જીવન એ કોઈ પરીકથા નથી

(6)
  • 7.9k
  • 0
  • 3.8k

આજે બે વર્ષ થયા મમ્મીના મૃત્યુ પામે. સમીર મમ્મીના ફોટા સામે જોઈ રહ્યો હતો. એની આંખોમાંથી આંસુની ધાર આવવા લાગી.પણ એ આંસુ લુછનાર બીજો કોઈ નહોતો.‌આખરે એણે હાથ રૂમાલ લીધો અને આંસુ લુછી નાંખ્યા. દિલાસો આપનાર કોઈ નહોતું. સગાંવહાલાં પણ મમ્મીના ગયા પછી એક પછી એક ભૂલતા ગયા.

Full Novel

1

જીવન એ કોઈ પરીકથા નથી - 1

જીવન એ કોઈ પરીકથા નથી( ટુંકી ધારાવાહિક)આજે બે વર્ષ થયા મમ્મીના મૃત્યુ પામે.સમીર મમ્મીના ફોટા સામે જોઈ રહ્યો હતો.એની આંસુની ધાર આવવા લાગી.પણ એ આંસુ લુછનાર બીજો કોઈ નહોતો.‌આખરે એણે હાથ રૂમાલ લીધો અને આંસુ લુછી નાંખ્યા. દિલાસો આપનાર કોઈ નહોતું. સગાંવહાલાં પણ મમ્મીના ગયા પછી એક પછી એક ભૂલતા ગયા.સમીર સોફા પર બેસીને મમ્મીને યાદ કરે છે.મમ્મી કહેતી હતી કે સમીર બેટા,જીવનને સિરિયસ લે. જીવન એ કોઈ ખેલ નથી. આ જમાનામાં જીવવું અઘરું છે.એ પણ એકલા જ. આ તારા પપ્પાને ગયે ત્રણ વર્ષ થઈ ગયા. તારા પપ્પા ના સગા પહેલા આપણા ઘરે નિયમિત આવતા હતા પણ હવે ધીરે ...Read More

2

જીવન એ કોઈ પરીકથા નથી - 2

જીવન એ કોઈ પરીકથા નથી( ભાગ -૨)મમ્મીના મૃત્યુ પછી સમીર મમ્મીને યાદ કરે છે.મમ્મીએ એના માટે એક છોકરી જોઈ છે.છોકરીના માતાપિતા રવિવારે સમીરના ઘરે આવવાના હોય છે.હવે આગળ...પહેલી વખત કોઈ છોકરી જોવા આવવાની હોય એટલે સમીરે ત્રણ ચાર વખત દર્પણ સામે જોઈ લીધું હતું.એટલામાં ઘરની નજીક થોડો અવાજ આવતા મમ્મી બોલી..એ લોકો આવી ગયા લાગે છે.મમ્મી ઘરના આંગણે ઉભી રહી.મમ્મી જાય એટલે મારે પણ જવું જ પડે. નહિંતર પહેલી છાપ ખરાબ પડે. છોકરી ગમે કે ના ગમે..આપણી છાપ સારી પડવી જોઈએ.નહિંતર એ લોકો બહાર વાતો વહેતી કરે કે છોકરામાં સંસ્કાર નથી. શું જીવનમાં આવું બધું બનતું હોય છે? આપણે ...Read More

3

જીવન એ કોઈ પરીકથા નથી - 3

"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે..મમ્મી એટલે મમ્મી..મમ્મી પાસેથી બહુ શીખવા મળે.મમ્મીએ પહેલી જ નમિતાને પારખી લીધી હતી પણ મને કહ્યું નહોતું.કેવી રીતે કહે.. મહેમાનો ઘરમાં આવી ગયા હતા.જાય એટલે મમ્મી મનનો ઉભરો ઠાલવશે.મમ્મી ના કહ્યા મુજબ ડાહ્યો ડમરો બનીને હું નમિતાને બીજી રૂમમાં લઈ ગયો.વાતચીતનો આરંભ થયો..પણ મારે તો જે વાતચીત થઈ હતી એ મમ્મીને જ કહેવી હતી.એટલે શું વાત કરી એ પછી કહીશ..અમે બંને વાતચીત કરીને બહાર આવતા હતા ત્યારે પરેશભાઈ ખુશ ખુશ દેખાતા હતા.ને નાસ્તો ઝાપટતા હતા.પરેશભાઈ બોલ્યા... રમાબહેન આ નાસ્તો ઘરે બનાવ્યો છે કે બજારમાંથી.. બહુ સરસ છે એમ ...Read More

4

જીવન એ કોઈ પરીકથા નથી - 4

"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૪)બીજા દિવસથી મમ્મીએ કસરત શરૂ કરી દીધી.કસરત એટલે મારા માટે યોગ્ય છોકરી જોવાનું. બે જણાએ કહ્યું કે હજુ સુધી તમારો છોકરો કુંવારો છે? મારો છોકરો એવડો જ છે પણ એનો ટેણિયો દોડતો રમતો થયો છે.આવતા વર્ષે ઈંગ્લીશ સ્કુલમાં બેસાડવાનો છે.લોકો સલાહો આપવામાં હોશિયાર.એમની છોકરીની વાત આવે તો કહે કે હજુ ઉંમર જ શું છે? બહુ નાની ઉંમર છે.ચાલો હવે મામાની વાતો કરીએ.મામાએ ત્રણ બાયોડેટા સાથે ફોટાઓ મોકલ્યા.મમ્મી બગડી...ભાઈને કહ્યું હતું કે ક્યારેય ત્રણનો આંકડો ના પકડી રાખ. કાંતો બે મોકલ કાંતો ચાર મોકલ.પછી શું.. ત્રણેય છોકરીઓ મેં અને મમ્મીએ નાપસંદ કરી.છોકરીઓ વધુ પડતી ...Read More

5

જીવન એ કોઈ પરીકથા નથી - 5

"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે છે.મમ્મી બોલી.. ક્યારની રીંગ વાગે છે. ફોન ઉપાડતો આગળ..‌મમ્મી કહે એટલે કોલ લેવો જ પડે.હેલ્લો..સમીર બોલું છું. આપ કોણ બોલો છો?સામેથી ઘંટડી જેવો લેડિઝ અવાજ આવ્યો.લે મને ના ઓળખી? ઓહ.. હું તો ભૂલી જ ગઈ હતી. આપણે વર્ષો પહેલાં મળ્યા હતા. હવે અનુભવ કર કે કોણ છું?હું વિચારતો થયો. આ અજાણી યુવતી મને ક્યાં મળી હશે?હું બોલ્યો.. તમારે મારી મમ્મીનું કામ છે? હું આપું એમને.સામેથી... હમણાં ના આપતો. પહેલા આપણે એક બીજાનો પરિચય કરીએ ફરીથી. હું HR ... તારા ઘરે આવું છું. તને મળવા માટે. થોડી વાત કરવી ...Read More

6

જીવન એ કોઈ પરીકથા નથી - 6 ( છેલ્લો ભાગ )

"જીવન એ કોઈ પરીકથા નથી"( સાત હપ્તાની ટુંકી ધારાવાહિક)( ભાગ -૬છેલ્લો ભાગ)મમ્મી કાયમ કહેતી હતી કે જીવન એ કોઈ નથી.જીવનની વાસ્તવિકતા સ્વીકારવી પડે.હા..સ્વપ્નો જોવા જ જોઈએ.સ્વપ્ન ક્યારેક હકીકત બની જતા હોય છે.મમ્મીએ કહ્યું કે પરીકથા લખાય. લખવામાં વાંધો નથી.પણ ખોટા સ્વપ્નમાં વિહાર કરાય નહીં.બસ પરીકથા લખતો હતો. જીવનને સમજવાની કોશિશ કરતો હતો.મમ્મીના મૃત્યુને ત્રણ વર્ષ વિતી ગયા.મમ્મીના ફોટા સામે જોઈને મમ્મીની શીખામણો યાદ કરતો હતો. એમણે કહેલી શીખામણ મુજબ જીવવા કોશિશ કરતો હતો.એટલામાં મધુર અવાજ આવ્યો.મમ્મીને યાદ કરો છો? યાદ આવે જ. મમ્મી એટલે મમ્મી.હા.. કાવ્યા.. મમ્મી એટલે મમ્મી. યાદ આવે જ ને.કાવ્યા એટલે મારા જીવનમાં આવેલી પરી.અરે પરી ...Read More