પ્રેમતૃષ્ણા

(63)
  • 23.5k
  • 0
  • 13.6k

“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા . અહીં ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી . ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી . “ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી . “ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને .... “

1

પ્રેમતૃષ્ણા - ભાગ 1

“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી .ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી .“ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી .“ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ” ...Read More

2

પ્રેમતૃષ્ણા - ભાગ 2

ખુશી આ બધા વિચારો માં જ હતી ત્યાં અચાનક ....“ ચાલો ખુશી મેડમ આપણે કોલેજ પહોંચી ગયા “ ભૂમિ ને બ્રેક મારતા બોલી .ખુશી એ થોડી આજુ બાજુ માં નજર કરી તો ત્યાં ઉપર શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ નું બોર્ડ મારેલું હતું .“ હાશ ....... કોલેજ તો પહોંચી ગયા “ ખુશી એ સ્કૂટર પર જ હાશકારો લીધો .“ હા , હાશકારો પછી લેજો ખુશી મેડમ “ ભૂમિ બોલી .“ હા , એક કામ કર તું આ સ્કૂટર અહી પાર્કિંગ એરિયા છે આગળ ની બાજુ ત્યાં પાર્ક કરી દે “ ખુશી એ પાર્કિંગ એરિયા તરફ ભૂમિ ને ઈશારો ...Read More

3

પ્રેમતૃષ્ણા - ભાગ 4

ભૂમિ અને ખુશી બંને પોતાની હોસ્ટેલ પર પહોંચ્યા .ભૂમિ તો થાકી ને બેડ પર પડી જ ગઈ . ખુશી બુક્સ સરખી કરતાં કરતાં ભૂમિ ને જોઈ રહી .“ ભૂમિ તને ખબર છે હુ પણ જ્યારે અહી આવી ત્યારે હુ પણ એક દમ તારા જેવી જ હતી પછી આ કોલેજ માં બધા નિયમ અને ..... “ ખુશી બોલીત્યાં વચ્ચે ભૂમિ તેને અટકાવતા બોલી“ હા હા સાંભળ્યું મે કે તમારી કોલેજ કેટલી કડક છે ને બધું ““ ભૂમિ તું એક તો વચ્ચે વાત કાપવાની તારી આદત થોડી સુધાર અને “ ખુશી બોલી“ અરે પણ એ મારો સ્વભાવ જ છે પેહલે થી ...Read More

4

પ્રેમતૃષ્ણા - ભાગ 5

ભૂમિ અને ખુશી બંને ક્લાસ રૂમ ની બહાર નીકળી ગયા .“ ખુશી આમ ઉદાસ ના થા બાબા , ચાલ્યા આપણે એવું હશે તો લેક્ચર પૂરો થાશે એટલે સર જોડે વાત કરી લેશું બસ “ ભૂમિ બોલી .“ ચાલે હવે “ ખુશી થોડી સ્વસ્થ થતાં બોલી .“ આમ થોડું ચાલે કાઈ . ચાલુ લેક્ચર માં અધવચ્ચે થી આમ કોણ ક્લાસરૂમ ની બહાર કાઢી મૂકે એ પણ વગર વાત નું “ ભૂમિ થોડા ગુસ્સા માં બોલી રહી .“ જવા દેને “ ખુશી થોડા કમને બોલી .ભૂમિ કઈક બોલવા ગઈ ત્યાં તેણે ખુશી નો ઉદાસ ચેહરો જોયો તેને લાગ્યું કે હાલ કાઈ ...Read More

5

પ્રેમતૃષ્ણા - ભાગ 3

“ ભૂમિ અહી તો ..... કોઈ જ ... “ ખુશી લેબ ની અંદર નુ દૃશ્ય જોતાં બોલી .“ અહી કોઈ જ નથી ખુશી ..... શું તું પણ ઉતાવળ કરતી હતી “ ભૂમિ બોલી ઉઠી .“ અરે હા મારી માં એ તો મને પણ દેખાય છે કે અહી તો કોઈ નથી “ ખુશી એ પ્રત્યુતર આપ્યો .“ લેબ ના સાધનો અને કેસ પેપર સિવાય તો અહી કોઈ કાળો કાગડો પણ ફરકતો નથી ઉપર થી તે સવાર સવાર માં ઉઠી ને ચાલુ કર્યું કે ડો . મલ્હોત્રા ની લેબ છે આમ છે તેમ છે “ ભૂમિ લેબ નું નિરીક્ષણ કરતા કરતા ...Read More

6

પ્રેમતૃષ્ણા - ભાગ 6

આ બધુ સાંભળી ને અરવિંદ ભાઈ ખુરશી પરથી ઉભા થઇ ગયા .“ ચાલ બેટા ભૂમિ , હવે તો તારા મેડીકા ના હેડ ડો. મલ્હોત્રા જ જવાબ આપશે “" પિયુન જા , આમને ડો. મલ્હોત્રા ના કેબિન માં લઈ જા “ પ્રિન્સિપાલ એ પિયુન ને સૂચના આપી .“ જી સર “ પિયુન એ જવાબ આપી અરવિંદ ભાઈ અને ભૂમિ ને હાથ થી ઈશારો કર્યો પોતાની પાછળ આવવાનોઅરવિંદ ભાઈ ભૂમિ નો હાથ પકડી ને તેને લઈ જઈ રહ્યાઆમ ખુશી પણ ભૂમિ ની પાછળ જવા માંડી ત્યાં જ“ મિસ ખુશી ચંદ્રકાંત ત્રિવેદી “ પ્રિન્સિપાલ એ પાછળ થી અવાજ આપ્યો“ જી સર “ ...Read More

7

પ્રેમતૃષ્ણા - ભાગ 7

“ ભૂમિ બેટા ... મને તારા થી આ ઉમ્મીદ ... “ અરવિંદ ભાઈ બોલી રહ્યા .“ પપ્પા ..... પ્લીઝ “ ભૂમિ રડતા રડતા બોલી રહી .“ તમારું આ બધો વિલાપ પ્રકરણ ઘરે જઈ ને કરજો અને અરવિંદ ભાઈ “ ડો મલ્હોત્રા બોલ્યા .“ હા સર “ અરવિંદ ભાઈ બોલ્યા .“ તમે પોતે એક શિક્ષક છો તો થોડું સમજાવો તમારી દીકરી ને કે આ કોઈ ચિલા ચાલુ મેડિકલ કોલેજ નથી ગુજરાત ની વન ઓફ ધ બેસ્ટ મેડિકલ કોલેજ છે હોમિયોપથી માટે અને આમાં આવા અલ્હડ પણા કે આવી ગેરશિસ્ત શોભે નહિ . આવું અને આવુ જ જૉ તમારી દીકરી નું ...Read More

8

પ્રેમતૃષ્ણા - ભાગ 8

ખુશી અને આનંદી ભૂમિ ને રડતા જોઈ રહ્યા .અચાનક થી ઊભી થઈ ત્યાં થી ચાલ્યી ગઈભૂમિ પ્રિન્સીપાલ ના કેબિન દરવાજે ઊભી રહી ..“ શૂ હુ અંદર આવી શકું સર “ ભૂમિ બોલી .“ હા આવો “ પ્રિન્સિપાલ બોલ્યા .ભૂમિ એ ત્યાં જઈને જોયું તો પ્રિન્સીપાલ અને અરવિન્દ ભાઈ ની સાથે સાથે ડો. મલ્હોત્રા પણ બેઠા હતા“ સર તમારી પરવાનગી હોઇ તો મારે પ્રિન્સીપાલ સર અને તમારા બધા ની હાજરી માં કઈક વાત કહેવી છે “ ભૂમિ ડો.મલ્હોત્રા તરફ જોતા જોતા બોલી .“ શું વાત કહેવી છે “ પ્રિન્સીપાલ એ પૂછ્યું .“ મારે આ બાબતે કઈક વાત કરવી છે “ ...Read More

9

પ્રેમતૃષ્ણા - ભાગ 9

અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવની બેસી ને લેપટોપ ખોલ્યું .“ પાસવર્ડ ... અમ........ અવની લેપટોપ ના કી બોર્ડ પર આંગળીઓ નો મારો ચલાવતા બબડી રહી .ભૂમિ શાંતિ થી જોઈ રહી .અવની એ લેપટોપ લીધું અને ડો . મલ્હોત્રા ને પાસવર્ડ શું છે એ પૂછ્યા વગર જ પાસવર્ડ નાખી અને લેપટોપ ઓન પણ કરી દીધું .ભૂમિ એ આ બધુ જ જોયું અને થોડી વિચાર માં પડી ગઈ કે આ લેપટોપ ડો. મલ્હોત્રા નું છે અને આ લેપટોપ માં પૂરા કોલેજ ના મટેરિઆ મેડીકા ના વિભાગ ની માહિતી છે જેના હેડ ડો . મલ્હોત્રા પોતે ...Read More

10

પ્રેમતૃષ્ણા - ભાગ 10

“ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છોકરી ડો.મલ્હોત્રા ના સાથે બેસી લેપટોપ મા કામ કરી રહી હતી “ ભૂમિ બોલી .“ તો એમાં શું ... “ ખુશી એ પૂછ્યું .“ એ લેપટોપ ડો.મલ્હોત્રા નું હતું અને એ લેપટોપ મા કોલેજ ની બધી મેટેરિઆ મેડીકા ના ડિપાર્ટમેન્ટ ની ઇન્ફોર્મેશન હતી અને બધા થી મોટી વાત તો એ કે તે લેપટોપ ખોલવા માટે તેણી એ ડો.મલ્હોત્રા ને પાસવર્ડ પણ ના પૂછ્યો અને પોતે જ સીધો પાસવર્ડ નાખી લેપટોપ ખોલી ને કામ કરવા બેસી ગઈ બોલ “ ભૂમિ બધી વાત કહી રહી ....“ એવુ ...Read More

11

પ્રેમતૃષ્ણા - ભાગ 11

“ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્રા ની કોઇ સબંધી હશે “ ભૂમિ બોલી“ બધું છોડ તું અને આનંદી તે રાત્રે આપણા રૂમ માં સર વિશે બધું કહેતા હતા કે સર હેન્ડસમ છે ને બધું એવું કાઈ તો તે કોલેજ માં પણ મજાક મજાક માં તો કહી ને નથી આવી ને કોઈને “ ખુશી બોલી .“ આવો કાઈ બફાટ નથી કર્યો ને આ અવની ની સામે કે બીજા કોઈની સામે પણ “ આનંદી બોલી .“ અરે ના હવે, પેલા તો હુ આ કોલેજ માં કોઈને ઓળખતી નથી અને હુ કાઈ એટલી ડફોળ નથી તે ...Read More

12

પ્રેમતૃષ્ણા - ભાગ 12

“ એમ “ આરવી બોલી .“ હાં તો વળી ને , આ એન્યુલ ડે તો બધા યાદ રાખશે “ ડેકોરેશન કરતા કરતા બોલી .“ છેલ્લા ૯ વર્ષ થી તું જ દર વર્ષે ડેકોરેશન કરે છે અને અફલાતૂન ડેકોરેશન કરે છે એમાં શું આ વર્ષે પણ એવું જ ડેકોરેશન હશે ને “ આરવી બોલી .“ ના આ વર્ષે બધું તદન અલગ હશે તું ખાલી જો જે ને “ અવની ઉત્સાહ સાથે બોલી .“ ઓકે , હવે તો મારે પણ જોવું છે કે અમારા ડો. અવની કેવુંક ડેકોરેશન કરે છે " આરવી હસતા હસતા બોલી .અહી કોલેજ રોજ રાબેતા મુજબ ચાલુ ...Read More

13

પ્રેમતૃષ્ણા - ભાગ 13

“ હા ડો. ટી. એસ . સિંહ સૂર્યવંશી ..... “ અવનીએ કાગળ માંથી જોઈને કહ્યું .“ આ કોણ છે કોંટેક્ટ નથી થયો “ અવની બોલી ." હમમ .... “ પ્રિન્સિપાલ સર બોલ્યા .“ આ કોણ છે સૂર્યવંશી અને તમે બધા કેમ આ નામ સાંભળી ને આટલા સિરિયસ થઈ ગયા “ અવની એ પૂછ્યું ." કાઈ નઈ " ડો. સંકેત બોલ્યા .“ એમનું નામ આ એમડી ની આ લિસ્ટ માં છે પણ આ ફોટો માં ક્યાંય પણ એમનો ફોટો નથી શાયદ એ ગ્રેજ્યુએશન વખતે નઈ હોઇ ત્યાં હાજર મારા અંદાજે “ અવની બોલી .“ હા બેટા એ એક જ ગેરહાજર ...Read More

14

પ્રેમતૃષણા - ભાગ 14

આમ રાત વીતતી ગઈ અને જૂની બધી યાદો ઉખેળાતી ગઈ . યાદગીરીઓ અને એ જૂના ક્ષણો નો વાયરો વાતો ." ચાલો હવે બધા સૂઈ જઈએ બહુ જ રાત થઈ ગઈ છે " પ્રિન્સિપાલ સર બોલ્યા ." હા એલા ચાલો ચાલો બહુ રાત થઈ ગઈ છે " દિવ્યાંગ બોલ્યો ." સમય ક્યાં જતો રહ્યો કોઈને કાઈ ખબર જ ના રહી નઈ વીણા " મોહન બોલ્યો ." હા એ જ ને સમય બહુ જલદી જતો રહ્યો " વીણા બોલી. " પણ મને બહુ આનંદ થયો તમે બધા મને મળવા આવ્યા એટલે " પ્રિન્સિપાલ સર બોલ્યા .બધા એમના જૂના સ્ટુડન્ટ્સ ખુશ થઈ ...Read More

15

પ્રેમતૃષ્ણા - ભાગ 15

“ ના બેટા એવું કાઈ નથી . સંકેત અને સુર્યવંશી ની વચ્ચે કઇ પણ કોઈ પ્રકાર નો જગડો કે નહોતો થયો “ પ્રેશ્વમ કાર ચલાવતા ચલાવતા બોલી રહ્યો ." અને પેલા પ્રિન્સીપાલ સર કહેતા હતા કે સુર્યવંશી નું વ્યક્તિત્વ ને બધું " અવની ઉત્સુકતા થી પૂછી રહી .“ હાં બેટા એ સાચું છે “ પ્રેશ્વમ બોલ્યો .“ ચાલો બેટા ઉતરો ઘર આવી ગયું “ પ્રેશ્વમ બોલ્યો .“ હાં પપ્પા “ આમ કહી અવની કાર ની બહાર ઉતરી .પ્રેશ્વમ અને અવની ઘર માં ચાલ્યા ગયા .પ્રેશ્વમ ના ઘર માં કુલ મળીને 4 સભ્યો . નાનું કુટુંબ સુખી કુટુંબ ની વ્યાખ્યા ...Read More

16

પ્રેમતૃષણા - ભાગ 16

“ હમ ..... " પ્રિન્સિપાલ સર બોલ્યા .“ કેમ કે સર જુવો સાયકોલોજી ના લેક્ચરસ માટે પેલા તો કોઈ રેન્કિંગ યુનિવર્સિટી માંથી પીએચડી ડોક્ટરેટ પ્રોફેસર જોઈએ . પેલી વાત તો એ કે આપણી હોમીયોપેથી ની ફિલ્ડ માં ભાગ્યે જ કોઈ એમડી કરે છે અને એમાં પીએચડી પ્રોફેસર ...... અને એ પણ સાયકોલોજી જેવા આટલા અઘરા વિષય માં તો કોઈ દિવસ પોસીબલ નથી અરે તેની પીએચડી ની દર વર્ષ ની સીટો ખાલી રહે છે કેમ કે કોઈ આવા અઘરો કોર્સ માં પોતાના વર્ષો બરબાદ ના કરે " ડો . મલ્હોત્રા બોલ્યા .“ એ વાત તમારી સાચી ડો .મલ્હોત્રા પણ કઈક ...Read More

17

પ્રેમતૃષણા - ભાગ 17

“ શું ગુડ ન્યૂઝ છે સર “ ડો મલ્હોત્રા બોલ્યા" અરે તે દિવસે મે તમને પેલા સાયકોલોજી ના લેકચર કઈક જરૂરી વાત કરી હતી ને " પ્રિન્સિપાલ સર બોલ્યા .“ હા પેલા સાયકોલોજી ના લેક્ચરર વિશે “ ડો .મલ્હોત્રા બોલ્યા .“ તો એનું શું સર " ડો .વીણા પણ બોલ્યા .“ ગુડ ન્યૂઝ એ છે કે મને સાયકોલોજી ના એક લેકચરર મળી ગયા છે “ પ્રિન્સિપાલ સર ખુશી ખુશી બોલ્યા .ડૉ .વીણા , અવની અને ડો .મલ્હોત્રા પ્રિન્સિપાલ સર ને જ જોઈ રહ્યા“ સર શું બોલો છો " ડો મલ્હોત્રા બોલ્યા .“ હા , આમ પણ આપણી ફિલ્ડ માં ...Read More

18

પ્રેમતૃષણા - ભાગ 18

“ એ તો છે હો વીણા " ડો .મલ્હોત્રા બોલ્યા .સફાઈ કર્મીઓ એ બધું સાફ સફાઈ કરી અને અંતે ક્લાસ રૂમ ધોયો ." સર...... મેડમ ..... થઈ ગયો સાફ આંખો રૂમ . હવે અમે જઈએ " એક સફાઈ કર્મી બોલ્યો ." હા જાઓ તમે , આ બધી બુક્સ ને બધી થીસીસ ના પેપર અમે મૂકી દઈશું " ડો .મલ્હોત્રા બોલ્યા .બધા સફાઈ કર્મીઓ ચાલ્યા ગયા ." ચાલ વીણા , તું આ થીસીસ ના પેપર સરખા કરી ને મૂકી દે ત્યાં સુધી માં હુ આ બુક્સ શેલ્ફ માં મૂકી દઉં છું . " ડૉ .મલ્હોત્રા બોલ્યા" હા " ડો .વીણા ...Read More

19

પ્રેમતૃષ્ણા - ભાગ 19

" એ મેડિકલ કાઉન્સિલ ની જરૂરી સમિટ માં વ્યસ્ત હોવાથી નથી આવવાના તો આપણે આ વેલકંમ સેરિમની નો કાર્યક્રમ જ પૂર્ણ કરી દઈએ " પ્રિન્સિપાલ સરે અનોઉન્સ કર્યું .બધા સ્ટુડન્ટ્સ ના મોઢા ઉતરી ગયા ." પણ ...... પણ એ જલ્દી જ આવશે અને આપણે ફરીથી એક વેલકમ સેરિમની રાખશું બસ . તો હવે દરેક વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે પોત પોતાના લેક્ચર રૂમ અને લેબ માં જાઓ . " પ્રિન્સિપાલ સરે ઉમેર્યુંપ્રિન્સિપાલ સર સ્ટેજ પરથી નીચે ઉતર્યા .ડૉ મલ્હોત્રા અને બીજા પ્રોફસરો પાસે આવ્યા" " સર એ લેક્ચરર એ ... ? " ડૉ .મલ્હોત્રા એ પૂછ્યું ." એ ..... ...Read More