સફર (એક અજાણી મંજિલની)

(921)
  • 81.1k
  • 115
  • 37k

( મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો " ને આપ દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક નવી સાહસકથા સાથે આપ સમક્ષ હાજર થઈ રહ્યો છુ. એ આશા સાથે કે આપ આ કથા પર પણ આપનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહશો ) - ઈશાન શાહ લક્ષ્ય. લક્ષ્ય અગ્રવાલ. આ હું જ છુ. હા , આ હું

Full Novel

1

સફર ( એક અજાણી મંજિલની )

( મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો" ને દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક નવી સાહસકથા સાથે આપ સમક્ષ હાજર થઈ રહ્યો છુ. એ આશા સાથે કે આપ આ કથા પર પણ આપનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહશો ) - ઈશાન શાહ લક્ષ્ય. લક્ષ્ય અગ્રવાલ. આ હું જ છુ. હા , આ હું ...Read More

2

સફર ( એક અજાણી મંજિલની ) - 2

( આપણે આગળના ભાગમાં જોયુ એમ શિલોંગથી નીકળેલા બે યુવાનો પોતાના શમના ની જીંદગી જીવવા ભારત છોડીને અમેરિકા જવા ત્યાં જ રેહવાનું નક્કી કરે છે. આ માટે તેઓ ત્યાં નોકરીની અરજી કરે છે ને ત્યાંથી નોકરીનો ઇમેઇલ આવતા જ રાજીના રેડ થઈ જાય છે. અને અહીં શરૂઆત થાય છે એમના " સફર " ની. આવો હવે આગળ જોઈએ !!) તો અંતે એ દિવસ આવી જ ગયો. મારા અને દેવના પરિવારજનો અમને છોડવા એરપોર્ટ આવ્યા. અમારે દિલ્હીથી બેસવાનું હતુ ,શિલોંગ માં વિમાન સેવા નવી નવી જ ...Read More

3

સફર ( એક અજાણી મંજિલની ) - 3

( આપણે આગળ જોયું કે દેવ અને લક્ષ્ય ની સફર શરૂ થઈ ચૂકી છે. વિમાનમાં તેઓ પેરુ જઈ રહ્યા સાથે વિમાનમાં એમને સહ મુસાફર તરીકે પેરુમાં જ રેહતા એલ અને એનો પતિ પોલ મળે છે. સાથે જ લક્ષ્ય એટલે કે મને વિમાનમાં એક ભેદી લાગતો વ્યક્તિ દેખાઈ આવે છે જે સતત નક્સલવાદી ઘટનાઓ અને ચારુ મજુમદાર વિશે માહિતી એકઠી કરી રહ્યો છે. એની આ કસરત એક કુતુહલતા જન્માવે છે. હવે આગળ ... ) ખેર થોડા ઘણા સમય બાદ હું સૂઈને ઉઠ્યો હોઈશ. બારીની બહાર ઢળતા સૂરજને હું ...Read More

4

સફર ( એક અજાણી મંજિલની ) - 4

( તો આપણે અગાઉ જોયુ તેમ લક્ષ્યનુ મન એટલે કે મારુ મન પેલા વ્યક્તિ ની હરકતોથી વિચલિત થાય છે. એમેઝોનના જંગલોમાં રસ્તો બનાવવાની કોશિશ કરતો તે આખરે ક્યાં પહોંચવા માંગતો હતો એ હવે જોઈએ ..) વિચારતા વિચારતા ક્યારે સવારથી સાંજ થઈ ગઈ એનો જાણે ખ્યાલ જ ના રહ્યો.મને હવે મનોમન આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે એમ લાગ્યુ. મને આમ અવઢવમાં બેઠેલો જોઈ દેવે મને આનુ કારણ પુછ્યું. મેં એને આખી ઘટના સમજાવી. એ પણ મારી જેમ ન સમજી શક્યો કે ...Read More

5

સફર ( એક અજાણી મંજિલની) - 5

( તો આપણે જોયું કે હીરા અને એમેઝોન ના જંગલોની વાત કરતા અને ભેદી લાગતા વ્યક્તિઓનુ પગેરુ દાબવાનું નક્કી છે , હવે જોઈએ આગળ શું થાય છે ) વિમાન સવારે પેરુ ઉતર્યું. અમારો હાથ સામાન લઈ અમે નીચે ઉતર્યા. મારી નજર સતત પેલી વ્યક્તિ પર હતી અને એની નજર પણ જાણે કોઈને શોધી રહી હતી. અમારી બેગ લઈને અમે એની પાછળ ચાલી રહ્યા. બંને માણસો જે વિમાનમાં એકબીજા સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા તેઓ ગેટ પાસે ઉભા રહી ટેક્સી ડ્રાઈવર સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા અને પછી ...Read More

6

સફર (એક અજાણી મંજિલની) - 6

(તો આપને આગળ જોયુ કે પેરુ ઉતર્યા પછી હું અને મારા સાથીદારો પેલા ભેદી લાગતા વ્યક્તિઓનો પીછો કરીએ છે. દરમ્યાન મને એલનો ફોન આવે છે , તે મને જણાવે છે કે એના અંદાજે આ લોકો એમેઝોનના વરસાદી જંગલોના પ્રવેશદ્વાર મનાસ તરફ જઈ રહ્યા હોવા જોઈએ.હવે જોઈએ આગળની સફર ) લગભગ બે દિવસે અમે મનાસપહોંચ્યા. એલનો તર્ક બિલકુલ સાચો નીકળ્યો. આ ખરેખર ખૂબ સુંદર શહેર હતુ. અમે સવારના સમયે ઉતર્યા હતા. શહેરને તો જાણે ચારે તરફથી હરિયાળીએ ઘેરી લીધુ હતુ. જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જ વૃક્ષો. ખરેખર ધરતીને જ્યારે લીલોતરીની સોડમ પ્રાપ્ત ...Read More

7

સફર (એક અજાણી મંજિલની) - 7

( અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલ અને એના ભેદી સાથીઓનો એમેઝોન નદીમાં પીછો શરૂ કરે છે. આગળની બોટમાંથી ધડાધડ ફાયરિંગ શરૂ થાય છે....હવે જોઈએ આગળ ) અમે ગભરાઈ ગયા હતા કે આટલુ ફાયરિંગ કેમ થઈ રહ્યુ હતુ. શું અમારી હાજરી છતી થઇ ગઇ હતી ? અચાનક મારા હાથમાં હતી એ ટોર્ચનો પ્રકાશ નીચેના પાણીમાં પડ્યો ને બસ મારી રીતસરની ચીસ નીકળી ગઈ. બોટ ની ચારે તરફ મગર જ મગર !! અબાના ખૂબ ચિંતામાં દેખાતો હતો. તેને કહ્યુ આ એલીગેટર છે. આ દક્ષિણ અમેરિકાના મગરની પ્રજાતિ હતી.લગભગ ...Read More

8

સફર ( એક અજાણી મંજિલની ) - 8

( આપને અગાઉ જોયુ એમ દેવ અને એના સાથીદારો માઈકલ અને અન્ય વ્યક્તિઓનો પીછો કરતા એમેઝોન નદીમાં પ્રવાસ શરૂ છે. નદીમાં આવતા અનેક ખતરાઓ વચ્ચે એમની સફર ચાલુ રહે છે ) લગભગ વધુ એક દિવસ એમેઝોન નદીનો પ્રવાસ ચાલ્યો. આગળની બોટ સાથે અમારી સંતાકૂકડી ચાલતી રહી. એલીગેટર સિવાય ખાસ બીજું કંઈ જોખમ આવ્યુ નહોતુ સિવાય કે એક વાર નદીના સામા પ્રવાહમાં ચલાવતી વેળા બોટ જરા નમી ગઈ હતી. પરંતુ અબાનાએ કુશળતાપૂર્વક પરિસ્થિતિ સાચવી લીધી હતી. ત્રીજા દિવસની સવાર હતી. અબાના નાવ ચલાવી ...Read More

9

સફર (એક અજાણી મંજિલની) - 9

( આપને અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારોને એમેઝોન જંગલમાં પ્રવેશતા જ કેટલાક આદિવાસીઓ આંતરે છે. પણ એમાંથી એડમ નાવિક અબાનાને સારી રીતે ઓળખે છે અને આ લોકોની મદદ કરવા તૈયાર થઈ જાય છે. હવે આગળ.. ) હવે મેં મારા સાથીદારો સાથે વાતચીત કરી , અબાના પણ હવે સરસ રીતે અમારી સાથે હળીભળી ગયો હતો. અમારે ઝડપથી હવે માઈકલ અને એના સાથીદારોનો પીછો કરવો પડે તેમ હતુ કારણ કે છેલ્લા દસ કલાકથી અમે એમનાથી અલગ થઈ ગયા હતા. વધુ સમય વેડફીએ અને તેઓ ...Read More

10

સફર (એક અજાણી મંજિલની) - 10

(આપણે અગાઉ જોયુ એમ જંગલમાં રાત્રે નીકળેલા લક્ષ્ય અને એના સાથીદારોને વિચિત્ર ઘટનાનો સામનો થાય છે અને ત્યારનુ એડમનુ એમને મુંઝવી મૂકે છે ... હવે આગળ ) એડમનુ વર્તન જરૂર આશ્ચર્ય જન્માવે એવુ હતુ કારણ કે અમે સ્પષ્ટતાપૂર્વક પેલો " ફિયુ ફિયુ " અવાજ સાંભળી શકતા હતા પરંતુ ત્યારે જ મને થયુ કે એડમ આ જંગલનો માણસ છે અને એમેઝોનના વરસાદી જંગલોને એ અમારા થી વધુ સારી રીતે સમજી શકે છે. અને એના આમ કરવા પાછળ જરૂર કંઈ હેતુ હોવો જોઈએ. મેં પણ ક્રોસના લોકેટ વડે ક્રોસ ...Read More

11

સફર (એક અજાણી મંજિલની) - 11

( આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો એમેઝોન જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે ને ત્યારે જ વિચિત્ર અને ભયાનક ઘટનામાં પોલ ગાયબ થઈ જાય છે ...હવે આગળ ) ધીમે ધીમે સવાર થઈ રહી હતી.દૂર ક્ષિતિજ પર પ્રકાશ પથરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પક્ષીઓનો કલરવ આખા જંગલને જાણે ગજવી મુકતો. અમે વિશ્રામ માટે નીચે બેઠા હતા.કોઈ કંઈ જ બોલી રહ્યુ નહોતુ. ભેંકાર નીરવતાને સૌથી પહેલા તોડતા એડમ બોલ્યો , જો દેવ, લક્ષ્ય , એલ હું જાણુ છુ કે આ સમય કેવો કપરો છે અને દુઃખ ભર્યો ...Read More

12

સફર ( એક અજાણી મંજિલની ) -12

( આપને અગાઉ જોયુ એમ પોલ સાથે થયેલા ભયંકર અનુભવ પછી લક્ષ્ય અને એના સાથીદારો હિંમત રાખીને આગળ છે , તેઓ ⭕ વાળા નિશાન વાળી જગ્યાએ પહોંચી જાય છે અને માઈકલ અને એના સાથીદારોની રાહ જોતા ત્યાં બેસે છે .....હવે આગળ ) એલ હવે પહેલા કરતા સ્વસ્થ જણાતી હતી. જિંદગી ઘણીવાર એવી હકીકતોનો સામનો કરાવે છે કે , જેને આપણે સપને પણ ધારતા ન હોય.પણ સાથે કઈ અણધાર્યુ મેળવી પણ આપે છે. દેવ અને એલ એકબીજાને હવે સારી રીતે સમજવા લાગ્યા હતા. એલની એકલતામાં દેવ એનો સારો એવો સાથ આપી ...Read More

13

સફર ( એક અજાણી મંજિલની ) - 13

( લક્ષ્ય અને એના સાથીદારોનો ભેટો માઈકલ અને અન્યો સાથે થાય છે . તેઓ બધા હીરા કાઢી હવે ન્યૂયોર્ક આયોજન કરે છે.. હવે શું થાય છે આગળ જોઈએ ) એ રાતે અમે ત્યાં જ રોકાઈ ગયા.માઈકલ અને એના સાથીદારોથી અમે થોડા જ દૂર બેઠા હતા. છતા અમારી હાજરી ચતી ન થાય એની પૂરી દરકાર અમે રાખી હતી. મેં મારા મનમાં બધી ગણતરી કરી રાખી હતી , હવે આ લોકો અહીંથી સીધા ન્યૂયોર્ક જવાના હતા.અને અમે પણ એમની પાછળ જવા ધારતા હતા.દેવ જોકે હવે આગળની મુસાફરી માટે તૈયાર ...Read More

14

સફર ( એક અજાણી મંજિલની ) - 14

(આપને અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલની પાછળ હવે ન્યૂયોર્ક આવવા નીકળે છે...હવે આગળ જોઈએ ) લગભગ રાતભરની મુસાફરી બાદ અમે સવારે ન્યૂયોર્ક પહોંચ્યા.અમારે તો માત્ર માઈકલ અને એના સાથીદારોનો પીછો જ કરવાનો હતો અને એથી વિશેષ અમે કંઇ કરી પણ શકીએ એમ નહોતુ કારણ કે અત્યાર સુધી એમને એવી કોઈ હરકત નહોતી કરી કે જે શંકા જન્માવતી હોય. અમે વિમાનમાંથી ઉતરીને ધીમે-ધીમે એમની પાછળ નીકળ્યા. ક્યાં આ આધુનિકતાને વરેલી દુનિયા ને ક્યાં પેલા એમેઝોનના જંગલો. જાણે એક જ ધરતી ...Read More

15

સફર ( એક અજાણી મંજિલની ) - 15

( આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો ન્યૂયોર્ક આવે છે, ત્યાં મિ.આર્થર નામના વ્યક્તિને જોવે છે જે બોમ્બ બનાવવાની રીત જાણતો હોવાની માહિતી છે.વળી માઈકલ અને એના સાથીદારો એક સૂમસામ ઘરમાં કોઈને મળવા પ્રવેશે છે.હવે આગળ ...) અમે હોટલમાં એ આખો દિવસ રોકાયા.અમારા સૌની નજર સામેના ઘર પર જ હતી. બરાબર ટકતકી લગાવીને અમે એ ઘરને જોઈ રહ્યા.પણ એ દિવસે વધુ કોઈ હિલચાલ એ ઘરમાં જોવા મળી નહિ.રાતે પણ અમે વારાફરતી એક જણ સતત જાગીને જાણે ચોકીદારી કરી રહ્યા હતા. પરોઢનો સમય હતો , લગભગ હું તંદ્રા ...Read More

16

સફર ( એક અજાણી મંજિલની ) - 16

( આપણે અગાઉ જોયુ એમ રહેમાન મલિકને જોઈ લક્ષ્ય અને એના સાથીદારો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે રહેમાન મલિક એના સાથીદારો આગળ શું કરશે એની વાટ જોતા તેઓ એના ઘરની સામેની હોટેલમાં ઉતારો લે છે ...હવે આગળ ) સવારે સૌથી પહેલા માઈકલ અને એના સાથીદારો બહાર આવ્યા. તેઓ આસપાસ જાણે ફાંફા મારી રહ્યા હતા, જાણે કે તપાસી રહ્યા હોય કે કોઈ છે કે નહિ. થોડીવારમાં એને અંદરથી કોઈકને બહાર આવવાનો ઈશારો કર્યો. એ વ્યક્તિએ ભૂરા રંગનુ શર્ટ અને ખાખી રંગનુ પેન્ટ પેહર્યુ હતુ. થોડીવાર તો અમારામાંથી કોઈ એને ...Read More

17

સફર ( એક અજાણી મંજિલની ) - 17

( આપણે અગાઉ જોયુ એમ રહેમાન અને એના સાથીદારોનો પીછો કરતા હવે લક્ષ્ય અને એના સાથીદારો દરિયાની એક મુસાફરી તૈયાર થઈ જાય છે..હવે આગળ ) અમારી મુસાફરી શરૂ થઈ ગઈ હતી.મારી દરિયાની આ પહેલી સફર હતી અને હું ખાસો ઉત્સાહિત હતો.દેવ અને એલ કંઇક વાતચીત કરી રહ્યા હતા. અબાના કપ્તાન સાથે આગળ કોકપિટમાં બેઠો હતો.અને હું જહાજના ડેક પર ઊભો જાણે એની વિશાળતાને નિહાળી રહ્યો હતો. દરિયાની પણ પોતાની એક અલગ જ વિશાળતા છે. કેટલાય જીવો અને અન્ય કેટકેટલુ પોતાનામાં સમાવીને બેઠો હોય તો પણ એની વિશાળતાને તમે ક્યારે પણ કિનારે ઉભા રહીને ...Read More

18

સફર ( એક અજાણી મંજિલની ) - 18

( લક્ષ્ય અને એના સાથીદારો બર્મુડા ટ્રાયંગલની સફર પર નીકળી પડે છે.આગળ કેવી કેવી મુસીબતો અને રહસ્યોનો તેઓ સામનો એ હવે આગળ જોઈએ ..) અમે લગભગ ઉચાટ જીવે મુસાફરી કરી રહ્યા હતા. હું સ્ટેફન સાથે આગળ કોકપિટમાં બેસી આગળના જહાજ પર બરાબર નજર રાખી રહ્યો હતો.એલ અને દેવ કદાચ નકશો તપાસી રહ્યા હતા. અબાના પાછળ ડેક પર ઉભો હતો. એટલામાં અચાનક આગળનુ જહાજ ઉભુ રહી ગયુ. સ્ટેફને એમનાથી સલામત અંતરે અમારુ જહાજ રોક્યુ. એટલામાં અબાના દોડતો દોડતો અંદર આવ્યો. એ ગભરાયેલો જણાતો ...Read More

19

સફર (એક અજાણી મંજિલની) - 19

(આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો નાના-મોટા રહસ્યોનો સામનો કરતા બર્મુડા ટ્રાયંગલમાં મુસાફરી આગળ વધારે છે.હવે વધુ જોઈએ ...) વધુ એક દિવસની મુસાફરી બરાબર ચાલી. સ્ટેફન સરસ મજાનો કપ્તાન હતો. આગળના જહાજથી એક સલામત અંતર જાળવી એ અમારા વહાણને હંકારી રહ્યો હતો. દેવ જહાજની સાફ-સફાઈ કરી રહ્યો હતો. અબાના ડેક પર બેઠો બેઠો દરિયાને નિહાળી રહ્યો હતો. સ્ટેફન વારંવાર આકાશ તરફ જોઈ રહ્યો હતો. વાતાવરણ થોડુ બગડ્યુ હતુ. કાળા ડીબાંગ વાદળો જાણે આ તરફ જ આવી રહ્યા હતા. દેવે અચાનક અમારુ ...Read More

20

સફર (એક અજાણી મંજિલની) - 20 - છેલ્લો ભાગ

( આપને અગઉ જોયુ એમ બર્મુડા ટ્રાયંગલમાં આવેલા ફ્રિક વેવસના કારણે આવેલા તોફાનથી રહેમાન મલિક અને એના સાથીદારો ત્યાં ડૂબી જાય છે. લક્ષ્ય અને એના સાથીદારો લાઇફ બોટની મદદથી જેમતેમ બચવાનો પ્રયાસ કરે છે.હવે આગળ.... ) દરિયામાં તોફાન ધીમે-ધીમે શાંત થયુ. અમે જેમતેમ કરીને કિનારે પહોંચ્યા. આમ જોવા જઈએ તો આ કિનારો ન હતો. માત્ર નાનકડા ટાપુ જેવુ હતુ. કદાચ અહીં ક્યારે કોઈ આવ્યુ પણ નહિ હોય. અને બસ છેલ્લા ૨૪ કલાકથી મદદની રાહ જોતા અમે અહીં જ બેઠા છે. આ સમગ્ર કથા મેં જે આપ સમક્ષ ...Read More