પ્રેમ થાય કે કરાય?

(6)
  • 3.3k
  • 0
  • 1.6k

"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન સુધી પહોંચે છે. રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે. "મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે.

1

પ્રેમ થાય કે કરાય? ભાગ - 1

વેકેશન"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન પહોંચે છે.રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે."મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે."એક તો આને કેટલી વાર કીધું કે મારું નામ મનુ નહિ માનવી છે માનવી... ખબર જ નથી પડતી." માનવી ...Read More

2

પ્રેમ થાય કે કરાય? ભાગ - 2

કંકોત્રીમાનવી ઘરનો દરવાજો ખોલે તો સામે તેના જાની દુશ્મન એવા ચંપાબેન ઉભા હતાં. ચંપાબેન પહેલા માનવીના પાડોશી હતાં. તેમના જેમ તે પણ બધાની ચાપલુસી કરતા રહેતા હતાં. તેમના મોટા દીકરાને સારા પગારની નોકરી મળતા તેઓ ઘર ખાલી કરીને બીજા સારા એરિયામાં રહેવા જતા રહ્યા હતાં. તેમના ગયાં પછી તો આખી સોસાયટીમાં શાંતિ ફેલાઈ ગયી હતી. ખબર નહિ આજે બપોરે અમારે ઘરે કેમ પધાર્યા હતાં?"મનુ... તું તો મોટી થઈ ગયી બેટા" ચંપાબેન માનવીના ગાલ પર હાથ ફેરવવા લાગે છે."મારું નામ મનુ નહિ માનવી છે." માનવી મોઢું બગાડી પોતાના રૂમમાં જઈને ફોન લઈને બેસી જાય છે."કોણ છે બેટા?" રસોડામાંથી નીતાબેન બહાર ...Read More

3

પ્રેમ થાય કે કરાય? ભાગ - 3

વિચાર મમ્મી આજે ખબર નહિ કેમ રસોડાનું દરેક કામ ઝડપથી પૂરું કરવાની લ્હાયમાં દેખાઈ રહી છે. બટેટા પર આજે એ રીતે ફરી રહ્યું છે જાણે બટેટાએ કરેલા કોઈ ગુનાની સજા મમ્મી આપી રહી હોય. કાલ ચંપાબેને કરેલી વાત મમ્મીના મગજમાં વિચારોનાં વંટોળ સ્વરૂપે ફરી રહી છે."ચંપાબેન ભલે ગમે તેવા હોય પણ એમની વાત તો સાચી હતી. આજકાલની છોકરીઓ આખો દિવસ ફોનમાં જ ચોટેલી હોય છે. શું મારી મનુ પણ છોકરાઓ સાથે..." સમારેલા બટેટા તપેલીમાં નાખી વઘાર કરવા મરચું, મીઠુ સાથે બીજો મસાલો ભભરાવી ગેસ ધીમો કરે છે."મમ્મી..." માનવી આજે વહેલી ઉઠીને રસોડામાં આવેલી જોઈને નીતાબેનની આંખો પહોળી થઈ જાય ...Read More

4

પ્રેમ થાય કે કરાય? ભાગ - 4

નોકરીસુરત :ઘરનાં ડોરબેલનો અવાજ રસોડામાં કામ કરતા શોભનાબેનનાં કાન સુધી પહોંચતા તેઓ જઈને દરવાજો ખોલે છે."મમ્મી... હૂ.... હૂ..." દરવાજામાં કેવિન તેની મમ્મીને ભેટીને બુમ પાડવા લાગે છે."અરે... શું થયું? પણ..." કેવિન તેની મમ્મીનો હાથ પકડી તેને ઝડપથી સોફા પર બેસાડીને પોતાની બેગમાંથી પેડાંનાં બોક્સમાંથી પેડો લઈ તેની મમ્મીનાં મોઢામાં મૂકે છે."શે.. નાં...છે. આ પેડાં" શોભનાબેન પેડો ખાતા ખાતા બોલે છે."અરે મમ્મી અમદાવાદની એક આઈટી કંપનીમાં મારું સિલેકશન થઈ ગયું છે. મારો સ્ટાર્ટિંગ પગાર 25 હજાર છે." કેવિને સુરતની ખાનગી કોલેજમાં I. T નો અભ્યાસ પૂર્ણ કરી. કોલેજ કેમ્પસમાં આવેલી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે છે. જેમાં તેનું સારા પગાર સાથે સિલેકશન ...Read More