રેડ સુરત

(14)
  • 4.9k
  • 0
  • 2.6k

સુરત કામરેજ હાઇ વૅ, લક્ષ્મણનગર સ્થિત વરાછા પોલીસ સ્ટેશન મધરાતે ટ્યુબલાઇટ થકી ફેલાતા પ્રકાશના કારણે ચમકી રહ્યું હતું. બન્ને તરફ બે માળના ચોરસ બોક્સની ઉપર એક લંબચોરસ બોક્સ ગોઠવીને બનાવેલ અંગ્રેજી મકાન જેવું પોલીસ સ્ટેશન આછી પીળી ઝાંય ધરાવતા રંગથી રંગાયેલ હતું. પોલીસની ઓળખ ધરાવતા લાલ-ઘેરા વાદળી રંગના ચોક્કસ પટ્ટાઓ ખેંચાયેલા હતા. ડાબી અને જમણી તરફ બરોબર વચ્ચેથી કપાયેલા અર્ધવર્તુળ અને તેને લંબચોરસ પર ગોઠવેલ હોય તેવા આકારને લાલ રંગની ઇંટોથી સજાવેલ હતો.

1

રેડ સુરત - 1

2024, મે 17, સુરત સુરત કામરેજ હાઇ વૅ, લક્ષ્મણનગર સ્થિત વરાછા પોલીસ સ્ટેશન મધરાતે ટ્યુબલાઇટ થકી ફેલાતા પ્રકાશના ચમકી રહ્યું હતું. બન્ને તરફ બે માળના ચોરસ બોક્સની ઉપર એક લંબચોરસ બોક્સ ગોઠવીને બનાવેલ અંગ્રેજી મકાન જેવું પોલીસ સ્ટેશન આછી પીળી ઝાંય ધરાવતા રંગથી રંગાયેલ હતું. પોલીસની ઓળખ ધરાવતા લાલ-ઘેરા વાદળી રંગના ચોક્કસ પટ્ટાઓ ખેંચાયેલા હતા. ડાબી અને જમણી તરફ બરોબર વચ્ચેથી કપાયેલા અર્ધવર્તુળ અને તેને લંબચોરસ પર ગોઠવેલ હોય તેવા આકારને લાલ રંગની ઇંટોથી સજાવેલ હતો. બન્ને અર્ધા આકારથી ચોક્કસ અંતરે પીલર્સ હતા, જેના સાથે જોડાયેલી દિવાલ અને પીલર્સ પોતે છતના આધારસ્તંભ હતા, જે છતમાં નવ ચોરસ આકારોએ ...Read More

2

રેડ સુરત - 2

2024, મે 16, રાતના ૧૧:૪૫ કલાક “તૈયાર..?” સુરત રૅલ્વે સ્ટેશનથી જમણી તરફ ધોળકીયા ગાર્ડન જવાના માર્ગ પર આવેલ મકાન નંબર ૩ના બૅડરૂમમાં એક વ્યક્તિ તૈયાર થઇ રહ્યો હતો, સાથે સાથે તૈયારી પણ કરી રહ્યો હતો. જમણી તરફની દીવાલ પાસે ગોઠવવામાં આવેલા લાકડાના ટેબલ પર એક ધારદાર ચાકુ, અને બરોબર તેની બાજુમાં જ એક સ્મિથ એન્ડ વેસન બનાવટની ૦.૩૮ બેરલ પિસ્તોલ મૂકેલી હતી. ટેબલ પર ૦.૩૮ની કાર્ટ્રીઝનું બોક્સ પણ હતું. મજબૂત દોરડું, દળદાર ઝાડ કાપવા માટે વાપરવામાં આવતું ઑટોમેટિક કટીંગ મશીન, હાથના કાળા મોજાં, મોજાના રંગ જેવા કાચ ધરાવતા ચશ્મા, ટેબલ પર વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. આ બધાની સાથે ...Read More

3

રેડ સુરત - 3

2024, મે 17, સુરત ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વે સ્ટેશન પર અમદાવાદથી મુંબઇ તરફ જતી કર્ણાવતી ઍક્સપ્રેસનો તેના પ્લૅટફોર્મ પર પહોંચવાનો સમય નિકટ હતો. સુરતમાં મે માહનો સમયગાળો 27 થી 34 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન ધરાવતો હોય છે. સવારનું તાપમાન તો આમેય ઓછું, અને ખુશનુમા જ રહેતું હોય છે. તે જ પ્રમાણે 17મી મેના દિવસે પણ સુરતનું સવારનું તાપમાન આશરે 27 ડિગ્રી સૅલ્સિયસની આસપાસ જ હતું. પરંતુ ભેજનું પ્રમાણ 64-70 ટકા જેટલું હતું, અને આથી જ વધુ ગરમી તો ન જ લાગે પણ શરીર પરસેવે નીતરતું જાય. પવન ફૂંકાતાની સાથે જ તે પરસેવો ઠંડક અનુભવડાવે. કર્ણાવતી, સામાન્ય રીતે, ...Read More

4

રેડ સુરત - 4

ઉધના રેલ્વે જંકશન, સુરત પોલીસ-વાન ઉધના રેલ્વે લાઇન પાસે પહોંચી ચૂકેલી, જ્યાં મેઘાવી, પોલીસ જવાનો અને રૅલ્વે માસ્ટર બાજુમાં જ ઊભા હતા. એક તરફ રક્તથી ખરડાયેલ કોથળો, અને બીજી તરફ કપાયેલા માથાવાળી લાશ હતી. વાન ઊભી રહેતાની સાથી જ આવેલ પીઆઇ અત્યંત ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. મેઘાવીની સામે આવીને તેણે પોલીસની અદામાં સલામ ઢોકી. મેઘાવીએ પણ આંખોથી સલામ સ્વીકારી. તેણે લાશની આસપાસ આંટા માર્યા, થોડી વાર ટ્રેક પર નજર ફેરવી, આસપાસ ગરદન ઘુમાવી, અને મેઘાવી સામે જોયું, ‘સાહેબ... તમે જાઓ... મેં જોઇ લેવા...’, સરકારી પ્રણાલીમાં સ્ત્રી-પૂરૂષ પ્રમાણે ઉદ્દબોધન નથી હોતું. વરિષ્ઢ અધિકારીને સાહેબ જ કહેવું પડે, અને માટે ...Read More