એક ભૂલ

(11)
  • 6.5k
  • 0
  • 3.1k

જીવનમાં થઈ ગયેલી એક ભૂલ કેવું પરિણામ આપે છે. એ મારી નવલકથામાં કહેવાયું છે. જેમાં આરવી નામની એક અલ્લડ, ખૂબસૂરત છોકરીએ કરેલી એક ભૂલનું પરિણામ શું આવે છે્ તે જાણવા માટે વાંચો મારી નવલકથા " એક ભૂલ " વર્ષા ભટ્ટ વૃંદાની કલમે એક ભૂલ કડાકા ભડાકા સાથે બહાર વરસાદ વરસતો હતો. " કૃષ્ણ કુંજ " બંગલામાં આરવી અને તેનાં પિતા વચ્ચે જોરદાર ઝગડો થતો હતો. દુઃખી થયેલી આરવી હાથમાં કારની ચાવી લઈને નીકળી પડી. ગેટ પરનાં વૉચમેને પણ આરવીને ઘણી રોકવાની કોશિશ કરી પણ ગુસ્સે થયેલી આરવી કોઈનું સાંભળવા તૈયાર ન હતી.

1

એક ભૂલ - ભાગ 1

જીવનમાં થઈ ગયેલી એક ભૂલ કેવું પરિણામ આપે છે. એ મારી નવલકથામાં કહેવાયું છે. જેમાં આરવી નામની એક અલ્લડ, છોકરીએ કરેલી એક ભૂલનું પરિણામ શું આવે છે્ તે જાણવા માટે વાંચો મારી નવલકથા " એક ભૂલ " વર્ષા ભટ્ટ વૃંદાની કલમે.એક ભૂલ ભાગ : ૧️️️️️️️️એક ભૂલ કડાકા ભડાકા સાથે બહાર વરસાદ વરસતો હતો. " કૃષ્ણ કુંજ " બંગલામાં આરવી અને તેનાં પિતા વચ્ચે જોરદાર ઝગડો થતો હતો. દુઃખી થયેલી આરવી હાથમાં કારની ચાવી લઈને નીકળી પડી. ગેટ પરનાં વૉચમેને પણ આરવીને ઘણી રોકવાની કોશિશ કરી પણ ગુસ્સે થયેલી આરવી કોઈનું સાંભળવા તૈયાર ન હતી. બારે મેહ ખાંગા થયા હતાં. ...Read More

2

એક ભૂલ - ભાગ 2

એક ભૂલ ભાગ 2 ️️️️️️️️ ( આપણે જોયું કે આરવીનાં પિતાની તબિયત બરાબર ન હતી તેને હોસ્પિટલમાં લઈ ગયા. હવે આગળ......) આરવીને શું કરવું એ સમજ પડતી ન હતી.એક પિતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. તબિયત ખૂબ જ નાજુક હતી. તો બીજી બાજુ તેનો પ્રેમ કે અક્કી હતો જેનાં વગર તે રહી શકતી ન હતી. ઉદાસ, વિચારોમાં ખોવાયેલી આરવી આંસું સારતી હતી ત્યાં જ નર્સે આવીને કહ્યું, " સર ભાનમાં આવી ગયા છે. તે તમને બોલાવે છે." આરવી તરત જ આંસું લુછીને અંદર ગઈ. તેનાં પિતા શેઠ ધનરાજ કંઈક કહેવા માંગતા હતા. તે ...Read More