પ્રેમની એ રાત.

(15)
  • 12.5k
  • 0
  • 7.5k

તારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને આખા દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને પોતાના પપ્પા નાં મિત્રો તથા સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાં નાણાં લઇ ને શહેર નાં એક પોશ વિસ્તાર નાં ફૂટપાથ પર આ શિયાળા ની કડકડતી ઠંડી માં બાજરી નાં રોટલા અને ડુંગરીયું ની લારી ચાલુ કરી.જેનું મુર્હત તેને તેની મમ્મી નાં કહેવાથી 22 મી જાન્યુઆરી, 2024 રાખ્યું.

Full Novel

1

પ્રેમની એ રાત - ભાગ 1

પહેલો ઓર્ડરતારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને ...Read More

2

પ્રેમની એ રાત - ભાગ 2

પહેલી મુલાકાત"અરે વાહ, આ બાજરી નાં રોટલા અને ડુંગરીયા નાં શાક નો ટેસ્ટ જોરદાર છે. હો.."મહેમાનો સાથે બપોર નું લેતા લેતા રમેશભાઈ બોલ્યા."હા, હો બાકી દેશી એ દેશી બાકી આવી મજા આ બર્ગર કે પછી ચાઈનીઝ માં પણ જોવા નાં મળે! બાજરી નો રોટલો, ડુંગરિયું, આથેલા મરચા, લીલા લસણ ની ચટણી અને સાથે સાથ આપતી એવી આ ઠંડી ની મોસમ... જલસો પડી ગયો બાકી" રમેશભાઈ ની વાત ને ટેકો આપતા બીજા આવેલા મહેમાન બોલ્યા.ત્રિસેક જેટલાં મહેમાનો પોશ વિસ્તાર માં જાનવી નાં હાથ નાં બાજરી નાં રોટલા અને શાક નો આનંદ માણી રહ્યા છે. સાથે જાનવી નાં રસોઈ નાં પણ ...Read More

3

પ્રેમની એ રાત - ભાગ 3

તીખી - મીઠી વાતોશિયાળા ની રાત પૂરજોશ માં જામી રહી છે. ઠંડા પવનો શરીર ને સ્પર્શી ને અઢારે અંગ રહ્યા છે. શિયાળા ની ઓસ જાણે લોકો સાથે મોજ કરી રહી છે. આવી કડકડતી ઠંડી માં પોશ વિસ્તાર માં રાતે 10:30 વાગ્યાં આસપાસ લોકો ની અવરજવર એકદમ ઘટી ગયી છે. કુતરાઓ નાં ભસવાનો અવાજ સ્પષ્ટ સંભરાહી રહ્યો છે.તેવા માં જાનવી અને ચિન્ટુ સવાર નો ઓર્ડર પૂરો કરી. બપોર પછી ફૂટપાથ પર પોતાની લારી ચાલુ કરી ને પોતાને કામે લાગી ગયા છે. આજે જાણે જાનવી નું નસીબ સોના નું અંગરખું પહેરી ને જાનવી ને લાડ લડાવવા આવ્યું હોય તેમ તેની લારી ...Read More

4

પ્રેમની એ રાત - ભાગ 4

સરપ્રાઈઝ"'અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ' નામની ફૂડ કોર્ટ વેન જોઈને જાનવી ની આંખો પહોળી થઈ જાય છે.પોતાની લારી તેને ક્યાંય દેખાતી નથી અને તેની જગ્યાએ આ 'અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ' નામ ની વેન જોઈ ને જાનવી ના ધબકારા વધી જાય છે. જાનવી ઉતાવળે પગલે તે અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ ની વેન ની નજીક જઈ, તેમાં બધો સામાન ગોઠવી રહેલા વ્યક્તિ ઉપર ત્રાટકે છે."એ મિસ્ટર, તમને અહીંયા મારી લારી હટાવી ને પોતાની આ ફૂડ કોર્ટ વેન મુકવાની પરમિશન કોને આપી??તમારી આ ફૂડ કોર્ટ અત્યારે હાલ જ હટાવી લો નહિતર હું..."જાનવી આગળ કંઈ બોલે તે પહેલા જ તે વ્યક્તિ જાનવી તરફ જોવે ...Read More

5

પ્રેમની એ રાત - ભાગ 5

સવાલ - જવાબશીતલહેર ની ઠંડીગાર એ રાત માં જાનવી અને કેવિન કાંકરિયા તળાવ ની પાળે આકાશ માં ઉગેલા ચાંદ પોતાનું ભવિષ્ય કોતરી ર હ્યા છે."તમને મારો નંબર ક્યાંથી મળ્યો??"જાનવી કેવિન ને અચાનક સવાલ પૂછે છે."જ્યાંથી મળ્યો ત્યાંથી મળ્યો, શાંતિથી આ ચાંદ ને નિહાર ને, કેટલો મસ્ત છે. તારા જેવો"કેવિન જાનવી નો સવાલ મસ્તી માં લઇ તેનો જવાબ આપે છે."હું મસ્તી નાં મૂડ માં નથી"જાનવી નાં સવાલ માં આગ નાં તણખા જરતા દેખાય છે.કેવિન જાનવી નાં સવાલ ને પારખી લે છે."કેમ આમ અચાનક...""અચાનક જ પૂછું છું એનો જવાબ આપ.""તારો નંબર તારા ફેસબુક એકાઉન્ટ પર થી મળ્યો""સાચું કહે છે??""કેમ વિશ્વાસ નથી??"જાનવી ...Read More

6

પ્રેમની એ રાત - ભાગ 6

વેલેન્ટાઈ ડેઆખું અમદાવાદ શિયાળા ની ઠંડી માં ઠરી રહ્યું છે. ત્યારે સાબરમતી નદી નાં કિનારા પર ની એક હોટેલ વેલેન્ટાઈ ડે ની તૈયાર ચાલી રહી છે. તેમાં લાલ ફુગ્ગા, લાલ રીબીન અને લાલ ઝબકારા મારતી લાઈટો વાતાવરણ ને યુગલો માટે પ્રેમભર્યું બનાવી રહી છે.પ્રેમભર્યા વાગતા હિન્દી ગીતો યુગલો માં આ શિયાળા ની ઓસ સામે તેમના માં ઉર્જા ભરવાનું કામ કરી રહ્યા છે.જાનવી અને કેવિન આજ ની આ પ્રેમનગરી માં હાજર છે. જાનવી પોતાના પહેલા વેલેન્ટાઈ ડે ને પોતાની આંખોમાં કોતરી કોતરી ને ભરી રહી છે. ત્યાં કેવીને જાનવી માટે કરેલું સ્પેશ્યિલ આયોજન જોઈને દંગ રહી જાય છે."આ બધું શું ...Read More

7

પ્રેમની એ રાત - ભાગ 7

વિરોધકેવિન કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યો છે."ગમેં તે થાય એ નંબર કોનો છે જેને જાનવી મમ્મી ને કોલ કર્યો હતો.તે વ્યક્તિ વિશેની બધી ડિટેઈલ્સ મારે જોઈએ."સામે છેડે થી ફોન ક્ટ થાય છે.ત્યાં જ પાછળ થી અવાજ આવે છે."એ માણસ ને ના કહી દે કે તે નંબર ની માહિતી મેળવવા ખોટી મહેનત ના કરે, કેમ કે એ ફોન મેં જ કરાવ્યો હતો."કેવિન નાં પપ્પા ગંભીર અવાજ માં કેવિન સામે જોઈ ને કહે છે.કેવિન થોડીવાર માટે ચૂપ થઈ જાય છે. તેને બોલવું છે પણ બોલી નથી શકતો."પ... પ.. પ...પ્પા તમે કોલ કરાવ્યો હતો પણ કેમ??""છેલ્લા ઘણા દિવસો ...Read More

8

પ્રેમની એ રાત - ભાગ 8

મૂંઝવણ"શું વાત છે કેમ આમ ચુપચાપ બેઠો છે. કંઈ બોલતો નથી?? કંઈક તો બોલ મારા રાજા!"જાનવી કેવિન નાં મોઢામાં શબ્દો સાંભળવા મથામણ કરી રહી છે.કેવિન નાં ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે.તેની આંખોમાં જાનવી પ્રત્યેય નો પ્રેમ છલકાઈ રહ્યો છે."તું મારી સાથે ખુશ છે??""હા બહુ જ ખુશ છું???""તને મારાં કરતા કોઈ હેન્ડસમ કે રૂપિયાવાળો છોકરો મળી જાય તો તું શું કરે???"જાનવી કેવિન નો આમ અચાનક સવાલ સાંભળી ને વિચાર માં પડી જાય છે."કેમ આવા પાગલો જેવા સવાલ પૂછે છે???""પૂછું એનો જવાબ આપ""તારા કરતા રૂપિયાવાળો કે હેન્ડસમ છોકરો મળે તો...તો હું એને કહી દઉં કે ઓ ભાઈ મારો કેવિન ...Read More

9

પ્રેમની એ રાત - ભાગ 9

સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિંકી ને જોઈને ભેટી પડે છે.બન્ને બહેનપણીઓ ઘણા ટાઈમ મળી છે."બીજી બધી વાત છોડ અને જલ્દી થી તૈયાર થઈ જા. તારી માટે એક સરપ્રાઈઝ છે.""મારાં માટે સરપ્રાઈઝ!!કંઈ બાબત ની સરપ્રાઈઝ??"જાનવી ચિંકી પર સવાલો નો વરસાદ વરસાવે છે. જાનવી વિચારવા લાગે છે કે મારો બર્થડે નથી કે નથી બીજું કંઈ તો પછી આમ અચાનક આ સરપ્રાઈઝ કંઈ વાત ની??"તું સરપ્રાઈઝ શેની, કોની, કંઈ બાબત ની એ બધું વિચારવાનુ બંધ કર અને જલ્દી થી તૈયારી થઈ જા."જાનવી તૈયાર થઈ ને ચિંકી સાથે તેની મોંઘી કાર માં બેસે છે. ચિંકી જાનવી ની ...Read More

10

પ્રેમની એ રાત - ભાગ 10 (છેલ્લો ભાગ)

પ્રેમની એ રાત"બેટા હું તારા બાપ ને ઓળખું છું. એને એની જિંદગી માં રૂપિયાને કારણે પડેલી અગવડતા બહુ જોઈ એટલે તે રૂપિયા પાછળ આંધળો થઈને ભાગે છે. પણ એક દિવસ તેને પણ ભાન થઈ જશે કે રૂપિયા તો આજ છે ને કાલ નહિ. સાચી મૂડી તો માણસાઈ ની છે. પણ તમે બન્ને ચિંતા ના કરતા. કોઈ પણ જરૂરિયાત હોય તો ફોન કરી દેજો."કેવિન નાં દાદા જાનવી અને કેવિન ને સમજ્ણ આપી રહ્યા છે."હા બેટા, તારા દાદા ની વાત સાચી છે. તારા પપ્પાનો ગુસ્સો આમ તો બહુ છે. પણ એમને પોતે જે દુઃખ વેઠ્યું છે. તે પોતાના પરિવાર ને વેઠવું ...Read More