ભીતરમન

(438)
  • 80k
  • 0
  • 51.1k

એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં હાથીદાંતની કોતરણીથી સુશોભિત હીચકામાં ઝૂલતા ઝૂલતા હું ચાની ચુસ્કી ભરી રહ્યો હતો. ચાના સ્વાદમાં ભૂતકાળની યાદો કંઈક એમ ભરી રહી હતી કે, એક એક ઘૂંટડે તુલસીની યાદ આજ મને વ્યાકુળ કરી રહી હતી. તુલસી એટલે મારી અર્ધાંગિની... તુલસીની યાદ આજ મારા મનમાં ખુબ ઉથલપાથલ મચાવી રહી હતી. આજ મારી પાસે બધું જ છે કોઈ જ વસ્તુની કમી નથી, જ્યાં આંગળી મુકું એ હું લઇ શકું છું સિવાય કે તુલસી... હા, હું તુલસી વિનાનું મારુ જીવન ખુબ જ એકલવાયું અનુભવું છું. હું મારા કર્મનું જ ફળ ભોગવું છું કે, મારે તુલસી વગર જીવન જીવવું પડે છે, આજ તુલસીને સ્વર્ગવાસ થયે છ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પણ હું તુલસીને પળે પળ યાદ કરું છું. ચાના ખાલી કપને ચુસ્કી ભરતાં હું ફરી વર્તમાનમાં આવ્યો અને આંખોમાં સહેજ ભીનાશ છવાઈ જવાના લીધે આખો બગીચો ધુંધળો દેખાવા લાગ્યો હતો. અને આ ધુંધળા દ્રશ્યમાં તુલસીનો ચમકતો ચહેરો દીપી રહ્યો હતો.

1

ભીતરમન - 1

એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં હાથીદાંતની કોતરણીથી સુશોભિત હીચકામાં ઝૂલતા ઝૂલતા હું ચાની ચુસ્કી રહ્યો હતો. ચાના સ્વાદમાં ભૂતકાળની યાદો કંઈક એમ ભરી રહી હતી કે, એક એક ઘૂંટડે તુલસીની યાદ આજ મને વ્યાકુળ કરી રહી હતી. તુલસી એટલે મારી અર્ધાંગિની... તુલસીની યાદ આજ મારા મનમાં ખુબ ઉથલપાથલ મચાવી રહી હતી. આજ મારી પાસે બધું જ છે કોઈ જ વસ્તુની કમી નથી, જ્યાં આંગળી મુકું એ હું લઇ શકું છું સિવાય કે તુલસી... હા, હું તુલસી વિનાનું મારુ જીવન ખુબ જ એકલવાયું અનુભવું છું. હું મારા કર્મનું જ ફળ ભોગવું છું કે, મારે તુલસી ...Read More

2

ભીતરમન - 2

હું મારા વિચારોમાં મગ્ન બારીની બહાર જોઈ રહ્યો હતો. ગામની હદ પુરી થવા આવી હતી, એ સાથે જ જાણે સાથેનો સંબંધ પણ.. મારુ મન તો ઝુમરીનો જ જીવનભરનો સંગાથ ઇચ્છતું હતું. મન મારીને કેમ હું બીજાને મારા જીવનમાં આવકાર આપું? અમારી ગાડી હજુ પાકા રસ્તા પર ચડી નહોતી, આથી આગળનો સ્વચ્છ રસ્તો ઝડપભેર ચાલતી ગાડીના લીધે, ગાડી પસાર થયા બાદ સર્વત્ર ધૂળિયું વાતાવરણ બનતું જતું હતું, જેથી સાઈડ ગ્લાસની સપાટી પર ધૂળની છારી બાજી ગઈ હતી, અને એ જ ગ્લાસ માંથી ઝાંખી પ્રતિભા ઉપજાવતો એક ગોવાળીયો ગાયોને સીમમાં લઈ જતો દેખાયો અને એ દ્રશ્ય મને ઝુમરીની યાદમાં ખેંચી ગયું ...Read More

3

ભીતરમન - 3

હું ઝુમરીના વિચારોમાં મગ્ન હતો અને બાપુએ મારી વિચારોની દુનિયાને છંછેડતાં હોય એમ સાદ આપતા કહ્યું, "વિવેક તે આરામ લીધો હોય તો આવ હેઠો, ઘરે જવાનું ટાણું થઈ ગયું છે.""હા બાપુ!" બોલતા જ હું નીચે આવી ગયો હતો.મારે બાપુ સાથે કામ પૂરતી જ વાત થતી હતી. બાપુ થોડા ગરમ મિજાજના અને એમની વાણીમાં થોડી સ્વમાની સ્વભાવની ઝલક દેખાતી એજ સ્વભાવ મને વારસામાં મળ્યો હતો.હું નીચે ઉતર્યો કે બાપુએ એમના ગુસ્સાથી મને પોંખી લીધો હતો. હમેંશા એવું જ થતું બાપુ ક્યારેય મને મારો ખુલાસો આપવાની તક આપતા જ નહીં. એનું પરિણામ એ આવ્યું કે મારા અને બાપુ વચ્ચે એક વાળ ...Read More

4

ભીતરમન - 4

હું અને તેજો અમારા નિર્દોષ મજાકમાં ખુશ હતા ત્યાં જ બીજા મિત્રો પણ આવી ગયા હતા. ધીરે ધીરે રાત્રીએ કબજો સમગ્ર ધરતી પણ પાથરી લીધો હતો. બધે જ હવે સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. ગામના ભાભલાઓ એમના ઘર તરફ વળી ચુક્યા હતા. અમે જુવાનિયાઓ બધા હવે અમારી અસલી રંગતમાં આવી ગયા હતા. નનકો પણ અમારી સાથે હાજર જ હતો. કોઈક હૂકો તો કોઈ પાન, બીડી, તંબાકુંની મોજ માણી રહ્યુ હતું. તેજા સિવાય કોઈને ધ્યાન નહોતું કે બીડી ફક્ત મારા હાથમાં જ સળગતી હતી, હું બીડીના દમ એક પણ લગાવતો નહોતો. તેજો એમ તો હોશિયાર આથી નનકાની સામે કાંઈ બોલ્યો ...Read More

5

ભીતરમન - 5

હું ઝુમરીનું નિરીક્ષણ કરવામાં જ મશગુલ હતો, એની પાસે જઈને મારે જે વાત ઉચ્ચારવી હતી એ વાત મારા મનમાંથી જોઈને સાવ લુપ્ત જ થઈ ગઈ હતી. એક ભમરાના જીણા ગણગણાટે મારી તંદ્રા તોડી હતી. ક્ષણિક મને મારા પર જ હસુ આવી ગયું. હું હવે જરા પણ સમય ગુમાવવા ઈચ્છતો નહોતો. ખેતરના મજૂરને જે કામની સોંપણી કરેલ એ કામ તેઓ બરાબર કરે છે કે નહીં એ જોઈ હું નનકા પાસે પહોંચી ગયો હતો.નનકો અને ઝુમરી એની વાતોમાં જ મશગુલ હતા. મેં એમની તરફ વળતા જ નનકાના નામનો સાદ કર્યો હતો. નનકો અને ઝુમરીએ તરત જ પાછળ ફરીને મારી સામે જોયું ...Read More

6

ભીતરમન - 6

નવા દિવસનો સૂર્યોદય અનેક ઈચ્છાઓને વેગ આપતો મારામાં એક નવી જ તાજગી સાથે આવ્યો હતો. જેમ સૂર્યની હાજરી અંધકારને કરે છે, એમ ઝુમરી મારા અંધકારને દૂર કરવા જીવનમાં પ્રવેસી હોય એવું મને આજે લાગી રહ્યું હતું. ખરેખર પ્રેમ શું એ હું જાણતો જ નહોતો. મિત્રો વાત કરતા તો હંમેશા હું મજાકમાં જ એમની લાગણીને લેતો હતો. ઝુમરીને મળ્યા બાદ એ અહેસાસ, એ સ્પર્શ, એ ક્ષણ બધું જ અચાનક મારુ જીવન બની ગયું હતું. પ્રભુની મને પરવાનગી મળી હોય એમ એ સાપનું ત્યાંથી નીકળવું મને આશીર્વાદરૂપ લાગ્યુ હતું, આથી આવુ વિચારી હું ખુદને ભાગ્યશાળી સમજવા લાગ્યો હતો. જીવન એકદમ ગમવા ...Read More

7

ભીતરમન - 7

હું ઝુમરીના જવાબની પ્રતીક્ષા કરતો સમય પસાર કરવા લાગ્યો હતો. એક એક ક્ષણ મારી ખુબ બેચેનીમાં વીતી રહી હતી. અતિ વ્યાકુળ રહેતું હતું છતાં મનમાં રહેતો ગુસ્સો કોસો દૂર જતો રહ્યો હતો. બીડી ફૂંકી ધુમાડો કરી સુંદર વાતાવરણને પ્રદુષિત થતું મેં બંધ કરી દીધું હતું. મારુ મન ચિંતિત અવશ્ય હતું, છતાં એ ખાતરી મારા ભીતરમનને હતી જ કે, ઝુમરી મને પણ એના હૈયે સ્થાન આપી ચુકી છે. એ સમાજ સામે રહી મારો સ્વીકાર કરવાની હિંમત ક્યારે દાખવે છે એ ક્ષણની જ રાહમાં મારુ મન તડપી રહ્યું હતું.પ્રેમની એકતરફી કબુલાતની પણ મજા કંઈક અલગ જ હોય છે. હું એ મજા ...Read More

8

ભીતરમન - 8

હું નનકા અને તેજાની રાહ જોતો બેઠો હતો. મારી નજર એ શેરી તરફ જતા રસ્તે જ હતી. મનમાં એમ થયા કરતુ હતું કે, હમણાં બંને આવશે! પણ મારું એમ વિચારવું ખોટું ઠર્યું જયારે મેં ફક્ત તેજાને જ ત્યાંથી આવતા જોયો! આજે ફરી કંઈક અમંગળ જ થયું હશે એ ડર મને સતાવવા લાગ્યો હતો. હવે શું બીના બની છે એ જાણવા મળે તો મારા મનને શાતા મળે.તેજો અમારા બધાની સાથે જોડાઈ ગયો હતો. મને આંખના ઈશારે વાત પછી કરવાની સૂચના એણે આપી દીધી હતી. મેં પણ એને મૂક સહમતી આપી દીધી હતી.આજે અગીયારસની રાત્રી હોય લોકોએ મંદિરે ભજનનું આયોજન કરેલું ...Read More

9

ભીતરમન - 9

મારી અને ઝુમરી વચ્ચે બધી મનની વાત ખુલી રહી હતી. એ પણ એમ વર્તવા લાગી હતી જેમ કે, ઘણા અમારી ઓળખ હોય! અગિયારસના એ ન આવી એનું કારણ એટલું સહજ રીતે એણે જણાવ્યું કે, મને ઘડીક એક છાતી સરસું તીર ભોંકાયું હોય એવું દુઃખ લાગ્યું! મેં મારી અધીરાઈ ન જળવાતા પૂછી જ લીધું તો તું આજ કેમ આવી?"તારી જેમ મારા બાપુએ પણ મારા ઘોડિયા લગ્ન નક્કી કરી લીધા છે. બે મહિના પછી મારા લગ્ન પણ છે. મને અહીં મામીએ પાનેતરની પસંદગી કરવા અને રોકાવા એટલે જ બોલાવી હતી.""આ તું શું કહે છે ઝુમરી?" ઝુમરીની અધૂરી વાતે જ હું બોલી ...Read More

10

ભીતરમન - 10

બાપુનો ગુસ્સો તો માએ વચન આપી શાંત કરી દીધો હતો પણ મા મનોમન ખુબ ચિંતિત થઈ ગઈ હતી. આ જ મેં ઘરના ફળીયામાં ગાય પાસે હતો ત્યારે જોયું હતું. હું એટલો દુઃખી થઈ ગયો હતો કે, મને એ સમજાતું નહોતું કે, "બાપુને આ સમાચાર કોણે આપ્યા? બાપુ ક્યારેય મંદિર તો જતા નથી તો બાપુને કેમ ખબર પડી?"બાપુ માનું વધુ અપમાન મારી સામે ન કરે એ માટે હું અંદર જ ગયો નહીં! બાપુ અને મા બંને એ વાતથી અજાણ હતા કે, હું બધું જ સાંભળી અને જોઈ ગયો છું. હું ફળીયામાંથી જ દબે ડગલે બહાર નીકળી ગયો હતો. માને મારે ...Read More

11

ભીતરમન - 11

મારી વાત માને ખુબ વેદના આપી રહી હોય એવું મને લાગી રહ્યું હોય મેં માને પૂછ્યું, "માં શું થાય માને કદાચ ચક્કર આવી રહ્યા હોય એવું મને લાગ્યું. હું તરત જ માના ખોળા માંથી ઉભો થઈ ગયો અને માને ખાટલા પર ઊંઘાડી, ઝડપભેર હું પાણી લઈને આવ્યો. હું માને પાણી આપું એ પહેલા જ મા આંખ મીંચી લાકડા જેમ ખાટલા પર પડી હતી. મેં મારા જીવનમાં આમ ક્યારેય કોઈને જોયું નહોતું, હું જોઈને ખુબ ગભરાઈ ગયો હતો. હું જોરથી બાપુ નામનો સાદ આપવા ઈચ્છતો હતો, પણ અવાજ ગળામાં જ અટવાઈ ગયો હતો. હું બાપુ પાસે દોડી ગયો, બાપુને કઈ ...Read More

12

ભીતરમન - 12

હું જેવું એક ડગલું પાછળ ખસી ગયો કે, તરત મા પોતાના જમણા હાથનો જ ટેકો લઈને ઝડપભેર પથારી પર થઈને મારો હાથ ફરી એમના હાથમાં લઈને બોલ્યા, "દીકરા આપને વચન! તું કેમ બોલતો નથી?"માની ચિંતા જોઈ હું ખૂબ દુવિધામાં મુકાઈ ગયો હતો. મને તરત જ દાક્તરસાહેબના શબ્દો યાદ આવ્યા કે, "હમણાં એમને ચિંતા થાય એવી કોઈ વાત કરતા નહીં!" આ શબ્દો યાદ આવ્યા અને મારી નજર માને જે બોટલ ચડતી હતી એની નળી પર પડી હતી. મેં એ નળીમાં લોહી નીચે તરફથી ઉપર તરફ ચડતું જોયું, હું માનો હાથ જોઈ ગભરાઈ ગયો! માના હાથ પર એકાએક સોઈની આસપાસ સોજો ...Read More

13

ભીતરમન - 13

મેં ગઈકાલે ઝુમરીથી છુટા પડ્યા બાદ જે બીના ઘડી એ બધી જ ઝુમરીને જણાવી. માની પરિસ્થિતિ પણ એને કહી, એ પણ કહ્યું કે, "માને મેં કોઈ વચન આપ્યું નથી, હું સમયાંતરે એને સમજાવી લઈશ. બસ, તું હિમ્મત ન હારતી! તારે માથે સિંદૂર મારા નામનો જ પુરાશે અને લાલ ચૂંદડી પણ તું મારા નામની જ ઓઢીશ! તું શાંતિથી તારે ઘેર પહોંચજે હું થોડા જ દહાડામાં માને મનાવી, સમજાવીને તને કાયમ માટે મારી બનાવી લઈશ!" હું અને ઝુમરી ફરી એકબીજાના મનને જાણીને રાજી થતા ફરી મળવાની આશા સાથે નોખા પડ્યા હતા. હું હજુ તો સહેજ આગળ જ વધ્યો હોઈશ ત્યારે ફરી ...Read More

14

ભીતરમન - 14

હું તેજાનો સહારો લઈને માં પાસે એ જે ઓરડામાં હતા, ત્યાં ગયો હતો. મા મારા માથામાં પાટો બાંધેલો જોઈને ઉભી થઈ ગઈ હતી. બાટલા બંધ હતા આથી માં સીધી મારી પાસે જ ચિંતાતુર થતા સામી આવી હતી. માના ચહેરા પર પરસેવાની બૂંદો ચમકતી જોઈ હું એની મનઃસ્થિતિ તરત પામી ગયો હતો. હવે મા મારે લીધે વધુ પરેશાન થાય એ હું જરાય ઈચ્છતો નહોતો. હું માને શું કહું એ હું વિચારવા લાગ્યો હતો. મારે સાચું તો કહેવું હતું પણ માને તકલીફ થાય તો? એ વિચારે હું સત્યથી માને અજાણ રાખવા ઈચ્છતો હતો. માને મારે શું કહેવું એ હું વિચારી વિવશ ...Read More

15

ભીતરમન - 15

તેજાની વાત સાંભળી હું ખુબ જ દુઃખી થઈ ગયો, મેં તેજાને કહ્યું, "આ સાત દિવસનો મારો પ્રેમ સંબંધ ઝુમરીનું બરબાદ કરી ગયો! અમારી ફક્ત ત્રણ જ મુલાકાત મને ત્રણેય લોકનો એ સાતેય જન્મનો સાથ બાંધી મને એના વિરહની વેદનામાં બાંધી જતી રહી. હું એ દિવસે મંદિરે ઝુમરીનો સાથ મને જીવનભર મળે એ પ્રાર્થના કરવા જ ગયો હતો, અને હું ફક્ત ભગવાનના દર્શન જ કરીને આવી ગયો! મને શું ખબર કે ભગવાન આવો મને તડપાવશે! હું ઝુમરીના પ્રેમની ભીખ માંગી લેત! કાશ! બાપુએ મને પણ મારી નાખ્યો હોત!""બસ, કર વિવેક! બસ કર... કુદરત શું કરે એ એને ખબર જ હોય! ...Read More

16

ભીતરમન - 16

મેં મારુ ધ્યાન તો મા પર કેન્દ્રિત કરી દીધું હતું. પણ મન હજુ સ્થિર થયું નહોતું. હું માની પાછળ પ્રવેશવા પગથિયાં ચડી રહ્યો હતો. બાપુ અને મા સાથે હતા હું સહેજ પાછળ ચડતો હતો. આજે ત્રણ મહિને હું કૃષ્ણના મંદિરને શરણે આવ્યો હતો. જેમ જેમ મંદિરના ગર્ભગૃહમાં જતો હતો તેમ તેમ મારા મનમાં ઝુમરી સાથે કુદરતે કરેલ અન્યાય ક્રોધ જન્મવતો હતો. બહુ જ ગુસ્સો મને આવી રહ્યો હતો. હું મારા ગુસ્સાની આગમાં સળગતો જ ભગવાન કૃષ્ણની સામે જ પહોંચી ગયો હતો.રાજાધિરાજ દ્વારકાના નાથ કાળીયા ઠાકરના શૃંગાર દર્શનનો લાવો અમે લીધો હતો. પુરુષોની અને સ્ત્રીઓની દર્શન કરવાની હરોળ અલગ હોય ...Read More

17

ભીતરમન - 17

મારા માટે બાપુની હાજરી હવે અસહ્ય બની ગઈ હતી. મારાથી એક જ છત નીચે રહેવું હવે અશક્ય હતું. હું જોઈને ખૂબ નાસીપાસ થઈ જતો હતો. મારામાં એમનું જ લોહી વહે છે, એ મનમાં વિચાર એટલી હદે દુઃખ પહોંચાડતો જે મને પળ પળ હું ખુનીનો દીકરો છું એ દર્દ કલેજે શૂળ ભોકાતું હોય એટલી પીડા આપતું હતું.મા મારી પાસે આવી અને બોલી, "દીકરા બે દિવસથી તારા પેટમાં ચા સિવાય કોઈ અન્ન નથી ગયું. તું રાત્રે.." આટલું બોલી મા ચૂપ થઈ ગઈ હતી.માની અધૂરી વાત હું પુરેપુરી સમજી ગયો હતો. મા મને સોગંધ આપી વિવશ કરે એ પહેલા જ મેં એમને ...Read More

18

ભીતરમન - 18

તેજાએ મારી હા મા હા ભરી આથી હું ખુબ ખુશ થઈ ગયો હતો. મારા મનને રાહત થઈ, કે મારો મારા ભાઈ સમાન જ છે. હું તેજાને ઘર તરફ રવાના કરી જામનગર તરફ આગળ વધ્યો હતો. મન ખુબ મક્કમ હતું, આથી પરિસ્થિતિને ઝીલીને મારા મક્સદમાં પાર ઉતરીશ એ નક્કી જ હતું.હું જામનગર પહોંચીને સીધો જ મુક્તાર પાસે ગયો હતો. મુક્તાર મારા જ ગામનો હતો, બાપદાદાનું કામ મજૂરોને સોંપી જામનગર દલાલીના કામમાં જોડાયો હતો. જયારે પણ ગામમાં આવતો મને અચૂક મળતો હતો. મારા કરતા ઉંમરમાં ૧૦ વર્ષ મોટો હતો પણ પાક્કો ભાઈબંધ હતો.એ છેલ્લા આઠેક વર્ષથી જામનગર સ્થાયી થઈ ગયો હતો.હું ...Read More

19

ભીતરમન - 19

મા તરફ મેં થેલી ધરીને મેં કહ્યું, "જુઓ તો ખરા! હું તમારે માટે શું લાવ્યો છું?""તું આવી ગયો મને જ મળી ગયું, મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.""શું મા હું કેટલા પ્રેમથી લાવ્યો છું. તું જો ને!""અરે સાડી? બાંધણીની?""હા મા! ત્રણ સાડી છે, તારે માટે, ફોઈ માટે અને મામી માટે. તને ગમે એ તું રાખજે.""બેટા! તારી પાસે આટલી મોંઘી સાડીના રૂપિયા ક્યાંથી આવ્યા?""અરે મા! મેં એક નવું કામ ચાલુ કર્યું છે, એના અગાઉથી મળેલ પગાર માંથી પેલી ખરીદી તારે માટે કરી. તું જાજુ વિચાર નહીં, અને અંદર તો આવ, મને બહુ જ ભૂખ લાગી છે, ચાલ વાળું કરાવ! ફોઈ ...Read More

20

ભીતરમન - 20

મેં હજુ તો તુલસીના ફળિયામાં પગ પણ નહોતો મુક્યો છતાં મન અહીં આવી મન મારુ ઠરી રહ્યું હતું. એક જ ખુશનુમા રમણીય વાતાવરણ મારા મનને સ્પર્શી મને હકારાત્મક ઉર્જા આપી રહ્યું હતું. મારા મનનો ભાર ઘણા સમય બાદ આજે થોડો હળવો થઈ રહ્યો હોય એવું હું અનુભવી રહ્યો હતો.પુરુષો અને સ્ત્રીઓની બેઠક વ્યવસ્થા અલગ હતી. હું બાપુ જે ઓરડામાં ગયા ત્યાં એમની પાછળ ચાલતો બેઠક ખંડમાં પ્રવેશ્યો હતો. બેઠક ખંડમા રૂમની ત્રણેય દીવાલે ખાટલાઓ રાખ્યા હતા. બે ખાટલાઓની વચ્ચે નાની સાગની સુંદર આરસકામની કોતરણી વાળી ત્રણ પાયાની ટિપોઈ રાખેલી હતી. અને એના પર કાચનો સુંદર કુંજો અને એમાં ઘરના ...Read More

21

ભીતરમન - 21

મા પહેલીવાર હોન્ડામાં બેઠી હતી આથી થોડો ડર અને ખુશીના બેવડા ભાવ એમના ચહેરા પર નજર આવતા હતા. બાપુએ જોઈને ખુશી તો વ્યક્ત ન કરી પણ હા, મારી તરક્કી એની આંખમાં કણું બની ખટકતી હોય એ હું ચોખ્ખું જોઈ શકતો હતો.હું વાળું પતાવીને તેજા પાસે ગયો હતો. હું અને તેજો હોન્ડાથી ચક્કર મારવા નદી કાંઠે સુધી બેસવા ગયા હતા. રસ્તામાં વેજાને જોયો હતો. એને જોઈને ફરી ગુસ્સો મારા માથા પર સવાર થઈ ગયો હતો. તેજો મારુ મન શાંત રાખવા કહી રહ્યો હતો. નદીકાંઠે પહોંચીને અમે બંને બેઠા હતા. વાતાવરણ એટલું શાંત હતું કે, નદીના ખળખળ અવાજને પણ સાંભળી શકાતો ...Read More

22

ભીતરમન - 22

મા પહેલીવાર હોન્ડામાં બેઠી હતી આથી થોડો ડર અને ખુશીના બેવડા ભાવ એમના ચહેરા પર નજર આવતા હતા. બાપુએ જોઈને ખુશી તો વ્યક્ત ન કરી પણ હા, મારી તરક્કી એની આંખમાં કણું બની ખટકતી હોય એ હું ચોખ્ખું જોઈ શકતો હતો.હું વાળું પતાવીને તેજા પાસે ગયો હતો. હું અને તેજો હોન્ડાથી ચક્કર મારવા નદી કાંઠે સુધી બેસવા ગયા હતા. રસ્તામાં વેજાને જોયો હતો. એને જોઈને ફરી ગુસ્સો મારા માથા પર સવાર થઈ ગયો હતો. તેજો મારુ મન શાંત રાખવા કહી રહ્યો હતો. નદીકાંઠે પહોંચીને અમે બંને બેઠા હતા. વાતાવરણ એટલું શાંત હતું કે, નદીના ખળખળ અવાજને પણ સાંભળી શકાતો ...Read More

23

ભીતરમન - 23

હું મારા પરિવાર સાથે મારા ઘરે આવી ગયો હતો. પણ તુલસી સત્ય જાણી મારા વિષે શું વિચારતી હશે એ હું હજુ અજાણ હતો.મેં હવે ઘરે રહેવાનું ખુબ ઓછું કરી નાખ્યું હતું. હું અઠવાડિયે એક જ વાર ઘરે આવતો હતો. મુકતારે મને રહેવા માટે એક નાનું ભાડાનું મકાન શોધી આપ્યું હતું. હું ત્યાં જ રહેતો હતો. જમવાની ઈચ્છા થાય તો એક લોજમાં જમી આવતો હતો. મોટે ભાગે જમવાનું ટાળતો જ હતો. મારે બાપુથી દૂર રહેવું હતું પણ એની સજા માને પણ મળતી હતી આથી મારું મન માને હું અન્યાય કરતો હોઉં એવી ગ્લાનિ જન્માવી રહ્યું હતું. જેવો જમવા માટે કોળિયો ...Read More

24

ભીતરમન - 24

હું આઠમા નોરતે સાંજે ઘરે પહોંચ્યો હતો. મેં જેવી ડેલી ખોલી કે ગાયે મને ભાંભરતા આવકાર આપ્યો હતો. મેં ટેવ મુજબ જ એના ગળે વહાલ કરી માને સાદ કર્યો હતો. તુલસી ઘરે હશે એમ વિચારી હું ખાટલો ઢાળીને જ ફળિયામાં બેસી ગયો હતો. મા મારો અવાજ સાંભળીને તરત જ બહાર હરખાતી આવી હતી. એને જોઈ હું તરત ઉભો થયો અને માને પગે લાગતાં એક મોટો થેલો એમને આપતા બોલ્યો, "લે મા! આ તારાથી દૂર રહી મે જે તરક્કી કરી એ કમાણી!""શું છે આમાં? એમ પૂછતી મા મારી સામે જોઈ રહી હતી."આમાં રૂપિયા છે જે તારા સંદુકમાં રાખજે!" મેં થેલો ...Read More

25

ભીતરમન - 25

બાપુને આઈ.સી.યુ. રૂમમાં દાખલ કર્યા હતા. મેં મારા એક મિત્ર દ્વારા બાપુને જામનગરના દવાખાને દાખલ કર્યા છે એ સમાચારની મુક્તારને કરી હતી. મુક્તાર એના વ્યસ્થ સમય માંથી સમય કાઢીને મારી પાસે હાજર થઈ ગયો હતો.બાપુના રિપોર્ટ આવી ગયા હતા. દાક્તરની ધારણા કરતા બાપુને વધુ તકલીફ હતી. બાપુને જો આઠ દશ દિવસમાં સારું નહીં થાય તો આ તકલીફ જીવનભર બાપુને રહેશે એવું દાક્તરે કીધું હતું. બાપુની પરિસ્થિતિ વધુ જણાવતા દાક્તરે કહ્યું કે, બાપુને હજુ ૮/૧૦ દિવસ તો દવાખાને રહેવું જ પડશે અને પરિસ્થિતિમાં સુધારો નહીં હોય તો વધુ પણ રોકાવું પડશે.મેં તેજાને કહ્યું, "તું કાલ સવારે જ પોસ્ટઓફિસે જજે અને ...Read More

26

ભીતરમન - 26

હું માં અને તુલસીને આઈ.સી.યુ. રૂમ પાસે લઈ ગયો હતો. એ બંનેએ બહારથી જ બાપુને જોયા હતા. માં બાપુને ખુબ દુઃખી થઈ ગઈ હતી. એ બાપુને થતી સારવાર જોઈને ગભરાઈ ગઈ હતી. એ મોટા મશીનો અને અનેક નળીયો સાથે બાપુને જોઈને ચક્કર ખાઈને પડી જ જાત, મેં અને તુલસીએ બંનેએ માને સાચવી લીધી હતી. માને બહાર બાંકડા પર બેસાડી હતી. તુલસીએ માને પાણી આપ્યું હતું. એણે મને પણ પાણીનો ગ્લાસ ધર્યો અને કહ્યું, "તમે પણ પાણી પી લ્યો. કદાચ ઘરે તમે પાણી પી શક્યા નહોતા!"મેં હવે તુલસીનો અવાજ સાંભળ્યો હતો. એકદમ મીઠો અને સ્વરમાં રહેલ નરમાશ એના લાવણ્યમય વ્યક્તિત્વ ...Read More

27

ભીતરમન - 27

હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હતું. મનમાં જ એમ થવા લાગ્યું કે, વ્યક્તિને હું આટલી નફરત કરું છું હું એના કામની પણ ઉપાધિ શા માટે મારે માથે લઈને બેસું? મારે તો એમને પરેશાન જ કરવા છે. તો પછી એમનું કામ કરીને મારે એમનુ સારું કરવાની શું જરૂર? અનેક પ્રશ્નોની જાળમાં હું ફસાઈ ગયો હતો એ સમયે મનના ખૂણેથી જ એક જવાબ મને મળ્યો, જે ખુદ જ પરેશાન છે એમને પરેશાન કરું એ વાત તો મારુ ધાવણ લજવે! સામસામા સરખા જોડે જીતવામાં મર્દાનગી કહેવાય! એમને હું કઈ જ ન કરું તો પણ એ ...Read More

28

ભીતરમન - 28

હું નશાથી ચકચૂર રોજની માફક જ ઘરે આવ્યો હતો. મા જાણતી જ હતી કે હું ઘરેથી નીકળી ગયો છું. ડેલી ખખડી કે તરત જ મા બહાર આવી હતી. તેજો અને મા બંને ભેગા થઈને મને મારા ઓરડા સુધી મૂકી ગયા હતા. મને તુલસીના સહારે મૂકી મા અને તેજો ત્યાંથી પરત ફર્યા હતા.તુલસીએ મને પલંગ પર ઉંઘાડ્યો હતો. મારા પગમાં પહેરેલ મોજડી એણે કાઢી અને મારા ચરણને સ્પર્શ કરી પગે લાગી હતી. નશો એટલો બધો વધુ કર્યો હતો છતાં રોજ નશો કરતો હોવાથી એની એટલી બધી અસર નહોતી કે હું તુલસીના નરમ ઠંડા હાથનો સ્પર્શ જાણી ન શકું! પણ હા, ...Read More

29

ભીતરમન - 29

હું જામનગરથી કામ પતાવી ઘરે જવા નીકળ્યો ત્યારે એક દંપતી રસ્તાની સાઈડના બાંકડે બેઠું એની મસ્તીમાં બંને એકબીજાનાં હાથમાં વાતું કરતા હતા. એને જોઈને મને આજે તુલસી સાથેનું મારુ વર્તન મને યાદ આવ્યું હતું. મને ક્ષણિક એમ થયું, ઓહો! તુલસીની સાથે મેં કેટલો અન્યાય કર્યો છે! મારુ એના પ્રત્યેનું વર્તન જો મને જ ખુબ વેદના આપી રહ્યું છે, તો તુલસીને કેટલી બધી ઈચ્છાઓ મારીને મારી સાથે જીવન વિતાવવાનું! મેં તુલસીને પત્ની તરીકેનું સ્થાન તો નથી જ આપ્યું, પણ એને ક્યારેય કોઈ જ જગ્યાએ કે પ્રસંગમાં પણ હું નથી લઈ ગયો. મારા ઘરને એણે પોતાનું ઘર સમજીને ખુબ જ પ્રેમથી ...Read More

30

ભીતરમન - 30

હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પાસે જઈ શું વાત કરવી એ મને જ સમજાતું નહોતું, આથી હું ગાય પાસે ગયો અને ત્યાં ખાટલો ઢાળી એના પર બેસતા મે મા ને સાદ કર્યો હતો. મા મારો અવાજ સાંભળી તરત જ બહાર આવી હતી. મેં એ વાતની નોંધણી કરી કે, તુલસી એ પણ મારો અવાજ સાંભળ્યો છતાં એણે મારા મનની ઈચ્છાને માન્ય રાખી એ મારા તરફ આવી મને તકલીફ થાય એવું કરતી નહોતી. મારા મનમાં હવે તુલસી માટે કુણી લાગણીનું બીજ ફૂટી નીકળ્યું હતું. એ ઝીણી ઝીણી વાતોમાં પણ મારી ઈચ્છાને માન આપી રહી ...Read More

31

ભીતરમન - 31

માને ખ્યાલ આવી જ ગયો હતો કે હું ઘરે આવી ગયો છું. ખુશી અને અચરજ ના બેવડા ભાવ સાથે તરત જ બહાર આવી હતી. માના ચહેરા પરનો હાશકારો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મા મને આવકારતા બોલી, "આવ દીકરા! હંમેશા તારી રાહ જોતી હોઉં છું આજે મને એવું થાય છે કે, ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે." મા ખુશ થતી મારો હાથ ખેંચતી મને અંદર ઓરડા સુધી લઈ ગઈ હતી.માએ મારા જમવાની થાળી પીરસી રાખી હતી. હું કંઈ બોલું એ પહેલા જ મને એમણે જમવા બેસાડી દીધો હતો. મા મને એક પછી એક કોળિયો જમાડી રહી હતી. હું પણ એક ...Read More

32

ભીતરમન - 32

આદિત્ય એ ફોન તો મૂકી દીધો હતો, પણ એના ફોને મારા વિચારોમાં કાંકરીચારો કર્યો હતો. હું આદિત્યના વિચારોમાં તલ્લીન ગયો હતો. આદિત્ય પણ મારા જેમ જ લાગણીશીલ, માયાળુ તેમજ સ્વમાની અને જિદ્દી છે. અને હા! મારા જેવો જ જનુની પણ ખરો! હું આજે અનાયાસે આદિત્ય અને મારા સંબંધની સરખામણી મારા અને બાપુ સાથેના સંબંધ સાથે કરી બેઠો હતો. હા, મારામાં બાપુ જેવી ગદ્દારી બિલકુલ ન હતી. પણ જેમ બાપુ મારો પ્રેમ પામવા તરસતા રહ્યા એમ હું આદિત્યનો પ્રેમ પામવા તરસતો રહુ છું.મેં હંમેશા સાંભળ્યું છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે બાપુએ એના કર્મના ફળરૂપે આજીવન મારા પ્રેમ ...Read More

33

ભીતરમન - 33

હું જામનગર જમીનના સોદા અને લેતી દેતી નું કામ કરું છું એ સિવાય અન્ય મારા ધંધાની જાણકારીથી અત્યાર સુધી પણ અજાણ હતી. બાપુ સિવાય ઘરમાં ખરેખર કોઈ જાણતું જ ન હતું કે હું શું કામ કરી રહ્યો છું. મારે કોઈને મારું સાચું કામ કહીને ચિંતામાં એમને રાખવા ન હતા. મારા ધંધામાં ઘરેથી નીકળ્યા બાદ પાછો હું ઘરે આવીશ કે નહીં એની કોઈ ખાતરી હોતી નથી. હું આજે સલામત અને હયાત છું એનું કારણ માનો પ્રેમ કહો કે માતાજીના આશીર્વાદ કે તુલસીની અનહદ લાગણી!વસુલીનું કામ કરવું એટલું સહેલું નથી જેટલું આપણે ધારતા હોઈએ. કબજો કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય હોતી નથી ...Read More

34

ભીતરમન - 34

મને બાપુ સાથે અણબનાવ હતો જ, પણ એવું હું જરા પણ ઇચ્છતો નહતો કે, બાપુ આ દુનિયામાંથી જતા રહે કે, મારી મા બાપુ સિવાયનું જીવન કલ્પી શકે એમ જ નહોતું. હું અને બાપુ માના જીવન જીવવાનો આધાર હતા. અમારા બંનેમાંથી એકની પણ ગેરહાજરી હોય એટલે માં ખૂબ જ ચિંતિત રહેતી હતી. અને હું માને બિલકુલ દુઃખી જોઈ શકતો નહીં. માનો હસતો ચહેરો એ જ મારી સર્વ શ્રેષ્ઠ ખુશી હતી. આથી બાપુની આમ અચાનક અમારા જીવનમાંથી વિદાય થવાથી એકાએક બધું જ ઠપ થઈ ગયું હતું. એક વસવસો આજીવન મને પણ રહી જવાનો હતો કે હું જીવનભર બાપુના સ્નેહ માટે તડપતો ...Read More

35

ભીતરમન - 35

આજની આખી રાત હું શાંતિથી ઊંઘી શક્યો નહીં. વેજાએ મા સાથે કરેલ અયોગ્ય વ્યવહાર ઘડી ઘડી મારી નજર સમક્ષ જતો હતો. મા ઘણા સમયથી માનસિક રીતે પરેશાન હતી છતાં પણ એણે જરાપણ પોતાના ચહેરા પર એની સહેજ પણ અસર દેખાડી નહોતી. હું સહેજ પણ દુઃખી હોઉં મા તરત મારી ચિંતા જાણી લેતી હતી, મા કરતા મારી લાગણીમાં મને ઉણપ દેખાય હતી. ખરેખર! દુનિયામાં માથી વિશેષ લાગણી કોઈ હોઈ શકે નહીં. હું અનેક વિચારોમાં આખી રાત પડખા જ ફરતો રહ્યો હતો.આજની સવાર અનેક આશાઓ સાથે સૂર્યના સ્વાગત માટે તૈયાર હતી. પંખીઓનો કલરવ રાતભરની અશાંતિને ખંખેરી કર્ણપ્રિય સંગીત બની મનમાં શાંતિના ...Read More

36

ભીતરમન - 36

હું દિપ્તી ના વિચારોમાં ભૂતકાળમાં વિતાવેલ સમયને યાદ કરવા લાગ્યો હતો. ઘર નાનું હતું પણ લાગણી અપાર હતી. એક થાળીમાં બધા સાથે જમતા હતા. થાળીમાં વાનગીઓ ઓછી હતી છતાં ભૂખ સંતોષાતી હતી. સમય સાથે આવેલ પરિવર્તન મારી આંખમાં ભીનાશ બની યાદોને ધૂંધળી કરવા લાગી હતી. એક સાથે અનેક વાતો મને ભૂતકાળમાં જ ખેંચીને રાખી રહી હતી.તુલસીને આદિત્યનો જન્મ થયો ત્યારે જ એવું થતું હતું કે, મારે પહેલા ખોળે દીકરી જોઈએ છીએ. આદિત્યના જન્મથી એ ખુશ હતી જ પણ એની ઈચ્છા અધૂરી રહેતા અમે બીજા બાળક વખતે દીકરી તરીકેનું સૌભાગ્ય મેળવ્યું હતું. દીપ્તિના જન્મબાદ ખરેખર મારા ધંધામાં પણ ખૂબ ચડતી ...Read More

37

ભીતરમન - 37

મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ અમે લોકો એ બંગલે રહેવા ગયા હતા. આદિત્ય આ ઘરે આવ્યા બાદ ખૂબ ખુશ હતો. ફળિયુ અને હોલ એકદમ મોટો હોવાથી એ છૂટથી ગમે ત્યાં રમી શકતો હતો. ધીરે ધીરે આડોશપાડોશમાં પણ બધા બાળકો સાથે એને મિત્રતા થઈ ગઈ હતી. ભણવામાં એનું ચિત ઓછું હતું આથી એ કોઈ ને કોઈ રમતમાં જ પોતાનો દિવસ પસાર કરતો હતો. પંદરેક દિવસમાં આખું ઘર હવે ગોઠવાઈ ગયું હતું. જેટલો જરૂરી હતો એટલો જ સામાન અહીં જામનગર લાવ્યા હતા. ખંભાળિયાના મકાને પણ અમુક સામાન રાખ્યો હતો જેથી અચાનક ત્યાં જવાનું થાય તો કોઈ ...Read More

38

ભીતરમન - 38

એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવાને બદલે હાથમાં વાગી હતી. બીજી ગોળી મને ખંભા લાગી હતી. હું અને સલીમ સહી સલામત અમારી ગાડીમાં બેસી ત્યાંથી ફટાફટ ફરાર થઈ ગયા હતા. પોલીસ અમને શોધતી પહોંચે એ પહેલા અમે મુંબઈની બહાર નીકળી ગયા હતા. મારા હાથમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. લોહી પણ ખૂબ નીકળી રહ્યું હતું. મારા શર્ટને હાથ પર બાંધી રાખ્યું હતું. ગોળી શરીરમાં હોવાથી કોઈપણ દવાખાને સારવાર લઈ શકાય એવી શક્યતા નહોતી. કારણકે એમ કરવાથી તરત પોલીસ કેસ થતા તપાસ શરૂ થાય., અને પોલીસ જો તપાસ હાથમાં લે તો બધું જ બેચરાઈ જાય! ...Read More

39

ભીતરમન - 39

મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "માલિક નાસ્તાની શરૂઆત સૌ પ્રથમ સ્ટીમ ઢોકળાથી કરશો ને કે બટેકા આપું?""ના બહેન મને ફક્ત થોડું ફ્રુટ અને દુધ જ આપો. એ સિવાય મને કંઈ જ ખાવું નથી.""માલિક આજ તો તમારો જન્મદિવસ છે લાડુ તો ખાવો પડશે હો!" પ્રેમથી આગ્રહ કરતાં સવિતાબેન બોલ્યા હતા.સવિતાબેન ના આગ્રહ ભરેલ શબ્દથી મને મા યાદ આવી ગઈ હતી. એમના લાગણીસભર શબ્દ મારા મનને સ્પર્શી ગયા હતા. મેં એમની ઇચ્છાને માન આપીને સૌપ્રથમ લાડુ જ મોમાં નાખ્યો હતો. બાકીના લાડુ મેં એમને એમના ઘરે લઈ જવા કહ્યું હતું. સવિતાબેન ખુશ થઈ અને બોલ્યા "ભગવાન તમને ...Read More

40

ભીતરમન - 40

તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત જ આમ જ ઉડાડી દો છો. હું ગુસ્સામાં બોલી પણ બધું જ સાચું કહ્યું છે. મને તમારા સિવાય બીજું કંઈ જ જોતું નથી. આ બધું સાંભળીને મારો જીવ ગભરાઈ રહ્યો છે. તમારી કલ્પના બહારની મને તમારી ચિંતા થતી હોય છે. આ બધું જ કામ હવે તમે ધીરે ધીરે છોડી દો અને પરિવારને સમય આપો. કારણકે, હવે આપણા પરિવારમાં એક નવું સદશ્ય પણ આવવાનું છે. એ સમય દૂર નથી કે, આદિત્ય મોટો ભાઈ થઈ જશે. મને તુલસીએ સહેજ શરમાતા જણાવ્યું હતું. તુલસીના શબ્દો મને ખૂબ ખુશ કરી ગયા ...Read More

41

ભીતરમન - 41

મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી હતી. હું મારી ઉતાવળમાં ચશ્મા પહેરવાનું પણ ગયો હતો. મારી હવેલીનું ચોગાન મોટું હતું, હું ઉઘાડા પગે જ ગેટ સુધી ધસી આવ્યો હતો. વોચમેન મને આવી રીતે આવતા જોઈને ક્ષણિક ડરી ગયો કે, અવશ્ય માલિક હમણાં ખીજાશે કે અતિથિને કેમ રોક્યા? પણ હું તો તેજાને મળવાની ખેવનામાં ફક્ત તેજાને જ જોઈ રહ્યો હતો. ગેટની આ તરફ હું હતો અને ગેટની પેલી તરફ તેજો! હું જેવો આવ્યો કે, વોચમેને તરત જ ગેટ ખોલ્યો હતો. હું ઉતાવળે ચાલતો સીધો તેજાને ગળે વળગી પડ્યો હતો. વોચમેન અમને બંનેને ભેટતા જોઈને ...Read More

42

ભીતરમન - 42

હું તુલસીની વાત કરતા થોડો ગમગીન થઈ ગયો હતો. મારી આંખમાં આંસુઓ છવાઈ ગયા હતા. મન ખૂબ રડું રડું રહ્યું હતું. તેજાને સામે જોઈને હું મારા મન પરનો કાબુ ગુમાવી ચુક્યો હતો. તેજો પણ જાણે મારા મનની સ્થિતિ જાણી ચૂક્યો હોય એમ બોલ્યો, "રડી લે તું મન ભરીને! મારી પાસે મનમાં ભરીને કંઈ ન રાખ!"તેજાના શબ્દ સાંભળીને મારાથી ખૂબ રોવાઈ ગયું હતું. થોડી વારતેજાએ મને મારું મન હળવું કરવા દીધું, ત્યારબાદ એ હળવેકથી બોલ્યો,"તું આમ રડે છે તો એની આત્માને અવશ્ય દુઃખ થશે! તું કહે છે કે એ પ્રત્યેક ક્ષણ તારી સાથે છે તો બસ એ એહસાસ સાથે જીવતા ...Read More

43

ભીતરમન - 43

અમે બંને વાતો કરી રહ્યા હતા પણ મન તો એમ જ અનુભવતું હતું કે, કાશ! તેજો કાયમ અહીં જ જાય તો? થોડી જ કલાકોમાં હું ખુદને કેટલો ખુશ અનુભવી રહ્યો હતો. તેજો પણ મારી સાથે ખુશ જ હતો, પછી મને થયું કે, હું તો તુલસી વગર એકલો છું આથી આવું વિચારું, પણ તેજાનો શું વાંક? એને તો બાવલી અને એના પરિવારનો પ્રેમ મળવો જોઇએ ને! હું કેમ આટલો સ્વાર્થી થઈ ગયો? મેં મારા વિચારને દૂર હડશેલી દીધા. મનને વાસ્તવિકતામાં પરોવવાની અને આ ક્ષણને માણવાની જે કુદરતે તક આપી છે એ તક પણ હું ખોટા વિચારોમાં ગુમાવી રહ્યો હતો. મેં ...Read More

44

ભીતરમન - 44

મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ તકલીફ નહીં થવા દે! હું અવશ્ય મુંબઈનો કેસ પતાવી અહીં તારી પાસે પરત ફરીશ. તું હિંમત ન હાર! મારો વિશ્વાસ એ તારા પ્રેમમાં જ છે. તું ફક્ત મને સાથ આપ! બાકી બધું જ માતાજી સાચવી લેશે. તું એ વિચાર.. જે ગુજરાતી પરિવાર છે એને હું ન્યાય અપાવી રહ્યો છું, હા, મારી રીત કદાચ આકરી છે પણ મારા દ્વારા એક પરીવાર ને ન્યાય મળશે. એમ વિચારી મને સાથ આપ.""હા હું એ વિચારીને જ હંમેશા તમારી સાથે રહું છું પણ, છેલ્લી વખતે એમણે જે તમારા ઉપર ફાયરિંગ કર્યું એના ...Read More

45

ભીતરમન - 45

મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ તકલીફ નહીં થવા દે! હું અવશ્ય મુંબઈનો કેસ પતાવી અહીં તારી પાસે પરત ફરીશ. તું હિંમત ન હાર! મારો વિશ્વાસ એ તારા પ્રેમમાં જ છે. તું ફક્ત મને સાથ આપ! બાકી બધું જ માતાજી સાચવી લેશે. તું એ વિચાર.. જે ગુજરાતી પરિવાર છે એને હું ન્યાય અપાવી રહ્યો છું, હા, મારી રીત કદાચ આકરી છે પણ મારા દ્વારા એક પરીવાર ને ન્યાય મળશે. એમ વિચારી મને સાથ આપ.""હા હું એ વિચારીને જ હંમેશા તમારી સાથે રહું છું પણ, છેલ્લી વખતે એમણે જે તમારા ઉપર ફાયરિંગ કર્યું એના ...Read More

46

ભીતરમન - 46

હું ડોરબેલ વગાડવા જાવ ત્યાં જ મા ફળિયામાં તુલસી ક્યારે દીવો કરવા બહાર આવી રહી હતી. મને જોઈને એ જ ખુશ થઈ ગઈ હતી! એની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા હતા. એમણે મને ત્યાં જ રોક્યો, અને ચપટી ધૂળ લઈ મારી નજર ઉતારી મારા ઓવરણા લીધા હતા. હું ગમે તેટલો મોટો થઈ ગયો, પણ મા માટે તો હું હજુ એ જ નાનો બાળક હતો. માએ આદિત્યને બૂમ પાડી અને બોલી, "બેટા આદિત્ય જો તારા પપ્પા આવી ગયા!"આદિત્યની સાથે તુલસી પણ ફટાફટ બહાર દોડી આવી હતી. બંનેના ચહેરા પરની ખુશી કંઈક અલગ જ હતી. જે મારા ભીતરમનને ખૂબ જ આનંદ ...Read More

47

ભીતરમન - 47

તુલસીએ કહ્યું, "માએ બેબીનું નામ દીપ્તિ રાખવાનું નક્કી કર્યું છે. અને માએ મને હરખમાં એમનો સોનાનો ચેન ભેટરૂપે આપ્યો મા આ બેબીને જોઈને ખૂબ જ ખુશ હતા.""હા મા ખુબ ખુશ છે. એમણે પેલી નર્સને પણ સોનાની વીંટી ભેટરૂપે આપી છે. આખી હોસ્પિટલને પેંડા આપવાની એમની ઈચ્છા મારી પાસે રજૂ કરી છે. આટલી ખુશ તો માં આદિત્યના જન્મ વખતે પણ નહોતી!"હું આદિત્યને લઈને બહાર નીકળ્યો હતો. મેં માવા ના પેંડા આખી હોસ્પિટલમાં બધાને હરખથી ખવડાવ્યા હતા. હોસ્પિટલ ના સ્ટાફના દરેક વ્યક્તિના મોઢે એક જ વાત હતી, આ પહેલી બેબી એવી હશે કે, જેના હરખના પેંડા આખી હોસ્પિટલમાં ખવડાવાય રહ્યાં છે, ...Read More

48

ભીતરમન - 48

અમે તુલસીને લઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા. દીપ્તિ ખૂબ જ નાની હોય આથી બંને બાળકોને પડોશમાં મૂકીને અમે આવ્યા તુલસી ખૂબ જ ચિંતા કરતી હતી. એની ચિંતા ને દૂર કરવા માએ એને હિંમત આપતા માતાજીને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તુલસીને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે હું એની પાસે ઉભો હતો. મેં એની હિંમત વધારતા મારા હાથમાં એનો હાથ લઈ એને કહ્યું," સિંહની જોડે સિંહણ જ શોભે સસલી નહીં! આથી આવી ઢીલી વાતો વિચારજે નહીં. હિંમત રાખ અને માએ કહ્યું એમ માતાજીનું સ્મરણ કર.""મારી વાત સાંભળી સહેજ હસતા ચહેરે એણે મારા હાથની પકડ મજબૂત કરી મારી વાતને સ્વીકારી ...Read More

49

ભીતરમન - 49

મુક્તાર મને ખૂબ જ સમજાવટથી સમજાવી રહ્યો હતો. પણ આજ હું મારા કંટ્રોલમાં જ નહોતો. મને માના અંતિમ શબ્દો ગુંજી રહ્યા હતા. એક તરફ તુલસીની ચિંતા હતી અને બીજી તરફ મા જીવનમાંથી અચાનક જતા રહ્યાનું દુઃખ. મુકતારે મને ફરી કહ્યું, "તુલસી ઓપરેશન થિયેટર માંથી બહાર આવી ગઈ છે. બાળક પાસે નર્સ સિવાય કોઈ જ નહીં હોય! તું હિંમત ભેગી કરીને ત્યાં રૂમમાં જા! હું બાકીની બધી ફોર્માલિટી પતાવીને તારી પાસે આવું છું.મેં મુકતારની વાતને અનુસરતા તુલસીના રૂમ તરફ મારા ડગ માંડ્યા હતા. આજે મારા અંદર દર વખતે હોય એવો હરખ બાળક માટે હતો પણ માના મૃત્યુના સમાચારથી હું ખૂબ ...Read More

50

ભીતરમન - 50

નર્સ હજુ ત્યાં જ ઉભી હતી; એણે તરત જ મારી સામે નજર કરી કહ્યું, "તમે ખૂબ નસીબદાર છો કે આટલી સમજદાર પત્ની મળી છે. જોઓ એણે દુનિયાની બધી જ ફરજ સાઈડમાં મુકીને પહેલા માતૃત્વની ફરજ નિભાવી છે!""એ મારા સાસુ હતા, પણ મને એની દીકરી સમાન જ એણે મને પ્રેમથી સ્વીકારી હતી. મને એક માને ગુમાવ્યાની જે લાગણી હોય એવી જ લાગણી એમના માટે થઈ રહી છે. એમની જ વાત મને બરાબર યાદ છે, માતૃત્વ ધર્મ હંમેશા જીવંત રાખવો કારણ કે, એ જ બધાં સંબંધને સાચવી રાખે છે!" આંખમાં સહેજ ભીનાશ અને ગળગળા સ્વરે તુલસીએ નર્સ ને જવાબ આપ્યો હતો. ...Read More

51

ભીતરમન - 51

હું સમયની સાથે ધીરે ધીરે મા વિનાનું જીવન જીવતો થઈ ગયો હતો! બાળકોની જવાબદારી મારા ઉપર પણ ઘણી ખરી ગઈ હતી. તુલસીને ત્રણ મહિના સુધી ઘરનુ બધું જ કામ બંધાવી દીધું હતું. રસોઈ મોટા ફઈ રોકાયા હતા તો એ કરી આપતા હતા. ત્રણ મહિના બાદ અંદાજે એક વર્ષ સુધી તુલસીની માએ ખૂબ સાથ આપીને અમારો આ સમય સાચવી આપ્યો હતો.બાપુનાં મૃત્યુ થયા બાદ અમે ગામડાનું ઘર છોડ્યું હતું અને માના મૃત્યુ થયા બાદ જામનગર છોડી દીધું હતું. કારણ કે, માના દેહાંત બાદ જામનગર ગામથી જ મારું મન ઉઠી ગયું હતું! જામનગર છોડ્યા બાદ અમદાવાદના એક ખુબ સરસ એરિયામાં એક ...Read More

52

ભીતરમન - 52

તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. અણધારી કોઈની પણ વિદાય ખૂબ વસમી લાગે પણ કુદરતની લીલા તો કુદરત જ જાણે છે ને! તું એમ વિચાર કે તુલસીનો આત્મા કેટલો સારો હશે કે એણે ક્યારેય કોઈની સેવાની જરૂર જ ન પડી! બસ હવે દુઃખી થયા વગર તું ભગવાનને પ્રાર્થના કર કે એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં શાંતિથી રહે!" અમે બંને થોડા ગંભીર થઈ ગયા હતા. આ ગંભીરતામાંથી બહાર આવવા માટે હું બોલ્યો, "હવે આપણે આટલા સમય બાદ મળ્યા છીએ તો શું રૂમમાં અને રૂમમાં જ બેસસુ? ચાલ થોડીવાર બહાર પણ નીકળીએ!"અમે બંને ફટાફટ ...Read More

53

ભીતરમન - 53

મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય દાદુ! તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. આમ તો તમે દિવસ તમારા રૂમમાં જ બેઠા રહો છો, પણ આજે પ્લીઝ તમે એવું કરતા નહીં! તમે બહાર જજો અને મંદિરે દર્શન કરજો. ખૂબ બધી જગ્યાએ ફરજો અને મારા માટે ખૂબ બધી ચોકલેટ લાવજો. કારણ કે, આજે તમારો જન્મદિવસ છે ને! અને હા બીજી એક વાત તમને ખાસ કહું, આપણી સામે જે પેલી હવેલી બની રહી છે ને એ હવેલીમાં આજે તમારા માટે ખૂબ મોટી બધી સરપ્રાઈઝ છે, બધાએ મને તમને એ વાત કહેવાની ના પાડી છે પણ તમે તો મારા દાદુ ...Read More

54

ભીતરમન - 54

તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આપતા બોલ્યો,"અરે હશે કંઈક, કંઈ વાંધો નહીં તું જ ન જાણતો હોય તો. તું કહે તો ચાલને આપણે હવેલીમાં ચક્કર મારતા આવીએ. આપણે સામેથી જ ત્યાં જઈને જે રહેતું હોય એને આપણી ઓળખાણ કરાવીએ! શું તને નથી લાગતું કે આપણે ખુદ સામેથી જ જવું જોઈએ. આમ તો આપણે પણ પાડોશી તો થશુ જ ને! અને જો તારા માટે કંઈક સરપ્રાઈઝ હશે જ તો એ પણ સામે આવી જાય ને!" તેજાએ એના મનના વિચાર રજૂ કરતા મને કહ્યું હતું."હા વાત તો તારી સાચી છે પણ અહીં શહેરમાં એમ કોઈ ...Read More

55

ભીતરમન - 55

હું દીપ્તિને મળ્યાં બાદ અમારા જમાઈ આશિષને પણ મળ્યો હતો. એકદમ પ્રેમાળ સ્વભાવના આશિષ મારી દીકરીની બધી જ ઈચ્છાઓ કરતા હતા. આજે અહીં આવીને એમણે મારુ મન જીતી લીધું હતું. મેં એમનો ખરા દિલથી આભાર માન્યો હતો. હવે હું આદિત્યને મળ્યો હતો. આદિત્યને જ્યારે મળ્યો ત્યારે આદિત્ય મને તરત જ પગે લાગ્યો અને મને મારા 75 માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા આપી. શુભેચ્છા સાથે એણે મને એક સોનાનો ચેન આકર્ષિત લોકેટ સાથે આપ્યો હતો. એ લોકેટમાં મારો અને તુલસીનો એક ખુબ જ સુંદર ફોટો હતો. આદિત્ય મારા માટે ક્યારેય કોઈ જ વસ્તુ લાવતો ન હતો. મારા જીવનની આ પહેલી ...Read More

56

ભીતરમન - 56

હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદિવસ મારા પરિવારે ઉજવ્યો હતો. હું મનમાં વિચારી રહ્યો મારા વિચાર કેટલા ઉણા છે, હું સવારથી બધા જ માટે કેટલો નકારાત્મક વિચાર કરી રહ્યો હતો. આ લોકો બધા જ મારા જન્મદિવસની અઠવાડિયાથી તૈયારી કરી રહ્યા હતા અને મને સરપ્રાઈઝ આપવા માટે આ વાત મારાથી છુપાવી રાખી હતી. ખરેખર મારો પરિવાર મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ હું જ ક્યારેક વધુ અપેક્ષાઓ એમના માટે રાખી બેસુ છું.બધા જ લોકોએ ડિનર કરી લીધું હતું અને એમ જ શાંતિથી બેઠા વાતો કરી રહ્યા હતા. હવે મેં ફરીથી મારા મનના ...Read More

57

ભીતરમન - 57

પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથી વાતને વધાવી લીધી હતી. પૂજાની આજે વાત સાંભળી મને પર ખૂબ જ ગર્વ મહેસુસ થઈ રહ્યો હતો. ખરેખર કોઈ પુત્ર વધુ આટલું એના સસરાને માન આપતી હશે! હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો.મેં તરત જ તેજા સામે નજર કરી હતી. તેજો પણ મારી સામે જોઈને બોલ્યો, "મારી વિચારસરણી કેટલી ખોટી હતી. પૂજા તો ખૂબ સમજદાર છે. હું તો એમ જ સમજતો હતો કે, રવિ અને આદિત્યના હિસાબે જ આ બધું આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ આયોજનનો પાયો પૂજા દ્વારા નંખાયેલો હતો. પૂજાની બધી વાત સાંભળીને મને ખૂબ ...Read More

58

ભીતરમન - 58

અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો. હું તેજો અને મુક્તાર હીચકા ઉપર ઝૂલતા થોડીવાર વાતો માટે એકાંત શોધી બેઠા હતા. માના દેહાંત સમયે અમે ત્રણેય મિત્રો ભેગા થયા હતા, એ પછી આજે અમારી ત્રિપુટી ભેગી થઈ હતી. મુક્તાર બોલ્યો," વિવેક તે ધંધામાં પીછે હટ કરી એ પછી મારું મન પણ ધંધામાંથી સાવ ઉતરી જ ગયું હતું. તારી સાથે રહીને જે ધંધો કરવાની મજા હતી એ મજા લુપ્ત થઈ ગઈ હતી. બેઇમાની ધંધામાં પણ તારા જેટલી ઈમાનદારી કોઈ દાખવી શકતો ન હતું. આથી તારી સાથે કામ કર્યા બાદ કોઈની સાથે કામ કરવાની પણ મજા ન જ ...Read More

59

ભીતરમન - 59

મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખુશ થયો હતો. મેં એ ક્યારેય માર્ક જ કર્યું હતું કે મારા વેણની એના પર આટલી અસર થઈ છે. આજે એ જ્યારે બોલ્યો ત્યારે મને ખબર પડી હતી."હા મને બધું જ યાદ છે. મારા માના આશીર્વાદ અને માતાજીની મહેરબાનીના લીધે જ મેં ક્યારેય કોઈનું ખૂન કરવું પડે એવી પરિસ્થિતિમાં હું મુકાયો ન હતો. બાકી આપણા ધંધા એવા જ હોય કે જેમાં મિત્રો કરતા દુશ્મનો ઘણા હોય! મારી પાછળ લોકો ગમે તેટલી વાતો કરી લે અથવા ગમે તેટલા પ્લાન ઘડી લે પણ જેવા મારી સામે આવે, એવા તરત જ મારી ...Read More

60

ભીતરમન - 60 (અંતિમ ભાગ)

હું ઝડપથી તૈયાર થઈ અને નીચે હોલમાં પહોંચ્યો હતો. સવારના સાત વાગી ચુક્યા હતા. પૂજા પણ સુંદર સાડી પહેરીને થઈને ત્યાં હાજર જ હતી. બધી જ તૈયારીઓ બરાબર થઈ છે કે નહીં એ પૂજા જોઈ રહી હતી. જેવો હું હોલમાં આવ્યો કે એ તરત જ બોલી, "પપ્પાજી તમે પણ એક વખત નજર કરી લો, બધું જ બરાબર છે કે નહીં?" મેં ટેબલ પર ગોઠવેલ નાસ્તા પર નજર કરી, રોટલા, થેપલા, ભાખરી, ખાખરા, કોન ફ્લેક્સ, ઓટ્સ, મેગી, ઘી ગોળ, લસણની ચટણી, અથાણું, પૌવા બટેકા, ઉપમા, ફ્રુટ જ્યુસ, બ્રેડ બટર, જામ, ચા, દૂધ અને કોફી બધું જ સુંદર રીતે ગોઠવેલું હતું. ...Read More