શ્યામ રંગ....લગ્ન ભંગ....

(25)
  • 10k
  • 0
  • 5.3k

કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે. આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના તાલમેલ પર ટક્યું છે. જીવનની આ સફરમાં આપણને અનેકનેક વિચાસરણી ધરાવતા લોકો મળતા હોય છે.ઘણાના જીવનમાં શરીરના રૂપરંગનુ મહત્વ ખૂબજ હોય, તો ઘણાને પૈસાનો મોહ વધારે હોય.ચામડીના રંગ ને લીધે જે લગ્ન જીવન તૂટે તો એ એક ખોટી જ વિચારધારા કહેવાય, એવુ હુ માનુ છુ છતા...આવુ બને છે. અને આવું બનતા આપણે રોકી પણ શકતા નથી. દરેક ધર્મ, જાતિના રિત રિવાજ અલગ અલગ હોય છે .

1

શ્યામ રંગ....લગ્ન ભંગ....1

કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે. આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના તાલમેલ ટક્યું છે.જીવનની આ સફરમાં આપણને અનેકનેક વિચાસરણી ધરાવતા લોકો મળતા હોય છે.ઘણાના જીવનમાં શરીરના રૂપરંગનુ મહત્વ ખૂબજ હોય, તો ઘણાને પૈસાનો મોહ વધારે હોય.ચામડીના રંગ ને લીધે જે લગ્ન જીવન તૂટે તો એ એક ખોટી જ વિચારધારા કહેવાય, એવુ હુ માનુ છુ છતા...આવુ બને છે. અને આવું બનતા આપણે રોકી પણ શકતા નથી. દરેક ધર્મ, જાતિના રિત રિવાજ અલગ અલગ હોય છે .અમુક રિવાજો એ તો રિવાજ ના નામે સમાજ અને સમાજના લોકો પર ભાર રૂપ બની ગયા હોય છતા ...Read More

2

શ્યામ રંગ....લગ્ન ભંગ....2

સમયના વહેણ સાથે બાળપણ પણ બદલાતુ જાય ને બાળપણની આ મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. સમયની સાથે બન્ને મોટા જાય તેમ તેમ એકબીજા પ્રત્યે ની અજાણી લાગણી પણ વધતી ગઈ.બન્ને સાથે જ સ્કૂલે જાય, ક્લાસના લગભગ બધા વિદ્યાર્થીઓ અનંત અને આરાધના ની મિત્રતા વિશે જાણે.અને બન્નેની મિત્રતાના ઊદાહરણ આપે. હા, ઘણા વાવાઝોડા જેવા વિદ્યાર્થીઓ એ બન્ને ની મિત્રતામાં ફૂટ પાડવાની ,ઝઘડા ઊભા કરવાની ખૂબ કોશીશ કરેલી પણ અનંત અને આરાધનાની મિત્રતામાં એક જરા સરખી પણ તિરાડ પાડી શક્યુ નહી, ઊલ્ટુ તેમની મિત્રતા તરફ વધારે જ સજાગ રહેવા લાગ્યા. બસ,આમ જ સ્કૂલ થી બન્ને જ્યારે ચાલતા ચાલતા સ્કૂલ પાછા આવતા ...Read More

3

શ્યામ રંગ....લગ્ન ભંગ....3

અનંત અને આરાધના યુવાની ના ઉંબરે અને ઉંમરે ઉભા બે યુવાન મિત્રો છે.બાળપણની કિલકારીમાં સાથે ઊછરેલુ બાળપણ હવે મુગ્ધ લાગ્યુ છે.એકસાથે મોટા થયેલા એ બન્ને યુવાન મિત્રો હવે, યુવા વસંતનો બગીચો એટલે કોલેજમાં સાથેજ એડમિશન લે છે.રંગબેરંગી સપના હૈયામાં ભરી પોતાની જાતને શોધમાં નિકળેલા અનેક યુવાનોની સાથે અનંત અને આરાધના પણ રોજ સવારે કલરફૂલ ફૂલોનો બગીચો એટલે કે કોલેજ પહોચી જાય છે.બન્ને નો કોલેજનો પહેલો દિવસ કેવો હશે વિચારી જુઓ તો! બન્ને સ્કૂલ સાથે જતા તો કોલેજના પહેલા દિવસે પણ સાથે જ હશે ને. હા, બન્ને આ 'વસંત વિલા' સોરી, કોલેજના પહેલા દિવસે ...Read More

4

શ્યામ રંગ....લગ્ન ભંગ....4

અનંત અને આરાધના એકબીજાના નાનપણથી જ પાક્કા મિત્રો.હવે, બન્ને ને એકબીજાની પસંદ,નાપસંદ ની ખબર છે.આરાધના ખૂબ સમજુ ,ડાહ્રયી છોકરી ઉંમર માં જ સંબંધોની કદર અને કિંમત કરતી આરાધનાનુ અનુમાન લગભગ સાચુ જ હોય કે અનંત આ પરિસ્થિતિમાં હોય તો શું વિચારે અને શું નિર્ણય લે.અને આવુ જ અનંત આરાધના માટે સમજી શકે.અનંત હંમેશા કહ્યા કરે કે આરાધના તારા જેવી મારી મિત્ર મારી સાથે હોય તે મારા માટે ખરેખર ગવૅની વાત છે.બે વિજાતીય મિત્રો જ એકબીજાને સારી રીતે સમજી શકે.આરાધના આ વાત માની પણ જતી.કોલેજના વર્ષૉ પણ ધીમે ધીમે વિતતા જાય.કોલેજ સમયમાં થયેલો પ્રેમ લગભગ કોલેજ પૂરી થતા થતા પૂરો ...Read More

5

શ્યામ રંગ....લગ્ન ભંગ....5

ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત તો દરેક દિવસ છેલ્લો દિવસ હોય એ રીતે આ દિવસો આનંદ લે.દરેક દિવસ ને દિલથી જીવે,મનમા ભરીને નહીં.આરાધના એ પણ હવે તો પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી દીધી છે.ગમતી પ્રવૃત્તિઓ માં જોડાતા ક્યારેક ક્યારેક થોડુ થોડુ હસ્યા કરે.ખરેખર, આરાધનાનો હસતો ચહેરો જાણે પૂનમના ચાંદ જવો ચળકતો અને શીતળતા આપતો હોય તેવો લાગે.આરાધનાને નાનપણમાં ગાયન અને વાદન નો ખૂબ શોખ હતો પણ ભણવામાં ધ્યાન દેવાના ચક્કરમાં છોડી દીધેલુ.અનંતના સાથથી આરાધનાએ ફરી સંગીત ને હાથ અડાડ્યો હતો.સંગીત માણસના મન અને આત્મા માટે એક દવાની જેમ કામ કરે છે એ વાત આરાધનાની ...Read More

6

શ્યામ રંગ....લગ્ન ભંગ....6

લગભગ આઠેક દિવસ થઇ ગયા ,અનંત અને આરાધના વચ્ચે કોઈ જ વાતચીત થઈ નથી. નાનપણની મિત્રતામાં કોઈ દિવસ એવો આવ્યો કે અનંત અને આરાધનાની નારાજગી આટલી લાંબી ચાલી હોય.બન્ને ઝધડતા, ખૂબ ઝધડતા, પરંતુ સાંજ થતા થતા આ અબોલા કે ઝધડો ક્યાંયહવામાં ઓગળી જતો બન્ને એકબીજાને મનાવી જ લેતા અને ફરીથી પાક્કા મિત્રો બની જતા.તેમની યુવાન મિત્રતા પર આજુબાજુના લોકો શું કહેશે કે શું વિચારશે તેની આ બન્ને મિત્રોને કોઈજ પરવાહ ન હતી, પરવાહ હતી તો એકબીજાની ખુશીની.સાથે હસવુ.. સાથે રડવુ...અને સાથેજ દરેક મુશ્કેલી માંથી બહાર આવવુ.હવે, તમે જ કહો શુધ્ધ અને પક્કી મિત્રતાનુ આનાથી રુડૂ બીજુ ક્યુ રૂપ હોય ...Read More

7

શ્યામ રંગ....લગ્ન ભંગ....7

અનંત તેની મિત્રના આવા વતૅન અને વ્યવહાર થી ખૂબ અચંભીત અને ઉદાસ થઈ ગયો હતો.તેને આરાધના પર ગુસ્સા કરતા વધારે થઇ રહી હતી.આ ઉદાસીમાં અનંતને તેની મિત્ર આરાધનાની કમી વર્તાઈ રહી છે. હા, બન્ને નાના હતા ત્યારે તો રોજ છત પરથી તારલા અને ચાંદા સાથે વાતો કરતા,હવે એ જ બન્ને મિત્રોની મિત્રતાને ગ્રહણ લાગી ગયુ હતુ. અનંત જ્યારે છત પર જઈ ત્યાથી આકાશમાં તારલાઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે અનંતને તેની નાનપણની સૌથી પાક્કી દોસ્ત ની યાદ આવી રહી હતી. જ્યા તે બન્ને સાથે બેસીને તારલાઓ ગણતા અને ચાંદામાં દેખાતી પેલી ડોશી અને બકરીની વાતો કરતા. ...Read More

8

શ્યામ રંગ....લગ્ન ભંગ....8

ખુલ્લા આકાશ સામે જોઈ અનંતના આંખમા આંસુ શા માટે આવ્યા તે લાગણી તો કદાચ તે પોતે પણ સમજી શકતો હતો.આવો અહેસાસ તે કદાચ પહેલીવાર જ મહેસુસ કરી રહ્યો હતો. પરંતુ આ આંસુ અનંતના પપ્પાની નજરથી છૂપા રહી શક્યા નહી. બેટા, અનંત શું થયુ છે દિકરા? અત્ત્યારે તુ રડી રહ્યો હતો? ના પપ્પા એવી કોઈ વાત નથીતુ ભલે ને ના પાડે,પણ તારી આ આંખની ભીનાશ મનેકહી રહી છે કે કઈક તો બન્યુ છે.આમ,તો મને અંદાજ તો છે જ.પણ તુ ખુલીને મારી સાથે વાત કરીશ એ મને વધુ ગમશે.અરે, ના પપ્પા શું તમે ...Read More