બેઈમાન

(3.5k)
  • 161.1k
  • 519
  • 112.2k

મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ આકર્ષક ચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું.

Full Novel

1

બેઈમાન - 1

મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ આકર્ષક ચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું. ...Read More

2

બેઈમાન - 2

માધવીએ દ્રષ્ટિમર્યાદા ઓળંગી કે તરત જ પેલો રહસ્યમય ઓવરકોટધારી સ્ફૂર્તિથી સાગર બિલ્ડીંગની બરાબર સામે આવેલા પબ્લિક પાર્કીંગ તરફ આગળ કાર,સ્કુટર,મોટર સાઇકલ જેવા કેટલાંય વાહનો પડ્યા હતાં. ઓવરકોટધારી પાર્કીંગમાંથી એક સ્કૂટર બહાર કાઢીને માધવી ગઈ હતી, એ તરફ જવા માટે રવાના થઇ ગયો. ...Read More

3

બેઈમાન - 3

ચોકીદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવીને વામનરાવ ભોળારામની રાહ જોવા લાગ્યો. ડોક્ટર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પૂરું થઇ ગયું હતું તેઓ ચાલ્યા ગયા હતાં. ઓફિસમાં હવે ફક્ત વામનરાવ, મહાદેવ જ બાકી રહ્યા હતાં. અડધા કલાક પછી ભોળારામ પાછો ફર્યો. મોહનલાલ બીજી ચેમ્બરમાં બેઠો હતો. વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ‘સાહેબ...!’ એની નજરનો અર્થ સમજીને ભોળારામ બોલ્યો, ‘અજીત ઘેર નથી.’ ‘શું ?’ વામનરાવે પૂછ્યું, ‘એ ક્યાં ગયો છે તેના વિશે તે ઘરના લોકોને પૂછ્યું નથી?’ ...Read More

4

બેઈમાન - 4

સાંજનો સમય હતો. દિલીપે, શાંતાના જન્મદિવસની ખુશાલી રૂપે તેના ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં અમુક ખાસ માણસોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ મુંબઈથી બદલી થઈને આવેલો ઇન્સ્પેક્ટર ખાન, ઇન્સ્પેક્ટર વામનરાવ અને સબ.ઇન્સ્પેક્ટર અમરજી જેવાનો સમાવેશ થતો હતો. ઇન્સ્પેક્ટર ખાન બઢતી પામીને વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર તરીકે મોકલવામાં આવ્યો હતો. ખાને પોતાની કારકિર્દીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હતી અને માત્ર દસ વર્ષના ગાળામાં જ એક પછી એક શિખરો સર કરતો આજે તે વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર બની ગયો હતો. તે એક ખુબ કર્તવ્યનિષ્ઠ અને બહાદુર માણસ હતો અને સાથે સાથે નાગપાલની કાર્યવાહીનો પ્રસંશક પણ હતો. દિલીપ તથા ખાન અગાઉ ઘણી વખત મળી ચુક્યા હતાં. ખાન જે કંઈ કરતો-કહેતો એ ડંકાની ચોટ પર કહેતો હતો. દિલીપ અને ખાન બંને સરખી વયના હોવાથી એકબીજાને એકવચનમાં સંબોધતા હતાં. ...Read More

5

બેઈમાન - 5

લેડી વિલાસરાય રોડ પર આવેલો પ્રમોદ કલ્યાણીનો બંગલો ખૂબ જ સુંદર અને આધુનિક હતો. દિલીપે બંગલામાં પહોંચીને ડોરબેલ દબાવી. અંદર ક્યાંક મધુર અવાજ ગુંજ્યો. બહાર ઉભેલા દિલીપ તથા શાંતા પણ એ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શક્યા હતા. થોડી પળો બાદ આશરે ત્રીસેક વર્ષની વય ધરાવતી એક સાધારણ દેખાવની સ્થૂળકાય સ્ત્રીએ બારણું ઉગાડ્યું. ‘બોલો...!’ એણે દિલીપ તથા શાંતા સામે જોતા રુક્ષ અવાજે કહ્યું. ...Read More

6

બેઈમાન - 6

દિલીપે બારણાં પાસે એકઠા થયેલા લોકોને દુર ખસવાનું કહ્યું. પછી તે આજુબાજુમાં નિરીક્ષણ લાગ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ બે ફ્લેટ જેમાંથી એક ફ્લેટમાં માધવીનો મૃતદેહ પડ્યો હતો. ‘આ ફ્લેટ કોનો છે?’ દિલીપે એકથી થયેલી ભીડને ઉદ્દેશીને બીજાં ફ્લેટ તરફ સંકેત કરતાં પૂછ્યું. ‘મારો છે...!’ એક યુવાને આગળ આવતા કહ્યું, ‘પણ આપ કોણ છો?’ ‘હું પોલીસખાતા સાથે સંકળાયેલો છું.’ દિલીપ બોલ્યો. પોલીસનું નામ સાંભળીને યુવાન મનોમન સાવચેત થઇ ગયો. ...Read More

7

બેઈમાન - 7

દીનાનાથની પ્રશ્નાર્થ નજર શાંતા પર જ જડાયેલી હતી. ‘મિસ્ટર દીનાનાથ...!’ એની નજરનો ભાવાર્થ સમજીને શાંતા બોલી, ‘તમારી નોકરી બચી ગઈ હવે તમારે મારા સવાલોના જવાબ આપવાના છે.’ દીનાનાથે હકારમાં માથું હલાવ્યું. ‘તો સૌથી પહેલાં એ જણાવો કે પરમ દિવસે રાત્રે તમે ક્યાં હતા ?’ ‘પરમ દિવસે રાત્રે ?’ દીનાનાથે ચમકીને પૂછ્યું. ‘જી, હા...પરમ દિવસે રાત્રે? અર્થાત્... જે રાત્રે અહીં ચોરી થઇ એ રાત્રે !’ ...Read More

8

બેઈમાન - 8

ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ‘નમસ્તે સાહેબ...’ અચાનક બારણાં પાસેથી અવાજ આવ્યો. વામનરાવે ફાઈલમાંથી માથું ઉચું જોયું તો બારણાં પાસે આશરે પચાસેક વર્ષની ઉંમરનો એક આધેડ ઉભો હતો. વામનરાવ આગંતુકને સારી રીતે ઓળખતો હતો. એનું નામ ભજનલાલ હતું. અને તે પોલીસનો બાતમીદાર હતો. પોલીસને ઉપયોગી નીવડે એવી કોઈ બાતમી મળે ત્યારે તે પોલીસ હેડકવાર્ટરે પહોચી જતો. એને વામનરાવ સિવાય બીજા કોઈ પર ભરોસો નહોતો. એટલે મોટે ભાગે તે એને જ બાતમી આપતો હતો. વામનરાવ ગેરહાજર હોય તો જ બીજા ઓફિસરો પાસે જતો. બાતમી આપવાના બદલામાં તેને યોગ્ય વળતર પણ પોલીસખાતા તરફથી ચૂકવવામાં આવતું હતું. ...Read More

9

બેઈમાન - 9

મોતીલાલ જૈન લીફટમાંથી બહાર નીકળીને પોતાની ઓફીસ તરફ આગળ વધ્યો. એ જ વખતે સીડીની બાજુમાં ઉભેલો એક યુવાન તેની નજીક લાગ્યો. યુવાનની ઉંમર આશરે છવ્વીસેક વર્ષની હતી. તે મોતીલાલની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મોતીલાલે તેના પ્રત્યે કોઈ ધ્યાન ન આપ્યું. એ ચૂપચાપ આગળ વધતો રહ્યો. યુવાન હવે બરાબર તેનાં પગલા સાથે તાલ મીલાવતો જતો હતો. જાણે મોતીલાલની સાથે જ હોય એવું એની ચાલ પરથી લાગતું હતું. ...Read More

10

બેઈમાન - 10

શાંતા સરિતાને પૂછપરછ કરવા માટે મોહનલાલને ઘેર પહોચી ગઈ. એણે તેને પોતાનો પરિચય આપ્યો. એનો પરિચય જાણ્યા બાદ સરિતા માનભેર તેણે લઇ ગઈ. એટલું જ નહીં. કોફી પણ બનાવી લાવી. કોફી પીતાં-પીતાં બંને વાતો કરવા લાગ્યા. ‘મિસ શાંતા ....! હું આપની તથા મિસ્ટર દિલીપની ખૂબ જ આભારી છું.’ સરિતાએ કહ્યું. ‘હા...’ ‘તમારે આભાર માનવો પડે એવું ક્યું કામ અમે કર્યું છે?’ ...Read More

11

બેઈમાન - 11

સાંજે બરાબર છ વાગ્યે રૂસ્તમની ઊંઘ ઉડી ગઈ. ઝપાટાબંધ તૈયાર થઈને એ નીચે આવ્યો. મેટ્રો હોટલ એના ગેસ્ટ હાઉસથી નજીકમાં જ પગપાળા જ ત્યાં પહોચી ગયો. પોતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે અવારનવાર તે રૂમાલથી ચહેરો લૂછવાનું નાટક કરતો હતો. એ મેટ્રો હોટલના વિશાળ હોલમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં ચિક્કાર ભીડ હતી. આ હોટલનો માલિક એક મારવાડી હતો. અને એમાંથી તેણે સારી એવી કમાણી થતી હતી. રૂસ્તમે હોલમાં એક ખૂણાથી બીજા ખૂણા પર નજર દોડાવી. હોલમાં ઉપસ્થિત એક એક માણસનું નિરીક્ષણ કર્યું. ...Read More

12

બેઈમાન - 12

થોડીકવારમાં જ દિલીપ તથા વામનરાવ પોલીસ હેડક્વાર્ટરે પહોચી ગયા. વામનરાવે ટેબલના ખાનામાંથી ડીલક્સ કલબના મેનેજર પાસેથી પોલીસે કબજે કરેલી નોટ ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ બંને હેડક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા. દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. નવ વાગીને ઉપર વીસ મિનીટ થઇ હતી. ‘વામનરાવ...!’ દિલીપે માથું ધુણાવતાં કહ્યું, ‘હજુ તો માંડ સવા નવ વાગ્યા છે. અત્યારમાં કંઈ રીઝર્વ બેંક નહીં ઉઘડી હોય! ‘ ‘તો ચાલ, અંદર જઈને બેસીએ ..!’ વામનરાવ બોલ્યો, ‘ચા-પાણી પીને નિરાંતે વાતો કરીશું.’ ‘હા...પંડિત જવાહરલાલ નહેરુ હતા.’ ...Read More

13

બેઈમાન - 13

દિલીપની કાર વિશાળગઢ તરફ દોડતી હતી. કાર દિલીપ ચલાવતો હતો. પાછળની સીટ પર શાંતા અને જાનકી બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. દોઢ પછી કાર વિશાળગઢમાં દાખલ થઇ. દિલીપે મહારાજા રોડ પર એક નાના પણ સ્વતંત્ર અને આધુનિક મકાન પાસે પહોંચીને કાર ઉભી રાખી. આ મકાન મોતીલાલની માલિકીનું હતું અને ઘણાં વખતથી ખાલી જ પડ્યું હતું. દિલીપે થોડા વખત માટે મોતીલાલ પાસેથી તેની ચાવી લઇ લીધી હતી. ...Read More

14

બેઈમાન - 14

અત્યારે રાતના નવ વાગીને ઉપર પાંત્રીસ મિનિટ થઇ હતી. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી. દિલીપે આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...કેપ્ટન દિલીપ સ્પીકીંગ એણે કહ્યું. ‘હું સબ ઇન્સ્પેક્ટર અમરજી બોલું છું મિસ્ટર દિલીપ !’ ‘બોલ....!’ ‘એ પોતાના અસલી રૂપમાં, એક બ્રીફકેસ લઇ સ્કૂટર પર બેસીને ઘેરથી નીકળી ચૂક્યો છે.’ ‘ગુડ...!’ દિલીપ બોલ્યો, ‘એનો પીછો તો થાય છે ને ?’ ...Read More