ઘેલછા

(227)
  • 28.1k
  • 17
  • 16.9k

(૦૧) મંથન લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી આભાએ ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો, આ આભા નો નંબર છે? હું અવિ બોલું છું.” આભા:”શું?” સામા છેડેથી,”મારું નામ અવિ છે. શું આ આભા નો નંબર છે?” આભાએ મક્કમ સવારે કહ્યું,”ના.” અને પછી અવાજમાં શક્ય તેટલો આક્રોશ ઉમેરી કહ્યું,” કેમ વારંવાર મને આ જ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે? કોણ આભા? હું પોલીસ ફરિયાદ નોધાવું? સામેથી આજીજી,”ના, પ્લીઝ, મેં તો આજેજ ફોન કર્યો. પણ સોરી જો આ આભાનો નંબર ના હોય તો.” અને ફોન મુકાઈ ગયો. આભા

Full Novel

1

ઘેલછા - પ્રકરણ ૦૧ - GHELCHHA

(૦૧) મંથન લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો, આ આભા નો નંબર છે? હું અવિ બોલું છું.” આભા:”શું?” સામા છેડેથી,”મારું નામ અવિ છે. શું આ આભા નો નંબર છે?” આભાએ મક્કમ સવારે કહ્યું,”ના.” અને પછી અવાજમાં શક્ય તેટલો આક્રોશ ઉમેરી કહ્યું,” કેમ વારંવાર મને આ જ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે? કોણ આભા? હું પોલીસ ફરિયાદ નોધાવું? સામેથી આજીજી,”ના, પ્લીઝ, મેં તો આજેજ ફોન કર્યો. પણ સોરી જો આ આભાનો નંબર ના હોય તો.” અને ફોન મુકાઈ ગયો. આભા ...Read More

2

ઘેલછા - પ્રકરણ 02

(૦૨) આ મંથન, છેલ્લીવાત અને નિર્ણય ની દુવિધા માં સમજાઈ જ જાય એવી કે આભા ની વ્યથા કૈક આવી હતી.....કૉલેજ દરમ્યાન સાથે જતાં-આવતાં સામાન્ય પરિચય માં થી મૈત્રી થઇ અને પછી એક કડવું સત્ય ‘સ્ત્રી અને પુરુષ વચ્ચે ની મૈત્રી નિર્મળ ભાગ્યેજ હોય છે’ આભા અને અવિ ના સંબંધ ને લાગુ પડ્યું. અવિના મનમાં કુળી લાગણી વહેલી જન્મી અને કદાચ આભા ને એ લાગણી ની તીવ્રતા કે સત્યતા નો અહેસાસ પણ નહતો. આભા જેવી સુંદર સંસ્કારી અને ભણવા માં ખુબ મહેનતુ છોકરી માટે અવિ જેવા ભણવા માં બેદરકાર અને પાછા વ્યસની છોકરા માટે વિચારવા નો અવકાશ જ નહતો. ...Read More

3

ઘેલછા - 03

(૦૩) શરીર પર માખી બેસે ને તરત જ જેમ હાથ ત્યાં માખી ઉડાડવા જાય, વિચારવું ન પડે એટલી ત્વરાથી નિર્ણય લેવાઈ જાય. એવું જ કૈક થાય બગડી ગયેલ, ફૂગ આવી ગઈ હોય એવું ખાવા નું ઘરની બહાર નાખવા બાબતે. જેમ વિચારવા નું ન હોય, બગડી ગયેલ ખોરાક ફેંકવાનો જ હોય એમ યોગ્ય ન હોય એવો સંબંધ ફગાવવાનો જ હોય. લગ્ન થઇ ગયાં હોત તો વાત કદાચ અઘરી થઇ જાત પણ સગાઈ તોડવાની વાત હવે સામાન્ય ગણાય છે. ઘી માં માખ પડે ને તરત જ આંગળી એ માખ ને કાઢી ફેંકે એ વલણ થી આભા એ સગાઈ તોડી નાંખી. ...Read More

4

ઘેલછા (પ્રકરણ - 04)

કૉલેજ કાળ માં ખુબ તેજસ્વી અને સુંદર આભા જેને બસ માં જતાં-આવતાં અવિ નો પરિચય થયો. આભા અને અવિ ની મૈત્રી શરૂઆતમાં તો નિર્મળ હતી. પણ પછી અવિ ના મન માં આભા માટે પ્રેમ ની લાગણી જન્મી. આભા અને અવિ માં ખુબ ફરક હતો. અલગ જ્ઞાતિ, અભ્યાસ બાબતે અલગ વલણ અને ભવિષ્ય અંગે પણ અલગ મહેચ્છા. પણ બધુ છોડી-પોતાની જાતને બદલવા અવિ તૈયાર હતો જો આભા ની ‘હા’ હોય તો. પણ અવિ ને જે સિગારેટ નું વ્યસન હતુ, એ આભા ક્યારેય સ્વીકારી ન શકી. અલબત્ત અવિ આભા ની ‘હા’ ના બદલા માં સિગારેટ છોડવા પણ તૈયાર હતો. પણ ...Read More

5

ઘેલછા (પ્રકરણ ૦૫)

અવિ એટલે સૂરજ અને આભા એટલે તેજ. નામ પણ જાણે મેળ ખાતાં, પણ વાસ્તવ માં ક્યાં મેળ ખાધો? કૉલેજ ફક્ત અભ્યાસ અને કારકિર્દી ની બાબત માં લક્ષ્ય સેવતી અને લગ્ન ને લઇ ને ‘અત્યાર થી વિચાર પણ નથી કરવો’ વિચારતી આભા એ અવિ માટે ક્યારેય વિચાર ન કર્યો. એ માટે અવિ નુ બેદરકારી ભર્યું વર્તન અને એની સિગારેટ ની ટેવ બન્ને સરખાં જવાબદાર. વર્ષો સુધી જેના વિશે વિચાર પણ ન કર્યો એ અવિ હવે આભા ને યાદ આવ્યો. એની કોઈ ખૂબી ને લીધે નહી પણ આદિત્ય ની ખામી ને લીધે. કોઈ પણ સ્ત્રી જો પ્રેમાળ પતિ મળે ...Read More

6

ઘેલછા - પ્રકરણ - ૦૬

આદિત્ય સાથે પરણેલી પણ તન-મન થી તાદાત્મ્ય ન અનુભવતી, થોડી હતાશ થઇ ગયેલી આભા એની હતાશા માં કૉલેજ ના મિત્ર અવિ ને યાદ કરતી. એને મન માં ઠસી ગયેલું કે સાચી લાગણી ધરાવનાર અવિ ની કદર ન કર્યા નુ જ પાપ કે પરિણામ છે કે તેને તેની લાગણી ના સમજી શકનાર અને ગુસ્સા વાળા સ્વભાવ નો તામસી પ્રકૃતિ નો પતિ મળ્યો. અને અવિ ના સારા જીવન – ભવિષ્ય માટે તે મનોમન પ્રાર્થના કરતી. પણ ઉચ્ચ સંસ્કાર ધરાવતી તે ક્યારેય મન થી પણ આદિત્ય ને બેવફા ન થઇ. એણે હતાશા માં થોડાં કાવ્ય નુ સર્જન કરેલુ. ...Read More

7

ઘેલછા (પ્રકરણ - 7)

કોઈ કારણ સર વ્યક્તિ ના મન માં ઘર કરી ગયેલી ઘેલછા જ કદાચ તેના દુઃખ નુ કારણ બને છે. માતા નુ પાત્ર સ્ત્રી સહજ સોના ના હરણ ની ઘેલછા ને કારણે જ અપહરણ નો ભોગ બની ગયું એમ કહેવાય. મહાભારત માં દ્રૌપદી ના પાંચ પતિ માટે એણે વિવિધ પાંચ વરદાન માંગેલાં એ વાત ની પુષ્ટિ થાય છે. જો રાજા દ્રુપદ ની પુત્રી દ્રૌપદી ને સુંદર, જ્ઞાની, બળવાન, પરાક્રમી અને ધર્મ નુ આચરણ કરનાર એમ ઘણા સારા ગુણ ધરાવતો પતિ ન મળે તો આજે કળિયુગ માં શું આશા રાખવાની? ...આવુ કઈક કઈક વિચારતી આભા એકવાર કબાટ ...Read More