નવીનનું નવીન

(45)
  • 11.7k
  • 1
  • 5.8k

નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ સહેજ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.

1

નવીનનું નવીન - 1

પ્રકરણ (1)નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.નાકની તરત નીચે ઉપરના હોઠની ફળદ્રુપ જમીનમાં નવીને નસકોરાના થડમાં જ મૂછનું વાવે ...Read More

2

નવીનનું નવીન - 2

બીજે દિવસે સવારથી હંસા મોં ફુલાવીને ફરતી હતી.મૂંગી મૂંગી ઘરનું કામ તો કરતી હતી પણ સાસુ સાથે વાત કરતાં હતી."વહુ બેટા, તમારે સુરત જાવું હોય તો અમારી કંઈ ના નથી. મેં નવીનના બાપાને કીધું છે અને ઈમણે હા પાડી છે. પણ ત્યાં જઈને કંઈક કામધંધો તો કરવો પડશે ને? રૂમ પણ રાખવી પડે ને? કંઈ મામાનું ઘર થોડું છે તે તરત હાલતું થવાય? આમ સવારની મોઢું ચડાવીને ફરે છે તે!"સાસુમાની વાત સાંભળીને હંસાના હૈયામાં,અંધારા ઓરડામાં દીવો સળગાવતા ફેલાય એવો પ્રકાશ ફેલાયો! એસીડીટીના દર્દીને ઠંડા દૂધથી પેટમાં ટાઢો શેરડો પડે એમ ટાઢાશ ફરી વળી."હું શું કવ છું બા? ઈતો નવીન ...Read More

3

નવીનનું નવીન - 3

"મૂકી આવ્યા? હરખું હમજાવ્યું તો છે ને ઈને? કોઈ હંગાથ હતો બસમાં? સાવ એકલો જાય છે પણ આમ કાંઈ તો નો આવે ને? બસમાં બેહી જાય પછી તો ઠેઠ સુરત જઈને જ ઉતરવાનું છે એટલે કાંઈ વાંધો તો નો આવે, પણ રાતે જયો સે એટલે થોડીક ચિંતા થાય, પણ બસમાં તો સુઈ જાશે એટલે કાંય વાંધો નઈ. એની બાજુમાં કોઈ બેઠું'તું? તમે ઈને જરીક ભલામણ કરી છે ને? આમ તો આજુબાજુમાં'ય સારા માણસો જ હોય એટલે કાંઈ વાંધો નો આવે. બધા નવીનની જેમ સુરત હીરા ઘંહવા જ જાતા હોય ને બિચાડા. ઈય ઈમના માબાપને મૂકીને હાલી નીકળ્યા હોય એટલે ...Read More

4

નવીનનું નવીન - 4

''આ કાકા તમને બવ સારી શિખામણ આપતા'તા હો. તમારા બાપુજી હતાં કે?" નવીનની બાજુમાં બેઠેલા ત્રીસેક વર્ષના એ યુવાને મારા બાપા હતા. એમને એવી ટેવ જ છે, ગામ અખાને શિખામણ આપ્યા કરે છે તો મને શું કામ નો આપે. પાછો હું એકનો એક દીકરો છું એટલે વહાલો હોઉં ને! પાછી ચિંતાય થાતી હોય એમને !'' કહી નવીન હસી પડ્યો."હા વળી માબાપને ચિંતા તો થાય જ ને ! તમારે સુરતમાં ક્યાં રે'વાનું ?''"આપડે તો હજી રે'વાનું ગોતવાનું છે. હું હજી પેલ્લીવાર જ સુરત જાઉં છું. મેં તો કોય દિ સુરત જ નથી જોયું. અમારા ગામનો રમણ ન્યા ક્યાંક રેય છે. ...Read More

5

નવીનનું નવીન - 5

નવીનનું નવીન (5)નવીનને પોતાની સાયકલ પર બેસાડીને રમણ સીટ પરથી પેડલ પર ઊભો થઈ ગયો હતો. નવીન એનો થેલો ભરાવીને સીટની સ્પ્રિંગ પકડીને બેઠો હતો.રમણ એકદમ લાંબો અને સિંગલબોડી હતો. એણે પહેરેલા પેન્ટના પહોળા પાંયસામાં એના પાતળા પગ ઘણી મોકળાશ અનુભવતા. લાંબો અને સાવ ઘસાઈ ગયેલો એનો બુશકોર્ટ રમણના હાડપિંજર જેવા દેહનું દર્શન આમ જનતાને વિના મૂલ્યે કરવા દેતો. ઠંડી અને ગરમ બંને હવાને ગમે ત્યારે રમણની છાતીમાં ગોથું મારવાની છૂટ હતી.વળી રમણ વાળ ઘણા મોટા રાખતો એટલે માથું જરા મોટું લાગે. સુરતમાં એ પણ મોટું માથું થવા જ આવ્યો હતો પણ હાલ તુરંત એ શક્ય ન હોવાથી માથે ...Read More

6

નવીનનું નવીન - 6

નવીનનું નવીન (6)લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠીયું સાઈકલ ઊભી રાખી એટલે નવીન ઠેકડો મારીને નીચે ઊતર્યો. આવવાના ઉત્સાહમાં નવીનનું ધ્યાન રસ્તા પર તાજા જ પડેલા પોદળા પર પડે એ પહેલાં એનો પગ પડી ચુક્યો હતો.શહેરની ગાયો કંઈ ઘાસચારો તો ચરતી નથી હોતી. ઘરઘરનો એંઠવાડ અને પ્લાસ્ટીકના કાગળો ખાઈને ઢીલા, ચીકણા અને દુર્ગંધયુક્ત પોદસનું સરળ અને હરજગહ ઉપલબ્ધ ઉત્પાદન કરતી હોય છે.ડગમગ ડગમગ થતા સાઈકલના કેરિયર પર ઝગમગ ઝગમગ થવાના સપના લઈને સુરત આવેલા નવીને એનું પ્રથમ પગલું પોદસકેક કાપીને નહિ પણ ચેપીને ભર્યું. નવીને ઠેકડો માર્યો હોવાથી એનો પગ લપસ્યો અને નવીન એ પોદળા પર બેસી ...Read More

7

નવીનનું નવીન - 7

લોબીમાં આવેલો લીંબો લાલપીળો થઈને તાડુંક્યો,"કોણ આ નીસના પેટનો પોદળો ચેપીને મારા મકાનમાં ઘૂસ્યો સે અતારના પોરમાં..કોના ઘરે ઈ સે…એ….ઝટ બાર્ય કાઢો ઈને..અને હમણે કવ ઈ આ તમારી મા…"ધડાધડ બધા ભાડૂતોએ ઘરના દરવાજા ખોલ્યા.. અડોશપડોશમાં પણ લીંબાના પડકારાના પડઘા પડ્યા. જેટલા ઉઠી ગયા હતા એ બધા તરત બહાર નીકળ્યા. લીંબાના ઘર આગળ થોડીવારમાં તો ટોળું થઈ ગયું. ઉપરના માળે લોબીની બંને બાજુ બે બે રૂમો હતી. લોબીના છેડે ઉપર જવાનો દાદર હતો. એ આખી લોબીમાં નવીનના પેન્ટ અને બુટના તળિયે ચોંટી રહેવામાં નિશ્ફળ રહેલો પોદ ક્ષતવિક્ષત થઈને જ્યાં જગ્યા મળી ત્યાં ચોંટેલો હતો.ભાડૂતોને મકાનમાં વેરાયેલા માલ વિશે કોઈ માહિતી ...Read More

8

નવીનનું નવીન - 8

નવીનનું નવીન (8)રમણની રૂમમાં પતરાંની સિલિંગના ભારને ખમતા લોખંડના પાઈપ સાથે ટીંગાતો એક પંખો અને બારણાંની દીવાલે એક ટ્યુબલાઈટ બારણાં પાસે સ્વીચબોર્ડ હતું જેમાં પંખા અને લાઈટની સ્વીચ ઉપરાંત એક પ્લગ અને પ્લગની સ્વીચ હતી. એક ખૂણામાં ત્રણેક ફૂટ ઊંચી અને નવ ઇંચ પહોળી દીવાલ હતી.દીવાલ પાછળ ઊંચો ઓટલો ચણીને બનાવેલી એકદમ સાંકડી ચોકડી, એ ચોકડીમાં એક નળ, એ નળ નીચે પ્લાસ્ટીકની ડોલ હજી હમણાં જ નવીનના પેન્ટ અને શર્ટને ઢાંકીને ઊંધી પડી હતી. એક તૂટેલું ટબ રીંસાઈ ગયું હોય એમ છેક ખૂણામાં ગટરના ઢાંકણા પાસે જઈને આડું પડી ગયું હતું. એ ચોકડીવાળી દિવાલમાં ત્રણ બાય બેનો એક કબાટ ...Read More

9

નવીનનું નવીન - 9

નવીનનું નવીન (9)રમણ અને ઓધવજી બંને નવીનના ગામના જ હતા.ઓધવજી ગોકુલનગરની પહેલી શેરીમાં 4 નંબરના મકાનમાં પહેલા માળે રૂમ રસોડું ભાડે રાખીને રહેતો હતો.રમણ ઓધવજીની રૂમે જ જમતો હતો. રમણ ઉપરાંત બીજા દસેક જણ ઓધવજીની રૂમે લોજીંગ આપીને જમવા આવતા. ઓધવજીની પત્ની રસીલા વહેલી સવારે ચાર વાગ્યે ઉઠતી. સવારે ભાખરી અને ચા, બપોરે બે શાક, દાળભાત અને સાંજે શાક, રોટલા ને કઢી ખીચડી, એમ ત્રણ ટાઇમની દસબાર જણની રસોઈ એ બનાવતી.ઘરનું ભાડું અને બીજા ખર્ચા રસીલા ઉઠાવી લેતી એટલે ઓધવજી થોડીઘણી બચત કરી શકતો. સુરત હીરા ઘસવા આવેલા યુવાનો આવા કોઈ સબંધીના રસોડે જમીને કારખાનામાં જ સુઈ રહેતા. બને ...Read More