મારા જીવનના અનુભવો

(7)
  • 7k
  • 0
  • 2.9k

જય માતાજી મહાનુભાવો વડીલો સ્નેહી મિત્ર જનો હું પરમાર ક્રિપાલસિંહ આજે તા. 9-10-24 સમય 7:30 આશો નવરાત્રિના સાતમા દિવસે. આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવો વિશે હું કોઈ લેખક નથી પણ મન ની વ્યથા વ્યક્ત કરું છું. હું પહેલા આવો નહોતો ક્યાંક મને આવો બનાવવામાં આવ્યો છે. કોણે બનાવ્યો હશે! એક વિચાર એવો પણ આવે મારે પારબ્ધ ના કર્મ? કંઈક રહસ્ય તો છે મારા કંઈક કર્મ યોગ બાકી હશે પારબ્ધ નો કંઈક હજી ખેલ બાકી છે કંઈક ખેલી નાખ્યાં પણ એ રમાડનાર જોનાર ને હું ગમું એવો મારો પ્રયત્ન અને એક લક્ષ્ય છે જીવનનું. ખરેખર ઘણું સમજ્યા પછી ઘણું દુઃખ થતું હોય છે એના કરતા અજ્ઞાની અને અજ્ઞાત રહેવું સારું બાળક બની રહેવું ઉતમ પણ સમજ્યાં પછી જીવવું રહેવું અને સહેવું સરળ નથી હોતું.

Full Novel

1

મારા જીવનના અનુભવો - 1

ધનવાન ને ધન હણાય જવાનો ભય હોય છે. જ્યારે ચારિત્ર્યવાન ને લાંછન લાગવાનો ભય હોય છે. બળવાન ને શત્રુ ભય હોય છે. ભણેલાને બિજાઓ સાથે વાદનો ભય હોય છે. ગુણવાન ને નઠારાઓનો ભય હોય છે. રુપવાન ને ઘરડા થવાનો ભય હોય છે. અને શરીર ને અંતે મૃત્યુ નો ભય હોય છે. વૈરાગ્ય જ નિર્ભય છે અને નિર્ભય બનાવે છે. ...Read More

2

મારા જીવનના અનુભવો - 2

જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધાય થી અલગ છું એ પણ મારા ભ્રંમ છે. ઘણા બધા વિદ્વનો સાથે એવા મહાપરુષ સાથે બેસવાનું થયું ત્યારે મારું જ્ઞાન કંઈ નથી માત્ર મનની ભ્રમણા અને મુરખતા છે. અને વિદ્રાન પુરુષો સારા વસ્ત્રો આભૂષણો માં નથી હોતા. પહેલી સ્થિતિમાં આપણને દરીદ્ર સાધારણ માનવ જણાય પણ કંઈક એના ઊડાણ માં એવું તત્વ સમાયેલું છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતાં. એટલે એવા ઘણા મહાપુરુષો સાથે મળ્યો ઘડીભર બેઠો નામ ની ખબર નથી. પણ એવા શબ્દો એવું જ્ઞાન આજે પણ ગુંજ્યા કરે છે મારા ચિત માં અને ...Read More

3

મારા જીવનના અનુભવો - 3

મારા અનુભવો ભાગ _3 જય માતાજી તા. 11_10_24 જે જેવું છે. તે તેવું નથી હોતું માણસ જેવો બહાર દેખાય તેવો તે અંદર હોતો નથી. જીવન એટલું નિમ્ન કક્ષાનું બની ગયું છે. અન્ય થી હું કેમ અલગ લાગું. પોતાની હેસિયત ના હોવા છતા લાયકાત વિના પણ અન્યથી સારુ દેખાડવાના સતત પ્રયાસ કરતો હોય છે. અને સપના જોતો હોય છે. ઉચ્ચા પરિશ્રમ નથી કરવો. હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા ...Read More

4

મારા જીવનના અનુભવો - 4

આનંદ કહે પરમાનંદા માણશે માણશે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબીયાના તેર.... ૧૪_૧૦_૨૪ સમય ૮.૧૧ જય અનુભવ પ્રમાણે ઘણીવાર આપણે ક્યાંક બેઠા હોય પછી ક્યાંક અચાનક કોઈક વ્યક્તિ નો સંપર્ક માં આવે તો પહેલી મુલાકાત હોય. આંખ ની ઓળખાણ ના હોય. પણ અચાનક દુકાને બસ માં ક્યાંક રસ્તા માં કોઈ ને કોઈ જગ્યાએ નિમિત્તે મુલાકાત થઈ જાય. પણ પહેલા દુહો કહ્યો એમ એક પાસે બેસે ના પોહાય અને બિજો લાખો દેતા ના મળે. એમ ઈ કંઈક પરભવ ની લેણદેણ થકી રુણાબંધન થી આપણા સંપર્ક માં આવે અચાનક કોઈ કોઈ ના સંપક માં નથી આવતું મારુ એવું ...Read More