સપના અળવીતરાં

(2.9k)
  • 241.4k
  • 253
  • 92.1k

ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા અને ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ્યા. ચેતાતંત્ર જાણે કે બહેર મારી ગયું હતું. ગળામાં સખત સોસ પડતો હતો, જીભ ઝલાઈ ગઈ હતી, કોઈજ શબ્દો બહાર નહો

New Episodes : : Every Tuesday

1

સપના અળવીતરાં ૧

ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ્યા. ચેતાતંત્ર જાણે કે બહેર મારી ગયું હતું. ગળામાં સખત સોસ પડતો હતો, જીભ ઝલાઈ ગઈ હતી, કોઈજ શબ્દો બહાર નહો ...Read More

2

સપના અળવીતરાં ૨

“મે આઇ કમ ઇન, સર?” અધખુલ્લા દરવાજામાંથી ડોકાઈને મેહરાએ ફરી ટકોરા માર્યા અને એ ટકોરા નો કે.કે. ને ખેંચીને વર્તમાનમાં લઈ આવ્યો. કે.કે. ના મગજમાંથી ગઈ કાલનો દિવસ ભૂંસાતો જ નહોતો. એ રિપોર્ટ… અને…એ યુવતી…કોણ હશે? શું કામ રડતી હશે? આટલી રાત્રે એકલી ક્યાં ગઈ હશે?કે.કે. નું સૌથી મોટુ આશ્ચર્ય તો એ યુવતીના વર્તનને લઈને હતું. દરિયાકિનારે, મધ્યરાત્રિના સમયે, એકલી યુવતી આમ ડુસકા ભરી ભરીને રડે; અને પોતે સામેથી જઇને ઓળખાણ આપી, હાથ લંબાવ્યો, ભારે રડતી આંખો થી પોતાને જોતી જ રહી! કેટલું બધું હતું એ આંખોમાં? કેટલુ દર્દ, કેટલા સવાલો કેટલી ચિંતાઓ અને… થોડી ક્ષણો ...Read More

3

સપના અળવીતરાં ૩

બે… ત્રણ… ચાર… પાંચ… ફોનની રીંગ વાગતી રહી અને છેવટે કે. કે. એ રીસિવર હાથમાં લીધું. એનું દિલ જોર ધડકતું હતું. આ જ ઇન્સ્ટ્રુમેન્ટ,... આ જ ઓફિસ,... એ જ કે. કે. અને સામે છેડેથી વહેતો ડૉક્ટર નો અવાજ…“થેન્ક ગોડ! તારો કોન્ટેક્ટ તો થયો. ક્યારનો ટ્રાઇ કરૂં છું. મોબાઈલ સતત સ્વીચ ઓફ બતાવે છે. અને આ લેન્ડ લાઇન પર પણ ક્યારની રીંગ વાગતી હતી! સારૂં થયું કે. કે., તે સમયસર રીસિવર લઈ લીધુ, અધરવાઈઝ હું લાઇન કટ કરવાજ જતો હતો. ”ડૉક્ટર નો અકળાયેલો અવાજ સાંભળીને કે. કે. ખડખડાટ હસી પડ્યો. એક્ટિંગ કરવાનો શોખ તેની મદદે આવ્યો અને મનમાં ચાલતી ગડમથલ ...Read More

4

સપના અળવીતરાં ૪

“કમ ઓન આદિ, જસ્ટ રીલેક્ષ યાર.”“વ્હોટ રીલેક્ષ?”આદિત્યની અકળામણ તેના અવાજમાં દેખાઈ આવતી હતી. પોતાના ઇમોશન્સને કાબૂમાં રાખવું હવે તેના અશક્ય હતું. અને જ્યારે જાણ્યું કે કે.કે. શાર્પ 7:30 એ તેની ચેમ્બરમાં હતો પણ વિધાઉટ રિપોર્ટ્સ તો તે રીતસરનો ઉકળી ઉઠ્યો.આદિ નો ઉભરો શમી ગયો એટલે એ જ ચિર-પરિચિત સ્માઇલ સાથે કે.કે. એ આદિને શાંત પાડ્યો.“ યુ સી , કે. કે. ટાઈમ નો કેટલો પંક્ચ્યુઅલ છે! એમાં થયું એવું કે એક મીટીંગ કમ્પ્લીટ કરતા ઓફિસમાં જ સાત વાગી ગયા. અને ત્યાંથી અહીં સુધીનો રસ્તો કાપતા ગાડી અડધો કલાક તો લગાડે જ.અને હું રીપોર્ટ કંઈ બધે સાથે થોડો ફેરવતો હોઉં, કે ...Read More

5

સપના અળવીતરાં ૫

સપના અળવીતરાં ૫“કામ ક્યા કરના હોગા, સાબ? ”આ સવાલ સાથે જ છોટુના માસુમ ચહેરા પર આવેલા ભાવપલટાને કારણે આદિત્ય સુધી હચમચી ગયો. આટલી નાની ઉંમરે આણે જિંદગી ના કેટલાય ખેલ જોઇ લીધા હશે! ચહેરા પર એ જ સ્મિત સાથે આદિ એ કહ્યું,“વાતો. આજે મારો વાતો કરવાનો મૂડ છે અને આ મારો ફ્રેન્ડ મોં માં મગ ભરીને આવ્યો છે. ”આ સાંભળી છોટુ ખડખડાટ હસી પડ્યો. તેણે ત્યાં ને ત્યાં જ પલાંઠી વાળીને અડિંગો જમાવી દીધો. તેને જોઇને કે. કે. અને આદિએ પણ ભીની રેતી મા બેઠક જમાવી. ચા ના ઘુંટડે ઘુંટડે વાતોની રંગત જામી. છોટુ પણ બરાબર નો ખીલ્યો હતો. ...Read More

6

સપના અળવીતરાં ૬

"અરે! આ તારી પાસે ક્યાથી? "આદિના હાથમાં પોતાના રીપોર્ટવાળું એન્વેલપ જોઈને કે. કે. થોડો ખાસિયાણો પડી ગયો. તેનુ જૂઠ ગયુ હતું. તેણે એન્વેલપ પાછુ મેળવવાની કોશિશ કરી, પણ આદિ છટકીને ભાગ્યો. તેનો એન્વેલપ વાળો હાથ હવામાં હતો અને તે પાછળ દોડતા કે. કે. તરફ નજર કરી બોલ્યો," ગાડીમાંથી... "આદિએ દોડવાની સ્પીડ થોડી ધીમી કરી અને કે. કે. તેના સુધી પહોંચી ગયો. કે. કે. પોતાની સ્પીડ કંટ્રોલ કરે એ પહેલાં જ તે આદિ સાથે અથડાયો અને બંને નીચે પડ્યા. કે. કે. એ આદિના હાથમાંથી એન્વેલપ ખેંચી લીધું અને બંને હસી પડ્યા... ખડખડાટ... કે. કે. નુ હાસ્ય હજી ચાલુ હતું પણ ...Read More

7

સપના અળવીતરાં ૭

દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ!હેડલાઇન વાંચીને તેણે નિરાશાથી માથું ધુણાવ્યું .આંસુનું એક ટીપું એની આંખની ધાર આવીને અટકી ગયું. પેપર રોલ વાળી ને તેણે સાઇડ પર મૂકી દીધું .આખા સમાચાર વાંચવાની તસ્દી પણ ન લીધી. મનમાં એક ઝીણી ટીસ ઉઠી... ફરી એકવાર સંજોગો એ તેને હાથતાળી આપી દીધી હતી! માથું ધુણાવી તેણે વિચારોને ખંખેરી નાખ્યા અને ઓફિસ માટે તૈયાર થવા જતી રહી. આજે નવા ક્લાયન્ટ સાથે તેની મિટિંગ હતી. જો આ મીટીંગ સક્સેસફુલ રહે તો તેની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને એક બહુ મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતા હતી.ફટાફટ તૈયાર થઈને તે ઓફિસે પહોંચી. મિટિંગ શરૂ થવાને હજી અડધો ...Read More

8

સપના અળવીતરાં ૮

રાગિણી પોતાના જ બેડમાં હાંફતી બેઠી હતી. હજુ અંધારાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. સૂર્ય ના કિરણો પૃથ્વી સુધી પહોંચ્યા નહોતા. પાસે રાખેલા મોબાઇલ મા બેકલાઇટ ચાલુ કરી જોયુ તો સવારના પાંચ વાગ્યા હતા. સાઇડ યુનિટ પર રાખેલ બોટલમાંથી પાણી પીધું અને એ સપના વિશે વિચારવા માંડી.ફરી એક અજીબોગરીબ સપનુ! કોણ હશે એ છોકરી? આખો ચહેરો પણ ન દેખાયો! બસ, આંસુ અને પરસેવા મા તરબોળ... અને એ શા માટે ભાગતી હશે? કોનાથી? કશું સમજાતું નહોતું. રાગિણી એ ફરી સૂવાની કોશિશ કરી, કદાચ આગળ પાછળ નુ કોઈ અનુસંધાન મળી જાય.... પણ વ્યર્થ... ઊંઘ હવે વેરણ બની હતી.તેણે આંખો બંધ કરીને પોતાના ઇષ્ટ ...Read More

9

સપના અળવીતરાં ૯

સપના અળવીતરાં ૯પોતાના બેડ પર બેઠેલી રાગિણી સખત હાંફતી હતી. કંઇક એવું હતું જે તેને સમજાતું નહોતું. ઘણી વાર થતું કે તેને કોઈ સપનું આવે, વારંવાર આવે... પણ તેને હકિકત નું રૂપ મળી જાય, પછી એ સપનું ફરી ક્યારેય નથી આવ્યું. પણ આજે... કાલે રાત્રે આવેલા સપના મુજબ ની પરિસ્થિતિ તો તેણે સીસીડી મા ટીવી પર પ્રસારિત થતી જોઈ હતી! તો પછી... ફરી એજ સપનુ... એ અસ્પષ્ટ અવાજો... અને ટીવી તો મ્યૂટ હતું... રાગિણી ને કશું સમજાતું નહોતું. મનમાં એક અજીબ બેચેની અનુભવાતી હતી. વળી, આ વાત બીજા કોઈ સાથે શેર કરવી પણ પોસિબલ નહોતી.હજુ રાતના બે જ ...Read More

10

સપના અળવીતરાં ૧૦

સપના અળવીતરાં ૧૦"ચાલો... ચાલો... ઘણું કામ પેન્ડીંગ છે. ફેશન શો ને હવે ખાલી એક મહિના ની વાર છે. અને એક મહિનો છે આપણી પાસે, આપણુ ભવિષ્ય ડિઝાઇન કરવા માટે. સો નો નખરાં નો આળસ... "રાગિણી ના પ્રવેશતાં જ ઓફિસ ના વાતાવરણમાં એક નવી ઊર્જા નો સંચાર થવા માંડ્યો. આજે મોડેલ્સનુ ફાઈનલ સિલેક્શન કરવાનું હતું. પ્રોફાઈલ પરથી સિલેક્ટ કરીને એક શોર્ટ લિસ્ટ મિ. મનને આપ્યુ હતું અને ઈન્ટરવ્યુ ની પેનલમાં પણ રાગિણી ને હાજર રહેવા કહ્યું હતું. એટલે રાગિણી પોતાના સ્ટાફ ને કામ સોંપીને સીધી કે. કે. ક્રિએશન્સ ની ઓફિસે પહોંચી. આજે સમીરા સાથે નહોતી એટલે રાગિણી ને થોડું અૉકવર્ડ ...Read More

11

સપના અળવીતરાં ૧૧

"પણ કેમ? "આદિત્ય નો અવાજ ગૂંજતો રહ્યો અને કે. કે. ત્યાંજ પલાંઠી વાળીને બેસી ગયો. નાના છોકરા ની જેમ મહેલ બનાવવા માંડ્યો. આદિત્ય વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો. સવારથી કે. કે. કંઈક અલગ જ રીતે વર્તી રહ્યો હતો, અને કદાચ, જિંદગી માં પહેલી વાર આદિત્ય માટે કે. કે. એક કોયડો બની ગયો હતો.કે. કે. અને આદિત્ય ની અન્ડરસ્ટેન્ડીંગ એટલી જોરદાર હતી કે બંને એકબીજાનું મન વાંચી શકતા. વગર બોલ્યે એકબીજાને સમજી શકતા. પરંતુ આજનું કે. કે. નુ વર્તન તે સમજી નહોતો શકતો. તેણે પણ કે. કે. ની બાજુમાં બેઠક જમાવી. થોડીવાર સુધી કે. કે. ની મહેલ બનાવવાની કારીગરી જોતો ...Read More

12

સપના અળવીતરાં ૧૨

"આહ.... "કે. કે. ના મોઢે થી એક દર્દભરી સિસકારી નીકળી ગઇ. હાથમાં પકડેલી પેન છૂટી ગઈ. જમણા હાથના મૂળમાં, પાસે જોરદાર સણકો ઉપડ્યો અને આખા હાથમાં ઝણઝણાટી થવા માંડી. હાથની નસો બધી અંદરની બાજુ ખેંચાતી હોય એવું લાગ્યું. કાળી બળતરા થવા માંડી. થોડા સમય માટે જાણે હાથ પરનો કંટ્રોલ છૂટી ગયો. ઘણી કોશિશ છતાં દુખાવાના કારણે આંખમાં આછા ઝળઝળિયાં આવી ગયા. સમય જાણે થંભી ગયો અને દુખાવો વધતો ગયો. કે. કે. એ ડાબા હાથની હથેળી જમણી બગલ પર દબાવી દીધી. તેને અહેસાસ થયો કે બગલની ગાંઠ થોડી મોટી થઈ ગઈ હતી. તેના કાનમાં ડૉ. ભટ્ટ અને આદિત્ય ના અવાજ ...Read More

13

સપના અળવીતરાં ૧૩

ચર્ ર્ ર્... ગાડીને લાગેલી બ્રેક આદિના વિચારો પર પણ અસર કરી ગઈ. વિચારોની ગતિ અટકી ગઈ અને આદિ ખેંચાઈ આવ્યો. તેણે જોયું તો ગાડી કે કે મેન્સન ને બદલે ડૉ. ભટ્ટ ની હોસ્પિટલનાં ગેટ પાસે ઉભી હતી. કેદાર ભાઈ આદિની રાહ જોયા વગર, ઉતાવળા પગલે લિફ્ટ પાસે પહોંચી ગયા હતા. આદિએ પણ ઉતાવળ રાખી અને કેદારભાઈ સાથે જ લિફ્ટ મા પ્રવેશ કર્યો.લિફ્ટ ની બરાબર સામેના સ્પેશ્યલ ડિલક્ષ રૂમમાંથી ડૉ. ભટ્ટ બહાર આવી રહ્યા હતા કે લિફ્ટ નો દરવાજો ખૂલ્યો અને અધિરાઇ સાથે કેદારભાઈ તથા ડૉ. આદિત્ય ને આવતા જોયા, એટલે ડૉ. ભટ્ટ પણ તેમની સાથે રૂમમાં પાછા આવ્યા. ...Read More

14

સપના અળવીતરાં ૧૪

"કેટલી વાર લાગશે? અમે લોકો બસ પહોંચવાની તૈયારી મા છીએ. ""ગુડ. તમે જઇને કામ ચાલુ કરો. હું બનતી ઝડપે છું. "સમીરાનો કોલ કટ કરીને રાગિણી એ એક્ટિવા ની સ્પીડ ઓર વધારી. વારે ઘડીએ તેની નજર રિસ્ટ-વૉચ પર જતી અને આપોઆપ ઉએક્સિલરેટર પર રેઈઝ વધતુ જતુ હતું. સાથે ...Read More

15

સપના અળવીતરાં ૧૫

એક ક્ષણ માટે રાગિણી થીજી ગઈ. એજ મરૂન સુટ... એવાજ મરૂન શૂઝ... પગ પાસે અણિયાળો પથ્થર... એ પથ્થર થી હાથ ઉપર ઝળુંબી રહેલી એ સ્ત્રી... એજ ડિઝાઇનર ઘાઘરો... રાગિણી ના મગજમાં એક શબ્દ ઝબૂક્યો... મદદગાર....હજી રાગિણી વધારે વિચારે એ પહેલાં જ એક તીર સન્ સન્ કરતું તેના માથા ઉપરથી થઈને એ ઝાડના થડમાં ખૂંપી ગયું. એ સાથે જ રાગિણી ને કળ વળી ગઈ. કદાચ, તેને ખબર હતી કે હવે આગળ શું થવાનું છે! તેણે તરતજ આદિત્ય નો હાથ પકડીને નીચે બેસાડ્યો, એ સાથે જ બીજું એક તીર આદિત્ય ના માથા પરથી પસાર થઈ ને ઝાડમાં ફસાઈ ગયું. જો રાગિણી ...Read More

16

સપના અળવીતરાં ૧૬

રાગિણી ની પાછળ પાછળ મંદિર મા પહોંચેલા કે. કે. અને આદિત્ય એ રાગિણી ની ચીસ સાંભળી એટલે ચાલવાની ઝડપ રાગિણી ની લગોલગ પહોંચી ગયા. ત્યાનુ દ્રશ્ય જોઈને એ બંને પણ હબક ખાઇ ગયા. પ્રતિમાની પાછળ કોઇ વ્યક્તિ અત્યંત ઘાયલ અવસ્થામાં પડેલી હતી. તેનું આખું શરીર ચારણી ની જેમ વિંધાઇ ગયું હતું., લોહી નું ખાબોચિયું ભરાઈ ગયું હતું. બાજુમાં લોહી નીતરતાં તીરોનો ઢગલો પડ્યો હતો, અને હજુ પણ કેટલાક તીર તેના શરીર મા ખૂંચેલા હતા! આદિત્ય તરતજ તેની નજીક ગયો. જોયું તો તેની આંખો બંધ હતી. આદિત્ય એ સાવધાનીથી તેની નાડિ તપાસી. તેના ધબકારા એકદમ મંદ ગતિ એ ચાલતા હતા. કે.કે. ...Read More

17

સપના અળવીતરાં ૧૭

"આઇ એમ કે. કે... કૌશલ ખન્ના... ફ્રોમ કે.કે. ક્રિએશન્સ." કે. કે. અને રાગિણી એ પરસ્પર ઓળખાણ આપી હાથ મેળવ્યા રાગિણી ના શરીર માં એક આછી કંપારી પ્રસરી ગઇ, પણ તેનુ સંપૂર્ણ ધ્યાન અત્યારે ચાલુ થઈ ગયેલા શો તરફ હતું. આથી પોતાની લાગણી નજરઅંદાજ કરી તે ઝડપથી પોતાનો હાથ છોડાવી ને દોડી ગઈ સીધી સ્ટેજ તરફ. તેને દોડતી જોઈ આદિ હસી પડ્યો પણ કે. કે. હજુ પણ એમજ સ્થિર હતો - લંબાવેલા હાથ સાથે...આદિએ ઝીણી વ્હીસલ વગાડી કે. કે. ની આંખ સામે ચપટી વગાડી એટલે કે. કે. ઝબકી ગયો. હજુ પણ તેનો હાથ એમજ લંબાયેલો હતો. આદિએ પોતાનો હાથ એ ...Read More

18

સપના અળવીતરાં ૧૮

બારીનો કાચ નીચે ઉતર્યો અને અંદરનું દ્રશ્ય જોઈને રાગિણી ચમકી ગઈ. અડધી બારી આદિત્ય ના ચહેરા થી રોકાઈ ગઈ અને બાકીની જગ્યામાંથી કે. કે. નો થોડોક ચહેરો દેખાયો... તદ્દન નિસ્તેજ અને એકદમ થાકેલો! હજુ થોડા કલાકો પહેલા આ જ વ્યક્તિ ને તેણે દોડતા - ભાગતા, એક અજાણી છોકરી - મિસરી ની મદદ કરતાં જોયો હતો... તેના સપનાનો મદદગાર... આ પરિસ્થિતિ મા???કે. કે. પર નજર પડતાં જ રાગિણી ના મનમાં અનુકંપા જાગી. એ સાથે જ તેના તાળવામાં (માથાનો એ ભાગ કે જે બાળક ના જન્મ વખતે પોચો હોય છે અને જ્યા ધબકારા અનુભવી શકાય છે. ) ઝણઝણાટી થવા માંડી. જોતજોતામા ...Read More

19

સપના અળવીતરાં ૧૯

વિડિયો કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ હતી. સામે સ્ક્રીન પર બધાને અભિનંદન આપતો કે. કે. નો ચહેરો દેખાતો હતો. તેના પર સતત પ્રોફેશનલ સ્મિત છવાયેલુ હતું. થોડી ઔપચારિક વાતો પછી સિંગાપુર વાળો ફેશન શો પણ 'ડ્રીમ્સ અનલિમિટેડ' ને સોંપવાની જાહેરાત કરી. તાળીઓના ગડગડાટ વચ્ચે કેયૂરે એક ફાઈલ રાગિણી ને આપી.રાગિણી એ એકદમ ચમકીને ફાઈલ હાથમાં લીધી. તેના ચહેરા પર કોઈ અલગ જ ભાવ હતા. તે તદ્દન અલિપ્ત હોય તેવું લાગ્યું. તેનું ધ્યાન સતત સ્ક્રીન પર જ હતું. ફાઇલ લેવા પૂરતી પણ તેણે સ્ક્રીન પરથી નજર ન હટાવી!એ સ્ક્રીન પર તેને કંઇક અલગ જ દેખાતુ હતું. બીજા બધા કરતાં કંઇક વધુ... ...Read More

20

સપના અળવીતરાં - 20

ડૉ. બાટલીવાલાનુ વર્તન સમીરા ને થોડું વિચિત્ર તો લાગ્યું, પણ તેનુ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન અત્યારે રાગિણી તરફ હતું એટલે તે લપછપ કર્યા વગર રાગિણી ને લઈને તેના ઘર તરફ રવાના થઈ. સેફ્ટી માટે તેણે રીક્ષામાં જવાનું પસંદ કર્યું. ટ્રાફિક ઓછો હતો. થોડી વારમાં તો પહોંચી પણ ગયા. આખા રસ્તે રાગિણી એમજ સૂનમૂન હતી. ઘરે પહોંચીને સમીરા એ સોફા પર રાગિણી ને બેસાડી અને તેની માટે ગ્લુકોઝ નુ પાણી બનાવીને લઈ આવી. રાગિણી પાસે ગ્લાસ ધરતા તે યંત્રવત્ પી ગઈ. ગ્લાસ પાછો રસોડામાં મૂકીને સમીરા તેની બાજુમાં બેસી ગઈ. હળવેથી તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલી,"શું થાય છે, બકા? કાંઇક તો ...Read More

21

સપના અળવીતરાં - ૨૧

કાળી અંધારી રાત... ધોધમાર વરસતો વરસાદ... વિજળીના ચમકારા... ઘેઘૂર વડલો... વડલા નીચે ઉભેલી એક સ્ત્રી... આંખોમાં આંસુ અને હાથમાં... એક નવજાત બાળક....પોતાનો ભૂતકાળ યાદ આવતા સમીરા આજે પણ ધ્રુજી ઉઠી. તેની નજર રાગિણી એ દોરેલા ચિત્રો પર જડાઇ ગઇ હતી. આબેહૂબ દ્રશ્ય દોર્યું હતું. અને બીજા ચિત્ર મા હતી તેની અને રાગિણી ની પહેલી મુલાકાત... અત્યારે પણ સમીરા ની નજર સામે એ દ્રશ્ય કોઈ ફિલ્મ ની માફક દેખાવા માંડ્યું...એ વડલા નીચે તે એકલી અસહાય ઊભી હતી. મનમા એક ફડકો હતો કે જે દુનિયા થી તે ભાગી આવી છે, તેના પડછાયા અત્યારે અહી પહોંચી ગયા તો? આમ પણ તે પોતાનુ ...Read More

22

સપના અળવીતરાં - ૨૨

"રાગિણી... "સમીરા થી ચીસ પડાઈ ગઈ. અને એ અવાજે જાણે કેટલાય પડળો છેદીને રાગિણી ને વર્તમાનમાં ખેંચી લીધી. રાગિણી બોલતા અચાનક એકદમ ચૂપ થઈ ગઈ. તદ્દન વિચાર શૂન્ય..."શું થયું રાગિણી? "રાગિણી પણ એ જ વિચારતી હતી. શું થઈ ગયુ હતું પોતાને? એ તો સમીરા સાથે વાત કરતી હતી, કે. કે. વિશે... પોતાની અનુભૂતિ વિશે... તેને યાદ આવ્યું કે વાત કરતાં કરતાં અચાનક તેના અવાજની તિવ્રતા વધી ગઈ હતી, વધુ ને વધુ વધી રહી હતી. પણ આ બાબત તેના કંટ્રોલમાં નહોતી. એક ક્ષણ એવી આવી કે તે અલિપ્ત થઈ ગઈ. તેને પોતાનો અવાજ સંભળાતો હતો, પણ જાણે તેની જીભ જાતે ...Read More

23

સપના અળવીતરાં - ૨૩

"હે ડોક્, વ્હોટ હેપ્પન્ડ? "આદિત્ય ને આવેલો જોઈને ડૉ. ભટ્ટ ની આંખમાં એક ચમક આવી. તેમણે હાથના ઇશારાથી જ ને સામેની ખુરશી પર બેસવા કહ્યું. આદિત્ય એ બેઠક લીધી એટલે ડૉ. ભટ્ટે કે. કે. ની ફાઇલ તેને સોંપી. આદિત્ય જેમ જેમ બધા રિપોર્ટ જોતો ગયો, તેમ તેમ તેના ચહેરા પર ચિંતા ની રેખાઓ ઉપસવા માંડી. છેલ્લે ફાઇલ બંધ કરી તેણે ડૉ. ભટ્ટ સામે જોયું."હાઉ ઇઝ ધીઝ પોસિબલ? ટ્રીટમેન્ટ તો પ્રોપર ચાલે છે. પછી કેન્સર સેલ્સ નો ફેલાવો વધવાનું રીઝન... કંઈ સમજાતું નથી... ""રીઝન છે ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં થયેલુ મોડું... "ડૉ. ભટ્ટે સમજાવતા કહ્યું,"ટ્રીટમેન્ટ મોડી મળવાને કારણે કેન્સર સેલ્સ નો ...Read More

24

સપના અળવીતરાં - ૨૪

કાંટો સે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ...ધીરા અવાજે ગણગણતા રાગિણી ફટાફટ ઓફિસનુ કામ પતાવી રહી હતી. તેણે કાંડાઘડિયાળમા જોયું. સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. સવારે નવ વાગ્યે કે. કે. ક્રિએશન્સ માં થી મિ. મનન નો કોલ આવ્યો હતો. રાગિણી ને જાણ કરવા માટે કે ઓનર ઓફ કે. કે. ક્રિએશન્સ, મિ. કે. કે. સાથે તેની મિટિંગ ફિક્સ થઈ છે, હોસ્પિટલ મા... શાર્પ એટ 4:00 pm. બસ, આટલી જ વાત અને કોલ કટ થઈ ગયો. મિટિંગ ના એજન્ડા બાબત કોઈ જ માહિતી નહોતી.પહેલા તો રાગિણી કન્ફ્યુઝ થઈ ગઈ આ રીતે અણધારી મિટિંગ ગોઠવવા માટે! પણ પછી ...Read More

25

સપના અળવીતરાં - ૨૫

ડૉ. ભટ્ટ અને આદિત્ય જ્યારે કે. કે. ના રૂમ માં પહોંચ્યા, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ પણે કંટ્રોલમાં હતી. હા, પોતાની કારણે નર્સ થોડી ગભરાયેલી હતી, પરંતુ અત્યારે નર્સ અને કે. કે. આશ્ચર્યથી રાગિણી તરફ તાકી રહ્યા હતા. રાગિણી અસ્ફૂટ સ્વરે કશુંક બબડી રહી હતી. તેની નજર શૂન્યમાં સ્થિર હતી અને એક જ વાત વારંવાર બોલતી હતી..."ડૉ. જોનાથન... કોલ ડૉ. જોનાથન... "આદિત્ય એ રાગિણી ના ખભે હાથ મૂક્યો અને રાગિણી ઝબકી ગઈ. તેણે ચમકીને આદિત્ય સામે જોયું. આદિત્ય એ નોંધ્યું કે એસી ચાલુ હોવા છતાં રાગિણી ના કપાળે પરસેવાના ટીપા બાઝી ગયા હતા."આર યુ ઓકે? "આદિત્ય ના પ્રશ્ન ના જવાબમાં તેણે ...Read More

26

સપના અળવીતરાં - ૨૬

"તે દિવસે દરિયાકાંઠે તમે જ હતા ને! ""સોરી! ડીડ યુ સે સમથીંગ? "રાગિણી રૂમના દરવાજે પહોંચી અને દરવાજો જરાક ત્યા કે. કે. નો અવાજ સાંભળીને અટકી ગઈ. કે. કે. એ જે રીતે પૂછ્યું, તે ચમકી ગઈ. તેને સમજાયું નહિ કે કેવી રીતે રીએક્ટ કરવું. એટલે સાંભળ્યુંજ ન હોય એવો દેખાવ કરી તેણે પ્રતિપ્રશ્ન કર્યો.કે. કે. પણ થોડોક મૂંઝાયેલો હતો. રાગિણી ને જતી જોઈને તેનાથી ઉતાવળે પૂછાઇ ગયું. ખાસ જે વાત જાણવા માટે તેણે આ મિટિંગ ગોઠવી હતી, તેનો ઉલ્લેખ આવી રીતે કરવાનુ તેને યોગ્ય ન લાગ્યું, પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું હતું. રાગિણી એ સામો પ્રશ્ન કર્યો એટલે ...Read More

27

સપના અળવીતરાં - ૨૭

એકસાથે પાંચ ટપોરી ટાઇપ છોકરાઓને કોફીશોપમા પ્રવેશતા જોઈને મેનેજરે ઉતાવળે જઈ એન્ટ્રન્સ પાસે જ તેમને રોક્યા. પોતાની કોફીશોપનુ વાતાવરણ ન થાય એટલે તેમને ત્યાં જ રોકી મેનેજરે વાતચીત ચાલુ કરી. એ લોકોની તકરારમાં રાગિણી બીજા દરવાજેથી ક્યારે બહાર જતી રહી, તે એ લોકોને ખબર ન રહી. છેવટે, પ્રવેશ ન મળતાં તેઓ પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. ઘણી વાર રાહ જોવા છતાં એ 'મેકવાન કી છોકરી' બહાર ન આવતા ફરી કોફીશોપમા જવાનું વિચાર્યુ, ત્યાં જ એક છોકરો માથે હાથ પછાડતા બોલ્યો,"એક બાત તો અપુનકી ખોપડી સે ચ નીકલ ગઇ બાપ! "એક સાથે આઠ આંખો તેની તરફ મંડાઈ. તે ફરી બોલ્યો,"વો ...Read More

28

સપના અળવીતરાં - ૨૮

"કેન વી મીટ? "રાગિણી ને પોતાના કાન પર ભરોસો ન બેઠો. મિ. કેયૂર ખન્ના એ ડાયરેક્ટ તેને કોલ કર્યો! તો દરવખતે પેલા મિ. 'ખડૂસ' મનન નો કોલ આવે અને તે મિટિંગ ફિક્સ કરે, અથવા તો પહેલા મિ. મનન નો અવાજ કાનમાં ભટકાય અને પછી જ મિ. કેયૂર લાઇન પર આવે... રાગિણી આ વિચારોમાં અટવાયેલી હતી ત્યાં ફરી સામેથી કેયૂર નો અવાજ સંભળાયો."હલો, મિસ રાગિણી... આર યુ ધેર? ""હં... હા... અમ્.... મિટિંગ... અત્યારે... આઇ મીન ક્યારે... "શું બોલી ગઈ... અને આગળ શું બોલવું... કશું સમજાતું નહોતું. તેની આવી પરિસ્થિતિ જોઈ બાટલીવાલાએ સોડાબાટલીના તળિયા જડેલા કાળી ફ્રેમના ચશ્મા નાકની દાંડી પર ...Read More

29

સપના અળવીતરાં - ૨૯

"દેખા બોસ. વહી ચ હૈ ના... મેકવાન કી છોકરી... અપુન કભી રોંગ નહી હોને કો સક્તા. "'મેકવાન કી છોકરી'... જ રાગિણી ના કાન સરવા થઈ ગયા. અહિ, આ શહેરમાં આવ્યા પછી, કેટલા વર્ષે તેને કોઈએ આવી રીતે બોલાવી હતી! તેની નજર સામે ગોવા નો દરિયો તરવરી ઉઠ્યો અને તરવરી ઉઠ્યા બે ચહેરા - એ દરિયા સાથે એકાકાર! તેણે તરતજ પોતાના મન ને વર્તમાનમાં પાછું ખેંચ્યું. સામે જે લોકો હતા, તે મિત્ર તો નહોતા જ. બોલનાર નો અવાજ લથડતો હતો, તો બાકી બધા પણ નશામાં ધૂત હતા. લાલચોળ આંખો અને એ આંખો મા ભરાયેલું ખુન્નસ...રાગિણી બધી બાજુથી ઘેરાઇ ગઇ હતી... ...Read More

30

સપના અળવીતરાં - ૩૦

"રાગિણી ની આ હાલત? "આદિત્ય ના પ્રશ્ન નો જવાબ શું આપવો તે કેયૂર ને સમજાયું નહીં. થોડી વાર તો એમજ આદિત્ય સામે તાકી રહ્યો અને પછી સૂચક નજરે પોતાના ડ્રાઇવર કમ બોડીગાર્ડ - રાઘવ તરફ જોઇ હાથ લંબાવ્યો. રાઘવે એમાં મોબાઇલ મૂકી દીધો. કેયૂરે એમા વિડિયો ચાલુ કરી આદિત્ય ને એ મોબાઇલ આપ્યો.રાત ના અંધારામાં ફુલ ઝુમ કરીને લેવાયેલો વિડિયો થોડોક અસ્પષ્ટ હતો, છતાં બધાના ચહેરા ઓળખી શકાતા હતા. આદિત્ય એ જોયુ કે કઇ રીતે રાગિણી એ હિંમત બતાવી ને પાંચ ટપોરીઓનો સામનો કર્યો અને ત્યાથી છટકી ને ભાગી, પરંતુ હોકી સ્ટિક નો માર વાગતા બેલેન્સ ખોઇને પડી ગઈ. ...Read More

31

સપના અળવીતરાં - ૩૧

"હેલો, શિંદે સર? કેયૂર હિઅર. ""યસ મિ. કેયૂર. આફ્ટર અ લોન્ગ ટાઇમ... હાઉ આર યુ? ""ફાઇન. આઇ વોઝ આઉટ ઈન્ડિયા ફોર સમ ડેય્ઝ. હવે, પેલા ટપોરીઓના કેસમાં કોઇ ડેવલપમેન્ટ? ""વેલ, મે તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી, બટ... એનીવેય્ઝ, આઇ થીંક યુ શુડ નો ધીઝ. જે લોકોને તમે પકડાવ્યા એ ખાલી સામાન્ય ટપોરી નહોતા. ધે બિલોન્ગ ટુ અ ગેંગ - ડીલીંગ વીથ ડ્રગ માફિયા. ""વ્હોટ? ""યસ. બહુ ખતરનાક ગેંગ છે. અને એટલેજ તમને આ માહિતી આપવી જરૂરી છે. બીકોઝ યુ નીડ ટુ બી કેરફુલ. એ લોકો ગમે ત્યારે બદલો લઈ ખુન્નસ કાઢી શકે છે. ""સર, કાંઈક સમજાય એવું બોલોને! ...Read More

32

સપના અળવીતરાં - ૩૨

"હેલો, મિ. ખન્ના! આઇ વોઝ વેઇટિંગ ફોર યુ. "સબ ઇન્સ્પેક્ટર શિંદે એ કેયૂર સાથે હાથ મિલાવતા કહ્યું. કેયૂર ના પરનો ઉચાટ સ્પષ્ટ વરતાતો હતો. એક ફીકી સ્માઇલ સાથે તે શિંદે સામે તાકી રહ્યો. શિંદેએ ડ્રોઅરમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ કાઢી ટેબલ પર મૂક્યા અને આંખના ઇશારે જ કેયૂર ને એ જોવાનું કહ્યું.કેયૂર એક પછી એક બધા ફોટા જોવા માંડ્યો. એમાં કેટલાક જાણીતા ચહેરા હતા - પેલા ટપોરીઓના... તો કેટલાક વળી સાવ અજાણ્યા... પણ છેલ્લા ફોટા પર નજર પડતાં જ તેનો હાથ ધ્રુજી ગયો."આ... આ તો... ""હા, આ એ જ છે... ડી - ધ ડ્રગ કીંગ. છાશવારે એની તસ્વીરો ન્યૂઝ પેપર માં ...Read More

33

સપના અળવીતરાં - ૩૩

બોબી - એક હોંશિયાર જાસૂસ... ગમે તેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે નો તેનો ઘમંડ આજે ચૂર ચૂર થઈ હતો. એક છોકરી ને નજર સામે તડપતી જોઈને તેની આંખમાંથી આંસુ સરી પડ્યું! સ્ટ્રેન્જ...તેણે જાતેજ માથા પર હળવી ટપલી મારી અને ટેરવા પર એ આંસુ ઝીલી, ફૂંક મારીને ઉડાડી દીધું. ફરી એક હાથે પકડેલા દૂરબીન દ્વારા રાગિણી ની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી બીજા હાથે તેણે એક નંબર ડાયલ કરી મોબાઈલ કાને ધર્યો."હલો, ઈટ્સ મી. એ મારી નજર સામે જ છે. બે કલાક ની ઊંઘ પછી અચાનક એ જાગી ગઈ. બહુ જ ડિસ્ટર્બ્ડ અને સ્ટ્રેસફુલ લાગે છે. અચાનક કોઇ બુક ...Read More

34

સપના અળવીતરાં - ૩૪

"આદિ, આવું કેમ કર્યું? "ભારે ભરખમ મૌન નો ભાર ન ખમાતા કેયૂરે એ નો એ જ પ્રશ્ન ફરી પૂછ્યો. છેડે લેવાયેલો ઊંડો શ્વાસ તેણે અનુભવ્યો, એ સાથે જ આદિનો અવાજ પણ તેના કાન સુધી પહોંચી ગયો."હાઉ ઇઝ કે. કે.? ""પ્લીઝ આદિ, ટોપિક ના બદલીશ. અહીંયા આટલું બધું બની ગયુ છતા મને જણાવવાની જરૂર ન લાગી? રાઘવની આ હાલત... તારી પર હુમલો... રાગિણી... ""લિસન કેયૂર, વેરી કેરફુલી... "આદિત્ય એ કેયૂર ની વાત વચ્ચે જ કાપી નાંખી અને ચીપી ચીપીને મક્કમતા થી બોલ્યો,"અત્યારે પરિસ્થિતિ કમ્પ્લીટલી અંડર કંટ્રોલ છે. રાઘવની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. અને શિંદે સરના સપોર્ટથી હું અને રાગિણી પણ ...Read More

35

સપના અળવીતરાં - ૩૫

"નો, શી ઇઝ લાયિંગ... "રાગિણી ના કાન ચમક્યા, આશ્ચર્ય થી આંખો પહોળી થઈ ગઈ... તેણે અવિશ્વાસ ભરી નજરે સમીરા જોયું. સમીરા હજુપણ એટલી જ ભયભીત જણાતી હતી. તેણે સમીરાનો હાથ પકડવાની કોશિશ કરી, પણ સમીરા હાથ છટકાવીને થોડી દૂર ખસીને બેસી ગઈ. હવે પોતાની વાત સમજાવવાની સંપૂર્ણ જવાબદારી તેની એકલીની જ છે એમ સમજાય જતા તેણે સમીરા ને છોડી બાકી બધા પર ફોકસ કર્યું. "પ્લીઝ, મારી વાત ધ્યાનથી સાંભળો. આને વરદાન કહેવું કે અભિશાપ, મને નથી ખબર. પણ જ્યારથી સમજણી થઈ છું, મને કેટલીય વાર ચિત્રવિચિત્ર સપનાઓ આવે છે, વારંવાર આવે છે. કેટલાક તરત સમજાય છે, તો કેટલાક મોડેથી... જ્યારે ...Read More

36

સપના અળવીતરાં - ૩૬

સમીરા નું વર્તન જોઈને બધા અચંબિત થઈ ગયા. સૌથી પહેલી કળ રાગિણી ને વળી. તે સોફામા ખસતી ખસતી સમીરા નજીક ગઈ. તેનો ચહેરો પ્રયત્ન પૂર્વક પોતાની તરફ ફેરવીને પૂછ્યું,"તું ઓળખે છે આ બંને ને? "સમીરા નો આંસુમઢ્યો ચહેરો હકારમાં હલ્યો. સાથે જ હોઠ પણ ફફડ્યા... "એ મારો વરૂણ છે... મારો દિકરો... "એક ડુસકાં સાથે તેના આગળના શબ્દો અટવાઈ ગયા. "યુ મીન, તે દિવસે તારા હાથમાં... "સમીરા એ તીખી નજરે રાગિણી સામે જોયું અને બોલતા બોલતા રાગિણી અટકી ગઈ. સહસા તેને બીજા બધાની હાજરી યાદ આવી અને એ હજુ કોઇ પર એટલો વિશ્વાસ નહોતી કરી શકી કે પોતાનો ભુતકાળ એમની સામે ઉખેળે... ...Read More

37

સપના અળવીતરાં - ૩૭

જીપીએસમાં કન્ફર્મ કરી વરૂણે પોતાની કાર ઉભી રાખી. સુમસામ હાઇવે પરથી સ્હેજ અંદરના રસ્તે... કોઈ અવરજવર દેખાતી નહોતી. રસ્તા સામેની બાજુ એક નાની છાપરી દેખાઇ. બહાર ખાટલા ઢાળેલા હતા. નજીક જઈ જોયું તો જૂનુ ખખડધજ બોર્ડ લગાડેલુ હતું, જેના પર નામ હતું "મુન્ના દા ઢાબા"... "એડ્રેસ તો આજ છે... "મનોમન વિચારી તે ઢાબા તરફ આગળ વધ્યો. ઢાબા ના આંગણામાં એક ખાટલો પછી એક ટેબલ, પાછો ખાટલો અને વળી એક ટેબલ એવી ગોઠવણ કરેલી હતી. થોડે આગળ ત્રણ ટ્રક પાર્ક કરેલી હતી. કેટલાક લોકો છૂટા છવાયા જમી રહ્યા હતા. એ બધા વચ્ચે એક વ્યક્તિ પર વરૂણની નજર સ્થિર થઇ. એ હતો ...Read More

38

સપના અળવીતરાં - ૩૮

"એ વરૂણ છે... સમીરા નો દીકરો.... તારો દીકરો... "વરૂણ અનાયાસે જ એ માસુમ ચહેરા માં પોતાની ઝલક શોધવા મથી ત્યા ફરી દાદાનો અવાજ સંભળાયો. "હા, તારો દીકરો. અને એ જ સબૂત છે કે સમીરા હજુ તને ભૂલી નથી. અથવા તો એમ સમજ કે એ તને ભૂલવા માંગતી જ નથી. એટલે તો દીકરા નુ નામ પણ એજ રાખ્યું... વરૂણ. "અનાયાસે જ વરૂણ ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પાંપણ પટપટાવી વરૂણે એ ભીનાશ પાછી આંખમાંજ સમાવી દીધી. તેનુ મગજ હવે બમણા જોરથી વિચારવા માંડ્યું હતું. મારો ભુતકાળ મને જ જણાવી ને દાદા કરવા શું ઇચ્છે છે? એમ વિચારી તેણે હવે દાદા પાસેથી ...Read More

39

સપના અળવીતરાં - ૩૯

"હેલો આદિ, તું ક્યારે ફ્રી થઈ શકીશ? "પેશન્ટ ને તપાસતી વખતે આદિત્ય નો મોબાઈલ વાઇબ્રેટ થયો. જનરલી તે પેશન્ટ હાજરી માં મોબાઈલ ને અવોઇડ કરતો. પરંતુ, સ્ક્રીન પર કેયૂર નું નામ જોતા તેણે કોલ રીસિવ કર્યો. એમાંય કેયૂર નો આવો પ્રશ્ન સાંભળી તે થોડો ટેન્શન માં આવી ગયો. "હાય, કેયૂર! વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ! આજે અચાનક મારી યાદ આવી ગઇ! "ક્ષણિક મૌન પછી સામેથી અવાજ સંભળાયો, "ફ્રેંકલી સ્પીકીંગ, આજે કે. કે. ની બહુ યાદ આવે છે. સો આઇ વીશ કે તારી સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરૂં. "કેયૂર ના અવાજમાં રહેલી ભીનાશ થી આદિત્ય પણ પલળી ગયો. તેણે અપોઇનમેન્ટ ચાર્ટ માં નજર ...Read More

40

સપના અળવીતરાં - ૪૦

સ્યુસાઇડ નોટ!!! આંચકો શમે અને આખી નોટ વંચાય એ પહેલાં તો પેલા પારસી વડિલે આદિના હાથમાંથી એ કાગળ ઝૂંટવી અને ઇમરાન ને ઠપકો આપ્યો."આંય સું કરે છ, બાવા? આમ કોઇ પણ ને આવી વસ્ટુ અપાય કે? ટને ખબર નઠી! પોલીસ કેસ થટા વાર નઠી લાગવાની... યુ નો, અટેમ્પ્ટ ટુ સ્યુસાઇડ ઇઝ અ ક્રાઇમ... ""યસ અંકલ, આઇ નો. બટ આ લોકો અજાણ્યા નથી. મીટ મિ. કેયૂર ખન્ના. અમારી કંપની એમના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. "બાટલીવાલા એ નાકની દાંડી પર ચશ્મા સરખા ગોઠવી, આંખ સ્હેજ ઝીણી કરી કેયૂર ને પગથી માથા સુધી નીરખ્યો. એ આગળ કંઇ બોલે એ પહેલાં આદિત્ય ...Read More

41

સપના અળવીતરાં - ૪૧

"પાપા.... "તેની બૂમના પ્રત્યાઘાત રૂપે એ વિશાળ શીપની ભવ્ય રૂમનો દરવાજો ફડાક્ કરતો ખૂલી ગયો. તેણે જે જોયું, એનાથી હતપ્રભ થઇ ગઇ. તેણે જોયું કે તેના પાપાના લમણે ગન લાગેલી હતી, જે પાછી ખેંચાઇ ગઇ હતી ... પાપા ના ચહેરા પર અજીબ સ્વસ્થતા હતી. રૂમમાં કમ સે કમ પચ્ચીસ ત્રીસ માણસો હોવા જોઇએ... બધાજ કાળા કપડામાં સજ્જ... બસ એક ને છોડીને... તે એક વ્હાઇટ એન્ડ વ્હાઇટ માં હતો... ઈવન તેના શૂઝ પણ વ્હાઇટ હતા અને હાથમાં પહેરેલી ઘડિયાળ નો બેલ્ટ પણ વ્હાઇટ!... એ મિ. વ્હાઈટ નો એક પગ ખુરશી પર ટેકવેલો હતો અને તાલબધ્ધ એ પગનો પંજો ઉંચોનીચો થઇ ...Read More

42

સપના અળવીતરાં - ૪૨

શું બોલી ગયો કેયૂર? એનો અર્થ એ જ થાય જે પોતે કરી રહ્યો હતો, કે બીજો કંઇ?... આદિ નું ચક્કર ચક્કર ફરતું હતું. આ બોલતી વખતે કેયૂર ના ચહેરા પર જે ભાવ હતા, એવા જ ભાવ આદિત્ય એ પહેલા પણ જોયા હતા... કે. કે. ના ચહેરા પર... અને અરીસામાં પોતાના ચહેરા પર પણ!શું નહોતું તેની પાસે? એક વેલ સેટલ્ડ ડોક્ટર, પ્રેમાળ પરિવાર, ઘરનું ઘર... હા, ખન્ના જેવો બંગલો નહિ, પરંતુ ફ્લેટ પણ આલિશાન હતો. સંઘર્ષ નો સમય વીતી ગયો હતો. તેના સમાજમાં તો બધા તેને 'ઉગતો સુરજ' જ કહેતા હતા. છતાં, કે. કે. ની લાગણી સામે તેણે પોતાની લાગણી ...Read More

43

સપના અળવીતરાં - ૪૩

વન મોર કીસ ટુ સક્સેસ...કેયૂરે પોતાના હાથમાં રહેલો ગ્લાસ ઉંચો કરી તેના પર એક કીસ કરી. ગ્લાસની ધાર પાછળ રાગિણી નો ચહેરો દેખાયો, એકદમ ખુશ... હળવોફૂલ... એ હસતા ચહેરાને આંખમાં ભરી તેણે ગ્લાસવાળો હાથ વધુ ઉંચો કર્યો. "ચિયર્સ... ""ચિયર્સ... "એકસાથે બધાએ ખુશી વ્યક્ત કરી. સીંગાપોરનો ફેશન શો... અ ગ્રાન્ડ સક્સેસ... બધાજ ખુશ હતા.. અને કેયૂર નુ તો પૂછવું જ શું? નવી પ્રોડક્ટ ને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને સૌથી મોટી વાત, આ પ્રોજેકટ કેયૂરે પોતાના દમ પર સફળ બનાવ્યો હતો. પાર્ટી ના માહોલ વચ્ચે વળી કેયૂરે જાહેર કર્યું કે આખી ટીમ તેની સાથે અમેરિકા જશે, કે. કે. ...Read More

44

સપના અળવીતરાં - ૪૪

કલબલ કલબલ કલબલ.... હોસ્પિટલનું નીરસ વાતાવરણ જાણે જીવંત થઈ ગયું. સૌથી વધારે અવાજ બિનીતાનો સંભળાતો હતો. ફેશન શો ની કેફ હજુપણ તેની વાતોમાં વર્તાતો હતો. બધાની સામે આંખે દેખ્યો અહેવાલ એટલી મસ્તીથી રજૂ કરે જાણે ફેશન શો ની સક્સેસનું એકમાત્ર કારણ તે જ હોય! બાકી બધા પણ તેની આ માસુમિયતનો આનંદ ઉઠાવતા હતા. સહસા કેયૂરે તાળી પાડી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું."હે ગાય્ઝ, લીસન... આઉટસાઇડ ફૂડ ઈઝ નોટ અલાઉડ ઇન હોસ્પિટલ પ્રિમાઇસીસ... " "ઓ.... ઓ... "બધાએ એક સાથે નિરાશા વ્યક્ત કરી. એમનો અવાજ શમ્યો એટલે ફરી કેયૂર નો અવાજ સંભળાયો. "બટ, બટ, બટ.... ધ ગુડ થીંગ ઇઝ... અહીંની કેન્ટીન નું ફૂડ ...Read More

45

સપના અળવીતરાં - ૪૫

"કેવું લાગે છે? "મેરેજ રજીસ્ટ્રાર ની ઓફિસમાં સહી કર્યા પછી, પરસ્પર હાર પહેરાવ્યા પછી, ઓફિશીયલ પતિ પત્ની બન્યા પછી, ના કલીગ્સ, ડો. બાટલીવાલા, રોશન આંટી અને આદિત્ય થી છુટા પડ્યા પછી, એજ દરિયાદેવની હાજરીમાં હાથમાં હાથ લઈ કેયૂરે કરેલા પ્રશ્ન ના ઉત્તરમાં રાગિણી મીઠું શરમાઇ ગઇ. તેણે કેયૂર ના જમણા ખભે માથું ટેકવ્યુ અને જમણો હાથ કેયૂર ની છાતી પર રાખી તેની ધડકનોને અનુભવતી ક્યાય સુધી એમજ ઉભી રહી એટલે કેયૂરે તેની હડપચી પકડી તેનો ચહેરો સીધો કર્યો, આંખમાં આંખ પરોવી ફરી એ જ સવાલ પૂછ્યો, "કેવું લાગે છે? "ફરી રાગિણી એ નજર નીચે ઢાળી દીધી. એક નવોઢાને શોભે એવી ...Read More

46

સપના અળવીતરાં - ૪૬

કોકિલાબેને કોલ કટ કર્યો પછી થોડીક ક્ષણો સ્તબ્ધતા છવાયેલી રહી. રાગિણી હળવેથી ઉભી થઈ કે તરત કેયૂરે તેની સાડીનો પકડી રોકી લીધી. આઇબ્રો ઉંચી કરી ઇશારાથી જ પૂછી લીધું, "ક્યાં? "સામે રાગિણી એ પણ એવીજ આંખો ઉલાળી જવાબ આપ્યો, "ચેન્જ કરીને આવું. " "ઉંહુ... "કેયૂરે પલ્લુ ખેંચ્યો અને રાગિણી તેના પર ઢળી પડી. "શું જરૂર છે... " રાગિણી ના ભવા સંકોચાયા એટલે કેયૂરે અધુરું વાક્ય પૂરું કર્યું, "... બીજે જવાની? અહિંજ બદલી લે. રાધર, લેટ મી હેલ્પ યુ." "ધત્... "રાગિણી એ કેયૂર ની છાતી પર હળવી મુઠ્ઠી પછાડી અને તેના બાહુપાશમાં ભીંસાઈ ગઇ. કેયૂર સોફાચેર પર બેઠો હતો અને રાગિણી તેના ખોળામાં... રાગિણી એ કેયૂર ના ...Read More

47

સપના અળવીતરાં - ૪૭

સમીરા!!!એની યાદ આવતાજ રાગિણી ના શરીરમા આવેલી કંપારી કેયૂરે પણ અનુભવી. પણ તેણે મૌન રહેવાનું જ પસંદ કર્યું. તે હતો કે રાગિણી આજે બધુજ બોલી દે... એકદમ હળવી થઇ જાય... એના મનનો બધોજ ભાર ઉતરી જાય... "એ રાત હું મારી જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકું. "કેયૂર ના હાથ પર રાગિણી એ પોતાનો બીજો હાથ મૂકી સ્હેજ દબાવ્યો. અંદરખાને ક્યાક તેને એવી ઇચ્છા હતી કે કેયૂર ના હાથની સંવેદના શારિરીક સીમા તોડી તેના હાથમાં પ્રવેશે... પણ એ શક્ય બનતું નહોતું. ક્યાંક કશીક અડચણ હતી જે વર્તુળ પૂરુ થવા નહોતી દેતી. કેયૂર ની આંખમાં, પોતાનો હાથ થપથપાવી રહેલા કેયૂર ના હાથમાં, તેની ...Read More

48

સપના અળવીતરાં - ૪૮

"કાંટોસે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ... "મોબાઈલ માં રીંગટોન તરીકે સેવ કરેલુ ગીત સાંભળવા છતાં રાગિણી કોલ રીસિવ કરવાની દરકાર ન કરી. કેયૂર ને તો હજુ ગુડબાય કરી તે અંદર આવી હતી. કે. કે. અને મમ્મા પાપા સાથે તો રોજ રાત્રે વાત થતી. બીજું તો કોણ હોઇ શકે? કદાચ ઓફિસમાંથી કોલ હોઇ શકે. પણ એ બધા જાણે છે રાગિણી ની આદત. પહેલા આખી રીંગ વાગવા દેશે અને રીંગ બંધ થઇ જાય ત્યાં સુધી મસ્તી થી ગીત સાંભળશે. પહેલીવાર માં તો કોઇ દિવસ કોલ રીસિવ ન થાય. પછી સામેથી કોલ કરે... ગીત વાગતુ બંધ થયુ અને રાગિણી પોતાની ...Read More

49

સપના અળવીતરાં - ૪૯

આમ જુઓ તો રાગિણી સૂઈ ગઈ હતી, પણ તેનુ શરીર હજુ પણ ખેંચાયેલુ હતુ. તેના ચહેરા પર એકસાથે અનેક ની અવરજવર ચાલુ હતી. ઘડીકમાં એનો ચહેરો એકદમ ખેંચાઇ જતો તો ઘડીકમાં હોઠ એકદમ બીડાઇ જતા. રાગિણી ના માથાને પોતાના ખભા પર ટેકવીને એ હાથ કેયૂરે રાગિણી ની ગરદનની પાછળ થી તેના બીજા ખભે રાખ્યો હતો. રાગિણી નો હાથ કેયૂર ના પગ પર હતો. થોડી થોડી વારે એ હાથની મુઠ્ઠી ભીંસાઇ જતી હતી. એક બે વાર તો રાગિણી ના લાંબા નખ પેન્ટના કપડાને પાર કરી કેયૂર ના સાથળ સુધી પણ પહોંચી ગયા! કેયૂરે હળવેથી રાગિણી ની હથેળી નીચે પોતાની હથેળી ...Read More

50

સપના અળવીતરાં - ૫૦

સપના અળવીતરાં ૫૦નટુકાકા એ શોર્ટ બ્રેક મારી એટલે ચરરર્... અવાજ સાથે ગાડી ઉભી રહી. સમીરા એ રીઅરવ્યુ મિરરમાં આ એટલે તેણે પણ બ્રેક મારી દીધી. ઈં. પટેલે જોયું કે એ બંને ગાડી ઉભી રહી ગઇ છે, તો જરા કન્ફ્યુઝ થઇ ગયા. નાનુભા ની હવેલી તો હજુ એકાદ કીલોમીટર દૂર હતી, તો પછી...??? તેમણે પણ કો. પરમાર ને જીપ રોકવા ઇશારો કર્યો. જેવી પરમારે બ્રેક મારી કે તરતજ ઈં. પટેલ સમીરા ની ગાડી તરફ ગયા. પણ તે સમીરા સુધી પહોંચે એ પહેલા સમીરા રાગિણી સુધી પહોંચી ગઇ. તે પણ વિસ્મયથી રાગિણી એ કરેલ દિશાસૂચન તરફ જોવા માંડી. તેની પાછળ બાકી ...Read More

51

સપના અળવીતરાં - ૫૧

"હા, તો મિ. વિશાલ, પછી શું થયું? "ઇં. પટેલે પૂછતાં વિશાલ યાદ કરીને ઝીણામાં ઝીણી વિગતો કહેવા માંડ્યો. "માથા વારંવારના પ્રહારને કારણે હું બેહોશ થઈ ગયો હતો. જ્યારે હોંશમાં આવ્યો ત્યારે અંધારું ઘણું થઇ ગયુ હતું. કશું સ્પષ્ટ દેખાતું નહોતું. છેક ઉપર છત પાસે એક નાનકડી બારી હતી, તેમાંથી આછો પ્રકાશ આવતો હતો. ધીરે ધીરે આંખ ટેવાઇ ગઇ અને ઝાંખું ઝાંખું દેખાયુ. એક મોટો રૂમ હતો, આખો કબાડીથી ભરેલો... છત પાસે બારી જોઈ એટલે વિચાર્યુ કે આ ભોંયરું જ હોવું જોઈએ. પણ રૂમમાં મારી સિવાય બીજું કોઈ જ નહોતુ. વરૂણ પણ નહી અને કીડનેપર પણ નહી. મારા હાથપગ મુશ્કેટાટ બાંધેલા ...Read More

52

સપના અળવીતરાં - ૫૨

"કોન્ગ્રેચ્યુલેશન... "કાનમાં ધીમેથી બોલાયેલા શબ્દ નો અર્થ સમજાતાં જ રાગિણી ના ચહેરા પર એક અનોખી ખુશી છલકાઈ ગઈ. આંખમાં સાથે તે કેયૂર ને ભેટી પડી એ સાથે જ રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ અને એકસાથે ઘણાબધા અવાજોમાં એક ગીત ગવાઇ રહ્યુ... "કોન્ગ્રેચ્યુલેશન્સ... એન્ડ સેલીબ્રેશન... લાલાલા..... "રાગિણી એકદમ કેયૂર થી છૂટી પડી ગઇ. તેના કાનની બૂટ લાલ થઇ ગઇ અને ગાલે શરમના શેરડા ઉપસી આવ્યા. સમીરા તેની પાસે આવી અને કાંખમાં બેસાડેલા વરૂણ ને ધીમેથી પલંગ પર બેસાડ્યો. વરૂણને હજુ સુધી સંપૂર્ણ પણે આઘાતની કળ વળી નહોતી, તો એણે સમીરા ની ડોક ન છોડી એટલે સમીરા પણ વરૂણ ખોળામાં આવે એ ...Read More

53

સપના અળવીતરાં - ૫૩

ટન્ ટન્ ટન્... ઘડિયાળ માં અડધી રાતના ત્રણ ડંકા પડ્યા અને એ અવાજે સમીરા હબકી ગઇ. ઇં. પટેલ ની વધી રહેલી તીક્ષ્ણતા જીરવવી તેને માટે અઘરી બની રહી હતી."સો, મીસ સમીરા, તમે જાતે અમારી સાથે આવશો કે મારે લેડી કોન્સ્ટેબલ ને અત્યારે તકલીફ આપવી પડશે? "સમીરા કંપી ગઇ. બસ બે કદમની દૂરી અને ઈં. પટેલ એકદમ તેની લગોલગ થઇ જશે. ઇં. પટેલ એક કદમ આગળ વધ્યા અને વિશાલ સમીરાની આગળ તેની ઢાલ બની ઉભો રહી ગયો. "સર, પ્લીઝ... ડોન્ટ બી સો હાર્શ... તમે ઇચ્છો તો અહીં જ ગેસ્ટ રૂમમાં સમીરા સાથે વાત કરી શકો છો. પ્લીઝ, અત્યારે અડધી રાત્રે પોલીસ ...Read More

54

સપના અળવીતરાં - ૫૪

(પ્રિય વાંચકમિત્રો, બહુ રાહ જોવી પડી આ વખતે, ખરૂંને! આ સમયગાળો જેટલી ઉત્કંઠા સાથે તમે વિતાવ્યો છે એટલીજ ઉત્કંઠા મેં પણ વિતાવ્યો છે. પાછલા ભાગમાં કથાનક એવા પોઈન્ટ પર અટક્યું હતું કે ત્યાંથી આગળ વધવાની અનેકવિધ સંભાવનાઓ હતી. કદાચ એટલે જ હું વાર્તાની દિશા નક્કી નહોતી કરી શકતી. આ સમય દરમિયાન મેં ખૂબ મનોમંથન કર્યું છે અને હવે ફરી આપ સૌ સમક્ષ નવા એપિસોડ સાથે હાજર છું. શક્ય છે કે હવે નવા એપિસોડ માટે આટલી લાં... આં.. બી રાહ ન જોવી પડે... શક્ય છે કે નવો એપિસોડ જલ્દી જ આવી જાય... પરંતુ એ પણ શક્ય છે કે સમયના અભાવે કદાચ નવો ...Read More

55

સપના અળવીતરાં - ૫૫

આલીશાન હોટેલના આલીશાન રૂમનો કીંગસાઇઝ રાઉન્ડ બેડ અને એના પર ટુંટીયું વળીને સૂતેલી રાગિણી... કેયૂરે ફરી એક નજર રાગિણી જોયું અને નિરાશાથી માથું હલાવ્યું. તેણે સ્પેશિયલ હનીમૂન સ્વીટ બુક કરાવ્યો હતો. વિચાર્યું હતું કે લગ્ન પછી હનીમૂન માટે જવાયું નહોતું, તો અત્યારે એક તીરથી બે નિશાન... કામનું કામ અને... પણ રાગિણીની હાલત જોઈને તેને આરામ કરવા દેવાનું જ ઉચિત લાગ્યું.એરપોર્ટથી હોટેલ સુધી પહોંચતામાં તો રાગિણીની હાલત વધુ બગડી ગઇ હતી. હોટેલમાં ચેક ઈન કર્યા પછી પહેલું કામ ડોક્ટરને બોલાવવાનું કર્યુ હતું. ડોક્ટરે ઈન્સ્ટન્ટ રાહત માટે ઇંજેક્શન આપ્યું અને સાથે કેટલીક દવાઓ પણ. બસ, પછી બે કલાકથી રાગિણી આમજ ટુંટીયું ...Read More

56

સપના અળવીતરાં - ૫૬

કયાં હશે કેયૂર? રાગિણીના મગજમાં હડકંપ મચી ગયો હતો. તેના કપાળમાં પડેલી સળમાં ઉત્તરોત્તર વધારો થવા માંડ્યો. "આર યુ પાપા? આઇ મીન તમે બરાબર ચેક કર્યુ? ""હા બેટા. પછીજ કોલ કર્યો. ઓકે, લીસન. યુ ડોન્ટ બી સ્ટ્રેસ્ડ. હું એરપોર્ટ ઓથોરીટી સાથે વાત કરૂં છું. ""હા, પાપા. જસ્ટ કીપ મી અપડેટ. પ્લીઝ. ""હા, બચ્ચા. ડોન્ટ વરી. સુન હી વીલ બી વીથ અસ. જસ્ટ રીલેક્ષ. ટેક કેર. "કેદારભાઈએ કોલ કટ કરી દીધો. તેમણે આજુબાજુ નજર કરી. ત્યાં એક પોલીસમેન દેખાયો એટલે તેની પાસે જઈને આખી વાત કહી મદદ માંગી. એ પોલીસ મેન મિ. વિક્ટર કેદારભાઈને પોતાની ઓફિસમાં લઇ ગયો. ફરી બધી વિગતો ...Read More

57

સપના અળવીતરાં - ૫૭

"સર, પ્લીઝ. યુ હેવ ટુ ટેક ધીઝ મેડીસીન. " એક ડોક્ટર અને એક નર્સ એમ બે જણની મેડિકલ પણ કેકે સાથે સિંગાપોર રવાના થઈ હતી. અને આ ટીમની જવાબદારી હતી કેકેને સહીસલામત ડો. ભટ્ટ સુધી પહોંચાડવાની. કેયૂરના ગાયબ થવાના આઘાતે જે ઝાટકો લાગ્યો હતો એણે કેકેને મનથી મજબૂત કરી દીધો હતો, પણ શરીર... શરીર મજબૂત થવામાં હજુ સમય લાગે એમ હતો. સ્પેશ્યલ પરમિશન મેળવી કેટલીક મેડીસીન સાથે રાખવામાં આવી હતી અને ફ્લાઇટ દરમિયાન સતત બોટલ ચડાવવાની પણ ચાલુ હતી. ડો. જોનાથન કેકેમાં અચાનક આવેલા પરિવર્તનને જોઇને અચંબિત થઇ ગયા. જ્યારે કેદારભાઈની ગેરહાજરીમાં જ કેકેએ ડિસ્ચાર્જ લેવાનો નિર્ણય લીધો ત્યારે પહેલાં તો ...Read More

58

સપના અળવીતરાં - ૫૮

"સુન! ઇસ કિડનેપીંગકે પીછેકી આખ્ખી સ્ટોરી... "બબલુ દાદાની ગેંગના સૌથી જૂના સભ્યોમાંનો એક હતો, એટલે તે દાદા વિશે લગભગ જાણતો હતો. તેણે ટૂંડાને વાત કહેવી શરૂ કરી. "યે વો ટાઇમકી બાત હૈ જબ અપના બોસને ગેંગ નહિ બનાયેલા થા. વો અકેલા ભી નહિ થા. ઔર ઉસકા નામ... દાદા... વોભી ઉસકા અસલી નામ નહી હૈ. "ટૂન્ડો વિસ્મયપૂર્વક બબલુભાઇની વાત સાંભળી રહ્યો હતો. બબલુભાઇને આવી રીતે વાત કરતા જોઇ બીજા બે નવા પંટર પણ બાજુમાં ગોઠવાઈ ગયા. એક હળવો ખોંખારો ખાઇ બબલુએ ફરી વાતનું અનુસંધાન કર્યું. "વો દો ભાઇ થે. ડેવિડ ઐર દાનિશ. અપના ડેવિડભાઇ, ઉસકો સફેદપોશ રેહનેકા પાગલપન થા. ધંધા કાલા, લેકિન ...Read More

59

સપના અળવીતરાં - ૫૯

"પુલીસને છાપા માર દીયા? ક્યા બાત કરતે હો ભાઇ! ફિર? ફિર ક્યા હુઆ? ""ફિર? વહીચ.. દોડાભાગી, છીનાઝપટી, ગોલીઓકી બૌછાર... નદીયાં... પર એક બાત ઐસી હુઈ જિસને સબકુછ બદલકે રખ દીયા. ""ઐસા ક્યા હો ગયા થા ભાઇ? ""અપના ડેવિડભાઇકા પેરમેં ગોલી લગ ગયા, ઔર વો પાનીમેં ગીર ગયા... સબ જમેલા ખતમ હોને કે બાદ બહોત ઢૂંઢા, પર ડેવિડભાઇકા કુછ પતા નહી ચલા... અપના દાનિશભાઈ તબ યહા નહી થા.. જૈસે ઉસકુ પતા ચલા, વો ફૌરન ગોવા ચલા આયા, પર ના તો વો પૈકેટ મીલા, ના હી ડેવિડભાઇ. પૂરા એક હફ્તા સન્નાટેમેં ગુજરા. દાનિશભાઇ કો બહોત પ્યાર થા ડેવિડભાઇ કે વાસ્તે.. ફિર ...Read More

60

સપના અળવીતરાં - ૬૦

સટ્ટાક....એક થપ્પડ અને રાગિણીની બહાવરી આંખો કેકેના ચહેરા પર સ્થિર થઇ. રાગિણી ઘરેથી નીકળી એ પછી થોડીકજ વારમાં કેકે આદિ નટુકાકા સાથે ગોવાના રસ્તે નીકળી ગયા હતા. ઘણી ઝડપ રાખવા છતાં રાગિણી સુધી પહોંચતા તેઓને બે કલાક લાગી ગઇ. આ બે કલાક કેકેના જીવનની સૌથી વસમી બે કલાક હતી..!!ઝડપ કરવાની સતત સુચનાઓ વચ્ચે જ્યારે નટુકાકાએ કહ્યું કે,"સાહેબ, આગળ રાગિણી બેનની ગાડી દેખાય છે,.. "તો કેકે અને આદિના ચહેરા પર એક ધરપતની લાગણી છવાઈ, પણ નટુકાકા નું વાક્ય પૂરું થતા ફરી ઉચાટ છવાઇ ગયો.. "પણ, કંઇક બરાબર નથી લાગતું... ગાડી સીધી નથી ચાલી રહી. લાગે છે કે બેનને કોઈ તકલીફ... "બોલતા ...Read More

61

સપના અળવીતરાં - ૬૧

"આમ જ માર્યુ હતું ને એને પણ? વીંટી અંદરની બાજુ રાખીને... ""હેં? "દાનિશ અવાક્ થઈ ગયો. મેકવાનની માહિતી મેળવવા છોકરીને ઉઠાવી તો લીધી, પણ તે ટસની મસ થતી નહોતી. વારાફરતી બધાએ કોશિશ કરી લીધી, પણ કોઇ રિઝલ્ટ ન મળ્યું એટલે તેનો પિત્તો ગયો. એકદમ ગુસ્સામાં તે ગયો હતો એ છોકરી પાસે. આજે પણ એકદમ ઝીણામાં ઝીણી વિગત તેને યાદ હતી એ મુલાકાતની. કેવી રીતે પોતે રૂમમાં એન્ટર થયો, કેવી જોરથી દરવાજો પછાડીને બંધ કર્યો, એ ખુરશીને ઘસડવાનો અવાજ અને પોતાના ચહેરા પર ધારણ કરેલ કઠોરતા... બધુ ભેગા મળીને એક્ઝેટ એવોજ માહોલ સર્જાયો હતો જેવો તે ઇચ્છતો હતો. એ છોકરીના ...Read More

62

સપના અળવીતરાં - ૬૨

સોનમ...આજે ફરી સોનમે તેના દિલોદિમાગ પર કબ્જો જમાવ્યો હતો... પહેલાની જેમજ... તે હંમેશા કહેતો... સોનમ, જિસકે આગે સોના ભી કમ કમ... અને સોનમ કેવું મીઠું શરમાઇ જતી! એનો સુંવાળો સહવાસ આજે પણ રોમેરોમમાં એક રોમાંચ ભરી જતો. કેવો ઘેલો થઇ ગયો હતો તે સોનમ પાછળ! સોનમ સાથે સંસાર સજાવવાના કેટલાય સપના આંખોમાં ભરી લીધા હતા... પણ... પણ એ એક વાત ખટકતી હતી તેના મનમાં... એ એક્સિડન્ટ...ઉંહુ.... તેણે માથું ધુણાવી વધારાના વિચારો ખંખેરી નાંખ્યા. પૂરો ભરોસો હતો તેને પોતાના પ્રેમ પર. અને એટલેજ ખાતરી હતી કે તેની આ એબ સોનમ જતી કરશે... સો ટકા... અને એ બંનેનો પ્રેમ લગ્નમાં પરિવર્તિત ...Read More

63

સપના અળવીતરાં - ૬૩

"બોસ, મહેમાન આવી ગયા છે. "બબલુના અવાજથી દાદા તંદ્રામાંથી ખેંચાઈ આવ્યા હોય એમ ઝબક્યા અને પૂછ્યું, "ગુડ. બધી તૈયારી ગઇ છે? ""હા બોસ. ""ઓકે. તો મહેમાનને લઇ આવો અહીં. "બસ, દાદાનો હુકમ થતાંજ એ રૂમનો દરવાજો ખૂલ્યો અને ઈન્સ્પેક્ટર ડીસુઝા સહિત આદિ, કેકે અને રાગિણીને બંધક બનાવી અંદર લાવવામાં આવ્યા. રાગિણીએ દાદા સામે તીખી નજરે જોયું. તેણે નોંધ્યુ કે સમય પસાર થવાની સાથે દાદાના ચહેરા પર વધુ કરડાકી આવી હતી... સાથેજ બે નવા નિશાન પણ કપાળમાં બની ગયા હતા... સૌથી વધુ અચરજ તેને દાદાનાં પહેરવેશનું થયું. તે એકદમ મિ. વ્હાઇટ બનીને એ જ ખુરશી પર પગ પર પગ ચડાવીને બેઠો ...Read More

64

સપના અળવીતરાં - ૬૪

"વો હીરા અપુનકે પાસ થા... પર અપુન બેચ દીયા... "જાનીભાઇના શબ્દોથી જાણે હાઈ સ્પીડમાં દોડતા મગજને અચાનક બ્રેક લાગી એક કાચી પળમાં દાદાએ તાળો મેળવી લીધો. હીરા ગુમ થઇને જો જાનીભાઇના હાથમાં આવ્યા હોય અને જાનીભાઇએ એ વેચી દીધા હોય, તો આટલા વર્ષે એમાંથી એક ફદિયુંય હવે બચ્યું ન હોય. બસ, ફરી ગયેલું મગજ વધુ ફરી ગયું અને બેક પોકેટમાંથી એક નાનકડી રિવોલ્વર કાઢી તેનું નાળચું જાનીભાઇના કપાળે અડાડ્યું... કોઇ કંઇ સમજે એ પહેલાં તો ધડાકો... લોહીના છાંટા રાગિણી પર ઉડ્યા... પરિસ્થિતિ અસહ્ય બનતી જતી હતી અને રાગિણીની તબિયત વધુ બગડતી જતી હતી. એકસાથે ઘણી બધી ઘટનાઓ સમાંતર બની રહી ...Read More

65

સપના અળવીતરાં - ૬૫

"રાગિણી.... "જાણે કોઈ કાનની એકદમ નજીક મોં રાખી બોલતું હોય એવો અવાજ સંભળાયો અને અંદરથી એક ધક્કો આવ્યો હોય ઝાટકા સાથે તેની આંખ ખુલી ગઈ., અને પછી ખુલ્લી જ રહી. અજાણી જગ્યાનો પડઘો નેત્રપટલ પર ઝીલાયો, પણ તે ક્યાં છે એ સમજી ન શકી. તેણે ગરદન ફેરવવાની કોશિશ કરી પણ માથું એકદમ ભારે લાગ્યું. તેણે ખાલી નજર ફેરવી જોઈ, પણ આસપાસ કોઇની હાજરી વર્તાતી નહોતી. નાક પાસે પતલી ઓક્સિજન પાઇપ પસાર થતી હતી, તે અનુભવી અને એક ઊંડો શ્વાસ લીધો. શ્વાસ લેવાનો પણ થાક લાગતો હોય એમ એણે ફરી આંખો મીંચવાની કોશિશ કરી, પણ જાણે કોઇએ તેના પોપચા પકડી ...Read More

66

સપના અળવીતરાં - ૬૬

"રાગિણી... "ફરી એજ અવાજ, કાનમાં ગણગણતો... આંખ સામે કાળો અંધકાર છવાયેલો હતો, એમાં જાણે પ્રકાશનું એક ટપકું ઉપરથી નીચે બરાબર મધ્યમાં સ્થિર થઇ ગયું. ધીરે ધીરે એ ટપકું વિસ્તરતું ગયું અને એક ચહેરો ઉપસ્યો... કેયૂરનો ચહેરો! એ ચહેરો નજીક આવ્યો, એકદમ નજીક... રાગિણી પોતાના કપાળ સાથે એનું કપાળ અડતાં અનુભવી શકી. એની આંખમાંથી સરકેલી બે બુંદની ભીનાશ રાગિણીએ પોતાના ગાલ પર અનુભવી. તે કંઇક બોલવા ગઇ, પણ ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. તે બસ નિહાળી રહી, અનિમેષ... અપલક... કેયૂર સ્હેજ દૂર થયો અને બબુના ઘોડિયા પાસે જઈને હેતથી બબુને જોઈ રહ્યો. પછી રાગિણી સામે જોઈ કહ્યું, "થેંક્યુ રાગિણી.. "રાગિણીએ ફરી પોતાના ...Read More

67

સપના અળવીતરાં - ૬૭

સપના અળવીતરાં ૬૭રાગિણી એકદમ અવાક્ થઈ ગઈ. તેની નજર વારાફરતી ત્યાં હાજર બધાના ચહેરા પર ફરી વળી. ક્યાંક આશ્ચર્ય તો ક્યાંક હળવું સ્મિત.,ક્યાંક આશા હતી તો ક્યાંક ધરપત. ફરતી ફરતી તેની નજર કેદારભાઈ પર સ્થિર થઈ."પાપા, મમ્મા જે કહી રહ્યા છે એ જ હું સમજી છું કે મારે સમજવામાં કંઈ ભૂલ થાય છે?""ના બેટા, કોઈ ભૂલ નથી. અમે બંને એ જ વાત કહેવા ઈચ્છીએ છીએ. બેટા, કેયૂરને ગયે વરસ થઈ ગયું છે. અને ભલે મોઢે ન કહો, પણ તારો ઝૂરાપો અમે નજરે જોઈએ છીએ. કેતુલ પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. અને અમે તો હવે ખર્યું પાન, પછી ...Read More

68

સપના અળવીતરાં - ૬૮

સપના અળવીતરાં ૬૮"આ...આ બધું શું હતું, સમીરા? "રાગિણી ઢગલો થઈ ઢળી પડી એટલે સમીરાએ હળવેથી તેની હથેળીઓ રાગિણીની હથેળીઓથી કરી. તે પોતાની જગ્યાએથી ઉભી થઈ અને રાગિણીને સરખી સુવડાવી. કેતુલ પણ ત્યાં સુધીમાં સૂઈ ગયો હતો એટલે એને ઘોડિયામાં સૂવડાવી કોકિલાબેન, સમીરા અને બાકી બધા હોલમાં આવ્યા. સમીરાએ કોકિલાબેન સામે જોયું. કોકિલાબેનનો ડાબો હાથ છાતી પર ભીંસાયેલો હતો અને જમણો હાથ કેદારભાઈના હાથને સજ્જડ પકડી પોતાની ધ્રુજારી શમાવવાની કોશિશમાં હતો. એમના ચહેરા પર અનેક પ્રશ્નો હતા, જેને કેદારભાઇએ વાચા આપી. કેદારભાઈનો અવાજ પણ સ્હેજ ધ્રુજી રહ્યો હતો. રાગિણીની આવી હાલત બધાએ પહેલીજ વાર જોઇ હતી. પણ સમીરાએ જે સિફતથી ...Read More