અરેબિયન નાઇટ્સ શ્રેણીમાં અનેક હેરત ભરી વાર્તાઓ છે. એમાં આ એક પરાક્રમની કથાઓની શ્રેણી સિંદબાદની સાત સફરો. એ બાળકો, કિશોરો અને મોટાંઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. તે સાતેય સફરો અહીં પ્રસ્તુત કરું છું. એક મજુર હતો. એનું નામ હિંદબાદ. એ ખૂબ મહેનતુ અને પ્રમાણિક હતો પણ એની ખૂબ લાંબી જિંદગીમાં નસીબે યારી આપેલી નહીં. એ માથે બોજ લઈ એક થી બીજી જગ્યાએ લઈ જતો અને એના બદલામાં જે મજૂરી મળે એનાથી સંતોષ પામતો.
સિંદબાદની સાત સફરો - 1
અરેબિયન નાઇટ્સ શ્રેણીમાં અનેક હેરત ભરી વાર્તાઓ છે. એમાં આ એક પરાક્રમની કથાઓની શ્રેણી સિંદબાદની સાત સફરો. એ બાળકો, અને મોટાંઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. તે સાતેય સફરો અહીં પ્રસ્તુત કરું છું.એક મજુર હતો. એનું નામ હિંદબાદ. એ ખૂબ મહેનતુ અને પ્રમાણિક હતો પણ એની ખૂબ લાંબી જિંદગીમાં નસીબે યારી આપેલી નહીં. એ માથે બોજ લઈ એક થી બીજી જગ્યાએ લઈ જતો અને એના બદલામાં જે મજૂરી મળે એનાથી સંતોષ પામતો.એક દિવસ ભર બપોરે માથે મોટો બોજ લઈને એક થી બીજે ઠેકાણે આપવા જતો હતો. ખૂબ તાપ હોઈ એણે એક મોટી હવેલીના ઓટલે બોજ મૂકી થોડો થાક ખાવા વિચાર્યું. ...Read More
સિંદબાદની સાત સફરો - 2
2.પછી બીજે દિવસે મોડી સાંજે સહુ મિત્રો અને હિંદબાદ સમક્ષ સિંદબાદે પોતાની પહેલી સફરની વાત શરૂ કરી.એણે કહ્યું કે પિતા પાસે સારી એવી સંપત્તિ હતી. તેમનું અકાળે અવસાન થયું અને સિંદબાદ મોજશોખ અને રખડવામાં એમાંની ઘણી ખરી સંપત્તિ ગુમાવી બેઠો.હવે તેણે ઐયાસીને બદલે પિતાની જેમ વેપાર કરવા નિર્ધાર કર્યો. કેટલાક વેપારીઓએ તેને એના દેશ ઈરાક અને શહેર બગદાદ માં થતી અમુક વસ્તુઓ ખરીદી વહાણમાં દરિયો ખેડી દૂર દેશમાં એ વસ્તુઓ વેંચવા સૂચવ્યું.બચેલી મૂડીમાંથી સિંદબાદે એ રીતે માલ ખરીદ્યો અને પહેલી ખેપમાં નીકળી પડ્યો.તેમનું જહાજ ઈરાન તરફ જઈ રહ્યું હતું. ઈરાનનો દરિયાકાંઠો માંડ સિત્તેર માઈલ પહોળો પણ અઢી હજાર માઈલ ...Read More
સિંદબાદની સાત સફરો - 3
3.બીજે દિવસે સાંજ પડતાં મિત્રો અને હિંદબાદ સિંદબાદની હવેલીએ આવી પહોંચ્યા. સહુને આવકાર આપી સિંદબાદે પોતાની કથની શરૂ કરી.“એક વર્ષ હું બેઠો રહ્યો. એટલે કે સ્થાનિક વેપાર કરતો રહ્યો. પણ થોડો વખત થયો ને જેને કહે છે કે બેઠાં બેઠાં પગે કીડી ચડી. મને ફરીથી દૂર દેશોમાં વ્યાપાર કરવાની ઈચ્છા થઈ. બીજા સારા વેપારીઓ સાથે હું એક અનુકૂળ દિવસે મારો માલ એક વહાણમાં ભરીને નીકળી પડ્યો. આ વખતે અમે ઈરાકથી ઈરાન પાસેથી પસાર થઈ અફઘાનિસ્તાન અને પશ્ચિમના દેશો તરફ જવા માર્ગ પસંદ કર્યો.અમે ઘણી મંઝિલ કાપી. કેટલાંય બંદરો પર વેપાર કર્યો. આખરે એક સમય એવો આવ્યો જ્યારે ખૂબ લાંબા ...Read More
સિંદબાદની સાત સફરો - 4
4.“થોડો વખત, આશરે એકાદ વર્ષ બેઠા રહ્યા પછી ફરથી મને દરિયાઈ વેપાર માટે સાહસ ખેડવાની ઈચ્છા થઈ. હવે સારો જોખમો સામે લડી લેવાનો અનુભવ પણ હતો.”સિંદબાદે ત્રીજે દિવસે પોતાની વાત શરૂ કરી. હિંદબાદ અને સિંદબાદના મિત્રો તેને સાંભળી રહ્યા.“એક અનુકૂળ દિવસે ‘અલ્લા બેલી’ કહેતાં અમે જહાજનું લંગર ખોલ્યું અને વહેતા થયા સમુદ્રમાં. અમે અનેક બંદરો પર જઈ વેપાર કર્યો. આખરે એક દિવસે ઓચિંતું દરિયામાં તોફાન થયું. જોરદાર પવન, વીજળીના આભ આંજી નાખતા ચમકારો અને નજર પહોંચે ત્યાં સુધી ઊંચાં મોજાંઓ વચ્ચે ફસાઈને રસ્તેથી ભટકી તણાતું તણાતું અમારું જહાજ એક અજાણ્યા દ્વીપ તરફ પહોંચી ગયું. અમે સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા ...Read More
સિંદબાદની સાત સફરો - 5
5.ફરીથી ચોથી સફરની વાત સાંભળવા સિંદબાદના મિત્રો અને હિંદબાદ આવી ગયા. સહુ સાથે થોડી આનંદની વાતો કરી સિંદબાદે પોતાની સફરની વાત શરૂ કરી.તેણે કહ્યું, “ફરીથી, આ વખતે તો બે વર્ષ જેવું સ્થાનિક વેપાર કરતો બેસી રહ્યો. પછી ફરીથી દરિયો ખેડી વેપાર કરવાનું સાહસ કરવાની ઈચ્છા થઈ. બીજા વેપારીઓ સાથે ફરીથી સ્થાનિક માલ જેવો કે ખજૂર, સુકો મેવો, ગાલીચા વગેરે ખરીદી દરિયાપારના દેશોમાં વેંચવા હું નીકળી પડ્યો.આ વખતે તો ઘણો સમય દરિયો અનુકૂળ રહ્યો. ઘણી સફર સલામત રીતે પૂરી થઈ ગઈ. પરંતુ અમે સૂર્ય અને રાતે ધ્રુવના તારાની મદદથી માર્ગ નક્કી કરતા એ વાદળિયાં હવામાને અશક્ય બનાવી દીધું. હોકાયંત્ર જેવું ...Read More