૧૦ દિવસ કેમ્પનાં

(0)
  • 4.3k
  • 0
  • 1.9k

કેમ્પ ઘણા લોકોએ કર્યા હશે અને ઘણા કરશે. કદાચ એમાં ખુબ મજા પણ પડતી હશે. મને ખબર નથી. મારાં માટે આ પહેલો કેમ્પ છે. મને કેમ્પનું નામ સાંભળતા એવુ લાગતું જંગલમાં જુપળા લગાવી રહેવાનું, ખાઈ-પી જલસો કરવાનો અને નિત-નવીન નજારા જોવાના. મને આ સિવાય બીજી કોઈ કેમ્પ વિશે માહિતી નથી. મને જંગલમાં જઈ રહેવાનો ભારે ઢઢો છે. કોને ખબર કદાચ તેમાં પણ મજા પડતી હશે. તે બધું ઠીક, પણ આ કેમ્પ મારા વિચારોથી તો અલગ જ છે. આ કેમ્પમાં નથી ફરવાનું, નથી ખાઈ-પી જલશો કરવાનું કે નથી નિત-નવીન નજારા જોવાનું. માત્ર એક જગ્યા પર રહેવાનું, ખાઈ-પી લીધા પછી રગળો ખાવાનું, પરસેવો પાડવાનો અને ઘણું બધું શીખતું રહેવાનું.

1

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૧ (કેમ્પ)

કેમ્પકેમ્પ ઘણા લોકોએ કર્યા હશે અને ઘણા કરશે. કદાચ એમાં ખુબ મજા પણ પડતી હશે. મને ખબર નથી. મારાં આ પહેલો કેમ્પ છે. મને કેમ્પનું નામ સાંભળતા એવુ લાગતું જંગલમાં જુપળા લગાવી રહેવાનું, ખાઈ-પી જલસો કરવાનો અને નિત-નવીન નજારા જોવાના. મને આ સિવાય બીજી કોઈ કેમ્પ વિશે માહિતી નથી.મને જંગલમાં જઈ રહેવાનો ભારે ઢઢો છે. કોને ખબર કદાચ તેમાં પણ મજા પડતી હશે. તે બધું ઠીક, પણ આ કેમ્પ મારા વિચારોથી તો અલગ જ છે.આ કેમ્પમાં નથી ફરવાનું, નથી ખાઈ-પી જલશો કરવાનું કે નથી નિત-નવીન નજારા જોવાનું. માત્ર એક જગ્યા પર રહેવાનું, ખાઈ-પી લીધા પછી રગળો ખાવાનું, પરસેવો પાડવાનો ...Read More

2

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૨ (ઠેકાણે પહોંચ્યા)

ઠેકાણે પહોંચ્યાકેમ્પને ઠેકાણે ભેગું થવાનો સમય બપોરે બાર વાગ્યાં સુધી છે. બધા પોતાની રીતે મિત્ર મંડળ સાથે જવાના છે. પાંચ મિત્રોનું ગ્રુપ હતું. એક વ્યક્તિ જુનિયર માંથી લઇ લીધો. બીજા જુનિયરને રીક્ષાનું સેટિંગ કરી દીધું. બે રીક્ષામાં છ અને છ એમ બાર જણા સાથે એક-એક થેલા લઇ ખડકાય ગયા.બંને રીક્ષા લઇ સાથે ઉપડી ગયા. રસ્તામાં બધા પોતાના વિચારો રજુ કરતાં હતા. બધાને તે જાણવાની ઉતાવળ હતી. રહેવાનું કેવું આપશે? બીજાને પૂછી તે જાણી લીધું હતું, ત્યાં કેવું છે? ત્યાં થોડું સારું અને થોડું નબળું બંને છે. ત્યાં જાય પછી વધું ખબર પડે.કેમ્પ કરતાં લોકોમાં કોલેજનાં બીજા અને ત્રીજા વર્ષનાં ...Read More

3

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૩ (સાંઈ હોલ)

સાંઈ હોલઅમારા કેમ્પ માટે કોલેજ સિનિયર મારો મિત્ર હતો. તે એમના છ લોકોના ગ્રુપ સાથે અમારી આગળ થોડા સમય નીકળ્યા હતા. તે પહોંચી અમારી રિપોર્ટિંગ માટે રાહ જોતા હતા. તેમ છતાં અમારી પબ્લિક ઘટતી હતી. અમારે ૩૭ લોકોને એક સાથે રિપોર્ટિંગ કરાવા કહ્યું હતું.રીક્ષામાંથી ઉતરી જોયું, જે કેમ્પનું ઠેકાણું તે ગામનો મેરેજ હોલ હતો. અંદર અમારા સિનિયર ઉભા હતા. તેણે ઇસારા દ્વારા અંદર આવવા કહ્યું. બધા અંદર જઈ સમાન એક બાજુમાં મૂકી ગેલ્વેનાઈઝ પાઇપના બનેલ, આર્મીના ખાશ પ્રકારના કાપડથી, બે બાજુ ઢાળ વાળી છત અને ત્રણ બાજુથી ખુલ્લા તંબુ નીચે વ્યવસ્થિત ઢબે મુકેલી ખુરસીમાં રાહ જોવા ગોઠવાણા.અમારા સિવાય બીજા ...Read More

4

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૪ (કાર્પેટની માથાકૂટ)

કાર્પેટની માથાકૂટહોલ અંદર જઈને જ્યા લીલી કાર્પેટ પર જગ્યા દેખાય ત્યાં બે-ત્રણના ગ્રુપમાં ફિટ થવા લાગ્યા. ત્યારે જે કોલેજના લીલી કાર્પેટ લાવ્યા હતા તે બધા અમને કાઢવા લાગ્યા'અમારી જગ્યા છે' એવું કહીને. અમે હોલ વચ્ચે આવેલ કાર્પેટ વગરની જગ્યાએ ભારે ભરખમ થેલા હાલના સમય માટે ત્યાં મૂકી દીધા. મને લાગ્યું “આપડે આવવામાં મોડું થયું એટલે આપડા ભાગમાં કાર્પેટ આવી નહીં.”થેલા પડતા મૂકી. મેસ માંથી રેક્ટરની ઢગલા બંધ ગાળો ખાઈને કેમ્પમાં વાપરવા લીધેલ થાળી વાટકા લઇ બપોરે બે-અઢી વાગ્યે પેટનો ખાડો પુરવા નીકળ્યા. સવારે નાસ્તા કર્યા વગર સમાન પેક કર્યો. કેમ્પમાં આવતા બધા છોકરાઓને થાળી વાટકા આપવામાં રેક્ટર સાથે મે ...Read More

5

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૫ (પહેલી મુલાકાત)

પહેલી મુલાકાતકાર્પેટ લાવી વચ્ચે પાથરી થોડો સમય આરામ કર્યો. ત્યાં સમાચાર મળ્યા. બધાને એક સાથે મેરેજ હોલ સામેના મેદાન ભેગું થવાનું છે. આ સૌથી પહેલી મુલાકાત હશે. જેમાં તમામ લોકો ભેગા થશે અને ત્યાં કેમ્પના ટાઈમ ટેબલની બધી માહીતી આપવામાં આવશે.નક્કી થયેલ સમયે બધા મેદાન પર કોલેજ પ્રમાણે પાંચની લાઈન કરીને ઉભા રહી ગયા. તે સમયે સાચી ખબર પડી કેટલા લોકો કેમ્પ માટે આવ્યા છે. આશરે સાડા પાંચ સો જેટલાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઑ હતા. થોડા સમયથી ઉભા હતા એટલામાં કોઈને ચક્કર આવ્યા. તેથી બધાને બેસાડી દેવામાં આવ્યા.સાહેબના કહેવા મુજબ કોરોના પછીના સમયમાં ઘણા પાસે વધારે સમય એક જગ્યાએ ...Read More