પ્રણય સપ્તરંગી

(2.5k)
  • 153.5k
  • 295
  • 84.8k

પ્રણયની વેદના ..સંવેદના ..અને સમર્પણની દિલસ્પર્શી વાત..સાંપ્રત સમાજમાં બનતી . વાતોને પરોવી લખાતી રસ્પ્રચૂર નવલકથા. આપની સમક્ષ રજૂ કરી રહયો છું. આપને ખૂબ પસંદ આવશે.. પ્રેમની પરાકાષ્ઠાનું .. સમર્પણ અને પ્રેમપ્રચુર હ્રદયસ્પર્શી સંવાદો આપનું દિલ જરુર જીતી લેશે.. વાંચો નવી નવલકથા..."પ્રણય સપ્તરંગી".. દક્ષેશ ઇનામદાર."દિલ"..

Full Novel

1

પ્રણય સપ્તરંગી - 1

પ્રણયની વેદના ..સંવેદના ..અને સમર્પણની દિલસ્પર્શી વાત..સાંપ્રત સમાજમાં બનતી . વાતોને પરોવી લખાતી રસ્પ્રચૂર નવલકથા. આપની સમક્ષ રજૂ કરી છું. આપને ખૂબ પસંદ આવશે.. પ્રેમની પરાકાષ્ઠાનું .. સમર્પણ અને પ્રેમપ્રચુર હ્રદયસ્પર્શી સંવાદો આપનું દિલ જરુર જીતી લેશે.. વાંચો નવી નવલકથા... પ્રણય સપ્તરંગી .. દક્ષેશ ઇનામદાર. દિલ .. ...Read More

2

પ્રણય સપ્તરંગી - પ્રકરણ - 2

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 2 અમી, સીમાનો કાગળ લઇને એકટીવા ઉપર સાગરનાં પહોંચી. સાગરનો બંગલો મધ્યમ કદનો પરંતુ સુંદર હતો વિશાળ બગીચાવાળો અને કલાત્મક દેખાતો હતો. અમીએ કાગળનું કવર લઇને કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે સાગરનાં પિતા કંદર્પરાય એમનાં પોલીસનાં પોશાકમાં પૂરા રુઆબ સાથે એમનાં મદદનીશ સાથે બંગલાની બહાર નીકળી રહ્યા હતા અમી દરવાજો (ગેટ), ખોલે પહેલાંજ એમનાં મદદનીશે ખોલી નાંખ્યો અને પૂછ્યું તમારે કોનું કામ છે ? અમીએ કહ્યુ અંકલ મારે સાગરભાઇનું કામ છે. એટલે કંદર્પરાયે કહ્યું ભલે જા અંદરજ છે અને પોતે આગળ વધી ગયાં મદદનીશે ગેટ બંધ કર્યો. પરંતુ કંદર્પરાય અચાનકજ ...Read More

3

પ્રણય સપ્તરંગી - પ્રકરણ - 3

સાગર-સીમા અને અમી રેસ્ટોરન્ટમાં જમી-આઇસક્રીમની લહેજત માણીને બહાર નીકળી રહ્યાં હતાં. એ લોકો હસતાં હસતાં વાતો કરતાં નીકળતાં હતાં. કંઇક વાતો કરી રહી હતી પરંતુ સીમા અને સાગરનો એકમેકમાં પરોવાયેલા એમની દુનિયામાં ખોવાયેલાં હતાં. અમી શું બોલી રહી છે કે કહી રહી છે એક શબ્દ તેઓ સાંભળી નહોતા રહ્યાં બંને પ્રેમ પારેવડાં એકમેકમાં મસ્ત હતાં. સાગરે સીમાનો હાથ પકડેલો હતો અને એનાં હાથની પ્રેમભાવની ઉષ્મા સીમાં અનુભવી રહી હતી. હાથની ઉષ્મા આખાં શરીરમાં ફરી વળી હતી સીમા એકદમ લાગણીવશ થઇ ગઇ હતી. સીમાને એવું લાગતું હતું કે આજથી જાણે મારું જીવન સાવજ બદલાઇ ગયું. એક થોડાં કલાકનાં ...Read More

4

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 4

કંદર્પરાયે પોતાનાં દીકરા સાગરને આગળની કેરીયર અંગે પૂછ્યું કે એ આગળ ભવિષ્યમાં શું કરવા માંગ છે ? ત્યારે સાગરનેજ નહોતી ખબર કે એને શું કરવું છે ? આગળ એજ્યુકેશન લેવા માટે એની ઇચ્છા હતી પરંતુ માત્ર નવુ ભણતર કરવાથી જીવનમાં ગણતર કે ઘડતર નથી થતું એ એવું માનતો એને લાગતું વધુ ડીગ્રીઓ પ્રાપ્ત કરવી એ માત્ર આજીવીકા સાધન માટે કદાચ ઉપયોગી નીવડી શકે પરંતુ જીવનમાં જે પળે મારે જે રીતે જીવવી છે કદાચ એમાં થોડાં વરસો ઓછા થઇ જશે. સાગરે વિચાર્યું કે પાપાએ મને પૂછ્યું છે તો મારે મારો જવાબ તૈયાર રાખવો જોઇએ. ભલે મેં બે માસનાં ...Read More

5

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 5

મુખ્યમંત્રી સહિત બધાં સન્માનીય મહેમાનો હોલમાં એમની જગ્યાએ બેસી ગયાં હતાં. કાર્યક્રમ ચાલુ થવાની ઘડી આવી ગઇ હતી. હોલમાં લાઇટો સિવાય બાકીની લાઇટો બંધ થઇ ગઇ હતી. હોલનાં સ્ટેજ ઉપર ઝળહળતું અજવાળું થઇ ગયું હતું. અને રંગમંચનો પડદો ખૂલવા સાથેજ એક મીઠો અવાજ ગૂંજી ઉઠયો. ગણપતિ સ્તવન અને સરસવતી સ્તુતિની રજૂઆત થઇ રહી હતી. શ્રોતાઓનાં કાનમાં મીઠો મધુર અવાજ પ્રસરી રહ્યો હતો. રંગમંચ ઉપર ધીમે ધીમે પ્રકાશની તીવ્રતા વધી રહી હતી અને ગુરુ મલ્લિકાસ્વામી એમનાં સાજીંદાઓ સાથે સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં. અને કર્ણપ્રિય સ્તુતિ ગાનાર યુવતીનાં મુખ પર આનંદની આભા જણાઈ રહી હતી. રંગમંચ પર ગાઇ રહેલી ...Read More

6

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 6

સાગરે ફોનમાં અજાણ્યો નંબર જોઇ ફોન ઉપાડ્યો તો ખરો પણ પછી વાત કર્યા પછી એણે ગંભીરતાથી વાત સાંભળ્યા પછી વચન આપીને ફોન મૂક્યો. કૌશલ્યા બહેને પૂછ્યું કે તું કેમ આમ અચાનક ગંભીર થઇ ગયો ? કોનો ફોન હતો ? શું વાત છે ? સાગરે કહ્યું"અરે માં કોઇ ચિંતાજનક વાત નથીજ નંબર અજાણ્યો હતો પરંતુ વ્યક્તિ જાણીતી હતી કોઇ ચિંતા ના કર. " તો કોનો હતો એ કહેને ? સાગરે કહ્યું હમણાં તે વાત કરી ને એ મારી મિત્ર અમીનો હતો અને એને કંઇ ખાસ કામ છે એટલે મળવા બોલાવ્યો છે. તું નાહક આમ ચિંતા કરે છે. "ઓહ ઓકે ...Read More

7

પ્રણય સપ્તરંગી પ્રકરણ – 7

રાત્રીનાં બાર વાગી ગયાં છે અને “"હવન અગ્નિ" ગ્રુપની ખાનગી મીંટીંગ એનાં વડા મથકે ચાલી રહી છે લગભગ બાર હાજર છે મુખ્ય વર્તુળમાં બીજા સભ્યો ઉમેરવાની અને બીજી સાવચેતીઓની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પ્રો.મધોક પોતાની ટીમને ઉદૂબોધન કરી રહ્યાં છે. મુખ્ય મુદ્દો સંયુક્તાનું અપહરણ કરવાનો મુદ્દો અને તેમાં બચેલી સંયૂક્તા તથા તેનાં સીક્યુરીટીનાં છીંડા ક્યા હતાં એની તપાસ ખાસ માણસોને સોંપી હતી એનો રીપોર્ટ આજે મળી જવાનો હતો. વિરાટે પ્રો.મધોકની પરવાનગી લઇને રીપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી. બધાંજ સભ્યો જાણવાં માટે આતૂર હતા. ગ્રુપના આ ખાનગી વડામથકનાં મોટાં હોલમાં લગભગ 20 માણસો એક સાથે બેસી શકે એવું ...Read More

8

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 8

અમીએ સીમાની સામે જોઇને કહ્યું "દીદી આ જે ભૂપેન્દ્ર રાયકા એ જ ભૂરો. સીમા વિસ્ફારીત આંખોએ અમીને જોઇજ રહી. તું જાણતી હતી કે સંયુક્તાને કોઇ ભૂપેન્દ્ર સાથે ઇલૂ ઇલૂ છે પરંતુ તે ખૂબ શાણી કોઇને ખબર ના પડે એમ વર્તતી. કોલેજમાં ખૂબ રોબમાં રહેતી. પરંતુ બધાં ગ્રુપમાં ગૂપ ચૂપ વાતો ચાલતી હતી કે સંયુક્તાને પેલાં ભારાડી ભૂપેન્દ્ર સાથે લફડું છે." દીદી લફરું નહીં એને સાચેજ પ્રેમ થયેલો પેલો સંયુક્તાના રૂપ પાછળ પાગલ થયેલો અને સંયુક્તાને પણ એ પસંદ હતો એકતો ભૂપેન્દ્ર સ્પોર્ટસમાં ખૂબ આગળ પડતો અને કોલેજ ક્રીકેટ ટીમનો કેપ્ટન બની એનું શરીર સૌષ્ઠવ એકદમ ચૂસ્ત ...Read More

9

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 9

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 9 સાગર વિરાટ સાથે બેઠો હતો. વિરાટ પાસેથી અંગેની ઘણી ખાનગી વાતો જાણવાં મળી જે એનાં માટે જરૃરી હતી. વિરાટ ખાસ ગુપ્તરૂમમાં મોનીટર ઉપર ગ્રુપનાં અલગ અલગ માણસોનાં ફોટાં બતાવીને સાગરને માહિતગાર કરતો હતો. પ્રો.મધોકથી શરૂ કરીને વિરાટ પોતે તથા તારીકા, અમૂલખસર, અમી, અક્ષય, સંયુક્તા.... સાગરે સંયુક્તાનાં નામ સામે પ્રશ્ન કર્યો હજી આગળ કંઇ પૂછે એ પહેલાંજ જાણે પ્રશ્ન પૂછ્યાં પહેલાંજ વિરાટ સમજી ગયો હોય એમ બોલ્યો. સાગર હું સમજી ગયો કે તું શું પૂછવા માંગે છે. સંયુક્તાનું નામ અહીં રજિસ્ટર્ડ છે પરંતુ એને કોઇ કામ સોંપવામાં કે કોઇ માહિતી આપવામાં નથી આવતી નથી ...Read More

10

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 10

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 10 સીમા અને સાગર પ્રેમ દરિયામાં ડૂબી ગયાં. સમય પ્રેમ કર્યો એકમેકને પરોવાઇને છતાં સીમા મર્યાદા ઓળંગ્યા વિના પ્રેમ કરતાં રહેલાં. સાગરે સીમાનાં ગાલ ઉપર ચૂમી લેતાં પૂછ્યું" હું આવ્યો અને બસ તારામાં ખોવાયો બધું જ ભૂલીને. હવે મને અહીં બોલાવવાનું કારણ આજ હતું ? એમ કહીને સીમાનાં નાકને કરડવા માંડ્યો સીમાએ ધીમી ચીસે કહ્યું" એય જંગલી વાગે છે દાંત ના પાડ મારે જવાબ આપવો ભારે પડશે. સાગરે કહ્યું" આ બધી મારીજ અમાનત મારોજ માલ છે કહી હસવા લાગ્યો એણે સીમાને બાંહોમાં જકડતા કહ્યું હું જાણે મોટી જાગીરદાર હોઊં પ્રેમ મિલ્કતનો એવો એહસાસ થાય ...Read More

11

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 11

ભૂપેન્દ્રએ સંયુક્તાનાં ચહેરાનાં રંગ બદલતાં જોઇને પૂછ્યું કેમ કોનો ફોન છે ? આમ ગુલાબીમાંથી કાળો પડી ગયો તારો ? સંયુક્તાએ કહ્યું ભૂપી તું આવ્યો છે એ ભાઇને જાણ થઇ ગઇ છે. મેં કઇ વાત કર્યા વિનાજ ફોન કાપી નાંખ્યો. એટલામાંજ ફરીથી રીંગ આવી. રણજીતનો જ ફોન હતો. એણે કહ્યું પેલો બદમાશ અત્યારે તારી બાજુમાં છે ને ? મેં તને કેટલીવાર ના પાડી છે કે એની સાથે સંબંધ ના રાખ... સંયુક્તાએ હોઠ ભીડીને તદ્દન જૂઠું કીધું ભાઇ તમારી ભૂલ થાય છે અહીં તો કોઇ જ આવ્યું નથી અને મારે હવે એની સાથે કોઇ સંબંધ નથી. સામેથી રણજીતે કહ્યું ...Read More

12

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 12

સાગરે સીમા અને સંયુક્તાને રૂમમાં આવકાર આપ્યો. સાગરે બંન્નેને રૂમની વિશાળ બાલ્કનીમાં મૂકેલાં સોફા ઉપર બેસવા ઇશારો કર્યો. સાગરનાં એટેચ્ડ બાલ્કની ખૂબ વિશાળ હતી. મોટાભાગની અગાશી કેનપીથી પ્રોટેક્ટ હતી. બાકીની જગ્યા ખૂલ્લી હતી. એમાં સોફાસેટ મૂકેલાં હતાં. અનેક સુંદર કૂંડાઓ મૂકેલાં હતાં. ચારે બાજુ કમ્પાઉન્ડમાં મોટાં વૃક્ષોની વનરાજી હતી. એમાં કદંબ, કચનાર, આંબો, શિશિર ત્થા અન્ય વૃક્ષો, ક્ષૂપોં હતાં. બાલ્કનીની સામેની તરફ ખૂલ્લુ મેદાન હતું જેમાં છોકરાઓ દૂર રમી રહ્યાં હતાં. સામેનાં મેદાનમાં પણ વૃક્ષો ઉગેલાં હતાં. એટલી સુંદર જગ્યા હતી કે બસ લીલોતરીની સામે બાલ્કની અને બાલ્કનીમાં સંપૂર્ણ પ્રાઇવસી. સીમા અને સંયુક્તા ત્યાં જઇને બેઠાં ...Read More

13

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 13

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 13 વડોદરાની સરહદમાં પ્રવેશતા સાથે જ ભૂરાની છઠ્ઠી ઇન્દ્રિયો કામ કરવા લાગી એને થયું ભલે મેં પહેરવેશ બદલ્યો છે. પણ અહીંની પોલીસ મને નહીં છોડે એણે એનાં ફોલ્ડરને ગાડી રોકવા કહ્યું એણે જોયુ રસ્તો સુમસામ છે એ એકલો નીચે ઉતરી અને કહ્યું તમે લોકો મારાં ઘરે પહોંચો અને બર્થડેની તૈયારી જુઓ. મને ભનક પાકી છે કે એ લોકો એ રસ્તો, એરીયા અને ઘરની આસપાસ પૂરો જાપ્તો રાખીને બેઠાં હશે. અને પછી એનાં ખાસ માણસ જૂનૈદને કહ્યું "તુ અહીંથી થોડે આગળ પ્રતાપપુરા પાસે ઉતરી જા અને તું મારાં અને ઘરનાં સંપર્કમાં રહેજે. તમે બાકીનાં ભલે ...Read More

14

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 14

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 14 સાગરનો ફોન આવ્યો અને સીમા સાગરનાં ઘરે આવી ગઇ. સાગર અને સીમા આજે કોઇક અલગ જ મૂડમાં હતાં. સીમા સાગરનાં ખોળામાં માથું મૂકીને ગીત ગણગણી રહી હતી. બહોત પ્યાર કરતે હૈ તુમકો સનમ, હમારી ગઝલ હે તસવ્વુર તુમ્હારા, તુમ્હારે બિના ના જીના હમારાં... તુઝે યુંહી ચાહેંગે જબ તક હૈ દમ… સાગર કી બાહોમે મોજે હૈ જીતની. હમકો ભી તુમસે મુહોબ્બત હૈ ઉતની.... કે એ બેકરારી ના હોગી કમ.... બહોત..... એ આગળ ગાવા ગઇ અને સાગરે એનાં હોઠ પર ચૂમી ભરી અને એણે ગાયું સીમા..... તેરી ઉમ્મિદ તેરા ઇન્તજાર કરતે હૈ તેરી ઉમિદ તેરા ...Read More

15

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 15

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 15 સીમાને ઇશારાથી પૂછ્યું "કેમ આવી છે આ અત્યારે સીમાએ ઇશારામાંજ કીધું નથી ખબર અને એનાં ચેહરાનાં હાવભાવ બદલાઇ ગયાં. સંયુક્તાને મનમાં થયું કે આ લોકોને મારું આગમન નથી ગમ્યું. સાગરે વાતાવરણમાં હળવાશ લાવવા. કહ્યું "તમે બંન્ને બહેનપણી વાતો કરો હું આવું છું. સંયુક્તાએ કહ્યું "કેમ તમે ક્યાં જાવ છો ? હું તમને લોકોને મળવા આવી છું. સાગરે કડવાશ ગળીને કહ્યું " જસ્ટ આવ્યો ત્યાં સુધી તમે લોકો વાતો કરો એમ કહી જવાબની પરવા કર્યા વિના જ રૂમમાંથી સડસડાટ બહાર નીકળી સીધો નીચે માં પાસે પહોંચ્યો. સાગરે માં ને કહ્યું માં તમે ...Read More

16

પ્રણય સપ્તરંગી - 16

પ્રકરણ -16 સયૂક્તા સાગરનાં ઘરેથી વ્યથિથ મને નીકળી અને ઘરે જવાનાં બદલે સીધી મહીસાગર આવેલાં એમનાં રિસોર્ટ પર ગઈ.એણે અંદર પોતાની ઓફિસમાં જઈને ખુરશીમાં બેસી ગઈ.શીતળ એસીની હવા પણ એને ઠંડક નહોતી આપી રહી.એને બેલ મારી પ્યૂનને બોલાવ્યો.પ્યુને અદબતાથી કીધું “ હાં મેંમ આપનાં માટે શું કરી શકું ?.” સંયુક્તાએ થોડી ચીઢ સાથે કહયું “ કંઈ નહીં મારાં માટે ઠંડુ પાણી લાવ અને મારી ચેમ્બરમાં કોઈજ નાં આવે. મારે કોઈને મળવું નથી.ધ્યાન રહે કોઈને એટલે કોઈને પણ નહીં. પ્યુને થોડાં આશ્ચર્ય સાથે કહયું “ ઓકે મેંમ કોઈજ નહીં આવે.કોઈને નહીં આવવા દઉં ..કહી દઈશ ...Read More

17

પ્રણય સપ્તરંગી - પ્રકરણ-17 

પ્રણય સપ્તરંગીપ્રકરણ - 17 સંયુક્તાએ રણજીતને કહ્યું ? અરે ભાઇ આ લોકોનું રીહર્સલ તો છેક સુધી પહોંચી ગયું છે. જરા સમજાયું ના હોય એમ પૂછ્યું રીહર્સલ છેક સુધી પહોંચી ગયું છે એટલે ? રીહર્સલ તો અંતિમ ચરન સુધી જ હોય તે એમાં છેક સુધી પહોંચી ગયું એમ. એટલે શું કહેવા માંગે ? સંયુક્તાને થયું મૈં બોલવામાં બાફ્યું છે. એણે કહ્યું "અરે મારો મતલબ છે કે એ લોકેએ ગીત પણ સરસ રોમેન્ટીક પસંદ કર્યા છે અને સિરિયસલી રીહર્સ કરીને તૈયાર કર્યું છે. સાગર ખૂબ સરસ ગાય છે. રણજીતે કહ્યું "અરે એને તો હું જાણું છું પણ સીમા પણ ખૂબ સરસ ...Read More

18

પ્રણય સપ્તરંગી - પ્રકરણ -18

પ્રણય સપ્તરંગીપ્રકરણ - 18સંયુક્તા સાગર અને ભૂરાનાં વિચારોની વચ્ચેજ અટવાયેલી રહી. એને થયું હું શું કરુ ? એને ભૂરાનાં થયેલી વાતો મનમાં આવી ગઇ એણે કહેલું કે હું તારા સિવાય કોઇને પ્રેમ કરતો નથી તું મારીજ છે મારું બગાડનાર તારો ભાઇ છે મેં કોઇનાં બળાત્કાર નથી કર્યા હું તને ક્યારેય નહીં છોડું મારી પાસે પણ બધી માહિતી છે ભલે તમારાં જેવું એમ્પાયર ના હોય વિગેરે વિગેરે.... સંયુક્તાને ખરેખર ખૂબ ડર લાગી રહેલો કે ભૂરો શું કરશે ? એ ખૂબ મક્કમ છે એ ધારે એ કરે એવો છે હું શું કરું ? હું એની ચૂંગલમાંથી કેવી રીતે છુટું. કોની મદદ ...Read More

19

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 19

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 19 સંયુક્તાની વાત રણજીત થોડો વિચારમાં પડી ગયો. સંયુક્તાએ કહ્યું "ભાઇ સાચવીને... સાગર ખૂબ ચતુર છે અને એને એક ખરોચ ના આવવી જોઇએ ના વાળ વાકો થાય.... હવે એ મારો થઇને જ રહેશે. શું સંયુક્તા સાગરનાં પણ ગળાડૂબ એકતરફી પ્રેમમાં પાગલ છે ? એને એક ખરચ ના આવે ? મારાં પ્લાનમાં એવી કોઇ ગેરંટી જ ક્યાં છે ? સાગર એકવાર ચક્રવ્યૂહમાં ફસાયો પછી તો એનું શું થશે એતો મને ય ક્યાં ખબર છે ? મારાં રચેલાં ચક્રવ્યૂહમાં મ્હોરાઓ ઉપર પછીતો મારો પણ ક્યાં કંટ્રોલ છે ? જે થવાનું હશે એ થશે પણ હું સીમાને ...Read More

20

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 20

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 20 સાગરે સામેથી રણજીતને કહ્યું તમારી ભાઇબહેનની પસંદગી વ્યવસ્થા સરસ અને જડબેસલાક જ છે મને નથી લાગતું કે એમાં કહેવા જેવું કંઇ છે જ નહીં. બાકી રીહર્સલ અમે લગભગ પુરુજ કરી લીધું છે અને તૈયારીઓ એવીજ છે કે હવે સીધા કાર્યક્રમમાં પરફોર્મ કરીશું કેમ સીમા ખરું ને ? સીમા સાગરની વાત કંઇ સમજી નહીં પરતુ જે રીતે સાગરે પૂછ્યું એનાથી કહેવાઇ ગયુ કે હાં હાં સાચી વાત એકદમ જ તૈયારી છે. સંયુક્તા સાગરની વાત સાંભળીને થોડી આશ્ચર્યમાં પડી ગઇ એણે કહ્યું "કેમ સાગર ? અહી હોલમાં છેલ્લુ રીહર્સલ નથી કરવું ? કાર્યક્રમની રૃપરેખા ...Read More

21

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 21

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 21 સીમા ઘરે પહોંચી એવી તરતજ એની મંમી કહ્યું" સારુ થયું તું સમયસર આવી ગઇ તને ફોન પણ ના કરવો પડ્યો. ચાલ તું ફટાફટ થઇ કંઇ પીવું હોય પીને તૈયાર થઇ જા. મેં અમીને પણ વ્હેલી બોલાવી લીધી છે એ તૈયાર થવા જ ગઇ છે. તારાં પાપાં પણ અવતાં જ હશે સીમાએ કહ્યું" અરે માં તૈયાર થવા જાઊં છું પણ આમ ક્યાં જવાની તૈયારી છે ? સરલા બ્હેને હસતાં હસતાં કહ્યું "મારી ભોળી દીકરી તારાં સાસરે જવાની તૈયારી.......... સીમા કહ્યું સાસરે ? હજી એ સાસરું થવાની વાર છે સરલાબ્હેન કહે "હવે બધુ નક્કી જ ...Read More

22

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 22

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 22 પેલેસનાં ટેરેસ પરથી અક્ષય રણજીતનાં એક આદેશની જોઈ રહેલો કેમેરા સાથે જોડેલ દૂરબીનથી જોઇ રહેલો અને વીડીઓ ઉતારી રહેલો એને સમજણ નહોતી પડતી કે સીમા સાગરનાં આવવાનાં ફોટાં અને વીડીઓ શા માટે ઉતારવા મને કહ્યું છે. એને આદેશનું પાલન કરી રહેલો. હવે બધાં અંદર ગયાં. પછી એણે ટેરેસ પર લંબાવ્યું. અને બ્લેકલેબલનું સીલ તોડીને પેગ બનાવ્યો અને સીધોજ પી ગયો એની નજર સીમા કરતાં વધુ અમી તરફ વધું હતી અને રેકોર્ડીંગ પણ એવી રીતે થયું હતું કે અમીને જ વધારે કવર કરે એ જોઇ જોઇને વધુ જાણે તડપી રહેલો એને થયું આજે હું ...Read More

23

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 23

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 23 અક્ષય નીચે જવાનુ વિચારતો હતો અને સામે રણજીત આવીને ઊભો એણે ગુસ્સાથી અક્ષય સામે જોઇ પૂછ્યું "ક્યાં જાય છે ? તને સોપ્યું એ કામ થઇ ગયું? અક્ષય પીધેલામાં પણ થોડો અચંબામાં પડી ગયો એને થયું મેં શુ ભૂલ કરી છે આ મારી સાથે આમ વાત કરે છે ? એણે કહ્યું "બોસ તમે કહ્યું એ પ્રમાણે જ બધુ જ કામ પુરુ કર્યુ છે છતાં તમે કેમ મારાં ઉપર ભડકો છો ? શું થયું ? અને હું તો વિચારતો હતો કે મેં કામ પુરુ કર્યું કંઇ ઇનામ મળશે આતો આગ ક્યાંક બીજે લાગી અને મારાં ...Read More

24

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 24

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 24 અમીએ કાર્યક્રમનું સમાપન કરી નાંખ્યું બધાં જ ધીમે હોલની બહાર નીકળવા માંડ્યા. વિરભદ્રસિંહ એમનાં પત્નિ કંર્દપરાય અને ભાવિનભાઇની ફેમીલીને અલગથી સ્ટેજ પર લઇ આવ્યા ત્યાં અમી અને સાગર સીમા સાથે બીજા દરવાજે થી ડાયરેક્ટ બહાર તરફ નીકળી આવ્યાં ત્યાં સામે જ રણજીત અને સંયુક્તા હસ્તા મોંઢે જાણે કંઇજ થયું નથી એમ ઉભા હતાં. સંયુક્તાએ કંદર્પરાયને પૂછ્યું "અંકલ કેવું રહ્યું ફંકશન ? કંદર્પરાયે ખૂબ આનંદ સાથે કહ્યું "ખૂબ જ સરસ અને આનંદ આપનારું થેંક્સ દીકરા. અમારાં બધાં જ વતી તમને લોકોને પણ અભિનંદન રણજીતનું એંકરીંગ પણ એક પ્રોફેશનલ ને શરમાવે એવું સરસ હતું. રણજીતે ...Read More

25

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 25

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 25 અક્ષય અમીને યાદ કરતાં પૂરાં દારૂનાં નશામાં રેતીમાં જ સૂઇ ગયો એને ઠંડા પવનની લ્હેરમાં ક્યારે નીંદર આવી ગઇ ખબંર જ ના રહી. આમને આમ આખી રાત એણે નદીનાં પટમાં વિતાવી સૂરજ માથે ચઢ્યો સવારે અને એનાં કિરણો તીખા બનતા ગયાં એનાં ચહેરાં પર પડ્યાં એનો નશો ઉતર્યો એને થયું બાબા આઇ રાહ જોતાં હશે. હું પણ પીવામાં સાવ જ પાગલ થયુ છું મને આઇ કાયમ કહે છે અક્ષય તું સુધરીજા તુ કેવો હતો કેવો થઇ ગયો છે ? મારો હોંશિયાર અને સીધો છોકરો કેમ ? તું કોની સંગતમાં છે ? કોણ તને ...Read More

26

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 26

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 26 સંયુક્તા અને સીમા સાથે શોપીંગ માટે નીકળ્યાં હજી ગયા હશે અને સંયુક્તાની ગાડી બંધ થવા લાગી છેલ્લે આંચકા ખાઇને બંધ થઇ ગઇ. સંયુક્તાએ સ્ટાર્ટ કરવાં ઘણાં પ્રયત્ન કર્યા પણ ના જ થઇ છેવટે હારી થાકી ને એણે રણીજતને ફોન કર્યો "રણજીત અમારી ગાડી બંધ થઇ ગઇ છે હેલ્પ અસ. રણજીતે સામે સવાલ કર્યો કઇ ગાડી લઇને નીકળી છું ? સંયુક્તાએ કહ્યું "કેમ મારી જ ગાડી લાલ.... હજી આગળ બોલે પહેલાં રણજીતે કહ્યું "તું પણ શું ખટારા ગાડી લઇને નીકળે છે મર્સીડીઝ પડી છે. ઇનોવા, સ્કોડા આ બધી મૂકી તું એ લઇને ક્યાં નીકળી ...Read More

27

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 27

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 27 સીમા ઘરમાં પ્રવેશતા સાથેજ સાગરનાં ફોન આવવાની સાંભળી ત્યાંજ સામે સરલા બહેને પ્રશ્ન કર્યો અરે દીકરા શું શું ખરીદી લાવી ? સીમાથી ફોન ઉપાડવાની જગ્યાએ કેન્સલ થઇ ગયો અને એણે હડબાડાટમાં ફોન કટ કર્યો. અને સામે મંમીને કહ્યું "અરે માં બસ થોડાં ડ્રેસ અને સાગર માટે ટીશર્ટ લીધાં છે. માં એ કહ્યું "સારું કર્યું ચાલ તારે હવે બહાર જવા આવવાનું વધુ જવાનું સારું કર્યું લઇ આવી. અને કહ્યું ચાલ તારાં માટે ગરમા ગરમ કોફી બનાવવા કહ્યું. અને એમણે બૂમ પાડી મહારાજને બે કોફી બનાવવા કહ્યું. સીમાએ કહ્યું "માં બે કોફી કેમ ? ...Read More

28

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 28

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 28 સીમાને એનાં ઘરે ઉતારીને રણજીત એ રીસોર્ટજ આવી ગયો. આવીને પહેલા માંળનાં એનાં ખાસ સ્યુટમાં આવીબાલકનીની ચેરમાં આરામથી બેસી ગયો. આજે પોતાની જાતને એકદમ રીલેક્ષ ફીલ કરી રહેલો એને લાગતું હતું આજે એણે અડધી બાજી જીતી લીધી છે. અક્ષયે સાગર સંયુક્તાનાં ફોટા વીડીયો અને પોતાનાં અને સીમાનાં લીધેલાં ફોટાં વીડીયો લીધાં છે એ સામ સામે ઉપયોગ કરીને બાજી જીતી લેશે અને જાણે અડધી બાજી તો આજે જીતીજ લીધી છે. રણજીતને ખાસ આનંદ તો એ વાતનો હતો કે એણે ઘારેલું કે સીમા એની પકડમાં આવશે નહીં અને કોઇ રીતે રીસ્પોન્સ નહીં આપે પણ ...Read More

29

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 29

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 29 ગઇકાલનો આખો દિવસ અને રાત ભૂરાની ખૂબ ખરાબ વીતી હતી. એની નજર સામે આખો વખત મોકલેલા ફોટાં અને વીડીયો જ આવી રહ્યાં હતાં. શરૂઆતમાં તો એણે ખૂબ ગુસ્સામાં અને ગંદી રીતે રીએક્ટ કરેલું. પછી આખી રાત એણે વિચાર્યા કર્યું કે આ બધું મને મોકલવાનું કારણ કોઇ ચોક્કસ કાવતરું છે હું પેલાં રણજીતને હવે ઓળખી ગયો છું. આની પાછળ પણ એની કોઇ ગેમ હશે એટલે મારે શાંતચિત્તે આની સાથે કામ પાર પાડવું પડશે. સંયુક્તા જેની સાથે છે કદાચ એને ખબર પણ નહીં હોય કે એનાં ફોટા અને વીડીયો ઉતરી રહ્યાં છે. એણે આખી રાતમાં ...Read More

30

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 30

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 30 રણજીતને ત્યાં પાર્ટી પુરી થઇ અને કમલ પત્નિ મિત્રો બધાં જવા લાગ્યાં રણજીતનાં નશાની લગભગ બેશુધ્ધિમાં જ હતો. અક્ષયને યાદ આવ્યું કે એની બાઇક આજે ખૂબ હેરાન કરી રહી છે. એણે રણજીતને કહ્યું "બોસ ... રણજીતે કંઇ સાંભળ્યું જ નહીં રણજીતને એણે ટેકો આપી ઉભો કરીને એનાં બેડ ઉપર સૂવાડ્યો અને ઢંઢોળીને કહ્યું બોસ મારી બાઇક બંધ પડી જાય છે આજે અને મારે એક કામે જવાનું છે હજી દાદાએ સોંપ્યુ છે. હું આપની હોન્ડા લઇને જઇ શંકુ ? કાલે લઇ આવીશ પાછી રણજીતે ઊંઘના ભારમાં જ કહ્યું હા જા લઇજા... અને અક્ષયે થેંક્સ ...Read More

31

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 31

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 31 સંયુક્તા આજે ખૂબ ખુશ થઇ ગઇ. પોતાનાં પ્રમાણે સીમાને રણજીતે આપેલો ડ્રેસ પહેરાવીને અમી સાથે રાતની ડીનર પાર્ટીમાં લઇને આવી હતી. રણજીત પણ સંયુક્તાને સીમા અને અમી સાથે આવેલી જોઇને ખૂબ ખુશ થઇ ગયો. એણે એનો ચક્રવ્યૂહ સચવાનું ચાલું કરી દીધું એણે અક્ષયને પણ હાજર રાખેલો. અક્ષયને કહ્યું શું છે આજેતારે ખાસ કામ પાર પાડવાનું છે અને તારી અમી પણ એની બ્હેન સીમા સાથે આપણાં રીસોર્ટ પર ડીનર પાર્ટી માટે આવવાની છે. તો તારાં માટે પણ ચાન્સ છે અજમાવી લે જે હું તારાં સાથમાં જ છું અક્ષય તારાં સંયુક્તા-સાગરનાં લીધેલાં ફોટાં ભૂરાને મોકલ્યાં ...Read More

32

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 32

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 32 અમી ચેઇન્જ રૂમમાંથી ડીસ્કોથેક હોલમાં જતાં જતાં ચેક કર્યો કોઇનાં ફોન કોલ્સ મેસેજ છે કે કેમ ? એણે મોબાઇલ ઓપન કર્યો એ સાથે એણે જોયું કે કોઇનાં કોલ્સ નથી પણ એમાં એણે અક્ષયનાં ફોન કર્યા છે એવાં નોટીફીકેશન જોયાં એ આશ્ચર્યમાં પડી ગઇ મેં ક્યાં કોઇ ફોન કર્યાજ છે ? પછી એણે ચેક કર્યો તો વોટ્સઅપ પર એણે મેસેજ લખ્યાં છે. "હાય અક્ષય આઇ લવ યુ મારે તને સ્વીમીંગ પુલમાંજ કહી દેવું જોઇતું હતું પણ મને લાગ્યું ત્યાં કોઇ ખોટી હરકત કરીશ એટલે અટકેલી પણ તારાં જેવી મને તારાં માટે લાગણી છે આઇ ...Read More

33

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 33

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 33 રણજીત પોતાનાં પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં પ્રવેશી જઇને બંધ કરાવી દીધા અને ગાડી છેક પોર્ચમાં લઇ જઇને બેહોશ જેવી સીમાને લઇ ફાર્મહાઉસમાં પ્રવેશી ગયો. વિરાટ અને સાગર પાછળને પાછળ લાગેલાં હતાં. તેઓએ દરવાજો બંધ જોયો છતાં ગાડી ત્યાંજ રાખીને ગેટ ઉપર ચઢીને તેઓ અંદર પ્રવેશી ગયાં. વિરાટ પૂરી તૈયારી સાથે આવેલો એણે ફાર્મ હાઉસનાં મુખ્ય દ્વાર પર જઇને જોરથી દરવાજો ખખડાવ્યો અને રણજીતને ચેતવણી આપી છે રણજીત તું દરવાજો ખોલ નહીંતર તારી હાલત ખૂબ ખરાબ થશે તું સાવ ઉઘાડો પડી ગોય છે. અને સીમાને કંઇ પણ નાની ખરોચ પણ આવી છે કે એને કોઇરીતે ...Read More