મારા જીવનના અનુભવો

(1)
  • 468
  • 0
  • 136

જય માતાજી મહાનુભાવો વડીલો સ્નેહી મિત્ર જનો હું પરમાર ક્રિપાલસિંહ આજે તા. 9-10-24 સમય 7:30 આશો નવરાત્રિના સાતમા દિવસે. આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવો વિશે હું કોઈ લેખક નથી પણ મન ની વ્યથા વ્યક્ત કરું છું. હું પહેલા આવો નહોતો ક્યાંક મને આવો બનાવવામાં આવ્યો છે. કોણે બનાવ્યો હશે! એક વિચાર એવો પણ આવે મારે પારબ્ધ ના કર્મ? કંઈક રહસ્ય તો છે મારા કંઈક કર્મ યોગ બાકી હશે પારબ્ધ નો કંઈક હજી ખેલ બાકી છે કંઈક ખેલી નાખ્યાં પણ એ રમાડનાર જોનાર ને હું ગમું એવો મારો પ્રયત્ન અને એક લક્ષ્ય છે જીવનનું. ખરેખર ઘણું સમજ્યા પછી ઘણું દુઃખ થતું હોય છે એના કરતા અજ્ઞાની અને અજ્ઞાત રહેવું સારું બાળક બની રહેવું ઉતમ પણ સમજ્યાં પછી જીવવું રહેવું અને સહેવું સરળ નથી હોતું.

1

મારા જીવનના અનુભવો - 1

ધનવાન ને ધન હણાય જવાનો ભય હોય છે. જ્યારે ચારિત્ર્યવાન ને લાંછન લાગવાનો ભય હોય છે. બળવાન ને શત્રુ ભય હોય છે. ભણેલાને બિજાઓ સાથે વાદનો ભય હોય છે. ગુણવાન ને નઠારાઓનો ભય હોય છે. રુપવાન ને ઘરડા થવાનો ભય હોય છે. અને શરીર ને અંતે મૃત્યુ નો ભય હોય છે. વૈરાગ્ય જ નિર્ભય છે અને નિર્ભય બનાવે છે. ...Read More