રેડ સુરત

(4)
  • 1.1k
  • 0
  • 292

સુરત કામરેજ હાઇ વૅ, લક્ષ્મણનગર સ્થિત વરાછા પોલીસ સ્ટેશન મધરાતે ટ્યુબલાઇટ થકી ફેલાતા પ્રકાશના કારણે ચમકી રહ્યું હતું. બન્ને તરફ બે માળના ચોરસ બોક્સની ઉપર એક લંબચોરસ બોક્સ ગોઠવીને બનાવેલ અંગ્રેજી મકાન જેવું પોલીસ સ્ટેશન આછી પીળી ઝાંય ધરાવતા રંગથી રંગાયેલ હતું. પોલીસની ઓળખ ધરાવતા લાલ-ઘેરા વાદળી રંગના ચોક્કસ પટ્ટાઓ ખેંચાયેલા હતા. ડાબી અને જમણી તરફ બરોબર વચ્ચેથી કપાયેલા અર્ધવર્તુળ અને તેને લંબચોરસ પર ગોઠવેલ હોય તેવા આકારને લાલ રંગની ઇંટોથી સજાવેલ હતો.

1

રેડ સુરત - 1

2024, મે 17, સુરત સુરત કામરેજ હાઇ વૅ, લક્ષ્મણનગર સ્થિત વરાછા પોલીસ સ્ટેશન મધરાતે ટ્યુબલાઇટ થકી ફેલાતા પ્રકાશના ચમકી રહ્યું હતું. બન્ને તરફ બે માળના ચોરસ બોક્સની ઉપર એક લંબચોરસ બોક્સ ગોઠવીને બનાવેલ અંગ્રેજી મકાન જેવું પોલીસ સ્ટેશન આછી પીળી ઝાંય ધરાવતા રંગથી રંગાયેલ હતું. પોલીસની ઓળખ ધરાવતા લાલ-ઘેરા વાદળી રંગના ચોક્કસ પટ્ટાઓ ખેંચાયેલા હતા. ડાબી અને જમણી તરફ બરોબર વચ્ચેથી કપાયેલા અર્ધવર્તુળ અને તેને લંબચોરસ પર ગોઠવેલ હોય તેવા આકારને લાલ રંગની ઇંટોથી સજાવેલ હતો. બન્ને અર્ધા આકારથી ચોક્કસ અંતરે પીલર્સ હતા, જેના સાથે જોડાયેલી દિવાલ અને પીલર્સ પોતે છતના આધારસ્તંભ હતા, જે છતમાં નવ ચોરસ આકારોએ ...Read More

2

રેડ સુરત - 2

2024, મે 16, રાતના ૧૧:૪૫ કલાક “તૈયાર..?” સુરત રૅલ્વે સ્ટેશનથી જમણી તરફ ધોળકીયા ગાર્ડન જવાના માર્ગ પર આવેલ મકાન નંબર ૩ના બૅડરૂમમાં એક વ્યક્તિ તૈયાર થઇ રહ્યો હતો, સાથે સાથે તૈયારી પણ કરી રહ્યો હતો. જમણી તરફની દીવાલ પાસે ગોઠવવામાં આવેલા લાકડાના ટેબલ પર એક ધારદાર ચાકુ, અને બરોબર તેની બાજુમાં જ એક સ્મિથ એન્ડ વેસન બનાવટની ૦.૩૮ બેરલ પિસ્તોલ મૂકેલી હતી. ટેબલ પર ૦.૩૮ની કાર્ટ્રીઝનું બોક્સ પણ હતું. મજબૂત દોરડું, દળદાર ઝાડ કાપવા માટે વાપરવામાં આવતું ઑટોમેટિક કટીંગ મશીન, હાથના કાળા મોજાં, મોજાના રંગ જેવા કાચ ધરાવતા ચશ્મા, ટેબલ પર વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. આ બધાની સાથે ...Read More