દ્વિમુખી પ્રેમ

(550)
  • 29.2k
  • 49
  • 12.2k

મિત્રો આ મારી પહેલી વાર્તા નો પહેલો ભાગ છે... આપ સૌ ને વિનંતી આપ ને ગમે તો મને ફોલો તથા લાઇક અને આપના મહામૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી... જો આપ ને કોઈ ભૂલ કે સુધારા જણાય એ પણ મને જણાવા વિનંતિ... આપ ના સાથ અને સહકાર થકી જ હું વધુ સારું લેખન રજુ કરી શકીસ.... પ્રસ્તાવના :-મિત્રો જેવું કે સૌ જાણીએ છીએ તેમ દરેક વાત ની જેમ પ્રેમ ના પણ બે મુખ છે એક અને ખરાબ... તો આ વાર્તા માં આપણે સામાન્ય છોકરી કેવી રીતે આ બંને મુખ ના અનુભવ થાય છે..આ એક સસ્પેન્સ વાર્તા છે જેમ જેમ વાંચસો તમે બંધાઈ જશો

New Episodes : : Every Thursday

1

દ્વિમુખી પ્રેમ (ભાગ 1)

મિત્રો આ મારી પહેલી વાર્તા નો પહેલો ભાગ છે... આપ સૌ ને વિનંતી આપ ને ગમે તો મને ફોલો લાઇક અને આપના મહામૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી... જો આપ ને કોઈ ભૂલ કે સુધારા જણાય એ પણ મને જણાવા વિનંતિ... આપ ના સાથ અને સહકાર થકી જ હું વધુ સારું લેખન રજુ કરી શકીસ.... પ્રસ્તાવના :-મિત્રો જેવું કે સૌ જાણીએ છીએ તેમ દરેક વાત ની જેમ પ્રેમ ના પણ બે મુખ છે એક અને ખરાબ... તો આ વાર્તા માં આપણે સામાન્ય છોકરી કેવી રીતે આ બંને મુખ ના અનુભવ થાય છે..આ એક સસ્પેન્સ વાર્તા છે જેમ જેમ વાંચસો તમે બંધાઈ જશો ...Read More

2

દ્વિમુખી પ્રેમ (ભાગ 2)

...... ગતાંક થી ચાલુંપ્રિયા નો ભૂતકાળ.... પ્રિયા અને તેનાં મિત્રોનો કોલેજ માં પ્રથમ દિવસ શરૂ થાય છે... તે મિત્રો નું ગ્રુપ ક્લાસ માં પ્રવેશ કરીને પાસે પાસે ની બેંચ પર બેસે છે.. હજી લેક્ચર ચાલુ થવા મા વાર હતી અને ધીરે ધીરે ક્લાસ વિદ્યાર્થીઓ થી ભરાવા લાગે છે... કેટલાક ચહેરાઓ જોયેલાં તો કેટલાક અજાણ્યા હતાં... પ્રિયા અને ગ્રુપ તેમની વાતો માં મશગુલ હોય છે ત્યાં જ સોનાલી પ્રિયા ને બોલાવે છે. "પ્રિયા પેલો તારી ૨ બેંચ આગળ બેસેલો પેલો છોકરો તને જ ક્યારનો જોયા કરે છે." સોનાલી નું આટલું બોલતાં જ પ્રિયા સાથે તેનાં અન્ય મિત્રો ...Read More

3

દ્વિમુખી પ્રેમ (ભાગ 3)

...... ગતાંક થી ચાલું... સૌ મિત્રો ગોવા જવાની તૈયારી કરવાં લાગ્યાં. આ બાજુ પ્રિયા પણ ગોવા જવાની વાત જણાવે છે અને તેનાં માતા પિતા તેને સહર્ષ જવાની અનુમતિ આપી દે છે.પ્રિયા પેકિંગ પતાવીને સવારે વહેલાં ઉઠવાનું હોવાથી રાત્રે જમીને વહેલી સુવા માટે જતી રહે છે. તે સૂતા પહેલાં એકવાર પોતાનું આવતીકાલે લઈ જવાના સામાન ને તપાસીને પલંગ પર સૂવા માટે પડી. પણ ખબર નહી કેમ આજે તેને કેમેય કરીને ઊંઘ આવી રહી નહતી. આજે ખબર નહીં કેમ પણ તેને મગજ માં મોહિત નાં વિચારો આવી રહ્યાં હતાં. તે મોહિત સાથે ગોવા જવાનાં વિચારો માં ખોવાઈ ગઈ ...Read More

4

દ્વિમુખી પ્રેમ (ભાગ 4)

...... ગતાંક થી ચાલું.....થોડીવાર બાદ પ્રિયા ફ્રેશ થઈને બહાર આવી. મોહિત તેને જોતો જ રહી ગયો. પ્રિયા અત્યારે રાત્રી કપડાં ખુલ્લી ક્રોપ ટોપ અને નીચે એક્દમ ટૂંકા ચડ્ડા માં હતી. તેનાં વાળ ધોયેલાં હતાં જેની સુવાસ મોહિત ને બહેકાવી રહી હતી. મોહિત પોતાની નજર પ્રિયા પરથી હટાવી શકવા સક્ષમ ન હતો અને તેને પોતાને આવી રીતે જોતાં જોઈને પ્રિયા પણ શરમાઈ ગઈ. તેણે મોહિતની નજીક આવીને ચપટી વગાડી ત્યારે મોહિત નું ધ્યાનભંગ થયું.પ્રિયા : જોઈ લીધું કે હજી થોડાક મોડેલિંગનાં પોઝ આપું?મોહિત થોડું શરમાઈને : આટલી સુંદર છોકરીને જોઈને તો દેવો નાં પણ તપ ખંડિત થઈ જાય.પ્રિયા પોતાનાં વખાણ ...Read More

5

દ્વિમુખી પ્રેમ (ભાગ 5)

..... ગતાંક થી ચાલું......આ બાજુ મોહિત પ્રિયા ને જોઈને રહસ્યમયી રીતે વર્તાવ કરે છે જ્યારે બીજી તરફ સોનાલી નું બેચેની અનુભવે છે.વિનય : બેબી, શું વાત છે? જ્યારથી આપણે અહીં આવ્યાં છે તું ખોવાયેલી લાગે છે. આટલા બધા સમય પછી આપણે એકબીજા સાથે સમય પસાર કરવા મળ્યો છે અને તું ખુશ નથી લાગી રહી.સોનાલી : વિનય, મને તે છોકરો બિલકુલ પસંદ નથી.વિનય : કોની વાત કરે છે?સોનાલી : મોહિત યાર,.. પ્લીઝ તમે લોકો તેને પ્રિયા ની નજીક આવતાં અટકાવો. તે પ્રિયા માટે ઠીક નથી. તેનું પ્રિયા સામે જોવું મને ઠીક નથી લાગતું. તેની આંખોમાં પ્રેમ નહીં પણ રહસ્ય દેખાય ...Read More

6

દ્વિમુખી પ્રેમ ભાગ 6

પ્રિયાની અસાધારણ પ્રેમ વાર્તા...શું થસે તેનું અને મોહિતનું... ...Read More

7

દ્વિમુખી પ્રેમ (ભાગ-7)

....... ગતાંક થી ચાલું.....ઘણા સમય સુધી પ્રિયા આમ જ રોહનની છાતીમાં માથું નાંખીને રડી રહી. અને રોહન પણ તેનાં હાથ ફેરવતો રહ્યો. બંને માંથી કોઈ કઈ ન બોલ્યું. થોડીવારમાં રોહન એ ઓર્ડર કરેલું ખાવાનું આવી જાય છે. તે ઊઠીને લઈને સર્વ કરીને લઇ આવે છે. અને પ્રિયા ને પ્રેમથી માથે ચૂમીને ઉઠાડે છે. પ્રિયા ની નજર ટેબલ પર પડતાં તેનાં ચહેરા પર હળવી મુસ્કાન આવી જાય છે. રોહન એ તેનું પ્રિય ચાઇનીઝ જમવાનું મંગાવ્યું હતું. અને તે પ્રિયા ને પોતાની બાજુઓ માં જ રાખીને પોતાનાં હાથે જમાડે છે.પ્રિયા થોડી સ્વાસ્થ થતાં તે ફરી રોહન સાથે વાત કરે 8છે.પ્રિયા આંખમાં ...Read More

8

દ્વિમુખી પ્રેમ - (ભાગ 8)

......... ગતાંક થી ચાલું....સૌ મિત્રો પ્રિયા નાં ઘરેથી નીકળી જાય છે. તેઓ બહાર આવીને એક ગાર્ડનમાં જઈને બેસે છે. પ્રિયા વિશે વાત કરતા હતા.રવિ : ખબર નહીં એવું તો શું થયું છે પ્રિયા ને આવું કરવા લાગી છેવિનય (મોઢું બગાડીને) : પ્રેમ મળી જતાં મિત્રો ને ભૂલી ગયાં બીજું શું?!આ સાંભળીને સોનાલી રડવા લાગી. સૌ તેને પૂછતાં તેણે જણાવ્યું કે મિત્રો મને લાગે છે કે પ્રિયા કોઈ સંકટ માં છે. આપણે તેની મદદ કરવી જોઈએ.વિનય : શું બોલે છે તું આ? તે જોયું ના તેણે કેવી રીતે વાત કરી?! તેનાં પેલાં મોહિતને નથી પસંદ કે પ્રિયા તેનાં મિત્રો સાથે ...Read More

9

દ્વિમુખી પ્રેમ (ભાગ 9)

......... ગતાંક થી ચાલું......એક તરફ પ્રિયા અને મોહિત નાં સંબંધો બગડતા જતાં હતાં અને બીજી તરફ સોનાલી, રવિ, નેહા વિનય પોત પોતાની રીતે મોહિત પર નજર રાખી રહ્યા હતા. એકવાર કોલેજ માં કોઈ કારણસર ચાર દિવસની રજાઓ આવી રહી હતી. સોનાલીએ નક્કી કર્યું કે તે આ દિવસોમાં તે મોહિત નાં ગામડે જઈને તપાસ કરશે. અને તેણે કોઈને પણ ન જણાવવાનું નક્કી કર્યું. તે પોતે જાતે તપાસ કરીને પછી બધાને જણાવવા માગતી હતી.સોનાલીએ ઘરે નેહા નાં ત્યાં જાય છે બે દિવસ રહેવા માટે એમ કહીને નીકળી જાય છે અને તે મિત્રો ને ગામડે પોતાનાં બા દાદા નાં ત્યાં જઈ રહી ...Read More

10

દ્વિમુખી પ્રેમ (ભાગ 10)

........ ગતાંક થી ચાલું....મોહિત પ્રિયા નાં ઘરેથી નીકળીને ચાલ્યો ગયો. આ બાજુ પ્રિયા પોતાનાં રૂમમાં સૂઈને રડી રહી હતી. પોતાનાં છેલ્લાં દિવસોમાં કેટલું કેટલું જોઈ લીધું હતું. તેણે ક્યારેય નોતું વિચાર્યું કે જે મોહિત તેને બસ જોયાં કરતો, ક્યારેય તેનાં મોઢેથી શબ્દો ન નિકળતાં તે આજે આવું રૂપ પણ બતાવશે. તેનાં લીધે પ્રિયા એ પોતાનાં મિત્રોને નારાજ કર્યા હતા. તેની આંખોમાંથી આંસુ અવિરત વહી રહ્યાં હતાં. તેણે સૌપ્રથમ સ્વાસ્થ થઈને સોનાલીને ફોન જોડ્યો.સોનાલી બસ દ્વારા મોહિતના ગામડે આવી પહોચી હતી. બપોરનો સમય થવા આવ્યો હતો. ભૂખ - તરસ અને ગરમીના કારણે તેણે પહેલાં ક્યાક જમવાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. ...Read More

11

દ્વિમુખી પ્રેમ (ભાગ 11)

......... ગતાંક થી ચાલું......પ્રિયા ને હવે ખુબ ખુબ સારું લાગી રહ્યું હતું મિત્રો ને મળીને. વિનય, રવિ તથા નેહા સાથે સાથે જ રહેવ લાગ્યાં. તેઓ તેને એકલી છોડતાં જ ન હતા. અને પ્રિયા ને પણ સારું લાગી રહ્યું હતું. તેઓ મૂવી જોવા માટે ગયાં હતાં. ત્યારબાદ ફરીને જમીને પ્રિયા ને ઘરે મુકી ગયાં હતા. નેહા પણ પ્રિયા સાથે તેનાં ઘરે જ રહી હતી. બીજા બે દિવસ પણ તેઓ ખૂબ ફર્યાં અને પ્રિયા પણ ખૂબ હળવાશ અનુભવી રહી હતી.પ્રિયા સોનાલીને ખૂબ યાદ કરી રહી હતી. પણ તે ખુશ પણ હતી એ જાણીને કે હવે એક બે દિવસમાં સોનાલી પણ આવી ...Read More