આસપાસની વાતો ખાસ

(0)
  • 1.2k
  • 0
  • 428

આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય જેનું વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે. કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે. વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક વાર્તાઓ સ્પર્શીય છે. વાંચ્યા પછી મગજમાં ઘૂમતી રહે એવી. બધી જ ઘટનાઓ સાચી છે. એક વાર્તા 'લેણીયત કે દેણીયાત ' સિવાય. એ વાર્તા એક જૂની લોકકથા કે દંતકથા છે. એમાં આખરે સંદેશ મળે છે કે ધન કરતાં સંતાન, કુટુંબ વધુ અગત્યનાં છે. ધન લોભી શેઠની વાત વાંચી પ્રશ્ન ઉઠે જ કે સંતાન અગત્યનું કે સંપત્તિ?

1

આસપાસની વાતો ખાસ - 1

પ્રસ્તાવનાઆપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે.કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે.વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક ...Read More

2

આસપાસની વાતો ખાસ - 2

વિઘ્નહર્તાઅમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે "યાદ છે ને! તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ લઈ કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે.""કહ્યું છે મને, કામનો ફડકો તને છે." મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું."તારી ઉપર વિશ્વાસ છે એને." કહેતાં એણે મારા ગાલે ચીટીયો ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં.કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ...Read More

3

આસપાસની વાતો ખાસ - 3

2.ઓનલાઇન ઓફલાઈનમા ને થેલી અને પર્સ લઇ જતી જોઈ દીકરાએ પૂછ્યું કે તે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે. મા કહ્યું “બસ, આ નજીકમાં જ. અમુક ખરીદી કરવા જલ્દી જવું પડશે. નહીં મળે તો દૂર પણ જવું પડશે.”દીકરાએ કહ્યું “તું ઘણું કામ કરે છે. આટલે દૂર ચાલીને જવું રહેવા દે. અમુક કામ પતે એટલે હું પોતે જઈ આવીશ. થોડો સમય આપ.“માએ પોતે મંગાવતી હતી તે વસ્તુઓનું લીસ્ટ દીકરાને પકડાવી તેને અમુક ખરીદી કરી લાવવા કહ્યું.દીકરો કોઈ કામમાં હતો પણ તેણે ના પાડી નહીં.કામ લાંબુ ચાલ્યું. આખરે દીકરો કહે "અરે મા, આજકાલ તો ઓનલાઇનનો જમાનો છે. બધું ઘર આંગણે આવી જાય. ...Read More