એનાઉન્સમેન્ટ બાદ પડદો ખુલે છે સ્ટેજ ઉપર લાઈટ આવે છે બોલીવુડ સોંગ ચાલુ છે નીલમ અને પરમ ડાન્સ કરી રહ્યા છે “તેરી બાતો મેં એસા ઉલજા જીયા “ વીણા બેન ડાઇનિંગ ટેબલ પર બેઠા શાક કાપી રહ્યા છે કપિલા ફોન પર મ્યુઝિક વગાડી રહી છે નીલમ સરસ ડાન્સ કરે છે પરમ ગડબડ ડાન્સ કરી રહ્યો છે નીલમ ચીડાય છે] નીલમ - ભાભી મ્યુઝિક બંધ કરો પ્લીઝ. પરમ તુ આ શુ કરે છે ? પરમ - ડાન્સ યાર. ઝબરદ્સ્ત છે ને ? નીલમ - આને ડાન્સ કહેવાય ? તારું ધ્યાન ક્યાં છે ? કેટલી વાર શીખવાડ્યું પણ એક પણ સ્ટેપ તને યાદ રહેતું નથી . હું કાંઈ કહું છું ને તું કાંઈ કરે છે . મારી સામે જ જોયા કરે છે અને કોપી કરે છે ટાઈમિંગ જ નથી આવતો. પરમ - શું વાત કરે છે યાર ? આટલું સરસ ડાન્સ કરું છું . તું સાસુમમ્મી ને પૂછી જો. નીલમ - મમ્મીને શું પૂછવાનું એ તો તારી બધી વાતમાં હા પાડે છે જમાઈ થવાનો છે ને .
Full Novel
કભી ખુશી કભી ગમ - ભાગ ૧
શ્રી ગણેશાય નમઃ કભી ખુશી કભી ગમપાત્ર પરિચય જયંત દેસાઈ 60 વર્ષ પપ્પા વીણા દેસાઈ 57 વર્ષ મમ્મી વીરેન જયંત દેસાઈ 35 વર્ષ મોટો દીકરો કપિલા વિરેન દેસાઈ 33 વર્ષ વહુ નીલમ જૈન દેસાઈ 30 વર્ષ દીકરી પરમ રમણીક જોશી 31 વર્ષ જમાઈ ટીનુ વિરેન્દ્ર દેસાઈ 10 વર્ષ પૌત્રACT 1SCENE 1[ એનાઉન્સમેન્ટ બાદ પડદો ખુલે છે સ્ટેજ ઉપર લાઈટ આવે છે બોલીવુડ સોંગ ચાલુ છે નીલમ અને પરમ ડાન્સ કરી રહ્યા છે “તેરી બાતો મેં એસા ઉલજા જીયા “ વીણા બેન ડાઇનિંગ ટેબલ પર બેઠા શાક કાપી રહ્યા છે કપિલા ...Read More
કભી ખુશી કભી ગમ - ભાગ ૨
SCENE 2[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ ચાલી રહ્યો છે દીકરા સાથે વાત કરી છે] કપિલા - અરે વાહ તું તો પંદર દિવસમાં ગોળ મટોળ થઈ ગયો છે . લાગે છે મામીના હાથનું ખાવાનું ખૂબ ભાવે છે. શિવમ - અરે મમ્મી અહીંયા તો બહુ મજા આવે છે . આખો દિવસ રમવાનું અને ખાવાનું . મારા કેટલા બધા નવા ફ્રેન્ડ્સ બની ગયા છે હું તને પછી મળાવીશ . પણ બીજા બધા ક્યાં છે ? દાદી ક્યાં છે ? કપિલા – પેહલા મમ્મી સાથે તો વાત કરી લે . દાદી નો લાડ્કો . મમ્મી બહાર આવજો ...Read More
કભી ખુશી કભી ગમ - ભાગ ૩
SCENE 3[ સ્ટેજ ઉપર લાઈટ આવે વિરેન પરમ અને નીલમ ચિંતામાં દૂર દૂર બેઠા છે અને ફોન ચેક કરી છે કપીલા આવે )વિરેન - મમ્મીનો તાવ ઓછો થયો ?કપિલા - પપ્પાને પૂછ્યું હતું દવાથી પરસેવો તો થયો છે પણ તાવ હજી પણ છે. પપ્પા નો તાવ પણ ઉતરતો નથી . આજે બીજો દિવસ છે મને તો ખૂબ ચિંતા થાય છે આ ચેપી રોગ હશે તો.પરમ - શુભ શુભ બોલો ભાભી પપ્પા મમ્મીના રિપોર્ટ હજી આવ્યા નથી . કોઈ વાયરલ પણ હોઈ શકે બધું સારું થઈ જશે તમે ખોટી ચિંતા ના કરો.નીલમ - ભગવાન કરે તુ કે છે એમ જ ...Read More
કભી ખુશી કભી ગમ - ભાગ ૪
SCENE 4 [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છે કપિલાનો ફોન વાગે ]કપિલા - હા બોલ . ના કંઈ જ બરાબર નથી મમ્મી અને પપ્પા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે . માંડ માંડ હોસ્પિટલમાં જગા મળી છે એ પણ અલગ અલગ હોસ્પિટલમાં . તું ટીનું નું અને તમારુ ધ્યાન રાખજે અને હા આ બધી વાત એને ના કરતો. હા એ લોકો હમણાં જ હોસ્પિટલથી આવ્યા છે નાહવા ગયા છે . હું પછી તને ફોન કરીશ.[ પરમ ફ્રેશ થઈને બહાર આવે]નીલમ - પરમ હવે બધી વાત ડિટેલમાં જણાવ.પરમ - અહીં થી પહેલા અમે મમ્મીને એડમિટ કરવા ...Read More
કભી ખુશી કભી ગમ - ભાગ પ
ACT 2SCENE 5[સ્ટેજ પર લાઈટ આવે છે વિરેન કપિલા નીલમ ફોન પર વાત કરી રહ્યા છે પરમ સાઈડમાં બેઠો ફોન પર બેસણુ ચાલી રહ્યુ છે .]કપિલા - જોને ભાઈ શું થઈ ગયું ? વિશ્વાસ જ નથી થતો મમ્મી આ ઘરમાં પાછા ક્યારેય નહીં આવે. મમ્મી હવે પાછા ક્યારેય જોવા નહીં મળે. ત્રણ દિવસ થયા તારા જીજાજી એ એક કોળિયો પણ મોઢામાં નથી નાખ્યો . તું ટીનુ ને આ વાત નહીં કરતો . તારે પણ આવવાની જરૂર નથી આવીશ તો પણ કોઈ તને બિલ્ડિંગમાં આવવા નહીં દે . સવારથી બધાના ફોન આવે છે બધાને આવવું છે પણ એ શક્ય નથી ...Read More
કભી ખુશી કભી ગમ - ભાગ ૬
SCENE 6[ સ્ટેજ ઉપર લાઈટ આવે છે વિરેન ફોન પર વાત કરી રહ્યો છે]વિરેન - ના મનનભાઈ અત્યારે નહીં ટેમ્પો બપોર પછી મોકલાવજો ન ફાવે તો કાલે મોકલાવજો આજે પપ્પા ઘરે આવવાના છે તો એમને મળીને પછી દુકાન ખોલીશ . આજનો દિવસ જરા સંભાળી લો . હા હા જરૂર પપ્પાને ચોક્કસ તમારી યાદ આપીશ બાય . કપિલા ક્યાં છે તું યાર ?[ કપિલા ચા લઈને આવે]કપિલા - આવી આવી લો ચા પીવો અને મગજ જરા શાંત રાખો.વિરેન - શું કપાળ શાંત રાખુ. મારા તો ધબકારા વધેલા છે . પપ્પાનો સામનો કેવી રીતે કરીશ ? પપ્પાને શું કહીશ ? એ ...Read More
કભી ખુશી કભી ગમ - ભાગ ૭ (છેલ્લો ભાગ)
SCENE 7[ સ્ટેજ ઉપર લાઈટ આવે ટીવી પર યોગા નો પ્રોગ્રામ ચાલ્તો હોય જયંત ભાઇ યોગા કરી રહયા છે ફોન પર વાત કરતી આવે ]નિલમ – દાદી નથી તુ દાદા સાથે વાત કર આલો પપ્પા ટિનુ છે .જયંત – કેમ છે તોફાની . ના હવે દાદા કોઇને ગુસ્સો નથી કરતા . હા બેટા દાદા હવે એક્દમ કુલ થઈ ગયા છે . જો બેટા તુ બે ચાર દિવસ રાહ જો હું અને તારી દાદી ગાડી લઈને તને લેવા આવીએ છીએ . હા હા અમે પણ ત્યાં બે ચાર દિવસ રોકાશું . તું મને તારા બધા નવા ફ્રેન્ડ સાથે મળાવજે આપણે ...Read More