પ્રપોઝ

(202)
  • 32.8k
  • 41
  • 16.9k

પ્રપોઝ ----------------- રાત્રિના અગ્યાર વાગ્યે ફરીવાર તેણે પોતાના ઘરની બિલકુલ સામે માત્ર ત્રીસ ફૂટના અંતરે આવેલા નેહલના ઘર તરફ નજર કરી. દરવાજામાં જ પોસ્ટમેન માટે પત્ર નાખવાની એક તિરાડ બનાવેલ હતી. એ તિરાડમાંથી પાંચ મિનિટ પહેલા દેખાઈ રહેલ ટ્યુબલાઇટનું દુધિયા અજવાળું અત્યારે નહોતું દેખાઈ રહ્યું.મતલબ કે કોઈ એ દરવાજાની પાછળથી એને નિહાળી રહ્યું હતું.અને પોતે જાણતો હતો કે એ નેહલ જ હતી.એક ઊંડો શ્વાસ લેતા તેણે મનોમન કાંઈક વિચાર્યું. અને પોતાના ઘરનો દરવાજો ભીડ્યો. એના દિમાગમાં ધમાસાણ મચ્યું હતું. અને કાંઈક ખાલીપો સર્જાયો હતો. મુઠ્ઠીમાં ભીંસાયેલ અને પરસેવાથી ભીનો થઇ ચૂકેલ પત્ર જાણે એની માનસિક નિર્બળતાની મજાક ઉડાવી રહ્યો

Full Novel

1

પ્રપોઝ-1

પ્રપોઝ ----------------- રાત્રિના અગ્યાર વાગ્યે ફરીવાર તેણે પોતાના ઘરની બિલકુલ સામે માત્ર ત્રીસ ફૂટના અંતરે આવેલા નેહલના તરફ નજર કરી. દરવાજામાં જ પોસ્ટમેન માટે પત્ર નાખવાની એક તિરાડ બનાવેલ હતી. એ તિરાડમાંથી પાંચ મિનિટ પહેલા દેખાઈ રહેલ ટ્યુબલાઇટનું દુધિયા અજવાળું અત્યારે નહોતું દેખાઈ રહ્યું.મતલબ કે કોઈ એ દરવાજાની પાછળથી એને નિહાળી રહ્યું હતું.અને પોતે જાણતો હતો કે એ નેહલ જ હતી.એક ઊંડો શ્વાસ લેતા તેણે મનોમન કાંઈક વિચાર્યું. અને પોતાના ઘરનો દરવાજો ભીડ્યો. એના દિમાગમાં ધમાસાણ મચ્યું હતું. અને કાંઈક ખાલીપો સર્જાયો હતો. મુઠ્ઠીમાં ભીંસાયેલ અને પરસેવાથી ભીનો થઇ ચૂકેલ પત્ર જાણે એની માનસિક નિર્બળતાની મજાક ઉડાવી રહ્યો ...Read More

2

પ્રપોઝ-2

દિવાળીની રજાઓ શરૂ થઇ ચુકેલી. એટલે બંને ઘરે હમણાં વાંચવાનું પણ બંધ હતું. પણ નવરાત્રી પર નાનકડી ગેરસમજને કારણે મનમાં જે રોષ પ્રગટ્યો હતો, તે દિવસો પસાર થવાની સાથે વધતો રહ્યો.અજબનો સંબંધ હતો બંનેનો. એક રીતે જોતા કોઈ સંબંધ જ ન હતો. છતાં બંને એકબીજાથી એવા રિસાયા હતા, જાણે રિસાવાનો હક્ક મળી ગયો હોય.અને આ વિચારનો એકસરખો પડઘો બંનેના દિમાગમાં પડતો. 'મારે શા માટે એની પરવા કરીને એને એવું ફીલ કરાવવું જોઈએ કે હું એના પર ગુસ્સે છું ? ગુસ્સે તો એના પર થવાય જે પોતાનું હોય !'પણ રાત્રે પથારીમાં આવતો આ વિચાર સવાર પડતા જ બાષ્પીભવન થઇ જતો. ...Read More

3

પ્રપોઝ-3

18 મી જાન્યુઆરીની રાત્રે લખેલ પત્ર તેણે ફરીથી વાંચ્યો. "આમાં ડિયર સંબોધન શોભતું નથી." તે બબડ્યો. "એણે ક્યાં હજી ભરી છે કે આ શબ્દ વાપરવો જોઈએ ? બેવકૂફ દેખાઈશ " તેણે એ શબ્દ પર ચેકચાક કરીને ખાલી 'નેહલ' એ સંબોધન રાખ્યું. પણ બીજી જ મિનિટે ભૂસેલું લખાણ તેને ખટક્યું. કાંઈક વિચારતા તેણે સુલેખનની સ્પર્ધામાં ઉતરવું હોય તેમ ફરીથી નવા પેજમાં પત્ર લખવો શરૂ કર્યો.એક પેજમાં પંદર જેટલી લાઈન લખીને તેણે ફરીથી વાંચી. પછી સંતોષથી માથું હલાવ્યું. રાત્રીના સાડા દસ વાગ્યા હતા. પત્ર લખાઈ જતા તેણે દરવાજો ખોલ્યો. અને રોજની જગ્યાએ આવીને બેઠો.સામેના દરવાજાની તિરાડમાંથી આવતો ઉજાસ બંધ થયો.'પત્ર કાંઈ રીતે આપવો ...Read More

4

પ્રપોઝ-4

21મી જાન્યુઆરીની સવારે નેહલની ખુશી ત્યારે બેવડાઈ જ્યારે ભાઈને ત્યાં દીકરો જનમ્યાના સમાચાર તેને વહેલી સવારે મળ્યા. અને યોગાનુયોગ સમય રાત્રે સાડા બાર આસપાસ....મતલબ કે જયારે એ નીરવનો પત્ર વાંચી રહી હતી, ત્યારે એક સાથે બે પુરુષો તેની જિંદગીમાં આવ્યા હતા. એક પ્રિયતમ તરીકે ને એક ભત્રીજા તરીકે.પહેલા તો નિરવને એના પ્રપોઝલનો જવાબ આપવો, અને પછી પોતે ફોઈ બની ગઈ એ સમાચાર આપવા તે તલપાપડ બની ઉઠી. રોજ કરતા આજે નહાવામાં વધારે સમય વિતાવ્યો. આજે તો નવા કપડાં પહેરવાનું તેની પાસે જબ્બર બહાનું હતું. દુનિયાને દેખાડવા માટે ફોઈ બની તે બહાનું. અને પ્રિયતમને બતાવવા માટે પ્રેયસી બની ગઈ તે ...Read More

5

પ્રપોઝ-5

21 મી જાન્યુઆરીની રાત્રે બંનેના હૈયામાં કારણ વગરની તંગદિલી ફેલાયેલી હતી. આજે રાત્રે પણ નેહલ પોતાના ઘરે એકલી જ પણ નીરવનાં ઘરે એના ઘરના બધા હાજર જ હતા. નિરવે એમ માની જ લીધું હતું કે નેહલનો જવાબ 'ના' જ છે. બસ હવે એ શેરી વચ્ચે પોતાને અપમાનિત ન કરે એટલે ભગવાનનો પાડ માનું.પણ નેહલની હાલત વિચિત્ર હતી. એ સમજી નહોતી શકી કે નીરવ પોતાના ક્યાં વ્યવહારના કારણે દૂર દૂર ભાગે છે ? એવું તે શું બન્યું કે નીરવ પોતાની સામે આવવા નથી માંગતો. એ રાત્રે પથારીમાં પડતા પહેલા તેણે લેટરબોક્સની તિરાડમાંથી વારંવાર નીરવનાં ઘર તરફ જોયું. પણ દરવાજો ખુલવો તો દૂર. ...Read More