ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા

(15)
  • 13.1k
  • 0
  • 6.9k

પ્રસ્તાવના                  ॐ गंग गणपतयै नमः।                श्री कुलदेवी मातायै नमः। નમસ્તે મિત્રો.સ્વાગત છે આપનું મારી નવલકથામાં.આ નવલકથા સંપૂર્ણપણે પારિવારિક ,સામાજિક અને સ્ત્રી સશકિતકરણને આધારિત છે. પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે.સાચી મિત્રતા નું ઉદાહરણ પૂરું પાડે છે. આશા છે કે આપ સહુને ખૂબ જ પસંદ આવશે.   મિત્રો !મારી નવલકથાની નાયિકા કંઈ અલગ નથી.બસ મારા અને તમારા જેવી જ છે.આ નવલકથા વાંચતા આપને થશે કે આ મારી જ કહાની છે..હર ઘર ની કહાની છે. મારા તમારાં જેવી દરેક સ્ત્રીની કહાની છે.જ્યારે કોઈ પણ નવલકથાના

1

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - પ્રસ્તાવના

પ્રસ્તાવના ॐ गंग गणपतयै नमः। कुलदेवी मातायै नमः।નમસ્તે મિત્રો.સ્વાગત છે આપનું મારી નવલકથામાં.આ નવલકથા સંપૂર્ણપણે પારિવારિક ,સામાજિક અને સ્ત્રી સશકિતકરણને આધારિત છે. પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે.સાચી મિત્રતા નું ઉદાહરણ પૂરું પાડે છે. આશા છે કે આપ સહુને ખૂબ જ પસંદ આવશે. મિત્રો !મારી નવલકથાની નાયિકા કંઈ અલગ નથી.બસ મારા અને તમારા જેવી જ છે.આ નવલકથા વાંચતા આપને થશે કે આ મારી જ કહાની છે..હર ઘર ની કહાની છે. મારા તમારાં જેવી દરેક સ્ત્રીની કહાની છે.જ્યારે કોઈ પણ નવલકથાના ...Read More

2

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 1

ભાગ -૧ " પહેલાં વરસાદ નો છાંટો પડે ને મારાં ભીતર નાં માં પૂર, ધીંગી ધરા ની પછી છાતી ચીરીને લીલાંછમ ફૂટે અંકુર." રીમઝીમ વરસતો વરસાદ સહુંને કેટલો વ્હાલો લાગે નહીં??ધરતીને મળીને વરસાદ જેટલો ખુશ થતો હશે, એટલો જ ખુશ પેલો મોરલો મેઘધનુષ્યનાં રંગો જોઈને થતો હશે. નાનાં- નાનાં બાળકો વરસાદમાં છબછબિયાં કરવાં કૂદી રહ્યાં હશે,આવનાર વર્ષનાં એંધાણ લઈ ખેડૂત હરખાતો હશે,અને પ્રેમીજનોની તો પછી વાત જ શી કરવી? તેઓ તો બસ પ્રિયતમાની સાથે ભીંજાવાનાં સપનાંઓ જોતાં હશે.સહું કોઈ વરસાદનાં આગમન થી ...Read More

3

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 2

ભાગ -૨ ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા (આગળ આપણે જોયું કે સરસપુર ગામ માં વરસાદના પાણી છે. વરસાદ અનરાધાર વરસી રહ્યો છે.અને માધવ ભાઈ ની પત્ની ને પ્રસૂતિ ની પીડા થતાં માધવ ભાઈ જીવી (દાયણ) ને લેવાં એનાં ઘરે જાય છે. હવે આગળ.......) _______________________________________ "ભઈ રઘુ તારી ભાભી ને પેટ માં દુઃખ ઉપડ્યું સે. ઝટ જીવી બુન ને મારી હારે મોકલ ને ભઈ." માધવે ઉચાટ ભર્યાં અવાજે કહ્યું. "માધો ભઈ વાત તો તમારી હાવ હાચી સે પણ જોવો તો આ મૂવા વરહાદે દાટ વાળ્યો સે તે ઘરમો તો બેહવા જેવું જ નહીં રયું ,ને ...Read More

4

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 3

ભાગ-૩ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાનમસ્તે વાચક મિત્રો આગળ આપણે જોયું કે રતન અને એની બાળકી કુદરતની સામે લડીને આ ધરતી પર પોતનું અસ્તિત્વ ટકાવવામાં સફળ નીવડે છે.હવે આગળ.....️️️️️️️️️️️️️"હું તારી જ બનાવેલી માટીની પૂતળી છું પ્રભુ ક્યાં સુધી લઈશ મારી પરીક્ષા તું પ્રભુ?લઈને જ જંપીશ હું શ્વાસ આ ધરતી પરમારાં સુકર્મો થકી તું પણ એક'દી સ્તબ્ધ થઈશ પ્રભુ "આમ જાણે કુદરતને પડકાર કરતી રતનની દીકરી આ ધરતી પર આવે છે.રતન એની દીકરીને હાથમાં લઈમન ભરીને એનાં ઉપર માતૃત્વનો વરસાદ કરી દે છે.એ જોઈને જીવી પણ નજર નાં લાગે માટે ઓવારણાં લે છે.જીવી : (બહાર જતાં) "માધોભઈ ખૂબ ખૂબ ...Read More

5

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 4

ભાગ -૪ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાનમસ્તે મિત્રો, (આપણે આગળ જોયું કે દેવિકાને ભેંસ વગાડે છે ,એને લઈને દવાખાને જાય છે.આ બાજુ દેવિકાની માં રતનની હાલત પણ ખરાબ થઈ જાય છે.હવે આગળ...............)(પોતાનાં નાનાં ભાઈને સંબોધતા)" હેંડ...શિવરામ જલ્દી તું સ્કૂટર ચાલું કરી લે.હું દેવુંને લઈને પાછળ બેસું સુ.ઝટ કર.... બઉ લોઈ નીકળી જ્યું સે "માધવ ભાઈ બોલ્યાં." હા..હા..મોટા ભાઈ હેડો.. " (કહીને શિવરામ સ્કૂટર ચાલું કરે છે)થોડાં આગળ જતાં...." શિવરામ જલ્દી જલ્દી ચલાયને ભઈ , આમ જો તો આ લોઈ બંધ થવાનું નામ જ નહીં લેતું , તું ઝટ કર ભઈ . "(દેવિકા દર્દમાં કણસી રહી છે)" હા હા ...Read More

6

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 5

ભાગ-૫ --ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...(આપણે જોયું કે દેવિકાને ભેંસ વગાડે છે. ડોક્ટર એને મોટાં દવાખાને લઈ જવાનું છે.હવે આગળ)️️️️️️️️️️️️" રતન તું ઘડીક દેવુંને સંભાળ હું અબિહાલ સાધનની સગવડ કરીને આવું સુ."કહી માધવ ભાઈ જાય છે.(આંસુ સારતી રતન દેવું પાસે બેસે છે.અને સાડીનાં છેડા વડે દેવિકાને પવન નાંખે છે.અને ભગવાનને ફરીયાદ કરતાં કહે છે)"હે... રામ રખોપાં કરજે, મારા દેવનાં દીધેલ બાળ પર.વિશ્વાસ મારો ડગવા નાં દેતાં, રાખું છું ભરોસો તમ પર".આમ મનમાંને મનમાં અરજ કરતી એ દેવુંને અકિટ્સ જોઈ રહે છે.(માધવભાઈ ગામમાં રહેતાં નરેશ ભાઈનાં ઘરે જઈને)"નરેશભઈ ઓ નરેશભઈ! તારા ભાભી ઓ તારા ભાભી"! કહેતાં ઘર બહાર ઊભા ...Read More

7

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 6

ભાગ-- ૬ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...(આગળ આપણે જોયું કે માધવભાઈ લોહીની વ્યવસ્થા કરી દે છે. આઇસીયુમાં દેવિકાનું ચાલે છે.આ બાજું રતન અને એનાં બાળકો ખાધાં પીધાં વિના બેસી રહ્યાં છે. હવે આગળ......)---------------------------------------------રતન સ્નેહા હાર્દિક અને હર્ષને સમજાવીને જમાડીને સૂવડાવી દે છે.આ બાજુ....માધવભાઈ આઇસીયુની આગળ આંટાફેરા મારે છે.આખરે આઇસીયુની લાલ લાઇટ બંધ થાય છે.બે કલાકની જહેમત પછી ડોકટર ઑપરેશન કરી બહાર આવે છે.ડોક્ટરને જોતાં જ માધવભાઈ તરત જ..."ડૉક્ટર સાહેબ કેવું સે હવે મારી દેવુંને. હવે એ જલદી હાજી થઈ જાહેને?"" જુઓ ભાઈ... મેં ઑપરેશન કરી દીધું છે.પણ.....""પણ શું"????? માધવે અધ્ધર જીવે પૂછ્યું."પણ.... વાત જાણે એમ છે કે તમારી ...Read More

8

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 7

ભાગ --૭ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાંસરસપુર ગામશિવરામ અને નરેશભાઈ ગામમાં પહોંચ્યા ત્યારે દિવસ ઉગવામાં જ હતો.ઘરે આવીને સાંકળ ખખડાવતાં બૂમ મારે છે"બા ઓ બા! ખડકી ખોલો."અંદરથી અવાજ આવે છે."કુણ સે ભઈ?સવિતા જોજે જરાક કાન દઈને સાંભળ જે કુણ આયું સે"?(ફરીથી )... "બા ઓ બા હું શિવરામ સુ ખડકી ખોલો."શિવરામે સાંકળ ખખડાવી કહ્યું.સવિતા: "બા આ તો આમનો અવાજ લાગે સે.""શિવરામ આયો? મારી દેવુંને લઈ આયો હશે... હેડ ઝટ,ને ખડકી ખોલ ....આ લે બતી (ટોર્ચ)." પાલી બા એ હરખથી કહ્યું.(સવિતા ખડકી ખોલે છે)" આવો...નરેશ ભઈ આવો તમેય".(જીપ બાજું નજર કરતાં) "મોટાં ભઈને દેવું..ને નાનજી ભઈ બધાં ચા સે?" આમતેમ ...Read More

9

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 8

(આગળ આપણે જોયું કે શિવરામ દેવિકા ની હાલત વિષે રતન અને પરિવાર નાં સભ્યો ને જણાવી દે છે. એથી વાતાવરણ વધું ગમગીન બની જાય છે.આ બાજુ માધવ ભાઈ અન્નજળ નો ત્યાગ કરી દેવિકા ની સલામતી ની પ્રાર્થના કરે છે.હવે આગળ........)️️️️️️️️️️️️️માધવ ભાઈ બે હાથ જોડી માંઅંબે ને યાદ કરી ત્યાં જ પડેલી બેન્ચ પર આંખો મીંચી ભગવતી માં નવદુર્ગા ની આરાધના શરૂ કરે છે.અને ચંડી કવચ નાં પાઠ નાં શ્લોક નું હળવા સાદે ઉચ્ચારણ શરૂ કરે છે."ॐ नम: चंडीकायै ।ॐ यदगुह्यम परम् लोके, सर्व रक्षा करम तृणाम।यन्न कास्यचिदाख्यातम, तन्मे ब्रूही पितामह ।।१।।अर्थહે પિતામહ, આ સંસાર માં જે ગુહ્ય છે, મનુષ્ય ...Read More

10

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 9

ભાગ --૯ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...(આગળ આપણે જોયું કે દેવિકાની સલામતી માટે માધવભાઈ ભક્તિમાં લીન બની ગયાં રતન અને શિવરામ હોસ્પિટલ આવી પહોંચે છે.હવે આગળ......)**************************રતન જીપમાંથી ઉતરી હોસ્પિટલની અંદર તરફ દોટ મૂકે છે."ભાભી કઉ સુ ઊભા તો રયો. એ બાજું નહીં આ બાજુ થઈને જવાનું સે,ઠેઠ ઉપર તીજા માળે દેવું સે,હેંડો હું લઈ જઉં સુ". કહેતાં શિવરામ પણ રતન પાછળ દોડે છે."શિવાભઈ હેંડો ઝટ લઈ જાઓ..આ મારી આંખ્યું મારી દેવુંને જોવાં તરસી જઈ સે. એક વખત એને જોઈ લઈશ તાંણે જીવને ઝપ થશે".(રતન અને શિવરામભાઈ ઉપર દેવિકાને જ્યાંરાખી હોય છે એ આઇસીયુ તરફ જાય છે.)નાનજી માસ્તર :" ...Read More