાપરતા હોય છે અને સંબંધ નિભાવતા હોય છે પણ કેવલ અહીં લગ્ન નો આ સંબંધ નિભાવવાને બદલે ધરાને વાપરી રહ્યો હતો, ધરા ના સારા દિવસો એ કેવલ ધરા વચ્ચેના પ્રેમ ને કારણે નહીં પણ લગ્ન બાદ થયેલા પતિપત્ની ના કહેવાતા સંબંધ ના કારણે હતા એ વાત અત્યારે ધરા નોહતી સમજી શકી, કેવલ ના મન માં કેટલું કપટ ...Read More

30

નસીબ ના ખેલ... - 30

ધરા ના સૌથી મોટા જેઠાણી ગામડે જ રહેતા હતા અને ત્યાં જ ધરા ના શ્રીમંત નો પ્રસંગ હતો, એટલે નિશા અને ઘરના અન્ય બધા એક અઠવાડિયા પહેલા ત્યાં પહોંચી ગયા, નિશા ધરાને પોતાની સાથે જ લઇ જવા માંગતી હતી પણ ધરાના નણંદે ધરાને રોકી, કહ્યું કે ધરા ને પહેરાવવા માટેની રાખડી ધરા ની પસંદગી ની લેવી છે, ધરા અમારી સાથે આવશે.... જો કે આ વાત નિશાને ગમી તો નહીં પણ નણંદ મોટા હોવાથી એ એમની સામે કઇ બોલી ન શકી , અને કમને ધરાને એકલી મૂકીને એને ગામડે જવું પડ્યું .... ...Read More

31

નસીબ ના ખેલ... - 31

ધરા મૂંઝવણમાં હતી કે તેની સામે આ બધી જે વાત આવી છે એ સાચી છે કે ખોટી કોને પૂછે? અને વાતના મૂળ સુધી પહોંચવું પણ જરૂરી હતું કારણ જો સાચું શું છે એ પોતે નહિ જાણે તો અનેક શંકાઓ તેને ઘેરી વળશે, અને તેની સીધી અસર તેના આવનાર બાળક પર થશે... પણ શું કરવું અને કેમ કરવું એ જ તે સમજી નોહતી શકતી. પ્રસંગમાં હાજરી આપવા બહારગામ થી અન્ય મહેમાનો કુટુંબીજનો આવવા લાગ્યા હતા, ઘરમાં માણસો ની ચહલપહલ વધી રહી હતી, આવામાં એ કોને પૂછે કેવી રીતે પૂછે??? નિશા પણ ...Read More

32

નસીબ ના ખેલ... - 32 (અંતિમ ભાગ)

પપ્પા સાથે સરખી વાત ન થઈ શકવાનો અફસોસ ધરાને હતો, તો ધીરજલાલને પણ ધરા સાથે વાત ન થઈ રંજ હતો પણ બંને એ પોતાના મનને એમ કહીને મનાવ્યું કે પછી તો અમે સાથે જ છીએને... પછી નિરાંતે વાત કરશું... એક તરફ શ્રીમંતની વિધિ શરુ થઈ અને બીજી બાજુ નિશા એના કાકા એટલે કે ધીરજલાલને પૂછવા લાગી કે તમે વહેવારમાં શું કરવાનાં છો?? કોને શું આપવાના છો?? અને ધીરજલાલ પણ નિશાના મનમાં શું છે એ વાતથી અજાણ હતા એટલે ભોળાભાવે બધું કહેવા લાગ્યા, અને નિશા બધામાં વધારો કરાવવા લાગી, મતલબ જ્યાં જ્યાં ...Read More