ધરબાયેલી સંવેદના

(808)
  • 40.4k
  • 82
  • 26.7k

લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષિતિજ ને જોઈ રહ્યો હતો. એટલામાં જ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વી એ અવાજની દિશામાં જાય છે. દરિયાકિનારે પહોળુ વિશાળ સ્ટેજ. સ્ટેજ પર ભાતભાતના વાજિંત્રો અને એ વગાડનારાઓનો એકસરખો વેશપરિધાન. પૃથ્વી સ્ટેજના પગથિયા ચડે છે. પૃથ્વીને જોતા જ ત્યાં રહેલા યુવાન અને યુવતીઓ એક હર્ષની, આનંદની, ઉત્સાહની લાગણીથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પૃથ્વી શર્ટ કાઢી ગિટાર વગાડવા લાગ્યો. પૃથ્વીએ શર્ટ કાઢ્યું એટલે ફરી યુવાનો અને યુવતીઓએ હર્ષની ચિચિયારીઓ અને સીટી વગાડી.I Love You All.....दोस्तों,

Full Novel

1

ધરબાયેલી સંવેદના - ભાગ ૧

લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષિતિજ ને જોઈ રહ્યો હતો. એટલામાં જ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વી એ અવાજની દિશામાં જાય છે. દરિયાકિનારે પહોળુ વિશાળ સ્ટેજ. સ્ટેજ પર ભાતભાતના વાજિંત્રો અને એ વગાડનારાઓનો એકસરખો વેશપરિધાન. પૃથ્વી સ્ટેજના પગથિયા ચડે છે. પૃથ્વીને જોતા જ ત્યાં રહેલા યુવાન અને યુવતીઓ એક હર્ષની, આનંદની, ઉત્સાહની લાગણીથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પૃથ્વી શર્ટ કાઢી ગિટાર વગાડવા લાગ્યો. પૃથ્વીએ શર્ટ કાઢ્યું એટલે ફરી યુવાનો અને યુવતીઓએ હર્ષની ચિચિયારીઓ અને સીટી વગાડી.I Love You All.....दोस्तों, ...Read More

2

ધરબાયેલી સંવેદના - ભાગ ૨

પૃથ્વી તૈયાર થઈને હોર્ન પર હોર્ન વગાડે છે. મેઘા ઝડપથી આવીને કારમાં ગોઠવાય છે.પૃથ્વીએ કાર સ્ટાર્ટ કરી. બંન્ને સ્કૂલમાં છે.પૃથ્વી કાર પાર્ક કરે છે.પૃથ્વી:- "ચકુ તારો આશિક જો તો મને કેવી રીતના જોઈ રહ્યો છે. જાણે કે મને ખાઈ જવાનો હોય."મેઘા:- "મેં ...Read More

3

ધરબાયેલી સંવેદના - ભાગ ૩

બીજી સવારે મેઘા મીઠી નિંદરમાં હતી. ગઈકાલે બહુ મોડે સુધી જાગી હતી. એટલે સવારે વહેલાં ઉઠી ન શકી. પૃથ્વી રાહ જોઈને કંટાળ્યો એટલે મેઘાના ઘરે ગયો.પૃથ્વી:- આંટી મેઘા ક્યાં છે? સરલાબહેન:- હું ઉઠાડવા ગઈ હતી. પણ ઉઠી જ નહિ. તું જા. એને ઉઠાડીને જ લાવજે. પૃથ્વી મેઘાના રૂમમાં ગયો. ખૂબ શાંતિથી સૂતી હતી. પૃથ્વી નજીક ગયો. મેઘાનો ચહેરો જોયો. ઊંઘમાં કેટલી માસૂમ લાગે છે. એમ વિચારી એને ઊંઘવા જ દીધી. રૂમની બહાર જવા નીકળ્યો જ કે એને ગઈકાલની સવાર યાદ આવી ગઈ. કાલે મારા પર કેવું ઠંડુ પાણી રેડ્યું હતું. આજે એની વાત છે. એમ વિચારી મેઘાની નજીક ગયો. ...Read More

4

ધરબાયેલી સંવેદના - ભાગ ૪

સરલાબહેન:- "ચાલો બધા જમવા બેસી જાવ."હસમુખભાઈ:- "રસોઈની શું સુગંધ આવે છે..!"મહેશભાઈ:- "હા મોઢામાં પાણી આવી ગયું."પાર્વતીબહેન:- "હું પીરસુ છું. પૃથ્વી, બધા બેસી જાવ. અરે પણ ચકુ ક્યાં છે?"સરલાબહેન:- "એના રૂમમાં છે. હું બોલાવી લાવ છું."સરલાબહેન મેઘાના રૂમનો દરવાજો ખખડાવે છે.સરલાબહેન:- "મેઘા દરવાજો બંધ કરી શું કરે છે? ચાલ તો જમી લે."સરલાબહેનનો અવાજ સાંભળી મેઘાએ વિચાર્યું "નહિ....નહિ....મમ્મી પપ્પાને જરાય ન ખબર પડવી જોઈએ."મેઘા:- "મમ્મી હું પાંચ દસ મિનિટમાં આવું છું."મેઘા મોઢું ધોઈ નીચે આવે છે. મેઘાનો ઉતરેલો ચહેરો કોઈથી છાનો ન રહ્યો.મીત:- "શું થયું ચકુ?""કોઈ પણ વાત હોય તો અમને બોલ. તું આટલી ઉદાસ કેમ છે?" સરલાબહેન પ્રેમથી બોલ્યા.મેઘા બધાની ...Read More

5

ધરબાયેલી સંવેદના - ભાગ ૫

પૃથ્વી જ્યારે પણ સમય મળે ત્યારે મેઘા સાથે વાત કરતો, એને સમજાવતો. પૃથ્વીની વાતની ધીમે ધીમે અસર તો થતી ફરી એને રોહન અને રોહનની વાતો યાદ આવી જતી. મેઘા રોહનને ભૂલી નહોતી શકતી.પ્રેમમાં મળેલ શબ્દરૂપી ઘાવ ક્યારેય નથી ભરાતા,તમે જ્યારે યાદમાં ડૂબો છો ત્યારે એ ફરીથી તાજા થઈ જાય છે. ઘણા પ્રેમને રમત સમજે છે...રમત રમીને, સપનાં દેખાડીને ચાલ્યા જાય...એને એમ કે, બેચાર દિવસ પછી ભુલી જશે...બધું નોર્મલ થઈ જશે...કેમ કે પ્રેમ ન હોય એ વ્યક્તિ માત્ર પોતાનું જ વિચારે છે...પણ આ રીતે તો મેઘા માટે બધું ખતરનાક થતું જતું હતું. આ રીતે જો કોઈ કોઈને ભુલી ...Read More

6

ધરબાયેલી સંવેદના - ભાગ ૬

ધીમે ધીમે પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્ભૂત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ હળવેથી હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાથી જાગી ઉઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળના બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલા પક્ષીઓ જાગી મીઠો કલરવ કરી ઊગતી પરોઢનું સ્વાગત કરે છે. સવારની વેળાએ ઝાડની ડાળી ઉપર પંખીઓનો મીઠો કલરવ થયો. સુરજના કુમળા કિરણો મેઘાને હળવેથી જગાડી રહ્યા હતા. પથારીમાંથી ...Read More

7

ધરબાયેલી સંવેદના - ભાગ ૭

વહેલી સવારે પૃથ્વી જોગિંગ માટે મેઘાને ઉઠાડવા આવ્યો. મીઠી નિદ્રામાં ઊંઘતી મેઘાને પૃથ્વી થોડી ક્ષણ તો જોઈ જ રહ્યો. ધ્યાન ટેબલ પર પડેલી ડાયરી પર જાય છે. પૃથ્વીને વિચાર આવ્યો કે "આ કોની ડાયરી છે? મેઘાની? એને ક્યારથી લખવાનો શોખ જાગ્યો?" પૃથ્વીએ ડાયરીના પાના ઉથલાવ્યા. મેઘાએ થોડી પંક્તિઓ લખી હતી.એ જો મારો છે,તો માત્ર મારો જ રહે......એ જો મને પ્રેમ કરે છે તો,સૌથી વધુ મને જ પ્રેમ કરે......એ જો બધા નું વિચારે તો,સૌથી પહેલા મારું વિચારે......મારી દરેક પસંદ એને ખબર હોય,એ મારું એક પ્રેમાળ નામ રાખે,એ નામ એના મુખે થી સાંભળી ને હું ખુશ થઇ જાઉં.એ દુનિયા નું વિચારે,પણ ...Read More

8

ધરબાયેલી સંવેદના - ભાગ ૮

જમીને મેઘા બાલ્કનીમાં બેઠી હોય છે. પૃથ્વી આવે છે બાલ્કનીમાં.મેઘા:- "ક્યારે મળાવીશ તારી ગર્લફ્રેન્ડને? ક્યારની રાહ જોઉં છું." બાલ્કનીમાંથી મેઘાની બાલ્કનીમાં આવતો હોય છે કે મેઘા કહે છે "પૃથ્વી શું કરે છે? આ રીતે ન આવ. WAIT હું તારા ઘરે આવું છું."મેઘા પૃથ્વીના ઘરે આવે છે.મેઘા:- "ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા?"પૃથ્વી:- "બધા પાર્ટીમાં ગયા છે. તું ચાલ મારા રૂમમાં."મેઘા:- "રૂમમાં નહિ આપણે તો તારી ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે."પૃથ્વી:- "અરે યાર પહેલા તું રૂમમાં તો આવ."બંન્ને રૂમમાં જાય છે. પૃથ્વી કબાટમાંથી ચોલી, લહેગો અને દુપટ્ટો મેઘાને આપે છે.મેઘા:- "Wow પૃથ્વી શું ડીઝાઈન છે. ખૂબ સરસ ડ્રેસ છે. ...Read More

9

ધરબાયેલી સંવેદના - ભાગ ૯

બીજા દિવસની સાંજે મેઘા તૈયાર થઈ રહી હતી. શોર્ટ ટીશર્ટ અને જીન્સ પહેર્યો હતો. મેઘાના રૂમમાં પૃથ્વી આવે છે. મેઘા અરીસાની સામે ઉભી હતી. પૃથ્વી એની એકદમ નજીક આવીને પાછળ ઉભો રહ્યો. બંનેની અરીસામાં નજર ટકરાય છે. પૃથ્વી અરીસામાંથી મેઘાની નાભિ પર પડે છે. પૃથ્વીએ મેઘાના પેટ પર હાથ ફેરવ્યો.મેઘા:- "તું આવી રીતે મને સ્પર્શ ન કરી શકે."પૃથ્વી:- "હું સ્પર્શ કરું તે તને નથી ગમતું?"મેઘા:- "નથી ગમતું."પૃથ્વી:- "ઑહ રિયલી મેઘા..!! જો તને ન ગમતું હોત ને તો તું મને એક થપ્પડ મારી દેત. યાદ છે તને પાર્ટીમાં એક છોકરાએ તારો હાથ પકડ્યો હતો તો તે એને થપ્પડ મારી દીધી ...Read More

10

ધરબાયેલી સંવેદના - ભાગ ૧૦

આમને આમ કોલેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. પૃથ્વી હવે મહેશભાઈ સાથે ઓફિસ જતો અને એના પપ્પા મહેશભાઈને બિઝનેસમાં કરતો. એક વખત ઑફિસના કામથી પૃથ્વીને પંદર દિવસ બહારગામ જવાનું થયું. પૃથ્વીએ આ વાત મેઘાને કરી. મેઘાએ ખુશી ખુશી તો એને વિદાય આપી દીધી. મેઘાએ વિચાર્યું "પંદર જ દિવસનો સવાલ છે ને પછી તો પૃથ્વી તારી પાસે જ હશે ને." એક દિવસ જેમ તેમ પસાર કર્યો. સાંજે પૃથ્વી સાથે વાત પણ થઈ. બીજી સવારે મેઘાને પથારીમાથી ઉઠવાનું મન ન થયું. શરીર તૂટતું હતું. થોડી ઠંડી પણ લાગતી હતી. ઘડિયાળમાં જોયું તો ૧૦:૦૦ વાગ્યા હતા. આજે કેમ હું મોડે સુધી ઊંઘતી ...Read More