નાતરું

(249)
  • 9.6k
  • 15
  • 4.2k

નાતરું-૧ હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર નૂર.ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી. ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું. દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો.દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી

Full Novel

1

નાતરું - ૧

નાતરું-૧ હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર નૂર.ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી. ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું. દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો.દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી ...Read More

2

નાતરું-૨

નાતરું-૨(ચંપાબાને એક તરફ પૌત્રાવતારની ખુશી હતી તો બીજી તરફ પતિનો વિરહ જીવતરને દઝાડી રહ્યો હતો.)હૈયાના એક ગમગીન ખૂણે પતિના વિરહી મરશિયા ગવાઈ રહ્યાં હતાં જ્યારે બીજે ખૂણે આછો આનંદ ઉમળકા ભરવા આતુર હતો. એ આનંદ પળભરમાં જ આંસુઓના સમંદરમાં પરિવર્ત્યો. ઉરમાં ધરબાયેલ પતિનો પ્યાર પાંપણે આવ્યો, સહેંજ અટક્યો ને ઉભરાઈ પડ્યો. પતિ પારાવાર સાંભરી આવ્યા. અંતરમાં માંડ સંગ્રહી રાખેલા હીબકા ક્ષણમાં જ હિલ્લોળે ચડ્યા. ‎પેટે મજબૂત પાટા બાંધીને પુત્રને ઉછર્યો. મોટો કર્યો.ઉંમરલાયક થયો એટલે સારું ઘર અને વહું જોઈને સમરાંગણ સમાં સોનેરી સંસાર રથ સાથે જોડ્યો. ...Read More

3

નાતરું-૩

નાતરું-૩એક દિવસ રિશેષના વખતે દીપક એના ભેરૂ ભેગો રમતો હતો. એવામાં એક અજાણી સ્ત્રી એના તરફ આવતી દેખાઈ. દીપકે કોશિશ કરી. દાદીએ વર્ણવેલી જ સ્ત્રી સમી લાગી. દીપકે સીધા જ પોબારા ગણ્યા, ઘર ભણી. ગભરામણથી હાંફળો ફાંફળો થઈને એણે દોટ મૂકી. ‎'ફટ રે ભૂંડી ડાકણ....!' દાદીના મુખે આવું સાંભળીને દીપકને ખાતરી થઈ કે આંગણે ઊભેલી એ એના પિતાની હત્યારી જ છે. પારાવાર ગુસ્સો ઉપડ્યો. ઊભી ને ઊભી ચીરી નાખવાને મન થયું. કિન્તું કશું કરી શક્યો નહી. હજું બાળક હતો. નિ:સહાય હતો. કંઈક કરવાને એનામાં હિંમત જ ક્યાં હતી! ‎સગા બાપને મોતને ઘાટ ઉતારનારને ક્યો પુત્ર માફ ...Read More